સાપ નીકળ્યો હોય ત્યારે એને મારવા માટે લાકડીથી પ્રહાર થાય છે. આ પરિસ્થિતીમાં ત્રણ પ્રકારની શક્યતાઓ છે.
પહેલી, લાકડી બરાબર ફણ પર પર વાગે અને સાપ મરી જાય.
બીજી, સાપને વાગે ખરી પણ તેને ઝાઝી ઇજા ના થાય અને એ છટકી જાય.
જ્યારે ત્રીજીમાં સાપને વાગે ખરું પણ ફટકો મારવા જતાં લાકડી પણ તૂટી જાય.
આમાં સૌથી ઉત્તમ પરિસ્થિતી પહેલા નંબરે વર્ણવી છે તે છે. જે મુજબ લાકડી અકબંધ રહે અને સાપ મરે એટલે કે કોઈ પણ પ્રકારનું નુકસાન વેઠ્યાં વગર અવરોધ ખતમ કરી શકાય અથવા વિપરીત પરિસ્થિતીમાંથી બહાર નીકળી શકાય. આમ, નુકસાન ના થાય અને કાર્યસિદ્ધિ થાય તે માટે આ કહેવત વપરાય છે.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)
નિર્દેશક વિધુ વિનોદ ચોપડાની ફિલ્મ ‘1942 : અ લવ સ્ટોરી’ (૧૯૯૪) ના આર.ડી બર્મન ‘પંચમ’ ના સંગીતમાં બધા જ ગીતો લોકપ્રિય થયા હતા. પણ ‘કુછ ના કહો, કુછ ભી ના કહો’ ગીત વિશે જાણવા જેવું ઘણું રહ્યું છે. આ ગીત કુમાર સાનૂ અને લતા મંગેશકર એમ બે અલગ ગાયક કલાકારોના અવાજમાં સાંભળવા મળે છે. સેડ વર્સન લતાજીના સ્વરમાં છે. એક વિવાદ એવો થયો હતો કે આ ગીતમાં પહેલાં મહિલાસ્વર કવિતા કૃષ્ણમૂર્તિનો લેવામાં આવ્યો હતો. પછી એ ગીત અલગ હોવાનું કહેવાયું.
ફિલ્મના મહિલાસ્વરના બીજાં ગીતો માટે કવિતાનો અવાજ લેવામાં આવી રહ્યો હતો ત્યારે વિધુની ઈચ્છા એક ગીત ‘કુછ ના કહો’ નું ફિમેલ વર્સન લતા મંગેશકરના અવાજમાં રેકોર્ડ કરવાની હતી. આર. ડી. બર્મને આ અંગે લતાજીને વાત કરી હતી અને એ તૈયાર થઈ ગયા હતા. એ અમેરિકા ખાતેના એક સંગીત કાર્યક્રમમાંથી પાછા ફરે અને ગીતનું રેકોર્ડિંગ કરે એ પહેલાં જ પંચમદાનું અવસાન થઈ ગયું હતું. પંચમદાના એક સભ્યના કહેવા મુજબ વિધુએ આ ગીત લતાજીના અવાજમાં જ રેકોર્ડ કરાવ્યું હતું અને ગીત રેકોર્ડ થયા પછી ફરી એક ટેક લેવા વિનંતી કરી હતી ત્યારે લતાજીએ એમ કહ્યું હતું કે બરાબર ગવાયું છે, હવે બીજા ટેકની જરૂર નથી. આ પહેલાં કુમાર સાનૂના અવાજમાં આર. ડી. બર્મને ‘કુછ ના કહો’ ગીત રેકોર્ડ કર્યું ત્યારે જે બન્યું એ એણે જ પોતાની એક મુલાકાતમાં કહ્યું છે.
