Home Blog Page 2515

એશિયા કપ-2023: કેટલી ઈનામી રકમ મળશે વિજેતા, રનર્સ-અપ ટીમને?

કોલંબોઃ આ વર્ષની એશિયા કપ સ્પર્ધા જીતનાર ટીમને સોનાથી મઢેલી ટ્રોફી અને દોઢ લાખ ડોલર (આશરે રૂ. 1 કરોડ 24 લાખ)ની ઈનામી રકમ મળશે. જ્યારે રનર્સ-અપ ટીમને 75,000 ડોલર (આશરે રૂ. 63 લાખ) મળશે. સુપર4 રાઉન્ડમાં ત્રીજા ક્રમે રહેલી પાકિસ્તાન ટીમને રૂ. 51 લાખ મળ્યા છે જ્યારે ચોથા ક્રમની ટીમ બાંગ્લાદેશને રૂ. 25 લાખ મળ્યા છે.

2022માં એશિયા કપ વિજેતાપદ જીતવા બદલ શ્રીલંકા ટીમને રૂપિયા 1 કરોડ 59 લાખ 53,000 મળ્યા હતા જ્યારે રનર્સ-અપ પાકિસ્તાનને 79 લાખ 66,000 રૂપિયા મળ્યા હતા. 

‘મેન ઓફ ધ મેચ’ એવોર્ડવિજેતાને 5,000 ડોલર (આશરે રૂ. 4.15 લાખ) આપવામાં આવશે. ‘મેન ઓફ ધ સીરિઝ’ એવોર્ડ જીતનાર ખેલાડીને 15,000 ડોલર (આશરે રૂ. 12,46,000) આપવામાં આવશે.

 

Happy Birthday PM Modi : આજે વડાપ્રધાનનો અલગ અંદાજ જોવા મળ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમનો 73મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમના જન્મદિવસના ખાસ અવસર પર તેઓ ઘણા કારીગરોને મળ્યા.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે 17મી સપ્ટેમ્બરે તેમનો 73મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ પ્રસંગે પીએમ મોદીની ખાસ સ્ટાઈલ જોવા મળી હતી.

પોતાના ખાસ દિવસના અવસર પર પીએમ મોદી ઘણા લોકોને મળ્યા, જેમાંથી તેઓ સૌપ્રથમ લોખંડી કામદારોને મળ્યા.

આ સાથે તે મહિલા દરજી, હોડી બનાવનારા અને અન્ય કારીગરોને મળ્યા હતા.

પીએમના જન્મદિવસને લઈને ભાજપે ખાસ તૈયારીઓ કરી છે. જ્યાં દેશના અનેક મોટા નેતાઓ અને મુખ્યમંત્રીઓએ પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.

PMએ તેમના જન્મદિવસ નિમિત્તે PM વિશ્વકર્મા પોર્ટલ લોન્ચ કર્યું છે. તેના પર બાયોમેટ્રિક સિસ્ટમથી કારીગરોનું વિનામૂલ્યે રજીસ્ટ્રેશન કરવામાં આવશે.

પોતાના જન્મદિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મેટ્રોમાં મુસાફરી કરતા જોવા મળ્યા, ત્યારબાદ તેમણે ઘણા લોકો સાથે વાતચીત કરી.

ઉપરાષ્ટ્રપતિએ નવા સંસદભવન ખાતે તિરંગો ફરકાવ્યો

નવી દિલ્હીઃ ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે આજે સવારે અહીં નવી સંસદભવન ઈમારત ખાતે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો હતો. એમણે ઈમારતના ગજ દ્વાર ઉપર તિરંગો ફરકાવ્યો હતો. આ પ્રસંગે એમની સાથે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા પણ ઉપસ્થિત હતા.

ધનખડ અને બિરલા, બંને નેતા નવા સંસદભવન ખાતે આવી પહોંચ્યા હતા ત્યારે સીઆરપીએફ પાર્લામેન્ટ ડ્યૂટી કોર્પના જવાનોએ એમને બંદૂક-સલામી આપી હતી.

આ ઈમારત ખાતે આવતીકાલથી સંસદના પાંચ-દિવસીય વિશેષ સત્રનો આરંભ થવાનો છે. સંસદીય પ્રક્રિયાઓ બાજુના જૂના સંસદભવનમાંથી નવા સંસદભવનમાં શિફ્ટ કરવામાં આવશે.

