નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 25 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,96,009 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.
દેશમાં અત્યાર સુધી 5,31,918 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,62,598 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 56 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1543એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 33,396 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.40 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.
દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,55,904 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 281 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
નિર્દેશક દાસારી નારાયણ રાવના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘પ્યાસા સાવન’ (૧૯૮૧) માં જીતેન્દ્રની મરજી મુજબની હીરોઈન કામ કરી શકી ન હતી. જીતેન્દ્રના નિર્માતા ભાઈ પ્રસન્ન કપૂરે તેલુગુની સુપરહિટ ફિલ્મ ‘યેદાંતસ્થુલા મેદા’ નીe હિન્દી રીમેક તરીકે ‘પ્યાસા સાવન’ બનાવવાનું આયોજન કર્યું ત્યારે સૌપ્રથમ રેખાએ એમાં કામ કરવા પ્રયત્ન કર્યા હતા. ફિલ્મમાં જીતેન્દ્રની બેવડી ભૂમિકા હતી. આ પહેલાં જીતેન્દ્ર જિગરી દોસ્ત (૧૯૬૯), જૈસે કો તૈસા (૧૯૭૩), જ્યોતિ બને જ્વાલા (૧૯૮૦) વગેરે ફિલ્મોમાં ડબલ રોલ કરી ચૂક્યો હતો. પણ આ વખતે હીરોઇનની પસંદગી મહત્વની હતી. એમાં જીતેન્દ્રના પુત્રની પ્રેમિકા તરીકેની ભૂમિકા દાસારી રાવે રેખાને ઓફર કરી હતી. પરંતુ રેખાને સિનિયર જીતેન્દ્રની પત્નીની ભૂમિકા કરવી હતી.
રાવે એ માટે મૌસમીને નક્કી કરી રાખી હતી. રેખાએ ભૂમિકા મેળવવા જીતેન્દ્રને ભલામણ કરી હતી. પરંતુ જીતેન્દ્રની ભલામણથી રેખાને જ નહીં એ પછી રામેશ્વરીને પણ લેવામાં આવી ન હતી. પોતાને પસંદ આવેલી ભૂમિકા ના મળતાં રેખાએ ખસી જવાનું નક્કી કર્યું હતું. જીતેન્દ્રએ આ પહેલાં રામેશ્વરી અને રીના રૉય સાથે ફિલ્મ ‘આશા’ (૧૯૮૦) માં કામ કર્યું હતું. જ્યારે દાસારી રાવે બેમાંથી એક હીરોઈન તરીકે રીના રૉયને નક્કી કરી લીધી હતી ત્યારે જીતેન્દ્રએ રામેશ્વરીને પણ લેવાની ભલામણ કરી હતી. નિર્માતા પ્રસન્ન કપૂરે પણ બીજા એક કારણથી એમની વાત સ્વીકારી ન હતી.
‘આશા’ ની સફળતામાં નિર્દેશક જે. ઓમ પ્રકાશનો હાથ મોટો હતો. એ પછીની જીતેન્દ્રની ફિલ્મ ‘પ્યાસા સાવન’ માં બધાની શાખ દાવ પર લાગી હતી. પ્રસન્ન માનતા હતા કે રામેશ્વરીને બદલે મૌસમી ચેટર્જીને લેવાથી ફિલ્મની કિંમત સારી મળી શકે એમ હતી. એમની ગણતરી સાચી પડી હતી. ફિલ્મ રજૂ થયા પછી મૌસમીના અભિનયના જ વધારે વખાણ થયા હતા. ‘પ્યાસા સાવન’ ના લક્ષ્મીકાન્ત -પ્યારેલાલે તૈયાર કરેલા ગીતો ખૂબ લોકપ્રિય થયા હતા. એમાં ‘તેરા સાથ હૈ તો’ ગીતને લતા મંગેશકર ઉપરાંત કમલેશ અવસ્થીના અવાજમાં અલગથી રેકોર્ડ કરવામાં આવ્યું હતું. બંને ગીતોને પસંદ કરવામાં આવ્યા હતા. ઓ મેરી છમ્મક છલ્લો, મેધા રે મેધા રે વગેરે ગીતોએ પણ ધૂમ મચાવી દીધી હતી.