આર. ડી. બર્મને કુમારને આવીને એક વખત ‘કુછ ના કહો’ ગીત ગાવા કહ્યું હતું. રિહર્સલ કરીને ફાઇનલ ટેક માટે કુમાર ત્યાં બેઠો હતો ત્યારે પંચમદાએ કહ્યું કે ગીત રેકોર્ડ થઈ ગયું છે, હવે અંદર બેસવાની જરૂર નથી. કુમાર એમ માનતો હતો કે હજુ રિહર્સલ કર્યું છે અને છેલ્લું સંસ્કરણ ગાવાનું બાકી છે. પંચમદાએ ખુલાસો કર્યો હતો કે ગીતનું રેકોર્ડિંગ પૂરું થઈ ગયું છે અને એમને જેવું જોઈતું હતું એવું મળી ગયું છે. ત્યારે કુમારે રિહર્સલ તરીકે જ ગાયું હોવાની વાત કહી અને વધુ સારી રીતે ગાવા એક ટેક કરવા વિનંતી કરી. પંચમદાએ સ્પષ્ટ કહી દીધું કે ગીત તૈયાર થઈ ગયું છે. હવે બીજા ટેકની જરૂર નથી. પંચમદા સાથે કુમાર સાનૂએ અનેક ગીતો ગાયા હતા પણ એનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.
કુમારે એ સમયને યાદ કરતાં કહ્યું છે કે ત્યારે ‘ટી સીરિઝ’ સંગીત કંપનીના ગુલશનકુમાર એક ‘સંગીત બેંક’ તૈયાર કરી રહ્યા હતા. એ માટે કુમારના પંચમદા સાથે જ નહીં બીજા સંગીતકારો સાથે પણ ગીતો તૈયાર કરાવ્યા હતા. આ એક એવી બેંક બનવાની હતી જેમાંથી નિર્માતા- નિર્દેશકો પોતાની ફિલ્મ માટે જરૂર પડે એ મુજબના ગીતો પસંદ કરી શકે એમ હતા. પરંતુ એ યોજના આગળ વધી શકી ન હતી. કુમારને અફસોસ છે કે ખાસ કરીને એના પંચમદા સાથે રેકોર્ડ થયેલા બીજાં ગીતોનો ઉપયોગ થઈ શક્યો નહીં.
આજના દિવસે શાંતિ જાળવવી , ખોટાવિચારો પર કાબુ રાખવો, પાડવા,વાગવાથી સાચવવું, બ્લડપ્રેશરની તકલીફ વાળાએ સાચવવું, કામકાજ અર્થે સહકર્મચારી સાથે ઉગ્રતાના થાય તેનું ધ્યાન રાખવું, આકસ્મિક ખર્ચ થઈ શકે છે, વેપારમાં નાનું કામજ કરવુ યોગ્ય છે, યુવાવર્ગ માટે ગેરસમજથી બચવું યોગ્ય છે.
આજનો દિવસ સારો છે, તમારા કામમાં સારીપ્રતિભા બતાવી શકો અને તેથી તમને કામ કરવાનોનો સંતોષ પણ થાય નવીનકામનું આયોજન થઇ શકે છે, કોઈ સારાસમાચાર સંભાળવા પણ મળી જાય તેવું બની શકે છે, વેપારના કામકાજમાં સારોપ્રતિસાદ મળે અને તેમાં તમે સારી લાગણી અનુભવો.
આજનો દિવસ સામાન્ય છે, માનસિકઅશાંતિ જેવું રહે, નાનીનાની વાતમાં ગુસ્સો આવી જાય તેવું બની શકે છે માટે ધીરજ અને શાંતિ રાખવી, ક્યાંક પરાણે કામકરતા હોવ તેવી લાગણી જોવા મળે, વેપારના કામમાં ધીરજ રાખવી સારી, કોઈની દોરવણીથી દોરવાઈને ઉતાવળિયોકે ખોટો નિર્ણયના લેવાય તેવું ધ્યાન રાખવું.
આજના દિવસે કામકાજમાં ઉતાવળ જોવા મળી શકે તેના કારણે તમને કામકાજમાં થોડી અકળામણની લાગણી અનુભવો, મિત્રો,પરિચિતો સાથેના વ્યવહાર તમને થોડા રોમાંચિત અને ઉત્સાહિત રાખે.વેપારના કામકાજમાં થોડી શાંતિ જાળવવી, વડીલવર્ગે આજે કોઈને વણમાંગી સલાહના આપવી ઇચ્છનીય છે.
