Home Blog Page 2542

રાજ્યભરમાં આજે ઘેર ઘેર કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી

ગુજરાતના ગામ અને શહેરોમાં આજે ઘેર ઘેર કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થઇ રહી છે. જેમાં જન્માષ્ટમીની ઉજવણી માટે લોકોમાં ઉમંગ જોવા મળી રહ્યો છે. ગામો તથા શહેરોમાં વિવિધ ફળિયા મહોલ્લા અને સોસાયટીઓમાં મટકીફોડના કાર્યક્રમ યોજાશે. રાત્રે કૃષ્ણ ભગવાનને પારણે ઝૂલાવાશે. બાળગોપાલ, દેવકીનંદન, દ્વારકાધીશ, ગોપાલ, કાનુડો, રણછોડ સહિતના અનેક નામો સાથે ભક્તોના દિલમાં વસી ગયેલા ભગવાન કૃષ્ણના જન્મોત્સવની આજે રંગારંગ ઉજવણી થઇ રહી છે. શાળા અને કોલેજો સહિતની શૈક્ષણિક સંસ્થાઓમાં બુધવારે પ્રિ-સેલિબ્રેશનના ભાગરૂપે મટકીફોડ, મટકી ડેકોરેશન, ડ્રેસ કોમ્પિટીશન સહિતના આયોજનો કરાયા હતા. જ્યારે શહેરભરમાં અને ખાસ કરીને મંદિરોમાં આજે જન્માષ્ટમીની રોનક દેખાઇ રહી છે. અમદાવાદ શહેરની વૈષ્ણવ સંપ્રદાયની હવેલી, મંદિરોમાં મંગળાઆરતીથી લઇને રાત્રિએ કૃષ્ણ દર્શન સહિતના અનેક કાર્યક્રમોની વણઝાર સર્જાશે.

સોસાયટી અને ફ્લેટમાં સામુહિક રીતે કૃષ્ણ જન્મોત્સવ

રાત્રે મોટાભાગની સોસાયટી અને ફ્લેટમાં સામુહિક રીતે કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવશે. પારણામાં કૃષ્ણ ભગવાનને ઝુલાવવામાં આવશે. પંજરીનો પ્રસાદ વિતરણ થશે. ઉપરાંત મટકીફોડ સ્પર્ધા પણ યોજાનાર છે. 30 થી માંડીને 90 ફૂટ ઉંચાઈ પર મટકીફોડન કાર્યક્રમ યોજાશે. જ્યારે સોસાયટીઓમાં સલામતિને ધ્યાનમાં રાખતા 15થી 20 ફૂટની ઉંચાઈ રાખવામાં આવશે.

રાત્રિએ 12 વાગ્યે કાનુડો પારણે ઝુલશે

ચાલુ વર્ષે જન્માષ્ટમીએ તિથીના વિચિત્ર સંયોગને કારણે ઉજવણીને લઇને ગડમથલ જોવા મળી હતી. જેમાં બુધવારે સ્માર્ત સમુદાયની જન્માષ્ટમી ઉજવ્યા બાદ હવે ગુરુવારે આજે વૈષ્ણવોની જન્માષ્ટમી રંગારંગ, ભવ્ય કાર્યક્રમો સાથે ઉજવાશે. ગુરુવારે સાંજે 4.15 વાગ્યા સુધી આઠમ અને સવારે 10.25 વાગ્યા સુધી રોહિણી નક્ષત્ર, રાત્રિએ 10.01 વાગ્યા સુધી વ્રજ યોગ સાથે જન્માષ્ટમી ઉજવાશે. રાત્રિએ 12 વાગ્યે કાનુડો પારણે ઝુલશે ત્યારે નોમની તિથી અને મૃગશીર્ષ નક્ષત્ર રહેશે.

કાર્ડની ઝંઝટ ગઈ! હવે UPI દ્વારા ATMમાંથી પૈસા ઉપાડવામાં આવશે, જાણો કેવી રીતે

ભારતનું પ્રથમ UPI ATM લોન્ચ કરવામાં આવ્યું છે. હિટાચી લિમિટેડની પેટાકંપની હિટાચી પેમેન્ટ સર્વિસે UPI ATM લોન્ચ કર્યું છે. આ સુવિધાની મદદથી હવે તમે કોઈપણ ડેબિટ કે એટીએમ કાર્ડ વગર UPI દ્વારા ATMમાંથી પૈસા ઉપાડી શકશો. ભારતના લોકોને આ સુવિધા આપવા માટે, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)ના સહયોગથી UPI ATMને વ્હાઇટ લેબલ ATM (WLA) તરીકે રજૂ કરવામાં આવ્યું છે. આ ATM વપરાશકર્તાઓને બહુવિધ એકાઉન્ટ્સમાંથી UPI એપ્લિકેશન દ્વારા ચુકવણી કરવાની મંજૂરી આપે છે.

