Home Blog Page 2535

‘સ્વસ્તિ અસ્તુ વિશ્વ’, PM મોદીએ શાંતિના સંદેશ સાથે G-20 સમિટનું સમાપન કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે G-20 સમિટનું સમાપન ‘સ્વસ્તિ અસ્તુ વિશ્વ’ – શાંતિ માટેની પ્રાર્થના સાથે કર્યું. તેમણે G-20 અધ્યક્ષ પદની જવાબદારી બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાને સોંપી. PM મોદીએ સમિટના સમાપન સમારોહમાં કહ્યું, હું G-20 સમિટને બંધ જાહેર કરું છું. આશા છે કે એક ધરતી, એક પરિવાર અને એક ભવિષ્યનો રોડમેપ આનંદદાયક હશે. 140 કરોડ ભારતીયોની એવી જ શુભકામનાઓ સાથે, તમારા દરેકનો ખુબ ખુબ આભાર. હું બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયોને મારી હાર્દિક શુભેચ્છા પાઠવું છું અને તેમને G-20 નું પ્રમુખપદ સોંપું છું.

 

વર્ચ્યુઅલ સત્ર યોજવાની દરખાસ્ત

નવેમ્બરમાં વર્ચ્યુઅલ સત્રનો પ્રસ્તાવ મૂકતાં પીએમ મોદીએ કહ્યું હતું કે, ભારત પાસે નવેમ્બર સુધી G-20 નું પ્રમુખપદ છે. આ બે દિવસોમાં તમે ઘણી બધી બાબતો અને દરખાસ્તો મૂકી છે. જે પણ સૂચનો આવે તેને લઈએ અને જુઓ કે કેવી રીતે. શું તેમની પ્રગતિ વેગવંતી બની શકે છે? હું દરખાસ્ત કરું છું કે આપણે નવેમ્બરના અંતમાં G-20નું બીજું વર્ચ્યુઅલ સત્ર યોજીએ. તેમાં આપણે આ સમિટ દરમિયાન નક્કી કરેલા વિષયોની સમીક્ષા કરી શકીએ છીએ. આ બધી વિગતો અમારી ટીમ દ્વારા શેર કરવામાં આવશે. તમારી સાથે શેર કરો. મને આશા છે કે તમે બધા તેની સાથે જોડાઈ જશો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે G-20 સમિટનું સમાપન ‘સ્વસ્તિ અસ્તુ વિશ્વ’ – શાંતિ માટેની પ્રાર્થના સાથે કર્યું. તેમણે G-20 અધ્યક્ષ પદની જવાબદારી બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાને સોંપી.

વર્ચ્યુઅલ સત્ર યોજવાની દરખાસ્ત

નવેમ્બરમાં વર્ચ્યુઅલ સત્રનો પ્રસ્તાવ મૂકતાં પીએમ મોદીએ કહ્યું હતું કે, ભારત પાસે નવેમ્બર સુધી G-20 નું પ્રમુખપદ છે. આ બે દિવસોમાં તમે ઘણી બધી બાબતો અને દરખાસ્તો મૂકી છે. જે પણ સૂચનો આવે તેને લઈએ અને જુઓ કે કેવી રીતે. શું તેમની પ્રગતિ વેગવંતી બની શકે છે? હું દરખાસ્ત કરું છું કે આપણે નવેમ્બરના અંતમાં જી-20નું બીજું વર્ચ્યુઅલ સત્ર યોજીએ. તેમાં આપણે આ સમિટ દરમિયાન નક્કી કરેલા વિષયોની સમીક્ષા કરી શકીએ છીએ. આ બધી વિગતો અમારી ટીમ દ્વારા શેર કરવામાં આવશે. તમારી સાથે શેર કરો. મને આશા છે કે તમે બધા તેની સાથે જોડાઈ જશો.