આજના દિવસે થોડી શાંતિ અને ધીરજનો અભાવ દેખાય, બેદરકારી તમને તકલીફ આપી શકે છે, કોઈની સાથે કામની બાબતે ઉગ્રતાના થાય તેનું ધ્યાન રાખવું, વાણીસયમ રાખવો અગત્યનો બને છે, કામસિવાય કોઈની સાથે વધુ વાર્તાલાપના કરવો, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવાની સલાહ છે.
આજનો દિવસ સારો છે, તમને કામબાબત ઉત્સાહ સારો જોવા મળે તેના કારણે કઈક વધુ શીખવાની જીજ્ઞાસા પણ વધે, કામની કદર થાયની લાગણી પણ અનુભવો, તમને ક્યાંક નસીબસાથ આપતું હોય તેવું જણાય વેપારના કામકાજમાં તમારું પ્રભુત્વ સારું જળવાય,પ્રિયજન સાથે સારો સમય પસાર થાય.
આજનો દિવસ કામકાજમાં આકસ્મિક વ્યસ્તતા અપાવે તેવો છે, અણધાર્યા કોઈકામ આવી પડે તેવા સંજોગો પણ ઉભા થઇ શકે છે, કામની બાબતમાં ક્યાય વાણીવિલાસના થાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે, પસંગીની કોઈવાત સંભળાવ પણ મળી જાય, વેપારના કામકાજ નાનુંજ કામ કરવું હિતાવહ છે.
આજનો દિવસ સામાન્ય છે, પરિચિતોને મળવાથી તમારો ઉત્સાહ વધે, મુસાફરીના યોગ ઉભા થઇ શકે છે, સ્પર્ત્ધાત્મકપરીક્ષા આપનાર માટે પોતાના વિષયમાં રૂચી ઓછી અને ઈતરપ્રવૃત્તિમાં ધ્યાન વધુ રહે તેવું પણ બની શકે છે, વેપારના કામકાજ ઉતાવળિયો નિર્ણયકે જોખમના લેવાઈ જાય તેનું ધ્યાન રાખવું.
આજના દિવસે કામ ટાળવાની અને ઈતરપ્રવૃત્તિ કરવાની વૃતિ વધુ જોવા મળી શકે છે, તમારી લાગણી કોઈ સમજે નહિ તેવી મનમાં ફરિયાદ રહે અને ક્યાંક તમે કોઈ ગ્યાએ અતિ ગણીશીલ પણ બની જાવ. કોઈ વિચારોની દ્વિધા તમને થોડા નરમ પણ બનાવી શકે છે, વેપારમાં નાનું કામકાજ કરવું સલાહભર્યું છે.
આજનો દિવસ જૂનીયાદોથી ભરપુર બની શકે છે, તમારા મનનું કોઈ કામ પણ થઇ શકે, કોઈ ધાર્મિક પ્રસગમાં જવાના પણ યોગ છે તેમાં તમને ઉત્સાહ અને મનની શાંતિ પણ મળે, તમે કોઈને તેના કામમાં સાથસહકાર પણ આપો અને તેમ કરવાનો સંતોષ પણ મળે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.
આજનો દિવસ શાંતિથી પસાર કરવો, બિનજરૂરી કામકાજમાં સમયનો વ્યય થાય, કોઈની દોરવાણીથી દોરવાઈના જવાય તેનું ધ્યાન રાખવું, મુસાફરી કંટાળાજનક અને માનસિકથાક અપાવે, મજાકમસ્તીથી તમે થોડા ઉશ્કેરાઈના જાવ તેનું ધ્યાન રાખવું, વેપારમાં શાંતિથી નિર્ણય લઈ કામ કરવું જરૂરી છે.
આજનો દિવસ સારો છે, તમારું વર્તન અને વ્યવહાર લોકો આગળ સારું જોવા મળે અને તેના દ્વારા તમને ક્યાંક લાભ પણ અપાવી શકે છે. તમે કોઈને તેના કામમાં સહભાગી પણ બનો, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારને કોઈ વિષય શીખવામાં સમય વધુ ફાળવવો યોગ્ય છે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.
