Home Blog Page 2543

હિન્દી ફિલ્મ ‘જોરમ’ની પસંદગી કરાઈ બુસાન ફિલ્મોત્સવમાં

મુંબઈઃ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેતા મનોજ બાજપેઈને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી આગામી હિન્દી ફિલ્મ ‘જોરમ’ની પસંદગી પ્રતિષ્ઠિત બુસાન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ‘અ વિન્ડો ઈન એશિયન સિનેમા’ વર્ગમાં કરવામાં આવી છે. આ ફિલ્મોત્સવ ઓક્ટોબરમાં યોજાવાનો છે.

આ સાઈકોલોજિકલ થ્રિલર ફિલ્મમાં મોહમ્મદ ઝીશાન અયૂબ, સ્મિતા તાંબે, મેઘા માથુર, તનિષ્ઠા ચેટરજી, રાજશ્રી દેશપાંડે જેવા અન્ય કલાકારો પણ છે. મનોજ બાજપેઈએ એક વ્યાકૂળ પિતાનો રોલ કર્યો છે જે એની પુત્રીને બચાવવા મથામણ કરે છે.

આ ફિલ્મનું નિર્માણ ઝી સ્ટુડિયોઝ અને મખીજા ફિલ્મે કર્યું છે. ફિલ્મનો આ વર્ષના આરંભમાં રોટ્ટરડેમ ખાતે પ્રીમિયર શો યોજવામાં આવ્યો હતો અને સિડની ફિલ્મ ફેસ્ટિવલ, ડરબન ફિલ્મ ફેસ્ટિવલ અને એડિનબર્ગ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ તે દર્શાવવામાં આવી હતી. ડરબન ફિલ્મોત્સવમાં બાજપેયીને ‘જોરમ’ ફિલ્મ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. ડરબનમાં એવોર્ડ જીતનાર આ પહેલી ભારતીય ફિલ્મ છે. આ ફિલ્મને OTT પ્લેટફોર્મ પર ઝી5 દ્વારા રિલીઝ કરવામાં આવશે.

બદામ-સંદેશ

જન્માષ્ટમીમાં કાનુડાને ધરાવવા માટે લાલાની મનભાવન મીઠાઈ બદામ-સંદેશ બનાવી લો. સંદેશ બનાવવામાં થોડો સમય જશે. પણ બહુ જ સરસ મીઠાઈનો પ્રસાદ તૈયાર થશે.

સામગ્રીઃ

  • બદામ 1 કપ
  • ગાયનું દૂધ 1 લિટર
  • લીંબુનો રસ 4 ટે.સ્પૂન
  • દળેલી ખાંડ 1 કપ
  • બદામ સજાવવા માટે 8-10

રીતઃ બદામને હૂંફાળા ગરમ પાણીમાં 2-3 કલાક માટે પલાળી રાખો. ત્યારબાદ બદામની છાલ કાઢીને તેને મિક્સીમાં પીસી લો.

દૂધને એક વાસણમાં ગરમ કરવા મૂકો. એક વાટકીમાં લીંબુનો રસ 4 ટે.સ્પૂન લઈ તેમાં 4 ટે.સ્પૂન પાણી મેળવો. દૂધમાં ઉભરો આવે એટલે લીંબુનો રસ 2 ટે.સ્પૂન મેળવી 1 મિનિટ માટે કડછી વડે દૂધ હલાવો. ત્યારબાદ ફરીથી 2 ટે.સ્પૂન લીંબુનો રસ મેળવી હલાવતા રહો. દૂધ ફાટવા આવે પાણી તેમાંથી છૂટું પડવા લાગે એટલે 5-7 મિનિટમાં પનીર તૈયાર થઈ જશે.

