Home Blog Page 2521

નૂહ હિંસા કેસમાં કોંગ્રેસના ધારાસભ્ય મમન ખાનની ધરપકડ

હરિયાણા પોલીસે નૂહ હિંસા કેસમાં કોંગ્રેસના ધારાસભ્ય મમન ખાનની ધરપકડ કરી છે. મમન ખાનને હરિયાણા પોલીસે બે વખત સમન્સ પાઠવ્યું હતું. બંને વખત ખાન પોલીસ સમક્ષ હાજર થયો ન હતો. તેમના બચાવમાં, તેમણે પંજાબ હરિયાણા હાઈકોર્ટ સમક્ષ કેસ ટ્રાન્સફર માટે અપીલ દાખલ કરી હતી. અપીલની સુનાવણી હજુ બાકી હતી. હરિયાણા સરકારે હાઈકોર્ટને જણાવ્યું હતું કે નૂહ હિંસા પછી નોંધાયેલી એફઆઈઆરમાં કોંગ્રેસના ધારાસભ્ય મમન ખાનને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. સરકારે દાવો કર્યો હતો કે આ પગલાને સમર્થન આપવા માટે પોલીસ પાસે ફોન કોલ રેકોર્ડ અને અન્ય પુરાવા છે. ફિરોઝપુર ઝિરકાના ધારાસભ્ય ખાને મંગળવારે ધરપકડમાંથી રાહત મેળવવા માટે કોર્ટમાં અરજી કરી હતી અને દાવો કર્યો હતો કે હિંસા ફાટી નીકળી તે દિવસે તે નુહમાં પણ ન હોવા છતાં તેને આ કેસમાં ફસાવવામાં આવી રહ્યો છે. ધારાસભ્યના વકીલે સુનાવણી બાદ કહ્યું કે ખાનને હમણાં જ ખબર પડી છે કે તેમનું નામ એફઆઈઆરમાં છે.

જસ્ટિસ વિકાસ બહલ આ કેસની આગામી સુનાવણી 19 ઓક્ટોબરે કરશે. 31 જુલાઈના રોજ, વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ની આગેવાની હેઠળના સરઘસ પર નૂહમાં ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. હિંસામાં છ લોકોના મોત થયા હતા. આ પછી નજીકના ગુરુગ્રામમાં મસ્જિદ પર થયેલા હુમલામાં એક મૌલવીનું મોત થયું હતું. ધારાસભ્યએ વિનંતી કરી હતી કે નુહમાં હિંસા સંબંધિત તમામ કેસ વિશેષ તપાસ ટીમ (SIT)ને ટ્રાન્સફર કરવામાં આવે. સરકારી વકીલે કોર્ટને કહ્યું કે SITની રચના કરવામાં આવી છે.

શું છે સરકારનો દાવો?

હરિયાણાના એડિશનલ એડવોકેટ જનરલ દીપક સભરવાલે સરકાર તરફથી હાજર રહીને સુનાવણી બાદ કહ્યું કે પુરાવા ખાનના દાવાની વિરુદ્ધ છે. સભરવાલે કહ્યું કે કોલ ડીટેઈલ રેકોર્ડ, ફોન ટાવર દ્વારા તેનું લોકેશન ટ્રેક કરવામાં આવ્યું, ધારાસભ્યના અંગત સુરક્ષા અધિકારીનું નિવેદન અને અન્ય પુરાવાઓએ ખાનના દાવાને “ખોટો” સાબિત કર્યો. તેમણે કહ્યું, “કોર્ટને કહેવામાં આવ્યું હતું કે તપાસ નિષ્પક્ષ રીતે થઈ રહી છે. FIRમાં 52 આરોપીઓમાંથી 42ની ધરપકડ કરવામાં આવી છે અને એક આરોપી નિયમિત જામીન પર છે. કોર્ટને તપાસ એજન્સી દ્વારા તેની સામે એકત્રિત કરવામાં આવેલા તમામ પુરાવાઓની જાણ કરવામાં આવી હતી.” રાજ્યના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે સહ-આરોપી તૌફીકે ખાનનું નામ પણ આપ્યું હતું. તૌફિકની 9 સપ્ટેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી.