આજના દિવસે શાંતિ રાખવી, તમારા શબ્દપ્રયોગ અને ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી છે, વાહન ધીમે ચલાવવું તેમજ ઉતાવળિયા નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, તાવ,માથા,આંખ,હાડકાની તકલીફથી થોડું સાચવવું, થોડી આળસવૃતિના કારણે કામના થવાની મનમાં ફરિયાદ રહે તેવું બની શકે છે.
આજનો દિવસ સારો અને ઉત્સાહવાળો જોવા મળી શકે છે, તમારા કોઈ નવીનકામનું આયોજન થાય, જુનામતભેદ ભૂલવાની તક મળે, કોઈ અગત્યની વાતચીત ક્યાય ચાલતી હોય તેમાં તમને સારો પ્રતિભાવ જોવા મળી શકે છે અને તેમાં અન્યની મદદકે માર્ગદર્શન તમને સારો ટેકો આપી શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સમય પસાર થાય અને ક્યાંક નાણાકીયખર્ચ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય તેમાં તમે થોડા ઉત્સાહિત રહો, અગત્યના કામ માટે ક્યાંક વાર્તાલાપકે મિલનમુલાકાતમાં તમારા મનમાં રહેલા કોઈ પ્રશ્નનો કોઈ રસ્તો આપમેળે મળે તેવું બની શકે છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, ખોટા વાદવિવાદથી દુર રહેવું જરૂરી છે, વાહન ધીમે ચલાવવું, કફ, છાતી,પ્રેસર જેવી તકલીફથી સાચવવું, મનમાંને મનમાં કોઈવાતનો અજંપો રહ્યા કરે અને તેને કારણે તમારા રોજીંદા વ્યવહાર અને વર્તન પર તેની થોડી અસર વર્તાઈ શકે છે, વાદવિવાદથી દુર રહેવું.
આજનો દિવસ સામાન્ય રીતે પસાર થઈ શકે છે, તમારા કામમાં વ્યસ્તતાથી થાક લાગવાની લાગણી અનુભવાય અને આરામકરવાની વૃતિ જાગે, ફરવાકે મુસાફરીમાં ઉત્સાહની સાથે થાક પણ અનુભવો, કોઈ જગ્યાએ કામકાજ અર્થે મિલનમુલાકાત કરવાની હોયતો શાંતિ અને ચોકસાઈ રાખવી યોગ્ય છે.
આજનો દિવસ સારો છે, મિત્ર અને પરિચિત સાથે કોઈ લાભની વાત કરવાની તક મળી શકે છે, ઘણા વખત થી કોઈ ચીજવસ્તુ ખરીદવાની ઈચ્છા ધરાવતા હોવતો તેપણ ફળીભૂત થાય તેવા સંજોગો બની શકે છે, આગળના કોઈ અધૂરાકામ પુરા કરવા માટે પ્રયત્ન કરવાથીતે કામને પણ ગતિ મળી શકે છે.
આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો ઇચ્છનીય છે, ક્યાંક પડવાકે વાગવાના યોગ બની શકે છે, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, હિતશત્રુ,ખટપટી લોકોથી દુર રહેવું, ચામડી, એલર્જી, ડાયાબીટીસ, સ્ત્રીદર્દ ભોગવતા લોકોએ તકેદારી રાખવી, પ્રભુભક્તિમાં વધુ ધ્યાન રાખવું યોગ્ય કહી શકાય.
આજનો દિવસ સારો અને મસ્તીમજાક વાળો કહી શકાય, તમારી ક્યાંક જૂનીઓળખાણ તાજી થાય અને તમે કરેલા ભૂતકાળના કોઈ કામની કદર થાય, અગત્યના કામની કોઈ વાર્તાલાપકે મિલનમુલાકાત તમારા માટે આજે કરવી યોગ્ય છે જેમાં તમને સારો પ્રતિસાદ મળે તેવા સંજોગો ઉભા થઈ શકે છે.
આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય પરંતુ કોઈ આજના દિવસ માટેનું આયોજન હોયતો તેમાં થોડો વિલંબ થઇ શકે છે પરંતુ કામ સારી રીતે થયાની લાગણી પણ અનુભવાય, ખરીદી કરવા જાવ ત્યારે ધાર્યા કરતા પણ વધુ ખર્ચ થાય તેવું બની શકે છે પરંતુ પસંદગીની ખરીદીનો સંતોષ પણ થાય.
આજનો દિવસ સારો અને ઉત્સાહવાળો કહી શકાય, કોઈ મુસાફરી થઈ શકે છે, ધાર્યુંકામ થવાથી ખુશીની લાગણીનો અનુભવ થાય, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો યોગ્ય છે, તમારા કોઈપણ કામકાજમાં અન્યનો સાથ સહકાર સારો મળી શકે, યુવાવર્ગ માટે ક્યાંક નવીનઓળખાણ પણ થાય.
આજનો દિવસ સામાન્ય છે કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાથી થાકની લાગણીનો અનુભવ થાય, કોઈકામ પરાણે કરતા હોવ તેવું લાગ્યા કરે, ખરીદી કરવા પાછળકે કોઈ સામાજિકકાર્ય કરવા પાછળ નાણા અને સમયનો વ્યય થાય, વ્યવહારુ અભિગમ અપનાવો અને શાંતિ જાળવવી ઇચ્છનીય છે.
આજનો દિવસ સારો છે, હરવાફરવામાં અને મિલનમુલાકાતમાં દિવસ પસાર થઇ શકે છે. નોકરીઅંગે કોઈ પસંદગીની જગ્યાએ વાતચીતકે મિલનમુલકાત કરવાની હોય તેમાં તમારા કોઈ અંગત વિશ્વાસુવ્યક્તિની મદદકે માર્ગદર્શન તમને લાભ અપાવે, ક્યાંક સારી વાત આપલે કરવાની તક પણ મળે તેવા યોગ છે.
સંસદના ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભામાં મોદી સરકારને મોટી જીત મળી છે. દિલ્હી સર્વિસ બિલ પાસ કરાવવામાં સરકારને સફળતા મળી છે. બિલની તરફેણમાં 131 અને વિરોધમાં 102 વોટ પડ્યા હતા. દિલ્હી નેશનલ કેપિટલ ટેરિટરી એડમિનિસ્ટ્રેશન (સુધારા) બિલ 2023 લોકસભા દ્વારા પહેલાથી જ પસાર કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ હવે તે કાયદાનું સ્વરૂપ લેશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે રાજ્યસભામાં બિલ રજૂ કર્યું હતું.
