Home Blog Page 2533

કોરાનાના 70 નવા કેસો, એકનું પણ મોત નહીં      

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 70 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,97,780 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,32,027 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,65,246 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 52 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 507 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 9774 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.49 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,68,995 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 52 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

પાકિસ્તાની ક્રિકેટરોએ બુમરાહને નવજાત પુત્ર માટે આપી વિશેષ ગિફ્ટ

કોલંબોઃ ભારતીય ક્રિકેટ ટીમનો મુખ્ય સ્ટ્રાઈક ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ હાલમાં જ પિતા બન્યો છે. એની પત્ની સંજનાએ એમનાં પ્રથમ સંતાન રૂપે પુત્રને જન્મ આપ્યો છે. એશિયા કપ સ્પર્ધાની અધવચ્ચે ભારત જઈને પત્ની અને પુત્રને મળી આવ્યા બાદ બુમરાહ કોલંબોમાં ભારતીય ટીમ સાથે પાછો જોડાઈ ગયો છે. ગઈ કાલે, સ્પર્ધાના સુપર-4 રાઉન્ડમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી, પરંતુ વરસાદના વિઘ્નને કારણે તે પૂરી કરી શકાઈ નહોતી અને આજે રિઝર્વ દિવસે તેને આગળ વધારવામાં આવશે. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ પસંદ કરી હતી. વરસાદે 24.1 ઓવર બાદ મેચ અટકાવી ત્યારે ભારતે તેના દાવમાં બે વિકેટે 147 રન કર્યા હતા. વિરાટ કોહલી 8 અને કે.એલ. રાહુલ 17 રન કરીને દાવમાં હતા. કેપ્ટન રોહિત શર્મા 56 અને શુભમન ગિલ 58 રન કરીને આઉટ થઈ ગયા છે. બંનેએ પહેલી વિકેટ માટે 121 રનની ભાગીદારી નોંધાવી હતી.

ગઈ કાલની રમત સમાપ્ત થયાની જાહેરાત કરાયા બાદ ભારતીય ટીમ એમની હોટેલમાં પાછી ફરી રહી હતી ત્યારે પાકિસ્તાન ક્રિકેટ ટીમ તરફથી બુમરાહને એના નવજાત પુત્ર અંગદ માટે એક વિશેષ ગિફ્ટ આપવામાં આવી હતી. ગિફ્ટ બોક્સ પાકિસ્તાનના ડાબોડી ફાસ્ટ બોલર શાહીન શાહ અફરિદી તરફથી બુમરાહને સુપરત કરવામાં આવ્યું હતું. અફરિદીએ બોક્સ આપતી વખતે બુમરાહને પિતા બનવા બદલ અભિનંદન આપ્યા હતા અને કહ્યું કે, ‘અલ્લાહ એને હંમેશાં ખુશ રાખે અને નવો બુમરાહ બનાવે.’

તેના જવાબમાં બુમરાહે કહ્યું હતું, ‘ખૂબ ખૂબ આભાર, તમારા આ પ્રેમ બદલ.’ ગિફ્ટની આપ-લેની તે મુલાકાતને પાકિસ્તાન ટીમના સત્તાવાર વિડિયોગ્રાફરે તેનાં કેમેરામાં ઝડપીલીધી હતી અને ત્યારબાદ તે મૂવીને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર તેના સત્તાવાર હેન્ડલ પર શેર કરી હતી. 29 વર્ષીય બુમરાહ 2 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામેની ગ્રુપ-મેચની ટીમમાં સામેલ હતો, પરંતુ તે મેચ વરસાદને કારણે અધૂરી રહી ગઈ હતી. ભારતે બેટિંગ કરી હતી, પરંતુ પાકિસ્તાનનો દાવ આવી શક્યો નહોતો. ત્યારબાદ પત્ની અને પુત્ર પાસે રહેવા માટે બુમરાહ મુંબઈ ગયો હતો તેથી નેપાળ સામેની મેચમાં રમી શક્યો નહોતો.

