બેંગલુરુઃ સોશિયલ મિડિયાના ઉપયોગ કરવા માટે ઉંમરને લઈને કર્ણાટક હાઇકોર્ટે કહ્યું હતું કે કેન્દ્ર સરકારે દેશમાં સોશિયલ મિડિયાના ઉપયોગ કરવામાટે વયમર્યાદા નક્કી કરવા પર વિચાર કરવો જોઈએ. હાઇકોર્ટે એક મૌખિક ટિપ્પણીમાં કહ્યું હતું કે સોશિયલ મિડિયાના ઉપયોગ માટે લોકોની વય કમસે કમ 21 હોવી જોઈએ.
કર્ણાટક હાઇકોર્ટમાં બે જસ્ટિસની ખંડપીઠે કહ્યું હતું કે જો યુવકો અને ખાસ કરીને સ્કૂલનાં બાળકો માટે સોશિયલ મિડિયાનો પ્રતિબંધ મૂકવામાં આવે તો એ દેશ માટે સારું હશે. એ સાથે કોર્ટે સલાહ આપતાં કહ્યું હતું કે જે ઉંમરમાં તેમને મત આપવાનો અધિકાર મળે છે, ત્યારે તેમને સોશિયલ મિડિયાનો ઉપયોગ કરવાની તક મળવી જોઈએ. આ વય 21 અથવા 18 હોઈ શકે છે.
વાસ્તવમાં જસ્ટિસ જી. નરેન્દ્ર અને જસ્ટિસ વિજયકુમાર એ. પાટિલની ખંડપીઠે X કોર્પ (ટ્વિટર)ની અપીલની સુનાવણી કરી રહી હતી. ખંડપીઠે કહ્યું હતું કે સ્કૂલ જવાવાળાં બાળકોને સોશિયલ મિડિયાની લત લાગી ચૂકી છે.
શું છે મામલો?
સોશિયલ મિડિયા પ્લેટફોર્મ તરફથી સિંગલ જજની પીઠના આદેશને પડકાર આપતી અપીલ પર સુનાવણી કરતાં હાઇકોર્ટે ઉપર મુજબની ટિપ્પણી કરી હતી. કોર્ટે ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયના વિવિધ આદેશોની વિરુદ્ધ એક્સની અરજી ફગાવી દીધી હતી.
મંત્રાલયે બીજી ફેબ્રુઆરી, 2021 અને 28 ફેબ્રુઆરી, 2022ની વચ્ચે ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના અધિનિયમની કલમ 69 A હેઠળ 10 સરકારી આદેશ જારી કર્યા હતા. ટ્વિટરે એમાં 39 URLથી જોડાયેલા આદેશોને પડકાર આપ્યો હતો.
નવી દિલ્હીઃ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X (ભૂતપૂર્વ ટ્વિટર)ના માલિક એલન મસ્કનો ઇરાદો Xના ઉપયોગ કરનારા યુઝર્સ પાસેથી માસિક ફીસ વસૂલવાનો છે. મસ્કનું કહેવું છે કે X પ્લેટફોર્મ પર હાલ બોટ્સ (Bots)ની સમસ્યાના ઉકેલ માટે આવું કરવું જરૂરી છે. જોકે તેમણે એ વાતે સ્પષ્ટતા નહોતી કરી કે તેઓ મન્થલી ફીસ લેવાનું ક્યારથી શરૂ કરશે. સ્પેસએક્સ અને ટેસ્લા માલિકે ગયા વર્ષે ટ્વિટરને ખરીદી હતી. ત્યાર બાદ તેમણે આમાં અનેક ફેરફાર કર્યા છે.
