મુંબઈ: બૃહદમુંબઈ મહાનગરપાલિકા શિક્ષણ વિભાગ અંતર્ગત શ્રી મોહનભાઈ પટેલ પ્રાથમિક શાળામાં અભિનય ગીતની આંતરશાળા સ્પર્ધાનું આયોજન તા. ૨૬/૮/૨૦૨૩ના દિવસે કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ૧૫ પ્રાથમિક શાળાઓનાં ધોરણ-૧નાં ૧૫ બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
નાનાં ભૂલકાઓએ બાળગીતોને અભિનય સાથે ગાઈને સહુને મંત્રમુગ્ધ કરી દીધાં હતાં. આ સ્પર્ધામાં શ્રી મોહનભાઈ પટેલ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની કુમારી માનવી ઈશ્વર રબારીએ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિદ્યાલયની ધ્રુવી કૌશલ મહેતાએ દ્વિતિય સ્થાન શોભાવ્યું હતું.
સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિદ્યાલયના પ્રાચાર્ય શ્રીમતી કવિતાબહેન મારૂએ ધ્રુવીને અભિનય ગીત શીખવ્યું હતું. ‘ગામને ગોંદરે ગાડું ચાલે’ ગીત પ્રમાણે વેશભૂષા ઉપર પણ ખાસ ધ્યાન આપ્યું હતું. ધ્રુવીએ ગીતના બોલ સ્પષ્ટપણે ગાઈને અભિનયના લ્હેકાઓ વડે સહુનું દિલ જીતી લીધું. ગુજરાતી માધ્યમની શાળા બદલાઈ રહી છે એ વાત આ સ્પર્ધાઓ દ્વારા માલૂમ પડે છે.
કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભાવેશભાઈ ચૌહાણ અને મુકુંદભાઈ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા અને ખાનગી શાળા વિભાગનાં મનિષાબેન રાંભિયાએ નિર્ણાયક તરીકેની ભૂમિકા નિભાવી હતી.
વર્લ્ડ કપ 2023 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે. આ વર્લ્ડ કપનું આયોજન ભારતની ધરતી પર થવાનું છે. જોકે વર્લ્ડ કપને લઈને ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તે જ સમયે, હવે વર્લ્ડ કપ મેચોની ટિકિટ બુકિંગની તારીખ જાહેર કરવામાં આવી છે. ભારતીય મેચો સિવાય માટેની ટિકિટોનું ઓનલાઈન બુકિંગ માસ્ટરકાર્ડ વપરાશકર્તાઓ માટે 24 ઓગસ્ટના રોજ સાંજે 6 વાગ્યે, ગરમ મેચો સિવાય ઉપલબ્ધ છે. તે જ સમયે, હવે ભારતીય મેચો માટે ઓનલાઈન ટિકિટ બુકિંગની તારીખ જાહેર કરવામાં આવી છે.
ભારતીય મેચોની ટિકિટ ક્યારે મળશે?
ભારતીય મેચોની ટિકિટ માસ્ટરકાર્ડ વપરાશકર્તાઓ માટે મંગળવાર એટલે કે 27મી ઓગસ્ટથી ઓનલાઈન ઉપલબ્ધ થશે. આ પછી, માસ્ટરકાર્ડ વપરાશકર્તાઓ ઑનલાઇન ટિકિટ ખરીદી શકશે. મંગળવારથી, માસ્ટરકાર્ડ યુઝર્સ ભારતીય મેચો સિવાય વોર્મ-અપ મેચો અને અન્ય ટીમોની મેચ માટે ટિકિટ બુક કરી શકશે. જો કે, માસ્ટરકાર્ડ યુઝર્સ 14 સપ્ટેમ્બરના રોજ સાંજે 6 વાગ્યાથી સેમિ-ફાઇનલ અને ફાઇનલ મેચ માટે ટિકિટ ખરીદી શકશે.
ક્યારે ખરીદી શકશે?