પૂરની આફતઃ ઉત્તરાખંડના પુનર્વિકાસ માટે રિલાયન્સની 25 કરોડની સહાયતા

મુંબઈઃ ઉત્તરાખંડમાં આ વર્ષે પૂરના સંકટે ભારે વિનાશ વેર્યો છે. રાજ્યમાં પુનર્વિકાસ કાર્યોની તાતી જરૂર છે. એ માટે રાજ્ય સરકારના પ્રયાસો ચાલુ છે. રિલાયન્સ ગ્રુપે અનંત અંબાણીના માર્ગદર્શન હેઠળ ઉત્તરાખંડના મુખ્ય પ્રધાનના રાહત ફંડમાં રૂ. 25 કરોડનું યોગદાન આપ્યું છે.

અનંત અંબાણીએ જણાવ્યું છે કે, ઉત્તરાખંડના લોકો સાથે અમારો ઘેરો સંબંધ રહ્યો છે. છેલ્લા એક દાયકાથી અમે સુખ અને દુઃખ, બંને સમયમાં આ રાજ્યની પડખે રહ્યાં છીએ. હાલની કુદરતી આફતનો રાજ્ય અને તેની જનતાએ જે મક્કમ રીતે સામનો કર્યો છે એમાંથી રિલાયન્સમાં અમને સહુને પ્રેરણા મળી છે. અર્થસભર રીતે રાજ્યના કલ્યાણ માટે અમે યોગદાન આપી રહ્યાં છીએ.

ઉલ્લેખનીય છે કે, ગયા જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ઉત્તરાખંડમાં ભારે વરસા, પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓને કારણે ઘણી જાનહાનિ થઈ છે અને સંપત્તિને પુષ્કળ નુકસાન થયું છે. 2013ની સાલમાં ઉત્તરાખંડમાં ભયાનક પૂર આવ્યું હતું અને એમાં વ્યાપક સ્તરે નુકસાન થયું હતું. તે સમયથી રિલાયન્સ ગ્રુપ આ રાજ્યને વિકાસાર્થે મદદ કરી રહ્યું છે.

IND vs PAK : પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો

એશિયા કપના સુપર-4માં આજે ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે છે. પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય કેપ્ટન પ્રથમ બેટિંગ કરવા માંગતો હતો. ટીમ ઈન્ડિયામાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. બુમરાહ અને રાહુલ પરત ફર્યા છે. ભારત પાકિસ્તાન સામે પ્રથમ બેટિંગ કરશે. એશિયા કપના સુપર ફોરમાં પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કોલંબોમાં યોજાનારી આ મેચ પર વરસાદનો પડછાયો છે. પરંતુ, સારી વાત એ છે કે આ માટે પણ એક અનામત દિવસ છે. જો ભારત આ મેચ જીતશે તો તેની એશિયા કપની ફાઇનલમાં પહોંચવાની શક્યતા વધી જશે. પાકિસ્તાન પર દબાણ રહેશે. કારણ કે આ હાર બાદ તેમને આગામી મેચ શ્રીલંકા સામે રમવાની છે. પાકિસ્તાન અને શ્રીલંકા બંનેએ સુપર-4ની પોતાની પ્રથમ મેચમાં બાંગ્લાદેશને હરાવ્યું છે.

 

ભારત-પાકિસ્તાન મેચમાં બાબર આઝમ અને રવિન્દ્ર જાડેજા પાસે રેકોર્ડની બરાબરી કરવાનો મોકો હશે. બાબર આઝમ પાકિસ્તાન માટે સૌથી વધુ 20 ODI સદીના સઈદ અનવરના રેકોર્ડથી એક પગલું દૂર છે. તો રવિન્દ્ર જાડેજાને વનડેમાં પોતાની 200 વિકેટ પૂરી કરવા માટે 3 વિકેટની જરૂર છે. જો તે 3 વિકેટ લેશે તો તે અનિલ કુંબલે અને હરભજન સિંહ પછી ભારત માટે વનડેમાં 200 વિકેટ લેનારો ત્રીજો સ્પિનર ​​હશે.

ભારત પ્લેઇંગ 11:

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર.

