Home Blog Page 2513

મહિલાઓની છેડતી કરનારા સામે યોગી આદિત્યનાથની લાલ આંખ

લખનઉઃ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આંબેડકર નગરની ઘટના સંદર્ભે કહ્યું હતું કે જ્યાં બે લોકો દ્વારા દુપટ્ટો ખેંચ્યા પછી એક યુવતી બાઇકથી પડી ગઈ હતી, જ્યારે બીજીનું મોટરસાઇકલથી કચડાઈને મોત થયું હતું. તેમણે કહ્યું હતું કે જો રાજ્યમાં કોઈ પણ મહિલા ઉત્પીડન જેવો ગુનો કરશે તો યમરાજ એની રાહ જોઈ રહ્યા હશે. તેમણે કાયદો વ્યવસ્થા પર પ્રકાશ ફેંકતાં કહ્યું હતું કે કોઈ પણ વ્યક્તિને કાયદાનો દુરુપયોગ કરવાની મંજૂરી નથી.

મુખ્ય પ્રધાને ગોરખપુરના માનસરોવર રામલીલા મેદાનમાં આયોજિત સમારોહમાં 343 કરોડના વિકાસ પ્રોજેક્ટોનું શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું, ત્યારે તેમણે રાજ્યમાં કાયદા વ્યવસ્થા જાળવવાની વાત કરી હતી.

તેમણે કહ્યું હતું કે જોકોઈ રસ્તે ચાલતા બહેન-પુત્રીની સાથે છેડતી કરશે તો આગળના ચાર રસ્તા પર યમરાજ તેની રાહ જોતા હશે. તેને યમરાજ પાસે મોકલતા કોઈ અટકાવી નહીં શકે.  તેમણે કહ્યું હતું કે સરકાર વિકાસ, લોકકલ્યાણ અને વગર ભેદભાવે બધા લોકો સુધી યોજનાઓનો લાભ પહોંચાડવા માટે સંકલ્પિત અને સમર્પિત છે.

તેમણે વિકાસ કાર્યોને પ્રાથમિકતાં આપતાં કહ્યું હતું કે વિકાસ કાર્યોમાં કોઈ પણ પ્રકારની લાપરવાહી ના થવી જોઈએ. કોઈ પણ લાપરવાહી સાંખી નહીં લેવામાં આવે. તેમણે કહ્યું હતું કે વિકાસ જ ગોરખપુરની અને ઉત્તર પ્રદેશની ઓળખ છે. પ્રાપ્ત માહિતી અનુસાર શનિવારે થયેલી ઘટના બની હતી અને ત્રણે આરોપીઓને કેટલાક કલાકોમાં ધરપકડ કરી લેવામાં આવી હતી. પોલીસે દાવો કર્યો હતો કે રવિવારે ધરપકડ કરવામાં આવેલા આરોપીઓએ ભાગવાના પ્રયાસ કરતાં બે આરોપીઓને ગોળી વાગી હતી. જ્યારે એકને ફ્રેકચર થયું હતું.

 

 

 

 

 

 

કોરાનાના 55 નવા કેસો, એક પણ મોત નહીં  

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 55 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,98,217 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,32,030 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,65,643 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 50 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 544 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 8131 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.51 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,70,098 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 049 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

સંસદનું વિશેષ સત્રઃ મોદી કદાચ આજે લોકસભામાં સંબોધન કરશે

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે સંસદનું પાંચ દિવસનું વિશેષ સત્ર બોલાવ્યું છે, જેનો આજથી આરંભ થશે. લોકસભા અને રાજ્યસભા, બંને ગૃહનાં તમામ સભ્યો આજે સંસદભવનના જૂના બિલ્ડિંગમાં એકત્ર થશે અને આવતીકાલે ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસથી બાજુમાં જ નવા બંધાઈ ગયેલા નવા સંસદભવનમાં બેસવાનું શરૂ કરશે. સંસદની તમામ કાર્યવાહી આવતીકાલથી નવા બિલ્ડિંગમાં જ થશે.

વડા પ્રધાન મોદી આજે જૂના સંસદભવનમાંની બેઠક દરમિયાન લોકસભામાં સંબોધન કરે એવી ધારણા છે. 17મી લોકસભાનું આ 13મું સત્ર હશે અને રાજ્યસભાનું 261મું હશે. વિશેષ સત્રમાં પાંચ બેઠક યોજાશે.

