૨૫ ઓગસ્ટ, ૨૦૨૩
૨૫ ઓગસ્ટ, ૨૦૨૩
Chitralekha Gujarati – September 04, 2023
રાશિ ભવિષ્ય 25/08/2023
રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા
![]()
આજના દિવસે સાવચેતી રાખવી, ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા, આંખ, હાડકા ની તકલીફથી સાચવવું, વાર્તાલાપમાં ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, ખરીદી પાછળકે ફરવામાં ધાર્યા કરતા વધુ નાણા ખર્ચાય અને તેનો થોડો અજંપો તમારી શાંતિને ખલેલ પોહ્ચાડી શકે છે.
આજનો દિવસ સારી રીતે પસાર થાય કારણકે તમને ઉત્સાહ રહે તેવા સંજોગો બને અને નવીનકામનું આયોજન થાય, જુનામતભેદ ભૂલવાની તક મળે, ધાર્મિકકાર્ય હેતુ ક્યાક મુસાફરી થાય અને તેમાં તમને ખુશીની લાગણી અનુભવાય, તમે કોઈને મદદ કરવાની સદભાવના રાખો તેવું બની શકે.
આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સારી રીતે સમય પસાર થાય, ક્યાંક બિનજરૂરી નાણાકીય ખર્ચ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય, હરવાફરવામાં ઉત્સાહ સારો જોવા મળે, માર્કેટિંગક્ષેત્રમાં તમારા પરિચિતકે જુનાસંપર્ક દ્વારા તમને તમારા કામમાં સારો પ્રતિસાદ જોવા મળી શકે છે.
આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો ખાસ કરીને વાદવિવાદથી દુર રહેવું જરૂરી છે જેથી ખોટો અજંપો ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું, પાડવા,વાગવા,કફ,છાતી,પ્રેસરજેવી તકલીફથી સાચવવું, માર્કેટિંગક્ષેત્રમાં મહેનત કરતા ઓછું ફળ મળે તેવું બની શકે છે, વેપારમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.
આજનો દિવસ સામાન્ય છે, કામકાજમાં થોડી વ્યસ્તતા જોવા મળી શકે છે, મનમાં થોડી અશાંતિ જોવા મળી શકે છે, સરકારીકામ,યુનિફોર્મવાળી નોકરી,સોનાઝવેરાત,ફાર્મા જેવા ક્ષેત્રમાં કામકરનારને માનસિકથાકની લાગણી અનુભવાય. માર્કેટિંગક્ષેત્રમાં તમને સમયનો વ્યય વધુ જોવા મળી શકે છે.
આજનો દિવસ સારી રીતે પસાર થઇ શકે છે અને જો જુના કામની કોઈ ગુંચ પડેલી હોયતો તેને ઉકેલી શકાય તેવા યોગ બની શકે છે, તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય કે તેમાં તમને કોઇ મદદ કરતા મળે તેવું પણ બની શકે છે, વેપારમાં યોગ્ય ગણતરીપૂર્વક કામકાજ કરવાથી લાભ થઈ શકે છે.
આજનો દિવસ તમારે સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે , વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, હિતશત્રુ અને ખટપટી લોકોથી દુર રહેવાની જરૂર છે , ક્યાય કોઇપણ બાબતની મિલનમુલાકાત કરવાની હોય તે દરમિયાન વાર્તાલાપમાં ધ્યાન આપવું કે જેથી કોઇપણ પ્રકારની ગેરસમજ ટાળી શકાય.
આજનો દિવસ સરસ છે અને તેમાં પણ જો કોઈ જૂનીઓળખાણ તાજી થાયતો તમારી ખુશી અને લાગણીમાં ખુબજ વધારો થાય, તમારા કોઈકામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય. વેપારમાં લાભની વાત સંભાળવા મળી શકે છે. પ્રિયજન તરફથી સારો આદરભાવ જોવા મળે અને ક્યાંક નાનાઅંતરની યાત્રા પણ થઈ શકે.
આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવું જેથી બિનજરૂરી વિવાદ ટાળી શકાય, યુવાવર્ગ માટે મશ્કરીમજાક જેવી બાબતથી દુર રહેવાની સલાહ છે. વેપારમાં કોઈ મોટાનિર્ણય લેતા પહેલા વાતને ચકાસવી યોગ્ય કહી શકાય.
