Home Blog Page 2631

વિડિયોકોન ગ્રુપથી ICICI બેન્કને રૂ. 1000 કરોડથી વધુનું નુકસાન

નવી દિલ્હીઃ ICICI બેન્ક દ્વારા વિડિયોકોન ગ્રુપને આપવામાં આવેલી લોનમાંથી રૂ. 1000 કરોડથી વધુ NPAમાં ફેરવાઈ ગઈ છે. CBIએ બેન્કના ભૂતપૂર્વ CEO ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચર અને વિડિયોકોન ગ્રુપના સંસ્થાપક વેણુગોપાલ ધૂતની વિરુદ્ધ દાખલ કરેલા આરોપપત્રમાં એ દાવો કરવામાં આવ્યો છે.

CBIના આરોપપત્રમાં કહેવામાં આવ્યું છે કે પહેલી મે, 2009થી ચંદા કોચરની ICICI બેન્કના MD અને CEO બન્યા પછી વિડિયોકોન ગ્રુપને ટર્મ લોન મંજૂર કરી હતી. જૂન, 2009થી ઓકટોબર, 2011ની વચ્ચે ICICI બેન્ક દ્વારા કુલ રૂ. 1875 કરોડની રૂપી ટર્મ લોન મંજૂર કરી હતી.વિડિયોકોનને આપવામાં આવેલી લોનથી ICICI બેન્કને રૂ. 1000 કરોડથી વધુનું નુકસાન થયું છે.

ચંદા કોચર ડિરેક્ટરોની એ બે સભ્યોની સમિતિની અધ્યક્ષ હતી, જેણે ઓગસ્ટ, 2009માં વિડિયોકોન ઇન્ટરનેશનલ લિ. (VIEL)ને રૂ. 300 કરોડ આપવામાં આવેલી ટર્મ લીધી હતી, (RTL)ને મંજૂરી આપી હતી. CBIએ આરોપપત્રમાં એ પણ કહ્યું હતું કે ચંદા કોચર સિનિયર મેનેજર્સની એક કમિટીના સભ્ય હોવાની સાથે ક્રેડિટ કમિટીની પણ સભ્ય હતી.આ બંને કમિટીઓએ વિડિયોકોન ઇન્ડસ્ટ્રીઝને ઓક્ટોબર, 2011માં રૂ. 750 કરોડની લોન જારી કરી હતી. 2012 પછી ચંદા કોચર એવી અનેક કમિટીઓની સભ્ય હતી, જેણે વિડિયોકોન ગ્રુપને નેક પ્રકારની લોન જારી કરી હતી.

આ ચાર્જશીટમાં એ પણ કહેવામાં આવ્યું હતું કે બેન્ક દ્વારા વિડિયોકોન ગ્રુપને ક્રેડિટ સુવિધા જારી કરવામાં આવી હતી, જે જૂન, 2017 સુધી NPA બની ચૂકી છે. જે પછી ICICI બેન્કને રૂ. 1033 કરોડ અને એના પર થનારા વ્યાજનું નુકસાન થયું છે.

 

 

 

 

 

 

 

‘ફ્રેન્ડશિપ ડે’એ એક અનોખો ‘મેડિકલ ચેકઅપ કેમ્પ’ યોજાયો

અમદાવાદઃ શહેરના સાયન્સ સિટીથી નજીક આવેલા ભાડજના સુપર સિટીના પ્રાંગણમાં ‘ફ્રેન્ડશિપ ડે’ ના દિવસે એક અનોખો ‘મેડિકલ ચેકઅપ કેમ્પ’ યોજવામાં આવ્યો હતો. આ મેડિકલ ચેકઅપ કેમ્પની વિશેષતા એ હતી કે એનું આયોજન બારમા ધોરણમાં અભ્યાસ કરતી જેનિશા પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

જેનિશા પટેલ અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થિની છે. પોતાના પરિવારના ઉમદા વિચારો સમાજને મદદ કરવાની ભાવનાથી તેને સામાજિક પ્રવૃત્તિઓ કરવા પ્રેરણા મળી છે. શાળામાં પણ સતત આપણી આસપાસમાં રહેતા જરૂરિયાતમંદ લોકો અને બાળકોને મદદરૂપ થવાની ભાવના તરફ પ્રેરવામાં આવે છે.

