Home Blog Page 2589

આઇસી15 ઇન્ડેક્સ 233 પોઇન્ટ ઘટ્યોઃ મહારાષ્ટ્ર સરકાર બ્લોકચેઇન ટેક્નોલોજીનો ઉપયોગ કરશે

મુંબઈઃ ચીનની સૌથી મોટી રિયલ એસ્ટેટ કંપની એવરગ્રેન્ડે નાદારી નોંધાવી અને સ્પેસએક્સે બિટકોઇનના અનામત જથ્થાની વેચવાલી કરી એને પગલે વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ઘટાડો થયો હતો. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 સોમવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.68 ટકા (233 પોઇન્ટ) ઘટીને 34,222 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 34,455 ખૂલીને 34,732ની ઉપલી અને 34,096 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સમાં લાઇટકોઇન અને ટ્રોનને બાદ કરતાં બધા જ કોઈન ઘટ્યા હતા. એક્સઆરપી, સોલાના, શિબા ઇનુ અને ડોઝકોઇનમાં 2થી 4 ટકાની રેન્જમાં ઘટાડો થયો હતો તથા બિટકોઇન 26,000 ડોલરની સપાટીની નીચે ઊતરી ગયો હતો.

દરમિયાન, ઓમાને સલાલાહ ફ્રી ઝોનમાં 350 મિલ્યન ડોલરથી વધુ મૂલ્યના નવા ક્રીપ્ટો માઇનિંગ અને ડેટા હોસ્ટિંગ સેન્ટરનો પ્રારંભ કર્યો છે. બીજી બાજુ, ન્યૂ ઝીલેન્ડ સંસદે તૈયાર કરાવેલા એક અહેવાલમાં ભલામણ કરવામાં આવી છે કે સરકારે ડિજિટલ એસેટ ઉદ્યોગનું નિયમન કરવું જોઈએ.

ભારતની મહત્ત્વપૂર્ણ ઘટનામાં મહારાષ્ટ્ર સરકારે પ્રાદેશિક પરિવહન કાર્યાલયના ઇન્સ્પેક્ટરોની બદલી માટે બ્લોકચેઇન ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનું વિચાર્યું છે. ભ્રષ્ટાચારને ડામવા ઉદ્દેશ્યથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

કિન્નર પર બનેલી આ ફિલ્મો પણ છે અદ્ભૂત

સાજ રહી ગલી મેરી અમ્મા…’, મેહમૂદની ફિલ્મ કુંવારા બાપનું આ ગીત હજુ પણ હિટ છે. ગીતમાં કેટલાક ટ્રાન્સજેન્ડર એટલે કે કિન્નર એકસાથે ‘હાંજી’ કહેતા સાંભળવા મળે છે. હા જીનો આ સ્વર બોલિવૂડમાં વર્ષોથી ગુંજતો રહ્યો છે. અને આજે પણ અવરિત છે. જૂના જમાનાની ફિલ્મોમાં કિન્નરો મોટાભાગે અમુક હાસ્યની પરિસ્થિતિ માટે કે મોજશોખ માટે જ જોવા મળતા હતા.

સમય સાથે એમના જીવનના પાસેને રજૂ કરતી વાર્તા અને વિષયવસ્તુમાં બદલાવ આવ્યો.  તાજેતરમાં જ સુષ્મિતા સેનની તાલી નામની વેબ સીરિઝ આવી છે. જેમાં તે એક ટ્રાન્સઝેન્ડર એક્ટિવિસ્ટનો રોલ ભજવી રહી છે. ત્યારે આવો જાણીએ એવા જ કેટલાક પ્રખ્યાત કલાકારો વિશે જેમને મોટા પડદા પર કિન્નરની ભૂમિકા ભજવી છે.

 

તમન્ના

બોલિવૂડના શ્રેષ્ઠ અભિનેતાઓમાંના એક પરેશ રાવલે ફિલ્મ તમન્નામાં એક કિન્નરની ભૂમિકા ભજવી હતી, જે એક અનાથ બાળકનો ઉછેળ કરે છે. અન્ય ફિલ્મોની જેમ, પરેશ રાવલે આ ભૂમિકામાં પણ પોતાનો શ્રેષ્ઠ અભિનય કર્યો હતો.