કેન્દ્ર સરકારે આ વિશેષ સત્રમાં હાથ ધરાનાર કાર્યસૂચિ જાહેર કરી છે, પરંતુ એમ પણ કહ્યું છે કે આ કાર્યસૂચિમાં ફેરફાર થઈ શકે છે. ચારથી આઠ ખરડાઓ પર ચર્ચા કરવામાં આવશે. આજે પહેલા દિવસે લોકસભામાં ‘ભારતીય સંસદના 75 વર્ષની સફર, તેની સિદ્ધિઓ, અનુભવો, સ્મૃતિઓ અને બોધપાઠ’ વિષય પર ચર્ચા કરવામાં આવશે.

મેચ બે કલાકમાં પૂરી થઈ જતાં સિરાજથી ‘નારાજ’ થઈ શ્રદ્ધા

મુંબઈઃ ગઈ કાલે કોલંબોમાં ફૂંકાયેલા મોહમ્મદ સિરાજ નામના વાવાઝોડામાં શ્રીલંકાની ક્રિકેટ ટીમ બરબાદ થઈ ગઈ. એશિયા કપ-2023માં ગઈ કાલે કોલંબોના પ્રેમદાસ સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી. શ્રીલંકાના કેપ્ટન દસૂન શાનકાએ ટોસ જીતીને પહેલા બેટિંગ લીધી હતી, પણ એની ટીમ માત્ર 15.2 ઓવરમાં માત્ર 50 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમના દાવનો આ ખાત્મો થયો ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજની ઝંઝાવાતી બોલિંગને કારણે, જેણે 7 ઓવરમાં 21 રન આપીને 6 વિકેટ લીધી હતી. તેણે એક જ ઓવરમાં ચાર વિકેટ લીધી હતી.

તે પછી ભારતના ઓપનરો – ઈશાન કિશન અને શુભમન ગિલે માત્ર 6.1 ઓવરમાં જ 51 રન કરીને મેચ અને સ્પર્ધા જીતી લીધી હતી. આમ, મેચ માત્ર બે કલાકમાં જ પૂરી થઈ ગઈ હતી. રવિવારની રજા હોઈ પ્રેમદાસ સ્ટેડિયમમાં મેચ જોવા આવેલા હજારો દર્શકોને તથા ટીવી પર મેચ નિહાળી રહેલા કરોડો ક્રિકેટપ્રેમીઓને આશા હતી કે ફાઈનલમાં બંને ટીમ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે. ઘણા લોકોએ આ મેચ જોવા માટે બીજા પ્લાન પણ પડતા મૂક્યા હશે. પરંતુ મેચ સાવ વહેલી પૂરી થઈ જતાં સૌને વિચાર આવ્યો હશે કે હવે બાકીના સમયમાં મનોરંજન કેવી રીતે કરવું? આવી જ હાલત બોલીવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરની પણ થઈ હતી. એણે ઈન્સ્ટાગ્રામ પર સિરાજને સવાલ પૂછ્યો હતો: ‘હવે સિરાજને જ પૂછો કે આ ખાલી સમયમાં શું કરીએ?’

મેચ પૂરી થયા બાદ સિરાજને ‘પ્લેયર ઓફ ધ મેચ’નો એવોર્ડ આપવામાં આવ્યો હતો. એણે કહ્યું, એણે આઉટસ્વિંગ બોલ ફેંકીને શ્રીલંકાના બેટર્સને બોલ રમવા માટે મજબૂત કર્યા હતા અને એમની વિકેટ પાડવામાં પોતે સફળ થયો હતો.

સુવિચાર – ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૩

સુવિચાર – ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૩

૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૩

૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૩

રાશિ ભવિષ્ય 18/09/2023 થી 24/09/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

નવા સંબંધની શરૂઆત થવાના કારણે તમને કામકાજમા ધ્યાન ઓછુ અને અન્યપ્રવૃત્તિમા ધ્યાન વધુ રહે, કામકાજ દરમિયાન વધુ પડતા વિચારો આવવાના કારણે તમને તમારા કામમા રૂચી ઓછી જળવાય તેમજ કામ પરાણે કરતા  હોવ તેવી લાગણી મનમાને મનમા રહ્યા કરે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારવર્ગ માટે સમયનો સદુપયોગ ઓછો થાય તેવા સંજોગો બની શકે છે, ખરીદી કરવા પાછળ તેમજ સામાજિકપ્રવૃત્તિના કારણે નાણા અને સમયનો વ્યય થઈ શકે છે,  સાસરીપક્ષ તરફથી કોઈ જાણવા જેવા સમાચાર સાંભળવા મળી શકે છે, આરામ કરવાની વૃતિ વધુ જોવા મળી શકે, બજારમા અનુભવના આધારે નાનુ કામકાજ કરવુ યોગ્ય છે.