તે જ સમયે, માસ્ટરકાર્ડ વપરાશકર્તાઓ સિવાય, કોઈપણ વપરાશકર્તાઓ 30 ઓગસ્ટથી ભારતીય મેચ માટે ઑનલાઇન ટિકિટ બુક કરી શકશે. ભારતીય ટીમની ગુવાહાટી અને તિરુવનંતપુરમ મેચની ટિકિટ 30 ઓગસ્ટે રાત્રે 8 વાગ્યાથી ઉપલબ્ધ થશે. જ્યારે ચેન્નાઈ, દિલ્હી અને પૂણેમાં યોજાનારી મેચોની ટિકિટ 30 ઓગસ્ટે રાત્રે 8 વાગ્યાથી ઉપલબ્ધ થશે. ધર્મશાલા, લખનૌ અને મુંબઈમાં યોજાનારી મેચોની ટિકિટ 1 સપ્ટેમ્બરે રાત્રે 8 વાગ્યાથી ઉપલબ્ધ થશે. બેંગ્લોર અને કોલકાતામાં યોજાનારી મેચોની ટિકિટ 2 સપ્ટેમ્બરે રાત્રે 8 વાગ્યાથી ઉપલબ્ધ થશે. તેવી જ રીતે, ચાહકો 3 સપ્ટેમ્બરે રાત્રે 8 વાગ્યાથી અમદાવાદમાં યોજાનારી મેચોની ટિકિટ બુક કરી શકશે.
ભારતના ચંદ્રયાન-3 એ ચંદ્ર વિશે માહિતી આપવાનું શરૂ કરી દીધું છે. વિક્રમ લેન્ડર અને રોવર પ્રજ્ઞાન પરના તમામ સાધનો યોગ્ય રીતે કામ કરી રહ્યા છે. લેન્ડર વિક્રમે ચંદ્રની સપાટીનું તાપમાન શોધી કાઢ્યું છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ X પર આ અપડેટ શેર કર્યું છે. ઈસરોએ જણાવ્યું કે ચંદ્રની સપાટીનું તાપમાન જાણવા માટે લેન્ડર વિક્રમ પર લુનર સરફેસ થર્મોફિઝિકલ એક્સપેરીમેન્ટ (ChaSTE) પેલોડથી પ્રથમ અવલોકન કરવામાં આવ્યું હતું. ISRO એ સમજાવ્યું કે પ્રસ્તુત ગ્રાફ ચંદ્રની સપાટી અથવા વિવિધ ઊંડાણો પર સપાટીના તાપમાનમાં તફાવત દર્શાવે છે, જે તપાસ દરમિયાન નોંધવામાં આવ્યું હતું. ચંદ્રના દક્ષિણ ધ્રુવ વિશે આ પ્રકારની પ્રથમ માહિતી છે. તેનો વિગતવાર અભ્યાસ હજુ ચાલુ છે. ISRO દ્વારા બહાર પાડવામાં આવેલા ગ્રાફમાં બતાવવામાં આવ્યું છે કે જેમ જેમ ChaSTE પેલોડ ઊંડાઈ તરફ આગળ વધે છે તેમ ચંદ્રની સપાટીના તાપમાનમાં વધઘટ જોવા મળે છે.
Chandrayaan-3 Mission: First observations from the ChaSTE (Chandra’s Surface Thermophysical Experiment) payload onboard Vikram Lander: ISRO
The presented graph illustrates the temperature variations of the lunar surface/near-surface at various depths, as recorded during the… pic.twitter.com/PeOi0XQCrf
વિક્રમ લેન્ડર પરનું ChaSTE દક્ષિણ ધ્રુવની આસપાસ ચંદ્રની ઉપરની જમીનનું તાપમાન માપે છે. તેની મદદથી ચંદ્રની સપાટીનું થર્મલ ગણિત સમજી શકાય છે. ChaSTE પેલોડ એ તાપમાનની તપાસ છે, જે નિયંત્રિત એન્ટ્રી મિકેનિઝમની મદદથી 10 સે.મી.ની ઊંડાઈ સુધી પહોંચી શકે છે. પેલોડમાં 10 વિવિધ તાપમાન સેન્સર છે. ISRO દ્વારા શેર કરવામાં આવેલો ગ્રાફ વિવિધ ઊંડાણો પર નોંધાયેલ ચંદ્રની સપાટી અથવા નજીકની સપાટીના તાપમાનમાં તફાવત દર્શાવે છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર આ પ્રથમ તપાસ છે. ભારત આમ કરનાર પ્રથમ દેશ બની ગયો છે.