સુપર સિટીના મહાદેવના પ્રાંગણમાં યોજાયેલા મેડિકલ કેમ્પ વિષે તે ચિત્રલેખા. કોમને કહે છે, હું જ્યારથી સમજણી થઈ ત્યારથી સામાજિક પ્રવૃત્તિઓ કરું છું. મહિલાઓની સમસ્યાઓમાં તેમને સમજણ આપું અને મદદરૂપ થઈ ચીજવસ્તુઓ પૂરી પાડું. દાદા અને પિતાના બિઝનેસમાં જોડાયેલા હજારો કામદારો, શ્રમિકોને કોરોનાના કપરા સમયથી માંડી હાલના (કન્જક્ટિવાઇટિસ) આંખો આવવી જેવી તમામ સમસ્યાઓમાં ખડે પગે રહી મદદ કરું.અમારી સંસ્થા સાથે જોડાયેલા એક કર્મચારીની દીકરી પૂજા ગળામાંથી ખોરાક જ નહોતી ઉતારી શકતી. પૂજાના ગળામાં આંગળી નાખી ખોરાક ઉતારવો પડતો એની સારવાર કરાવી. હજુ એ સંપૂર્ણ સ્વસ્થ થાય ત્યાં સુધી હું સારવાર કરાવીશ.

તે કહે છે આજે જે મેડિકલ કેમ્પ યોજાયો એમાં 2000 કરતાં વધારે લોકો એ લાભ લીધો હતો. આ મેડિકલ ચેકઅપમાં ધનુરની રસી, આંખનાં ટીપાં તેમ જ અન્ય સમસ્યાઓની તપાસ કરવા માટે નિષ્ણાત ડોક્ટરોની ટીમની સેવા લેવામાં આવી હતી. મારે મન આ એક સેવા યજ્ઞ છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

 

 

PM મોદીએ 508 રેલવે સ્ટેશનોના કાયાકલ્પની આધારશિલા મૂકી

નવી દિલ્હીઃ દેશનાં 508 રેલવે સ્ટેશનોનો કાલયાકલ્પ થવાનો છે. વડા પ્રધાન મોદીએ મૃત ભારત સ્ટેશન યોજના હેઠળ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા  508 રેલવે સ્ટેશનનોનું ભૂમિપૂજન કર્યું હતું. વડા પ્રધાને જણાવ્યું હતું કે અમારો ઉદ્દેશ પ્રત્યેક નાગરિક માટે રેલવે યાત્રાને વધુ સુલભ અને સુખદ બનાવવાનો ઠેય આજથી ભારતીય રેલવે માં એક નવા અધ્યાયનો પ્રારંભ થશે.

આ પ્રસંગે તેમણે જણાવ્યું કે ભારત  વિકસિત થવાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યો છે. દેશમાં અમૃત ભારત યોજના હેઠળ 1300 રેલવે સ્ટેશનોનો વિકાસ કરવામાં આવશે, જેમાં 508 અમૃત ભારત સ્ટેશનના પુનર્નિર્માણનું કામ શરૂ થઈ ગયું છે. આ 508 સ્ટેશનોના નવનિર્માણ પર લગભગ રૂ. 25,000 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ લાભ દેશનાં લગભગ તમામ રાજ્યોને મળશે. જેમ કે ઉત્તર પ્રદેશના લગભગ રૂ. 4000 કરોડના ખર્ચથી 55 સ્ટેશનો વિકસિત કરવામાં આવશે. રાજસ્થાનમાં પણ 55 રેલવે સ્ટેશન અમૃત ભારત રેલવે સ્ટેશન અંતર્ગત નવનિર્મિત થશે.

મધ્ય પ્રદેશમાં રૂ. 1000 કરોડના ખર્ચથી 34 સ્ટેશનના કાયાકલ્પ થવાની છે. મહારાષ્ટ્રમાં 44 સ્ટેશનના વિકાસ માટે રૂ. 1500 કરોડ ખર્ચ કરવામાં આવશે.