હવે આ પનીરને સ્ટીલની ગળણીમાં ગાળી લો. ઉપરથી ઠંડું પાણી રેડી દો. ત્યારબાદ પનીરને એક સુતરાઉ કાપડમાં બાંધીને એ જ સ્ટીલની ગળણીમાં 1 કલાક માટે મૂકી રાખો. જેથી તેમાં રહેલું પાણી પણ નિતરી જાય,

હવે પનીરને હથેળી વડે થોડું કુણી લો. ત્યારબાદ તેમાં દળેલી ખાંડ તેમજ પીસેલી બદામ ઉમેરીને લોટની જેમ આ મિશ્રણ બાધી દો.

એક કઢાઈને ગેસ ઉપર ગરમ કરવા મૂકો. ગરમ થાય એટલે તેમાં આ મિશ્રણને ગરમ થવા મૂકો. ફક્ત 2-3 મિનિટ તવેથા વડે ફેરવીને ગરમ થવા દો. બહુ વધુ ગરમ ના કરવું. 2 મિનિટ બાદ તેમાંથી શીંગદાણા જેટલું મિશ્રણ લઈ તેને ગોલો વાળી જુઓ. જો આ મિશ્રણ હાથમાં ચોંટતું ના હોય અને લીસો ગોલો વળી જાય તો ગેસ બંદ કરીને મિશ્રણ નીચે ઉતારી લો.

આ મિશ્રણના ગોલા વાળી તેને થોડા ચપટાં કરીને તેની ઉપર એક એક બદામ લગાડીને સજાવી દો. સંદેશને ચોરસ આકાર પણ આપી શકો છો.

મુંબઈની શાળાની નેત્રહીન વિદ્યાર્થિનીઓએ માણ્યો દહીહાંડી ઉત્સવ

જીવન પ્રબોધિની ટ્રસ્ટ સંસ્થાના ઉપક્રમે આધારિકા ફાઉન્ડેશન સંસ્થાએ મુંબઈના દાદર ઉપનગરની શ્રીમતી કમલા મહેતા શાળાની નેત્રહીન વિદ્યાર્થિનીઓ માટે 6 સપ્ટેમ્બર, બુધવારે દહીહાંડી ઉત્સવનું આયોજન કર્યું હતું. વિદ્યાર્થિનીઓએ પર્વને આનંદપૂર્વક માણ્યો હતો. નેત્રહીન વિદ્યાર્થિનીઓનાં સમર્થનમાં વિસ્તારની એક અન્ય શાળાની વિદ્યાર્થિનીઓ કાળી માતાનો વેશ ધારણ કરીને આવી હતી અને પરફોર્મ કર્યું હતું. (તસવીરકારઃ દીપક ધુરી)

 

લાલાને લાડ લડાવે છે ભક્તો…

જન્માષ્ટમી આવી રહી છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના જન્મની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. અનેક સ્વરૂપમાં પોતાના ભક્તોને રીઝવતા કનૈયાનું એક બાળ સ્વરૂપ પણ છે. ભક્તો એને લાલો કહે છે. આજે પણ એવા ભક્તો છે જે કૃષ્ણભગવાનના બાળ સ્વરૂપ લાલાને પોતાના વહ્લાલાસોયા બાળકની જેમ રાખે છે.

લાલો અમારા ઘરની ધડકન છે

બાળપણથી જ જે લાલા સાથે મોટા થયા છે એ પૂર્વેશ પટેલ ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે, અમારા ઘરમાં બધા પછી પહેલા લાલો. હું નાનો હતો ત્યારે મારા દાદીમાં લાલાની પૂજા કરતા પછી મારા મમ્મી કરતા અને હવે મારા પત્ની પણ કરે છે.

લાલા પ્રત્યે લાગણી વ્યક્ત કરતા પૂર્વેશ ભાઈ કહે છે કે, પૂજા કોઈ પણ કરે, પરંતુ લાલાના મંદિરની સજાવટ કરવાનું કામ મારું. અને એમાં પણ જન્માષ્ટમીના દિવસે તો અમે આખુય ઘર સજાવીએ. લાલો અમારા ઘરની ધડકન છે. અમે બધા લાલા સાથે એવી રીતે જોડાઈ ગયા છીએ કે અમને તો એમ લાગતુ જ નથી કે આ જગતનો નાથ છે. લાલો અમારા માટે તો અમારુ બાળક છે. ભગવાન પણ બાળક હોઈ શકે એ લાલાને જોયા પછી જ ખબર પડે.

ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જા જ રહે છે

હું તો આ વર્ષે જ લાલાને લાવી છું પણ લાગે છે ભવોભવની લાગણીઓ જોડાઈ છે એની સાથે. આ શબ્દો છે અમદાવાદના નીલમ દવેના. ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે, લાલાનું બાળ સ્વરૂપ મારા ઘરે છે. મારા પતિને કેન્સર છે પણ લાલાનો પ્રભાવ એવો છે કે ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જા જ રહે છે.

વધુમાં નીલમ બહેન કહે છે, મારા દિકરાઓ કોઈ પણ વસ્તુ લાવે તો કહે મમ્મી પહેલા લાલાને આપ. લાલો તો અમારા હૈયાનો હાર છે. એ ભગવાન છે છતા પણ અમને તો જાણે અમારા પરિવારનું નાનું બાળક હોય એમ લાગે છે. આખો દિવસ એની પાછળ અને એના કામમાં જાય છે. લાલાને ઉઠાડવાનો, નાસ્તો કરાવવો, જમવાનું આપવું. જેમ નાના બાળક પાછળ દિવસ જાય એવી જ રીતે લાલા પાછળ સમય જાય. છતા એક ઔલોકિક શાંતિ અનુભવાય. કાલે તો મારા લાલાની બર્થડે છે. એની માટે મારા દિકરા સરપ્રાઈઝ ગીફ્ટ લાવ્યા છે. ચાંદીની વાંસળી અને જળ ભરવા માટે ચાંદીની જાળી લાવ્યા છે. અમારા માટે આ જન્માષ્ટમી ખાસ છે કારણ કે પહેલી વાર મારો લાલો ઘરે આવ્યો છે.

રીસાઇ જાય ત્યારે વાઘા પહેરવામાં નાટક કરે મારો લાલો

 વર્ષોથી લાલાને રાખતા પાયલ ગજ્જર ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે કે, “લાલો બધા માટે ભગવાન છે પણ મારા માટે તો બાળક છે. એ ભગવાનનું સ્વરૂપ છે એમાં કોઇ બે મત નથી, પરંતુ અમારા સબંધ એનાથી પણ પર છે. જ્યારે મે લાલાને લાવવાનો વિચાર કર્યો હતો. ત્યારે મને લાગતુ હતુ કે હું કેવી રીતે લાલાને રાખીશ મારાથી કોઇ ભુલ તો નહી થઇ જાય ને ? પણ જ્યારે લાલો મારા ઘરે આવ્યો ત્યારે મારી દરેક મુશ્કેલી દુર થઇ ગઇ, મારી સવાર લાલાની સાથે જ થાય છે. એને સ્નાન કરાવવું, વાઘા પહેરાવવા, શણગાર કરવો પુજા કરવી, નાસ્તો કરાવવાથી લઇને રાત્રે સુતા સમય સુધી બાળકની જેમ જ હું એની દેખરેખ રાખું છું. અને હા મારે જ્યારે પણ બહાર જવાનું થાય ત્યારે લાલાને મારી મમ્મીના ઘરે મુકીને જઉં છું.

પાયલ વધુમાં કહે છે, કોઇ પણ તહેવાર આવે, લાલા માટે દરેક વસ્તુ આવી જ જાય છે. હોળી હોય તો એ મારી સાથે પીચકારી રમે, ઉતરાયણ હોય તો પતંગ ચગાવે, નવરાત્રીમાં રાસ રમે,  ખાસ ઉજવણી એના જન્મ દિવસની થાય. જન્માષ્ટમીના દિવસે મારા ઘરે બહુ મોટો ઉત્સવ થાય છે. અમારા ઘરમાં કોઇ પણ બિમાર હોય તો લાલાના હાવભાવ પણ બદલાઇ જાય છે. જ્યારે એ રીસાઇ જાય ત્યારે વાઘા પહેરવામાં નાટક કરે, વાંસળી હાથમાંથી પાડી નાંખે ત્યારે અમને ખબર પડી જાય કે આજે લાલો રીસાયો છે.