મસ્કે ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતાન્યાહુની સાથે કરેલી વાતચીતમાં કહ્યું હતું કે પ્લેટફોર્મ પર બોટ્સની સંખ્યા વધી ગઈ છે. બોટ્સ એટલે નકલી અકાઉન્ટ્સની સમસ્યાથી નિપટવા એકમાત્ર ઉપાય સ્મોલ મન્થલી પેમેન્ટ જ છે. તેમણે કહ્યું હતું કે Xના હાલના 55 કરોડ માસિક યુઝર્સ છે, જે પ્રતિ દિન 100-200 મિલિયન પોસ્ટ કરે છે અને એમાં કેટલાક બોટ્સ પણ સામેલ છે, જેના ઉપાય રૂપે પ્રતિ દિન કેટલીક ફી લેવામાં આવશે.
Elon Musk says all users will soon have to pay a small fee to use X in an effort to eliminate bots on the platform.
ઇઝરાયલના PM નેતાન્યાહુએ જ્યારે મસ્કને પૂછ્યું હતું કે X બોટ્સ પર કેવી રીતે કાબૂ મેળવશે, જે નફરત ફેલાવવા માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મસ્કે એના જવાબમાં કહ્યું હતું કે બધા યુઝર્સ પાસેથી માસિક ફી વસૂલવાની યોજના છે. જોકે તેમણે ખુલાસો નહોતો કર્યો કે યુઝર્સે Xના ઉપયોગ માટે કેટલા પૈસા ચૂકવવા પડશે. X પ્રીમિયમ માટે હાલ અમેરિકામાં પ્રતિ મહિને આઠ ડોલર ચૂકવવા પડે છે. આ ફીસ અલગ-અલગ દેશોમાં અલગ-અલગ છે. તેઓ યુઝર્સ માટે સસ્તો વિકલ્પ લાવવા પર વિચાર કરી રહ્યા છે, એમ મસ્કે કહ્યું હતું.
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 51 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક જણનું મોત થયું છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,98,294 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.
દેશમાં અત્યાર સુધી 5,32,031 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,65,783 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 90 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 480 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 18,909 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.51 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.
દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,70,296 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 088 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાત સાહિત્ય પરિષદના પુરસ્કારથી પુરસ્કૃત, ગુજરાતી ભાષામાં 20 થી વધુ પુસ્તકો લખનાર તથા રેડિયોની અને ટીવીની ઘણી ગુજરાતી શ્રેણીઓ લખનાર જાણીતા લેખિકા ઈલા આરબ મહેતાની વાત સાંભળીએ તેમની પાસેથી.
એમની સાથેની વાતચીતનો એક્સ-રે :
જન્મ મુંબઈમાં. તેમનો પ્રાથમિક અભ્યાસ જામનગર, રાજકોટ અને મુંબઈમાં થયો. બી.એ. તથા એમ.એ. રુહિયા કોલેજ, મુંબઈમાં. શરૂઆતનાં થોડાં વર્ષો રુહિયા કોલેજમાં પ્રાધ્યાપક તરીકે કામ કર્યું અને ત્યારબાદ લાંબો સમય સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં પ્રાધ્યાપક તરીકે કામ કર્યું. તેમના પતિ વ્યસ્ત ડોક્ટર હતા અને બાળકોની જવાબદારી ઈલાબહેન પર હતી. તેમને એક પુત્ર,એક પુત્રી છે, તથા એક પૌત્રી, એક દોહિત્ર અને એક દોહિત્રી છે. પ્રખ્યાત લેખક ગુણવંત આચાર્ય તેમના પિતા અને જાણીતી લેખિકા વર્ષા અડાલજા તેમની નાની બહેન. શરૂઆતમાં અખંડાનંદ, નવનીત અને સ્ત્રી સામાયિકોમાં લેખ લખતાં અને આમ ધીમે-ધીમે લખવાનું શરૂ થયું. પિતા ગુણવંત આચાર્યના અચાનક મૃત્યુ વખતે એક સામયિકમાં તેમની ધારાવાહિક નવલકથા પબ્લિશ થતી હતી. તે નવલકથા આગળ ચલાવવા સામાયિકના તંત્રીએ ઈલાબહેનને વિનંતી કરી અને તેમણે લખવાનું શરૂ કર્યું તે પછી ક્યારેય પાછું જોયું નથી!
