Home Blog Page 2619

અમદાવાદ આવેલા સની દેઓલે ગુજરાતીમાં શું કહ્યું?

જે ફિલ્મની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે, તે ‘ગદર 2’ના આઇકોનિક એક્શન હીરો સની દેઓલ અને ખ્યાતનામ અભિનેત્રી અમીષા પટેલએ 10 ઓગસ્ટ, ગુરુવારે સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી.

બંને કલાકારે કેમ્પસમાં હાજર 1800થી વધારે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. વિદ્યાર્થીઓ તેમના ફેવરિટ સ્ટાર્સને નજીકથી જોઇને અભિભૂત થઈ ગયાં હતાં.

સની દેઓલને તેમનો લોકપ્રિય ડાયલૉગ – ‘હિંદુસ્તાન ઝિંદાબાદ હૈ, હિંદુસ્તાન ઝિંદાબાદ થા ઔર હિંદુસ્તાન ઝિંદાબાદ રહેગા’ને હિન્દી બાદ ગુજરાતીમાં પણ બોલતા સાંભળીને વિદ્યાર્થીઓ રોમાંચિત થઈ ઉઠ્યાં હતાં.

સની દેઓલ અને અમીષા પટેલની સાથે ફિલ્મના અન્ય કલાકારો ગરબાના તાલે ઝૂમી ઉઠ્યાં હતાં.

‘ગદર 2’ ફિલ્મ 11 ઓગસ્ટથી દેશભરમાં થિયેટરોમાં રિલીઝ થવાની છે.

ઘઉં, ચોખાના ભાવ ઉછળતાં ટેન્શન વધ્યું; સરકારે લીધો મોટો નિર્ણય

નવી દિલ્હીઃ દેશમાં ઘઉં અને ચોખાની કિંમતને નિયંત્રણમાં રાખવા માટે કેન્દ્ર સરકારે મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. તેણે ખુલ્લા બજારમાં અતિરિક્ત 50 ટન ઘઉં અને 25 લાખ ટન ચોખાને વેચાણ માટે મૂક્યા છે. ખાદ્ય મંત્રાલયના સચિવ સંજીવ ચોપરાના જણાવ્યા મુજબ, હાલ દેશમાં ઘઉં અને ચોખાના ભાવ વધી ગયા છે. તેથી ગ્રાહકોને રાહત આપવાનું સરકારે નક્કી કર્યું છે. ગયા અમુક મહિનાઓમાં પણ સરકારે આ જ રીતે ખુલ્લા બજારમાં અતિરિક્ત 15 લાખ ટન ઘઉં અને પાંચ લાખ ટન ચોખા વેચાણ માટે મૂક્યા હતા. ખુલ્લા બજારોમાં ઘઉં, ચોખાનો પુરવઠો જળવાઈ રહે અને ભાવ નિયંત્રણમાં રહે એટલા માટે સરકાર અતિરિક્ત જથ્થો વેચાણમાં મૂકતી હોય છે.

ઉલ્લેખનીય છે કે, દેશમાં ઘઉં અને ચોખાનો મબલખ પુરવઠો ઉપલબ્ધ છે. કેન્દ્ર સરકાર હસ્તકની એફસીઆઈ (ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા)ના ગોદામોમાં બફર સ્ટોકમાં ઘઉં 87 લાખ ટન છે અને ચોખા 217 લાખ ટન છે.

ભાવ વધવાનું કારણ શું?

રશિયાએ તેના પડોશી દેશ યૂક્રેન પર આક્રમણ કરતાં દુનિયાભરમાં અનાજની કિંમતમાં ઉછાળો આવ્યો છે. બીજી બાજુ, દેશમાં ચોમાસાની નબળી અસર અને કમોસમી વરસાદને કારણે થયેલા નુકસાનને કારણે ઘઉં અને ચોખાની કિંમતમાં ગયા જૂન મહિનાથી વધારો થઈ રહ્યો છે. કૃષિ બજારોમાં ઘઉંની કિંમત 18 ટકા વધી ગઈ છે. તે છેલ્લા છ મહિનામાં સૌથી ઉંચા સ્તરે છે.

OTT પર ફિલ્મ રિલીઝ કરવાને બહાને પ્રોડ્યુસર સાથે છેતરપિંડી

નવી દિલ્હીઃ બોલીવૂડના પ્રોડ્યુસર સાથે બે લોકોએ રૂ. 23 લાખની છેતરપિંડી કરી છે. હાલના સમયે દરેક પ્રોડ્યુસર ફિલ્મને OTT પર બતાડવા ઇચ્છે છે, પરંતુ આવામાં ઘણા લોકો છેતરપિંડીનો ભોગ બને છે. ફિલ્મ પ્રોડ્યુસર વિજય મૂલચંદાની છેતરપિંડીનો ભોગ બન્યા છે.