રણવીરસિંહ ભાગીદાર બનતાં કોસ્મેટિક બ્રાન્ડ બની ગઈ રૂ.4,100 કરોડની કંપની

મુંબઈઃ ભારતના કોસ્મેટિક ઉદ્યોગમાં ‘નાઈકા’ અને ‘પર્પલ’ નામક ભારતીય બ્રાન્ડ હાલ છવાયેલી છે. હવે એક અન્ય ભારતીય બ્રાન્ડ ‘સુગર કોસ્મેટિક્સ’એ ઉક્ત બંને કંપનીને ટક્કર આપવા કમર કસી છે. આ કંપનીનું સંચાલન એક દંપતી કરે છે – વિનીતા સિંહ અને કૌશિક મુખરજી. વિનીતાસિંહ સુગર કોસ્મેટિક્સનાં CEO છે જ્યારે એમનાં પતિ કૌશિક COO છે. આ બંને જણ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદ (IIM-A)માં શિક્ષણ લેતી વખતે એકબીજાંને પહેલી વાર મળ્યાં હતાં અને એ પછી તેઓ પ્રેમના બંધનમાં અને ત્યારબાદ લગ્નના બંધનમાં બંધાયાં.

વિનીતા અને કૌશિકે પહેલાં ઈન્વેસ્ટમેન્ટ બેન્કર તરીકે ઈન્ટર્નશિપ કરી હતી અને ત્યારબાદ પોતાની બે અલગ અલગ કંપનીઓ શરૂ કરી હતી. વિનીતાને રૂ. એક કરોડના પગારની સાથે એક નોકરી મળી હતી, પરંતુ એમણે તે નોકરી છોડીને પોતાની કંપની શરૂ કરી હતી. એમણે નાના ઈન્વેસ્ટમેન્ટ સાથે સુગર કોસ્મેટિક કંપની શરૂ કરી હતી. એમનાં પતિ કૌશિક તે સ્ટાર્ટઅપના આરંભમાં એક અદ્રશ્ય બળ બન્યા હતા. કૌશિકની કંપની મહિલાઓ માટે બેગ્સ બનાવતી હતી. 2012ની સાલમાં કૌશિક એમનાં પત્ની સાથે સુગર કોસ્મેટિક્સમાં જોડાઈ ગયા હતા.

કંપનીએ પહેલા જ વર્ષમાં રૂ. 52 લાખનો નફો કર્યો હતો અને તેમાં વૃદ્ધિ થતી રહી. આ કંપનીએ બોલીવુડ અભિનેતા રણવીરસિંહનું ધ્યાન આકર્ષિત કર્યું હતું અને તેણે સુગર કોસ્મેટિક્સમાં પાંચ કરોડ ડોલર – એટલે કે 414 કરોડ રૂપિયા મૂડીરોકાણ કર્યું હતું. રણવીરના જોડાવાથી કંપનીનું વેલ્યૂએશન ધરખમપણે વધી ગયું અને આજે તે 50 કરોડ ડોલર અથવા રૂ. 4,100 કરોડની કંપની બની છે. સુગર કોસ્મેટિક્સનું લક્ષ્ય ફાલ્ગુની નાયરની નાઈકા અને રિલાયન્સની ટીરા તથા રતન ટાટાની ટાટા ક્લિક જેવી અન્ય માંધાતા બ્રાન્ડ્સને ટક્કર આપવાનું છે.

સુવિચાર – ૧૧ સપ્ટેમ્બર, ૨૦૨૩

સુવિચાર – ૧૧ સપ્ટેમ્બર, ૨૦૨૩

૧૧ સપ્ટેમ્બર, ૨૦૨૩

૧૧ સપ્ટેમ્બર, ૨૦૨૩

રાશિ ભવિષ્ય 11/09/2023 થી 17/09/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

મુસાફરી થઈ શકે છે અને તેમા ધાર્યા કરતા વધુ ખર્ચા થાય, અધ્યાત્મિકપ્રવચનો સાંભળવાના યોગ વધુ છે, વિદ્યાર્થીવર્ગને ધારીસફળતા માટે વધુ મહેનત કરવી પડે તેથી મગજમાં વધુ વિચારો માનસિકથાક આપે તેવું બની શકે છે. નાનીનાની વાતમા ગુસ્સો ના આવે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, નાણાકીય આયોજન સારુ થાય,  વાહન ધીમે ચલાવવુ તેમજ મુસાફરીમા તકેદારી રાખવી. વેપારમા કામકાજ કરતી વખતે કામમા ધ્યાન કેન્દ્રિત ઓછું થવાથી ક્યાંક ઉતાવળિયા નિર્ણય લેવાયાની લાગણીનો અનુભવ થયા કરે, કોઈને વણમાંગી સલાહસુચન ના આપવી ઇચ્છનીય છે.