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એમના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ના 104મા એપિસોડમાં નાગરિકો સાથે પોતાના મનની કેટલીક વાતો શેર કરી હતી. ચીનમાં યોજાઈ ગયેલી વર્લ્ડ યૂનિવર્સિટી ગેમ્સમાં ભારતીય રમતવીરોએ દર્શાવેલા ઉત્તમ દેખાવની વડા પ્રધાને પ્રશંસા કરી હતી. તે રમતોત્સવમાં મેડલ જીતનાર કેટલાક ભારતીય રમતવીરો સાથે એમણે વાતચીત પણ કરી હતી.
એમાંના એક એથ્લીટે વડા પ્રધાનને પૂછ્યું હતું કે, ‘તમારી ફેવરિટ રમત કઈ છે?’ ત્યારે સૌના આશ્ચર્ય વચ્ચે મોદીએ ક્રિકેટ કહ્યું નહોતું. તેના જવાબમાં મોદીએ હોકી, ખો-ખો, કબડ્ડી અને ફૂટબોલ રમતોનું નામ દીધું હતું, પણ ક્રિકેટનું નામ પણ લીધું નહોતું. તેમણે કહ્યું કે, હોકી, ખો-ખો, કબડ્ડી, ફૂટબોલ રમતો ભારતની ધરતી પર જન્મ પામેલી છે. એટલે આપણા દેશે એમાં જરાય પાછળ રહેવું ન જોઈએ. ભારતે રમતગમતોમાં સરસ રીતે પ્રગતિ કરવી જોઈએ અને એટલા માટે જ હું આ બધી બાબતોને પ્રોત્સાહન આપી રહ્યો છું. હવે વધુ ને વધુ લોકો શૂટિંગ અને તીરંદાજી રમતોમાં પણ રસ લેવા માંડ્યા છે. મને લાગે છે કે રમતગમતો પ્રત્યે લોકોનું વલણ ઘણું બદલાયું છે.’
મુંબઈઃ અહીંના સાંતાક્રુઝ (ઈસ્ટ)માં મહાનગરપાલિકાના કાર્યાલયની નજીક આવેલી ગેલેક્સી હોટેલમાં આજે બપોરે લગભગ 1.15 વાગ્યે ભીષણ આગ લાગતાં ત્રણ જણનાં મરણ થયા છે અને બીજા પાંચ જણ ઘાયલ થયા છે.
બનાવની જાણ થતાં પોલીસ, અગ્નિશમન દળના જવાનો તથા સ્થાનિક સત્તાવાળાઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. અગ્નિશામક દળના જવાનોએ છ જણને સુરક્ષિત રીતે બચાવી લીધા છે. આગ હોટેલ ઈમારતના ત્રીજા માળે લાગી હતી. મહાનગરપાલિકાના જણાવ્યા મુજબ આગ લેવલ-1ની છે.
નવી દિલ્હીઃ આજે અહીં એક આંચકાજનક બનાવ બન્યો. આ રાષ્ટ્રીય પાટનગરમાં પાંચ મેટ્રો સ્ટેશનોની દીવાલો પર ખાલિસ્તાનનું સમર્થન કરતો સંદેશ લખેલો જોવા મળ્યો હતો. તેની સાથે શીખ અલગતાવાદી જૂથ શીખ્સ ફોર જસ્ટિસ (એસએફજે)નું નામ પણ લખેલું જોવા મળ્યું હતું. દીવાલો પર લખવામાં આવ્યું હતું; ‘ખાલિસ્તાન ઝિંદાબાદ’, ‘દિલ્હી બનેલા ખાલિસ્તાન’ અને ‘લોન્ગ લાઈવ ખાલિસ્તાન’.
દિલ્હી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે, શહેરમાં જી-20 શિખર સંમેલન યોજાવાનું છે તેવામાં ખાલિસ્તાન તરફી સૂત્રો લખેલી દિલ્હી મેટ્રો સ્ટેશનોની દીવાલોનું એક અણઘડ ફૂટેજ રિલીઝ કરવામાં આવ્યું છે. અલગતાવાદી જૂથ એસએફજેના અસંખ્ય કાર્યકર્તાઓ શિવાજી પાર્ક, પંજાબ બાગ સહિત અનેક મેટ્રો સ્ટેશનમાં ઘૂસ્યા હતા અને ખાલિસ્તાન તરફી નારા લગાવતા હતા. દિલ્હી પોલીસે શિવાજી પાર્ક મેટ્રો સ્ટેશનની દીવાલો પર લખેલા ખાલિસ્તાન તરફી નારા દૂર કરાવ્યા હતા.