આજનો દિવસ સારો છે, તમને તમારા કામકાજમાં ઉત્સાહ સારો રહે, ક્યાંક મુસાફરી થઈ શકે છે, તમારા ધાર્યા કામ થઇ શકે તેવા યોગ પણ છે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો યોગ્ય છે, પ્રિયજન સાથે કોઈ ખરીદીકે ફરવાના પ્રસંગ બને અને તેમાં તમને સારી લાગણીનો અનુભવ થાય.
આજનો દિવસ સામાન્ય છે, તમારા કામમાં વ્યસ્ત વધુ રહેવાય તેવા સંજોગો બની શકે છે, જુના કોઈ કામમાં અટવાવતો તેમાં જલ્દીથી ઉકેલન આવે અને સમયનો વ્યય થાય તેવું બની શકે છે, માનસિક થાકની લાગણી તમે વધુ અનુભવો. વેપારમાં નાનું કામ કરવું યોગ્ય છે.
આજનો દિવસ સામાન્ય છે, તમારા મિત્રો સાથે કામની કોઈ લાભકારી ચર્ચા થાય અને તેમાં તમારી ગણતરી મુજબ કામ થાય તેવું બની શકે છે, મુસાફરી થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં રેફરન્સથી કામ કરોતો લાભ થાય, આજે તમારામાં ધાર્મિકભાવના સારી રહે અને કોઈક જાત્રા કરવા જવાના વિચાર વધુ જાગે.
અમદાવાદ ગ્રામ્ય કોર્ટે તથ્ય પટેલના જામીન ફગાવી દીધા
અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જનારા તથ્ય પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે તથ્ય પટેલના જામીન ફગાવી દીધા છે. હવે તથ્ય પટેલે જેલમાં જ રહેવું પડશે. અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલની જામીન અરજી પર આજે ગ્રામ્ય કોર્ટમાં સુનાવણી યોજાઈ હતી, અગાઉની સુનાવણીમાં કોર્ટમાં ત્રણેય પક્ષની દલીલ પૂર્ણ થઈ હતી.જેથી તથ્ય પટેલની રેગ્યુલર જામીન અરજી પર ગ્રામ્ય કોર્ટ આજે કોર્ટે ચુકાદો આપ્યો હતો. જેમાં ઇસ્કોન બ્રિજ અકસ્માતના આરોપી તથ્ય પટેલની જામીન અરજી અમદાવાદ ગ્રામ્ય કોર્ટે નામંજૂર કરી દીધી છે. તથ્યના વકીલે ગત સુનાવણીમાં સલમાન ખાનના કેસનો પણ ઉલ્લેખ કર્યો હતો.જ્યારે મૃતક પરિવારજનના વકીલે જામીન અરજીનો વિરોધ કર્યો હતો.

તથ્ય પટેલનના વકીલે ગત સુનાવણીમાં કરી હતી આ દલીલ
ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલનના વકીલ નિસાર વૈદ્યે તથ્યની રેગ્યુલર જામીન અરજી કરી હતી જેમાં ગત સુનાવણીમાં તથ્ય પટેલનના વકીલે એવી દલીલ કરી હતી કે, પોલીસ આ કેસની તપાસ એક વીડિયોના આધારે કરી રહી છે. આ વીડિયોનો ચાર્જશીટ પર ઉલ્લેખ કરવામાં આવ્યો છે.141.27ની સ્પીડ માટે કોઇ ટેક્નિકલ અભિપ્રાય લેવામાં આવ્યો નથી, પોલીસે જે વીડિયોના આધાર પર તપાસ કરી એનું FSL સર્ટિફિકેટ નથી. પ્લેનનો અકસ્માત થાય તો બ્લેક બોક્સથી વિગતો પ્રાપ્ત થાય છે. પરંતુ ગાડીમાં એવી કોઈ ટેક્નોલોજી નથી કે સ્પીડ કેટલી હતી તે જાણી શકાય.

વકીલે કહ્યું -ગુનાહિત મનુષ્યવધની કલમ તથ્ય પર લાગુ પડે નહીં
વધુમાં તથ્યના વકીલે દલીલ કરતા કહ્યું હતું કે,તથ્યનો હેતુ કોઈને મારવાનો નહોતો, જેથી ગુનાહિત મનુષ્યવધની કલમ તથ્ય પર લાગુ પડે નહીં. અંતે તથ્યના વકીલે કહ્યું હતું કે,પોલીસે ઉતાવળે તપાસ કરી અને ચાર્જશીટ ફાઈલ કરી છે.આ આકસ્મિત ઘટના બની છે જેથી તથ્યને જામીન આપવા જોઈએ.