વરલી સી લિન્ક પર મોટરબાઈક પર સવાર થયેલી યુવતીની ધરપકડ

મુંબઈઃ અહીંના બાન્દ્રા-વરલી સી લિન્ક બ્રિજ પર મોટરસાઈકલ પર સવાર થયેલી 26 વર્ષની એક યુવતીની પોલીસે ધરપકડ કરી હતી. વરલી સી લિન્ક પર ટુ-વ્હીલર્સ માટે નો-એન્ટ્રી છે. વળી, તે મહિલાએ હેલ્મેટ પણ પહેરી નહોતી. તે મહિલાનું નામ નુપૂર પટેલ છે અને તે મધ્ય પ્રદેશના જબલપુરની રહેવાસી છે. તે પુણે શહેરમાં રહેતા એનાં ભાઈને મળવા ગઈ હતી. એને વરલી સી લિન્ક જોવાની ઈચ્છા થઈ હતી અને તે એનાં ભાઈની બુલેટ મોટરસાઈકલ લઈને મુંબઈ આવી હતી. પોલીસોએ જ્યારે એને રાતના સમયે અટકાવીને એની પાસે લાઈસન્સ માગ્યું ત્યારે એણે પોલીસ સામે પિસ્તોલ જેવા દેખાવનું સિગારેટ લાઈટર તાંક્યું હતું. એને કારણે મામલો વધારે ગંભીર બની ગયો હતો.

વરલી સી લિન્ક પર ટુ-વ્હીલર્સ ચલાવવાની મનાઈ હોવાની તે મહિલાને જાણકારી નહોતી. પરંતુ તેણે સી લિન્કના પ્રવેશદ્વાર પર જ મૂકવામાં આવેલા સાઈનબોર્ડની પણ અવગણના કરી હતી. એને રોકવાનો પ્રયાસ કરનાર બે પોલીસ જવાનને થાપ આપીને આગળ વધી ગઈ હતી. ત્યારબાદ એ પોલીસોએ ટ્રાફિક કન્ટ્રોલ અને મેન કન્ટ્રોલ રૂમને સતર્ક કર્યા હતા. બ્રિજના એક્ઝિટ સ્થળે પોલીસો ઊભા જ હતા અને યુવતીને પકડી લીધી હતી. ત્યાં પોલીસ જવાનોએ લાઈસન્સ અને બાઈકના દસ્તાવેજો માગ્યા ત્યારે મહિલાએ સહકાર આપ્યો નહોતો. પોલીસોએ જ્યારે એને પોલીસ સ્ટેશને આવવા કહ્યું ત્યારે મહિલાએ પિસ્તોલ જેવા આકારનું સિગારેટ લાઈટર તાંક્યું હતું અને એવું બોલી હતી કે એ શૂટ કરી શકે છે. પોલીસોએ તેનું લાઈટર અને બાઈક જપ્ત કરી લીધું હતું અને મહિલાને પૂછપરછ માટે પોલીસ સ્ટેશને લઈ ગયા હતા. ત્યાંથી પોલીસોએ મહિલાનાં ભાઈને જાણ કરી હતી.

મહિલા સામે પોલીસે ઈન્ડિયન પીનલ કોડ અને મોટર વેહિકલ્સ એક્ટની અનેક કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. જેમ કે, સરકારી કર્મચારીને એની ફરજ બજાવતા રોકવા હુમલો કરવો કે ક્રિમિનલ બળનો ઉપયોગ કરવો, સરકારી કર્મચારીને એની ફરજ બજાવવામાં અડચણ ઊભી કરવી, બેફામપણે વાહન હંકારવું, પોતાનો તથા અન્યોનો જાન જોખમમાં મૂકવો, હેલ્મેટ પહેર્યા વગર વાહન હંકારવું – જેવા ગુનાનો સમાવેશ થાય છે.

73મા જન્મદિને લોકપ્રિય નેતા PM મોદી પર શુભેચ્છાનો વરસાદ

નવી દિલ્હીઃ માત્ર ભારતના જ નહીં, પરંતુ દુનિયાભરમાં લોકપ્રિય નેતા બનેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 73મો જન્મદિવસ છે. આજના વિશેષ દિવસે એમની પર અભિનંદન અને શુભેચ્છાનો વરસાદ વરસી રહ્યો છે. નરેન્દ્રભાઈનો જન્મ 1950ની 17 સપ્ટેમ્બરે ગુજરાતના વડનગરમાં થયો હતો. રાજકારણ ક્ષેત્રે નમ્ર શરૂઆત કર્યા બાદ તેઓ વિશ્વ સ્તરે એક શક્તિશાળી નેતા બન્યા છે.