પંચાંગ 15/09/2023

બિગ બોસ 17 નું પહેલું પ્રોમો ટીઝર રિલીઝ થયું

ફરી એકવાર બોલિવૂડના દબંગ ખાન એટલે કે સલમાન ખાન રિયાલિટી શો બિગ બોસ સીઝન 17થી કમબેક કરી રહ્યો છે. આજે બિગ બોસ 17 એ તેનું પહેલું પ્રોમો ટીઝર રિલીઝ કર્યું છે. આ ટીઝર જોયા પછી જે વાતની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે તે છે સલમાન ખાનનો નવો અવતાર. હા, આ ટીઝરમાં સલમાન ખાન તેના નવા લૂક સાથે જોવા મળી રહ્યો છે. આ ટીઝરમાં સલમાન ખાન કહેતો જોવા મળી રહ્યો છે, અત્યાર સુધી અમે અમારા બિગ બોસની માત્ર આંખો જ જોઈ છે, હવે અમે બિગ બોસના ત્રણ અવતાર, દિલ, દિમાગ અને દમ જોશું – હમણાં માટે આટલું જ કહી શકું છું.” કલર્સ ટીવીના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર આ રસપ્રદ ટીઝર શેર કરતી વખતે તેણે કેપ્શન આપ્યું હતું, “આ વખતે બિગ બોસ એક અલગ રંગ બતાવશે, જેને જોઈને તમે બધા દંગ રહી જશો. બિગ બોસ 17 જલ્દી જ જુઓ, માત્ર કલર્સ પર…

 

 

View this post on Instagram

 

A post shared by ColorsTV (@colorstv)

શોના ભવ્ય પ્રીમિયરની તારીખ જાહેર કરવામાં આવી નથી

બિગ બોસ સીઝન 17 ફરી એકવાર તેના દર્શકોને આકર્ષવા માટે તૈયાર છે. તમને જણાવી દઈએ કે શોના ગ્રાન્ડ પ્રીમિયરની તારીખ પ્રોમોની સાથે જાહેર કરવામાં આવી નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે તે 15 ઓક્ટોબરથી શરૂ થઈ શકે છે. સ્પર્ધકોને લઈને અનેક પ્રકારની અટકળો પણ લગાવવામાં આવી રહી છે. અત્યાર સુધી ઘણા ટીવી સેલેબ્સના નામ સામે આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે કંવર ધિલ્લોન પણ શોમાં એન્ટ્રી કરી શકે છે. આ સિવાય ખતરોં કે ખિલાડી 13 ફેમ અરિજિત તનેજા, જિયા માનિક, કનિકા માન, સુનંદા શર્મા પણ બિગ બોસ 17નો ભાગ બની શકે છે.

ટાટા મોટર્સે ફેસલિફ્ટ વર્ઝનની નેક્સોન કાર લોન્ચ કરી

ટાટા મોટર્સે તેની સૌથી લોકપ્રિય કાર નેક્સોનના નવા ફેસલિફ્ટ વર્ઝન (પેટ્રોલ અને ઈલેક્ટ્રિક બંને) 14 સપ્ટેમ્બર, ગુરુવારે નવી દિલ્હીમાં લોન્ચ કર્યા છે. એ પ્રસંગે ટાટા મોટર્સ પેસેન્જર વેહિકલ્સ લિમિટેડ અને ટાટા પેસેન્જર ઈલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર શૈલેષ ચંદ્ર ઉપસ્થિત રહ્યા હતા. ટાટા મોટર્સે આ બંને કારમાં એ બધી સુવિધાઓ આપી છે જે લક્ઝરી કારમાં ઉપલબ્ધ હોય છે.

ટાટા નેક્સોન પેટ્રોલ વર્ઝનની કિંમત રૂ. 8 લાખ 10 હજાર (એક્સ શોરૂમ) છે. તેની ટોપ વેરિઅન્ટની કિંમત રૂ. 14.74 લાખ છે. નેક્સોન EVની પ્રારંભિક કિંમત રૂ.14 લાખ 74 હજાર (એક્સ શોરૂમ) છે અને તેની ટોપ વેરિઅન્ટની કિંમત રૂ. 19 લાખ 94 હજાર છે.