તથ્યના પિતાના જામીન પણ કોર્ટે નામંજૂર કર્યા હતા
તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલના જામીન પણ ગ્રામ્ય કોર્ટે ફગાવી દીધા હતા. પ્રજ્ઞેશ પટેલે કેન્સરની સારવાર માટે જામીન માંગ્યા હતા.પરંતુ તેને જામીન મળ્યા ન હતા , તથ્યકાંડ કેસમાં તથ્ય પટેલના આરોપી પિતા પ્રજ્ઞેશ પટેલે ગુજરાત હાઇકોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરી છે. પ્રજ્ઞેશ પટેલે કેન્સરની બીમારી સહિતના કારણો આગળ ધરી જામીન આપવા હાઇકોર્ટને વિનંતી કરી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી ગુજરાતની મુલાકાતે આવશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. જાણકારી મુજબ અમિત શાહ આગામી 28 ઓગસ્ટના રોજ ગુજરાતની મુલાકાતે આવનાર છે. આ દરમિયાન અમિત શાહ ગાંધીનગર ખાતે યોજાનારી વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકમાં હાજરી આપશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એક વાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ગૃહમંત્રી અમિત શાહ 28 ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે આવે તેવી શક્યતા છે.આ મુલાકાત દરમિયાન,શાહ પશ્ચિમ ઝોનલ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરશે,જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા અને દમણ દીવ અને દાદરા નગર હવેલીના કેન્દ્રશાસિત પ્રદેશોનો સમાવેશ થાય છે.

અમિત શાહ અમદાવાદના કેમ્પ હનુમાન મંદિર ખાતે આરતી કરશે
આ દરમિયાન અમિત શાહ અમદાવાદના શાહીબાગમાં આવેલા કેમ્પ હનુમાન મંદિરની પણ મુલાકાત લેશે અને ચંદ્રયાન 3ના સફળ લેન્ડિંગ બદલ કેમ્પ હનુમાન મંદિર ખાતે આરતી કરશે. વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકમાં આ કાઉન્સિલની અંદર તમામ રાજ્યોના ગૃહ મંત્રીઓ ભાગ લેશે. અને આ બેઠકમાં રાજ્યો વચ્ચેના પડતર મુદ્દાઓ અંગે પણ સમીક્ષા કરવામાં આવશે.આ કાઉન્સિલની છેલ્લી બેઠક 11 જૂન, 2022ના રોજ દીવમાં મળી હતી.

અમિત શાહ આ મહિને જ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા
ઉલ્લેખનીય છે કે આ મહિને જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. જ્યાં તેઓએ કચ્છ અને ગાંધીનગરના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. ત્યારે આ જ મહિનામાં ફરી એક વાર તેમનો ગુજરાત પ્રવાસ ગોઠવાઈ રહ્યો છે.
રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા 2 નો પ્રારંભ ગુજરાતથી થશે
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના માર્ગદર્શન નીચે પાટણ જીલ્લા કોંગ્રેસ પ્રભારી અલકાબેન દેસાઈની વિશેષ ઉપસ્થિતિમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી દ્વારા આગામી સમયમાં યોજાનારી ભારત જોડો યાત્રા 2 , હાથ સે હાથ યાત્રા અને આવનારી લોકસભા ચૂંટણી-2024 ની તૈયારીના ભાગ રૂપે પાટણ જિલ્લા કોંગ્રેસની એક અગત્યની બેઠક મળી હતી.