નવી કાર્યપ્રણાલીથી લાભ થાય, માનસિકચિંતા હળવી કરવા તમે મનોરંજન અને ઈતરપ્રવૃત્તિમા મન વધુ લગાવો તેવુ બની શકે છે, જૂનીયાદથી ઘણા લાગણીશીલ બનો, સામાજિક,ધાર્મિકપ્રસંગમા તમારી હાજરી પ્રભાવી બની શકે છે. વેપારના કામકાજમા ઉત્સાહ થોડો ઓછો  જોવા મળે તેવુ બની શકે છે. જુનામતભેદ ભૂલવાની તક મળી શકે છે. નવીનોકરીકે ફેરબદલી કરવામાટે ધીરજ રાખવી, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈવસ્તુ શીખવી હોયતો આ સમયમા પ્રયત્ન કરવો સારો છે. કાયદાકીયબાબતના પ્રશ્નોમા સલાહ સુચન બાદ આગળ વધવુ. આર્થિકલાભના યોગ રહેલા છે, વાણીવર્તણુક પર સયમ રાખવો જરૂરી છે.


ઘરમાકે કુટુંબમા સુખદ માહોલ જોવા મળે પરંતુ કોઈપણ કામકાજ દરમિયાન થોડી ધીરજ રાખવી જરૂરી છે, ઉતાવળીયે કામકાજમા ગેરસમજ થઈ શકે છે. કોઈજગ્યાએ આકસ્મિકખર્ચ થાય તેવુ પણ બની શકે છે. આરોગ્યબાબત પરેજી પાળવી વધુ જરૂરી બને છે. વેપારના કામકાજમા ધીરજ અને અનુભવથી કામકાજ કરવુ, અન્યની વાતમા દોરવાઈ ના જવાય તે માટે ધીરજ જરૂરી છે. નોકરીકે વ્યવસાયમા સમયનો દુરુપયોગ અને કારણવગરની કામકાજમા સમસ્યા ના થાય તેનુ ધ્યાન રાખવુ, જરૂરપુરતો જ વ્યવહાર યોગ્ય કહી શકાય, પ્રેમસંબંધમા થોડોક ઉતારચઢાવ થઈ શકે છે માટે ધ્યાન રાખવુ જરૂરી કહી શકાય.


આર્થિકસ્થિતિની થોડી ચિંતા થઈ શકે છે, કાર્યક્ષેત્રમા બદલાવ આવે, તમારા કામની કદર થોડી ઓછી થાય, ક્યાંક નવીનઓળખાણ થઇ શકે છે તેમા લાભની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબમાકે આસપાસના કોઈ જાહેરકાર્યક્રમમા જવાના યોગ છે, વેપારના કામકાજમા તમને ઉત્સાહ ઓછો અને કાર્યમા આળસ કરવાની વૃતિ જાગે, યુવાવર્ગને તેમના મિત્રવર્તુળમાંથી સારી જાણકારીકે વાત સાંભળવા મળે પરંતુ તેમા તેમનો સહયોગ ઓછો પ્રાપ્ત થઇ શકે છે, નજીકના સગાસ્નેહીના સ્વસ્થનીચિંતા થાય તેવા યોગ પણ ઉભા થઇ શકે છે પરંતુ તેમા મોટી કોઈ તકલીફ ઉભી ના થવાથી રાહતની લાગણી અનુભવી શકો છો.


સામાજિકપ્રસંગમા જવાના યોગ છે તેમા થોડો માનસિકઉદ્ગ્વેગ જોવા મળી શકે છે ક્યાંક અશાંતિ રહ્યા કરે. વેપારના કામકાજમા ધીરજ અને અનુભવનો અભાવ વર્તાય અને તેની અસર પણ કામકાજમા દેખાઈ આવે, આરોગ્યની નાનીનાની તકલીફથી પણ પરેશાની રહે, ભાગીદારીકે દામ્પત્યજીવનમા તમારી લાગણી દુભાતી હોય તેવુ તમને માનસિક રીતે વધુ લાગે પણ જો શાંતિ જાળવી પ્રભુભક્તિમા ધ્યાન અને મન પરોવી રાખો તો ઘણી માનસિકશાંતિનો અનુભવ કરી શકો છે, ધીરજ અને આત્મવિશ્વાસ રાખશો તો કામ સરળતાવાળુ બની રહશે, પારિવારિક સહયોગ ઓછો જોવા મળી શકે છે.