સંતાન બાબત અને પ્રેમસંબંધમા કઈક નવીનતા બની શકે છે,  લગ્નબાબત કોઈ જગ્યાએ વાતચીત ચાલતી હોયતો તેમા પણ કઈ સારી આશા જાગવાના સંજોગ ઉભા થઇ શકે છે, જુના મિત્રવર્તુળ સાથે મિલનમુલાકાત દરમિયાન તમે ઉત્સાહ સારો અનુભવો અને ભૂતકાળના સ્મરણો તાજા થાય, વિદ્યાર્થીવર્ગ માટે સપ્તાહ દરમિયાન નવીનજાણકારીકે શીખવાની તક મળે, તમારૂ પોતાનુ માન જળવાય અને તમારા કામકાજમા અન્યનો સાથસહકાર મળે જેમા તમે ખુશીની લાગણી અનુભવો,  બજારના કામકાજ તમને આત્મવિશ્વાસ જોવા મળે તેમજ ક્યાય લાભ થાય તેવુ પણ બની શકે છે.


નોકરી, ધંધામા ઉતર-ચઢાવ દરમિયાન તમને કયાંકને ક્યાંક મનમાને મનમા અશાંતિ અને ઉદ્વેગ જોવા મળે, તમારા કામકાજમા ઉત્સાહ ઓછો જોવા મળે તેમજ કામની બાબતમા નાનીનાની બાબતમા ઉશ્કેરાઈ જવાય, ઘરમા કે ઓફીસમા તમારી અન્ય સાથે દલીલબાજી વધુ થઈ શકે છે પરંતુ ધીરજ અને શાંતિ રાખવાથી પરિસ્થિતિ ઘણી નિયંત્રણમા રહી શકે છે. તમારા કામકાજમા અન્યનો સાથસહકાર ઓછો જોવા મળી શકે છે તેમજ તમને પણ અન્યને  સહયોગી થવામા થોડા ઉદાસીન બનો. બજારના કામકાજમા તમારામા કામકાજ કરવામા થોડી દ્વિધા અનુભવો અને તેની અસર તમારા કામકાજમા થઇ શકે છે.


અસફળતા અને ઉશ્કેરાટવાળુ વાતાવરણ જોવા મળે, ઘરકે કુટુંબમા ભાઈબહેન સાથે કોઈ કામકાજમા સાથ સહકાર ઓછો જોવા મળી શકે છે, લગ્ન માટે જેમની વાતચીત ચાલતી હોય તેવા લોકોને અન્ય તરફથી કોઈની ખટપટ પણ જોવા મળી શકે છે, પરિશ્રમ મુજબ ફળ ના મળવાના કારણે થોડી અશાંતિ જેવું લાગ્યા કરે, કોઈની સ્વાસ્થસંબંધિત ચિંતા કે આકસ્મિકખર્ચ પણ થઈ શકે છે, નોકરીમા કામનુ વધુ ભારણ કે અણગમતુ  કામ કરવાથી માનસિકઅશાંતિમા વધારો થાય, બજારના કામકાજ ધીરજ રાખવી સારી છે, વાહન ધીમે ચલાવવુ તેમજ મુસાફરી દરમિયાન થોડી તકેદારી રાખવી ઇચ્છનીય છે.