તેમણે જણાવ્યું હતું કે પાછલાં કેટલાંક વર્ષોમાં રેલવેમાં ઘણાં કામ થયાં છે. પાછલાં નવ વર્ષોમાં દક્ષિણ આફ્રિકા, યુક્રેન, પોલેન્ડ, યુકે અને સ્વીડન કરતાં પણ વધુ રેલવે ટ્રેક બનાવવામાં આવ્યા છે. ભારતમાં આજે આધુનિક ટ્રેનોની સંખ્યા ઝડપથી વધી રહી છે. આજે દેશનું લક્ષ્ય છે કે રેલવેની યાત્રા દરેક યાત્રા માટે, દરેક નાગરિક માટે સુલભ હોય અને સુખદ પણ હોય.

વર્ષ 2014 પહેલાં દેશમાં 6000થી ઓછા રેલવે ઓવરબ્રિજ અને અંડરબ્રિજ હતા, જોકે હવે એ વધીને 10,000થી વધુ થઈ ગયા છે. જલદી તમામ રેલવે ટ્રેકને વિદ્યુતીકરણ કરી દેવામાં આવશે. પાછલા નવ વર્ષમાં સૌર પેનલથી વીજળી પેદા કરનારા સ્ટેશનોની સંખ્યા વધી છે.

 

 

 

 

 

 

 

 

નૂંહમાં આઠ ઓગસ્ટ સુધી ઇન્ટરનેટ બંધઃ 200થી વધુ લોકોની ધરપકડ

નૂંહઃ શહેરમાં હિંસા અને રમખાણો જેવો માહોલ છે. વહીવટી તંત્રને પૂરા વિસ્તારમાં ફરફ્યુ લગાવી દીધો છે. આ વિસ્તારમાં આઠ ઓગસ્ટ સુધી ઇન્ટરનેટ સર્વિસિઝ અને SMS પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અધિકારીઓએ નૂંહમાં અનેક ગેરકાયદે બાંધકામોને ધ્વસ્ત કર્યાં છે. એમાંથી કેટલાંક બાંધકામો હિંસામાં સામેલ લોકોનાં પણ હતાં.

નૂંહ વહીવટી તંત્રએ અતિક્રમણની વિરુદ્ધ ચલાવવામાં આવેલી ઝુંબેશના ચોથા દિવસે સહારા હોટેલ પર પણ બુલડોઝર ચલાવવામાં આવશે. મેડિકલ સ્ટોર સહિત એક ડઝન દુકાનો તોડવામાં આવી છે. શનિવારે હિંસા પ્રભાવિત નૂંહથી 20 કિલોમીટર દૂર તાવડુમાં રહેતા પ્રવાસીઓની ઝૂંપડીઓ સરકારી જમીન પર અતિક્રમણ કરવાના આરોપમાં તોડી કાઢવામાં આવી હતી.

હરિયાણાના નૂંહમાં ફેલાયલી અરાજકતાને મામલે પોલીસે અત્યાર સુધી 200થી વધુ લોકોની ધરપકડ કરી છે. એ સિવાય પોલીસે સાવધાની રૂપે 80 લોકોની અટકાયત પણ કરી છે અને 104 FIR પણ નોંધવામાં આવી છે. એ હિંસા એ સમયે ભડકી હતી, જ્યારે 31 જુલાઈએ ધાર્મિક શોભાયાત્રા પર ભીડે હુમલો કર્યો હતો. નૂંહ સ્થિતિ સામાન્ય કરવા માટે વહીવટી તંત્ર પગલાં લઈ રહ્યું છે.

નૂંહના પોલીસ કમિશનરે કહ્યું હતું કે તોફાનીઓને કોઈ કિંમતે છોડવામાં નહીં આવે. પોલીસે શાંતિ બહાલ કરવા માટે જિલ્લામાં ફલેગ માર્ચ કાઢી હતી. એ સિવાય જિલ્લામાં તોફાનવિરોધી યુનિટને પણ તહેનાત કરવામાં આવ્યું છે. જિલ્લાધિકારીએ કહ્યું હતું કે શનિવારે બપોરે 12થી ત્રણ કલાક સુધી કરફ્યુમાં ઢીલ આપવામાં આવી છે.