સપ્તાહ દરમિયાન ક્યાંકને ક્યાંક અશાંતિ અને દ્વિધા રહેવાના કારણે સામાજિકકે ધાર્મિકકાર્યમા કોઈ પ્રવૃત્તિ કરવાનુ મન થાય, વેપારના કામકાજમા કોઈ સમાચાર તમારા વિચારો અને  દ્વિધામા વધારો કરી શકે છે, નોકરિયાતવર્ગને પોતાના ઉપરી સાથે માનસિકતનાવથી બચવુ, ઘણી જૂનીઓળખાણ તાજી થાય અને તેમા તમારુ મન ખુશીથી લાગણીશીલ બની જાય. વિદ્યાર્થીવર્ગકે યુવાવર્ગ જે કોઈ નોકરીકે વ્યવસાયમા નવીનતા ઇચ્છતું હોય તેમના માટે કોઈ સારીતક દેખાય પરંતુ તેમાં હાલ કોઈ ઉતાવળ ના કરવી અને યોગ્યવ્યક્તિની સલાહ લેવી, ઘરની જવાબદારીમા ધ્યાન વધુ આપવું પડે તેવા સંજોગો ઉભા થઈ શકે છે.


યુવાવર્ગ માટે પણ આસપ્તાહ દરમિયાન સારા સંજોગ ઉભા થવામા રુકાવટ થઈ શકે, અતિઉત્સાહના કારણે તમારા કામને ક્યાંક ગતિ પણ મળી શકે છે, જૂનીવાતકે કામના ઉકેલમા અન્યનો સહયોગ ઓછો જોવા મળે શકે છે, વેપારના કામકાજમા ગણતરી અને આયોજનપૂર્વકના કામકાજ કરવા યોગ્ય છે. મુસાફરીકે પ્રવાસના યોગ પણ બની રહ્યા છે તેમા તમે ઓછોઉત્સાહ અનુભવી શકો છે, માર્કેટિંગક્ષેત્રમા તમારે ધીરજ વધુ રાખવી પડે અને ક્યાંક સમયનો વધુ દુરવ્યય થયાની વ્યથા પણ જોવા મળી શકે છે, લગ્નબાબતની વાતચીત ક્યાય ચાલતી હોય તેમા થોડી ધીરજ અને અનુભવનો ઉપયોગ તમારા માટે ઇચ્છનીય છે.


અચાનક યાત્રા થાય તેવુ બનવા જોગ છે, કામકાજમા વધારો થઈ જાય અને તમે થોડા માનસિક રીતે અસ્વસ્થ બનો, ઘરમા કે નજીકના સગા-સ્નેહીમા કોઈ અણબનાવકે મનદુઃખ થયું હોયતો તેવા સંબંધને સુધારવાની કોશિશ કરતા તેમા પણ સફળતા દેખાઈ શકે છે. વેપારના કામકાજમા તમને યોગ્યપ્રતિસાદ મળી શકે છે. તમારો મોભો,પ્રતિષ્ઠા તમે કરેલા કોઇ કામમા સારી ઉપસી આવે, નવીનકાર્ય કરવામા તમને અન્યનો સાથસહકારકે માર્ગદર્શન સારુ મળી શકે છે, વ્યવસાયિક કામકાજ માટેની યાત્રા લાભદાયી થાય, કોઇપણ પ્રકારનુ આયોજન કરોતો તેમા પણ સફળતા જોવા મળે, આર્થિકસ્થિતિમા પણ સુધારો થઈ શકે છે.