નિવૃત્તિની પ્રવૃત્તિ :
સવારે ઊઠીને એક કપ ચા પીએ. છાપુ લઈ સમાચાર વાંચે. જરૂરી દવાઓ લે અને આઠેક વાગ્યે પૌત્રી શાળાએ જાય તે પછી તેમની કસરત વગેરેનું કામ શરૂ કરે જે 11 વાગ્યા સુધી ચાલે. પછી થોડો આરામ કરે. આખો દિવસ વાંચન-લેખનનો પ્રોગ્રામ ચાલે. થોડો સમય ટીવી ઉપર ન્યુઝ જુએ. પિક્ચર પણ જુએ. પ્રોગ્રામો જોવા પણ ગમે ….જો કે હવે અંધેરીથી બહુ દૂર જતાં નથી. વાંચવું અને લખવું એ તેમની મુખ્ય પ્રવૃત્તિ.
શોખના વિષયો :
ઈલાબહેનને સિરિયસ વાંચન કરવું બહુ ગમે. અને લેખન કરવું પણ ઘણું ગમે. હિન્દી અને અંગ્રેજી પિક્ચરો જોવાનો શોખ. ફિલ્મી સંગીત સાંભળવાનું પણ ગમે. ઘરમાં કૂક હોવાથી 40 વર્ષથી રસોડામાં ગયાં જ નથી.
ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:
તબિયત આમ તો સારી છે. કોવિડ પછી પગમાં થોડી તકલીફ થઈ છે. નિયમિત ફિઝીઓ થેરેપી કરાવવી પડે છે. 2000 ની સાલમાં બાયપાસ ઓપરેશન થયું હતું. હાલ ઘરમાં હરતાં-ફરતાં છે. હમણાં જ ભવન્સમાં પ્રોગ્રામમાં હાજરી આપી હતી, પણ હવે પ્રોગ્રામ માટે બહુ દૂર જતાં નથી.
યાદગાર પ્રસંગ:
એક વાર અમદાવાદ રેડિયો તરફથી યોજએલ વકૃત્વ સ્પર્ધામાં તેમણે ભાગ લીધો હતો. તેમના પિતાજી પણ તેમની સાથે અમદાવાદ આવ્યા હતા તે તેમને યાદ છે. આ રીતે તેઓ રેડિયો આર્ટિસ્ટ તરીકે નાટકોમાં ભાગ લેતાં થયાં જેમાં તેમના પિતાજી કાયમ તેમને સાથ આપતા. રેડિયો પર રૂપકો અને ચર્ચા-વિચારણાના સંવાદો વગેરેમાં પણ ભાગ લેતાં થયાં અને ધીરે ધીરે રેડિયોની સાથે સાથે તેમણે ટીવીમાં પણ ભાગ લેવાનું શરૂ કર્યું. 1972માં દિલ્હીથી પ્રસારિત થતાં ગુજરાતી પ્રોગ્રામ માટે ઝવેરચંદ મેઘાણીની “તુલસી ક્યારો” તેમણે 13 એપિસોડમાં તૈયાર કરી હતી. ટીવી નાટકો પર હથોટી સારી બેસી ગઈ. તે પછી તો તેમણે “રાધા”, “વારસદાર” જેવી ઘણી શ્રેણીઓ લખી.
નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:
ટેકનોલોજી માટે તેઓ ઘણાં પોઝિટિવ છે, પણ કાગળો સાથે તેમને વધુ ફાવે છે! whatsapp, ઇમેલ તથા ઝૂમ મીટીંગોનો સારી રીતે ઉપયોગ કરી જાણે છે. હસતાં-હસતાં ઉમેરે છે: “મારી 11 વર્ષની પૌત્રી કદાચ મારા કરતાં ટેકનોલોજી વધારે જાણતી હશે!”
શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?
આજનો માણસ “કંઈક” મેળવવા માટે જબરી દોટ લગાવે છે! માતા-પિતા પણ બાળકને આ માટે પુશ કરે છે! મહત્વકાંક્ષા પૂરી કરવા કુટુંબ આખું મથી પડે છે! ઘણાં ક્ષેત્રમાં બાળકને ધકેલે, તેને પરદેશ જવા માટે ક્લાસની ફી ભરે, વગેરે વગેરે. બાળકો પર એટલું બધું પ્રેશર આવી જાય છે વાત આત્મહત્યા સુધી પહોંચી જાય છે! શું આ બધું જરૂરી છે?
આજની પેઢી સાથે સંકળાયેલા છો?
“લેખિની” જેવી સાહિત્યની સંસ્થાઓને લીધે યુવાનો સાથે સંપર્કમાં છે. 2000ની સાલ સુધી તો કોલેજમાં આધ્યાપક હતાં એટલે યુવાનો સાથે નિયમિત સંપર્કમાં રહેતાં. હજુ પણ એમ.ફીલ. અને પીએચડીનાં વિદ્યાર્થીઓ સાથે નિયમિત ટચમાં છે.
સંદેશો :
યુવાનો માટે ખાસ સંદેશ છે: સારું વાંચન કરો. ઉપર-છલ્લા દેખાવો છોડો. દેખાડા છોડી મા-બાપના પ્રશ્નો સમજો અને ગંભીરતાપૂર્વક જીવન જીવો.
ટોચના ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન-MD મુકેશ અંબાણીના મુંબઈસ્થિત નિવાસસ્થાન એન્ટિલિયા ખાતે 19 સપ્ટેમ્બર, મંગળવારે ગણેશ ચતુર્થી તહેવાર નિમિત્તે ગણેશોત્સવ ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં માધુરી દીક્ષિત-નેને, આલિયા ભટ્ટ, રણવીરસિંહ-દીપિકા પદુકોણ, સિદ્ધાર્થ મલ્હોત્રા અને તેની પત્ની કિયારા અડવાની સહિતનાં બોલીવુડ સિતારાઓ તેમજ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને એમના પત્ની અમૃતા ફડણવીસ, શિવસેના (યૂબીટી)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને એમના પત્ની રશ્મી ઠાકરે સહિત અનેક નામાંકિત વ્યક્તિઓએ હાજરી આપી હતી. માધુરી દીક્ષિત-નેનેએ તેનાં પતિ ડો. શ્રીરામ નેને સાથે કાર્યક્રમમાં હાજરી આપી હતી. એમણે ભગવાન ગણપતિજીનાં દર્શન કર્યાં હતાં અને સેલ્ફી લીધી હતી. (તસવીર અને વીડિયોઃ મૌલિક કોટક)
ગણેશ મહોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી શરૂ થઈ ગઈ છે. ત્યારે આજે આ ધર્મના ઉત્સવની બીજા દિવસની વાત કરીએ.. અમદાવાદના મણીનગર સ્થિત દક્ષિણી સોસાયટી ખાતે શિવશક્તિ યુવક મંડળ દ્ધારા સ્થાપિત ગણેશ પંડાલની.
વિશેષ થીમ આધારિત દાદાનો પંડાલ
છેલ્લા સાડા છ દાયકાથી દક્ષિણી સોસાયટીમાં ગણેશમહોત્સવની ઉજવણી થાય છે. દર વર્ષે વિશેષ થીમ આધારિત દાદાનો પંડાલ સજાવવામાં આવે છે. આમ તો સમગ્ર અમદાવાદમાં જુદા-જુદા પંડાલ જોવા મળે છે. પરંતુ અહીં બિરાજમાન ગણપતિના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ જામે છે.