અમદાવાદ : સમગ્ર ગુજરાતમાં રસાકસી ભરી હરફાઈઓ બાદ અદાણી સ્પોર્ટ્સલાઈન દ્વારા આયોજિત લિટલ જાયન્ટ્સ ઈન્ટર-સ્કૂલ ચેમ્પિયનશિપની ભવ્ય ફિનાલેનું અમદાવાદ ખાતે સમાપન થયું. ક્રિકેટ, ફૂટબોલ, ખો-ખો અને કબડ્ડી માટેની શાળા-કક્ષાની ટુર્નામેન્ટ 15મી જુલાઈએ શરૂ થઈ હતી જે રાજકોટ, સુરત, વડોદરા અને અમદાવાદમાં યોજાઈ હતી. તેમાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની એ મોટી સંખ્યામાં ભાગ લઈ અદમ્ય ઉત્સાહ દર્શાવ્યો હતો. અમદાવાદની ONGC કોલોની ખાતે ખો ખો અને કબડ્ડીએ ફિનાલે ઈવેન્ટની શરૂઆત કરી. કન્યાઓ માટેની પ્રથમ કબડ્ડી સ્પર્ધામાં જેમ્સ જિનેસિસ ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ વિજેતાની ટ્રોફી જીતી હતી જ્યારે દેવસ્ય ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ બીજા ક્રમે રહી હતી. છોકરાઓની ઇવેન્ટમાં ફાઇનલિસ્ટોએ જોશ અને જોમ સાથે લડ્યા અને ઉર્મિ સ્કૂલ, ડીએલએસએસ ચેમ્પિયન બની જ્યારે વાત્સલ્ય ધામ સ્કૂલ, સુરત રનર-અપ રહી હતી. રાજ્યના ખૂણે ખૂણેથી શ્રેષ્ઠ પ્રતિભાઓને આકર્ષિત કરતી ખો ખોમાં લિટલ જાયન્ટ્સ ઇન્ટર-સ્કૂલ ચેમ્પિયનશિપ સુરતની વાલસલ્ય ધામ માધ્યમિક શાળાએ જીતી હતી, જ્યારે ઝેનિથ હાઈસ્કૂલ રનર્સ અપ રહી હતી.
લિટલ જાયન્ટ્સ ઇન્ટર-સ્કૂલ ચેમ્પિયનશિપે આ વર્ષે તેની પ્રથમ ક્રિકેટ અને ફૂટબોલ સ્પર્ધાઓ યોજી હતી. જેમાં ફાઈનલ 30મી જુલાઈના રોજ અમદાવાદમાં યોજાઈ હતી. સકારાત્મક પરિણામ સુનિશ્ચિત કરવા માટે ક્રિકેટરો અને ફૂટબોલરોએ તેમનું શ્રેષ્ઠ યોગદાન આપ્યું હતું. યુવા ખેલાડીઓને ઉત્સાહિત કરવા શાળાના બાળકો અને વાલીઓ હાજર રહ્યા હતા. છોકરાઓ માટેની ક્રિકેટ સ્પર્ધા અમદાવાદની શ્રી વિદ્યાનગર સ્કૂલે જીતી હતી અને રનર્સ અપ દેવસ્ય ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ રહી હતી. ગર્લ્સ ઈવેન્ટમાં અમદાવાદની શ્રી વિદ્યાનગર સ્કૂલ વિજેતા અને દેવસ્ય ઈન્ટરનેશનલ સ્કૂલ રનર્સ અપ રહી હતી. છોકરાઓ માટેની ફૂટબોલ સ્પર્ધા લાલજી મેહરોત્રા લાયન્સ સ્કૂલ, અમદાવાદ દ્વારા જીતવામાં આવી હતી અને SGVP, અમદાવાદ રનર્સ અપ રહી હતી.
લિટલ જાયન્ટ્સ ઇન્ટર-સ્કૂલ ચેમ્પિયનશિપ 2018માં કબ્બડીની માત્ર એક રમત સાથે શરૂ કરવામાં આવી હતી. 2022માં ખો- ખો ની રમત શરૂ કરવામાં આવી અને હાલમાં ક્રિકેટ અને ફૂટબોલનો ઉમેરો કરવામાં આવ્યો. ચેમ્પિયનશિપના ગ્રાન્ડ ફિનાલેમાં ગુજરાત જાયન્ટ્સ કબડ્ડી ટીમના મુખ્ય કોચ રામ મેહર સિંઘ અને સહાયક કોચ વી સુંદરમ અને મશાલ સ્પોર્ટ્સના સીઈઓ અને પ્રો કબ્બડી લીગના લીગ કમિશનરના અનુપમ ગોસ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અનુપમ ગોસ્વામીએ જણાવ્યુ કે, અમે છેલ્લા એક દાયકામાં સમગ્ર ભારતમાં કબડ્ડીને કૂદકે ને ભૂસકે વધતી જોઈ છે. અદાણી સ્પોર્ટ્સલાઈન ટીમ તેને મૂળ સુધી લઈ જઈને એક ડગલું આગળ વધી છે અને તે ગુજરાતમાંથી શ્રેષ્ઠ પ્રતિભાઓને બહાર લાવવામાં મદદ કરશે. હું માત્ર ટુર્નામેન્ટ અને તેના ધોરણોથી જ નહીં પરંતુ શાળાઓના પ્રતિસાદથી પણ પ્રભાવિત છું. મને વિશ્વાસ છે કે ગુજરાતમાંથી ટૂંક સમયમાં જ PKLમાં ઘણા બધા કબડ્ડી ખેલાડીઓ આવશે.