2022ના મે મહિનામાં હિમાચલ પ્રદેશ વિધાનભવનના પ્રવેશદ્વારની બહાર ખાલિસ્તાનવાદીઓએ ખાલિસ્તાની ઝંડા ફરકાવ્યા હતા અને નારા લગાવ્યા હતા.
મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ એવો દાવો કર્યો છે કે મુંબઈ શહેરના રસ્તાઓ આવતા અઢી વર્ષમાં ખાડાઓથી મુક્ત થઈ જશે.
અહીં એક કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં શિંદેએ એમના જૂથની હરીફ અને અગાઉની શિવસેના (યૂબીટી) પાર્ટી પર કટાક્ષ કરતા કહ્યું કે, જો અગાઉ શહેરના રસ્તાઓના સીમેન્ટકરણનું કામકાજ પૂરું કરવામાં આવ્યું હોત તો અકસ્માતોને કારણે લોકોના જીવ ગુમાયા ન હોત. આવતા અઢી વર્ષમાં શહેરના તમામ રસ્તા સીમેન્ટ કોંક્રીટના બનાવી દેવામાં આવશે અને એ સાથે જ મુંબઈ ખાડા-મુક્ત થઈ જશે.
બેંગલુરુઃ ભારતના ‘ચંદ્રયાન-3’ અવકાશયાને ચંદ્ર ગ્રહની ધરતી પર દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક ઉતરાણ કરીને દેશે અવકાશ સંશોધન ક્ષેત્રે હાંસલ કરેલી ઐતિહાસિક સિદ્ધિની બીન-લાભકારી સંસ્થા પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ (PETA)એ અનોખી રીતે ઉજવણી કરી છે. તેણે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ને પ્રતીકાત્મક વીગન કેક મોકલી છે.
PETA ઈન્ડિયા સંસ્થાનાં ફેશન, મીડિયા, સેલિબ્રિટી પ્રોજેક્ટ્સ વિભાગનાં મેનેજર મોનિકા ચોપરાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, ‘ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર અવકાશયાનને લેન્ડ કરાવનાર ભારત દુનિયાનો પહેલો દેશ બન્યો છે અને શાકાહાર ખાનારા લોકો પણ મૂળ ભારતનાં છે. આપણો દેશ દુનિયામાં સૌથી વધારે શાકાહારી વસ્તી ધરાવે છે.’
મોનિકા ચોપરાએ વધુમાં જણાવ્યું છે કે, ‘છેલ્લા 10 વર્ષમાં વીગન આહારશૈલી અપનાવનાર લોકોમાં 360 ટકાનો વધારો નોંધાયો છે. તેથી અમારે મન આ મોટા ગર્વની વાત છે.’
આજના દિવસે શાંતિ રાખવી, તમારા શબ્દપ્રયોગ અને ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી છે, વાહન ધીમે ચલાવવું તેમજ ઉતાવળિયા નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, તાવ,માથા,આંખ,હાડકાની તકલીફથી થોડું સાચવવું, થોડી આળસવૃતિના કારણે કામના થવાની મનમાં ફરિયાદ રહે તેવું બની શકે છે.
આજનો દિવસ સારો અને ઉત્સાહવાળો જોવા મળી શકે છે, તમારા કોઈ નવીનકામનું આયોજન થાય, જુનામતભેદ ભૂલવાની તક મળે, કોઈ અગત્યની વાતચીત ક્યાય ચાલતી હોય તેમાં તમને સારો પ્રતિભાવ જોવા મળી શકે છે અને તેમાં અન્યની મદદકે માર્ગદર્શન તમને સારો ટેકો આપી શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સમય પસાર થાય અને ક્યાંક નાણાકીયખર્ચ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય તેમાં તમે થોડા ઉત્સાહિત રહો, અગત્યના કામ માટે ક્યાંક વાર્તાલાપકે મિલનમુલાકાતમાં તમારા મનમાં રહેલા કોઈ પ્રશ્નનો કોઈ રસ્તો આપમેળે મળે તેવું બની શકે છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, ખોટા વાદવિવાદથી દુર રહેવું જરૂરી છે, વાહન ધીમે ચલાવવું, કફ, છાતી,પ્રેસર જેવી તકલીફથી સાચવવું, મનમાંને મનમાં કોઈવાતનો અજંપો રહ્યા કરે અને તેને કારણે તમારા રોજીંદા વ્યવહાર અને વર્તન પર તેની થોડી અસર વર્તાઈ શકે છે, વાદવિવાદથી દુર રહેવું.