વડા પ્રધાન મોદી એમના શરૂઆતના વર્ષોમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) સંસ્થા સાથે સંકળાયેલા હતા. રાજકારણમાં તેઓ 1970ની સાલથી સક્રિય રહ્યા છે, પરંતુ 1990ના દાયકાના અંતભાગ પછી એમની કારકિર્દીને નોંધપાત્ર વેગ મળ્યો હતો. 1987માં એમણે ગુજરાત ભાજપના મહામંત્રી તરીકે સેવા બજાવી હતી. 1995માં ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણીમાં બહુમતી મેળવ્યા બાદ એમની આગેકૂચ ઝડપી બની હતી.

2001ની 7 ઓક્ટોબરે એમને ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. એ તેમનું પહેલું બંધારણીય માન્યતાપ્રાપ્ત પદ હતું. ગુજરાતના મુખ્યપ્રધાન પદ દરમિયાન મોદીએ અનેક લોકપ્રિય સામાજિક કલ્યાણકારી યોજનાઓને અમલમાં મૂકાવી હતી જેમાં ‘SWAGAT’ ઓનલાઈન યોજના, વાઈબ્રન્ટ ગુજરાત, પ્રવેશોત્સવ, ગુણોત્સવ જેવી યોજનાઓનો સમાવેશ થાય છે.

ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે એમણે 13 વર્ષ સુધી સેવા બજાવી હતી. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે જ્વલંત વિજય હાંસલ કર્યો હતો અને વિરોધપક્ષનો સફાયો થઈ ગયો હતો. ભાજપે ત્રણ દાયકામાં પહેલી વાર બહુમતી હાંસલ કરી હતી. પાર્ટીએ મોદીને વડા પ્રધાન તરીકે નિયુક્ત કર્યા હતા. એ સમયથી લઈને આજ સુધીમાં વડા પ્રધાન તરીકે મોદીએ દેશમાં અનેક જનકલ્યાણકારી યોજનાઓને અમલમાં મૂકાવી છે. જેમાં સ્વચ્છ ભારત, મેક ઈન ઈન્ડિયા અને પ્રધાનમંત્રી જન ધન યોજનાનો ખાસ ઉલ્લેખ કરવો પડે.

મોદીના ‘જાદુઈ’ વડપણ હેઠળ ભાજપે 2019ની લોકસભા ચૂંટણી પણ એક વધુ જબરદસ્ત, વધારે માર્જિન સાથે વિજય હાંસલ કર્યો હતો. મોદીના પ્રશાસન હેઠળ ભારત આજે દુનિયામાં સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતા દેશોમાં પાંચમું સ્થાન પ્રાપ્ત કરી શક્યું છે. મોદીએ હવે સંકલ્પ કર્યો છે કે તેઓ 2030ની સાલ સુધીમાં ભારતને દુનિયામાં ત્રીજા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવીને રહેશે.

વાહ ભાઈ વાહ! – ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૩

વાહ ભાઈ વાહ! – ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૩

૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૩

૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૩

હેપ્પી બર્થ ડે ‘નરેન્દ્ર મોદી’ !

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમની અનપ્રિડિક્ટેબલ રાજકીય સૂજબૂઝ અને કળી ન શકાય એવા મન માટે જાણીતા છે. રાજકીય કે સામાજિક કાર્યક્રમમાં એ હંમેશા અલગ અલગ વેશભૂષા અને મૂડમાં દેખાય છે. પ્રસ્તુત છે એમના અલગ અલગ મૂડને ઝડપી લેતી કેટલીક એમની લાક્ષણિક તસવીરો…

 

 

 

 

 

 

 

 

હેપ્પી બર્થ ડે ‘નરેન્દ્ર મોદી’ !