અદાણી સ્પોર્ટ્સલાઇનના હેડ સત્યમ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, અદાણી સ્પોર્ટ્સલાઇનમાં અમારું પ્રાથમિક ધ્યેય રમત ગમતની વૃદ્ધિ માટે પ્રોત્સાહિત સર્વિસ આપીને રમતગમતની સંસ્કૃતિને ઉત્તેજન આપવાનું છે. જો કે, આ ધ્યેય હાંસલ કરવા માટે તમામ હિતધારકોના સહયોગની આવશ્યકતા છે. અમે લિટલ જાયન્ટ્સ ચેમ્પિયનશિપમાં વિદ્યાર્થીઓને ભાગ લેવા પ્રોત્સાહિત કરવા માટે માતાપિતા, શાળાઓ અને શિક્ષકોના જબરજસ્ત સમર્થન અને પ્રોત્સાહનથી આનંદિત છીએ. વધુ શાળાઓ સુધી પહોંચીને અમે વધુ ઇવેન્ટ્સનું આયોજન કરવામાં સક્ષમ છીએ અને અમે દર વર્ષે વધુ વિસ્તરણ માટે પ્રતિબદ્ધ છીએ. ભારતના ટોચના કબડ્ડી કોચ શ્રી રામ મેહર જેવા પ્રતિષ્ઠિત વ્યક્તિઓની હાજરી. પ્રો કબડ્ડી લીગના કમિશનર અનુપમ ગોસ્વામી અને મશાલ સ્પોર્ટ્સ ટીમ તથા સ્પોર્ટ્સના ઉત્થાન માટે સંકળાયેલા તમામ હિતધારકોના સમર્પણનું નિદર્શન કરે છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ એવા સમયે પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે જ્યારે કેન્દ્રની મોદી સરકાર વિરુદ્ધ કોંગ્રેસ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર મંગળવારે સંસદમાં ચર્ચા થશે. આવી સ્થિતિમાં રાહુલ લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા શરૂ કરી શકે તેવી પ્રબળ સંભાવના છે. બીજી તરફ, પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ લોકસભામાં તેમની વાપસીનું સ્વાગત કર્યું અને કહ્યું કે દેશની જનતાના વાસ્તવિક મુદ્દાઓનો અવાજ ફરી એકવાર સંસદમાં ગુંજશે. રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા પુનઃસ્થાપિત થતાંની સાથે જ, કોંગ્રેસના મુખ્યાલયમાં કાર્યકરોએ પાર્ટીના ભૂતપૂર્વ વડાની તરફેણમાં નાચતા અને સૂત્રોચ્ચાર સાથે ઉજવણી કરી હતી. કોંગ્રેસ અને અન્ય વિપક્ષી સાંસદોએ પણ રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા પુનઃસ્થાપિત કર્યા પછી સંસદમાં તેમના આગમન પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું.
