સુવિચાર – ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૩
સુવિચાર – ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૩
ગુજરાતના આ ગણેશ મંદિરમાં દાદાને ચઢે છે સિંદુર
દેશભરમાં ગણેશોત્સવની ઉજવણી ધામધૂમથી થઈ રહી છે. ત્યારે આજે એવા ગણપતિ મંદિરની વાત કરવાની છે જે ગુજરાતના નડીયાદમાં આવેલું છે. કહેવાય છે કે આ મંદિર 900 વર્ષ પુરાણું છે.

ભગવાન શિવનું મંદિર હોય કે સ્વામીનારાયણ મંદિર હોય,દરેક મંદિરમાં ગણેશજી બિરાજમાન હોય જ છે. એ સાર્વત્રીક બાબત છે. પરંતુ એકલા ગણેશજી હોયએ બાબત નવી છે. મંદિરમાં હનુમાનજીને સિંદુર લગાવવાનો મહિમા જગતભરમાં છે. પરંતુ ગણપતિ દાદાને સિંદુર અર્પણ કરાતું હોય એવા ગુજરાતમાં માત્ર બે જ મંદિર છે. પ્રથમ મંદિર ધોળકા પાસે આવેલું જમણી સૂંઢવાળા ગણપતિ દાદાનું અને બીજું નાનું છતા શ્રદ્ધા અને આસ્થાનું પ્રતિક છે.

નડીયાદના ગણપતિ મોહલ્લામાં બીરાજમાન ગણપતિ બાપ્પાનું મંદિર નવસો વર્ષ પુરાણુ હોવાનું મનાય છે. સર્વદેવોમાં સૌ પ્રથમ પૂજાતા આ ગણપતિદાદાના મંદિરની પણ વિશેષતા છે.

આ મંદિરના ઉપરના ભાગે જે ધુમ્મટ છે એનો આકાર મસ્જિદના મિનારા જેવો છે. કહેવાય છે કે મહંમદ ગજની એ સમયમાં મંદિરો પર ચઢાઈ કરીને એને તોડી પાડતો હતો માટે આ મંદિર પર ચઢાઈ ન કરી શકે એ ઉદ્દેશથી રાજા સિધ્ધરાજે આ મંદિરનો આકાર મિનારા જેવો આપ્યો હતો.

દરેક મંદિરમાં દાદાને ઘી-ગોળ અને લાડુનો નૈવૈધ ધરાવાય છે. પરંતુ નડીયાદના આ ગણેશજીને સિંદુર અર્પણ કરવામાં આવે છે. આ મંદિરમાં ભાવિકો શ્રદ્ધાથી ભક્તો સિંદુર અર્પણ કરવાની બાધા રાખે છે અને શ્રદ્ધાળુઓની આશાઓ પરિપૂર્ણ પણ થાય છે. માટે જ આ દાદા ‘આશાપુરા ગણપતિદાદા’ના નામથી ઓળખાય છે. ગણપતિ દાદાના આ મંદિરમાં ગમે ત્યારે દર્શન કરવા જઈ શકાય છે. કારણ કે બાપ્પાનું આ મંદિર 24 કલાક ખુલ્લુ રહે છે. આશાપુરા ગણપતિદાદાના મંદિરનું બાંધકામ એ રીતે કરવામાં આવ્યું છે કે ભક્તોએ મંદિરમાં પ્રવેશ મેળવવા માટે ભક્તોએ નતમસ્તક થઈને જવુ પડે છે.

દાદાને રિઝવવા માટે ભાવિકો પાંચ, અગિયાળ અને એકવીસના નાળિયેરના તોરણ અર્પણ કરે છે.ગણેશ મહોત્સના દસ દિવસમાં ભક્તોની ભારે ભીડ જામે છે. દૂર-દૂરથી ભક્તો દુંદાળા દેવના દર્શન કરવા આવે છે.
૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૩
૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૩
રાશિ ભવિષ્ય 25/09/2023
રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા
![]()
આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સામાજિકકે ધાર્મિકકામમા મિલન-મુલાકાત થઇ શકે, માર્કેટિંગ ક્ષેત્રમા પરિચિતકે જુનાસંપર્કમા કામકાજ કરવામા આવેતો સારુ પરિણામ જોવા મળી શકે છે, પ્રવાસયોગ થઈ શકે છે, યુવાવર્ગને ગમતી કોઈવાત સાંભળવા મળે, વેપારમા નાનુ કામ કરવુજ યોગ્ય છે.