પરિસ્થિતિમા ધીમેધીમે સુધારો થતો જોવા મળે માટે ધીરજ રાખવી સારી, ક્ષણિકઆવેશ પણ તમારા માટે કોઈ સમસ્યા સર્જી શકે છે. અણધાર્યા ખર્ચને કારણે તમને થોડી અકળામણ આવી શકે છે પણ તેમા તમને કોઈ મોટીસમસ્યા થાય તેવુ જણાતુ નથી, તમને કોઈપણ બાબતના વિચારો વધુ આવે અને તેની અસર તમારા  કામ અને વર્તન પર સ્પષ્ટ દેખાઈ આવે, ક્યાયક મુસાફરી થઈ શકે છે તેમા તમે કંટાળાની લાગણી વધુ અનુભવી શકો છો. કોઈજગ્યાએ વાતચીત દરમિયાન તકેદારીકે ચોખવટ જેવી બાબતનુ ધ્યાન રાખવું સારુ. બજારના કોઈપણ પ્રકારના કામકાજમા ઉતાવળિયો નિર્ણય ના લેવાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે.


પરિસ્થિતિમા પરિવર્તન જોવા મળશે અને આનંદ, ઉત્સાહ, વચ્ચે તમારો સમય પસાર થાય, લગ્નમાટે ક્યાય વાર્તાલાપકે મિલનમુલાકાતમા તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર થોડી સારી રીતે પડી શકે છે, તમે થોડા ચંચળ અને ક્યાંક વધુ પડતા ઉદારવાદી પણ બની શકે છો પણ તેમા થોડુ સજાગ રહેવુ જેથી ક્યાય ગેરસમજ ના વર્તાય, બજારના કામકાજમા અપેક્ષા મુજબ કામ થોડુ ઓછુ થાય, જુનાઅટકેલા કામકાજ પુરા કરવાની કોશિશ કરો તો તેમા પણ થોડી ચળવળ થતી જોવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે સમયનો સદુપયોગ કરવો વધુ યોગ્ય કહી શક્ય, આરોગ્યબાબતમા બેદરકાર ના બનાય તેનુ ધ્યાન રાખવુ.


આ સપ્તાહ દરમિયાન તમે કોઈપણ કામકાજમા વ્યસ્ત વધુ રહો, સામાજિકકે ધાર્મિકકાર્યક્રમમા તમારી હાજરી થોડી પ્રભાવશાળી બને અને તેમા તમને આત્મસંતોષ વધુ જોવા મળી શકે, કોઈક નવીનકામકાજ થાય તેવી પણ બાબત રહેલી છે.  અણધાર્યા નાણાકીયખર્ચ થાય તેવુ પણ બની શકે છે, તમે કોઈના કામકાજમા સારી રીતે સહભાગી બની શકો છો  અને તમારા કામની સારી નોધ પણ લેવાય, કામકાજની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ જૂનીવાત કે કામ ક્યાય અટકેલુ હોય તેમા પણ તમે કોઈનો સહયોગ ઈચ્છોતો મળી શકે છે. બજારમા કામકાજ દરમિયાન ગણતરી પૂર્વકવર્તવું યોગ્ય છે.


તમારામા રહેલી ધીરજની થોડી પરીક્ષા થઈ શકે છે, તેમા તમારી થોડી મહેનત અને યોગ્ય ગણતરીની પણ એટલીજ જરૂરિયાત અનુભવો, મિત્રોકે સગાસ્નેહી સાથે મિલનમુલાકાતમા તમે ખુશીની લગાણીની સાથે થોડોક માનસિકથાક અને કંટાળાનો પણ અનુભવ કરો. જુનાકોઈ અટકેલા કામકાજમા મહેનત કરોતો તેમા પણ થોડી ગતિ જોવા મળી શકે છે. સ્વાસ્થબાબત થોડી કાળજી રાખવી તેમા પણ જેમને શરદી, તાવ, કફ, આંખ, માથા અંગેની ફરિયાદ હાલમા ચાલતી હોય, બજારમા નાનુ અને આયોજનપૂર્વકનુ જ કામ કરવુ સારુ, લગ્નબાબતની વાતચીત કે મિલનમુલાકાતમા વ્યવહારુ અભિગમ અપનાવો ઇચ્છનીય છે.


આ સપ્તાહ દમિયાન તમને કામની બાબતમા થોડુ અધીરાપણુ વધુ જોવા મળે તેના કારણે તમે કોઈના ઉશ્કેરાટના ભોગ પણ બની શકો છો પરંતુ તમારા કામકાજમા તમને કોઈનો સાથસહકાર પણ સારો મળી શકે છે જેમા તમને તમારા કામના અધિરાપણાનુ  ભાન કરાવે અને તેમે થોડી ખુશી પણ અનુભવો, ઘરમા કે ઓફીસમા તમારા વિચાર મતભેદને કારણે ક્યાંક અણગમો વર્તાય પરંતુ તમારી વ્યવહારકુશળતાના કારણે તમે પરિસ્થિતિને કાબુમા લાવીદો.  બજારના કામકાજમા તમને નિર્ણયશક્તિનો અભાવ વર્તાય અને તેની અસર તમારા કામકાજ પર પડી શકે માટે શાંતિ અને ગણતરીપુર્વાક્જ કામ કરવુ જોઈએ.