આ બંને કાર દેખાવમાં એકસરખી લાગે છે. પરંતુ નેક્સોન પાછલી વર્ઝનની કાર કરતાં એકદમ બદલી નાખવામાં આવી છે. નવી કાર વધારે સ્પોર્ટી અને મોડર્ન દેખાય છે. કારની કેબિન કોઈ વિમાનના કોકપિટ જેવો અનુભવ કરાવે છે.

આઇસી15 ઇન્ડેક્સ 339 પોઇન્ટ વધ્યો

મુંબઈઃ અમેરિકામાં ઑગસ્ટ મહિનામાં ફુગાવો 3.7 ટકાના દરે વધ્યો એ જાહેરાત થયા બાદ વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં વૃદ્ધિ નોંધાઈ હતી. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.01 ટકા (339 પોઇન્ટ) વધીને 34,077 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 33,738 ખૂલીને 34,373ની ઉપલી અને 33,641 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના તમામ કોઇન વધ્યા હતા, જેમાં સોલાના 3.65 ટકાની વૃદ્ધિ સાથે મોખરે હતો. લાઇટકોઇન, ઈથેરિયમ, બિટકોઇન અને ચેઇનલિંકમાં ત્રણેક ટકા સુધીનો વધારો થયો હતો.

દરમિયાન, ફિન્ચ કેપિટલના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ક્રીપ્ટોકરન્સી અને બ્લોકચેઇન ઉદ્યોગમાં મુખ્ય યુરોપિયન માર્કેટ્સમાં વધુ રોકાણ આવ્યું છે. એક અહેવાલ મુજબ યુરોપિયન સંસદસભ્યોમાંથી 90 ટકા લોકો ક્રીપ્ટોકરન્સી માટે કરવેરાનું કડક માળખું રચવાની તરફેણ કરે છે. બીજી બાજુ, રશિયાએ ડિસેન્ટ્રલાઇઝ્ડ ફાઇનાન્શિયલ ઓર્ગેનાઇઝેશન્સને કાનૂની સ્વરૂપ આપવાની તૈયારી કરી છે.

ક્રિકેટ વર્લ્ડ કપ-2023: 10માંથી 7 દેશે ટીમ જાહેર કરી છે

મુંબઈઃ આઈસીસી યોજિત ODI ક્રિકેટ વર્લ્ડ કપ-2023 સ્પર્ધા આવતી પાંચ ઓક્ટોબરથી ભારતમાં રમાવાની છે. આ સ્પર્ધામાં 10 ટીમ ભાગ લેવાની છે અને અત્યાર સુધી એમાંના 7 દેશોએ એમની કામચલાઉ ટીમની જાહેરાત કરી દીધી છે. આમાં યજમાન ભારતનો સમાવેશ થાય છે.

પાંચ ઓક્ટોબરે પહેલી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગઈ વેળાની (2019ની) ચેમ્પિયન ટીમ ઈંગ્લેન્ડ અને રનર્સ-અપ ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. આઈસીસીનો નિયમ છે કે વર્લ્ડ કપમાં ભાગ લેનાર તમામ દેશોએ 28 સપ્ટેમ્બર પહેલાં એમની 15-સભ્યોની ટીમની જાહેરાત કરી દેવાની રહેશે. એ તારીખ પછી ખેલાડીઓની બદલી કરવા દેવામાં નહીં આવે. માત્ર આઈસીસી બોર્ડની મંજૂરી હશે તો જ પરવાનગી અપાશે.

કામચલાઉ ટીમ ઘોષિત કરનાર દેશો છેઃ

ઈંગ્લેન્ડ

ભારત

દક્ષિણ આફ્રિકા

ઓસ્ટ્રેલિયા

નેધરલેન્ડ્સ

ન્યૂઝીલેન્ડ

અફઘાનિસ્તાન

(પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકા દ્વારા જાહેરાત બાકી છે)

ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કે.એલ. રાહુલ, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, મોહમ્મદ શામી, અક્ષર પટેલ, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ.

ઈંગ્લેન્ડ ટીમઃ જોસ બટલર (કેપ્ટન), મોઈન અલી, ગસ એટકિન્સન, જોની બેરસ્ટો (વિકેટકીપર), સેમ કરન, લિયમ લિવિંગસ્ટન, ડેવિડ મલાન, આદિલ રશીદ, જો રૂટ, જેસન રોય, બેન સ્ટોક્સ, રીસ ટોપ્લી, ડેવિડ વિલી, ક્રિસ વોક્સ, માર્ક વૂડ.