 

 

 

.

કોરોનાના 54 નવા કેસ, એકનું પણ મોત નહીં

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 54 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક જણનું મોત થયું છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,95,856 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

દેશમાં અત્યાર સુધી 5,31,918 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,62,510 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 55 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1552એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 33,853 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.39 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,55,540 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 437 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

રાશિ ભવિષ્ય 06/08/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સામાજિકકે ધાર્મિક કામમાં મિલન-મુલાકાત થઇ શકે, માંર્કેટિંગ ક્ષેત્રમાં પરિચિતકે જુનાસંપર્કમાં કામકાજ કરવામાં આવેતો સારું પરિણામ જોવા મળી શકે છે, પ્રવાસયોગ થઈ શકે છે, યુવાવર્ગને ગમતી કોઈવાત સંભાળવા મળે,  વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે.


આજનો દિવસ થોડો ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે ખાસકરીને વાણીસયમ રાખવો જરૂરી છે તદુપરાંત ગુસ્સા પર કાબુ રાખવો અગત્યનો છે,  વેપારમાં કોઇપણ પ્રકારના જોખમથી દુર રરહેવું, પ્રિયજન સાથે વિચાર મતભેદના થાય તેની કાળજી રાખવી, માર્કેટિંગક્ષેત્રમાં સમયનો દુર્વ્યય વધુ થાય.


આજનો દિવસ સામાન્ય છે, મન થોડું અશાંત  રહે પરંતુ દિવસ રાબેતામુજબ શાંતિથી પસાર થાય, કામકાજમાં  સમયનો દુર ઉપયોગ થવાથી થોડી ઉશ્કેરાટ અનુભવો, વેપારમાં નાનું અને ગણતરી પુર્વાક્નુજ  કામ કરવુ  યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમાં વ્યસ્તતા વચ્ચે પણ કામ શાંતિથી પૂર્ણ થઇ શકે છે.


આજનો દિવસ સરસ છે, તમને ઉત્સાહ સારો જોવા મળે અને તેની સારી અસર તમારા વ્યવહાર અને કામકાજ પર પડે જેને કારણે તમને અન્યનો સાથસહકાર સારી રીતે મેળવી શકો, તમારી કોઈજૂની ઓળખાણથી લાભની વાત બને, વેપારના કામકાજમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે.


આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે,  તમને આજે થોડો ગુસ્સો કઈને કઈ બાબત પર જોવા મળે જેને કારણે કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું તેમજ  મુસાફરીમાં ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં જોખમી પરિબળથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સરસ છે તેમાં પણ તમારા ધાર્યા કામ થાય મન થોડું આજે ઉદાર બની ક્યાંક કોઈને સહભાગી બનો અને જૂનીભૂલ સુધારવા માટે પ્રયત્ન કરો, વેપારના કામકાજમાં ચોકસાઈ રાખોતો લાભ થાય, યુવાવર્ગને પોતાની કોઈ અંગતવાતની દ્વિધા હોયતો તેમાં પણ યોગ્ય રાહ મળે તેવું બની શકે છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો અગત્યનો છે, ક્યાય ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું અને ક્યાય કોઈની સાથે ઉગ્રતાના થાયતે બાબતની કાળજી રાખવી, માર્કેટિંગક્ષેત્રમાં કંટાળાજનક પરિસ્થિતિ જોવા મળે શકે છે , વેપારમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે, ક્યાંક પ્રવાસયોગ બને, તમારા મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવું પણ બનવા જોગ છે, તમારી કરેલી મહેનતનું ફળ સારું મળી શકે તેવું પણ બની શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમને અન્યનું માર્ગર્દર્શન સારું મળી રહે, વેપારમાં લાભની તક રહેલી છે, યુવાવર્ગને સારી ખુશી જોવા મળે.