ઘણા ભક્તો એવા પણ છે જેમના ઘરે લાલજી માટે અલગ રૂમ, ફ્રીજ, એસી, તીજોરી જેવી વ્યવસ્થા કરવામાં આવે છે. જેનો ઉપયોગ માત્ર લાલજી માટે જ કરાય છે. કદાચ આવી વાતો માન્યામાં ના આવે પણ લાલજી માટે પોતાનું બધુ ન્યોછાવર કરનાર ભક્તો આજે પણ છે. કદાચ આ જ કારણે આજે પણ સૈકાઓ પછી દર વર્ષે ભગવાન શ્રીકૃષ્ણ પુથ્વી પર અવતરે છે જેનો ઉત્સવ આખુ વિશ્વ મનાવે છે. માટે જ ભગવાનનું બાળ સ્વરૂપ લાલો આજે પારણે ઝુલે છે.

હેતલ રાવ

પ્રજ્ઞેશ વ્યાસ

ગેમ્સક્રાફ્ટ GST કેસઃ સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના ચુકાદા પર સ્ટે મૂક્યો

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે કર્ણાટક હાઇકોર્ટના એક ચુકાદા પર સ્ટે મૂક્યો છે. હાઇકોર્ટે બેંગલુરુ સ્થિત ઓનલાઇન ગેમિંગ કંપની ગેમ્સક્રાફ્ટ (Gameskraft) ટેક્નોલોજીને જારી કરેલી રૂ. 20,989 કરોડની નોટિસ રદ કરી છે. આ નોટિસ  કંપની પર GST ચોરીના આરોપ સંબંધિત હતી. કોર્ટે કહ્યું હતું કે હાઇકોર્ટના ચુકાદામાં કેટલાંય પાસાં છે, જેના પર વધુ તપાસ કરવાની જરૂર છે.

કોર્ટે આ વર્ષના મેમાં ડિરેક્ટોરેટ જનરલ ઓફ GST ઇન્ટેલિજન્સના ઓર્ડરને પણ રદ કર્યો હતો. અધિકારીઓએ આ ઓર્ડર ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જારી કર્યો હતો. આ ઓર્ડરમાં ગેમ્સક્રાફ્ટ પર 2017થી 30 જૂન, 2022ની વચ્ચે રૂ. 21,000 કરોડના GSTની ચુકવણી નહીં કરવાનો આરોપ લગાવ્યો હતો.

CJI ડીવાય ચંદ્રચૂડની આગેવાની ખંડપીઠે આ કેસની અંતિમ સુનાવણી ત્રણ સપ્તાહમાં કરે એવી શક્યતા છે. ગેમ્સક્રાફ્ટ ટેક્નોલોજી પ્રાઇવેટ લિ. (GTPL) પર કાર્ડ અને ફેન્ટન્સી ગેમ દ્વારા ઓનલાઇન બેટિંગને પ્રોત્સાહન આપવાનો પણ આરોપ છે.

ગ્રાહકો દ્વારા એક વાર એના વોલેટમાં પૈસા નાખ્યા પછી એને પરત મેળવવાનો કોઈ રસ્તો નહોતો, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. અધિકારીઓના જણાવ્યા મુજબ કંપની ગ્રાહકોને ઇનવોઇસ પણ જારી નહોતી કરતી. અધિકારીઓએ દાવો કર્યો હતો કે કંપનીના માધ્યમથી લગાવવામાં આવેલા આશરે રૂ. 77,000 કરોડના દાવ પર 28 ટકા ટેક્સ લગાવવામાં આવ્યો હતો, જે સામાન્ય રીતે લક કે સટ્ટાબાજીથી જોડાયેલી ગેમ પર લાગુ થાય છે. ટોચની કોર્ટે કેન્દ્રની વિનંતી પર કંપનીને જવાબ દાખલ કરવા નિર્દેશ આપ્યા છે.