આયોજન માટે પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિની બેઠક મળી
પાટણ શહેરમાં આવેલા નવા સર્કિટ હાઉસ ખાતે પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રભારી અલકાબેન દેસાઈની અધ્યક્ષતામાં આગામી 2024 માં યોજનારી લોકસભાની ચૂંટણીમાં જિલ્લામાં કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવા માટેના આયોજન માટે તેમજ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી દ્વારા ભારત જોડો યાત્રા 1 માં કોંગ્રેસ પાર્ટીને મળેલી સફળતા બાદ આગામી સમયમાં રાહુલ ગાંધી દ્વારા ભારત જોડો યાત્રા 2 શરૂ કરવામાં આવનાર છે અને આ યાત્રા પૂર્વથી પશ્ચિમ સુધી જવાની છે અને તેનો પ્રારંભ ગુજરાતમાંથી થવાનો છે અને રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આ ભારત જોડો યાત્રા નીકળવાની હોવાથી કોંગ્રેસના કાર્યકરો, નેતાઓ અને લોકો વધુમાં વધુ આ યાત્રામાં જોડાય અને કોંગ્રેસ પાર્ટી વધુ મજબૂત બને તેના આયોજન માટે ચર્ચા કરવામાં આવી હતી.

ગુજરાતમાંથી શરૂ થનારી યાત્રામાં કાર્યકરોને જોડાવા આહવાન કરાયુ
આ પ્રસંગે કોંગ્રેસ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શંકરજી ઠાકોર પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર ગુલાબ ખાન રાઉમા, વિવિધ નેતાઓ, જિલ્લા , તાલુકા અને શહેરના પદાધિકારીઓ, કાર્યકરો, હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
PM મોદી લદ્દાખમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે શી જિનપિંગ સાથે વાતચીત કરવા માટે સંમત થયા
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વાસ્તવિક નિયંત્રણ રેખા પર “પ્રારંભિક ડી-એસ્કેલેશન” માટે સાથે મળીને કામ કરવા સંમત થયા છે. આ તે ભાગ છે જ્યાં મે 2020 માં પૂર્વી લદ્દાખના ગાલવાનમાં હિંસક અથડામણ થઈ હતી. આ હિંસામાં 20 ભારતીય જવાનો શહીદ થયા હતા. જ્યારે ચીની છાવણીને પણ ઘણું નુકસાન થયું હતું. જોહાનિસબર્ગમાં બંને નેતાઓ વચ્ચે અનૌપચારિક વાતચીત થઈ હોવાનું જાણવા મળે છે.
STORY | Peace in border areas, respecting LAC essential for normalisation of India-China ties: Modi to Xi
READ: https://t.co/pAMhcXrtdn
(PTI File Image) pic.twitter.com/xnCMAaETai
— Press Trust of India (@PTI_News) August 24, 2023
ભારત અને ચીન બંનેના ટોચના નેતાઓ એકબીજાને મળ્યા
દક્ષિણ આફ્રિકામાં બ્રિક્સ સમિટમાં ભારત અને ચીન બંનેના ટોચના નેતાઓ એકબીજાને મળ્યા હતા. પીએમ મોદી અને શી જિનપિંગ તેમના દેશોના અધિકારીઓને એલએસીમાંથી સૈનિકો વહેલી તકે પાછા ખેંચવા માટે સૂચના આપવા સંમત થયા છે. ભારતના વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ આજે પત્રકારોને જણાવ્યું હતું કે, બ્રિક્સ સમિટની બાજુમાં વાતચીત થઈ હતી. પીએમ મોદીએ LAC તણાવ વિશે વાત કરી હતી. તે ઔપચારિક દ્વિપક્ષીય વાતચીત નહોતી.
PM underlined that maintenance of peace, tranquillity in border areas, respecting LAC essential for normalisation of India-China ties: Kwatra
— Press Trust of India (@PTI_News) August 24, 2023
સરહદી વિસ્તારોમાં શાંતિ જાળવી રાખવી અને LACનું સન્માન કરવું જરૂરી
પીએમ મોદીએ ભારપૂર્વક કહ્યું છે કે ભારત-ચીન સંબંધોને સામાન્ય બનાવવા માટે સરહદી વિસ્તારોમાં શાંતિ જાળવી રાખવી અને LACનું સન્માન કરવું જરૂરી છે. વિદેશ સચિવે જણાવ્યું હતું કે, આ સંબંધમાં બંને નેતાઓએ તેમના સંબંધિત અધિકારીઓને સૈનિકોને છૂટાછવાયાને ઝડપી બનાવવા અને ડિ-એસ્કેલેટ કરવાના પ્રયાસોને વધુ તીવ્ર બનાવવા માટે સૂચના આપવા સંમત થયા છે.
