અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો
અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો
આ ગણેશ ઉત્સવમાં મૂષક અને મંકીમેનના છે જીવંત દ્ધશ્યો
મહારાષ્ટ્રના જાણીતા ગણેશ ઉત્સવની ગુજરાતમાં પણ ધૂમ મચી છે. ગુજરાતના ગામો પણ વિધ્નહર્તાના ગુણગાન માં લીન બની રહ્યા છે. ગુજરાતના કેટલાક શહેરોમાં આ ઉત્સવને લઈને અનેક પ્રયોગો થકી ભાવિકોમાં આકર્ષણ ઉભુ કરવામાં આવ્યું છે.

ભાવિકોમાં દુંદાળા દેવનું અનેરુ આકર્ષણ
રાજ્યમાં પ્રથમ વખત રાજકોટના એક સાર્વજનિક ગણેશ ઉત્સવના પંડાલમાં ગણપતિ દાદા ની તેમના વાહન એવા સફેદ મૂષક પ્રદિક્ષણા કરતા હોય અને હનુમાન સેનાના સેવક મંકી મેન કૂદાકૂદ કરતા જીવંત દ્ર્શ્યો એ શહેરીજનોમાં આકર્ષણ ઉભુ કર્યું છે.

રાજકોટના યુનિવર્સિટી રોડ ઉપર જે.કે.ચોકમાં શિવશકિત યુવા ગ્રુપ દ્વારા આ સાર્વજનિક ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 15 વર્ષથી આ ગ્રુપ આ સ્થળે ગણપતિ મહોત્સવ ઉજવે છે.
રાજકોટની સૌથી મોટી ગણેશજીની પ્રતિમા

દર વર્ષે કંઇક નવું આકર્ષણ અહીં જોવા મળે છે. આ ગ્રુપના મુખ્ય સ્થાપક અને આયોજક જે.કે.જાડેજા ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે કે, આ વર્ષે આ ચોકમાં રાજકોટની સૌથી મોટી ગણેશજીની 12 ફૂટની મૂર્તિનું અહીં સ્થાપન કર્યું છે.

આગળ વાત કરતા જે.કે. જાડેજા કહે છે, આ ઉપરાંત ગુજરાતમાં પહેલીવાર જીવંત સફેદ ઉંદર જે રાત્રે આરતીથી માંડી 12 વાગ્યા સુધી ગૌરી પુત્ર ગણેશ ની પ્રદક્ષિણા કરે છે. સાત જેટલા મૂષક અહીં રાખવામાં આવ્યા છે. ભાવિકો આ જોવા દૂર દૂરથી આવે છે.
જંગલ થીમથી પંડાલ છે શુસોભિત

જે.કે. ચોકમાં પહેલીવાર જંગલ થીમ અને આખો એસી ડોમ ઊભો કરવામાં આવ્યો છે. જે કોઈ દર્શન કરવા આવે તેને જંગલમાં ગણપતિ દાદા ના દર્શન કરવા આવ્યા હોય તેવું ફીલ થાય છે. તા.19 થી 28 સુધી આ ઉત્સવ ઉજવાશે.
સોશિયલ મીડિયા દ્ધારા લાઈવ દર્શન

રોજ રાત્રે સંતવાણી, લોક ડાયરો, રામામંડળ , રાસ ગરબા જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો ઉપરાંત પાણીપુરી સ્પર્ધા જેવા ફની આયોજનો કરી એક નવુ આકર્ષણ રાજકોટમાં ગણેશ ઉત્સવમાં ઉમેર્યું છે. રોજ રાત્રે લોકોની અહીં ભારે ભીડ જોવા મળે છે. સોશિયલ મીડિયા મારફત લાઈવ દર્શન કરાવે છે .
દેવેન્દ્ર જાની, (રાજકોટ)
તસવીર: નીશુ કાચા
૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૩
૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૩
Chitralekha Gujarati – October 02, 2023
મહિલા આરક્ષણ બિલને રાજ્યસભામાંથી મંજૂરી મળી
સંસદના વિશેષ સત્ર દરમિયાન ગુરુવારે (21 સપ્ટેમ્બર) રાજ્યસભામાં મહિલા અનામત બિલ સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યું હતું. તમામ પક્ષોએ આ બિલને સમર્થન આપ્યું હતું. બિલના સમર્થનમાં 214 વોટ પડ્યા હતા અને તેની વિરુદ્ધમાં કોઈ વોટ પડ્યો ન હતો. લાંબી ચર્ચા બાદ બુધવારે લોકસભામાં આ બિલ પસાર કરવામાં આવ્યું હતું. આ બિલ પર પ્રસ્તાવિત તમામ સુધારા રાજ્યસભામાં પણ પડ્યા હતા. લોકસભામાં આ બિલની તરફેણમાં 454 અને વિરોધમાં 2 વોટ પડ્યા હતા. આ બિલમાં મહિલાઓને લોકસભા અને વિધાનસભાઓમાં 33 ટકા અનામત આપવાની જોગવાઈ કરવામાં આવી છે.