ભારતે ચીન સરહદ પર વિશ્વના સૌથી ઊંચા રોડનું નિર્માણ શરૂ કરી દીધું છે. આ રોડ 19400 ફૂટની ઉંચાઈ પર બનાવવામાં આવી રહ્યો છે, જે બાંધકામ પૂર્ણ થયા બાદ પોતાનો જ રેકોર્ડ તોડી નાખશે. અહીં ફાઈટર જેટ બેઝ પણ બનાવવામાં આવશે, જેથી જો ચીન સાથે કોઈ ઈમરજન્સી ઊભી થાય તો આ રોડનો ઉપયોગ કરીને ચીનને દરેક રીતે જવાબ આપી શકાય. અત્યાર સુધી વિશ્વનો સૌથી ઊંચો રોડ ઉમલિંગ લામાં છે, તેનું નિર્માણ બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન દ્વારા 19024 ફૂટ પર કરવામાં આવ્યું હતું. આ રોડ ખાસ કરીને સેનાના વાહનોની અવરજવર માટે તૈયાર કરવામાં આવ્યો હતો. આ રોડ બીઆરઓની મહિલા અધિકારી વૈશાલી એસ હિવાસે દ્વારા બનાવવામાં આવ્યો હતો. આ રોડનું નામ ગિનિસ બુકમાં પણ સૌથી ઊંચા રોડ તરીકે નોંધાયેલું છે. હવે 19400 ફૂટની ઉંચાઈ પર બનેલો લિકારુ-મિગ લા-ફૂકચે રોડ તેનો રેકોર્ડ તોડશે.
ચીન સરહદથી માત્ર 3 કિ.મી
હવે આ સંગઠને પોતાનો રેકોર્ડ તોડવાની તૈયારી કરી લીધી છે. લદ્દાખના ડેમચોક સેક્ટરમાં નવો રોડ બનાવવામાં આવી રહ્યો છે. BRO પણ આ રોડ બનાવી રહ્યું છે. લિક્રુ-મિગ લા-ફુકચે તરીકે ઓળખાતો રસ્તો વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે 19400 ફૂટની ઊંચાઈએથી પસાર થશે. તે ઉમલાંગ લા પાસને પાર કરતો વિશ્વનો સૌથી ઊંચો રોડ બનશે. તેનું વ્યૂહાત્મક મહત્વ એ વાતથી પણ સ્પષ્ટ થાય છે કે આ રસ્તો ચીન સરહદ પર વાસ્તવિક નિયંત્રણ રેખાથી માત્ર ત્રણ કિલોમીટર દૂર છે. બીઆરઓના મહિલા યુનિટે આ રોડનું નિર્માણ શરૂ કરી દીધું છે. કર્નલ પોનંગ ડોમિંગ આ ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે. કર્નલ ડોમિંગની સાથે અન્ય મહિલા અધિકારીઓ પણ આ રોડના કામમાં ઉત્સાહપૂર્વક વ્યસ્ત છે.
એરફિલ્ડને અપગ્રેડ કરવામાં આવશે
આ રસ્તાના નિર્માણની સાથે, વાસ્તવિક નિયંત્રણ રેખા પર પૂર્વી લદ્દાખથી લગભગ 30 કિમી દૂર સ્થિત ન્યોમા એર ફિલ્ડને નવેસરથી અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે અહીંથી ફાઈટર જેટ ઉડવાનું શરૂ કરશે. 1962ના યુદ્ધ પછી આ એરસ્ટ્રીપનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. વર્ષ 2009માં તેના અપગ્રેડેશનનું કામ શરૂ થયું હતું. પછી તે અટકી ગયો. હવે આગામી કેટલાક મહિનામાં તેને તૈયાર કરવામાં આવશે. આ સ્થળ 14 હજાર ફૂટની ઉંચાઈ પર છે.
અરુણાચલ પ્રદેશમાં સ્થિત સેલા ટનલ વિશ્વની સૌથી ઊંચી અને બાય-લેન ટનલ પણ છે. તેના દ્વારા અરુણાચલ પ્રદેશમાં કોઈપણ સિઝનમાં અવરજવર સરળ બની ગઈ છે. તે દરિયાઈ સપાટીથી 13700 ફૂટની ઉંચાઈ પર બનેલ છે.
બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન એટલે કે બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનની સ્થાપના 7 મે, 1960ના રોજ થઈ હતી. સરહદ પર રોડ, પુલ વગેરે બનાવવાની અને તેની જાળવણી કરવાની જવાબદારી તેની છે. તે ભારતીય સેનાનું એક મહત્વપૂર્ણ સહયોગી સંગઠન છે.