રોજના 25 હજાર ભાવિકો કરે છે દર્શન
આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા પંડાલના આયોજક અને છેલ્લા 35 વર્ષથી દાદાની આરાધના કરતા પરાગ નાઈક કહે છે, અમારા પંડાલમાં દર વર્ષે જુદી-જુદી થીમ જોવા મળે છે. પરંતુ દેશના સ્વાભિમાન આધારિત થીમ જ વધુ હોય છે. આ વર્ષે અમે ભારત હી ભાગ્ય વિધાતા આધારિત થીમ રાખી છે. દર્શનાર્થીઓની વાત કરુ તો બાપ્પાના દર્શન કરવા રોજના અંદાજે 25 હજાર લોકો આવતા હશે. દુંદાળા દેવનો રાજીપો મેળવવા વહેલી સવારથી મોડી રાત સુધી ભાવિકોની ભીડ જોવા મળે છે. દસ દિવસના આ ગણેશોત્સવમાં અંદાજે ચારથી પાંચ લાખ લોકો બાપ્પાના દર્શન કરશે.
જૂની પ્રતિમામાંથી જ નવી થીમ
વધુમાં પરાગ નાઈક કહે છે, અમારા ત્યાં જે દાદાની મૂર્તિ સ્થાપિત છે એ ફાઈબરની છે. ગણેશ મહોત્સવ પૂર્ણ થયા પછી ફાઈબરની મૂર્તિને મુકી રાખવામાં આવે છે અને બીજા વર્ષે આ જૂની પ્રતિમામાંથી જ નવી થીમ બનાવી ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત ફાઈબરી 17 ફૂટની પ્રતિમા ઉપરાંત માટીની નાની પ્રતિમાઓનું પણ સ્થાપન કરવામાં આવે છે. જેનું વાજતે ગાજતે વિસર્જન કરાય છે.
ભક્તો દાદાની ભક્તિમાં સદાય રહે છે લીન
બાપ્પાના પંડાલ હોય અને કાર્યક્રમ ન હોય એ વાત માનવામાં ન આવે પરંતુ પરાગભાઈ કહે છે, અમારા ત્યાં દાદાના દર્શન કરવા એટલી મોટી સંખ્યામાં લોકો આવે છે એની કતારો માઇલો સુધી હોય છે. જેનું આયોજન સરળ રીતે પાર પાડવાની જહેમત કરવી પડે છે. આ કારણે અન્ય કોઈ કાર્યક્રમ કરવાનું આયોજન કરી શકાતુ નથી. જોકે આખાય વિસ્તારના લોકો દાદાની ભક્તિમાં સદાય લીન રહે છે.
ગણેશ મહોત્સવની શરૂઆત થઈ ગઈ છે, ભક્તોમાં બાપ્પાના આગમનને લઈને ઉમંગ જોવા મળે છે ત્યારે વાત કરવી છે એક એવા ગણેશ મંદિરની જ્યાં ભગવાન પત્રો દ્વારા ભક્તોની વાત સાંભળે છે. જી હાં, આ મંદિર ગુજરાતમાં જ આવેલું છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં આવેલા ઢાંક ગામના ગણેશ મંદિરમાં ભગવાન પત્રો દ્વારા ભક્તોની મનોકામના પૂરી કરે છે.
દાદાને પ્રસન્ન કરવા મંદિર જવાની જરૂર નથી
છેલ્લા ત્રણ દાયકાથી વર્ષથી ઢાંકના ગણપતિ મંદિરમાં આ પરંપરા ચાલી આવે છે. હવે તો આ પરંપરાના કારણે જ ઢાંકનું ગણપતિ મંદિર જાણીતું બન્યું છે. સામાન્ય રીતે ભક્તો ભગવાનને પ્રાર્થના કરવા માટે મંદિરે જાય, હાથ જોડીને પ્રાર્થના કરે, બાધા આખડી રાખે. પરંતુ ઢાંકના ગણપતિ મંદિરની બાધા આખડી રાખવા માટે મંદિર સુધી જવાની જરૂર જ નથી. કારણ કે અહીં બિરાજેલા ગણપતિ દાદા પત્ર દ્વારા જ તમારી વાત સાંભળી લે છે.