દરમિયાન

આ ફિલ્મ એક માતા અને પુત્રની વાર્તા છે, જેમાં માતાને અચાનક ખબર પડે છે કે તેનો પુત્ર કિન્નર છે, જેના પછી માતા ભાંગી પડે છે. આરીફ ઝકરિયાએ ફિલ્મમાં વ્યંઢળના પુત્રની ભૂમિકા ભજવી છે. તબ્બુ અને કિરણ ખેર પણ સંબંધોના આ અનોખા જાળમાં ફસાયેલા જોવા મળે છે.

સડક

1991માં આવેલી સંજય દત્ત અને પૂજા ભટ્ટની સડક ફિલ્મના ગીત આજે પણ લોકોને સાંભળવા ગમે છે. પરંતુ આ ફિલ્મમાં યાદગાર રોલ કરનાર સદાશિવ અમરાપુરકર આજે તો આપણી વચ્ચે નથી. પરંતુ એમને નિભાવેલી કિન્નરની ભૂમિકાએ સદાય યાદ રહે છે.

શબનમ મૌસી

ફિલ્મમાં આશુતોષ રાણાએ શબનમ મૌસીનો રોલ કર્યો હતો. શબનમ મૌસી દેશના કેટલાક એવા વ્યંઢળોમાંના એક છે જેમણે રાજનીતિની દુનિયામાં જીતનો ઝંડો લહેરાવ્યો હતો. શબનમ મૌસી ફિલ્મ તેના પર આધારિત છે, આ ફિલ્મનું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું હતું.

રજ્જો

 

આ ફિલ્મમાં મહેશ માંજરેકર અને રવિ કિશન બંને કિન્નરના રોલમાં જોવા મળ્યા હતા. શરૂઆતમાં આ રોલ માટે બંનેને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ એમની જોરદાર એક્ટિંગને કારણે આ બંને દિગ્ગજોએ ટીકાકારોના મોં પર તાળું મારી દીધું હતું.

લક્ષ્મી

સાઉથની ફિલ્મ કંચનાની રિમેક પર આધારિત  ફિલ્મ લક્ષ્મીમાં શરદ કેલકર અને અક્ષય કુમાર બંનેએ કિન્નરની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ કોમેડી હોરર હતી. સાઉથ ફિલ્મ કંચનાની દરેક સીરીઝ હીટ નિવડી હતી. પરંતુ લક્ષ્મીએ જોઈએ એટલી સફળતા મેળવી ન હતી. પરંતુ અક્ષય કુમારનો કિન્નર રોલ લોકોમાં પ્રિય બન્યો હતો.

 

40% એક્સપોર્ટ ડ્યૂટીઃ કાંદાના ભાવ વધતા અટકાવવા સરકારનું સમયસરનું પગલું

નવી દિલ્હીઃ કાંદાની નિકાસ પર 40 ટકા ડ્યૂટી લાદવાના પોતાના નિર્ણયને સરકારે આજે યોગ્ય ગણાવ્યો છે અને કહ્યું કે આ પગલું કસમયનું નથી, પરંતુ સમયસરનું છે. દેશમાં કાંદાની સપ્લાઈમાં વધારો લાવવા અને છૂટક ભાવોને અંકુશમાં લાવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.

કાંદાની નિકાસ પર 40 ટકા ડ્યૂટી લાદવાના સરકારના નિર્ણય સામે મહારાષ્ટ્રના નાશિક જિલ્લામાં અનેક ઠેકાણે ખેડૂતોએ વિરોધ કર્યો છે ત્યારે સરકારે નિર્ણયના બચાવમાં નિવેદન કર્યું છે. કેન્દ્રિય કન્ઝ્યૂમર અફેર્સ વિભાગના સચિવ રોહિત કુમાર સિંહે કહ્યું કે આ સમયસરનું જ પગલું છે અને પરિસ્થિતિ અનુકૂળ નહીં થાય ત્યાં સુધી સરકાર આ મામલે હસ્તક્ષેપ કરશે. પસંદગીના રાજ્યોમાં જથ્થાબંધ અને છૂટક બજારોમાં કાંદાનો બફર સ્ટોક પણ છૂટો કરશે.