ચંદ્ર પર ઉતરાણ વખતે આવો હતો નજારો, જોવા મળ્યા ઊંડા ખાડા, ઈસરોએ જાહેર કર્યો વીડિયો
ભારતીય અવકાશ સંશોધન સંસ્થાએ ચંદ્રયાન-3 ના કેમેરામાં કેદ થયેલ ઉતરાણ સમયનો વીડિયો જાહેર કર્યો છે. ISRO એ ટ્વીટ કર્યું કે લેન્ડર ઈમેજર કેમેરાએ ચંદ્રની આ તસવીરો ટચડાઉન કરતા પહેલા કેપ્ચર કરી હતી. ISROના ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર બુધવારે સાંજે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક સોફ્ટ-લેન્ડ થયું હતું. આ સાથે ભારત ચંદ્ર પર પહોંચનારો પ્રથમ દેશ બન્યો છે. આ વીડિયોમાં ચંદ્રની સપાટી પર ઊંડા ખાડાઓ દેખાય છે. આ તે વિભાગનો વીડિયો છે જ્યારે લેન્ડર નીચે ઉતરી રહ્યું હતું.
Here is how the Lander Imager Camera captured the moon’s image just prior to touchdown. pic.twitter.com/PseUAxAB6G
— ISRO (@isro) August 24, 2023
ચંદ્ર પર ચાલવાનું શરૂ કર્યું
ચંદ્રયાન-3 ના પ્રજ્ઞાન રોવરે મિશન ઓપરેશન કોમ્પ્લેક્સ (MOX), ISTRAC ને સંદેશ મોકલ્યો છે. મૂન વોક શરૂ થઈ ગયું છે. આ પહેલા ઈસરોએ કહ્યું હતું કે મિશનની તમામ ગતિવિધિઓ સમયસર થઈ રહી છે અને તમામ સિસ્ટમ સામાન્ય છે. લેન્ડર મોડ્યુલ પેલોડ્સ ILSA, RAMBHA અને ChaSTE શરૂ કરવામાં આવ્યા છે. ચંદ્રયાનનું લેન્ડર વિક્રમ બુધવારે સાંજે 6.04 કલાકે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યું હતું. ઈસરોએ જણાવ્યું કે લેન્ડિંગના થોડા કલાકો બાદ રોવર પ્રજ્ઞાન લેન્ડરમાંથી બહાર નીકળી ગયું હતું. રોવર અને લેન્ડર બંને સારી સ્થિતિમાં છે. રોવરે ચંદ્ર પર ચાલવાનું શરૂ કરી દીધું છે.
Chandrayaan-3 Mission:
All activities are on schedule.
All systems are normal.🔸Lander Module payloads ILSA, RAMBHA and ChaSTE are turned ON today.
🔸Rover mobility operations have commenced.
🔸SHAPE payload on the Propulsion Module was turned ON on Sunday.
— ISRO (@isro) August 24, 2023
14 દિવસ સુધી તપાસ કરવામાં આવશે
ઈસરોના ચીફ એસ. સોમનાથે જણાવ્યું કે સોફ્ટ લેન્ડિંગ બાદ તમામ પ્રયોગો ચાલુ રહેશે. આ બધા એક ચંદ્ર દિવસમાં પૂર્ણ થવાનું છે જે પૃથ્વીના 14 દિવસો બરાબર છે. તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી સૂર્યપ્રકાશ છે ત્યાં સુધી તમામ સિસ્ટમને ઊર્જા મળતી રહેશે.
Chandrayaan-3 Rover to MOX, ISTRAC, Moon walk begins!#Chandrayaan3
— LVM3-M4/CHANDRAYAAN-3 MISSION (@chandrayaan_3) August 24, 2023
ભારતનું નામ રોશન થયું
સ્પેસ સેક્ટરમાં ભારતને આ ઐતિહાસિક સિદ્ધિ એવા સમયે મળી છે જ્યારે થોડા દિવસો પહેલા જ ચંદ્રના દક્ષિણ ધ્રુવ તરફ જતા રસ્તે રશિયન અવકાશયાન ‘લુના 25’ ક્રેશ થયું હતું. ભારત પહેલા માત્ર ભૂતપૂર્વ સોવિયત યુનિયન, અમેરિકા અને ચીન ચંદ્ર પર સફળ ‘સોફ્ટ લેન્ડિંગ’ કરી શક્યા છે, પરંતુ આ દેશો પણ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ‘સોફ્ટ લેન્ડિંગ’ કરી શક્યા નથી અને હવે આ સિદ્ધિ હાંસલ કરીને ભારતનું નામ રોશન થયું છે.