આજનો દિવસ તમારા માટે થોડો સામાન્ય છે, રોજબરોજના કામમાં દિવસ પસાર થઇ જાય, તમારા કામમાં થોડા વ્યસ્ત રહો તેવું પણ બની શકે છે, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામજ યોગ્ય છે, માર્કેટિંગ ક્ષેત્રમાં માનસિકથાકની લાગણી વધુ અનુભવો, યુવાવર્ગને કોઇવાતમાં આતુરતા વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, મિત્રોથી કોઈ કામકાજમાં તમને લાભ થઈ શકે છે, ક્યાંક મુસાફરી થાય તેવા યોગ પણ બને છે, માર્કેટિંગક્ષેત્રમાં સારા કામકાજ કર્યાનો સંતોષ મળે, વેપારમાં નાનું કામજ કરવું યોગ્ય છે, યુવાવર્ગને આજે પોતાના મનની કોઈવાત ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીમાં પસાર કરવો ઇચ્છનીય છે, વિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, ક્યાય  પાડવા-વાગવાના યોગ છે માટે તકેદારી રાખવી, આજે નકારત્મકવિચાર વધુ રહે અને તેની અસર તમારા કામકાજ પર પણ પડી શકે છે, વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું.


આજનો દિવસ સરસ છે તમારો આત્મવિશ્વાસ પણ સારો જોવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવોતો કંઇક સારું શીખવાની અપેક્ષા પૂરી થાય, માર્કેટિંગક્ષેત્રમાં આયોજનબદ્ધ કામ કરવાથી સારું પરિણામ મળી રહે, વેપારમાં અનુભવ મુજબ કામ કરવાથી લાભ થઈ શકે છે.

ફ્રેન્ડશીપ ડે: પોતાનામાં મૈત્રીભાવ કેળવો!

આજે એકલતાની વૈશ્વિક મહામારી ફેલાઈ ગયેલી છે. કેટલા બધા લોકોને એવું લાગે છે કે તેમને કોઈનો પ્રેમ નથી મળી રહ્યો.પરંતુ તમે ખાતરીપૂર્વક જાણી લો કે તમને ખૂબ જ પ્રેમ કરવામાં આવી રહ્યો છે. પૃથ્વી તમને નજીકથી પકડી રાખે છે અને આ હવા પણ. પૃથ્વી તમને પ્રેમ કરે છે; એટલા માટે તો તે તમને ટટ્ટાર પકડી રાખે છે. ગુરુત્વાકર્ષણ બળ દ્વારા પૃથ્વી તેનો પ્રેમ વ્યક્ત કરે છે. ઈશ્વર તમને પુષ્કળ પ્રેમ કરે છે. એક વાર તમને આની ખાતરી થશે તો તમને ક્યારેય એકલું નહીં લાગે. એક પક્ષીય પ્રેમમાં ઈશ્વર સૌથી વધારે પીડિત છે. તે તમને કેટલો બધો પ્રેમ કરે છે અને તમે તે જાણતા પણ નથી.

કોઈ માણસનો સંગાથ તમારા જીવનમાંની એકલતાને ના ભરી શકે, એવું થાય તો પણ એ બહુ લાંબુ ટકતું નથી. એક વાર જો તમે થોડો વખત એકલા રહેવાનું માણતા શીખી જાવ તો તમને એકલું નહીં લાગે.


એવી કોઈ વ્યક્તિ ના હોય કે જેને પોતાની જાત સાથે રહેવામાં મજા આવે છે તેનું વ્યક્તિત્વ કંટાળાજનક હોઈ શકે. જો તમને તમારી પોતાની સંગત કંટાળાજનક લાગતી હોય તો બીજા કોઈને તે કેવી રીતે ગમે? કોઈ પણ સંગત દૂરથી તો બહુ સારી લાગે છે.