આર્થિકલાભ થાય તેવા યોગ છે, તમારા ધાર્યાકામ પાર પાડવા માટે તમારે વાણી અને વર્તનનો ઉપયોગ સાથ આપી શકે છે, જેમા તમને આનંદ-ઉત્સાહ સારો રહી શકો છે, ધીરજ અને અનુભવ તમને સૌથી વધુ મદદગર બની શકે છે, નવીઓળખાણ લાભદાયી બની શકે છે, તમારી પ્રતિભાની કોઈ સારી રીતે કદર અને ભરોસો કરે, કોઇપણ પ્રકારની મુસાફરી થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારવર્ગ માટે સમય અનુકુળ છે, માર્કેટિંગક્ષત્રમા આયોજન કરી કામકાજ કરતા સારાપરિણામ મેળવી શકાય, જમીન,મકાન,વાહન બાબતના કોઇપણ પ્રકારના પ્રશ્ન હોયતો તેમા પણ ઉકેલ મળે, કોઇપણ પ્રકારની ચિંતાનો ઉકેલ મળી શકે છે.


કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે, નાણાકીયઆયોજન અંગે નવુઆયોજન થઈ શકે છે, વેપારના કામકાજમા લાભની કોઈવાત થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ વિષય શીખવામા વધુ મહેનત કરવાથી સારાફળની પ્રાપ્તિ થઇ શકે છે, કોઈ અગત્યની વાતચીતકે મિલનમુલાકાતમા કોઈનો સહયોગ લેવો વધુ ફાયદાકારક બની શકે છે. વિદેશજવા ઈચ્છા રાખનારવર્ગ આસપ્તાહ દરમિયાન કોઈપણ પ્રકારની કાર્યવાહી કરે તોતેમા પણ યોગ્યપ્રતિસાદ મળી શકે, ધીરજથી કામકરવામા સફળતા મેળવવી સરળ બનશે, યાત્રાકે જાત્રા માટેનુ આયોજન થઈ શકે છે,દામ્પત્યજીવનમા સુખદવાત બની શકે છે.


નવાકામની સારી શરૂઆત થાય પણ તેમા કોઈનો સહયોગ થોડો ઓછો જોવા મળે માટે ધીરજ અને પોતાના આત્મવિશ્વાસથી કામમા રચ્યાપચ્યા રહેવુ વધુ યોગ્ય છે, ઘરમા વડીલવર્ગ કે ઓફીસમા ઉપરીઅધિકારી સાથે વાર્તાલાપ દરમિયાન વિચારમતભેદ થાય પણ તેમા પરિસ્થિતિ સુધરી જાય, આવક વધારવા વધુ પ્રયત્ન કરવો પડે અને તેમા સફળતા પણ મળી શકે છે, મનપસંદવ્યક્તિ તરફથી સારુ વલણ જોવા મળે અને તેમા તમને સારી લાગણીનો અનુભવ થાય, લગ્નબાબતની વાર્તાલાપ ક્યાય ચાલતી હોય તેમા પ્રગતિ થતી જોવા મળી શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે સારાસમાચાર સાંભળવા મળી શકે છે.


સપ્તાહ દરમિયાન ક્યાંક લાભની વાતની આપ-લે થઇ શકે છે તેમા ખોટીચર્ચા ના થાય તેની કાળજી રાખવી ઇચ્છનીય છે, મિત્રો, સગાસ્નેહી સાથે મિલનમુલાકાતમા તમને સારીવાત રજુ કરવાની તક મળી શકે છે, વેપારના કામકાજમા પણ તમને ઉત્સાહ જોવા મળી શકે છે. વાર્તાલાપ દરમિયાન શબ્દપ્રયોગ પર ધ્યાન આપવુ જેથી ગેરસમજ ટાળી શકાય, પેટ,અપચાની તકલીફથી સાચવવુ, વડીલવર્ગને જુનાસંભારણા વધુ તાજા થાય, કામકાજમા મહેનત વધુ થયા પછી સફળતા મળે તવુ બની શકે છે, કામનો ભાર રહે પરંતુ તેમા અન્યનો સહયોગ પણ જોવા મળે, કામકાજ માટેની મુસાફરી થોડી કંટાળાજનક બને.

રાશિ ભવિષ્ય 11/09/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજના દિવસે થોડી ધીરજ રાખવી સારી છે, મનમાં કોઈક વાતનો ઉદ્વેગ રહ્યા કરે, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા,આંખ,હાડકાની તકલીફથી સાચવવું, બિઝનેસમાં જોખમથી દુર રહેવુ, પ્રિયજન સાથે વાર્તાલાપમાં ધીરજ અને શાંતિ રાખવી, સહકર્મચારી સાથે કામકાજમાં સહકારનો અભાવ જોવા મળી શકે છે.