 

 

 

 

 

સરકારી ડેટાથી બે લાખ નકલી આધારકાર્ડ, પેનકાર્ડ બનાવાયાઃ પોલીસ

સુરતઃ રાજ્યના સુરત શહેરમાં એક વેબસાઇટનો ઉપયોગ કરીને આધાર અને પેન કાર્ડની સાથે-સાથે મતદાતા ઓળખ પત્ર દેવા નકલી દસ્તાવેજ બનાવવાના આરોપમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કહ્યું હતું કે આરોપીઓએ આધાર અને પેન કાર્ડ જેવા આશરે બે લાખ નકલી ઓળખ દસ્તાવેજો બનાવ્યા હતા અને એને પ્રત્યેકને રૂ. 15થી રૂ. 200માં વેચી દીધાં હતાં.

તેમણે કહ્યું હતું કે આરોપી સરકારી ડેટાબેઝ સુધી પહોંચ બનાવી રહ્યા હતા, જે ગેરકાયદે અધિકારનો મામલો છે અને એક ગંભીર મુદ્દો છે. એડિશનલ પોલીસ કમિશનર (આર્થિક ગુના શાખા) વીકે પરમારે જણાવ્યું હતું કે એક ખાનગી ધિરાણકર્તા બેન્કના પદાધિકારીઓની ફરિયાદ પર કાર્યવાહી કરતાં બે સપ્તાહ પહેલાં નકલી અને છેતરપિંડીના આરોપમાં છ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ફરિયાદકર્તાઓએ ફરિયાદમાં કહ્યું હતું કે કેટલાક લોકોએ નકલી દસ્તાવેજોને આધારે લોન હાંસલ કરી હતી અને એના હપતાની ચુકવણી નહોતી કરી. આ આરોપીઓમાંથી એકની ઓળખ પ્રિન્સ હેમંત પ્રસાદ તરીકે થઈ છે. 

આરોપીએ કહ્યું હતું કે તેણે પ્રતિ દસ્તાવેજ રૂ. 15-50ની ચુકવણી પર નકલી આધાર અને પેનકાર્ડ ડાઉનલોડ કરવા માટે રજિસ્ટર્ડ યુઝરનેમ અને પાસવર્ડનો ઉપયોગ કરીને વેબસાઇટને એક્સેસ કરી હતી. આ નકલી આધારકાર્ડ અને ઓળખકાર્ડનો ઉપયોગ લોન લેવા માટે અને સિમકાર્ડ ખરીદવા માટે કરવામાં આવતો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.

આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા બોગસ આધારકાર્ડ અને પાનકાર્ડ સહિત બે લાખ બોગસ ડોક્યુમેન્ટસ બનાવનાર ટોળકીને પકડી લીધી છે. સુરત ઇકો સેલે અત્યાર સુધીમાં પોલીસે ગુજરાત રાજસ્થાન અને યુપીમાંથી આઠ આરોપીઓની ધરપકડ કરી રૂ. 25 લાખ જપ્ત કર્યા છે.

 

 

 

 

 