આજનો દિવસ થોડો ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે ખાસકરીને વાણીસયમ રાખવો જરૂરી છે તદુપરાંત ગુસ્સા પર કાબુ રાખવો અગત્યનો છે, વેપારમા કોઇપણ પ્રકારના જોખમથી દુર રહેવુ, પ્રિયજન સાથે વિચારમતભેદ ના થાય તેની કાળજી રાખવી, માર્કેટિંગક્ષેત્રમા સમયનો દુર્વ્યય વધુ થાય.
આજનો દિવસ સામાન્ય છે, મન થોડુ અશાંત રહે પરંતુ દિવસ રાબેતામુજબ શાંતિથી પસાર થાય, કામકાજમા સમયનો દુર ઉપયોગ થવાથી થોડી ઉશ્કેરાટ અનુભવો, વેપારમા નાનુ અને ગણતરીપુર્વાક્નુ કામ કરવુ યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમા વ્યસ્તતા વચ્ચે પણ કામ શાંતિથી પૂર્ણ થઇ શકે છે.
આજનો દિવસ સરસ છે, તમને ઉત્સાહ સારો જોવા મળે અને તેની સારી અસર તમારા વ્યવહાર અને કામકાજ પર પડે જેને કારણે તમને અન્યનો સાથસહકાર સારી રીતે મેળવી શકો, તમારી કોઈજૂની ઓળખાણથી લાભની વાત બને, વેપારના કામકાજમા અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે.
આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે, તમને આજે થોડો ગુસ્સો કઈને કઈ બાબત પર જોવા મળે જેને કારણે કોઈની લાગણી ના દુભાય તેનુ ધ્યાન રાખવુ, વાહન ધીમે ચલાવવું તેમજ મુસાફરીમા ધ્યાન રાખવુ, વેપારના કામકાજમા જોખમીપરિબળથી દુર રહેવુ સલાહ ભર્યું છે.
આજનો દિવસ સરસ છે તેમા પણ તમારા ધાર્યા કામ થાય મન થોડુ આજે ઉદાર બની ક્યાંક કોઈને સહભાગી બનો અને જૂનીભૂલ સુધારવા માટે પ્રયત્ન કરો, વેપારના કામકાજમા ચોકસાઈ રાખોતો લાભ થાય, યુવાવર્ગને પોતાની કોઈ અંગતવાતની દ્વિધા હોયતો તેમા પણ યોગ્ય રાહ મળે તેવુ બની શકે છે.
આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો અગત્યનો છે, ક્યાય ઉતાવળિયો નિર્ણય ના લેવાય તેનુ ધ્યાન રાખવુ, વાહન ધીમે ચલાવવુ અને ક્યાય કોઈની સાથે ઉગ્રતા ના થાય તે બાબતની કાળજી રાખવી, માર્કેટિંગક્ષેત્રમા કંટાળાજનક પરિસ્થિતિ જોવા મળે શકે છે, વેપારમા જોખમથી દુર રહેવુ.
આજનો દિવસ સારો છે, ક્યાંક પ્રવાસયોગ બને, તમારા મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવુ પણ બનવા જોગ છે, તમારી કરેલી મહેનતનુ ફળ સારુ મળી શકે તેવુ પણ બની શકે છે, માર્કેટિંગક્ષેત્રમા તમને અન્યનુ માર્ગર્દર્શન સારુ મળી રહે, વેપારમા લાભની તક રહેલી છે, યુવાવર્ગને સારી ખુશી જોવા મળી શકે છે.
આજનો દિવસ તમારા માટે થોડો સામાન્ય છે, રોજબરોજના કામમા દિવસ પસાર થઇ જાય, તમારા કામમા થોડા વ્યસ્ત રહો તેવુ પણ બની શકે છે, વેપારમા નાનુ અને ગણતરીપૂર્વકનુ કામ યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમા માનસિકથાકની લાગણી વધુ અનુભવો, યુવાવર્ગને કોઇવાતમા આતુરતા વધુ જોવા મળી શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, મિત્રોથી કોઈ કામકાજમા તમને લાભ થઈ શકે છે, ક્યાંક મુસાફરી થાય તેવા યોગ પણ બને છે, માર્કેટિંગક્ષેત્રમા સારાકામ કર્યાનો સંતોષ મળે, વેપારમા નાનુ કામજ કરવુ યોગ્ય છે, યુવાવર્ગને આજે પોતાના મનની કોઈવાત ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે છે.