તમારામા કોઈ કારણસર ઉત્સાહ જોવા મળે અને તેમા પણ તમારી કોઈ પસંદગીની વ્યક્તિ સાથે કોઈ સારી વાતની આપ લે થાય, તમારી લાગણીની કદર થાય, કોઈ જગ્યાએ તમારાથી કોઈ નાખુશ થયુ હોય તેવા લોકો તરફથી પણ સારો આદરકે પ્રતિભાવ જોવા મળે, તમારી લાગણીનો કોઈ દુરુપયોગ ના કરે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, લગ્નની વાત કોઈ જગ્યાએ ચાલતી હોય તેમા પણ તમને સારો પ્રતિભાવકે જાણવા જેવી વાત સાંભળવા મળી શકે છે. તમે થોડા ધાર્મિકવૃતિ તરફ ધ્યાન વધુ આપો તેવુ પણ બની શકે છે, બજારના કામકાજમા તમારા  અનુભવનો ઉપયોગ તમે સારી રીતે કરી લાભ મેળવી શકો છો.


નાનીનાની વાતમા ગુસ્સો આવી જવો અને નારાજ થઇ જવુ તે મુજબનુ વર્તન તમારામા જોવા મળી શકે છે પરંતુ ક્યાંકથી આકસ્મિક નાણાકીયકે કોઈ બાબતે ખુશી થવાય તેવો લાભ પણ થઈ શકે છે, કમર, સાંધા, સ્નાયુ જેવી તકલીફ ભોગવતા હોય તે લોકો એ થોડી તકેદારી રાખવી જરૂરી છે. સગાસ્નેહી સાથેની વાર્તાલાપમા તમને ગમતી કોઇ વાત સાંભળવા  મળી શકે છે, તમારા હિતશત્રુ તમને ઉશ્કેરે નહિ તે બાબતની કાળજી રાખવી જરૂરી છે, તમારી પસંદગીની કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા રાખતા હોવતો તે માટે પણ તમને તક મળી શકે છે, બજારના કામકાજમા પસંદગીના જ નાના કામ કરવા યોગ્ય છે.


જાહેરપ્રસંગમા તમારી પ્રતિભા સારી ઉપસી આવે, તમારા કામકાજમા અન્યનો સારો સાથસહકાર મળી શકે છે, તમારા ધારેલા કામમા તમે ગણતરી અને મહેનત કરોતો સારુ ફળ મળી શકે છે, લગ્નની માટેની વાતચીત ક્યાય ચાલતી હોયતો વાર્તાલાપ અને મિલનમુલાકાતમા તમને સારો પ્રતિભાવ અને ઉત્સાહ જોવા મળી શકે છે ફક્ત એટલું ધ્યાન રાખવુ કે ઈર્ષાળુ કોઈ ખટપટ ના કરી જાય, યાત્રાપ્રવાસ પણ તમને ઉત્સાહપૂર્વકનો રહે, મિત્રવર્તુળ સાથે કોઈ નવીનવાતની આપલે પણ થઇ શકે છે, બજારના કામકાજમા તમને કઈ સારુ કરવાની લાગણી જન્મી શકે છે, આયોજનપૂર્વક કામ કરોતો લાભ પણ થઈ શકે છે.

રાશિ ભવિષ્ય 18/09/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજના દિવસે સાવચેતી અને ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી છે, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા, આંખ, હાડકાની તકલીફથી સાચવવું, કામકાજઅર્થે કઈ બહાર મુસાફરીના યોગ બને છે. સહકર્મચારી સાથે કામની બાબતમાં ખટપટના થાય તેનું ધ્યાન રાખવું, વેપારમાં નાનું અને ગણતરીનુંજ કામ કરવુ યોગ્ય છે.