છેતરપિંડી રોકવામાં મદદરૂપ થશે

તે નોન-બેંકિંગ સંસ્થાઓ દ્વારા સંચાલિત કરવામાં આવશે. આ માત્ર એક નવો અનુભવ જ નહીં આપે પરંતુ બેંકિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉપાડ મર્યાદા પણ વધારશે. વધુમાં, UPI ATM ને કાર્ડ સ્કિમિંગ જેવી નાણાકીય છેતરપિંડી અટકાવવા માટે સકારાત્મક પગલા તરીકે જોવામાં આવે છે.

UPI ATM કેવી રીતે કામ કરશે?

મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં રવિસુતંજની કુમાર દ્વારા એક વીડિયો ડેમો શેર કરવામાં આવ્યો છે, જેમાં UPI ATM ટચ પેનલના રૂપમાં જોઈ શકાય છે. જમણી બાજુએ UPI કાર્ડલેસ કેશ પર ટેપ કરવાથી બીજી વિન્ડો ખુલે છે, જેમાં રોકડ રકમ માટેનું એક બટન છે જેમ કે રૂ. 100, રૂ. 500, રૂ. 1000, રૂ. 2000, રૂ. 5000 અને અન્ય રકમો. તેને પસંદ કર્યા પછી, સ્ક્રીન પર QR કોડ દેખાય છે. હવે તમારે કોઈપણ UPI એપનો ઉપયોગ કરીને સ્કેન કરવું પડશે. કોડ સ્કેન કર્યા પછી, વપરાશકર્તાઓને તેમના ઇચ્છિત બેંક એકાઉન્ટને પસંદ કરવા અને પુષ્ટિ પર ક્લિક કરવાનું કહેવામાં આવશે. હવે તમારે રોકડ ઉપાડવા માટે કન્ફર્મ કરવું પડશે. આ પછી UPI પિન નાખવો પડશે. આ કર્યા પછી, એક UPI મેસેજ આવશે કે ટ્રાન્ઝેક્શન થવાનું છે. આ પછી એટીએમ તમારા પૈસા ઉપાડી લેશે. UPI ATM એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ પર બનેલ છે. અત્યારે હિટાચી પેમેન્ટ સર્વિસિસ એકમાત્ર WLA ઓપરેટર છે, જે રોકડ ડિપોઝિટ પણ ઓફર કરે છે અને 3000 થી વધુ ATM સ્થાનોના નેટવર્કની ઍક્સેસ ધરાવે છે.

ASIA CUP 2023: ફાઈનલ માટે કોઈ રિઝર્વ ડે નથી, વરસાદને કારણે મેચ રદ્દ થશે તો આ રીતે વિજેતા નક્કી થશે

શ્રીલંકામાં રમાઈ રહેલી એશિયા કપની મેચો રમત કરતાં વરસાદને કારણે વધુ ચર્ચામાં છે. એવી કોઈ મેચ નથી થઈ રહી જે વરસાદને કારણે ખોરવાઈ ન હોય. આ દરમિયાન એશિયા કપ ફાઈનલને લઈને એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ફાઈનલ માટે કોઈ રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. જો વરસાદના કારણે ફાઇનલ મેચ પૂર્ણ ન થઈ શકે તો બંને ટીમોને વિજેતા જાહેર કરવામાં આવશે અને ટ્રોફી વહેંચવામાં આવશે. એશિયા કપની ફાઇનલ મેચ 17 સપ્ટેમ્બરે રમાશે. કોઈ અનામત દિવસ ન હોવાથી, ચોમાસાની ઋતુ દરમિયાન શ્રીલંકામાં મેચોના આયોજન પર પ્રશ્નો વધુ ઉગ્ર બનશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પહેલા જ કહી ચૂક્યું છે કે વરસાદને કારણે મોટું નુકસાન થશે. પીસીબીનું કહેવું છે કે વરસાદની મોસમને કારણે તેઓ શ્રીલંકાને બદલે યુએઈમાં મેચ આયોજિત કરવા માંગતા હતા. પરંતુ ACC પ્રમુખ જય શાહે UAE ને બદલે શ્રીલંકાને વિકલ્પ તરીકે પસંદ કર્યો.