‘તમારો આ દીકરો તમારુ જ નહીં સમગ્ર દેશનું નામ રોશન કરશે’ સાવ સામાન્ય પરિવારમાં એક દીકરાના જન્મ સમયે જયોતિષે આ ભવિષ્યવાણી કરી હતી. માતા-પિતાએ જાણીને ખુબ હરખાયા પરંતુ આજે આખો દેશ એમના માટે ગર્વ લઈ રહ્યો છે. કારણ કે એ જ્યોતિષની ભવિષ્વાણી આજે સાચી ઠરી છે. વાત છે ભારતના લોકપ્રીય વડાપ્રધાન નરેન્દ્ર દામોદર દાસ મોદીની. આજે એમનો 73મો જન્મ દિવસ. ત્યારે એક નજર એમની જીવન સફર પર…

બાળપણમાં પિતાને ચાના સ્ટોલ પર મદદ કરતા

મોર્નિંગ કન્સલ્ટના ગ્લોબલ લીડર એપ્રુવલ સર્વેમાં પીએમ મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તરીકે ઉભરી આવ્યા છે. નરેન્દ્ર મોદીનો જન્મ એક મધ્યમ વર્ગના કુટુંબમાં ઉત્તર ગુજરાતના વડનગર ખાતે થયો હતો. દામોદરદાસ મૂલચંદ મોદી અને માતા હીરાબેન મોદીના છ સંતાન પૈકી ત્રીજુ સંતાન એટલે નરેન્દ્ર મોદી. બાળપણમાં પોતાના પિતા સાથે મોદી ચાના સ્ટોલ પર મદદ કરતા હતા અને ત્યાર બાદ એમણે પોતાનો પણ ચાનો સ્ટોલ ચલાવ્યો. એમને કિશોરાવસ્થાથી રાજકારણમાં રસ હતો. મોદીએ ગુજરાત યુનિવર્સિટીમાંથી રાજકીય વિજ્ઞાનમાં અનુસ્નાતકની ડિગ્રી મેળવી. એમનું જીવન સંઘર્ષથી ભરેલુ હતુ. પરિવારની પરિસ્થિતિ સારી નહોતી. ગરીબીના એ જમાનામાં આપણા પ્રધાનમંત્રીએ ખૂબ સંઘર્ષ કર્યો હતો.

નાની ઉંમરે જ સંઘના સંગમાં આવ્યા

માત્ર 8 વર્ષની ઉંમરમાં જ મોદી આરએસએસના સંપર્કમાં આવ્યા અને આ સંગઠન સાથે એમની લાંબી સફળ શરૂ થઈ. મોદી 1985માં બીજેપીમાં શામેલ થઈ ગયા. આરએસએસ સાથે લાંબા સમય સુધી રહ્યા બાદ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા. એમના રાજનૈતિક પ્રવાસને વેગ ત્યારે મળ્યો જ્યારે એ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. ચૂંટાયા. નરેન્દ્ર મોદી ભારતના 14માં પ્રધાનમંત્રી છે, જેમણે 2014માં ભારતીય જનતા પાર્ટીની પ્રભાવશાળી જીતનું નેતૃત્વ કર્યુ. મોદી વિશેની એક રસપ્રદ વાત એ છે કે તેઓ પહેલી વાર ધારાસભ્ય તરીકે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. આ રીતે તેઓ પહેલી વાર સાંસદ તરીકે ભારતના પ્રધાનમંત્રી બન્યા.

પ્રધાનમંત્રીની સફળ..

– રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં જોડાયા અને ત્યારબાદ RSS માં જોડાયા.

– 1987 – દેશભરમાં હિન્દુત્વનો જુવાળ ઊભો થયો હતો ત્યારે મોદી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.

– 1990 – ભાજપના નેતા એલ.કે. અડવાણીની અયોધ્યાથી ગુજરાતના સોમનાથ મંદિર સુધીની રામ રથયાત્રાના આયોજનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

– 1994 – ગુજરાત વિધાનસભામાં ભાજપની જીતમાં મોદીની રણનીતિ સફળ રહી.

– 1995 – ભાજપના રાષ્ટ્રીય મંત્રી બનાવાયા અને એમને પાંચ રાજ્યોનો હવાલો સોંપવામાં આવ્યો.

– 1998 – મહામંત્રી તરીકે નિયુક્ત કરાયા. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે બહુમતી મેળવી અને પક્ષમાં મહત્વ વધી ગયું.

– 7મી ઓક્ટોબર,2001: ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યાં

– 2002 -વિધાનસભાની 182 સીટોમાંથી 127 સીટો મેળવીને ભાજપને જંગી બહુમતિથી વિજય અપાવ્યો.