ગણેશ ચતુર્થીથી નવા બિલ્ડિંગમાં સંસદની કાર્યવાહી થશે

સંસદના વિશેષ સત્રની કાર્યવાહી 18 સપ્ટેમ્બરે જૂની બિલ્ડિંગમાં જ શરૂ થશે. જો કે, ગણેશ ચતુર્થીના અવસર પર સંસદની પ્રથમ કાર્યવાહી 19 સપ્ટેમ્બરે નવા સંસદભવનમાં યોજાશે. સમાચાર એજન્સી ANIએ સૂત્રોને ટાંકીને આ દાવો કર્યો છે. જણાવી દઈએ કે આ વર્ષે 28 મેના રોજ પીએમ નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું અને તેને દેશવાસીઓને સમર્પિત કર્યું હતું. 5 ઓગસ્ટ, 2019 ના રોજ, લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોએ સરકારને નવી સંસદ ભવન બનાવવાની વિનંતી કરી હતી. આ પછી, 10 ડિસેમ્બર 2020 ના રોજ, વડા પ્રધાન મોદીએ નવી સંસદ ભવનનો શિલાન્યાસ કર્યો. નવનિર્મિત સંસદ ભવન રેકોર્ડ સમયમાં ગુણવત્તા સાથે પૂર્ણ થયું છે.

નવી અને જૂની ઇમારત વચ્ચે શું તફાવત છે?

સંસદની હાલની ઇમારત 1927માં પૂર્ણ થઈ હતી, જે હવે લગભગ 100 વર્ષ જૂની થવા જઈ રહી છે. હાલની જરૂરિયાત મુજબ આ મકાનમાં જગ્યાનો અભાવ હતો. બંને ગૃહમાં સાંસદોને બેસવા માટેની અનુકૂળ વ્યવસ્થા પણ ઓછી પડી રહી હતી. આને ધ્યાનમાં રાખીને, લોકસભા અને રાજ્યસભા બંનેએ સંસદ માટે નવી ઇમારત બાંધવા સરકારને વિનંતી કરતા ઠરાવો પસાર કર્યા. સંસદનું નવનિર્મિત ભવન ભારતની ભવ્ય લોકતાંત્રિક પરંપરાઓ અને બંધારણીય મૂલ્યોને વધુ સમૃદ્ધ બનાવવાનું કામ કરશે. તે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે, જે સભ્યોને તેમના કાર્યો વધુ સારી રીતે કરવામાં મદદ કરશે. નવા સંસદ ભવનમાંથી 888 સભ્યો લોકસભામાં બેસી શકશે. સંસદની વર્તમાન ઇમારતમાં લોકસભામાં 543 અને રાજ્યસભામાં 250 સભ્યો માટે બેઠક વ્યવસ્થા છે. ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સંસદના નવનિર્મિત ઈમારતમાં લોકસભામાં 888 અને રાજ્યસભામાં 384 સભ્યો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. બંને ગૃહોનું સંયુક્ત સત્ર લોકસભા ચેમ્બરમાં યોજાશે.

વન નેશન, વન ઈલેક્શનઃ અમિત શાહની પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે ખાસ બેઠક

ગૃહ પ્રધાન અમિત શાહે બુધવારે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે 12 જનપથ રોડ, દિલ્હી ખાતે વન નેશન, વન ઈલેક્શનને લઈને બેઠક યોજી હતી. રામનાથ કોવિંદ એક રાષ્ટ્ર, એક ચૂંટણીની શક્યતાઓ શોધવા માટે રચાયેલી સમિતિના અધ્યક્ષ છે. અમિત શાહ પણ આ સમિતિના સભ્ય છે. કોવિંદ અને શાહની બેઠક દરમિયાન કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ અને અન્ય અધિકારીઓ પણ હાજર હતા. કેન્દ્ર સરકારે કોવિંદની અધ્યક્ષતામાં આઠ સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિની રચના માટે સૂચના બહાર પાડી હતી.

સમિતિના સભ્યો કોણ છે?

ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત, સમિતિના સભ્યોમાં વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે, ભૂતપૂર્વ લોકસભા સચિવ સુભાષ કશ્યપ, એનકે સિંહ, ભૂતપૂર્વ સીવીસી સંજય કોઠારી, લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી અને રાજ્યસભામાં વિપક્ષના ભૂતપૂર્વ નેતા છે. ગુલામ નબી આઝાદ. જો કે, અધીર રંજન ચૌધરીએ પાછળથી સમિતિનો ભાગ બનવાનો ઇનકાર કર્યો હતો.