પત્ર દ્વારા બાપ્પાને વીનવવાની શરૂઆત કરી
મંદિરના પૂજારી ભરતગિરી ગોસ્વામીના કહ્યા પ્રમાણે ‘આ પરંપરા એમના પિતા દયાગીરીજીના સમયથી ચાલી આવે છે. શરૂઆતમાં લોકો આશીર્વાદ મેળવવા માટે સગાઈ કે લગ્નની કંકોત્રી મોકલતા. ક્યારેક પોતાનું કામ પુરુ થાય એ માટે બાધા રાખતા. ધીરે ધીરે લોકોએ પત્ર દ્વારા ભગવાનને વીનવવાની શરૂઆત કરી. લોકોની માનતા પૂરી થઈ. અને આ સિલસિલો શરૂ થયો.’
ગણેશોત્સવમાં પત્રો વધારે આવે છે
આજે ઢાંકના આ ગણપતિ મંદિરમાં રોજના 50થી વધુ પત્રો આવે છે. ગણેશોત્સવ દરમિયાન આ આંકડો 150 સુધી પણ પહોંચે છે. જેમાં ભક્તો પોતાની માનતા લખે છે. આ પત્રો આવે એટલે પૂજારી એને એક્ઠા કરીને ગણેશજીની મૂર્તિ સામે ઉભા રહી વાંચી સંભળાવે છે, અને ભક્તોને મદદ કરવા વિનંતી કરે છે.
દાદા નથી બિરાજતા મૂષકરાજ પર
આ મંદિરની બીજી રસપ્રદ વાત એ છે કે મંદિરમાં ગણપતિનું વાહન ઉંદર નથી. સામાન્ય રીતે દરેક મંદિરમાં ગણપતિની મૂર્તિ પાસે જ મૂષકરાજ પણ હોય. પરંતુ ઢાંકના ગણેશ મંદિરમાં ગણપતિજી સિંહ પર બિરાજમાન છે. અને સિંહના વાહન ધરાવતા ગણપતિનું મંદિર ગુજરાતમાં આ એક માત્ર છે.
આજના દિવસમાં તમને થોડો વધુ ઉત્સાહ જોવા મળી શકે છે અને તેમાં પણ તમે વાર્તાલાપમાં સારો સમય પસાર કરીદો તો નવાઈ નહિ, તમારી કોઇ જૂનીઓળખાણ તાજી થાય અને તે મિલનમુલાકાત દરમિયાન જૂનીયાદોના સુખદસ્મરણોથી આનંદની લાગણી તમારામાં વધુ જોવા મળે તેવું બની શકે છે.
તમારા સગાસ્નેહી, જુનાપરિચિત સાથે હરવા-ફરવાના યોગ છે અને તેમાં તમને સારો ઉત્સાહ જોવા મળે તેમજ તમને કોઈ તક મળતા તમારા મનની કોઈવાત પણ ક્યાંક રજુ કરો તેવું બની છે, આરોગ્યબાબત થોડા મોજમસ્તીના મુડમાં હોવાથી કયાંક બેદરકાર પણ બનો, યુવાવર્ગને પસંદગીના કામ થઈ શકે.
નાનીમોટી મુસાફરીના યોગ છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખ્વવું, આકસ્મિકખર્ચા થવાથી તમને મનમાં ખર્ચ થયાનો રંજ રહ્યા કરે, કામકાજ દરમિયાન થોડી અશાંતિનો સામનો કરવો પડે.