પ્રથમ ચંદ્ર મિશન 2008 માં હાથ ધરવામાં આવ્યું હતું
ચાર વર્ષમાં ચંદ્ર પર ભારતના બીજા પ્રયાસમાં અસંખ્ય સપનાઓ પૂરા કરતા ચંદ્રયાન-3નું ચતુર્ભુજ લેન્ડર ‘વિક્રમ’ 26 કિલોના રોવર ‘પ્રજ્ઞાન’ સાથે તેના 26 કિલોનું રોવર લઈને ચંદ્રના દક્ષિણ ધ્રુવ ક્ષેત્રમાં આયોજન મુજબ સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યું છે. ઉતરાણ બુધવારે સાંજે 5.44 કલાકે ચંદ્રની સપાટી તરફ લેન્ડર મોડ્યુલને નીચે લાવવાની પ્રક્રિયા શરૂ થતાં ઈસરોના વૈજ્ઞાનિકોએ આ કવાયતને ’20 મિનિટનો આતંક’ ગણાવ્યો હતો. ચંદ્રયાન-3 એ ચંદ્રયાન-2નું ફોલો-અપ મિશન છે અને આ મિશન પણ ચંદ્રની સપાટી પર સુરક્ષિત ‘સોફ્ટ-લેન્ડિંગ’, ચંદ્ર પર રોવર વૉક અને વૈજ્ઞાનિક પ્રયોગો કરવાના ઉદ્દેશ્ય સાથે મોકલવામાં આવ્યું છે. 7 સપ્ટેમ્બર, 2019 ના રોજ ‘સોફ્ટ લેન્ડિંગ’ કરવાનો પ્રયાસ કરતી વખતે લેન્ડરની બ્રેકિંગ સિસ્ટમમાં વિસંગતતાને કારણે ચંદ્રયાન-2 નિષ્ફળ ગયું હતું. પ્રથમ ચંદ્ર મિશન 2008 માં હાથ ધરવામાં આવ્યું હતું.
ચંદ્રયાન-3ની સફળતા પર વિશ્વએ અભિનંદન પાઠવ્યા, PM મોદીએ વ્યક્ત કર્યો આભાર
ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ‘ચંદ્રયાન-3’ સોફ્ટ-લેન્ડિંગની સફળતા બદલ વિશ્વભરના દેશોએ ભારતને અભિનંદન પાઠવ્યા છે. અભિનંદન અને શુભેચ્છાઓ હજુ અટકી નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને અભિનંદન આપનાર દેશોના નેતાઓનો આભાર માનીને આભાર વ્યક્ત કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં બ્રિક્સ સમિટમાં શુભેચ્છા પાઠવવા ઉપરાંત તેમના સત્તાવાર હેન્ડલ પરથી ટ્વિટ કરીને નેતાઓનો આભાર માન્યો છે.
Addressing a session during the BRICS Summit. https://t.co/ohpIO1wsTA
— Narendra Modi (@narendramodi) August 24, 2023
ગઈકાલથી મને દરેક તરફથી અભિનંદન સંદેશો મળી રહ્યા છે – પીએમ મોદી
બ્રિક્સ સમિટમાં ગુરુવારના રોજ પોતાના સંક્ષિપ્ત નિવેદનમાં પીએમ મોદીએ કહ્યું, “મને ગઈકાલથી દરેક તરફથી અભિનંદન સંદેશો મળી રહ્યા છે. સમગ્ર વિશ્વમાં આ સિદ્ધિને માત્ર એક દેશની જ નહીં પરંતુ સમગ્ર માનવતાની સફળતા તરીકે જોવામાં આવી રહી છે. સમગ્ર વિશ્વ વતી ભારતીય વૈજ્ઞાનિકોને અભિનંદન આપવાનો આ અવસર છે. પીએમ મોદીએ કહ્યું, અત્યાર સુધી આ વિસ્તારમાં ઉતરવાનો કોઈ પ્રયાસ નથી થયો જ્યાં ભારતે પહોંચવાનું લક્ષ્ય નક્કી કર્યું હતું. ભારતનો પ્રયાસ સફળ રહ્યો છે. વિજ્ઞાને આપણને દુર્ગમ ભાગો સુધી પહોંચવામાં સક્ષમ બનાવ્યા છે. આ પોતે જ વિજ્ઞાન અને વૈજ્ઞાનિકોની એક મોટી ઉપલબ્ધિ છે.