વાઇબ્રન્ટ સમીટ જાન્યુઆરીમાં યોજાશેઃ સરકારની તૈયારી શરૂ

ગાંધીનગરઃ વર્ષ 2024ના જાન્યુઆરીના બીજા સપ્તાહમાં વાઇબ્રન્ટ ગુજરાત સમીટ યોજાશે. વાઇબ્રન્ટ સમીટને લઈને રાજ્ય સરકારે તૈયારીઓનો દોર શરૂ કરી દીધો છે. જોકે નવરાત્રીની ઉજવણી બાદ સરકાર વાઇબ્રન્ટ સમીટની ત્યારીઓ પુરજોશમાં શરૂ કરી દેશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. હાલ સરકાર દ્વારા વાઇબ્રન્ટ સમીટને લઈને દેશનાં મહત્વના મેટ્રો શહેરમાં પ્રચાર કરીને ઉધોગકારોને રાજ્યમાં મૂડીરોકાણ કરવા મામલે પ્રચારપસાર કરવામા આવશે. આ ઉપરાંત વિદેશના કેટલાક દેશોમાં પણ વાઇબ્રન્ટ સમીટ મામલે પ્રચારપસાર કરવામાં આવશે.

આ વખતની વાઇબ્રન્ટ સમિટમાં કેટલા દેશોને આમંત્રણ આપવાનું  છે? આ સિવાય ક્યાં સેક્ટરોમાં વધુ રોકાણ કરવાનું છે? એ મામલે મુદે હાલ બંધબારણે બેઠક કરવામાં આવી રહી છે. હાલ તો રાજ્ય સરકારના ઉદ્યોગ વિભાગ દ્વારા વિવિધ કંપનીઓ સાથે MOU કરવામાં આવી રહ્યાં છે.

વડા પ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ ગુજરાતને બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્‍વેસ્ટમેન્‍ટ બનાવવાના આશયે શરૂ કરેલી વાઇબ્રન્‍ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી શ્રેણી જાન્યુઆરી-૨૦૨૪માં યોજાવાની છે. મુખ્ય મંત્રી ભૂપેન્‍દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે આ સમિટને સફળ બનાવવા માટેનાં શ્રેણીબદ્ધ આયોજનો હાથ ધર્યા છે.

આ સંદર્ભમાં રાજ્યમાં ઉદ્યોગો સ્થાપવા માટે વિવિધ ઉદ્યોગ ગૃહો દ્વારા મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રૂ. 3800 કરોડના કુલ મૂડીરોકાણો સાથે 14 જેટલા MoU ગાંધીનગરમાં કરવામાં આવ્યા હતા.

આ સાથે એન્‍જિનિયરિગ સેક્ટરમાં કુલ રૂ. ૭૭૫ કરોડનાં મૂડીરોકાણો માટે ત્રણ ઉદ્યોગ ગૃહોએ MoU કર્યા હતા. આ ત્રણેય ઉદ્યોગ ગૃહો દ્વારા સાણંદ GIDC ફેઝ-૨માં ઉદ્યોગો શરૂ કરાશે અને અંદાજે ૭૦૦ જેટલા સંભવિત રોજગાર અવસરો પૂરા પાડવામાં આવશે.

આ MoU અંતર્ગત ટેક્સટાઈલ સેક્ટરમાં એક MoU રૂ. ૨૯૪ કરોડનાં મૂડી રોકાણો માટે કરવામાં આવ્યાં હતો. જે અંતર્ગત ૧૮૦૦ લોકોને અપેક્ષિત રોજગારી મળશે. એટલું જ નહિ, ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં થયેલા MoU અનુસાર, બે ઉદ્યોગો રૂ. ૨૯૦ કરોડનું રોકાણ કરશે તથા ૫૦૦ જેટલી સંભવિત રોજગારીની તકોનું આ ઉદ્યોગમાં નિર્માણ થશે.

 

 

 

 

 

 

 

 

શિવજીને કેમ પ્રિય છે બીલીપત્ર..

હિન્દુ ધર્મમાં, ભગવાન શિવને દયા અને કરુણાના દેવ તરીકે પણ ઓળખવામાં આવે છે. મહાદેવનો સ્વભાવ ભોળો છે, માટે જ એમને ભોલેનાથ પણ કહેવામાં આવે છે. ભગવાન શંકરને બીલીપત્ર ખૂબ જ પ્રિય છે. માટે જ શ્રાવણ માસમાં શિવજીને પ્રસન્ન કરવા ભક્તો બીલીપત્ર ચઢાવે છે. ત્યારે બીલીપત્ર વિશે જાણવું રસપ્રદ બની રહે છે.

