Home Blog Page 2633

પ્રણય પહોંચ્યો ઓસ્ટ્રેલિયન ઓપન બેડમિન્ટન મેન્સ સિંગલ્સ ફાઈનલમાં 

સિડની: અહીં રમાતી ઓસ્ટ્રેલિયન ઓપન-૨૦૨૩ બેડમિન્ટન સ્પર્ધામાં પુરુષોના વિભાગમાં આજે રમાઈ ગયેલી સેમી ફાઈનલ મેચમાં ભારતના જ બે ખેલાડીઓ વચ્ચે મુકાબલો થયો હતો જેમાં સ્ટાર ખેલાડી એચ.એસ. પ્રણયે સાથી ભારતીય પ્રિયાંશૂ રાજાવતને ૨૧-૧૮, ૨૧-૧૨થી પરાજય આપ્યો હતો અને ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.

(ફાઈલ તસવીર)

આવતીકાલે રવિવારે રમાનારી ફાઇનલમાં પ્રણયનો મુકાબલો ચીનના વેન્ગ હોન્ગ યાન્ગ સાથે થશે. જેણે પોતાની સેમી ફાઈનલમાં મલેશિયાના લી ઝી જિયાને હરાવ્યો હતો. લી ભૂતપૂર્વ ઓલ-ઈંગ્લેન્ડ ચેમ્પિયન છે.

શું પાકિસ્તાનમાં ફરી હંગામો થશે ? ધરપકડ પહેલા ઈમરાન ખાને સમર્થકોને આપ્યો સંદેશ

તોશાખાના કેસમાં પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) પાર્ટીના વડા અને પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં ઈસ્લામાબાદ ટ્રાયલ કોર્ટે તેને દોષિત ઠેરવ્યો હતો અને ત્રણ વર્ષની જેલની સજા ફટકારી હતી. ધરપકડ થયા બાદ ઈમરાન ખાને પોતાનો વીડિયો સંદેશ જાહેર કર્યો છે. જેમાં તેણે કહ્યું છે કે જ્યાં સુધી આ મેસેજ તમારા સુધી પહોંચશે ત્યાં સુધીમાં મારી ધરપકડ થઈ ગઈ હશે. તેમણે પોતાના સંદેશમાં કહ્યું છે કે લંડનની યોજનાને પૂર્ણ કરવાની દિશામાં આ એક બીજું પગલું છે, પરંતુ હું ઈચ્છું છું કે મારા પક્ષના કાર્યકરો શાંતિપૂર્ણ, મક્કમ અને મજબૂત રહે. અમે અલ્લાહ સિવાય કોઈની આગળ ઝૂકીએ છીએ

 

તોશાખાના કેસમાં પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) પાર્ટીના વડા અને પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં ઈસ્લામાબાદ ટ્રાયલ કોર્ટે તેને દોષિત ઠેરવ્યો હતો અને ત્રણ વર્ષની જેલની સજા ફટકારી હતી. ધરપકડ થયા બાદ ઈમરાન ખાને પોતાનો વીડિયો સંદેશ જાહેર કર્યો છે. જેમાં તેણે કહ્યું છે કે જ્યાં સુધી આ મેસેજ તમારા સુધી પહોંચશે ત્યાં સુધીમાં મારી ધરપકડ થઈ ગઈ હશે. તેમણે પોતાના સંદેશમાં કહ્યું છે કે લંડનની યોજનાને પૂર્ણ કરવાની દિશામાં આ એક બીજું પગલું છે, પરંતુ હું ઈચ્છું છું કે મારા પક્ષના કાર્યકરો શાંતિપૂર્ણ, મક્કમ અને મજબૂત રહે. અમે અલ્લાહ સિવાય કોઈની આગળ ઝૂકીએ છીએ.

વિપક્ષી ગઠબંધનની આગામી બેઠક આ શહેરમાં યોજાશે, સંજય રાઉતે તારીખો જાહેર કરી

શિવસેનાના નેતા ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે કહ્યું છે કે પટના અને બેંગ્લોર બાદ હવે વિપક્ષ ભારત ગઠબંધનની બેઠક મુંબઈમાં યોજાશે. તેમણે કહ્યું કે આ બેઠક 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરે યોજાશે. શિવસેના યુબીટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પોતે આ બેઠકનું આયોજન કરશે. રાઉતે કહ્યું કે તેમની સાથે કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) આ બેઠકમાં યજમાન તરીકે હશે. રાઉતે જણાવ્યું કે આજે પણ તેમણે શરદ પવાર, સુપ્રિયા સુલે, પૃથ્વીરાજ ચવ્હાણ, નાના પટોલે, અશોક ચવ્હાણ સહિત ઘણા નેતાઓ સાથે ઈન્ડિયા એલાયન્સની બેઠક અંગે વાત કરી.