PHOTO | PM Modi poses with women MPs outside the Parliament building after the passage of ‘Nari Shakti Vandan Adhiniyam’ (Women’s Reservation Bill) in Rajya Sabha. pic.twitter.com/vLFEeLqGGU
— Press Trust of India (@PTI_News) September 21, 2023
રાજ્યસભાના અધ્યક્ષે અભિનંદન પાઠવ્યા
ખરડો પસાર થવા પર ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે બધાને અભિનંદન પાઠવ્યા અને એમ પણ કહ્યું કે આ એક સંયોગ છે કે હિંદુ રીતિ-રિવાજો મુજબ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ જન્મદિવસ છે. હું તેને અભિનંદન આપું છું.
STORY | BJP leaders hail passage of Women’s Reservation Bill, thank PM Modi
READ: https://t.co/1m3XUnT9sH pic.twitter.com/DbrFCD80nx
— Press Trust of India (@PTI_News) September 21, 2023
પીએમ મોદીએ કહ્યું ઐતિહાસિક પગલું
આ બિલ પાસ થવા પર પીએમ મોદીએ કહ્યું કે આપણા દેશની લોકતાંત્રિક યાત્રામાં આ એક નિર્ણાયક ક્ષણ છે. 140 કરોડ ભારતીયોને અભિનંદન. હું તે તમામ રાજ્યસભા સાંસદોનો આભાર માનું છું જેમણે નારી શક્તિ વંદન એક્ટ માટે મતદાન કર્યું. આવો સર્વસંમત સમર્થન ખરેખર હ્રદયસ્પર્શી છે. આ સાથે, અમે ભારતની મહિલાઓ માટે મજબૂત પ્રતિનિધિત્વ અને સશક્તિકરણનો યુગ શરૂ કરીએ છીએ. આ ઐતિહાસિક પગલું એ સુનિશ્ચિત કરવાની પ્રતિબદ્ધતા છે કે તેમનો અવાજ વધુ અસરકારક રીતે સાંભળવામાં આવે.
“हमारे देश की लोकतांत्रिक यात्रा का एक ऐतिहासिक क्षण! 140 करोड़ भारतवासियों को बहुत-बहुत बधाई! नारी शक्ति वंदन अधिनियम से जुड़े बिल को वोट देने के लिए राज्यसभा के सभी सांसदों का हृदय से आभार। सर्वसम्मति से इसका पास होना बहुत उत्साहित करने वाला है। इस बिल के पारित होने से जहां… pic.twitter.com/ovQbriEfgs
— Press Trust of India (@PTI_News) September 21, 2023
બિલ રજૂ કરતી વખતે અર્જુન રામ મેઘવાલે શું કહ્યું?
કેન્દ્રીય કાયદા અને ન્યાય પ્રધાન (સ્વતંત્ર હવાલો) અર્જુન રામ મેઘવાલે રાજ્યસભામાં બંધારણ (128મો સુધારો) બિલ, 2023 રજૂ કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે આ બિલ મહિલા સશક્તિકરણ સાથે સંબંધિત છે અને તે કાયદો બન્યા બાદ 543 સભ્યોની લોકસભામાં મહિલા સભ્યોની વર્તમાન સંખ્યા 82 થી વધીને 181 થઈ જશે. તેમજ વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા બેઠકો અનામત રાખવામાં આવશે. તેમણે કહ્યું કે આ અંતર્ગત એસસી-એસટી મહિલાઓને પણ અનામત મળશે. તેથી વસ્તી ગણતરી અને સીમાંકન મહત્વપૂર્ણ છે. બિલ પાસ થતાંની સાથે જ વસ્તી ગણતરી અને સીમાંકન થશે. આ એક બંધારણીય પ્રક્રિયા છે. સીમાંકન આયોગ નક્કી કરશે કે કઈ બેઠકો મહિલાઓને જશે. ગુરુવારે રાજ્યસભામાં મહિલા અનામત બિલ પર લાંબી ચર્ચા થઈ હતી.