સુપરસ્ટાર રજનીકાંત, જે પોતાની સુપરહિટ ફિલ્મોને કારણે ચર્ચામાં છે, તાજેતરમાં જ યોગી આદિત્યનાથને મળ્યા અને તેમના ચરણ સ્પર્શ કર્યા. હવે આ મામલો સોશિયલ મીડિયા પર ખૂબ જ ગરમ બન્યો છે. વાસ્તવમાં જ્યારે રજનીકાંત સીએમને મળવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા તો કારમાંથી નીચે ઉતરતાની સાથે જ તેમણે સૌથી પહેલા યોગી આદિત્યનાથના પગને સ્પર્શ કર્યો. સીએમ યોગીએ રજનીકાંતને ફૂલોનો ગુલદસ્તો આપીને આવકાર્યા અને પૂર્ણ સન્માન સાથે ઘરની અંદર લઈ ગયા. આ દરમિયાન રજનીકાંતના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લેવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો અને લોકો સવાલો ઉઠાવવા લાગ્યા કે 72 વર્ષના રજનીકાંતે 51 વર્ષના મુખ્યમંત્રીના પગ કેમ સ્પર્શ્યા.
કોઈને પહેલી વાર મળવા પર તેમના પગ સ્પર્શ કરીને અભિવાદન કરવું એ પણ સામાજિક શિષ્ટાચાર તરીકે જોઈ શકાય છે. પરંતુ રજનીકાંત માત્ર સીએમ યોગી આદિત્યનાથ કરતા મોટા નથી પરંતુ તેઓ દક્ષિણ ભારતના દરેક વિભાગમાં મહત્વપૂર્ણ પદ ધરાવે છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે શું યોગી આદિત્યનાથ સાથે રજનીકાંતની મુલાકાત દક્ષિણમાં પગ જમાવવાનો પ્રયાસ કરી રહેલી ભાજપ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે? યોગી આદિત્યનાથના ચરણ સ્પર્શ રજનીકાંતનું રાજકીય મહત્વ શું છે?
થોડા દિવસો પહેલા સાઉથના સુપરસ્ટારની ફિલ્મ ‘જેલર’ મોટા પડદા પર રીલિઝ થઈ હતી. બે વર્ષ પછી મોટા પડદા પર પરત ફર્યા બાદ અને ફિલ્મ હિટ થયા બાદ રજનીકાંત તેમની પત્ની લતા રજનીકાંત સાથે ચારધામ યાત્રા માટે રવાના થયા છે. બદ્રીનાથના દર્શન કરીને રજનીકાંત સીધા લખનઉ પહોંચ્યા. ત્યાં તેઓ સૌપ્રથમ ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યને મળ્યા હતા. લખનૌમાં રજનીકાંતના આગમનની સાથે જ તેમની ફિલ્મ ‘જેલર’નું સ્પેશિયલ સ્ક્રીનિંગ પણ રાખવામાં આવ્યું હતું. આ પછી રજનીકાંત સીધા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળવા તેમના ઘરે ગયા હતા. ભલે રજનીકાંતે સીએમ યોગીના પગ સ્પર્શ કર્યાની ઘટનાની સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે, પરંતુ રાજકીય નિષ્ણાતોના મત અલગ છે. દક્ષિણ ભારતમાં, ખાસ કરીને તમિલનાડુમાં, રાજકારણ માત્ર પગને સ્પર્શવાથી જ મજબૂત થઈ રહ્યું છે. વાસ્તવમાં, તમિલનાડુના રાજકારણના ઈતિહાસમાં જયલલિતાથી લઈને કરુણાનિધિ સુધીનો બીજો રાજ્યાભિષેક થયો છે.