આજે ઉત્સાહ સારો જોવા મળી શકે જેના કારણે તમે કામકાજ પ્રત્યે પ્રોત્સાહી બનો, કોઈ પ્રસંગમાં તમારી હાજરીની સારી નોંધ લેવાય અને તમારી ક્યાંક પ્રસંશા પણ થાય, લગ્નબાબતની વાતચીતકે મિલન મુલાકાતમાં તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર સારી પડે અને તમે તેની સારી લાગણી અનુભવો.


આજનો દિવસ સામાન્ય છે, કોઈકની પાછળ નાણાકીયખર્ચ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય, માર્કેટિંગ ક્ષેત્રમાં સારી કામગીરી થવાથી ખુશી અનુભવો, વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, ક્યાય કોઇ બાબત પર મુલાકાત દરમિયાન વાર્તાલાપમાં જરૂરિયાત પુરતી વાર્તાલાપ તમારા માટે યોગ્ય કહી શકાય.


આજનો દિવસ માનસિકદ્વિધા વાળો છે , કોઇપણ પ્રકારના વાદવિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, કફ, છાતી, બ્લડપ્રેશર જેવી તકલીફથી સાચવવું, વેપારમાં જોખમવાળા નિર્ણયથી દુર રહેવું, સહકર્મચારી સાથે કામની બાબતમાં અસંતોષ જોવા મળી શકે પરંતુ કામકાજ શાંતિથી પૂર્ણ થાય.


આજનો દિવસ કામકાજમાં વ્યસ્તતાવાળો અને અજંપાવાળો છે, સરકારીકામ, યુનિફોર્મવાળી નોકરી, સોના ઝવેરાત,ફાર્મા ક્ષેત્રમાં કામ કરનારને માનસિકથાકની લાગણી રહે, વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, ક્યાય વાણીવિલાસના થાય તેનું ધ્યાન રાખવું, ઉતાવળિયા નિર્ણયના લેવાયતે બાબતની તકેદારી રાખવી.


આજનો દિવસ સારો છે, ભૂતકાળમાં કરેલા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થવાથી તમે સારી લાગણીનો અનુભવ કરો. પ્રિયજન તમને કોઈ પસંદગીની વાત કરેને તમેં ખુશી અનુભવો તેવા સંજોગો પણ બને છે. લગ્નબાબતની વાર્તાલાપમાં તમારી પસંદગી વધુ જળવાય તેવું પણ બનવાથી તમે સારી ખુશી અનુભવો.


આજનો દિવસ શાંતિથી પસાર કરવો, કામકાજમાં ધીરજનો અભાવ વર્તાય, તમારા ઉચ્ચઅધિકારી તમારી સાથે આજે થોડા નાખુશકે ઉગ્ર હોઈ શકે છે. વાતવાતમાં ગુસ્સો આવવો આજે સહજ વાત જેવું બની શકે છે. પરંતુ ગણતરીપૂર્વક અને અનુભવથી કામકાજ કરવાથી તમે પરિસ્થિતિને ઘણી હળવી બનાવી પણ શકો છો.


આજનો દિવસ સારો છે, પ્રિયજન સાથે જૂની વાતો અને યાદો દ્વારા તમારા મનને ઘણી ખુશી મળે, લગ્ન માટે મિલનમુલાકાતમાં તમારો આત્મવિશ્વાસ અને પ્રભાવ તમારા પ્રભાવમાં વધારો કરી શકે છે, વેપારમાં ગણતરીપૂર્વક કામ કરવાથી લાભની કોઈ વાત બને, આજે કોઈ સારાસમાચાર પણ સંભાળવા મળી શકે.