ન્યૂઝીલેન્ડ ટીમઃ કેન વિલિયમ્સન (કેપ્ટન), ટોમ લેથમ (વાઈસ કેપ્ટન, વિકેટકીપર) ટ્રેન્ટ બોલ્ટ, માર્ક ચેપમેન, ડેવોન કોન્વે, લોકી ફર્ગ્યૂસન, મેટ હેનરી, ડેરિલ મિચેલ, જિમી નીશમ, ગ્લેન ફિલિપ્સ (વિકેટકીપર), રચિન રવિન્દ્ર, મિચેલ સેન્ટનર, ઈશ સોઢી, ટીમ સાઉધી, વિલ યંગ.

ઓસ્ટ્રેલિયા ટીમઃ પેટ કમિન્સ (કેપ્ટન), સ્ટીવ સ્મિથ, એલેક્સ કેરી, જોશ ઈંગ્લિસ (વિકેટકીપર), શોન એબટ, એશ્ટન એગર, કેમરન ગ્રીન, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનિસ, ડેવિડ વોર્નર, એડમ ઝેમ્પા, મિચેલ સ્ટાર્ક.

દક્ષિણ આફ્રિકા ટીમઃ ટેમ્બા બવૂમા (કેપ્ટન), જેરાલ્ડ કૂટ્જા, ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), રીઝા હેન્ડ્રિક્સ, માર્કો યાનસન, હેનરિક ક્લાસેન, સિસાન્ડા મગાલા, કેશવ મહારાજ, એડન મારક્રમ, ડેવિડ મિલર, લુન્ગી એનગિડી, એનરિક નોર્ખિએ, કેગિસો રબાડા, તબરેઝ શામ્સી, રાસી વાન ડેર ડસન.

નેધરલેન્ડ્સ ટીમઃ સ્કોટ એડવર્ડ્સ (કેપ્ટન, વિકેટકીપર), કોલિન એકરમેન, વેસ્લી બરેસી, બાસ ડ લીડે, આર્યન દત્ત, સાઈબ્રેન્ડ એન્ગલપ્રેક્ટ, રાયન ક્લાઈન, એન. અનિલ તેજા, મેક્સ ઓ’ડાઉડ, સાકિબ ઝુલ્ફીકાર, શારિઝ એહમદ, લોગન વેન બીક, રુલોફ વેન ડર મર્વ, પોલ વેન મીકરેન, વિક્રમજીતસિંહ.

અફઘાનિસ્તાન ટીમઃ હશમતઉલ્લાહ શહીદી (કેપ્ટન), ઈબ્રાહિમ ઝદરાન, રેહમાનઉલ્લાહ ગુરબાઝ (વિકેટકીપર), રેહમત શાહ, નજીબઉલ્લાહ ઝદરાન, મોહમ્મદ નબી, અઝમતઉલ્લાહ ઓમરઝાઈ, રાશિદ ખાન, નૂર એહમદ, મુજીબ-ઉર-રેહમાન, ફઝલહક ફારુકી, નવીન-ઉલ-હક, રિયાઝ હસન.

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૧૪ સપ્ટેમ્બર, ૨૦૨૩

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૧૪ સપ્ટેમ્બર, ૨૦૨૩

રાજસ્થાનમાં કોંગ્રેસ સત્તામાં વાપસી કરે એવી શક્યતાઃ સર્વે

નવી દિલ્હીઃ રાજસ્થાનના ચૂંટણી રણમાં ફરી એક વાર કોંગ્રેસ સત્તા સંભાળે એવી વકી છે, એવું એક સર્વે કહે છે. આ સર્વેમાં પાર્ટીને 97થી 105 બેઠકો મળવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસની વચ્ચે સીધી ટક્કર છે. આ સર્વે પછી કોંગ્રેસની ગહેલોત સરકારની વિશ્વનીયતા વધશે, આ સર્વે IANS-Polstratએ કર્યો છે.