આજનો દિવસ શાંતિ અને સાવચેતીમા પસાર કરવો ઇચ્છનીય છે, વિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, ક્યાય પાડવા-વાગવાના યોગ છે માટે તકેદારી રાખવી, આજે નકારત્મકવિચાર વધુ રહે અને તેની અસર તમારા કામકાજ પર પણ પડી શકે છે, વેપારમા કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવુ.
આજનો દિવસ સરસ છે તમારો આત્મવિશ્વાસ પણ સારો જોવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમા વધુ સમય ફાળવોતો કંઇક સારુ શીખવાની અપેક્ષા પૂરી થાય, માર્કેટિંગક્ષેત્રમા આયોજનબદ્ધ કામ કરવાથી સારુ પરિણામ મળી રહે, વેપારમા અનુભવ મુજબ કામ કરવાથી લાભ થઈ શકે છે.
લગ્ન પછી પરી-રાઘવની પહેલી તસવીર સામે આવી
પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા આખરે સાત જીંદગી સાથે રહ્યા છે. આ દિવસે, દંપતીએ તેમના પરિવાર અને નજીકના લોકોની હાજરીમાં લગ્ન કર્યા અને ઉદયપુરની હોટેલ લીલા અને તાજ પેલેસ આ ભવ્ય લગ્નના સાક્ષી બન્યા. આ બિગ ફેટ પંજાબી લગ્નમાં ભાગ લેવા માટે રાજકારણથી લઈને મનોરંજન જગતની જાણીતી હસ્તીઓ આવી હતી. રાઘવ-પરીના લગ્નના રિસેપ્શનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રિસેપ્શન લગભગ 8:30 ની આસપાસ શરૂ થશે.
View this post on Instagram
લગ્ન પછી પહેલી તસવીર સામે આવી
રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. હવે લગ્ન બાદ બંનેની પહેલી તસવીર પણ સામે આવી છે. આ ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.આ દરમિયાન, પરી-રાઘવની સંગીત રાત્રિનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કપલ બ્લેક એન્ડ વ્હાઇટ થીમમાં જોવા મળે છે.
First look of #RaghavChadha as Groom#ParineetiChopra #ParineetiRaghavWedding #RaghavParineetiKiShaadi #raghavparineetiwedding pic.twitter.com/u97TD2G8Y2
— Rohit (@rohit93mohan) September 24, 2023
પરી-રાઘવના વેડિંગ રિસેપ્શનનો પહેલો ફોટો સામે આવ્યો છે
પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્ન થઈ ગયા છે. હવે તેમના લગ્નના રિસેપ્શનનો પહેલો ફોટો સામે આવ્યો છે. આ તસવીરમાં ખૂબ જ ભવ્ય વ્યવસ્થાઓ નજરે પડે છે.
ભારતે ઓસ્ટ્રેલિયાને બીજી વન-ડેમાં હરાવી સિરીઝ પર કર્યો કબ્જો
ભારતીય ટીમ વર્લ્ડકપ પહેલા શાનદાર ફોર્મમાં છે. આજે બીજી વન-ડેમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવી સિરીઝ પર કબ્જો કર્યો છે. વરસાદ વિક્ષેપિત બીજી વનડેમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 99 રનથી હરાવ્યું છે. પ્રથમ રમત રમીને ભારતે શ્રેયસ અય્યર (105), શુભમન ગિલ (104) અને સૂર્યકુમાર યાદવ (અણનમ 72)ની શાનદાર ઇનિંગ્સને કારણે 50 ઓવરમાં 5 વિકેટે 399 રન બનાવ્યા હતા. આ પછી ઓસ્ટ્રેલિયન ઇનિંગ્સની 9 ઓવર પછી વરસાદ આવ્યો અને ત્યારબાદ ઓસ્ટ્રેલિયાને 33 ઓવરમાં 317 રનનો રિવાઇઝ્ડ ટાર્ગેટ મળ્યો. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ માત્ર 217 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી બોલિંગમાં અશ્વિન અને જાડેજાએ અજાયબીઓ કરી હતી. બંનેએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.ભારતીય ટીમે પ્રથમ વનડે મેચમાં 5 વિકેટે શાનદાર વિજય મેળવ્યો હતો.