આજનો દિવસ મસ્તીમજાકમાં પસાર થઈ શકે છે, તમને તમારા કામમાં અન્યનો સાથ-સહકાર સારો મળે તમારા કામની પ્રશંસા થાય, નવીનકામનું આયોજન થઇ શકે છે , જુનાકોઈપણ પ્રકારના મતભેદ થયા હોયતો તેને સુધારવાની તક મળે, વેપારના કામકાજમાં સારો પ્રતિસાદ મળી શકે છે.


આજના દિવસ તમને ઉત્સાહ વધુ જોવા મળી શકે છે, કોઈની સાથે અગત્યની વાર્તાલાપ કરવાની હોયતો તેમાં પણ તમને કોઈનો સારોસહયોગ મળી શકે છે, તમારા મનમાં રહેલી કોઈવાત ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે, બજારના કામકાજમાં આયોજનથી કામ કરવામાં આવેતો સારો લાભ થઈ શકે છે.


આજનો દિવસ કામકાજમાં વધુ વ્યસ્તતા વાળો જોવા મળી શકે તેના કારણે તમને માનસિકથાકની લાગણી વધુ લાગે, વાદવિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, વેપારના કામકાજમાં ધીરજ અને ગણતરીપૂર્વકનું નાનું કામ કરવું યોગ્ય છે, પ્રિયજન સાથે ખરીદી થોડીખર્ચાળ બને તેવું બની શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, પાડવા-વાગવાના યોગ છે, વાહન ધીમે ચલાવવું, હિતશત્રુ, ખટ પટી લોકોથી દુર રહેવું, તમને નકારાત્મકવિચારના આવે તેનું ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું.કોઈની ઉશ્કેરીજનક વાતથી ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.


આજનો દિવસ તમારા માટે સારો છે, તમારા કોઈ જુનાકામની ગુંચ પડેલી હોય તેને ઉકેલી શકાય તેવા પ્રયત્નો આજે કરવા સારા કહી શકાય , મનની ઈચ્છા પૂરી થઇ શકે તેવા પણ યોગ ઉદભવી શકે છે, આજે આત્મવિશ્વાસ સારો રહે, વેપારના કામકાજમાં તમારું પ્રભુત્વ સારું જળવાય.


આજનો દિવસ કામકાજની સાથે કામકાજમાં નવીનતક અપાવે તેવો છે, મિત્રો સાથે કોઈ લાભની વાત આપલે થાય તેવા સંજોગો પણ ઉભા થઇ શકે છે, પોતાની પસંદગીની કોઈ ખરીદી કરવી હોયતો પણ ફળીભૂત થઇ શકે છે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, યુવાવર્ગને મોજશોખમાં સમય પસાર થાય.


આજનો દિવસ સરસ છે, જૂનીઓળખાણ તાજી થાય, કામની કદર થાય તેમાં તમારો ઉત્સાહ વધે, મુસાફરી દરમિયાન ખોટાખર્ચા થયાની લાગણી અનુભવાય, વેપારના કામકાજમા સારાકામની અપેક્ષા ફળી શકે, અગત્યની કોઈ વાર્તાલાપ ક્યાંક ફળીભૂત થાય તેવા સંજોગો ઉભા થાય અને તેમાં તમારો ઉત્સાહ વધે.


આજનો દિવસે સાવચેતી રાખવી, કોઈ વાતથી મન અશાંત રહે, ઘરની કોઈ ચિંતા હોય તેની અસર તમારા કામકાજ પર પડે, મુસાફરી દરમિયાન કંટાળાજનક પરિસ્થિતિનો સામનો કરવો પડે, પ્રેશર, ડાયાબીટીસના દર્દીએ આજના દિવસે કાળજી રાખવી, વેપારમાં ધાર્યા કામન થવાનો રંજ મનમાં રહ્યા કરે.


આજનો દિવસ સારો છે,  તમારામાં ઉત્સાહ સારો જોવા મળી રહે, ધાર્યું કે મનનું કામ થઇ  શકે તેથી તમે સારી ખુશી અનુભવી શકો, અગત્યની વાત ક્યાંક કરવાની હોયતો તેમાં પણ સારું કામ થાય અને કોઈની મદદ સલાહ પણ મળી શકે છે, વેપારના કામકાજમાં અનુભવનો તમે સારો ઉપયોગ કરી શકો.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય, જુના કોઈ કામમાં અટવાયેલા હોવતો તેનો જલ્દીથી ઉકેલન આવે તેને કારણે તમે અશાંત બની શકો છે, વેપારના કામકાજમાં અનુભવ મુજબ નાનુંકામ સારું કહી શકાય, કોઈ અણધાર્યા કામ આવી જવાથી સમયનો વ્યય થાય અને તમે કંટાળો અનુભવો.