બીલીપત્રનું મહત્વ

શિવપુરાણ અનુસાર, સમુદ્ર મંથનમાંથી નીકળતા વીષ ને કારણે વિશ્વ સંકટમાં હતું. ત્યારે ભગવાન શિવે બ્રહ્માંડની રક્ષા માટે વિષને ગ્રહણ કર્યુ આ કારણે ભગવાન શિવના શરીરનું તાપમાન વધવા લાગ્યું અને સમગ્ર બ્રહ્માંડ આગની જેમ ગરમ થવા લાગ્યું. જેના કારણે પૃથ્વીના તમામ જીવોનું જીવન મુશ્કેલ બની ગયું હતું. સૃષ્ટિના હિતમાં વિષની અસરને દૂર કરવા માટે દેવતાઓએ શિવને બીલના પાન ખવડાવ્યા હતા. બીલના પાન ખાવાથી વિષની અસર ઓછી થઈ, ત્યારથી પ્રભુ શિવને બીલીના પાન ચઢાવવાની પ્રથા બની ગઈ છે.

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલયના ડો. અમૃતલાલ ભોગાયતા કહે છે કે, પૌરાણીક કથા અનુસાર મહા શિવરાત્રીની પવિત્ર રાત્રિએ એક શિકારી જંગલમાં શિકાર કરવા નિકળ્યો, ફરતા ફરતા રાત થઈ,એ ખુબ થાકી ગયો, એને ભુખ પણ લાગી હતી, પરંતુ આસપાસ ભોજન મળ્યું નહીં જેના કારણે હતાશ થઈને એ ઝાડ પર ચઢી ગયો. ઝાડ પરથી પાંદડા તોડી તોડીને નીચે નાંખતો, ઝાડની નીચે શિવલિંગ હતું અને શિકારી જે ઝાડ પર બેઠો હતો એ ઝાડ બીલીનું હતું. ભગવાન શિવ શિકારીથી ખુશ થયા એનો મોક્ષ થયો. કહેવાય છે કે ભગવાન શિવને બીલીપત્ર ખુબ પ્રિય છે. સામાન્ય રીતે બીલીમાં ત્રણ પર્ણ હોય છે જે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું સ્વરૂપ માનવામાં આવે છે, ભગવાન શિવનું ત્રીશુલ પણ ત્રણ પાંખોનું હોય છે, ભગવાન શિવ ત્રીનેત્ર ધારી છે. બીલીને લક્ષ્મીનું વૃક્ષ પણ કહેવાય છે. માટે ભગવાન શિવને બીલીપત્ર અર્પણ કરવાથી લક્ષ્મી માતાની કૃપા થાય છે.

જ્યારે બીલીપત્રનું મહત્વ સમજાવતા ડો. અશોક વૈદ્ય ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે, બિલ્વ વૃક્ષનાં પત્રને બીલીપત્ર કહે છે. તેમાં ત્રણ પાંદડાનો સમુહ હોય છે. તેમાં બ્રહ્મા-વિષ્ણુ અને મહેશ ત્રણેયનાં ભાવો રહેલ છે. અને થડમાં દેવી દાક્ષાયણી શાખાઓમાં મહેશ્વરી. પત્રોમાં પાર્વતી, ફળમાં કાત્યાયની, છાલમાં ગૌરી અને પુષ્પમાં ઉમા દેવીનો વાસ રહેલો છે. જયારે કાંટાઓમાં નવ કરોડ શક્તિનો ભંડાર વાસ છે. બિલ્વનો મહિમા અદ્ભૂત છે.

પવિત્ર છે બીલીપત્ર

બીલીપત્ર ક્યારેય વાસી નથી થતું. શાસ્ત્રોમાં કહ્યાં પ્રમાણે ભગવાન શિવની પૂજામાં વિશેષ રીતે ઉપયોગમાં લેવામાં આવતા બીલીના પાન ક્યારેય વાસી નથી થતા. ભગવાન શિવની આરાધના કરતા સમયે જો નવા બીલીપત્ર ન હોય તો કોઈ અન્ય વ્યક્તિએ શિવલીંગ પર ચઢાવેલા બીલીપત્ર ધોઈને ફરી ભોળાનાથ પર ચઢાવી શકાય છે. પ્રભુ શિવને ગમતા બીલીપત્ર ક્યારેય વાસી નથી થતા.