તમામ સાંસદોનો આભાર વ્યક્ત કર્યો હતો
રાજ્યસભામાં બિલ પર મતદાન કરતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ બિલ દેશના લોકોમાં નવો વિશ્વાસ પેદા કરશે. તમામ સભ્યો અને રાજકીય પક્ષોએ મહિલા સશક્તિકરણ અને મહિલા શક્તિ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. બિલ પાસ થવાથી જ મહિલા શક્તિને વિશેષ સન્માન મળી રહ્યું છે. એવું નથી, પરંતુ આ બિલ પ્રત્યે દેશના તમામ રાજકીય પક્ષોની સકારાત્મક વિચારસરણી આપણા દેશની નારી શક્તિને નવી ઉર્જા પ્રદાન કરનાર છે. હું તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરું છું.
PM મોદી ફરી આવશે ગુજરાત પ્રવાસે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27મીએ ગુજરાતના બોડેલીમાં જાહેરસભાને સંબોધશે. જેમાં છેલ્લી ઘડીએ PMOએ ગુજરાત પ્રવાસનો કાર્યક્રમ બદલ્યો હતો. તેમજ વાઈબ્રન્ટ સમિટના 20મા વર્ષની ઉજવણીમાં ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. ગુજરાત વાઈબ્રન્ટ સમિટનું અમદાવાદના ટાઉનહોલમાં ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27મી સપ્ટેમ્બરને બુધવારે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ વેળા તેઓ છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં 70 હજારથી વધારે સરકારી યોજનાઓના લાભાર્થીઓને વિવિધ સહાયનું વિતરણ કરશે, જાહેર સભાને સંબોધશે, રાજ્યના વિકાસલક્ષી પ્રોજેક્ટનુ ખાતમુર્હૂત અને લોકાપર્ણો કરશે. ઉલ્લેખનિય છે કે, આ વર્ષે 28મી સપ્ટેમ્બરના રોજ ગુજરાત વાઈબ્રન્ટ સમિટના 20 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ દિવસે અમદાવાદના ટાઉનહોલમાં તેની ઉજવણીનું આયોજન છે. આથી, સંભવતઃ વડાપ્રધાન મોદી આ કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહે તેવી શક્યતા છે.

અગાઉ છોટાઉદેપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ બીજી ઓક્ટોબરે યોજાવાનો હતો. પરંતુ, તેમના કાર્યાલય દ્વારા બુધવારે બીજી ઓક્ટોબરને બદલે 27મી સપ્ટેમ્બરની સુચના આપતા છોટાઉદેપુર જિલ્લા તંત્રમાં અને અહીં રાજ્ય સરકારમાં આયોજનને લઈને દોડધામ શરૂ થઈ છે. વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી રહેતા ગુજરાતમાં વિશ્વભરમાંથી મુડી રોકાણ આકર્ષવા વર્ષ 2003ની 28મી સપ્ટેમ્બરે અમદાવાદમાં ટાઉનહોલમાં પ્રથમ વખત વાઈબ્રન્ટ ગુજરાતઃ ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટનું આયોજન કર્યુ હતુ.આગામી સપ્તાહે તેના બે દાયકા અર્થાત 20 વર્ષ પૂર્ણ થશે છે. આથી, છેલ્લી ઘડીએ છોટાઉદેપુરમાં બીજી ઓક્ટોમ્બરે યોજનારો કાર્યક્રમ 27મી સપ્ટેમ્બરે લઈ જવાતા પીએમ મોદી અમદાવાદમાં વાઈબ્રન્ટ સમિટના બે દાયકાની ઉજવણીમાં પણ ઉપસ્થિત રહેશે તેમ મનાય છે. અલબત્ત આ અંગે સત્તાવારપણે કોઈ જ સમર્થન મળ્યુ નથી.
IND Vs AUS: ઓસ્ટ્રેલિયા સામે રોહિત શર્મા અને વિરાટ કોહલીને કેમ આરામ આપ્યો ?
વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણીમાં કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીને આરામ આપવાના નિર્ણય પર સવાલો ઉઠી રહ્યા છે. ODI સિરીઝ શરૂ થવાના એક દિવસ પહેલા કોચ રાહુલ દ્રવિડે આ સવાલોના જવાબ આપવાનો પ્રયાસ કર્યો છે. રાહુલ દ્રવિડનું કહેવું છે કે વિશ્વ કપને ધ્યાનમાં રાખીને વિરાટ કોહલી અને રોહિત શર્માને આરામ આપવામાં આવ્યો છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ બે વનડેમાં ટીમનો ભાગ નહીં હોય. જોકે, આ બંને ત્રીજી વનડે માટે ટીમમાં પરત ફરવાના છે. રાહુલ દ્રવિડે કહ્યું, આરામ આપવાનો નિર્ણય ખેલાડીઓ સાથે વાત કર્યા બાદ જ લેવામાં આવ્યો છે. ટીમ ઇચ્છે છે કે આ બંને ખેલાડીઓ વર્લ્ડ કપ પહેલા શારીરિક અને માનસિક રીતે સંપૂર્ણ રીતે ફિટ હોવા જોઈએ.

આ પહેલા ગયા મહિને વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી વનડે સિરીઝમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીને છેલ્લી બે મેચમાંથી આરામ આપવામાં આવ્યો હતો. જોકે, એશિયા કપમાં કેપ્ટન રોહિત શર્મા તમામ મેચો દરમિયાન પ્લેઈંગ 11નો ભાગ બન્યો હતો. પરંતુ બાંગ્લાદેશ સામેની ફાઈનલ પહેલા વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો હતો.
વિરાટ અને રોહિતને લઈને સવાલ
વર્લ્ડકપ પહેલા આ બે ખેલાડીઓ ઓછી ઓડીઆઈ મેચ રમી રહ્યા છે તે સવાલો ઉભા કરે છે. વિરાટ કોહલીને વિશ્વનો સૌથી ફિટ ક્રિકેટર માનવામાં આવે છે. આમ છતાં આટલી બધી મેચોમાં વિરાટની ગેરહાજરી સમજની બહાર છે. આટલું જ નહીં, ગયા વર્ષના T20 વર્લ્ડ કપથી, રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ટીમ ઈન્ડિયા માટે સૌથી ટૂંકા ફોર્મેટમાં એક વખત પણ મેદાન નથી લીધું. આ બંને ખેલાડીઓને T20 ઈન્ટરનેશનલમાં બીજી તક મળશે કે કેમ તે અંગે પ્રશ્નાર્થ ચિન્હો છે. એવી પણ શક્યતા છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલી તેમનો છેલ્લો વર્લ્ડ કપ રમી રહ્યા છે. રોહિત શર્મા 36 વર્ષનો છે અને તેની ફિટનેસને જોતા આગામી વર્લ્ડ કપ રમવાની કોઈ આશા રાખી શકાય નહીં. વિરાટ કોહલી પણ બે મહિના પછી 35 વર્ષનો થઈ જશે અને તેના આગામી વર્લ્ડ કપમાં રમવાની કોઈ શક્યતા નથી.
ઈરાદાપૂર્વક નકલી ચલણી નોટોનો ઉપયોગ કરનાર મહિલા, પુરુષને 10 વર્ષની જેલ
મુંબઈઃ 2015ની સાલમાં નકલી કરન્સી નોટોનો ઈરાદાપૂર્વક ઉપયોગ કરવાના એક કેસમાં પકડાયેલા બે જણને સ્થાનિક કોર્ટે 10 વર્ષની જેલની સજા ફટકારી છે. આરોપીઓમાં એક મહિલા છે. એડિશનલ સેશન્સ જજ રાજેશ કટારિયાએ કહ્યું કે આ ગુનો અત્યંત ગંભીર પ્રકારનો છે અને તેણે આપણા દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડ્યું છે.
શહેરના સાંતાક્રુઝ (ઈસ્ટ)માં એક કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના એક એજન્ટે નોંધાવેલી ફરિયાદ બાદ બંને આરોપી પકડાયા હતા. તે એજન્ટે કહ્યું હતું કે 2015ના નવેમ્બરમાં એને એક દુકાનદાર પાસેથી નકલી ચલણી નોટ મળી હતી. દુકાનદારે પોલીસને કહ્યું હતું કે એને તે નોટ એક મહિલાએ દુકાનમાંથી માલની ખરીદી પર આપી હતી. તે નોટ પરનો વોટરમાર્ક અને કેટલાક શબ્દો અલગ હતા. નોટનો કાગળ પણ વધારે જાડો હતો.