ક્યાંથી શરૂ થયો વિવાદ

આ સમગ્ર વિવાદ એશિયા કપની યજમાનીને લઈને શરૂ થયો હતો. આ વર્ષે એશિયા કપની યજમાનીનો અધિકાર પાકિસ્તાનને મળ્યો હતો. ભારતે સુરક્ષા કારણોસર પાકિસ્તાનમાં ટીમ મોકલવાનો ઇનકાર કર્યો હતો. આ પછી, હોસ્ટિંગને લગતા નવા વિકલ્પોની શોધ શરૂ કરવામાં આવી હતી. આખરે હોસ્ટિંગ માટે હાઇબ્રિડ મોડલ વિકસાવવામાં આવ્યું હતું. આ મોડલ હેઠળ ચાર મેચ પાકિસ્તાનમાં અને બાકીની 9 મેચ શ્રીલંકામાં રમાઈ રહી છે. જો કે ભારતીય ટીમ તેની તમામ મેચો શ્રીલંકામાં જ રમશે. ફાઇનલ મેચ પણ શ્રીલંકામાં યોજાવાની છે. પરંતુ વરસાદના સંકટના કારણે હવે ફાઈનલને લઈને પણ સવાલો ઉભા થયા છે.

જગતની હર કોઈ ચીજ આપણને શીખવે છે

લિવ ધી બેસ્ટ… લર્ન ફ્રૉમ ટુ ધી બેસ્ટ અર્થાત્ સારું જીવન જીવવા દરેક સારી ચીજવસ્તુમાંથી કંઈ ને કંઈ પ્રેરણા લેવી જોઈએ. મધમાખી જેમ બધાં ફૂલોમાંથી થોડું થોડું મધ ભેગું કરી લે છે તેમ આપણે પણ આપણા સંપર્કમાં આવતી વ્યક્તિ કે વસ્તુમાંથી પ્રેરણા લઈ શકીએ.

તમે ચાહો તો ચાની પડીકી એટલે કે ટી-બૅગ જેવી સાધારણ વસ્તુ પાસેથી ગૂઢ સંદેશો મેળવી શકો. હા, ગરમ પાણીમાં પાતળા દોરાથી પડીકી ઝબકોળીને તમે ચા બનાવો છો તે ટી બૅગ, જે પહેલી શીખ એ આપે છે કે આપણી અંદર જે છે, તેનું મૂલ્ય છે. બહારથી તો ચાની પડીકી સાધારણ દેખાય, પણ એની અંદરનું તત્ત્વ માણસને તાજગી આપે છે. કિંમત આ અંદરના તત્વની છે. જેગ્વાર કે આઉડી કે રૉલ્સ રૉયસ કાર હોય, પરંતુ તેમાં પેટ્રોલ જ ન હોય તો? બ્રાન્ડેડ કંપનીનો નવોનક્કોર સ્માર્ટ ફોન ખિસ્સામાં હોય, પરંતુ તેની બૅટરી ઝીરો ટકા હોય તો?

યાદ રહે, ફુગ્ગો આકાશમાં લાલ, લીલો, પીળો રંગ જોઈને નથી ઊડતો, પરંતુ તેની અંદર ભરેલા ગૅસના આધારે ઊડે છે. એવી જ રીતે જીવનમાં પ્રગતિ કરવી હોય તો આપણી અંદર શું છે તે વધારે અગત્યનું છે. જો આપણું જીવન શુભ વિચારોથી તરબતર હશે તો સુખ-શાંતિ પ્રાપ્ત થશે.