કન્યા દાન કર્યાનું ફળ

શિવપુરાણ અનુસાર શ્રાવણ માસમાં શિવલીંગ પર બીલીપત્ર ચઢાવવાથી એક કરોડ કન્યા દાન કર્યાનું ફળ મળે છે. બીલીના પાનથી શિવલીંગની પૂજા કરવાથી દરિદ્રતા દૂર થાય છે અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. ઘરમાં બીલીનું ઝાડ હોય તો પરિવાર પર પ્રભુ શિવની કૃપા સદાય રહે છે. જે સ્થળે બીલીનું વૃક્ષ હોય એ સ્થળ કાશી જેવું પૂજનીય અને પવિત્ર માનવામાં આવે છે.

બીલીપત્રનું વેચાણ વધ્યું

અમદાવાદના ફૂલ વિક્રેતા અશ્વિનભાઇ માળી ચિત્રલેખા.કોમને કહે છે કે, શ્રાવણ માસ દરમિયાન ફૂલની સાથે બીલીપત્રની માંગમાં વધારો થાય છે. આમ તો શીવરાત્રીના દિવસે પણ બીલીપત્રનું વિશેષ મહત્વ હોય છે પરંતુ શ્રાવણમાં બીલીપત્ર લેવા માટે ભક્તોની ભીડ જામે છે. ગુજરાતમાં સૌથી વધારે બીલીના વૃક્ષ સુરત જિલ્લાના માંડવી તાલુકાના જંગલોમાં આવેલા છે. બીલીપત્ર અને એના ફળોનું વેચાણ કરી હજારો પરિવાર રોજી-રોટી મેળવે છે. 15થી 20 રૂપિયામાં બીલીપત્રની એક ઝૂડી વેચાતી હોય છે.

(તસવીરો: પ્રજ્ઞેશ વ્યાસ)

આર્ટિકલ 370 દૂર થયા બાદ આતંકવાદી ઘટનાઓમાં વધારો

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 દૂર થયા પછી આતંકવાદી કામગીરીમાં વધારો જોવા મળ્યો છે. ઓગસ્ટ, 2019 પછી જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓમાં વધારો થયો છે. પાંચ ઓગસ્ટ, 2019થી 16 જૂન, 2013 સુધીમાં 231 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. જમ્મુ ડિવિઝનમાં છેલ્લાં ચાર વર્ષોમાં 71 ટકા વધુ ઘૂસણખોરીની ઘટનાઓ થઈ છે.

કેન્દ્ર સરકારે પાંચ ઓગસ્ટ, 2019એ જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો આપતી કલમ 370ને નાબૂદ કરી દીધી હતી અને રાજ્યને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજિત કરી દીધું હતું. ત્યાર પછી જમ્મુ ક્ષેત્રમાં આઠ ગ્રેનેડ અને 13 IED હુમલા નોંધાયા હતા. જ્યારે 27 ઓક્ટોબર, 2015થી ચોથી ઓગસ્ટ, 2019 સુધીમાં ચાર ગ્રેનેડ અને સાત IED હુમલા નોંધાયા હતા.

આ સાથે IED વિસ્ફોટોમાં મોતની સંખ્યા 2015-19ની તુલનાએ છેલ્લાં ચાર વર્ષોમાં 73 ટકા વધીને (2019-2023)માં 11 થઈ હતી. આતંકવાદીઓ દ્વારા ગોળીબારની અને હિટ એન્ડ રનના કેસોમાં 43 ટકાનો વધારો જોવા મળ્યો હતો.

જોકે છેલ્લાં વર્ષોમાં આતંકવાદી હુમલાઓમાં નાગરિકો અને સુરક્ષા દળોના જવાનોના મોતની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો. આર્ટિકલ 370 દૂર થયા પછી સાત નાગરિકોની હત્યા થઈ હતી. એટલે કે એમાં 63 ટકાનો ઘટાડો થયો હતો.

જવાનોનાં મોતોની સંખ્યામાં ઘટાડો

આતંકવાદી હુમલાઓમાં પોલીસ અને સુરક્ષા દળોના મોતોની સંખ્યામાં 13 ટકાનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે વિવિધ હુમલાઓમાં 29 કર્મચારીઓનાં મોત થયાં હતાં અને 32 અન્ય ઘાયલ થયા હતા.