That’s that from the 2nd ODI.
Jadeja cleans up Sean Abbott as Australia are all out for 217 runs in in 28.2 overs.#TeamIndia take an unassailable lead of 2-0.#INDvAUS pic.twitter.com/LawVWu2JI8
— BCCI (@BCCI) September 24, 2023
ઓસ્ટ્રેલિયા સામે વનડે ક્રિકેટમાં ભારતીય ટીમનો આ અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 5 વિકેટે 399 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. ઓસ્ટ્રેલિયા સામે વનડે ક્રિકેટમાં ભારતીય ટીમનો આ અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર છે. નવેમ્બર 2013માં બેંગલુરુ વનડેમાં પ્રથમ ટીમે 6 વિકેટે 283 રન બનાવ્યા હતા. ઈન્દોર વનડેમાં ભારતીય ટીમે 2 સદી ફટકારી હતી. શ્રેયસ અય્યરે 105 રનની શાનદાર ઇનિંગ રમી હતી અને શુભમન ગિલે 104 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેના સિવાય સૂર્યકુમાર યાદવે અણનમ 72 રન બનાવ્યા હતા. જ્યારે કેપ્ટન કેએલ રાહુલે 52 રનની ઇનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી ઝડપી બોલિંગ ઓલરાઉન્ડર કેમરોન ગ્રીને 2 વિકેટ ઝડપી હતી.
‘કલાકારોએ પોતાનું પ્રમોશન કરવાનું બંધ કરવું જોઈએ’, શાહિદ કપૂર
બોલિવૂડ એક્ટર શાહિદ કપૂર તેની ડેશિંગ સ્ટાઇલ માટે જાણીતો છે. અભિનેતાએ તાજેતરમાં જ તેના પ્રારંભિક સંઘર્ષો અને તેની કારકિર્દી દરમિયાન તેને ફિલ્મોમાં ભૂમિકાઓ કેવી રીતે મળી તે જાહેર કર્યું. આ દરમિયાન શાહિદને એક્ટર્સના સેલ્ફ પ્રમોશનને લઈને ઘણા સવાલો પણ પૂછવામાં આવ્યા હતા. આના પર શાહિદે પોતાની સ્પષ્ટ શૈલીમાં આ મુદ્દા પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો અને પોતાના જ પ્રમોશનને ‘હિન્દુસ્તાની સંસ્કૃતિ’ વિરુદ્ધ ગણાવ્યું.

તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં શાહિદને આજના કલાકારો ‘ચુપચાપ મહત્વાકાંક્ષી’ હોવા અંગે પૂછવામાં આવ્યું હતું. અભિનેતાએ કહ્યું કે તે ભલે જૂની શાળાનો લાગે, પરંતુ તે આ માનસિકતા સાથે મોટો થયો છે. દરેક વ્યક્તિ પોતાનો પ્રચાર કરી રહ્યો છે. મને ખબર નથી, પણ મને તે થોડું વિચિત્ર લાગે છે. તમે તમારા વખાણ કેવી રીતે કરી શકો? મને તે રીતે ઉછેરવામાં આવ્યો ન હતો,” તેમણે કહ્યું, આ પેઢીના લોકોમાં ધ્યાન મેળવવાની વર્તણૂક વધી છે. તેના અગાઉના ઇન્ટરવ્યુમાં, શાહિદે ખુલાસો કર્યો હતો કે તેણે કેવી રીતે ‘જબ વી મેટ’ના નિર્માતાઓને ચશ્મા પહેરવાની મંજૂરી આપવા માટે રાજી કર્યા હતા. ફિલ્મમાં શાહિદે ‘આદિત્ય કશ્યપ’નું પાત્ર ભજવ્યું હતું, જે કરીના કપૂર દ્વારા ભજવવામાં આવેલા ‘ગીત’ પાત્રથી વિપરીત તેના શાંત સ્વભાવ માટે જાણીતો હતો. શાહિદે કહ્યું કે હું બધા સાથે લડ્યો. મેં કહ્યું કે હું તેના માટે ચશ્મા પહેરવા માંગુ છું અને બધાએ કહ્યું શું તમે પાગલ છો? શું હીરો ચશ્મા પહેરે છે? તમે કેવી રીતે ગાશો?