સમિતિનું શું કામ છે?

સરકારે લોકસભા, રાજ્ય વિધાનસભાઓ, નગરપાલિકાઓ અને પંચાયતોની ચૂંટણીઓ એકસાથે કરાવવાના મુદ્દા પર તપાસ કરવા અને વહેલી તકે ભલામણો કરવા માટે એક સમિતિની રચના કરી છે. આ સમિતિ બંધારણ, લોકપ્રતિનિધિત્વ અધિનિયમ અને અન્ય કોઈપણ કાયદા અને નિયમોની તપાસ કરશે. તે ચોક્કસ સુધારાઓની પણ ભલામણ કરશે કારણ કે એકસાથે ચૂંટણી યોજવાના હેતુ માટે આની જરૂર પડશે. કમિટી એ પણ તપાસ કરશે અને ભલામણ કરશે કે શું બંધારણમાં સુધારા માટે રાજ્યોના સમર્થનની જરૂર પડશે. તમને જણાવી દઈએ કે એક રાષ્ટ્ર, એક ચૂંટણીની વકાલત કરતી વખતે પીએમ મોદી સમયાંતરે કહેતા રહ્યા છે કે આનાથી સમય અને પૈસાની બચત થશે. બીજી તરફ વિપક્ષો કહી રહ્યા છે કે આ રાજ્યોના સંઘ પર હુમલો હશે.

INDIA કે ભારત : PM મોદીએ મંત્રીઓને સૂચના આપી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે મંત્રી પરિષદની બેઠકમાં મંત્રીઓને ભારત-ભારત વિવાદ પર કંઈ ન બોલવા સૂચના આપી છે. સૂત્રોએ આ માહિતી આપી હતી. શરતો સાથે વડાપ્રધાને સનાતન ધર્મ વિવાદ પર યોગ્ય જવાબ આપવા જણાવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મંત્રીઓને એમ પણ કહ્યું હતું કે G-20 બેઠકમાં અધિકૃત વ્યક્તિ સિવાય અન્ય કોઈ મંત્રી બોલે નહીં. આ સિવાય વડાપ્રધાન મોદીએ બસ પૂલનો ઉપયોગ કરવા માટે ખાસ સૂચના આપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમએ કહ્યું છે કે 9મીએ આયોજિત ડિનરમાં સામેલ થનારા મંત્રીઓ પોતાના વાહનોમાં સંસદ ભવન સંકુલ પહોંચે અને બસો દ્વારા કાર્યક્રમ સ્થળ પર જાય.

રાત્રિભોજન અંગે પ્રધાનોને વડાપ્રધાનની સલાહ

રાત્રિભોજન માટે આમંત્રિત કરાયેલા મુખ્યમંત્રી પણ તેમના કાર્યકરો સાથે સંસદ ભવન સંકુલ પહોંચશે અને ત્યાંથી બસમાં જશે. રાત્રિભોજન માટે મંત્રીઓ અને મુખ્યમંત્રીએ સાંજે 5:50 વાગ્યા સુધીમાં સંસદ ભવન સંકુલમાં પહોંચવાનું રહેશે અને સાંજે 6:30 વાગ્યા સુધીમાં સ્થળ પર પહોંચવાનું રહેશે.

દિલ્હીમાં જી-20 સમિટ યોજાઈ

તમને જણાવી દઈએ કે ભારતની અધ્યક્ષતામાં 9 થી 10 સપ્ટેમ્બર દરમિયાન દિલ્હીમાં G-20 સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન સહિત વિશ્વભરના ઘણા દેશોના વડાઓ ભાગ લઈ રહ્યા છે. 9 સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા જી-20 ડિનરનું આયોજન કરવામાં આવશે.