ટી બૅગ આપણને સંદેશ નંબર બે એ આપે છે કે ગમે તેવી વિકટ પરિસ્થિતિઓમાં, પડકારો આવે તો તેનો સામનો કરી લેવો. કેમ કે ટી બૅગને હૂંફાળા નહીં, પરંતુ ઊકળતા પાણીમાં નાખવામાં આવે ત્યારે જ ચા મજેદાર બને છે. તેમ કપરી પરિસ્થિતિમાં જ માણસની વિશેષતા ઊપસી આવે છે. વાંસળી વગાડવી બધાને ગમે, પરંતુ તેને કેટલાયે સંઘર્ષોમાંથી પસાર થવું પડે છે. મધુર સૂરો રેલાવતાં પહેલાં વાંસલડીને વીંધાવું પડે છે. હીરાને ઘસીએ ત્યા૨ પછી જ તે ઝગારા મારે છે. આપણે બધાએ એક વાત યાદ રાખવી જરૂરી છે કે સંઘર્ષના સમયમાં જેટલા મજબૂત બનીશુ તેટલા જ જીવનમાં આગળ નીકળી શકીશું, કારણ કે સંઘર્ષ માણસને પરિપકવ બનાવે છે. જેમ માટીના ઘડાને નિખારવા તપાવવામાં આવે છે તેમ સંઘર્ષ નામની આગમાં તપી તપીને જ માણસ મજબૂત બને છે.

ટી બૅગ આપણને ત્રીજો સંદેશો એ આપે છે કે આપણું સારું અન્યને આપવું અને અન્યનું સારું આપણે ગ્રહણ કરવું. ટી બૅગ છિદ્રોવાળી હોય છે અને તેથી જ, એની અંદર રહેલી ચાની ભૂકી-મસાલા ગરમ પાણીમાં ભળીને ચા બને છે. સ્વામી વિવેકાનંદ કહેતા, ઈફ યુ શૅર વન ગુડ થૉટ, યુ વિલ હૅવ ટુ ગુડ થૉટ્સઃ તમે એક સારો વિચાર બીજાને આપશો તો તે પણ તમને એક સારો વિચાર આપશે અને તમારી પાસે બે સારા વિચાર થઈ જશે. આપણે પણ પરિવારના સભ્યો સાથે કોઈ નવી વાત જાણી હોય તો શૅર કરીએ.

અમેરિકાના લોકપ્રિય રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંનને અભ્યાસ કરવા કેટલો સંઘર્ષ કરવો પડતો? તેમની શાળા ૨૦ કિમી. દૂર હતી. ગરીબ પરિસ્થિતિ હોવાના કારણે ચાલીને શાળાએ જવું પડતું. એટલું જ નહીં, તેમની પાસે પુસ્તકો ખરીદવાના રૂપિયા પણ નહોતા તો લાઈબ્રેરીમાં વાંચીને પછી પરીક્ષા આપે તેમ છતાં તેઓ કહે છેઃ ડિફિકલ્ટીઝ આર જેમસ્ટોન, એમ્બ્રેસ ડિફિકલ્ટીઝઃ સંઘર્ષો મારા માટે રત્ન સમાન છે. હું તેને આવકારું છું.

જો દરેક ચીજમાંથી સારું જોવાનો પ્રયાસ કરીએ તો આપણે પણ સારપથી છલકાઈ ઊઠીએ. દરેકમાંથી સારું શોધવાની આદત તમને પણ સારા બનાવે છે. આપણે ટી બૅગમાંથી મળતો બોધપાઠ જાણ્યો. હવે ચિંતન કરવાનો વારો આપણો છે કે સૂર્ય, ફૂલ, વૃક્ષ, ઘડિયાળ આદિમાંથી આપણને કયો સંદેશો મળી શકે છે?

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

૦૭ સપ્ટેમ્બર, ૨૦૨૩

૦૭ સપ્ટેમ્બર, ૨૦૨૩

રાશિ ભવિષ્ય 07/09/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો તમારો દિવસ સારો છે ઉત્સાહ તમારા વર્તનમાં જ દેખાઈ આવે, તમારા ધાર્યા કામ થઈ શકે છે , વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, કોઈ ધાર્મિકપ્રસંગકે સ્થળ પર જવાના યોગ છે, કોઈ સદ્કાર્યકે દાન કરવાની ઈચ્છા હોય તેપણ ફળીભૂત થવાથી ખુશીની સારી લાગણી અનુભવી શકો.


આજનો દિવસ સામાન્ય છે તમારા કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાત થઇ શકે અને તેમાં પ્રવાસનું આયોજન થઈ શકે છે, ક્યાંક નાણાકીયખર્ચ થાય, પ્રિયજન સાથે કોઈબાબતમાં વાર્તાલાપમાં બાંધછોડ કરવાની વૃત્તિ તમને લાભ અપાવી શકે છે, વેપારમાં ગણતરી પૂર્વકનુજ કામકાજ કરવું ઇચ્છનીય છે.