देश की जनता के असल मुद्दों की आवाज एक बार फिर संसद में गूँजेगी।
श्री @RahulGandhi जी के साथ कंधे से कंधा मिलाकर संघर्ष करने वाले लाखों कांग्रेस कार्यकर्ताओं व इन्साफ और सच की लड़ाई में समर्थन देने वाले करोड़ों देशवासियों का तहे दिल से धन्यवाद । pic.twitter.com/2HpWOWqY1u
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) August 7, 2023
રાહુલ ગાંધીનો સંસદ પહોંચવાનો વીડિયો ટ્વિટર પર પોસ્ટ કરતા પ્રિયંકા ગાંધીએ લખ્યું, જનતાના વાસ્તવિક મુદ્દાઓનો અવાજ ફરી એકવાર સંસદમાં ગુંજશે. રાહુલ ગાંધી સાથે ખભે ખભા મિલાવીને લડનારા કોંગ્રેસના લાખો કાર્યકરો અને ન્યાય અને સત્યની લડાઈને સમર્થન આપનારા કરોડો દેશવાસીઓનો હૃદયપૂર્વક આભાર.કેરળના વાયનાડના સાંસદ તરીકે રાહુલ ગાંધીનો દરજ્જો સોમવારે પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો જ્યારે લોકસભા સચિવાલયે બદનક્ષીના કેસમાં તેમની દોષી ઠેરવવા પર સુપ્રીમ કોર્ટના સ્ટે બાદ નોટિફિકેશન બહાર પાડ્યું હતું. લોકસભા સચિવાલય દ્વારા જાહેરનામું બહાર પાડ્યા બાદ સોમવારે કેરળના વાયનાડના સાંસદ તરીકે રાહુલ ગાંધીનો દરજ્જો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે માનહાનિના કેસમાં તેમની સજા પર રોક લગાવી દીધી હતી.
મુંબઈઃ 57 વર્ષીય નામાંકિત આર્ટ ડાયરેક્ટર નીતિન દેસાઈ અને યુવાન પ્રતિભાશાળી અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના અકાળે થયેલા નિધનની ઘટનાઓ વિશે બોલીવુડ અભિનેતા સુનીલ શેટ્ટીએ ઝાકઝમાળ અને ગ્લેમરથી ભરપૂર ફિલ્મ ઉદ્યોગમાં પ્રવર્તતા માનસિક તાણ અને નિષ્ફળતાના પરિબળો વિશે પોતાના મંતવ્યો જણાવ્યા છે. એક અખબારના આપેલી મુલાકાતમાં શેટ્ટીએ કહ્યું, ‘અત્યંત પ્રતિભાશાળી અને વિનમ્ર સ્વભાવવાળા આર્ટ ડાયરેક્ટરની ખોટ ગઈ છે.
એવું તે શું કારણ હતું જેને કારણે એમને પોતાનું જીવન ટૂંકાવી દેવાનું અંતિમ પગલું ભરવું પડ્યું? સારા માનવીઓ પોતાની પાસે રહે એવું ભગવાન હંમેશાં ઈચ્છા હોય છે. શું એમને એવા લોકોની જરૂર રહેતી હશે? મને ખબર નથી… મારી હૃદયપૂર્વકની દિલસોજી છે. સુશાંતસિંહ રાજપૂત અદ્દભુત છોકરો હતો. એણે જીવનમાં ઘણું બધું મેળવ્યું હતું… અને પછી ભગવાને એને આપણી વચ્ચેથી લઈ લીધો. એણે જે કર્યું એ ક્ષણ કેવી હશે? કોઈકની મદદ કરવી જોઈએ. ધારો કે આપણને ખબર પડે કે તે કે તેણી કોઈક માનસિક તાણથી પીડાય છે તો આપણે એને મદદ કરવી જોઈએ. આપણે એની સતત પૃચ્છા કરીને એની કાળજી લેવી જોઈએ.’ બોલીવુડ સેલિબ્રિટીઓ શું સ્ટ્રેસ અને નિષ્ફળતાનો સામનો કરી શકતી નથી? એવો સવાલ પૂછતાં શેટ્ટીએ કહ્યું, ‘એ વાત સાચી નથી. હું પણ બોલીવુડનો જ છું. મેં માનસિક તાણની પરિસ્થિતિનો સરસ રીતે સામનો કર્યો છે. મેં પણ ઘણી નિષ્ફળતાઓ જોઈ છે. આપણે બધાએ સ્ટ્રેસની સમસ્યાનો સામનો કર્યો હશે.’