 

આમંત્રણ પત્ર પર વિવાદ

તેના આમંત્રણમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ‘ભારતના રાષ્ટ્રપતિ’ તરીકે સંબોધવામાં આવ્યા છે. વિરોધ પક્ષોએ ‘ભારતના રાષ્ટ્રપતિ’ને બદલે ‘ભારતના રાષ્ટ્રપતિ’ લખવા સામે વાંધો ઉઠાવ્યો છે. વિપક્ષે દાવો કર્યો હતો કે કેન્દ્ર સરકાર વિપક્ષી ગઠબંધન ભારતથી ડરીને દેશનું નામ બદલવાનો પ્રયાસ કરી રહી છે.

ઉધયનિધિ સ્ટાલિને સનાતન ધર્મ અંગે નિવેદન આપ્યું હતું

પીએમ મોદી વતી સનાતન ધર્મ વિવાદ પર મંત્રીઓને બોલવાની પરવાનગી આપવામાં આવી છે. વાસ્તવમાં, તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર અને રાજ્ય સરકારના મંત્રી ઉધયનિધિ સ્ટાલિને એક કાર્યક્રમમાં સનાતન ધર્મ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. સનાતન ધર્મને કોરોના વાયરસ, ડેન્ગ્યુ અને મેલેરિયા સાથે સરખાવીને તેના નાબૂદીની વાત કરી.

વેબસિરીઝના કન્ટેઈન્ટ પર નિયંત્રણ જરૂરી : જૈનાચાર્ય રત્નસુંદર સૂરીશ્વરજી પિટિશન દાખલ કરશે

સુરત:  “ટેલિવિઝન, થિયેટર અને મલ્ટિપ્લેક્સ માટે સેન્સરશિપ છે પરંતુ OTT માધ્યમ પર બનતી ફિલ્મો કે વેબસિરીઝ ઉપર કોઈનું નિયંત્રણ નથી.

આ માધ્યમ પર અશ્લીલ દ્રશ્યોને કારણે પરિવાર સાથે બેસીને ફિલ્મ કે શો જોઈ શકાય તેવી સ્થિતિ રહેતી નથી. આમા ભાષા પણ એટલી નિમ્નકોટીની હોય છે કે બાળકો અને પરિવારના સભ્યો સાથે તેને સાંભળવી પણ દુષ્કર હોય છે. આ પ્રકારના દ્રશ્યો અને સંવાદો ઉપર લગામ કસવાની જરૂર છે. અને હિંસાના દ્રશ્યોમાં પણ અતિરેક હોય છે આ બધી બાબતે નિયંત્રણ અતિઆવશ્યક બન્યુ છે. ” સુરતમાં ચાતુર્માસ ફરમાવી રહેલા પદ્મભૂષણ જૈનાચાર્ય રત્નસુંદર સૂરીશ્વરજીએ આ હૈયાવરાળ મીડિયા સમક્ષ ઠાલવી હતી.

જૈનાચાર્ય હવે અહીથી અટકવાના નથી. તેઓ આ બાબતે પિટિશન પણ દાખલ કરવાના છે. એમણે વધુમાં કહ્યુ કે OTT માધ્યમને લઈને કેટલાક પરિવારના લોકો મને મળવા આવ્યા હતા તેમણે કહ્યું હતું કે જે રીતે વેબ સિરીઝમાં ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવી રહી છે તે ખૂબ જ નિમ્ન કોટીની હોય છે. આગળ પણ સેકસ એજ્યુકેશનને લઈને મેં લડાઈ લડી હતી. તેમાં મને સફળતા મળી હતી.

કેન્દ્ર સરકારના કેટલાક નેતાઓ સાથે મારી આ વિષય પર મુલાકાત પણ થઇ છે. તેમજ વિરોધ પક્ષનાનેતાઓ સાથે પણ મુલાકાત કરી છે. આ બાબતે હું કાયદેસરની પિટિશન દાખલ કરવા જઈ રહ્યો છું. આના વિરોધ માટે સૌએ આગળ આવવું જોઈએ. કારણ કે ભારતની યુવાપેઢીને આ દુષણ બરબાદ કરી દેશે.