આજનો દિવસ સામાન્ય રીતે પસાર થઈ શકે છે, તમારા કામમાં વ્યસ્તતાથી થાક લાગવાની લાગણી અનુભવાય અને આરામકરવાની વૃતિ જાગે, ફરવાકે મુસાફરીમાં ઉત્સાહની સાથે થાક પણ અનુભવો, કોઈ જગ્યાએ કામકાજ અર્થે મિલનમુલાકાત કરવાની હોયતો શાંતિ અને ચોકસાઈ રાખવી યોગ્ય છે.
આજનો દિવસ સારો છે, મિત્ર અને પરિચિત સાથે કોઈ લાભની વાત કરવાની તક મળી શકે છે, ઘણા વખત થી કોઈ ચીજવસ્તુ ખરીદવાની ઈચ્છા ધરાવતા હોવતો તેપણ ફળીભૂત થાય તેવા સંજોગો બની શકે છે, આગળના કોઈ અધૂરાકામ પુરા કરવા માટે પ્રયત્ન કરવાથીતે કામને પણ ગતિ મળી શકે છે.
આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો ઇચ્છનીય છે, ક્યાંક પડવાકે વાગવાના યોગ બની શકે છે, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, હિતશત્રુ,ખટપટી લોકોથી દુર રહેવું, ચામડી,એલર્જી,,ડાયાબીટીસ, સ્ત્રીદર્દ ભોગવતા લોકોએ તકેદારી રાખવી, પ્રભુભક્તિમાં વધુ ધ્યાન રાખવું યોગ્ય કહી શકાય.
આજનો દિવસ સારો અને મસ્તીમજાક વાળો કહી શકાય, તમારી ક્યાંક જૂનીઓળખાણ તાજી થાય અને તમે કરેલા ભૂતકાળના કોઈ કામની કદર થાય, અગત્યના કામની કોઈ વાર્તાલાપકે મિલનમુલાકાત તમારા માટે આજે કરવી યોગ્ય છે જેમાં તમને સારો પ્રતિસાદ મળે તેવા સંજોગો ઉભા થઈ શકે છે.
આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય પરંતુ કોઈ આજના દિવસ માટેનું આયોજન હોયતો તેમાં થોડો વિલંબ થઇ શકે છે પરંતુ કામ સારી રીતે થયાની લાગણી પણ અનુભવાય, ખરીદી કરવા જાવ ત્યારે ધાર્યા કરતા પણ વધુ ખર્ચ થાય તેવું બની શકે છે પરંતુ પસંદગીની ખરીદીનો સંતોષ પણ થાય.
આજનો દિવસ સારો અને ઉત્સાહવાળો કહી શકાય, કોઈ મુસાફરી થઈ શકે છે, ધાર્યુંકામ થવાથી ખુશીની લાગણીનો અનુભવ થાય, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો યોગ્ય છે, તમારા કોઈપણ કામકાજમાં અન્યનો સાથ સહકાર સારો મળી શકે, યુવાવર્ગ માટે ક્યાંક નવીનઓળખાણ પણ થાય.
આજનો દિવસ સામાન્ય છે કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાથી થાકની લાગણીનો અનુભવ થાય, કોઈકામ પરાણે કરતા હોવ તેવું લાગ્યા કરે, ખરીદી કરવા પાછળકે કોઈ સામાજિકકાર્ય કરવા પાછળ નાણા અને સમયનો વ્યય થાય, વ્યવહારુ અભિગમ અપનાવો અને શાંતિ જાળવવી ઇચ્છનીય છે.
આજનો દિવસ સારો છે, હરવાફરવામાં અને મિલનમુલાકાતમાં દિવસ પસાર થઇ શકે છે. નોકરીઅંગે કોઈ પસંદગીની જગ્યાએ વાતચીતકે મિલનમુલકાત કરવાની હોય તેમાં તમારા કોઈ અંગત વિશ્વાસુવ્યક્તિની મદદકે માર્ગદર્શન તમને લાભ અપાવે, ક્યાંક સારી વાત આપલે કરવાની તક પણ મળે તેવા યોગ છે.