લોકસભાની ચૂંટણીના થોડા મહિના પહેલા આવી રહેલા આવા ચિત્રને દક્ષિણ ભારતમાં ભારતીય જનતા પાર્ટીની રાજનીતિ માટે એક મોટો રોડ મેપ તૈયાર કરવાની વ્યૂહરચના તરીકે પણ જોવામાં આવી રહી છે. તમે દક્ષિણ ભારતમાં રજનીકાંતના પ્રભાવને એ હકીકત પરથી પણ સમજી શકો છો કે વર્ષ 1996માં, કરુણાનિધિની સરકાર સમગ્ર તમિલનાડુમાં જયલલિતાના વિરોધમાં ફિલ્મ સ્ટાર રજનીકાંતના વિરોધમાં સામેલ હતી. કરુણાનિધિએ પણ આ હકીકત સ્વીકારી છે. આવી સ્થિતિમાં ભાજપ જે રીતે દક્ષિણ ભારતમાં પોતાનો દબદબો જમાવવાનો પ્રયાસ કરી રહી છે, તેમાં યોગી આદિત્યનાથના ચરણસ્પર્શની તસ્વીર એક વાર્તા સેટ કરી શકે છે. એવું લાગે છે કે રજનીકાંતે ભલે સીએમ યોગી આદિત્યનાથના પગને સ્પર્શ કર્યો હોય, પરંતુ ભાજપ તેનો ઉપયોગ આશીર્વાદ તરીકે કરવાનો પ્રયાસ કરી શકે છે.
તમિલનાડુ લોકસભાની આ 7 બેઠકો પર ભાજપની નજર છે
મિશન 2024માં વ્યસ્ત ભાજપે હાલમાં તમિલનાડુ પર ફોકસ વધાર્યું છે. ભારતીય જનતા પાર્ટી વતી ગૃહમંત્રી અમિત શાહે ખુદ તમિલનાડુની કમાન સંભાળી છે. શાહ જૂન અને જુલાઈમાં તમિલનાડુની મુલાકાત લઈ ચૂક્યા છે. તેમણે ભાજપના નેતાઓને 25 બેઠકો જીતવાનો ટાર્ગેટ પણ આપ્યો છે, પરંતુ પાર્ટી રાજ્યમાં 7 બેઠકો જીતવા માંગે છે.
મુંબઈઃ ચીનની સૌથી મોટી રિયલ એસ્ટેટ કંપની એવરગ્રેન્ડે નાદારી નોંધાવી અને સ્પેસએક્સે બિટકોઇનના અનામત જથ્થાની વેચવાલી કરી એને પગલે વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ઘટાડો થયો હતો. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 સોમવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.68 ટકા (233 પોઇન્ટ) ઘટીને 34,222 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 34,455 ખૂલીને 34,732ની ઉપલી અને 34,096 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સમાં લાઇટકોઇન અને ટ્રોનને બાદ કરતાં બધા જ કોઈન ઘટ્યા હતા. એક્સઆરપી, સોલાના, શિબા ઇનુ અને ડોઝકોઇનમાં 2થી 4 ટકાની રેન્જમાં ઘટાડો થયો હતો તથા બિટકોઇન 26,000 ડોલરની સપાટીની નીચે ઊતરી ગયો હતો.
દરમિયાન, ઓમાને સલાલાહ ફ્રી ઝોનમાં 350 મિલ્યન ડોલરથી વધુ મૂલ્યના નવા ક્રીપ્ટો માઇનિંગ અને ડેટા હોસ્ટિંગ સેન્ટરનો પ્રારંભ કર્યો છે. બીજી બાજુ, ન્યૂ ઝીલેન્ડ સંસદે તૈયાર કરાવેલા એક અહેવાલમાં ભલામણ કરવામાં આવી છે કે સરકારે ડિજિટલ એસેટ ઉદ્યોગનું નિયમન કરવું જોઈએ.
ભારતની મહત્ત્વપૂર્ણ ઘટનામાં મહારાષ્ટ્ર સરકારે પ્રાદેશિક પરિવહન કાર્યાલયના ઇન્સ્પેક્ટરોની બદલી માટે બ્લોકચેઇન ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનું વિચાર્યું છે. ભ્રષ્ટાચારને ડામવા ઉદ્દેશ્યથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સાજ રહી ગલી મેરી અમ્મા…’, મેહમૂદની ફિલ્મ કુંવારા બાપનું આ ગીત હજુ પણ હિટ છે. ગીતમાં કેટલાક ટ્રાન્સજેન્ડર એટલે કે કિન્નર એકસાથે ‘હાંજી’ કહેતા સાંભળવા મળે છે. હા જીનો આ સ્વર બોલિવૂડમાં વર્ષોથી ગુંજતો રહ્યો છે. અને આજે પણ અવરિત છે. જૂના જમાનાની ફિલ્મોમાં કિન્નરો મોટાભાગે અમુક હાસ્યની પરિસ્થિતિ માટે કે મોજશોખ માટે જ જોવા મળતા હતા.