પાકિસ્તાન પ્લેઈંગ 11 :

બાબર આઝમ (કેપ્ટન), ફખર ઝમાન, ઈમામ ઉલ હક, મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), આગા સલમાન, ઈફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, ફહીમ અશરફ, શાહીન શાહ આફ્રિદી, નસીમ શાહ અને હરિસ રઉફ.

ભૂકંપગ્રસ્ત મોરોક્કોને સહાયતાની ઓફરઃ નોરા ફતેહીએ પીએમ મોદીનો આભાર માન્યો

મુંબઈઃ ‘સત્યમેવ જયતે’, ‘સ્ત્રી’, ‘ભૂજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’ જેવી બોલીવુડ ફિલ્મોની અભિનેત્રી નોરા ફતેહી જન્મે કેનેડિયન છે, પણ મૂળ આરબ-મોરોક્કો પરિવારની છે. તેના માતૃભૂમિ દેશમાં ગયા શુક્રવારે રાતે 6.8ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ આવ્યો હતો. હાલ G20 શિખર સંમેલનનું યજમાનપદ ભારત પાસે છે અને નવી દિલ્હીમાં 18મા શિખર સંમેલનનું આયોજન ચાલુ છે. ગઈ કાલે બેઠક દરમિયાન ભૂકંપના કમનસીબ સમાચાર આવ્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મોરોક્કો માટે ભારત તરફથી તમામ શક્ય સહાયતા કરવાની જાહેરાત કરી હતી. નોરા ફતેહીએ આ જાહેરાત બદલ વડા પ્રધાન મોદીનો આભાર માન્યો છે.

પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યું હતું: ‘મોરોક્કોમાં ભૂકંપને કારણે થયેલી જાનહાનિના સમાચાર અત્યંત પીડાકારક છે. આ કમનસીબ સમયમાં, મોરોક્કોનાં લોકો પ્રતિ હું મારી સંવેદના વ્યક્ત કરું છું. જાન ગુમાવનાર લોકોનાં સ્વજનોને મારી દિલસોજી છે. ઈજાગ્રસ્તો જલદી સાજાં થઈ જાય એવી પ્રાર્થના. આ મુશ્કેલ સમયમાં મોરોક્કોને તમામ શક્ય મદદ કરવા ભારત તૈયાર છે.’

નોરા ફતેહીએ પોતાનાં ઈન્સ્ટાગ્રામ પર પીએમ મોદીના ટ્વીટને શેર કર્યું છે અને લખ્યું છે: ‘આ મોટી મદદ માટે  આભાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી. જાગૃતિ જગાડનાર અને મદદનો હાથ લંબાવનાર દેશોમાંના તમે એક છો. મોરોક્કોનાં લોકો ખૂબ આભારી અને કૃતજ્ઞ છે. જય હિંદ.’

રિશી સુનક, પત્ની અક્ષતાએ અક્ષરધામ મંદિરમાં કર્યાં દર્શન

બ્રિટનના ભારતીય મૂળના હિન્દુ વડા પ્રધાન રિશી સુનક G20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે નવી દિલ્હીમાં આવ્યા છે. 10 સપ્ટેમ્બર, રવિવારે તેમણે એમના પત્ની અક્ષતા મૂર્તિ-સુનકની સાથે શહેરમાં બીએપીએસ સંસ્થાના સ્વામીનારાયણ ભગવાનના મંદિર અક્ષરધામની મુલાકાતે ગયા હતા. એમણે ત્યાં દર્શન કર્યા હતા અને આરતીમાં પણ ભાગ લીધો હતો.

રિશી સુનક જન્મે બ્રિટિશર, ભારતીય-બ્રિટિશર માતા ઉષા સુનક અને પિતા યશવીર સુનકનાં પુત્ર છે, જ્યારે એમના પત્ની અક્ષતા કર્ણાટકના ઉદ્યોગપતિ, ઈન્ફોસીસના સ્થાપક નારાયણ મૂર્તિ અને સુધા મૂર્તિનાં પુત્રી છે. રિશી અને અક્ષતાને બે પુત્રી છે – ક્રિષ્ના અને અનુષ્કા. રિશી સુનક બ્રિટનના પ્રથમ બ્રિટિશ-એશિયન વડા પ્રધાન છે.