આજના દિવસે સાવચેતી રાખવી અને કોઇપણ પ્રકારના વાદવિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, મુસાફરી કંટાળાજનક અને સમયનાવ્યય વાળી બની શકે છે, વાહન ધીમે ચલાવવું, વેપારમાં જોખમથી દુર રહેવું, શકય હોયતો ભક્તિમાં સમય વધુ ફાળવવો ઇચ્છનીય છે, એકંદર દિવસ શાંતિથી પસાર કરવો સારો.


આજનો દિવસ સામાન્ય છે, કામકાજમાં થોડી વ્યસતા જોવા મળે અને પરિણામે કામપ્રત્યેનો અણગમો અને માનસિકથાકની લાગણી અનુભવાય, ક્યાંકને ક્યાંક ધીરજનો અભાવ વધુ વર્તાય. અગત્યના કામની  વાતચીતમાં ધીરજ અને ગણતરીપૂર્વક કામ કરવું યોગ્ય કહી શક્ય, વેપારમાં નાનું કામ કરવુજ  યોગ્ય છે.


આજનો દિવસ સરસ છે તમારામાં આત્મવિશ્વાસ સારો જોવા મળે, ભૂતકાળના કોઈ કામની કદર થાય તેમાં તમને સારા સંતોષની લાગણી અનુભવો, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે આજે વધુ મેહનતથી સારા ફળ મળે તેવી આશા રાખી શકાય. વેપારમાં અનુભવથી કામ કરોતો લાભ થઇ શકે છે.


આજના દિવસે સાવચેતી રાખવી અને તેમાં પણ વાણીસયમ રાખવો જરૂરી છે, હિતશત્રુથી સજાગ રહેવું, વાહન ધીમે ચલાવવું, વેપારમાં જોખમથી દુર રહેવું, પ્રિયજન સાથે કોઈપણ બાબતપર વાદવિવાદ કરવો ઇચ્છનીય નથી કેમકે તેમની લાગણી દુભાઈ શકે છે, મનને એકાગ્ર કરવાથી શાંતિ અનુભવી શકશો.


આજનો દિવસ સારો છે, તમે તમારા પ્રિયજનને સારીરીતે કોઈબાબતમાં ખુશ કરી થોડું ધાર્યું કામ કરાવી લો તેવું બનવા જોગ છે, વેપારમાં અનુભવ મુજબ કામ લાભ કરાવી શકે છે, નજીકના કોઈ ધાર્મિકસ્થળ કે પ્રસંગમાં જવાથી તમને જૂનીઓળખાણ કે જુનાસ્મરણો તાજા થાય તેવું બની શકે છે.


આજનો દિવસે શાંતિ અને સાવચેતી રાખવી તેમાંપણ ખાસ ગુસ્સાને કાબુમાં રાખવો અને વિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, વાહન ધીમે ચલાવવું, મુસાફરીમાં ધ્યાન રાખવું, વેપારમાં જોખમન કરવું, પ્રિયજન સાથે કોઈવાત બાબત દલીલબાજીન કરવી, ધાર્મિકબાબતમાં મન સ્થિર રાખશોતો શાંતિ સારી રહેશે.


આજનો દિવસ સરસ છે અને તેમાં પણ ભાગ્ય સાથ આપે તેવું કયાંક બની શકે,  વેપારમાં લાભ થઈ શકે છે, ધાર્મિકપ્રસંગકે ધાર્મિકસ્થળની મુલાકાત થઈ શકે છે અને તેમાં કોઈ સદ્કાર્ય કરવાની ભાવના જાગે, જૂનીઓળખાણ તાજી થાય, તમારી પરોપકાર કરવાની વૃતી આજે વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, નાનાકામમાં દિવસ પસાર થઇ જાય તેમજ કામકાજ બાબત વડીલકે ઉપરી  અધિકારી સાથે વાદવિવાદના કરવો. વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાયકે અપશબ્દ પ્રયોગના થાયતે બાબત ધ્યાન રાખવું જરૂરી છે, વેપારમાં નાનું કામ કરવું, શાંતિથી દિવસ પસાર કરવો.