આ સર્વે મુજબ પહેલી સપ્ટેમ્બરથી 13 સપ્ટેમ્બરની વચ્ચે કરવામાં આવ્યો હતો અને એના સેમ્પલનું કદ 6705 છે. હાલમાં 200 સીટોવાળી રાજસ્થાન વિધાનસભામાં કોંગ્રેસના 100 વિધાયક છે અને ભાજપના 73 સભ્યો છે. આ સર્વેમાં ભાજને 89-97 સીટો મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. જે પક્ષના 2018ના દેખાવથી ઘણો સારો છે. જોકે આમાં BSP અને અન્યને  સીટોનું નુકસાન થઈ રહ્યું હોવાનું બતાવવામાં આવ્યું છે. BSPને ચાર સીટો સુધી મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. હાલ BSPના છ વિધાનસભ્ય છે. કોંગ્રેસને બે ટકા મતોનો પોઝિટિવ સ્વિંગનો લાભ મળે એવી શક્યતા છે. કોંગ્રેસને 41 ટકા તો ભાજપને 40 ટકા મતહિસ્સો મળવાની શક્યતા છે.

જોકે રાજસ્થાનના CM અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે રાજસ્થાનમાં ચૂંટણી યોજવાની છે, જેમાં તમામ પક્ષો દ્વારા સતા પર આવવા માટે જોરશોર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસના નેતા સચિન પાયલોટે આગામી મુખ્ય મંત્રી કોણ હશે તે અંગે મોટો દાવો કર્યો છે. તેમણે આ બાબતે જણાવ્યું હતું કે રાજસ્થાનમાં આગામી મુખ્ય મંત્રી કોણ હશે તે અંગે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો નિર્ણય અંતિમ ગણવામાં આવશે. ગેહલોત કે પાયલોટ જૂથ આ અંગે નિર્ણય લેશે નહીં.

 

 

 

મુંબઈ એરપોર્ટ પર મોટી દૂર્ઘટના, ફ્લાઈટ રનવે પરથી સરકી ગઈ, પ્લેનના થયા બે ટુકડા

મુંબઈ એરપોર્ટ પર ખાનગી ચાર્ટર્ડ ફ્લાઈટ રનવે પરથી સરકી ગઈ, પ્લેનના બે ટુકડા થઈ ગયા, 6 મુસાફરો અને બે ક્રૂ મેમ્બર સવાર હતા.  મુંબઈ એરપોર્ટ પર ઉતરતી વખતે એક ખાનગી ચાર્ટર્ડ પ્લેન રનવે પરથી લપસી ગયું હતું. વિમાનમાં 6 મુસાફરો અને બે ક્રૂ મેમ્બર સવાર હતા. ડીજીસીએએ કહ્યું છે કે હજુ સુધી કોઈ જાનહાની થઈ નથી.

ડીજીસીએએ જણાવ્યું હતું કે વિશાખાપટ્ટનમથી મુંબઈ જઈ રહેલું વીએસઆર વેન્ચર્સ લીઅરજેટ 45 વિમાન વીટી-ડીબીએલ મુંબઈ એરપોર્ટ પર રનવે 27 પર ઉતરતી વખતે લપસી ગયું હતું. વિમાનમાં 6 મુસાફરો અને 2 ક્રૂ મેમ્બર સવાર હતા. ભારે વરસાદને કારણે વિઝિબિલિટી માત્ર 700 મીટર રહી હતી. ઘટનાસ્થળે બચાવ કાર્ય ચાલી રહ્યું છે.

આ દુર્ઘટના પછીના વીડિયોમાં મુંબઈ એરપોર્ટ પર વરસાદ વચ્ચે રનવેની નજીક પ્લેનનો કાટમાળ જોઈ શકાય છે. દુર્ઘટના દરમિયાન વિમાનમાં આગ લાગી હતી, જેને ઈમરજન્સી સેવાઓ દ્વારા કાબૂમાં લેવામાં આવી હતી. લીઅરજેટ 45 એ કેનેડા સ્થિત બોમ્બાર્ડિયર એવિએશનના વિભાગ દ્વારા ઉત્પાદિત નવ સીટનું સુપર-લાઇટ બિઝનેસ જેટ છે.