‘જવાન 2’ આવશે? શાહરૂખે સંકેત આપ્યાની ઈન્ટરનેટ પર અટકળો

મુંબઈઃ અભિનેતા શાહરૂખ ખાન એની લેટેસ્ટ રિલીઝ થયેલી એક્શન-થ્રિલર હિન્દી ફિલ્મ ‘જવાન’ની સફળતાનો આનંદ માણી રહ્યો છે. ગઈ 7 સપ્ટેમ્બરે આ ફિલ્મ દેશભરમાં થિયેટરોમાં રિલીઝ થઈ છે ત્યારથી ઈન્ટરનેટ પર શાહરૂખના ચાહકો અભિપ્રાયો આપી રહ્યાં છે અને શાહરૂખ એમાંના ઘણાયને જવાબ પણ આપી રહ્યો છે. X (અગાઉના ટ્વિટર) પર પોતાના હેન્ડલ પર શાહરૂખ દેશના વિવિધ ભાગોમાંથી ચાહકો દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વિડિયો શેર કરી રહ્યો છે અને એમનો આભાર માની રહ્યો છે.

એમાંના એક પ્રશંસકે ફિલ્મ વિશે પોતાનો અભિપ્રાય દર્શાવ્યો છે અને શાહરૂખને સવાલ પૂછ્યો હતો કે, ફિલ્મમાં તેના પાત્રવાળો ‘આઝાદ’ ખલનાયક ‘કાલી’ (વિજય સેતુપતિ) સાથે કેમ કોઈ પતાવટ કરતો નથી અને એને મારી નાખે છે? આની સામે શાહરૂખે આપેલા જવાબને નેટયૂઝર્સ જવાનની સીક્વલ વિશેના મોટા સંકેત તરીકે ગણાવી રહ્યાં છે. ફિલ્મમાં, કાલીના અંત બાદ એસટીએફ ઓફિસર માધવન નાયક આઝાદ અને એની ટીમનાં સભ્યોને બીજી કામગીરી સોંપે છે અને એમને સ્વિટ્ઝરલેન્ડ જઈ સ્વિસ બેન્કોને ટાર્ગેટ કરવા કહે છે.

અજયપાલ સિંહ નામના પ્રશંસકે શાહરૂખને સવાલ પૂછ્યો હતોઃ ‘સર, તમે કાલી સાથે કોઈ પતાવટ કેમ ન કરી… હું વિજય સેતુપતિનો મોટો ચાહક છું…’ એના જવાબમાં શાહરૂખે લખ્યું છેઃ ‘હું પણ વિજય સરનો મોટો પ્રશંસક છું… કાલીનું કાળું ધન તો લઈ લીધું… હવે જુઓ સ્વિસ બેન્કોમાંથી બીજાંઓનું ધન લઈને પણ કેવો આવું છું… બસ વિઝા મળવાની રાહ જોઉં છું… હાહાહા…’

ફિલ્મમાં શાહરૂખ અને વિજય સેતુપતિ ઉપરાંત નયનતારા, સાન્યા મલ્હોત્રા અને પ્રિયામણી જેવા કલાકારો છે. શાહરૂખે પિતા-પુત્રનો ડબલ રોલ ભજવ્યો છે. દીપિકા પદુકોણે પણ એક નાનકડી ભૂમિકા ભજવી છે.