 

 

 

 

 

 

 

 

Hello Buddy , ચંદ્રયાન-2એ ચંદ્ર પર ચંદ્રયાન-3નું સ્વાગત કર્યું, કહ્યું – સ્વાગત હૈ દોસ્ત

ભારતનું મિશન ચંદ્રયાન-3 ચંદ્ર પર ઉતરવાનું છે અને હવે ચંદ્રની સપાટી માત્ર બે દિવસ દૂર છે. 23 ઓગસ્ટે સાંજે 6 વાગ્યે યોજાનાર સોફ્ટ લેન્ડિંગ પહેલા ચંદ્રયાન-3નું સ્વાગત કરવામાં આવ્યું છે. ચંદ્રયાન-2ના ઓર્બિટરે ચંદ્રયાન-3નું ચંદ્રની ભ્રમણકક્ષામાં સ્વાગત કર્યું છે અને બંને વચ્ચે સંપર્ક થયો છે. ISROના ચંદ્રયાન-3 મિશનના સોફ્ટ લેન્ડિંગને હવે 48 કલાક બાકી છે, માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની નજર આ મિશન પર છે.

સોમવારે ચંદ્રયાન-3 દ્વારા ટ્વીટ કરીને તેની માહિતી આપવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું છે કે ચંદ્રયાન-2ના ઓર્બિટરએ ચંદ્રયાન-3ના લેન્ડર મોડ્યુલનું સ્વાગત કર્યું. બંને વચ્ચે દ્વિપક્ષીય સંપર્ક સ્થાપિત થયો છે. MOX પાસે હવે લેન્ડર મોડ્યુલ સુધી પહોંચવા માટે બહુવિધ માર્ગો છે. ઉતરાણની લાઇવ ઇવેન્ટ સાંજે 5.20 વાગ્યે શરૂ થશે.

વર્ષ 2019 માં, ભારતે તેનું મિશન ચંદ્રયાન-2 લોન્ચ કર્યું, તે છેલ્લા વળાંક સુધી બરાબર ચાલ્યું પરંતુ સોફ્ટ લેન્ડિંગમાં સમસ્યા હતી. ચંદ્રયાન-2 ક્રેશ થયું હતું, પરંતુ તેણે પોતાનું કામ કરી દીધું હતું. ચંદ્રયાન-2નું ઓર્બિટર છેલ્લા 4 વર્ષથી ચંદ્રની આસપાસ ફરે છે અને પોતાનું કામ કરી રહ્યું છે. હવે ચાર વર્ષ પછી જ્યારે વિક્રમ લેન્ડર ફરી ચંદ્રની નજીક પહોંચ્યું છે, ત્યારે ચંદ્રયાન-2નું ઓર્બિટર સક્રિય થઈ ગયું છે.

ચંદ્રયાન-3 મિશનના સોફ્ટ લેન્ડિંગને લગતી મહત્વની બાબતો:

  • ISROએ ચંદ્રયાન-3ના લેન્ડિંગ માટે 23 ઓગસ્ટ એટલે કે બુધવારે સાંજે 6.4 મિનિટનો સમય નક્કી કર્યો છે. જો બધું બરાબર રહ્યું તો આ સમયે વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટી પર ઉતરશે અને પ્રજ્ઞાન રોવર બહાર આવશે.
  • ચંદ્ર પર સૂર્ય ઉગતાની સાથે જ વિક્રમ લેન્ડરનું કામ શરૂ થશે અને ત્યાર બાદ જ સોફ્ટ લેન્ડિંગ થશે, ત્યારબાદ પ્રજ્ઞાન રોવર 14 દિવસ સુધી પૃથ્વી અનુસાર પોતાનું કામ કરશે અને ચંદ્ર પર સંશોધન કરશે.
  • આ દરમિયાન પ્રજ્ઞાન રોવર વિક્રમ લેન્ડરની આસપાસ હશે, ત્યાંથી બંનેની એક્ટિવિટી કેમેરામાં કેદ થશે. વિક્રમ લેન્ડર પ્રજ્ઞાન પર નજર રાખશે, જ્યારે પ્રજ્ઞાન રોવર ચંદ્રની સપાટી પર સંશોધન કરશે.

મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર પાંચ વાહનોનો અકસ્માતઃ કારડ્રાઈવર, મહિલાનું મૃત્યુ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં રોડ અકસ્માતોનું પ્રમાણ ઓછું થતું નથી. મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર આજે સવારે એક મોટો અકસ્માત થયો હતો. એક કન્ટેનર ટ્રકે પલટી ખાઈ ગઈ હતી, ત્યારબાદ એ ડિવાઈડર કૂદાવીને પાંચ કાર સાથે અથડાઈ હતી. એને કારણે એક કારના પુરુષ ડ્રાઈવર અને એક મહિલાનું ઘટનાસ્થળે જ કરૂણ રીતે મરણ થયું છે. કન્ટેનર ટ્રક પૂણેથી મુંબઈની દિશા તરફ જતી હતી. તે ટકરાયા બાદ એક કારના ડ્રાઈવર અને એક મહિલાનું મૃત્યુ થયું હતું અને બીજી બે મહિલા ગંભીર રીતે જખમી થઈ છે. જખમી મહિલાઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

આ અકસ્માત આજે સવારે લગભગ 9 વાગ્યે રાયગડ જિલ્લાના ખોપોલી વિસ્તાર નજીક થયો હતો. કન્ટેનર ટ્રકનો ડ્રાઈવર સ્ટિયરિંગ પરનો અંકુશ ખોઈ બેઠો હતો એને કારણે ટ્રક પલટી ખાઈને બાજુની લેન પર પડી હતી. તેણે પુણે તરફ જતી પાંચ કારને ટક્કર મારી હતી.

પંકજ ત્રિપાઠીના પિતાનું નિધન, 99 વર્ષની વયે દુનિયાને કહ્યું અલવિદા

ઓહ માય ગોડ 2 (OMG 2) ની સફળતા વચ્ચે ફિલ્મ અભિનેતા પંકજ ત્રિપાઠી માટે ખૂબ જ દુઃખદ સમાચાર આવ્યા છે. પંકજ ત્રિપાઠીના પિતા પંડિત બનારસ તિવારીનું 98 વર્ષની વયે નિધન થયું છે. તેમણે બિહારના બેલસંદ ગામમાં અંતિમ શ્વાસ લીધા. પારિવારિક સૂત્રોએ જણાવ્યું કે પંડિત બનારસ તિવારીને શ્વાસની બીમારી હતી. સોમવારે સવારે તેમની તબિયત લથડી હતી અને તેમનું નિધન થયું હતું.  પિતાના નિધનના સમાચાર સાંભળતા જ પંકજ ત્રિપાઠી મુંબઈથી પોતાના ગામ જવા રવાના થઈ ગયા છે. પંકજ ત્રિપાઠી 11 વાગ્યા સુધીમાં પોતાના ગામ પહોંચશે. કહેવાય છે કે પંકજ ત્રિપાઠી અને તેના પિતા એકબીજાની ખૂબ નજીક હતા. અચાનક પિતાના નિધનથી પંકજ પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે.

પંકજ ત્રિપાઠીએ એક ઈન્ટરવ્યુમાં પોતાના પિતાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે તેમના પિતાને એ પણ ખબર નથી કે તેઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શું કામ કરે છે. તે કેવું છે તે જોવા માટે તે ક્યારેય થિયેટરની અંદર ગયો નથી. પંકજે જણાવ્યું હતું કે તેના પિતા એક વખત તેના પહેલા ઘરની હાઉસ વોર્મિંગ સેરેમની માટે મુંબઈ આવ્યા હતા, ત્યારપછી તેઓ ઘણા વર્ષો સુધી આવ્યા ન હતા. પંકજ ત્રિપાઠીએ કહ્યું હતું કે જ્યારે કોઈ તેના પિતાને ટીવી પર ફિલ્મો બતાવતું હતું, ત્યારે તે માત્ર ફિલ્મો જ જોતો હતો, તે આવી ફિલ્મો જોવા માટે ક્યારેય સિનેમા હોલમાં નથી ગયો. પંકજે હાલમાં જ તેના માતા-પિતા માટે તેના ગામના ઘરે ટીવી લગાવ્યું હતું. આજે પંકજ ત્રિપાઠી ફિલ્મી દુનિયામાં એક મોટું નામ છે, પરંતુ તેમના પિતાએ તેમના માટે કંઈક બીજું જ વિચાર્યું હતું. તેઓ તેમના પુત્રને ડૉક્ટર બનાવવા માંગતા હતા. જો કે, જ્યારે પંકજે પોતાના માટે અભિનયનો માર્ગ પસંદ કર્યો ત્યારે તેના પિતાએ પણ તેને સાથ આપ્યો.

ચંદ્રયાન-3ના લેન્ડિંગ પર PM મોદી દક્ષિણ આફ્રિકાથી જોડાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 ઓગસ્ટના રોજ દક્ષિણ આફ્રિકા અને ગ્રીસના પ્રવાસે જઈ રહ્યા છે. વડાપ્રધાન મંગળવારે સાંજે જ દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ પહોંચશે. તે જ દિવસે તેઓ બ્રિક્સ સમિટની પૂર્વ સંધ્યાએ આયોજિત વિશેષ કાર્યક્રમમાં ભાગ લેશે. બીજા દિવસે એટલે કે 23 ઓગસ્ટે વડાપ્રધાન બ્રિક્સ સંમેલનમાં ભાગ લેશે. રશિયા-યુક્રેન યુદ્ધ બાદ સર્જાયેલી પરિસ્થિતિમાં બ્રિક્સ સંગઠનની ભૂમિકા ઘણી મહત્વપૂર્ણ બની ગઈ છે. 24 ઓગસ્ટે વડાપ્રધાન મોદી બ્રિક્સ અને આફ્રિકન દેશોના સંમેલનમાં પણ ભાગ લેશે. આ સિવાય બ્રિક્સ સંગઠનના વિસ્તરણને લઈને આયોજિત સત્રમાં ભાગ લેશે. બ્રિક્સ કોન્ફરન્સની વ્યસ્તતા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ આફ્રિકાથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ચંદ્રયાન-3ના લેન્ડિંગ પર ઈસરોના કાર્યક્રમમાં સીધા જ જોડાશે.

વડાપ્રધાન મોદી 25 ઓગસ્ટે ગ્રીસ જશે. ભારતીય વડાપ્રધાન 40 વર્ષ બાદ ગ્રીસની મુલાકાત લેશે. તેમની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી ગ્રીસમાં સૈનિકની કબર પર શ્રદ્ધાંજલિ આપશે. તેઓ ગ્રીસના વડાપ્રધાન સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. વડાપ્રધાન મોદી ગ્રીસમાં રહેતા ભારતીય સમુદાયના લોકોને પણ સંબોધિત કરશે. લગભગ દસ હજાર ભારતીયો ગ્રીસમાં રહે છે. વડાપ્રધાન મોદી 25મી ઓગસ્ટે જ વતન જવા રવાના થશે.

શી જિનપિંગ સાથે મુલાકાત અંગે કોઈ સત્તાવાર નિવેદન નથી

જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ આફ્રિકામાં હાજર રહેશે, તે જ સમયે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ ત્યાં હાજર રહેશે. બંને નેતાઓ એક મંચ પર ઘણી વખત સામસામે આવશે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય વાટાઘાટોની કોઈ શક્યતા વિશે TV9ના પ્રશ્ન પર, વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ કહ્યું કે દક્ષિણ આફ્રિકાએ BRICS સમિટમાં ભાગ લેવા માટે સભ્ય દેશો સિવાય અન્ય ઘણા દેશોને આમંત્રણ આપ્યું છે. બ્રિક્સ સંમેલન ઉપરાંત અન્ય નેતાઓ સાથે વડાપ્રધાન મોદીની દ્વિપક્ષીય બેઠકના કાર્યક્રમો હજુ નક્કી કરવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન મોદીના શેડ્યૂલ મુજબ, બેઠક ક્યારે ફાઇનલ થશે તે પછીથી જણાવવામાં આવશે.

50 દેશો બ્રિક્સના સભ્ય બનવા માંગે છે

બ્રિક્સમાં હાલમાં બ્રાઝિલ, રશિયા, ચીન, ભારત અને દક્ષિણ આફ્રિકા તેના સભ્યો છે. દુનિયાભરના લગભગ 50 દેશોએ બ્રિક્સના સભ્ય બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે. બે ડઝન દેશોએ પણ સભ્ય બનવા માટે ઔપચારિક રીતે અરજી કરી છે. કોન્ફરન્સ દરમિયાન ભારત બ્રિક્સના વિસ્તરણ સાથે સંબંધિત વિવિધ પાસાઓ પર ખુલ્લેઆમ ચર્ચા કરશે.