આજનો દિવસ સારો છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય, મુસાફરીના યોગ છે, તમારા વ્યવહાર અને સંબંધ થી તમને કોઈ સારીવાત ક્યાંકથી સંભાળવા મળી જાય, આજે તમે થોડા ઉદારવાદી બનો તેમજ કોઈ માટે સમય અને નાણા પણ ખર્ચી શકો છો. વેપારમાં સારો પ્રતિસાદમળી શકે છે, ઉત્સાહ સારો જોવા મળે.

મણિપુરમાં સેનાના જવાનની હત્યા, એક દિવસ પહેલા થયું હતું અપહરણ

મણિપુરમાં ભારતીય સેનાના જવાનનું અપહરણ અને હત્યાનો મામલો સામે આવ્યો છે. સેનાના જવાનનો મૃતદેહ ઇમ્ફાલના ખુનિંગથેક ગામમાંથી મળી આવ્યો છે. કોન્સ્ટેબલની ઓળખ સેર્ટો થંગથાંગ કોમ તરીકે થઈ છે. મૃતક સૈનિક સેનાની ડિફેન્સ સિક્યોરિટી કોર્પ્સ પ્લાટૂનમાં તૈનાત હતો અને હાલમાં કાંગપોકપી જિલ્લાના લેમાખોંગમાં ફરજ બજાવતો હતો. જવાન રજા પર ઇમ્ફાલ પશ્ચિમના તરુંગ સ્થિત પોતાના ઘરે આવ્યો હતો. દરમિયાન, શનિવારે સવારે લગભગ 10 વાગ્યે અજાણ્યા સશસ્ત્ર લોકોએ કોમનું તેના ઘરેથી અપહરણ કર્યું હતું. સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક જવાનના 10 વર્ષના પુત્રએ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે તેની પાસેથી ત્રણ લોકો ઘરમાં ઘૂસ્યા હતા. તે સમયે તે અને તેના પિતા વરંડામાં કામ કરતા હતા. પુત્રએ જણાવ્યું કે અજાણ્યા બંદૂકધારીઓએ તેના પિતાના માથા પર પિસ્તોલ તાકી અને તેમને બળજબરીથી સફેદ કારમાં બેસાડીને ભાગી ગયા. સેનાના જવાનનો મૃતદેહ રવિવારે સવારે લગભગ 9.30 વાગ્યે ઇમ્ફાલ પૂર્વના સોગોલમંગ પોલીસ સ્ટેશનના ખુનિંગથેક ગામમાંથી મળી આવ્યો હતો.

ભાઈ અને વહુએ લાશની ઓળખ કરી હતી

જવાનના ભાઈ અને વહુએ તેના મૃતદેહની ઓળખ કરી હતી. અધિકારીઓએ જણાવ્યું કે સૈનિકના માથા પર ગોળીનો ઘા છે. સૈનિકના પરિવારમાં પત્ની, પુત્ર અને પુત્રી છે. સેનાના જવાનની હત્યા બાદ આસપાસના વિસ્તારોમાં શોકનો માહોલ છે. સાથે જ પોલીસ દ્વારા તરુંગમાં પણ સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી છે. સેનાએ પીડિત પરિવારની મદદ માટે એક ટીમ મોકલી છે. તે જ સમયે, ભારતીય સૈનિકે આ ઘટના સંદર્ભે એક નિવેદન જારી કરીને હત્યાની ઘટનાની સખત નિંદા કરી હતી. સેનાએ કહ્યું છે કે તે આ મુશ્કેલ સમયમાં સૈનિકના પરિવારની સાથે છે. સેનાના જવાનની હત્યા પાછળના કારણની માહિતી હજુ સામે આવી નથી. હાલ પોલીસ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે અને પીડિતાના પરિવારની ફરિયાદના આધારે આરોપી સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. કેટલાક લોકો તેને હિંસા સાથે પણ જોડી રહ્યા છે.

પંચાંગ 18/09/2023