Speaking at the BRICS Summit. https://t.co/n93U4Vbher
— Narendra Modi (@narendramodi) August 24, 2023
આ સિદ્ધિ શા માટે ખાસ છે?
તમને જણાવી દઈએ કે ચંદ્રના દક્ષિણ ધ્રુવ ક્ષેત્રમાં ચંદ્રયાન-3નું સુરક્ષિત અને સફળ સોફ્ટ લેન્ડિંગ પણ વૈશ્વિક વૈજ્ઞાનિક સમુદાય માટે એક મોટી ઉપલબ્ધિ છે કારણ કે ભારત આવો રેકોર્ડ બનાવનાર વિશ્વનો પ્રથમ દેશ છે. તાજેતરમાં, રશિયાનું ચંદ્ર મિશન ‘લુના-25’ પણ દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કરવા માટે લોન્ચ કરવામાં આવ્યું હતું, પરંતુ 20 ઓગસ્ટના રોજ, રશિયન સ્પેસ એજન્સી રોસકોસ્મોસે જણાવ્યું હતું કે ચંદ્ર સાથે અથડાયા બાદ તેનું મિશન નિષ્ફળ ગયું હતું. ચાર વર્ષ પહેલાં ભારતનું બીજું ચંદ્ર મિશન ‘ચંદ્રયાન-2’ પણ લેન્ડિંગના બ્રેકિંગ તબક્કામાં નિયંત્રણની બહાર ક્રેશ થયું હતું. આ પછી ઈસરોએ માત્ર ચાર વર્ષમાં ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગની સફળતા હાંસલ કરી છે. આ જ કારણ છે કે ચારેબાજુથી અભિનંદન અને શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે.
પીએમ મોદીએ ટ્વિટ કરીને આ નેતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો
ભૂટાનના વડા પ્રધાન લોટે શેરિંગ, માલદીવના પ્રમુખ ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહ, નેપાળના વડા પ્રધાન પુષ્પા દહલ કમલ પ્રચંડ, નોર્વેના વડા પ્રધાન જોનાસ ગહર સ્ટોર, દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રશીદ અલ મકતુમ, જમૈકાના વડા પ્રધાન એન્ડ્રુ હોલનેસ, રાષ્ટ્રપ્રમુખ મેડાગાસ્કર આન્દ્રે રાજોએલીના, સ્પેનના વડા પ્રધાન પેડ્રો સાંચેઝ, EU કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન, સંયુક્ત આરબ અમીરાતના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન અને આર્મેનિયાના વડા પ્રધાન નિકોલ પશિનાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેમનો આભાર વ્યક્ત કર્યો.
પીએમ મોદીએ આ નેતાઓને શું કહ્યું?
PM મોદીએ ભૂટાનના વડા પ્રધાનને કહ્યું, “ચંદ્રયાન-3 પર પ્રશંસાના શબ્દો માટે ભૂટાનના વડા પ્રધાન લોટે શેરિંગનો આભાર. ભારતનો સ્પેસ પ્રોગ્રામ હંમેશા વૈશ્વિક કલ્યાણને આગળ વધારવા માટે તમામ પ્રયાસો કરશે.” નોર્વેના વડાપ્રધાન જોનાસ ગહર સ્ટોરના સંદેશ પર પીએમ મોદીએ લખ્યું, “ખરેખર વડાપ્રધાન જોનાસ ગહર સ્ટોર આ ગ્રહ માટે એક ઐતિહાસિક દિવસ છે. સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનના અભિનંદન સંદેશ પર કૃતજ્ઞતા વ્યક્ત કરતા પીએમ મોદીએ લખ્યું, “હું HH શેખનો તેમની શુભેચ્છાઓ માટે આભાર માનું છું. આ સીમાચિહ્ન માત્ર ભારતનું ગૌરવ નથી, પરંતુ માનવ પ્રયાસ અને દ્રઢતાનું પ્રતીક પણ છે. વિજ્ઞાન અને અવકાશમાં આપણા પ્રયત્નો બધા માટે ઉજ્જવળ આવતીકાલનો માર્ગ મોકળો કરે.” તેવી જ રીતે, પીએમ મોદીએ અન્ય નેતાઓની શુભેચ્છાઓનો જવાબ આપ્યો.