તેમની સાથે બે લોકોએ OTT પર તેમની ફિલ્મ રિલીઝ કરવાને નામે તેમની પાસેથી રૂ. 23 લાખ પડાવી લીધા છે. ફિલ્મનિર્માતાએ બંનેની સામે ફરિયાદ નોંધાવી છે. આ બે વ્યક્તિઓએ તેમને કહ્યું હતું કે તેઓ તેમની ફિલ્મ OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરાવી દેશે. પ્રાપ્ત માહિતી અનુસાર આરોપીઓની વિરુદ્ધ અંબોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બંનેનાં નામ અજય કનોજિયા અને અભય શંકર જણાવવામાં આવી રહ્યા છે. આ બંને જણે ફિલ્મનિર્માતાને ડિઝની પ્લસ હોટસ્ટારની ટીમનો ભાગ બતાવ્યા હતા.

ફિલ્મ પ્રોડ્યુસરના વકીલનું કહેવું છે કે તેમના ક્લાયન્ટ વિજય મૂલચંદાની દુર્ભાગ્યથી આ બે વ્યક્તિઓના સંપર્કમાં આવ્યા હતા. તેમણે ખુદને ડિઝની + હોટસ્ટારના કર્મચારી જણાવ્યા હતા. તેમણે OTTને નામે ઈમેઇલ ID પણ બનાવી રાખ્યું હતું. મારા ક્લાયન્ટ પાસેથી તેમની ફિલ્મ ‘ધ મિરાજ’ને OTT પર વેચવાનું ખોટાં વચન આપીને ટુકડે-ટુકડે કરીને કુલ રૂ. 23 લાખ તેમની પાસેથી પડાવ્યા હતા.

અંબોલી પોલીસે બંનેની વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (IPC)ની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે, જેમાં 420 (છેતરપિંડી) અને ITની કલમો પણ સામેલ છે. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે તેમણે બંને વ્યક્તિઓ વિરુદ્ધ FIR નોંધાવી છે, પણ હજી સુધી કોઈ ધરપકડ નથી, આગળની તપાસ જારી છે.

 

 

 

 

 

 

 

RBIએ વ્યાજદર યથાવત્ રાખ્યાઃ EMI નહીં વધે

નવી દિલ્હીઃ રિઝર્વ બેન્કે (RBIએ) સામાન્ય લોકોને મોટી રાહત આપતાં રેપો રેટ યથાવત્ રાખ્યા છે. RBI MPCની દ્વિમાસિક ધિરાણ નીતિની સમીક્ષા બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયોની માહિતી આપતાં બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે MPCએ રેપો રેટને 6.5 ટકા જાળવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. RBIની ધિરાણ નીતિની સમીક્ષા બેઠક આઠ, નવ અને 10 ઓગસ્ટે થઈ હતી. RBIએ સતત ત્રીજી વાર મોનિટરી પોલિસીમાં રેપો રેટમાં કોઈ પણ જાતનો ફેરફાર નથી કર્યો. આમ હોમ લોનના હપતામાં હાલ વધારો નહીં થાય.

આ સાથે સ્ટેન્ડિંગ ડિપોઝિટ રેટ 6.25 ટકા અને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ પણ 6.75 ટકા છે. રિઝર્વ બેન્કે મે, 2022થી ફેબ્રુઆરી, 2023 દરમ્યાન રેપો રેટમાં 2.50 ટકાનો વધારો કર્યો હતો.બેન્કના અંદાજનુસાર ચાલુ નાણાકીય વર્ષ દેશનો GDP ગ્રોથ 6.5 ટકા રહેવાની શક્યતા છે. બેન્કે પહેલા ત્રિમાસિકમાં આઠ ટકા, બીજા ત્રિમાસિકમાં 6.5 ટકા, ત્રીજા ત્રિમાસિકમાં છ ટકા અને ચોથા ત્રિમાસિકમાં 5.7 ટકા GDP ગ્રોથ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.

જોકે બેન્ક દેશમાં પડેલા અનિયમિત વરસાદને લીધે જુલાઈથી ઓગસ્ટની વચ્ચે શાકભાજીની કિંમતમાં વધારાને કારણે મોંઘવારી દર વધવાની સંભાવના વ્યક્ત કરી હતી. જોકે MPC મોંઘવારી દર ચાર ટકા પર સીમિત રાખવા પ્રતિબદ્ધ છે. RBIનું માનવું છે કે ચાલુ નાણાકીય વર્ષમાં રિટેલ મોંઘવારી દર 5.4 ટકા રહેવાની શક્યતા વ્યક્ત કરી હતી.

જોકે નિષ્ણાતોનું કહેવું છે કે RBI ગવર્નર શક્તિકાંત દાસે રિટેલ મોંઘવારી દરનો અંદાજ વધાર્યો છે, જેથી આગામી કેટલાક ત્રિમાસિક રેપો રેટમાં ઘટાડો થવાની શક્યતા નહીંવત્ છે.

 

 

 

કોરાનાના 39 નવા કેસો, બેનાં મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 39 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે બે જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,96,151 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,31,920 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,62,726 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 71 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1505એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 37,636 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.41 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,56,729 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 403 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

દેખાવ નહીં, આચરણ બોલશે

ગાંધીજી ઈંગ્લાંડમાં રાજાના મહેલમાં જતા હતા. તન પર જાડી ધોળી શાલ, પોતડી ને ચંપલ. પત્રકારોએ પૂછ્યું, તમે આ કપડાં પહેરીને રાજાને મળવા જશો? ત્યારે ગાંધીજીએ કહ્યું, રાજાએ પણ બે માણસનાં કપડાં પહેર્યાં હશેને. ગાંધીજીની સેન્સ ઑફ હ્યુમર સારી હતી, પણ ઉક્ત પ્રસંગમાંથી એમની સાદગી નીતરે છે.

એક પ્રસિદ્ધ સંસ્કૃત ઉક્તિમાં કહ્યું છેઃ ‘પ્રયોજનોમનુદ્દિશ્ય મન્ડોપિ પ્રવર્તતે’ અર્થાત્ ઉદ્દેશ વિના મનુષ્યમાત્ર કંઈ કરતો નથી. એની સાહજિક ક્રિયા પાછળ પણ કોઈ ને કોઈ વિચાર છુપાયેલો હોય છે. વિચારવું અને વર્તવું આ બે માનવીનાં આગવાં અંગ છે અને ત્યાં જ પોતે અન્ય જીવ-પ્રાણી કરતાં જુદો જણાય છે. પશુ, પક્ષી કે પ્રાણીઓને માત્ર સ્વરક્ષણ અને સ્વપોષણના જ વિચારો આવે છે, જ્યારે માણસની વૈચારિક શક્તિ અમાપ છે. આથી જ કહેવાય છે કે ‘મૅન ઈઝ ઍન ઈન્ટલેક્ચ્યુઅલ ઍનિમલ…’

અગાધ વૈચારિક શક્તિ સાથે માણસની બીજી એક વિશેષતા અહંભાવઃ ‘હું કેવો દેખાઈશ. મારા વિશે લોકો શું વિચારશે?’ આ બાબતનું નિરંતર અનુસંધાન તેને રહે છે, તે લોકોનાં મનમાં પોતાની સારી છાપ પાડવા માટે મથતો રહે છે. પરિણામે માણસ ઘણી વાર મનમાં કંઈક જુદું હોય, છતાં સારું વર્તન દેખાડવાનો ડોળ કરતો રહે છે. દુષ્ટ વિચારો હોવા છતાં જાહેરમાં સારા વિચારો પ્રદર્શિત કરવા અને અયોગ્ય ક્રિયા હોવા છતાં જાહેરમાં સારી ક્રિયા દેખાડી વાહવાહ મેળવવાનો દંભ મનુષ્યને શિખવાડવો નથી પડતો. આવા દંભી માણસોને સતત ભયમાં જીવવું પડે છે, તેનું મન સતત ઉદ્વિગ્ન અને અશાંત રહે છે, પરંતુ મહાન પુરુષોની વાત જુદી છે, તેઓ દંભ-દેખાડાથી દૂર રહે છે. અને એ જ સાચી મહાનતા છે. સંસ્કૃત સુભાષિતમાં કહ્યું છે ‘મનસ્યે વચસ્યેકં કર્મણ્યેકં મહાત્મનામ્’ અર્થાત્ જેવાં વિચાર એવી વાણી અને જેવી વાણી એવું જ વર્તન એ મહાપુરુષોનું લક્ષણ છે. સામા પક્ષે વિચારે કંઈક જુદું, બોલે કંઈક જુદું અને કરે તો કંઈક તૃતીયમ્ જ એ દુષ્ટોનું લક્ષણ છે.

આનો અર્થ એવો નથી કે દુષ્ટ વિચારો હોય તો નિર્દંભપણે દુષ્ટ આચરણ પણ કરવા મંડવું. સુધારાની શરૂઆત આચરણની શુદ્ધિથી કરવી પડે.

એક વાર એક યુવાન વિદ્યાર્થીએ ફ્રેન્ચ વૈજ્ઞાનિક અને તત્ત્વચિંતક બ્લેઈસ પાસ્કલને પૂછ્યું, ‘જો મારી પાસે તમારા જેવા વિચારો હોય, તો હું પણ સારો માણસ બની શકું?’

જવાબમાં પાસ્કલે કહ્યું: ‘તું સારો માણસ બન, તો તારી પાસે મારા જેવા સારા વિચારો અને જ્ઞાન આવી જશે.’

ક્રમ એવો છે કે એક સારો વિચાર શુદ્ધ આચરણને પ્રેરે અને પછી શુદ્ધ આચરણ બીજા સારા વિચારોને ખેંચી લાવે!

શુદ્ધ વર્તન ઉપર લોકલાજ કે ટીકાટિપ્પણી કદી અસર ન જમાવે. શુદ્ધ વર્તન એટલે ખુલ્લી કિતાબ જેવું સંપૂર્ણ જાહેર, એકાંતશૂન્ય અને પવિત્ર જીવન. દિવસ હોય કે રાત, ભોજન હોય કે આરામ એક રહેણીકરણી, કોઈ દંભ નહીં. મહાપુરુષોની આ એક સાહજિક વિશેષતા છે.

૧૯૮૦માં ડૉ. અબ્દુલ કલામ દ્વારા મિસાઈલ સફ્ળતાપૂર્વક લૉન્ચ થયા બાદ તેમના ઉપર ગણિતશાસ્ત્રી બાહોશ ઍરોસ્પેસ એન્જિનિયર પ્રોફેસર સતીશ ધવનનો સંદેશો આવ્યોઃ ‘વડાં પ્રધાન ઈન્દિરા ગાંધી અભિનંદન આપવા આપને દિલ્હી બોલાવે છે.’ કલામ પોતાનાં રોજિંદાં કપડાં અને સાદાં સ્લીપર પહેરીને જ બહુમાન મેળવવા પહોંચ્યા.

શુદ્ધ વર્તનમાં કોઈ ઠાઠમાઠ કે કોઈને આંજી નાખવાની વાત ન આવે. પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને એક વ્યક્તિએ પૂછ્યું, ‘આપ એક વિશ્વવ્યાપી સંસ્થા ચલાવો છો, તેના આયોજન માટે આપની કોઈ અંગત ડાયરી છે?’ સ્વામીશ્રી કહે, ‘કોઈ અંગત ડાયરી નહીં. આખું જીવન જગજાહેર. જેને પ્રાઈવેટ હોય તેને ઉઘાડું થવાનો ભય હોય.’

જીવન એવું હોવું જોઈએ કે એ આપણા અને આપણા પરિવાર માટે સુખદાયક હોય, જેમાં કપટ કે દંભ ન હોય, જેમાં કોઈને દુઃખી કરવાની ભાવના ન હોય, લાખો લોકો માટે પ્રેરણા રૂપ હોય.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

સુવિચાર – ૧૦ ઓગસ્ટ, ૨૦૨૩

સુવિચાર – ૧૦ ઓગસ્ટ, ૨૦૨૩

૧૦ ઓગસ્ટ, ૨૦૨૩

૧૦ ઓગસ્ટ, ૨૦૨૩

રાશિ ભવિષ્ય 10/08/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ સામાન્ય છે, કોઈપણ કામમાં ધાર્યા કરતા વધુ વ્યસતા રહે તેને કારણે થોડી અસ્વસ્થા જેવું લાગ્યા કરે, સહકર્મચારી સાથે થોડો ઓછો સહયોગ પ્રાપ્ત થાય તેવી લાગણી અનુભવાય, કોઈ કામકાજ માટે ટીકા કરે અને તમે ઉશ્કેરટની સ્થિતિમાં આવી શકો છો. વેપારમાં નાનુંજ કામ કરવું હિતાવહ છે.


આજનો દિવસ સામાન્ય છે, તમને મિત્રોનો સહકારમળી શકે છે, માર્કેટિંગક્ષેત્ર આયોજનથી કામ કરવાથી કામ કર્યાનો સંતોષ મળે, નાનાકેમોટા પ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની કોઈ ઈચ્છા હોય તે પૂરી થઇ શકે તેવું બની શકે છે, વેપારમાં નાનું કામ કરવુંજ યોગ્ય છે, પ્રિયજનસાથે સારો સમય પસાર થઈ શકે.


આજનો દિવસ થોડો પ્રતિકુળતાવાળો કહી શકાય, તમારી લાગણીની કદરના થતી હોય તેવું વધુ લાગે, મન પરાણે મોટું રાખવું પડતું હોય તેવી લાગણીઓ રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ખોટાશબ્દપ્રયોગ ના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે તમારામાં આત્માવિશ્વાસ સારો જોવા મળે, કોઈ પ્રસંગમાં તમારી હાજરી તમારી શોભા વધારી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં જૂનીઓળખાણ મુજબ કામકાજ કરવામાં આવેતો સારી સફળતા મળે તેવા સંજોગો બની શકે છે, વેપારમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે, ઉત્સાહ સારો જોવા મળે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારા કુટુંબકે મિત્રો સાથેની મિલનમુલાકાતમાં નાણાકીયખર્ચ થાય તેવું બની શકે છે, ધાર્મિકકે સામાજિક કામકાજ અર્થે પ્રવાસનું આયોજન થઇ પણ શકે, માર્કેટિંગક્ષેત્રમાં સારો ઉત્સાહ જોવા મળે, વેપારમાં નાનું કામકાજ કરવું યોગ્ય છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, સ્વભાવમાં થોડું ચિડીયાપણું જોવા મળી શકે છે, ઈર્ષાળુલોકો થી દુર રહેવું, આજે વિચારો વધુ આવે તેના કારણે માનસિકથાક વધુ લાગે, કામટાળવાની વૃતિ જોવા મળે કોઈની સાથે વિવાદમાં ન ઉતરવું, માર્કેટિંગમાં મહેનત વધુ પડે, વેપારના કામકાજમાં જોખમન કરવું.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમય વ્યસ્તાને લીધે થોડી માનસિકઅશાંતિ રહે, યુવાવર્ગ માટે ક્યાય વાર્તાલાપમાં ઉત્તેજનાને લીધે ગેરસમજના થાય તેનું ખાસ ધ્યાન રાખવું, આકસ્મિકનાણાકીયખર્ચ થાય અને તેની વ્યથા તમારા ચહેરા પર સ્પષ્ટ દેખાઈ પણ આવે,  વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે.


આજનો દિવસ સારો છે, તમારા પસંદગીના કાર્ય કરવાની તક મળેકે કોઈ ગમતી વાત સંભાળવા મળી જાય.કોઈ સામાજિકકે ધામિક કામકાજમાં તમે તમારું યોગદાન આપી શકો. નોકરીકે વ્યવસાયમાં જરૂરી માર્ગદર્શન માટે કે ભલામણ માટે જવાનું હોય તો તેમાં પણ પ્રતિસાદ સારો મળી શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, કામકાજમાં થાકની લાગણી વધુ જોવા મળે, સહકર્મચારી સાથે કામકાજમાં સુમેળ થોડો ઓછો જોવા મળી શકે.છે, કામકાજમાં થોડો વિલંબ જોવા મળે પરંતુ છેવટે કામકાજ પૂર્ણ થયાનો સંતોષ પણ મળે. વેપારના કામકાજમાં જોખમ ન કરવું સલાહ્ભર્યું છે.


આજનો દિવસ સારો છે, પરિચિતો સાથે વાર્તાલાપ દરમિયાન તમને કોઈ સારી વાત પણ જાણવા મળી જાય તેવા સંજોગો બની શકે છે, જાહેરપ્રસંગોમાં તમારો પ્રભાવ અલગજ તારી આવે અને તમને આનંદની લાગણીનો સારો અનુભવ કરી શકો, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમારી ક્યાય ખટપટ થાયકે તમારી વાત જાણવાની જીજ્ઞાસા અન્યને વધી શકે છે પરંતુ તેમાં તમને કોઈ મોટી તકલીફન થઇ શકે. માર્કેટિંગક્ષેત્રમાં થોડી નિરાસા જોવા મળી શકે છે. વેપારમાં જોખમ ન કરવું, પ્રિયજન સાથે કોઈ મતભેદ કે મનદુખના થાય તેની કાળજી રાખવી.


આજનો દિવસ સારો છે, ફરવા અને ખરીદી કરવાના યોગ બને છે. વડીલવર્ગને ભૂતકાળમાં કોઈ સામાજીક કે ધાર્મિકકાર્યમાં યોગદાન આપેલ હોય તેની કદરકે સંભારણા થાય તેવું બની શકે છે. નોકરીકે વ્યવસાયમાં ફેરબદલી ઇચ્છનારને યોગ્ય માર્ગદર્શન પણ મળી શકે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.

પંચાંગ 10/08/2023