આ ફિલ્મોમાં જોવા મળશે
શાહિદ કપૂરની આગામી ફિલ્મો વિશે વાત કરીએ તો, અભિનેતા પાસે ત્રણ ફિલ્મો છે. તે આગામી સમયમાં ડિરેક્ટર અમિત જોશી અને આરાધના સાહની ‘ઈમ્પોસિબલ લવ સ્ટોરી’, આદિત્ય નિમ્બાલકરની ‘બુલ’ અને 1964ની ફિલ્મ ‘વો કૌન થી’ની રિમેકમાં જોવા મળશે.
પાકિસ્તાની ક્રિકેટરોને 4 મહિનાથી નથી મળ્યો પગાર, ખેલાડીઓએ આપી ધમકી
પાકિસ્તાન ક્રિકેટ ટીમ ODI વર્લ્ડ કપ 2023 પહેલા મોટી સમસ્યાનો સામનો કરી રહી છે. અહેવાલો અનુસાર, પાકિસ્તાની ખેલાડીઓને છેલ્લા ચાર મહિનાથી પગાર મળ્યો નથી. પગાર ન મળવાને કારણે ટીમના ખેલાડીઓ વર્લ્ડ કપના પ્રમોશન અને સ્પોન્સરશિપ લોગોનો બહિષ્કાર કરવાની ધમકી આપી રહ્યા છે. તેનાથી વર્લ્ડ કપ પહેલા પાકિસ્તાન માટે મોટી મુશ્કેલી સર્જાઈ શકે છે. એક રિપોર્ટ અનુસાર પાકિસ્તાની ખેલાડીઓને છેલ્લા ચાર મહિનાથી તેમની મેચ ફી કે પગાર મળ્યો નથી, જેના કારણે ખેલાડીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અગાઉના અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે ખેલાડીઓના પગારમાં ઐતિહાસિક વધારો થશે, પરંતુ નવા કેન્દ્રીય કરાર પર હસ્તાક્ષર થવાના બાકી છે.

પાકિસ્તાન ટીમના એક ખેલાડીએ ગુપ્તતા જાળવવાની શરતે કહ્યું, અમે મફતમાં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરવા માટે તૈયાર છીએ, પરંતુ સવાલ એ છે કે અમે બોર્ડ સાથે જોડાયેલા લોકોને સ્પોન્સરશિપ શા માટે પ્રમોટ કરીએ. તેવી જ રીતે, અમે પ્રમોશનલ પ્રવૃત્તિઓ અને અન્ય ઇવેન્ટ્સમાં ભાગ લેવાનો ઇનકાર કરી શકીએ છીએ. વર્લ્ડ કપ દરમિયાન અમે ICC વ્યાપારી પ્રમોશન અને પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા રહીશું નહીં. રિપોર્ટમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે ખેલાડીઓ ICC અને સ્પોન્સર્સ પાસેથી આવકના હિસ્સાની માંગ કરી રહ્યા છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને આઈસીસી અને પ્રાયોજકો પાસેથી લગભગ 9.8 અબજ રૂપિયા મળશે.
વર્લ્ડ કપમાં પ્રથમ મેચ 6 ઓક્ટોબરે રમાશે
બાબર આઝમની કપ્તાનીવાળી પાકિસ્તાન ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ 2023માં તેની પ્રથમ મેચ 6 ઓક્ટોબરે હૈદરાબાદમાં નેધરલેન્ડ સામે રમશે. આ પછી ટીમ પોતાની બીજી મેચ 10 ઓક્ટોબરે હૈદરાબાદમાં જ શ્રીલંકા સામે રમશે. ત્યારબાદ ટીમ અમદાવાદ પહોંચશે, જ્યાં તેને 14 ઓક્ટોબરે ભારત સામે શાનદાર મેચ રમવાની છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની આતુરતાથી રાહ જોવાઈ રહી છે.
CM ભૂપેન્દ્ર પટેલે ખેલ મહાકુંભ 2.0માં રજીસ્ટ્રેશનનો આરંભ કરાવ્યો
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેલ મહાકુંભ 2.0માં રજીસ્ટ્રેશનનો આરંભ કરાવ્યો છે. જેમાં ઓલિમ્પિક-2036 માટે ગુજરાતના ખેલંદા તૈયાર રહે તેમ CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે. હવે છ મહિના સુધી ખેલ મહાકુંભ ચાલશે તથા રજિસ્ટ્રેશન શરૂ થયુ છે. રમત ગમત મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે એક ખેલાડીને બે રમતોમાં ભાગ લેવાની છૂટ છે. ગયા વર્ષે 55 લાખ જેટલા યુવાનોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ હતુ.