આજના દિવસે ધીરજ રાખવી, આજે કોઇપણ કામ પરાણે કરતા હોવ તેવી લગાણીનો અનુભવ થાય, કામકાજમાં ઉતાવળ કરવી નકામી છે. વાર્તાલાપમાં ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું સારું, વેપારમાં જોખમી પરિબળોથી સાચવવું, મજાકમસ્તી કરનારવર્ગથી આજે દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે, ઉત્સાહ સારો રહે, તમને કોઈ પસંદગીની વાત સંભાળવા મળે અને તેની ખુશી તમને ઘણી રોમાંચિત કરીદે, લગ્નબાબતની વાતચિત તમારા માટે ક્યાંક ફળદાયી બની શકે છે, સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે કોઈ નવીવસ્તુ શીખવા માટે આજે સમય ફાળવોતો સારું પરિણામ મળી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, આજે આરામ કરવાની વૃતિ વધુ જાગે, કામકાજને ત્વરિત પૂર્ણ કરવા માટે થોડા ઉતાવળિયા પણ બનતા જોવા મળો, ક્યાંક ગણતરી કરતા વધુ ખરીદી થવાથી નાણાખર્ચાયાની ખોટી લાગણી પણ ઉભી થાય, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામ કરવું યોગ્ય છે.


આજનો દિવસ સામાન્ય છે, તમે તમારા કામમાં વધુ વ્યસ્ત જોવા મળી શકો છે, નાનીનાની વાતમાં થોડો ગુસ્સો જોવા મળે, ક્યાંક તમારી લાગણી કોઇ જલ્દી સમજીના શકે તેવું બની શકે છે. સહકર્મચારીને સહકાર આપવાની તમાંરી ભાવના તમારા માટે કોઈ પ્રશ્નો ઉભાના કરે તેનું ધ્યાન રાખવું જરૂરી છે.

પંચાંગ 11/09/2023

ભારત પાકિસ્તાનની મેચમાં જોવા મળ્યો અજીબ નજારો, મેદાન સૂકવવા માટે લગાવ્યા પંખા

તમામ આશંકાઓને સાચી સાબિત કરતા ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપના સુપર-4 રાઉન્ડની મેચમાં વરસાદે દખલ કરી હતી. કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં ભારતીય ઈનિંગની વચ્ચે ભારે વરસાદ આવ્યો. જેના કારણે મેચ રોકવી પડી. વરસાદ એટલો ભારે હતો કે ગ્રાઉન્ડ સ્ટાફ સમયસર જમીનને સંપૂર્ણપણે કવર કરી શક્યો ન હતો અને તેના કારણે કેટલાક ભાગોમાં પાણી ભરાઈ ગયા હતા. આવી સ્થિતિમાં, વરસાદ બંધ થયા પછી, પ્રેમદાસા સ્ટેડિયમના ગ્રાઉન્ડ સ્ટાફે તેને સૂકવવા માટે ઘણી પદ્ધતિઓ અપનાવી હતી અને તેમાં એક અનોખી પદ્ધતિ પણ જોવા મળી હતી, જેમાં ભીના ભાગને સૂકવવા માટે એક સ્ટેન્ડ મૂકવામાં આવ્યું હતું અને તેના પર ત્રણ પંખા મૂકવામાં આવ્યા હતા.

સુપર-4 રાઉન્ડની આ મેચમાં ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરી હતી. ટીમ ઈન્ડિયાએ 24.1 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 147 રન બનાવ્યા હતા, જ્યારે વરસાદના કારણે તેને રોકવી પડી હતી. તે સમયે વિરાટ કોહલી અને કેએલ રાહુલ બેટિંગ કરી રહ્યા હતા.

કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોના વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના વિમાનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ છે. જ્યાં સુધી પ્લેનની સમસ્યાનું નિરાકરણ ન આવે ત્યાં સુધી કેનેડિયન પ્રતિનિધિમંડળ ભારતમાં જ રહેશે. હાલ વિમાનને રિપેર કરવાનું કામ ચાલી રહ્યું છે. ટ્રુડો શુક્રવારે તેમના પુત્ર ઝેવિયર સાથે જી-20 સમિટમાં ભાગ લેવા ભારત પહોંચ્યા હતા. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જસ્ટિન ટ્રુડો સાથે ચર્ચા કરી

આ પહેલા રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જસ્ટિન ટ્રુડો સાથે ચર્ચા કરી હતી. તેમણે કેનેડામાં ઉગ્રવાદી અલગતાવાદને પ્રોત્સાહન, રાજદ્વારીઓ સામે હિંસા ભડકાવવા અને ભારતીય સમુદાયને જોખમમાં મૂકવા અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી.