Home Blog Page 262

રમવાના ઇનકારથી પાકિસ્તાન સામે આકરી કાર્યવાહી કે બહાર થવાની શક્યતા

નવી દિલ્હીઃ પાકિસ્તાન દ્વારા ભારત સામે T20 વર્લ્ડ કપ મેચનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવાયા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) પાકિસ્તાન સામે કડક પગલાં લઈ શકે છે. તેમાં આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટના આવનારા સેશનમાંથી ટીમ પર પ્રતિબંધ મૂકવાનો વિકલ્પ પણ સામેલ હોઈ શકે છે. અન્ય સજામાં ટોચના સભ્ય દેશો પાકિસ્તાન સાથે દ્વિપક્ષી સિરીઝ રમવા ઇન્કાર કરે, ભારે આર્થિક દંડ ફટકારાય અને પાકિસ્તાન સુપર લીગમાં વિદેશી ખેલાડીઓની ભાગીદારી પર પ્રતિબંધ મુકાય તેવી શક્યતા પણ છે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ ટી20 વર્લ્ડ કપમાંથી બાંગ્લાદેશને બહાર કરવાના નિર્ણયને સમર્થન આપતાં 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં ભારત સામે રમાનારી પોતાની ગ્રુપ લીગ મેચ ન રમવાનો નિર્ણય કર્યો છે. જો પાકિસ્તાન પોતાના નિર્ણય પર અડગ રહેશે તો તેને કરોડો ડોલરનું નુકસાન સહન કરવાનું જોખમ રહેશે.

વર્લ્ડ કપમાંથી બહાર થવાની શક્યતા

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026નું ગ્રુપ સ્ટેજ પાકિસ્તાન માટે મુશ્કેલ દેખાઈ રહ્યું છે. 2009ની ચેમ્પિયન ટીમ પાકિસ્તાન ગ્રુપ Aમાં નેધરર્લેન્ડ્સ (7 ફેબ્રુઆરી) અને USA (10 ફેબ્રુઆરી) સામે પોતાની પહેલી બે મેચ રમવાની છે. તાજેતરમાં થયેલા એક ઊલટફેરમાં USA એ સુપર ઓવરમાં પાકિસ્તાનને હરાવ્યું હતું, જે દર્શાવે છે કે નબળી ગણાતી ટીમો સામે પાકિસ્તાન હજુ પણ નબળું પડી શકે છે.. તેથી આશંકા છે કે પાકિસ્તાન ટી20 વર્લ્ડ કપના પ્રથમ રાઉન્ડમાંથી જ બહાર થઈ શકે છે.

પાકિસ્તાનને ભારે આર્થિક નુકસાન

જો ICC 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં ભારત સામેની ટી20 વર્લ્ડ કપ મેચ રમવાથી ઇન્કાર કરવા બદલ PCB સામે દંડાત્મક કાર્યવાહી કરે, તો તેને ભારે આર્થિક નુકસાન થઈ શકે છે. ICC ના 2024–27 ના ફાઇનાન્શિયલ સાયકલ મુજબ પાકિસ્તાનનો હિસ્સો લગભગ 144 મિલિયન ડોલર છે. તેમાં PCBને દર વર્ષે લગભગ 38 મિલિયન ડોલર મળે છે. એક આંતરિક સૂત્ર મુજબ જો ભારત સામે મેચ ન રમવા બદલ ICC પાકિસ્તાનને દંડિત કરવાનો નિર્ણય કરે, તો PCB ને મોટો આર્થિક ઝાટકો લાગી શકે છે, કારણ કે વર્તમાન ફાઇનાન્શિયલ સાયકલમાં ICC તરફથી મળતો હિસ્સો અંદાજે 40 બિલિયન પાકિસ્તાની રૂપિયા જેટલો છે.

કંગના રનૌત અને હું પતિ-પત્ની જેવા હતા, આદિત્ય પંચોલીનો દાવો

અભિનેત્રી કંગના રનૌત શરૂઆતમાં આદિત્ય પંચોલી સાથે રિલેશનશિપમાં હતી. તેણે કહ્યું હતું કે આદિત્ય પંચોલી, જે તેના પિતાની ઉંમરનો હતો, તેને ઘરમાં જ બંધ રાખતો હતો. આદિત્યએ કહ્યું હતું કે,”અમે પતિ-પત્ની જેવા હતા. હું યારી રોડ પર અમારા બંને માટે ઘર બનાવી રહ્યો હતો.”

બોલિવુડમાં કેટલાક સંબંધો એવા હોય છે જે તૂટ્યા પછી બહુ જ ચર્ચામાં રહેતા હોય છે. આવો જ એક સંબંધ આદિત્ય પંચોલીનો હતો. આદિત્ય પંચોલી કારકિર્દી અને ફિલ્મો કરતા કંગના રનૌત સાથેના તેના અફેર અને બ્રેકઅપને કારણે વધુ ચર્ચામાં રહ્યા. કંગના ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશી જ હતી ને પરિણીત આદિત્ય પંચોલી તેના પ્રેમમાં પડી ગયો. શરૂઆતમાં આ સંબંધ પ્રેમ અને મીઠાશથી ભરેલો હતો પછી તેમાં કડવાશ આવી ગઈ. જ્યારે બંનેના સંબંધોમાં ખટાશ આવી ત્યારે ઘણી બધી બાબતોના ખૂલાસા થયાં.

કંગનાએ તેને તેના પિતાની ઉંમરનો ગણાવતા કહ્યું હતું કે, “જ્યારે હું 17 વર્ષની હતી ત્યારે આ માણસે મારા માથા પર જોરથી માર માર્યો હતો, અને તેમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. મેં મારું ચંપલ કાઢીને તેના માથા પર જોરથી માર્યું હતું.” તો બીજી બાજુ આદિત્યએ પોતાના ઇન્ટરવ્યુમાં કંગનાને આપેલા સમર્થન અને તેના પતિ-પત્ની જેવા સંબંધો વિશે પણ વાત કરી હતી.

કંગનાએ આદિત્ય પર દુર્વ્યવહાર, હુમલો અને ભાવનાત્મક ત્રાસનો આરોપ લગાવ્યો હતો

કંગના રનૌતે ઉદ્યોગમાં પોતાનું એક અલગ સ્થાન બનાવ્યું છે અને હંમેશા તેની સ્પષ્ટવક્તા શૈલી માટે જાણીતી છે. અભિનય ઉપરાંત તે નિર્માણની દુનિયામાં અને હવે રાજકારણમાં પણ નવી જગ્યા બનાવી રહી છે. જોકે, એક સમય હતો જ્યારે આદિત્ય પંચોલી સાથેના તેના સંબંધો હેડલાઇન્સમાં રહેતા હતા. કંગનાએ આદિત્ય પંચોલીના દુર્વ્યવહાર, હુમલો અને ભાવનાત્મક ત્રાસ વિશે પણ વાત કરી.

કંગના રનૌત પહેલા માળેથી કૂદી પડી

કંગનાએ એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે આદિત્ય પંચોલીએ, જે તેના પિતાની ઉંમરનો હતો, તેને ઘરમાં કેદ કરી રાખતો હતો. આખરે પોતાને બચાવવા માટે તે પહેલા માળની બારીમાંથી કૂદી પડી. તેણે તેની પત્ની પર પણ આરોપ લગાવ્યો અને કહ્યું કે જ્યારે આદિત્યની પત્નીએ પણ મદદ ના કરી ત્યારે તેણે પોલીસની મદદ લેવી પડી. ત્યારબાદ આદિત્ય પંચોલીએ મુંબઈ મિરર સાથે વાત કરતા કંગના પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો.

કંગના અને આદિત્ય પાંચ વર્ષથી રિલેશનશિપમાં હતા

કંગનાએ આદિત્ય સામે શારીરિક શોષણનો આરોપ લગાવીને ફરિયાદ પણ નોંધાવી હતી. આદિત્ય પંચોલી 43 વર્ષના હતા અને કંગના રનૌત 21 વર્ષની હતી જ્યારે તેઓ રિલેશનશિપમાં હતાં. આદિત્યએ કહ્યું હતું કે તે કંગનાને ભૂલી ગયો છે અને હવે ફક્ત એટલું જ ઇચ્છે છે કે તે તેના પર બાકી રહેલી મોટી રકમ પરત કરે.

આદિત્યએ કહ્યું હતું કે, “અમે એકબીજાના સંપકર્માં નહોતા. છતાં તેણીએ મને ફોન પર કહ્યું હતું કે તેને ઘર ખરીદવા માટે લગભગ ₹1 કરોડની જરૂર છે. તેણીએ મારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવ્યા પછી આ બન્યું. મેં મારા એક બેંકર મિત્રને ફોન કર્યો અને પછી કંગનાના ગેરંટર તરીકે ઉભા રહીને તેને ₹50 લાખની લોન અપાવી હતી.”

એસિડ એટેક પછી કંગનાની બહેનની સર્જરીનો ખર્ચ પણ ચૂકવ્યો

આ ઇન્ટરવ્યુમાં, આદિત્યએ એ પણ ખુલાસો કર્યો કે તેણે એસિડ એટેક દરમિયાન કંગનાની બહેન રંગોલીના પરિવારને કેવી રીતે મદદ કરી હતી. તેણે કહ્યું, “મેં તેની બહેનની પ્લાસ્ટિક સર્જરી પર 10 લાખ રૂપિયા ખર્ચ્યા હતા, પણ હું તે પૈસા પાછા માંગતો નથી. મેં બધા બિલ ચૂકવી દીધા. જ્યારે મુકેશ ભટ્ટે તેની સાઇનિંગ ફી તરીકે 50,00 રૂપિયા માંગ્યા, ત્યારે મેં તે પણ ચૂકવી દીધા. મેં બધું માફ કરી દીધું છે, પણ હું તેને તેના ઘર માટે ઉધાર આપેલા પૈસા પાછા માંગુ છું.”

તેમણે કંગના સાથેના પોતાના સંબંધો વિશે વિગતવાર જણાવતા કહ્યું,”અમે પતિ-પત્ની જેવા હતા. હું યારી રોડ પર અમારા બંને માટે ઘર બનાવી રહ્યો હતો. અમે છેલ્લા ત્રણ વર્ષથી એક મિત્રના ઘરે સાથે રહેતા હતા. હું તેને ઘણી ફિલ્મો બતાવતો હતો.”

 

શાહ લોન્ચ કરશે ‘ભારત ટેક્સી’ એપઃ ઓલા-ઉબરને આપશે સીધી ટક્કર

નવી દિલ્હીઃ સહકારિતા ક્ષેત્રમાં એક નવા અધ્યાયની શરૂઆત કરતાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ગુરુવારે  નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ‘ભારત ટેક્સી’ (Bharat Taxi) નો સત્તાવાર પ્રારંભ કર્યો. ‘સહકારથી સમૃદ્ધિ’ના વિઝનથી પ્રેરિત આ પ્લેટફોર્મ દુનિયાનું પ્રથમ અને સૌથી મોટું ડ્રાઇવર-માલિકી ધરાવતું મોબિલિટી પ્લેટફોર્મ બનીને ઊભર્યું છે.

સહકારિતા આધારિત દેશનું પહેલું પ્લેટફોર્મ

ભારત ટેક્સી કોઈ સામાન્ય કેબ એગ્રીગેટર નથી, પરંતુ મલ્ટી-સ્ટેટ કો-ઓપરેટિવ સોસાયટીઝ એક્ટ, 2002 હેઠળ નોંધાયેલી એક સહકારી સંસ્થા છે. તેનું સંચાલન ‘સહકાર ટેક્સી કો-ઓપરેટિવ લિમિટેડ’ દ્વારા કરવામાં આવે છે. તેમાં ડ્રાઇવરો માત્ર સેવા પ્રદાતા નથી, પરંતુ આ સહકારી સંસ્થાના હિસ્સેદાર અને માલિક પણ છે.

‘ઝીરો કમિશન’ મોડેલથી ડ્રાઇવરોને મોટો લાભ

ખાનગી કેબ કંપનીઓથી અલગ, ભારત ટેક્સી ઝીરો કમિશન મોડેલ પર કાર્ય કરે છે. જ્યાં અન્ય કંપનીઓ ડ્રાઇવરોની કમાણીમાંથી 25-30 ટકા કમિશન તરીકે કપાત કરે છે, ત્યાં ભારત ટેક્સીમાં થતો નફો સીધો ડ્રાઇવરો (જેમને ‘સારથી’ કહેવામાં આવે છે) ના ખાતામાં જાય છે. અત્યાર સુધી અંદાજે 10 કરોડ રૂપિયા સીધા ડ્રાઇવરોને વિતરણ કરવામાં આવ્યા છે.

મુસાફરોને સર્જ-પ્રાઇસિંગથી રાહત

મુસાફરો માટે સૌથી મોટી રાહત એ છે કે આ પ્લેટફોર્મ સર્જ-પ્રાઇસિંગ વગર કામ કરશે. સામાન્ય રીતે વરસાદ, ટ્રાફિક અથવા પીક કલાકોમાં ખાનગી કંપનીઓ ભાડું વધારી દે છે, પરંતુ ભારત ટેક્સીમાં ભાડું પારદર્શક અને સ્થિર રહેશે. ઉપરાંત, બેઝ ભાડું પણ અન્ય એગ્રિગેટર્સની સરખામણીએ ઘણું સસ્તું રાખવામાં આવ્યું છે.

સારથીઓ માટે સામાજિક સુરક્ષા સુવિધાઓ

આ પહેલનો મુખ્ય ઉદ્દેશ ડ્રાઇવરોનું આર્થિક સશક્તીકરણ છે. પ્લેટફોર્મ સાથે જોડાતા ‘સારથીઓ’ને નીચે મુજબની સુવિધાઓ મળશે:

* રૂ. 5 લાખનું વ્યક્તિગત અકસ્માત વીમા કવર

* રૂ. 5 લાખનું પરિવાર આરોગ્ય વીમા

* નિવૃત્તિ બચત યોજના

* 24×7 સમર્પિત સહાય કેન્દ્ર

* દિલ્હીમાં સાત સ્થળોએ સહાય કેન્દ્રો પહેલાથી કાર્યરત છે

ભવિષ્યની યોજના અને વિસ્તરણ

પાઇલટ પ્રોજેક્ટ તરીકે આ સેવા દિલ્હી-NCR અને ગુજરાતમાં પહેલેથી જ સફળ રહી છે, જ્યાં દરરોજ 10,000થી વધુ રાઇડ્સ પૂર્ણ થઈ રહી છે. સરકારનું લક્ષ્ય આગામી બે વર્ષમાં આ સેવાને દેશનાં તમામ રાજ્યો અને મુખ્ય શહેરોમાં વિસ્તૃત કરવાનો છે. આ પ્લેટફોર્મ વિદેશી રોકાણ આધારિત સેવાઓ સામે એક મજબૂત સ્વદેશી વિકલ્પ રૂપે રજૂ થાય છે.

ભારતીય નૌકાદળની તાકાત વધશે, અમેરિકા પાસેથી છ નવા P-8I વિમાન ખરીદશે

ભારત-અમેરિકા વેપાર કરાર વચ્ચે ભારતીય નૌકાદળ છ નવા P-8I વિમાનો મેળવવાની નજીક છે. આ વિમાનો ચીન અને પાકિસ્તાનમાં પાણીની અંદર યુદ્ધ, દરિયાઈ દેખરેખ અને દેખરેખ પ્રવૃત્તિઓ માટે મહત્વપૂર્ણ બનશે.

ફાઈલ ફોટો

ભારત અને અમેરિકા વચ્ચે વધતા સંબંધો અને તાજેતરના વેપાર કરાર વચ્ચે ભારતીય નૌકાદળની તાકાત વધારવા માટે એક મોટું પગલું આગળ આવ્યું છે. ભારત છ P-8I વિમાન ખરીદવા માટે આશરે 3 બિલિયનના સોદાની નજીક છે. આ વિમાનો માત્ર પાણીની અંદર યુદ્ધમાં મદદ કરશે નહીં પરંતુ દરિયાઈ દેખરેખ અને વ્યૂહાત્મક સુરક્ષામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ભારતીય નૌકાદળ પાસે પહેલાથી જ 12 P-8I વિમાનો છે, જે અરાક્કોનમ અને ગોવાથી તૈનાત છે. આ વિમાનો પૂર્વ અને પશ્ચિમી દરિયા કિનારાઓનું નિરીક્ષણ કરે છે.

છ નવા P-8I વિમાન ખરીદવાનો પ્રસ્તાવ હવે મંજૂરી માટે સંરક્ષણ મંત્રાલય પાસે જશે. ત્યારબાદ તેને સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની મંજૂરીની જરૂર પડશે. કિંમત અને વાટાઘાટોને કારણે નવા વિમાનની ખરીદી અંગેની વાટાઘાટો થોડા સમય માટે અટકી ગઈ હતી, પરંતુ હવે પ્રક્રિયા આગળ વધી રહી છે.

હવે P-8I નું મહત્વ સમજો

P-8I વિમાન ભારતીય નૌકાદળના સર્વેલન્સનો આધાર છે. તેઓ નૌકાદળને ચીન અને પાકિસ્તાનમાં પ્રવૃત્તિઓ પર નજર રાખવા સક્ષમ બનાવે છે. આ વિમાનો દરિયાઈ ક્ષેત્રમાં સુરક્ષા મજબૂત બનાવવામાં ખૂબ મદદરૂપ થશે.

નવી ટેકનોલોજી સાથે દેખરેખ

ભારતીય નૌકાદળની માનવરહિત દેખરેખ ક્ષમતાઓને પણ વધારવામાં આવી રહી છે. આ માટે 15 MQ-9 મેરીટાઇમ પેટ્રોલ ડ્રોન ખરીદવાની યોજના ચાલી રહી છે. આ ડ્રોન લાંબા સમય સુધી ઊંચાઈ પર ઉડી શકે છે અને 2029 માં નૌકાદળમાં આવવાનું શરૂ થશે.

ભારતીય નૌકાદળની દેખરેખ અને સુરક્ષા ક્ષમતાઓને મજબૂત બનાવવામાં આવશે

આ ઉપરાંત 87 મીડિયમ એલ્ટિટ્યુડ લોંગ-એન્ડ્યુરન્સ (MALE) ડ્રોનને ભારતીય સંરક્ષણ દળોમાં સામેલ કરવામાં આવશે, જેમાંથી નોંધપાત્ર સંખ્યામાં ભારતીય નૌકાદળમાં તૈનાત કરવામાં આવશે. આ સમગ્ર યોજનાનો ઉદ્દેશ્ય ભારતીય નૌકાદળની દેખરેખ અને સુરક્ષા ક્ષમતાઓને મજબૂત બનાવવાનો છે. P-8I અને MQ-9 જેવા વિમાન અને ડ્રોન ભારતની દરિયાઈ ક્ષમતાઓને વધારશે અને કોઈપણ ખતરાની વહેલી ઓળખ કરવામાં મદદ કરશે.

કબીરવાણી: ધનનો અભિમાન અને દેહની નાશવંતતા

 

 

કબીર ગર્વ ન કીજિયે, ચામ લપટે હાડ,

હયબર ઉપર છત્ર તટ, તો ભી દેવે ગાડ.

 

કબીરજી આ સાખીમાં ધનથી થતા અભિમાનનો ઉલ્લેખ કરે છે. શરીર નાશવંત છે. વૈરાગ્યમાં મન સ્થિર કરવા માટે જે રીતે શંકરાચાર્યજીએ શરીરનો મોહ ભાંગવા તે નાશવંત માંસ-રુધિરનું બનેલું છે તેમ કહ્યું હતું. કબીરજી તે જ રીતે શરીરને ચામડીથી લપેટાયેલા હાડકાં તરીકે વર્ણવે છે.

સુખી-સંપન્ન માણસો પોતાના ઐશ્વર્યના પ્રદર્શન માટે ઘોડાઓને શણગારી તેની સવારી કરતા હતા. હાથી-ઘોડા-પાલખી એ ધનિકોની ઓળખનાં પ્રતીકો હતાં. શિર ઉપર છત્ર ધારણ કરી અને ચમર વિંઝતા સેવકોથી આર્થિક સદ્ધરતાનું પ્રદર્શન કરતા ધનવાનોનું કબીરજી ધ્યાન દોરે છે કે, આમાંનું કશું શાશ્વત નથી.

મૃત્યુ બાદ કશું સાથે આવવાનું નથી. આ ધનવાનને પણ મૃત્યુ બાદ દફન થઈ જવાનું છે. પંચમહાભૂતોમાં વિલીન થઈ જવાનું છે. શરીરની શક્તિ માંદગી અને વૃદ્ધાવસ્થા દરમ્યાન ક્ષીણ થાય છે પરંતુ દેહભાન ભુલાતું નથી. શરીર ધર્મસાધન છે. તેનો દુરુપયોગ ન થાય. તેને વ્યસન, ભોગ કે પરપીડાનું સાધન ન બનાવી શકાય. યોગ્ય સમયે શરીર દ્વારા પરોપકાર કરવાની તક ન ચૂકી જવાય તેનો વિચાર તે સાચો ધર્મ.

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)

ટ્રમ્પ ભારતને ધમકાવી નથી શકતાઃ NSA અજિત ડોભાલેએ સ્પષ્ટ સંભળાવ્યું

નવી દિલ્હીઃ ટ્રમ્પ ભારતને ધમકાવી નથી શકતા એમ NSA અજિત ડોભાલેએ રુબિયોને સ્પષ્ટ સંભળાવ્યું હતું.  ટેરિફ મુદ્દે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોને કહ્યું હતું કે ભારત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પથી ડરશે નહીં. તેમણે એમ પણ જણાવ્યું હતું કે જરૂર પડશે તો ભારત ટ્રમ્પનો કાર્યકાળ પૂરો થાય ત્યાં સુધી રાહ જોવા તૈયાર છે. ડોભાલે સ્પષ્ટ કર્યું હતું કે ભારત કોઈ પણ પ્રકારના દબાણમાં આવશે નહીં. તેમણે ઉમેર્યું હતું કે ભારત અમેરિકા સાથે ચાલી રહેલી કડવાશને વહેલી તકે સમાપ્ત કરવા ઈચ્છે છે, એમ બ્લુમબર્ગનો અહેવાલ કહે છે.

ડોભાલે આ સંદેશ સપ્ટેમ્બરની શરૂઆતમાં વોશિંગ્ટનની મુલાકાત દરમિયાન આપ્યો હતો. તે સમયે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી. NSAની આ મુલાકાતનો હેતુ નવી દિલ્હી અને વોશિંગ્ટન વચ્ચે વધતા તણાવને ઓછો કરવાનો હતો.

ભારત સરકારે અમેરિકા સાથે બગડતા સંબંધોને સંભાળવા માટે NSAને વોશિંગ્ટન મોકલ્યા હતા. ત્યાં તેમણે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે મુલાકાત કરી. નવી દિલ્હીના સંબંધિત અધિકારીઓએ બ્લુમબર્ગને જણાવ્યું કે અજિત ડોભાલ રુબિયો માટે ખાસ સંદેશ લઈને અમેરિકા ગયા હતા. તેમણે કહ્યું હતું કે ભારત જૂની કડવાશને પાછળ મૂકી ટ્રેડ ડીલ અંગે ફરીથી વાતચીત શરૂ કરવા માગે છે. બેઠક દરમિયાન ડોભાલે રુબિયોને કહ્યું હતું કે ભારત ટ્રમ્પ અથવા તેમના વરિષ્ઠ સહયોગીઓના દબાણમાં નહીં આવે. નવી દિલ્હીએ અગાઉ પણ મુશ્કેલ અમેરિકી પ્રશાસનો સાથે કામ કર્યું છે.

આ ચર્ચા તે સમયે થઈ હતી જ્યારે બંને દેશોના સંબંધો ખૂબ ખરાબ સ્થિતિમાં હતા. ઓગસ્ટમાં ટ્રમ્પે ભારતીય માલ પર 50 ટકા ટેરિફ લગાવ્યો હતો. એ સાથે જ તેમની વેપાર નીતિઓ અને રશિયન તેલ ખરીદવા અંગે ભારતની જાહેરમાં ટીકા કરી હતી. ડોભાલની દખલથી પરિસ્થિતિમાં અસર પડી.

16 સપ્ટેમ્બરે ટ્રમ્પે વડાપ્રધાન મોદીને તેમના જન્મદિવસે ફોન કરીને “શાનદાર કામ” માટે અભિનંદન આપ્યા હતા. વર્ષના અંત સુધી બંને નેતાઓ વચ્ચે વધુ ચાર વાર વાતચીત થઈ. ત્યાર બાદ બંને પક્ષો ધીમે-ધીમે વેપાર સમજૂતી તરફ આગળ વધ્યા હતા.

અદશ્યને જોશો તો અશક્ય કરી શકશો…

એનું નામ બૉબ રિચર્ડ્સ. બૉબ રિચર્ડ્સે પોતાના પુસ્તક ‘હાર્ટ ઑફ અ ચૅમ્પિયન’માં ઑલિમ્પિક્સ ચૅમ્પિયન ચાર્લી પેડોકની વાત લખી છે. અમેરિકન એથ્લીટ ચાર્લી પેડોકનો જન્મ 1900માં થયો અને અવસાન 1943માં. 43 વર્ષના અલ્પાયુમાં ચાર્લી બબ્બે વાર ઑલિમ્પિક્સ ચૅમ્પિયન બન્યો.

એક વાર અમેરિકાના ક્લિવલૅન્ડમાં વિદ્યાર્થીઓને સંબોધન કરતાં ચાર્લીએ કહ્યું હતું, “જો તમે ધારો કે મારે આ કરવું જ છે, તો તમે કરી જ શકો. જો તમે દૃઢતાથી કોઈ લક્ષ્ય નક્કી કરો, તો તે તમારા જીવનમાં સિદ્ધ થાય જ.” સંબોધનના અંતે તેણે કહ્યું, “એવું પણ બની શકે કે કદાચ અત્યારે આપણી વચ્ચે ભવિષ્યનો કોઈ ઑલિમ્પિક્સ ચૅમ્પિયન પણ બેઠો હોય.” પ્રવચન આપીને ચાર્લી સભાખંડની બહાર નીકળી રહ્યા હતા ત્યારે તેમને મળવા એક દુબળો-પાતળો બાળક આવ્યો. એ ઉત્સાહથી બોલ્યો, “મિસ્ટર પેડોક, હું પણ તમારા જેવો ઑલિમ્પિક્સ ચૅમ્પિયન બનવા માગું છું અને તે માટે હું કંઈ પણ કરવા તૈયાર છું.”

ચાર્લી પેડોકનું પ્રવચન સાંભળીને એ બાળકના રોમરોમમાં ઊર્જાનો સંચાર થયો હતો. એને દિશા મળી ગઈ અને એનું જીવન બદલાઈ ગયું. 1936માં તેણે બર્લિન ઑલિમ્પિક્સની ટ્રૅક ઍન્ડ ફિલ્ડ ઇવેન્ટમાં ચાર ગોલ્ડ મેડલ જીત્યા. તેનું નામ હતું — જેસી ઓવન્સ.

જેસી ઓવન્સના વિજય સરઘસ દરમિયાન ભીડને ચીરતો એક બાળક તેની પાસે આવ્યો અને કહ્યું, “મિસ્ટર ઓવન્સ, હું પણ તમારા જેવો ઑલિમ્પિક્સ ચૅમ્પિયન બનવા માગું છું અને તે માટે હું કંઈ પણ કરવા તૈયાર છું.”

ઓવન્સે કહ્યું, “બેટા, હું તારાથી સહેજ મોટો હતો ત્યારે હું પણ આવી જ અદમ્ય ઇચ્છા રાખતો હતો. જો તું મહેનત કરીશ અને ધારીશ, તો એક દિવસ જરૂર તારા લક્ષ્યને વીંધી શકીશ.” બાર વર્ષ પછી લંડનના વેમ્બલી સ્ટેડિયમમાં છ દોડવીરો 100 મીટરની દોડ માટે મેદાનમાં ઊતર્યા… અને જે દોડવીર જીત્યો, તે બીજો કોઈ નહીં — વિજય સરઘસમાં જેસી ઓવન્સ પાસેથી પ્રેરણા લેનાર પેલો બાળક જ હતો. તેનું નામ: હૅરિસન બોન્સ ડિલેર્ડ.

આજની પેઢીની એક મોટી સમસ્યા એ છે કે તેને અવારનવાર કંટાળો આવે છે. “યાર, હું બોર થાઉં છું” — આવું વાક્ય યુવાનોના મોઢે અવારનવાર સાંભળવા મળે છે. તેમને કંઈ કરવાનું સૂઝતું નથી. એક ઓટીટી પ્લેટફોર્મ પરથી બીજા પર કૂદાકૂદ કરવી, મોબાઇલ મચડ્યા કરવું, રીલ્સ જોવી કે રીલ્સ બનાવવી. ટૂંકમાં, નિરર્થક પ્રવૃત્તિઓમાં સમય વેડફવો એ સામાન્ય બની ગયું છે. એનું કારણ એ છે કે તેમને પોતાના જીવનનો ઉદ્દેશ જ ખબર નથી. માત્ર જીવન-ઉદ્દેશ (લાઇફ ગોલ)ની કમીના કારણે આજે માણસ પાસે બધું હોવા છતાં પણ તે જીવનમાં આગળ વધી શકતો નથી.

તેથી જ કોઈએ લખ્યું છે — “Only those who can see the invisible can do the impossible.”
અર્થાત્, જે અદૃશ્ય જોઈ શકે છે, તે અશક્યને શક્ય બનાવી શકે છે.

કુદરતી બક્ષિસ, સ્રોતો કે માણસમાં ધરબાયેલી પ્રતિભામાં કોઈ ખામી નથી, જે તેને સુખી, સમૃદ્ધ અને સફળ થવાથી અટકાવે. ઘણી વખત ખોટા અને નકારાત્મક વિચારો તેને સર્વોચ્ચ સિદ્ધિથી વંચિત રાખે છે. એવા નકારાત્મક વિચારોને દૂર કરવાનો અને આપણી સુષુપ્ત ક્ષમતાને વિસ્તારવાનો મુખ્ય રસ્તો છે — જીવન-ઉદ્દેશનો નિર્ણય.