જે લોકો આખો સમય બીજાની સંગતમાં રહેતા હોય છે તેઓ એકાંત અનુભવવાનું ઝંખે છે અને જે લોકો હંમેશા એકાંતમાં રહે છે તેમને કોઈની સંગત વગર એકલું લાગી શકે છે. દરેક વ્યક્તિ એક સમતુલન શોધે છે. હું તમને પર્વતો તરફ ભાગી જવાનું નથી કહેતો. પરંતુ તમે જેમની નજીક છો, જેમની સાથે તમને લાગણીથી બંધાયેલા છો તેમનાથી અવારનવાર થોડું અંતર બનાવો.

દરરોજ થોડી વાર દુનિયા અને તેની તમામ બાબતોથી દૂર થઈ જાવ અને પોતાની જાત સાથે રહો અને ધ્યાન કરો. તો તમે એકલા હશો ત્યારે પણ એકલતા નહીં લાગે.

સેવા કરવી અને અન્યોને મદદરૂપ થવું એ એકલતાના અનુભવમાંથી બહાર આવવા માટેનો સમર્થ ઉપાય છે. તમે જે સેવા કરશો તે તમારામાં એક મોટું પરિવર્તન લાવે છે.

તમે એકલા હોવ તે દરેક સમયે તમે તમારી પોતાની મર્યાદાઓથી પરિચિત થતા હોવ છો. તમારી મર્યાદા,તમારી સરહદ એ તમારા દુખનું મૂળ કારણ છે. કૃતજ્ઞ બનો અને શાંતિ માટે પ્રાર્થના કરો. એ જ ક્ષણે તમે રાજી થશો અને પરિસ્થિતિ ગમે તેટલી નિરાશાજનક હશે તો પણ તમે પાર પડશો.

તમે ઉત્સાહી અને આત્મવિશ્વાસુ બનવા પોતાની જાત પર દબાણ નથી કરી શકતા. જ્યારે તમને નિરાશાજનક લાગે ત્યારે પ્રાર્થના અને શરણાગતિ કરો. તમે જોશો કે તમે તમારો ઉત્સાહ અને આત્મવિશ્વાસ પાછા મેળવ્યા છે. અતિ આનંદ,સુખ કે ભયંકર દુખ હોય તો પણ આપણામાં એવો એક હિસ્સો છે જેને તે કંઈ સ્પર્શતું નથી. આપણી એવી ઈચ્છા હોવી જોઈએ કે આપણે જેને પણ મળીએ તે ખુશ થાય અને ખુશી ફેલાવે.

એકલતામાંથી બહાર આવવા માટે તમે તમારી સાથે કંઈક સામ્ય ધરાવતી વ્યક્તિ સાથે મિત્રતા કેળવો. જ્ઞાનમાં ઋચી ધરાવતા મિત્રો મળવા જવલ્લે છે કે જે એકબીજાનો ઉધ્ધાર કરી શકે પરંતુ એ યાદ રાખો કે જ્યારે પરિસ્થિતિ મુશ્કેલ હોય ત્યારે તેઓ તમારામાંથી શ્રેષ્ઠને અભિવ્યક્ત કરાવે અને જ્યારે સારો સમય હોય ત્યારે તમને દુનિયાનું શ્રેષ્ઠ મળે. જીવનમાં આ બન્નેના અંશ હોય છે.

જ્યારે તમને એવું લાગે કે તમે સંપૂર્ણપણે અલિપ્ત થઈ ગયા છો તો સંસર્ગના અનુભવ માટે સંઘર્ષ ના કરો, વિશ્રામ કરો. આ એના જેવું છે કે તમે જ્યારે નિંદ્રાધીન હોવ છો ત્યારે તમે એકદમ નજીકના લોકોના પણ સંપર્કમાં નથી હોતા. તમે તમારી સાથે નિંદ્રાવસ્થામાં બીજા કોઈને નથી લઈ જઈ શકતા. તેમાં તમે એકલા જ જાવ છો. એકલતા લાગે તે સમયે આખા સર્જનને, સ્મિત સાથે, એક સ્વપ્નની જેમ જુઓ એ પાણીમાં પરપોટા જેવું છે,ક્ષણિક.