ગુજરાતમાં હવેથી નંબર પ્લેટ સાથે જ વ્હીકલનું વેચાણ થશે

રાજ્યમાં હવેથી નંબર પ્લેટ સાથે જ વ્હીકલનું વેચાણ થશે. જેમાં RTO નો નવો નિયમ આજથી લાગુ થઇ ગયો છે. તેમાં વાહન રજિસ્ટ્રેશનની તમામ કામગીરી ડિલરોને સોંપાઈ છે. નંબર પ્લેટ વગરના વ્હીકલ વેચાય તો ડિલર લાયસન્સ રદ કરવામાં આવશે. તેમજ RTOના નવા નિયમને લઈ ડીલરોમાં અસંતોષ છે.  ડીલરોને નવી જવાબદારીમાં અનેક ખામીઓ છે. કારણ કે વેરિફિકેશનની સત્તા ન હોઈ સમસ્યા સર્જાશે. જેમાં તમામ ડિલર્સે કામગીરી કરવાની રહેશે. જેમાં હવેથી નવા નંબર કાઢવાની અને નંબર પ્લેટ લગાવવાની કામગીરી પણ ડિલર્સે જ કરવાની રહેશે. તમામ વાહનોના રજિસ્ટ્રેશનથી લઈને નંબરની ફાળવણી સુધીની પ્રક્રિયા શોરૂમમાંથી જ કરવામાં આવશે, જેથી ફી અને ટેક્સ ભર્યા બાદ તરત જ વાહનમાં નંબર પ્લેટ પણ લાગી જશે.

હાલની પ્રોસેસ વિશે વાત કરીએ નવા વાહનની ખરીદી બાદ વાહનના દસ્તાવેજને ડિલર દ્વારા RTOને મોકલવામાં આવતા હતા. જે બાદ RTO દ્વારા તે વાહનના દસ્તાવેજોની ખરીઈ કર્યા બાદ આ નંબરની એચએસઆરપી નંબર પ્લેટ તૈયાર કરવા યાદી મોકલવામાં આવતી હતી. નંબર પ્લેટ તૈયાર થઈને આવ્યા બાદ વાહનમાલિકને જાણ કરવામાં આવતી હતી. આમાં એક અઠવાડિયા જેટલો સમય લાગતા હતો. તો જ્યારે કોઈ પસંદગીનો નંબરની ખરીદે તો તેમાં વધારે સમય લાગે હતો. જોકે, હવે આ માટે પણ વધારે રાહ જોવી પડશે નહીં. આ ઉપરાંત હવેથી વાહનોના રજિસ્ટ્રેશનથી લઈ નંબર પ્લેટની પ્રક્રિયા શો-રૂમથી જ થશે. ફી અને ટેક્સ ભર્યા બાદ તરત જ નવા વાહનને નંબર પ્લેટ લાગી જશે.

આજથી નંબર પ્લેટ સાથે જ કારનું વેચાણ થઇ શકશે. જેમાં નંબર પ્લેટ વગરની કાર વેચશે તો 30 દિવસ માટે ડિલર લાયસન્સ રદ્દ થશે. તેમજ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની જવાબદારી ડિલરો કેવી રીતે લઈ શકે તેમ ડીલરો જણાવી રહ્યાં છે. જેમાં વેરિફિકેશનની સત્તા ડિલર પાસે નથી. AMC ટેકસનાં ટોકન મળતાં ઘણી વાર લાગે છે ત્યારે ટેકસ વગર વાહન નંબર કેવી રીતે મળશે. તમામ RTOમાં અલગ અલગ ડોક્યુમેન્ટ મંગાય છે ત્યારે તેનું એકસરખું લીસ્ટ જાહેર કરવું જોઈએ તેમ ડિલરોની માગ છે. આજથી નંબર પ્લેટ વગર વાહનોની ડિલીવરી શોરૂમ સંચાલકો કરી શકશે નહીં. વાહનની ખરીદી બાદ સૌથી પહેલા ગ્રાહકોએ HSRP નંબર પ્લેટ મેળવવાની રહેશે. જે નંબર પ્લેટ વાહનોમાં લગાવ્યા બાદ જ ગ્રાહકોને ડિલીવરી કરી શકાશે. જેના કારણે હવે વાહનચાલકોને આરટીઓના ધક્કામાંથી મુક્તિ મળશે.