લોકોમાં તમારો અલગ પ્રભાવ જોવા મળશે, તેમાંપણ તમારા કામકાજકે વાર્તાલાપ દરમિયાન તમારી વાતને યોગ્યપ્રતિસાદ મળી શકે છે, કઈક લાભની વાત આપલે થઇ શકે છે, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છો અને કોઈની મદદ કરવાની તમારામાં થોડી વૃતિ પણ જાગી શકે છે.
મિત્રો સાથે સમય વધુ ફાળવાય અને કયાંક કોઈકારણસર મુસાફરીના યોગ બની શકે છે, કોઈની પાછળ કોઈ કારણસર આકસ્મિકખર્ચકે ધાર્યા કરતા વધુ ખર્ચા થઇ શકે છે, કોઈજગ્યાએથી મનને ગમતી વાત સંભાળવા મળે અને તેમાં તમારી ખુશીની કોઈ સીમાના રહે તેવું બની છે.
આજના દિવસે નાનીનાની વાતમાં ગુસ્સો આવી શકે છે માટે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી બને છે, કોઈ મશ્કરી કરેતો વાણીવિલાસના થાય તેનું ધ્યાન રાખવું ઈચ્છાનીય છે, કામકાજમાં તેમજ અંગત વ્યવહારમાં કોઈની સાથે મતભેદના થાય તેની કાળજી રાખવી, વેપારમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.
આજના દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે અને તેના કારણે તમને કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, તમારા કોઈ કામકાજમાં અન્યનો સાથસહકાર અને માર્ગદર્શન પણ સારું મળી શકે છે, કોઈની સાથે થયેલ આકામિક મિલનમુલાકાત આનંદદાયી અને યાદગાર બની રહે તેવું પણ બનવા જોગ છે.
આજે તમે મજાક કરવાની વૃતિમાં જોવા મળો અને તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું વડીલ કે પરિચિત સાથે ફરવાના યોગ પણ બને છે તેમાં તમારા માટે કોઈ લાભકારી વાતચિત થાય અને તેનો તમને ક્યાંક ફાયદો પણ થઈ શકે છે, તમારા અટકેલા કોઈકામ આગળ વધારવાની કોશિશ કરવી સારી.
મુસાફરી દરમિયાન બહુ જૂનીઓળખાણકે યાદતાજી થાય તેવું બને, નજીકના સગાકે પડોસી સાથે વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી જેથી કોઈ બાબતપર કોઈ ગેરસમજ ટાળી શકાય, મનમાંને મનમાં કોઈ વાત રહેલી હોય તેનો ક્યાયક ખુલાસો કરવાની તક મળી શકે છે, વેપારમાં ધીરજ રાખી કામકાજ કરવું યોગ્ય છે.
માનસિક અશાંતિ રહી શકે છે કારણકે તમને મનમાં કોઈક વાતનો અજંપો પરેશાન કરતો હોય, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, દિવસ દરમિયાન કામમાં એકાગ્રતા રાખવી, વેપારમાં ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું ઇચ્છનીય છે.
ધાર્મિકસ્થળની મુલાકાત થઈ શકે છે, સંતાન સાથે વાર્તાલાપકે ખરીદી કરવાના યોગ બની શકે છે, આજે પોતાની પસંદગીની કોઈવાત સંભાળવા મળે તેમાં તમને ખુશીની લાગણી અનુભવાય અને તમને કોઈ સારા કામમાટેની ઈચ્છા થાય અને તમારા મનના રહેલા દુખ ભુલાઈ જાય.
તમને કોઈનો સાથ સહકાર મળે જેણે કારણે તમે થોડા ઉત્સાહી બનો અને જુનાઅટકેલા કામ બાબત કોઈ વાત આગળ વધે તેવા સંજોગ બની શકે છે, તમારામાં રહેલી લાગણીની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થવાથી તમારામાં થોડી પરોપકારી વૃતિ પણ જાગે તેવા સંજોગો બની શકે છે, આનંદમય દિવસ બની શકે છે.