– 2007 – ગુજરાતમાં ત્રીજી વાર મુખ્ય પ્રધાન તરીકે ચૂંટાઈ આવ્યા.

– 26, ડિસેમ્બર 2012 – ગુજરાતની ચૂંટણી ફરી જીતી લીધી. 182માંથી 115 બેઠકો જીતી. સળંગ ચોથીવાર ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ.

– 17મી સપ્ટેમ્બર, 2012 – એમના જન્મ દિવસે ગુજરાતના લોકોની સેવામાં 4000 દિવસ પૂર્ણ કર્યાં. સળંગ બાર વર્ષો સુધી ગુજરાતના મુખ્ય પ્રધાન પદે રહેવાનો તેઓ વિક્રમ ધરાવે છે .

– 2013: 9 જૂન – ગોવામાં ભાજપે મોદીને દેશની 2014ની ચૂંટણીના પ્રચાર માટેની સમિતિના વડા તરીકે નિમ્યા.

– 13 સપ્ટેંબર 2013 – ભાજપ અને એનડીએના વડા પ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેર કરાયા.

– 26, મે- 2014 – ભારતના વડાપ્રધાન પદે શપથ લીધા જે આજ સુધી અવરીત છે.

અનેક સિદ્ધિઓ મેળવી

નરેન્દ્ર મોદી એક એવું નામ જેણે ભલભલા રાજકીય પંડિતો, ભલભલા જ્યોતિષો અને દુનિયાભરના રાજનેતાઓને ખોટા ઠેરવીને સાહસ અને સંઘર્ષ થકી સફળતાનો અલગ માર્ગ બનાવ્યો. એક સામાન્ય ચા વાળાથી લઈને વિશ્વની સૌથી મોટી લોકશાહી એવા ભારત દેશના બબ્બે વાર પ્રધાનમંત્રી બન્યા. જી20 સમીટની અધ્યક્ષતા કરીને દુનિયાની મહાસત્તાઓને ભારત સમક્ષ ઝુકાવવાની વાત હોય પીએમ મોદીને એકબાદ એક મોટી મોટી સફળતાઓ મળી.  નોટબંધી હોય કે સર્જિકલ સ્ટ્રાઈક, કોરોના વખતે લોકડાઉન હોય કે પછી દેશભરમાં વેક્સીનેશન પ્રધાનમંત્રી મોદી કોઈપણ મોટો નિર્ણય લેતા પહેલાં સહેજ પણ ખચકાતા નથી. એમની રાજકીય સૂઝબૂઝ, અથાક પરિશ્રમ ઉપરાંત બીજી પણ અનેક વસ્તુ છે જે એમના સંઘર્ષથી સફળતાના શિખર સુધી સતત એમની સાથે રહી છે.

ઈનસાઈડ મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રાજકારણની દુનિયામાં એમની ચાણક્ય બુદ્ધિથી તો દેશ અને દુનિયાના લોકો એમને સુપરે ઓળખે છે. પણ આ કુશળ રાજકીય નેતામાં એક સંવેદનશીલ કવિ હ્રદય પણ ધબકી રહ્યું છે એની બહુ ઓછા લોકોને ખબર હશે. મોદીના પ્રથમ કાવ્યસંગ્રહ આંખ આ ધન્ય છે નું વિમોચન એપ્રિલ 2007માં મુંબઈમાં થયું હતું એ પછી તો એમણે ડાયરી અને અનેક પુસ્તકો લખ્યા. જે લોકપ્રિય બન્યા છે.

 માતાના સૌથી નજીક

પીએમ મોદી માતાના ખૂબ જ નિકટ છે. કોઈપણ નિર્ણય લેતા પહેલા પોતાની માતાના આશીર્વાદ લેવાનુ ભૂલતા નથી. મોદીએ કહે છે, માની મમતા, માતાના આશીર્વાદથી જીવન જીવવાની જડીબુટ્ટી મળે છે.

નરેનદ્ર મોદી એક એવુ વ્યક્તિત્વ છે જે એક ગુજરાતી તરીકે માત્ર ગુજરાતમાં જ નહીં દેશ અને વિશ્વફલક પર પોતાની આગવી પ્રતિભા ધરાવે છે.

હેતલ રાવ

પ્રજ્ઞેશ વ્યાસ

પંચાંગ 17/09/2023