પોલીસે અલ્તા શેખ નામની મહિલાની ધરપકડ કરી હતી. તેની સાથે ઝાકીર શેખ નામના શખ્સને પણ પકડ્યો હતો. બંને પાસેથી 33 નકલી ચલણી નોટો મળી આવી હતી.
જજે પોતાના ઓર્ડરમાં કહ્યું કે બંને આરોપીને ખબર હતી કે તેઓ નકલી ચલણી નોટનો ઉપયોગ કરે છે. એમનો ગુનો અત્યંત ગંભીર પ્રકારનો છે. જજે કહ્યું કે, આ બંને જણને 10 વર્ષની જેલની સજા આપવાથી જ ન્યાય થયો કહેવાશે.
શૈક્ષણિક સંસ્થા કે.ઈ.એસ., અટલ ઇન્ક્યુબેશન સેન્ટર-રામભાઉ મ્હાલગી પ્રબોધિની વચ્ચે કરાર
મુંબઈઃ કાંદિવલી એજ્યુકેશન સોસાયટી સંચાલિત કે.ઈ.એસ. શ્રોફ કોલેજમાં તાજેતરમાં સેન્ટર ફોર ઇનોવેશન, ઇન્ક્યુબેશન એન્ડ એન્ટરપ્રેન્યોરશીપ (CIIE) વિભાગે એક દિવસીય સેમિનારનું આયોજન કર્યું હતું. ‘અટલ ઇન્ક્યુબેશન સેન્ટર – રામભાઉ મ્હાલગી પ્રબોધિની સંલગ્ન’ આ સેમિનારમાં ‘My Story…’ શીર્ષક હેઠળ વ્યાવસાયિકોની સંઘર્ષ ગાથા રજૂ થઇ હતી.
અટલ ઇન્ક્યુબેશન સેન્ટર- રામભાઉ મ્હાલગી પ્રબોધિનીના CEO ઉદય વાંકાવાલા પ્રમુખઅતિથિ તરીકે પધાર્યા હતા. એમની ઉપસ્થિતિએ પ્રેરણા સીંચી હતી. વાંકાવાલાએ મહેનત કરીને શૂન્યમાંથી સર્જન કરી સફળ બનવા માટે વિદ્યાર્થીઓને માર્ગદર્શન કર્યું હતું. અવની વિમેન્સ વેલનેસ બ્રાન્ડના સહ-સંસ્થાપક અપૂર્વ અગ્રવાલ તથા જવાહર ટુરિઝમના સંસ્થાપક અને સંચાલક વૈભવ ધોલપે પોતાની સફળતાની વાત વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરી હતી.
કાંદિવલી એજ્યુકેશન સોસાયટીના જોઈન્ટ સેક્રેટરી રજનીકાંત ઘેલાણી સમક્ષ કોલેજના પ્રિન્સીપાલ ડો. લીલી ભૂષણ તથા ઉદય વાંકાવાલા વચ્ચે ખાસ MOU કરાર થયા હતા.
વાંકાવાલાએ પોતાના વક્તવ્યમાં આ કરાર વિશે માહિતી આપી કે અટલ ઇન્ક્યુબેશન સેન્ટર શ્રી રામ ભાઉ મહાલગી પ્રબોધિની ફાઉન્ડેશન એ AIM, NITI આયોગ, ગવર્નમેંટ ઓફ ઇન્ડિયાની સહયોગી સંસ્થા છે. તેથી આ કરારથી કે.ઈ.એસ. સંસ્થાના કેમ્પસમાં એક કાયમી અને મજબૂત વ્યવસાયિક પરિતંત્ર ઘડી શકાશે. આ કરારનો મુખ્ય હેતુ જ વિદ્યાર્થીઓમાં નવા વિચારો અને ઉદ્યમશીલતા વિકસે અને આર્થિક રૂપે તેઓ સ્વાવલંબી બને તે છે. માત્ર શિક્ષકો જ નહીં પરંતુ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ તેમાં હિસ્સો બની શકે અને તેઓ સહુ આત્મનિર્ભર ભારતનો હિસ્સો પણ બને.
કે.ઈ.એસ.નાં વિદ્યાર્થીઓ કાવ્ય, જૈન, મોક્ષા અને આસ્થાએ પેજાઉ કંપની શરૂ કરી. તેમજ સોહમ સાવંતે ‘સન સોલાર’ કંપની શરૂ કરી. તે અંગે એમણે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.