સમય સાથે એમના જીવનના પાસેને રજૂ કરતી વાર્તા અને વિષયવસ્તુમાં બદલાવ આવ્યો. તાજેતરમાં જ સુષ્મિતા સેનની તાલી નામની વેબ સીરિઝ આવી છે. જેમાં તે એક ટ્રાન્સઝેન્ડર એક્ટિવિસ્ટનો રોલ ભજવી રહી છે. ત્યારે આવો જાણીએ એવા જ કેટલાક પ્રખ્યાત કલાકારો વિશે જેમને મોટા પડદા પર કિન્નરની ભૂમિકા ભજવી છે.
તમન્ના
બોલિવૂડના શ્રેષ્ઠ અભિનેતાઓમાંના એક પરેશ રાવલે ફિલ્મ તમન્નામાં એક કિન્નરની ભૂમિકા ભજવી હતી, જે એક અનાથ બાળકનો ઉછેળ કરે છે. અન્ય ફિલ્મોની જેમ, પરેશ રાવલે આ ભૂમિકામાં પણ પોતાનો શ્રેષ્ઠ અભિનય કર્યો હતો.
દરમિયાન
આ ફિલ્મ એક માતા અને પુત્રની વાર્તા છે, જેમાં માતાને અચાનક ખબર પડે છે કે તેનો પુત્ર કિન્નર છે, જેના પછી માતા ભાંગી પડે છે. આરીફ ઝકરિયાએ ફિલ્મમાં વ્યંઢળના પુત્રની ભૂમિકા ભજવી છે. તબ્બુ અને કિરણ ખેર પણ સંબંધોના આ અનોખા જાળમાં ફસાયેલા જોવા મળે છે.
સડક
1991માં આવેલી સંજય દત્ત અને પૂજા ભટ્ટની સડક ફિલ્મના ગીત આજે પણ લોકોને સાંભળવા ગમે છે. પરંતુ આ ફિલ્મમાં યાદગાર રોલ કરનાર સદાશિવ અમરાપુરકર આજે તો આપણી વચ્ચે નથી. પરંતુ એમને નિભાવેલી કિન્નરની ભૂમિકાએ સદાય યાદ રહે છે.
શબનમ મૌસી
ફિલ્મમાં આશુતોષ રાણાએ શબનમ મૌસીનો રોલ કર્યો હતો. શબનમ મૌસી દેશના કેટલાક એવા વ્યંઢળોમાંના એક છે જેમણે રાજનીતિની દુનિયામાં જીતનો ઝંડો લહેરાવ્યો હતો. શબનમ મૌસી ફિલ્મ તેના પર આધારિત છે, આ ફિલ્મનું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું હતું.
રજ્જો
આ ફિલ્મમાં મહેશ માંજરેકર અને રવિ કિશન બંને કિન્નરના રોલમાં જોવા મળ્યા હતા. શરૂઆતમાં આ રોલ માટે બંનેને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ એમની જોરદાર એક્ટિંગને કારણે આ બંને દિગ્ગજોએ ટીકાકારોના મોં પર તાળું મારી દીધું હતું.
લક્ષ્મી
સાઉથની ફિલ્મ કંચનાની રિમેક પર આધારિત ફિલ્મ લક્ષ્મીમાં શરદ કેલકર અને અક્ષય કુમાર બંનેએ કિન્નરની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ કોમેડી હોરર હતી. સાઉથ ફિલ્મ કંચનાની દરેક સીરીઝ હીટ નિવડી હતી. પરંતુ લક્ષ્મીએ જોઈએ એટલી સફળતા મેળવી ન હતી. પરંતુ અક્ષય કુમારનો કિન્નર રોલ લોકોમાં પ્રિય બન્યો હતો.