આજનો દિવસ સામાન્ય છે, મિત્રો,પરિચિતો સાથે નવીનકાર્યનું આયોજન થઇ શકે છે તેમજ પ્રવાસ પણ ક્યાંક થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારું રહે, વેપારમાં નાનું કામજ કરવું યોગ્ય કહી શકાય., આજે તમારામાં ધાર્મિકભાવના વધુ જોવા મળે અને ભક્તિ અને દાન કર્મ કરવા મન પ્રેરાય તેવું બની શકે છે.


આજનો દિવસે ધીરજ અને સાવચેતી રાખવી, તમને નકારત્મકવિચાર વધુ આવી શકે છે, વિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, પાડવા-વાગવાથી સાચવવું, ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, અગત્યની વાતચીતમાં વ્યવહારુ અભિગમ રાખવો ઇચ્છનીય છે, વેપારમાં જોખમથી દુર રહેવું.

પંચાંગ 07/09/2023

‘તમે વૃદ્ધ થશો તે પહેલા અખંડ ભારત જોશો : મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે બુધવારે કહ્યું કે સંઘ હંમેશા દેશની સાથે ઉભો રહ્યો છે અને આગળ પણ રહેશે. આ દરમિયાન તેમણે અખંડ ભારત વિશે દાવો કર્યો હતો કે જ્યાં સુધી તમે (યુવાનો) વૃદ્ધ થશો તે પહેલા અખંડ ભારત જોશો. આરએસએસના વડા મોહન ભાગવતે નાગપુરમાં કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે, સંઘની પરંપરા રહી છે કે જ્યારે દેશ અને રાષ્ટ્રધ્વજનું સન્માન કરવાની વાત આવે છે ત્યારે અમે લડવા અને જીવ આપવા માટે સૌથી આગળ મળીશું.

મોહન ભાગવતે શું કહ્યું?

આપણે દેશને ક્યાં સુધી અખંડ ભારત તરીકે જોઈશું એવા પ્રશ્ન પર આરએસએસના વડા મોહન ભાગવતે કહ્યું કે, હું ક્યાં સુધી કહી શકતો નથી, પરંતુ જો તમે આમ કરવા જશો તો તે વૃદ્ધ થતા પહેલા દેખાઈ જશે. આનું કારણ એ છે કે જેઓ ભારતથી અલગ થયા છે તેઓને લાગે છે કે ભૂલ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં આ લોકો માનવા લાગ્યા છે કે હિન્દુસ્તાન હોવાનો અર્થ નકશા પરની રેખાઓ ભૂંસી નાખવાનો નથી. ભારતીય હોવાનો અર્થ છે ભારતની પ્રકૃતિને સ્વીકારવી.

PM મોદી ઇન્ડોનેશિયા જવા રવાના, કહ્યું- આસિયાન સમિટમાં લેશે ભાગ

પીએમ મોદી બુધવારે ઈન્ડોનેશિયા જવા રવાના થયા હતા. વડાપ્રધાન ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં આસિયાન-ઈન્ડિયા સમિટમાં ભાગ લેશે. ઈન્ડોનેશિયા જતા પહેલા પીએમઓએ વડાપ્રધાનનું નિવેદન જારી કર્યું હતું. જેમાં પીએમ મોદીએ કહ્યું કે હું ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોના આમંત્રણ પર આસિયાન સંબંધિત બેઠકોમાં ભાગ લેવા જકાર્તા જઈ રહ્યો છું. પીએમએ વધુમાં કહ્યું કે તેઓ આસિયાન નેતાઓ સાથે ભારતની ભાગીદારીના ભાવિ રોડમેપ પર ચર્ચા કરવા આતુર છે. જે હવે ચોથા દાયકામાં પ્રવેશી ચૂકી છે.

શું કહ્યું પીએમ મોદીએ?

વડા પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે આસિયાન સાથે જોડાણ એ ભારતની ‘એક્ટ ઈસ્ટ’ નીતિનો મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. ગયા વર્ષે હસ્તાક્ષર કરાયેલ વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીએ અમારા સંબંધોમાં નવી ગતિશીલતા લાવી છે. આ પછી પીએમ 18મી ઈસ્ટ એશિયા સમિટ (ઈએએસ)માં ભાગ લેશે. તેમણે કહ્યું કે આ ફોરમ ખાદ્ય અને ઉર્જા સુરક્ષા, પર્યાવરણ, આરોગ્ય અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન સહિતના ક્ષેત્રના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવાની ઉપયોગી તક પૂરી પાડે છે. હું આ વૈશ્વિક પડકારોને સામૂહિક રીતે સંબોધવા માટે વ્યવહારિક સહકારના પગલાં પર અન્ય EAS નેતાઓ સાથે વિચારોની આપલે કરવા આતુર છું.