મોરોક્કોમાં ભીષણ ધરતીકંપમાં મરણાંક 2,000ને પાર

રબાતઃ શુક્રવારે મોડી સાંજે મોરોક્કો દેશને હચમચાવી મૂકનાર 6.8ની તીવ્રતાના ભયાનક ધરતીકંપમાં માર્યા ગયેલા લોકોની સંખ્યા 2,000ને પાર ગઈ છે. અત્યાર સુધીમાં 2,012 જણના મરણ થયાનો અને 2,060થી વધુ લોકો ઘાયલ થયાનો અહેવાલ છે. અસંખ્ય લોકો બેઘર થઈ ગયાં છે. સત્તાવાળાઓએ ત્રણ દિવસ માટે દેશમાં શોક ઘોષિત કર્યો છે.

આફ્રિકા ખંડમાં ઉત્તર ભાગમાં આવેલો મોરોક્કો દેશ આરબ અને યૂરોપીયન સંસ્કૃતિનું મિશ્રણ ધરાવે છે. મોરોક્કોના રાજા મોહમ્મદ છઠ્ઠાએ સશસ્ત્ર દળોને આદેશ આપ્યો છે કે તેઓ વધુ ને વધુ બચાવ ટૂકડીઓને કામે લગાડે અને સર્જિકલ ફિલ્ડ હોસ્પિટલ તૈયાર કરે. ધરતીકંપનું કેન્દ્રબિંદુ મારાકેશ શહેરની નજીકમાં હોવાનું માલૂમ પડ્યું છે. આ શહેરમાં ઘણી ઐતિહાસિક ઈમારતોને નુકસાન થયું છે. જાનહાનિ મોટે ભાગે પહાડી વિસ્તારોમાં થઈ છે. જે દક્ષિણ ભાગમાં આવેલા અલ-હાઉઝ અને તરૌદાંત પ્રાંતોમાં આવ્યા છે. ધરતીકંપ જમીનની સપાટીથી 18.5 કિ.મી. ઊંડે આવ્યો હતો જેને કારણે મકાનો હચમચી ગયા હતા અને ધરાશાયી થયા હતા. દેશના દક્ષિણથી લઈને ઉત્તર ભાગમાં આવેલા પાટનગર રબાત શહેર સુધી ધરતીકંપની અસર વર્તાઈ હતી.

વાહ ભાઈ વાહ! – ૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૩

વાહ ભાઈ વાહ! – ૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૩

૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૩

૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૩

રાશિ ભવિષ્ય 10/09/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજના દિવસમાં તમને થોડો ઉત્સાહ જોવા મળી શકે છે, વાર્તાલાપમાં સારો સમય પસાર થાય, જૂની ઓળખાણ તાજી થાય તેમાં તમને આનંદ,ખુશીની લાગણીનો અનુભવ થાય, આજે આરામ કરવાની અને થોડેક અંશે આળસવૃતિ પણ જોવા મળી શકે, ધાર્મિકસ્થાનની મુલાકાત પણ થઈ શકે છે.


સગાસ્નેહી,જુનાપરિચિત સાથે મિલનમુલાકાતકે કોઈ તેમની સાથેના અગત્યના કામકાજના યોગ છે, આરોગ્યબાબત કામકાજકે ઈતરપ્રવૃત્તિના કારણે થોડા બેદરકાર પણ બનો, કોઈ વ્યવહારુઅભિગમ અપનાવા જાવતો તમે ક્યાંક કોઈના થોડા રોષના પણ ભોગ બની શકો છે માટે આજે શાંતિ રાખવી સારી કહી શકાય.


આજે તમારા માટે કોઇપણ પ્રકારના કામકાજ હેતુ નાનીકે મોટીમુસાફરીના યોગ બની રહ્યા છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, તમારાકે અન્યમાટેના શુભપ્રસંગઅંગે ચર્ચા વિચારણા થઈ શકે છે, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખવું.


આજે તમને થોડો માનસિકથાકકે કારણવગરનો ઉશ્કેરાટની લાગણીનો અનુભવ થાય, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છો, આકસ્મિકખર્ચા પણ કોઈ કારણસર થઈ શકે છે. શરદી,ખાંસી,તાવ જેવી નાનીનાની તકલીફથી તમે થોડી બેચીની વધુ અનુભવો. એકંદરે દિવસ શાંતિથી પસાર કરવો.