પાછું વળીને તમે જે જે લોકોને મળ્યા છો, જેમની સાથે રમ્યા છો, દસ વર્ષ પહેલા થયેલી ઘણી સારી અને ખરાબ ઘટનાઓ યાદ કરો. અત્યારે તેમાંનું કશું નથી બધું પસાર થઈ ગયું છે અને દુખ અને એકલતાની એ બધી લાગણીઓ પણ જતી રહેશે. તો શા માટે તમારે સંપર્કમાં આવવું છે,અને શેના? બધું જ ક્ષણિક છે અને તમે શાશ્વત છો. જ્યારે તમને એવું લાગે કે તમે અલિપ્ત થઈ ગયા છો તો દુખી ના થશો. સ્મિત સાથે તેનો સ્વીકાર કરો. ધ્યાન કરો. તમને ખૂબ સંતુલિત લાગશે અને તમારામાં એક ઊંડાણેથી તાકાત જન્મશે.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

૦૬ ઓગસ્ટ, ૨૦૨૩

૦૬ ઓગસ્ટ, ૨૦૨૩

દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા, ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં ધરતી ધ્રૂજી

શનિવારે (5 ઓગસ્ટ) મોડી રાત્રે દિલ્હી-NCRમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આંચકાની તીવ્રતા 5.5 હતી. આ આંચકા મોડી સાંજે 9.34 કલાકે અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં હતું. ભૂકંપના આંચકા માત્ર દિલ્હી-એનસીઆરમાં જ નહીં પરંતુ આસપાસના વિસ્તારોમાં પણ અનુભવાયા હતા. અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના ઈસ્લામાબાદ, લાહોર, પેશાવર વિસ્તારમાં ભૂકંપ આવ્યો છે. જો કે, હજુ સુધી ક્યાંયથી પણ કોઈપણ પ્રકારના નુકસાનની માહિતી સામે આવી નથી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના હિંદુ કુશ ક્ષેત્રમાં 36.38 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 70.77 ડિગ્રી પૂર્વ રેખાંશ પર હતું.


ભૂકંપ શા માટે થાય છે?

ધરતીકંપ ત્યારે થાય છે જ્યારે પૃથ્વીના સૌથી બાહ્ય સ્તરના મોટા ટુકડાઓ અચાનક એકબીજાની પાછળ ખસી જાય છે. સંશોધકોના મતે તુર્કી ભૂકંપ સ્ટ્રાઇક-સ્લિપ ધરતીકંપ હતો. આ સમજતા પહેલા આપણે પૃથ્વીની રચનાને સમજવી પડશે.

ભૂકંપનું કેન્દ્ર દિલ્હીથી 1000 કિલોમીટર દૂર હતું

ઊંડા ધરતીકંપો, જો તે પર્યાપ્ત મજબૂત હોય, તો તે ખૂબ દૂર સુધી અનુભવી શકાય છે, કારણ કે ધ્રુજારી મૂળ બિંદુથી રેડિયલી રીતે ફેલાય છે. કારણ કે તે સપાટી પર પહોંચવા માટે મોટા અંતરની મુસાફરી કરે છે, રેડિયલ વિક્ષેપ પણ ખૂબ વિશાળ બને છે. અફઘાનિસ્તાનનો ક્રાઈમ એરિયા દિલ્હીથી 1000 કિલોમીટરથી વધુ દૂર છે. જો કે, ઊંડા ધરતીકંપોને કારણે નુકસાન થવાની શક્યતા ઓછી હોય છે કારણ કે તેઓ સપાટી પર પહોંચે ત્યાં સુધીમાં તેમની ઉર્જાનો મોટો ભાગ વિખેરી નાખે છે. પૂર્વોત્તર અફઘાનિસ્તાન, તાજિકિસ્તાન અને પાકિસ્તાનની સરહદની નજીક, ભૂકંપની સંભાવના ધરાવતો પ્રદેશ છે અને 6 કે તેથી વધુની તીવ્રતાના ધરતીકંપો નિયમિતપણે આવે છે.

પંચાંગ 06/08/2023