ગયા વર્ષની ઇન્ડોનેશિયાની સફર યાદ આવી

ગયા વર્ષે બાલીમાં જી-20 સમિટ માટે ઇન્ડોનેશિયાની તેમની મુલાકાતને યાદ કરતાં પીએમ મોદીએ કહ્યું કે આ મુલાકાત આસિયાન ક્ષેત્ર સાથે ભારતના સંબંધોને વધુ ગાઢ બનાવશે. G-20 સમિટને ધ્યાનમાં રાખીને PMની જકાર્તાની મુલાકાત ટૂંકી રાખવામાં આવી છે.

આ પીએમ મોદીનો કાર્યક્રમ છે

વડાપ્રધાન મોદી 7 સપ્ટેમ્બરે ભારતીય સમય અનુસાર સવારે 3 વાગ્યે જકાર્તા પહોંચશે. આ પછી, સવારે 7 વાગ્યે તેઓ આસિયાન ઇન્ડિયા સમિટ સ્થળ માટે રવાના થશે અને સમિટમાં ભાગ લેશે. 8:45 વાગ્યે તે પૂર્વ એશિયા સમિટમાં ભાગ લેશે.

ગુરુવારે સાંજે પરત આવશે

આ મીટિંગ પછી તરત જ પીએમ દિલ્હી જવા રવાના થશે અને લગભગ 6.45 વાગ્યે દિલ્હીમાં ઉતરશે. આ પછી, પીએમ મોદી 8 સપ્ટેમ્બરે દિલ્હીમાં ત્રણ દેશોના રાજ્યોના વડાઓ સાથે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક કરશે. જેમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સાથેની મુલાકાત પણ સામેલ છે. તમને જણાવી દઈએ કે ઇન્ડોનેશિયા આસિયાન (એસોસિએશન ઑફ સાઉથઇસ્ટ એશિયન નેશન્સ)ના વર્તમાન અધ્યક્ષ તરીકે સમિટનું આયોજન કરી રહ્યું છે. ભારત, અમેરિકા, ચીન, જાપાન અને ઓસ્ટ્રેલિયા સહિત અન્ય ઘણા દેશો આસિયાનમાં સંવાદ ભાગીદાર છે.

PAK vs BAN: પાકિસ્તાને સુપર-4માં બાંગ્લાદેશને હરાવ્યું

પાકિસ્તાને એશિયા કપ 2023માં તેનું જોરદાર પ્રદર્શન ચાલુ રાખ્યું અને વધુ એક શાનદાર જીત નોંધાવી. બાબર આઝમની કપ્તાનીવાળી પાકિસ્તાની ટીમે સુપર-4 રાઉન્ડની પ્રથમ મેચમાં બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું હતું. લાહોરમાં રમાયેલી આ મેચમાં પણ પાકિસ્તાનના ઝડપી બોલરોની તાકાત જોવા મળી હતી, જેના આધારે પાકિસ્તાને બાંગ્લાદેશને માત્ર 193 રન પર રોકી દીધું હતું. ત્યારપછી ઈમામ ઉલ હક અને મોહમ્મદ રિઝવાનની શાનદાર અડધી સદીના કારણે પાકિસ્તાને 40 ઓવરની અંદર આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.

 

પાકિસ્તાનમાં આ ટુર્નામેન્ટની છેલ્લી મેચ હતી

એશિયા કપ 2023ના યજમાન પાકિસ્તાનમાં આ ટુર્નામેન્ટની છેલ્લી મેચ હતી અને પાકિસ્તાની ટીમે ગદ્દાફી સ્ટેડિયમમાં સંપૂર્ણ વર્ચસ્વ બતાવીને પોતાનું સફળ અભિયાન ચાલુ રાખ્યું હતું. પાકિસ્તાની ફાસ્ટ બોલરોએ નેપાળ અને ભારત સામે જે તબાહી મચાવી હતી તે 6 સપ્ટેમ્બર બુધવારે પણ ચાલુ રહી હતી. સતત ત્રીજી મેચમાં પાકિસ્તાને વિરોધી ટીમને ઓલ આઉટ કરી દીધી અને તેનો સ્ટાર ઝડપી બોલરો રહ્યો.