અમદાવાદ ખાતે ‘ખેલ મહાકુંભ 2.0’ના રજિસ્ટ્રેશન કર્ટન રેઇઝર કાર્યક્રમમાં સ્પોર્ટ્સ ક્ષેત્રના અગ્રણીઓની સાથે ઉપસ્થિત રહેવાનો અવસર ખૂબ ઊર્જાપૂર્ણ બની રહ્યો. આ અવસરે ‘ખેલ મહાકુંભ 2.0’નું રજિસ્ટ્રેશન પોર્ટલ લોન્ચ કર્યું.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ગુજરાતમાં શરૂ… pic.twitter.com/I04a80BThK
— Bhupendra Patel (@Bhupendrapbjp) September 23, 2023
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેલ મહાકુંભ 2.0માં રજીસ્ટ્રેશન માટે ‘કર્ટેઇન રેઇઝર’ને ખુલ્લુ મુક્યુ હતુ. આ સાથે જ છ મહિના સુધી ચાલનારા આ રમતોત્સવમાં નોંધણીની શરૂઆત થઈ ચૂકી છે. આ પ્રસંગે તેમણે 2036ની ઓલિમ્પિક રમતોનું યજમાન બનવા માટે ગુજરાત તૈયારીઓ કરી રહ્યું છે. ત્યારે ગુજરાતના રમતવીરોને પણ ઓલિમ્પિકના ખેલંદા થવા મહેનત કરવા આહવાન કર્યુ હતુ. અમદાવાદમાં ખેલ મહાકુંભ 2.0ના રજીસ્ટ્રેશન પોર્ટલના લોન્ચિંગ પ્રસંગે રમતવીરોને સંબોધતા રમતગમત તથા સાંસ્કૃતિક વિભાગના મંત્રી હર્ષ સંઘવીએ આ વખતના ખેલ મહાકુંભમાં પહેલીવાર એક ખેલાડી બે રમતોમાં ભાગ લઈ શકે તેના માટે ખાસ છુટછાટ આપ્યાનું જાહેર કર્યુ હતુ. તેમણે કહ્યુ કે, ખેલમહાકુંભ 2.0માં વિવિધ રમતોમાં વિજેતા થનાર ખેલાડીઓને 45 કરોડ રૂપિયાના ઇનામો અપાશે.
‘ખેલ મહાકુંભ 2.0’ના રજિસ્ટ્રેશન કર્ટન રેઇઝર સમારોહમાં ઉપસ્થિતિ. સ્થળ : અમદાવાદ https://t.co/aFIYXmmQ7j
— Bhupendra Patel (@Bhupendrapbjp) September 23, 2023
ગયા વર્ષે 55 લાખ જેટલા યુવાનોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ હતુ. આ વર્ષે રેકોર્ડબ્રેક રજિસ્ટ્રેશનની ધરણાં છે. ખેલમહાકુંભમાં માટેhttps://khelmahakumbh.gujarat.gov.in પર ઓનલાઇન રજીસ્ટ્રેશન તથા વધુ વિગતો મેળવી શકશે. તદ્પરાંત 1800 274 6151 ટોલ ફ્રી નંબર પણ જાહેર કરાયો છે. ખેલમહાકુંભમાં કરવામાં આવેલા બદલાવ વિશેની વાત કરતા હર્ષ સંઘવીએ જણાવ્યું કે, હવે 35 રમતો ઉપરાંત વુડબોલ, સેપક ટકરાવ, બીચ વોલીબોલ અને બીચ હેન્ડબોલ જેવી નવી 4 રમતો મળી 39 જેટલી રમતોની સ્પર્ધાનું આયોજન થશે. ઉપરાંત અંડર 9 વય જૂથનો સમાવેશ કરાયો છે. ખેલ મહકુંભ 2.0માં રાજ્યકક્ષાની રમતમાં વિજેતા ઉમેદવારોને નેશનલ- ઈન્ટરનેશનલ કક્ષાએ જવા માટે યોગ્ય પ્લેટફેર્મ પૂરું પાડવામાં આવશે.