આજના દિવસે તમને કંઇકને કંઇક કરવાની જીજ્ઞાસા વધુ જોવા મળે અને કામકાજ કરવામાં થોડી ઉતાવળ કરવાની વૃતિ પણ જોવા મળે, કોઈ જુનાઅટકેલા કામ પુરાકરવા માટેકે તમારા લગ્ન અથવા કોઈના લગ્નની વાત ગોઠવવા માટે પ્રયત્ન કરવો સારો કહી શક્ય, પ્રિયજન સાથે દિવસ સારી રીતે પસાર થાય.


આજે કુટુંબના સભ્યો સાથે મિલનમુલાકાત થાયકે કોઈ સામાજિકકે ધાર્મિકપ્રસંગમાં હાજરી આપવાના યોગ બને છે અને તેમાં તમારું વર્ચસ્વ અને મોભો જળવાય તેવું પણ બની શકે છે, તમને કોઈની મજાક-મશ્કરી કરવાની વૃતિ જાગે પરંતુ તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.


આજ દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે, કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, લગ્નયોગ ધરાવતા યુવાવર્ગ માટે વાર્તાલાપકે મિલનમુલાકાત સારી રહી શકે. નાનાઅંતરની મુસાફરી થઈ શકે છે. તમે આજે કોઈના કામકાજમાં ક્યાંક સહભાગી બનો તેવું પણ બની શકે છે.


આજે થોડી માનસિકચિંતાકે અશાંતિ જેવું લાગે કારણકે કોઈકને કોઈક વિચાર બાબતે તમને અસ્વસ્થ કરી શકે છે. ઘરમાં વડીલવર્ગ સાથે વિચારમતભેદના થાય તેનું ધ્યાન રાખવું. બ્લડપ્રેશર, છાતીનાદર્દ હોય તેવા લોકો માટે આજે પરેજી પાળવામાં ચોકસાઈ રાખવી જરૂરી છે. દિવસ શાંતિથી પસાર કરવો.


આજે મિત્રો સાથે સારોસમય પસાર થાય, તમે કોઈને કોઈકામમાં સહભાગી બનો તેવી લાગણી તમારામાં જોવા મળે, ધાર્મિકઆસ્થા થોડી વધુ જોવા મળી શકે. જુનાસંબંધ અચાનક યાદ આવે તેવું પણ બની શકે છે. કોઈના લગ્નબાબત વાતચીતકે મિલનમુલાકાત કરવાથી સારો પ્રતિભાવ જોવા મળે તેવું બની શકે છે.


આજે થોડીક માનસિકવિચારોથી તમે અશાંતિ અનુભવો, મનમાંને મનમાં કોઈક વાતનો અજંપો રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, શક્ય એટલું ઓછુ બોલવું સારું, .કમર, હાડકા,પગમાં દુખાવાની તકલીફ વાળાએ આરોગ્યબાબતમાં ધ્યાન વધુ આપવું ઇચ્છનીય છે.


આજે કોઈ ધાર્મિકસ્થળકે સામાજિકપ્રસંગ માટેની મુલાકાત થઈ શકે છે, જાહેરજીવનમાં તમારો મોભો સારો વર્તાય આજે તમારું વર્ચસ્વ તમાર કામ અને આવડત પર સારું જોવા મળે. યુવાવર્ગને પોતાની પસંદગીની કોઈવાત સંભાળવા મળે કે જાણવા મળે અને ઉત્સાહિત થવાય તેવું બની શકે છે.


આજે એકલા હાથે ઘણા કામકરવાના આવે તેવું બની શકે છે તેમાં તમને અન્યનો સાથ ઓછો જોવા મળે તેના કારણે તમે કામ ટાળવાની વૃતિ જાગે અને આરામ કરવાનું મન વધુ થાય.ક્યાંક આકામિકનાણાકીય ખર્ચ આવી શકે છે, મિલનમુલાકાતકે હરવાફરવામાં ઉમંગનો અભાવ જોવા મળી શકે છે.