તમારા જીવનનો ઉદ્દેશ શું છે? જીવનમાં તમે શું કરવા માગો છો? અથવા ભવિષ્યમાં અમુક સમયે તમે ક્યાં જોવા માંગો છો? તેનું સ્પષ્ટ ચિત્ર બનાવો. સંકલ્પનું ચિત્ર જેટલું સ્પષ્ટ, તેટલું તેનું કાર્ય સહેલું અને ઝડપી બને છે. દુનિયામાં જેમણે મહાન ઇતિહાસ રચ્યો છે, તેનું એક મુખ્ય કારણ એ છે કે તેમના પાસે જીવનનો એક સ્પષ્ટ ઉદ્દેશ હતો.

આપણને જીવન-ઉદ્દેશની પસંદગી કરવાની આઝાદી આપવામાં આવી છે. તે પસંદગીને સાકાર કરવા જેટલો પ્રયત્ન કરીશું અને આપણી સંપૂર્ણ તાકાતને ભવિષ્ય માટે કામે લગાડીશું, તેટલું આપણે આપણા તેમ જ આપણી આસપાસના લોકો માટે એ ભાવિનું નિર્માણ કરીએ છીએ.

(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

૦૫ ફેબ્રુઆરી ૨૦૨૬

પંચાંગ 05/02/2026

ભારતે U19 વર્લ્ડ કપ ફાઇનલમાં શાનદાર એન્ટ્રી કરી

2026 અંડર-19 વર્લ્ડ કપનો બીજો સેમિફાઇનલ 4 ફેબ્રુઆરીના રોજ બુલાવાયોમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયો હતો. આ મેચમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું, અફઘાનિસ્તાનને હરાવીને ફાઇનલ માટે ક્વોલિફાય થયું હતું. ભારત માટે એરોન જ્યોર્જ, વૈભવ સૂર્યવંશી અને કેપ્ટન આયુષ મ્હાત્રેએ શાનદાર બેટિંગ કરી હતી. ભારતે અફઘાન બોલરોને ભારે હાર આપી હતી. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વર્લ્ડ કપ ફાઇનલ હવે 6 ફેબ્રુઆરીએ રમાશે. ભારતે અફઘાનિસ્તાનને 7 વિકેટથી હરાવીને ટાઇટલ જીત્યું.

ભારતીય ટીમે અંડર-19 ODI વર્લ્ડ કપ સેમિફાઇનલમાં સૌથી વધુ રન ચેઝ પૂર્ણ કર્યો. અગાઉ, સેમિફાઇનલમાં ક્યારેય 300+ ના લક્ષ્યનો પીછો કરવામાં આવ્યો ન હતો. હવે ભારત 6 ફેબ્રુઆરીએ ફાઇનલમાં ઇંગ્લેન્ડનો સામનો કરશે. પહેલા બેટિંગ કરતા અફઘાનિસ્તાને 50 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 310 રન બનાવ્યા હતા. ટીમ માટે ઓપનર ઉસ્માન સદાત અને ખાલિદ અહમદઝાઈ મોટી ઇનિંગ્સ રમી શક્યા નહીં. ઉસ્માનએ 39 રન બનાવ્યા, જ્યારે ખાલિદે 31 રન બનાવ્યા. જોકે, ત્યારબાદ ફૈઝલ શિનોઝાદાએ 93 બોલમાં 110 રન બનાવ્યા, જ્યારે ઉઝૈરુલ્લાહ નિયાઝાઈએ 86 બોલમાં અણનમ 101 રન બનાવ્યા. બંનેએ શાનદાર બેટિંગ કરી અને ભારતીય બોલરોને મુશ્કેલીમાં મુક્યા. ભારત માટે, દીપેશ દેવેન્દ્રને બે વિકેટ અને કનિષ્ક ચૌહાણે બે વિકેટ લીધી. દીપેશ 10 ઓવરમાં 64 રન આપીને, જ્યારે કનિષ્કે 9 ઓવરમાં 55 રન આપીને.

ભારતે લક્ષ્ય હાંસલ કર્યું

લક્ષ્યનો પીછો કરતા, ભારતે મજબૂત શરૂઆત કરી. વૈભવ સૂર્યવંશી ઓપનર હતો. તેણે 33 બોલમાં 68 રન બનાવીને નવ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા. વૈભવના આઉટ થયા પછી, એરોન જ્યોર્જે સદી ફટકારી અને ટીમની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. તેણે 104 બોલમાં 115 રન બનાવ્યા. ત્રીજા નંબરે કેપ્ટન આયુષ મ્હાત્રેએ પણ શાનદાર પ્રદર્શન કર્યું, તેણે 59 બોલમાં 5 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 62 રન બનાવ્યા. ભારતે 41.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 311 રન બનાવીને મેચ જીતી લીધી.