બેંગ્લોર-પટનામાં વિપક્ષની બેઠક યોજાઈ છે

‘ભારત’ જોડાણની પહેલી બેઠક જૂનમાં પટનામાં અને બીજી બેઠક ગયા મહિને બેંગ્લોરમાં થઈ હતી. ગઠબંધન 2024ની ચૂંટણી પહેલા ચૂંટણી પ્રચાર જેવા કાર્યો માટે સમિતિઓની રચનાની જાહેરાત કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વિપક્ષી પાર્ટીઓ વચ્ચે વધુ સારા તાલમેલ માટે ટૂંક સમયમાં સંયુક્ત સચિવાલયની પણ જાહેરાત કરવામાં આવશે. મીટિંગ દરમિયાન, પક્ષો તેમના મતભેદોને શક્ય તેટલું દૂર કરે તેવી અપેક્ષા રાખવામાં આવે છે, ખાસ કરીને રાજ્યોમાં જ્યાં તેઓ સીધી ચૂંટણી લડાઈમાં છે. બેંગલુરુની બેઠકમાં કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ લગભગ ચાર કલાક સુધી ચાલેલી 26 પક્ષોની બેઠક બાદ વિપક્ષી જૂથ ‘ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઈન્ક્લુઝિવ એલાયન્સ’ (ઈન્ડિયા)ના નામની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે સંકલન માટે 11 સભ્યોની સમિતિ પણ બનાવવામાં આવશે અને મુંબઈમાં આગામી બેઠકમાં સંયોજકની પસંદગી કરવામાં આવશે.

ભારત ગઠબંધનમાં કોણ કોણ છે

વિપક્ષી ગઠબંધનમાં કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, DMK, AAP, JDU, RJD, JMM, NCP (શરદ પવાર), શિવસેના (UBT), SP, નેશનલ કોન્ફરન્સ, PDP, CPI(M), CPI, RLD, MDMK, કોંગુનાડુ મક્કલ દેસીયા કચ્છી (KMDK) ), VCK, RSP, CPI-ML (લિબરેશન), ફોરવર્ડ બ્લોક, IUML, કેરળ કોંગ્રેસ (જોસેફ), કેરળ કોંગ્રેસ (મણિ), અપના દળ (કામરવાડી) અને મણિથનેયા મક્કલ કાચી (MMK).

રાજ્યમાં ફરી હવામાન વિભાગની ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

અમદાવાદ: રાજ્યમાં વરસાદનું જોર ધીમે ધીમે ફરી એકવાર વધી રહ્યું છે. ચોમાસાની શરૂઆતમાં પડેલા ધોધમાર વરસાદના કારણે સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિ થઇ ગઈ છે. તેવામાં એક વખત ફરીથી વરસાદ ધીમે-ધીમે પોતાની સ્પીડ પકડી શકે છે. જોકે, વર્તમાનમાં હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં સામાન્ય છૂટાછવાયા ઝાંપટા પડવાની આગાહી કરી છે. હાલમાં અતિભાર વરસાદ પડે તેવી કોઇ જ શક્યતાઓને હવામાન વિભાગ દ્વારા નકારી દેવામાં આવી છે. જોકે, આગામી દિવસોમાં કોઈ સિસ્ટમ સક્રિય થાય તો હવામાન વિભાગ નવી આગાહી કરી શકે છે.

હવામાન વિભાગે જણાવ્યું કે, આજે રાજ્યભરના કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદ પડી શકે છે. તેમજ ક્યાંય પણ અતિભારે વરસાદની હાલ કોઇ સંભાવના જોવામાં આવી રહી નથી. જ્યારે કેટલાંક વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે. ચોમાસું સક્રિય હોવાના કારણે વરસાદી વાતાવરણ બનેલું રહેવાની શક્યતાઓ પણ દર્શાવવામાં આવી છે. જોકે, કેટલાક વિસ્તારોમાં તડકો પણ પોતાનો જોર બતાવી શકે છે.

 

દેશભરના 1309 રેલવે સ્ટેશનોને અત્યાધુનિક સુવિધાઓની સાથે પુનઃવિકાસ કરાશે

ભારતીય રેલવે આધુનિકીકરણની દિશામાં અને ભારત સરકાર ના ન્યુ ઇન્ડિયા ના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં ઝડપથી આગળ વધી રહી છે. સમગ્ર દેશમાં રેલવે સ્ટેશનોને વિશ્વકક્ષાની સંસ્થાઓ તરીકે વિકસાવવાનું કામ ઝડપી ગતિએ થઈ રહ્યું છે.આ ક્રમમાં મધ્યના ત્રણ સ્ટેશનો પર કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.તેમાં ગુજરાતમાં ગાંધીનગર કેપિટલ સ્ટેશન, મધ્ય પ્રદેશમાં રાણી કમલાપતિ સ્ટેશન અને બેંગલુરુ, કર્ણાટકમાં સર એમ વિશ્વેસ્વરૈયા ટર્મિનલ સ્ટેશનનો સમાવેશ થાય છે.આ સ્ટેશનો આધુનિક ભારતનું ભવ્ય ચિત્ર રજૂ કરે છે. આ સ્ટેશનો પર મુસાફરો માટે અત્યાધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવી છે.મુસાફરોની સરળ અવરજવર માટે લિફ્ટ અને એસ્કેલેટર સિવાય કોન્સર્સ, વેઇટિંગ રૂમ અને રિટેલ ક્ષેત્ર આધુનિક સુવિધાઓ સાથે વિકસાવવામાં આવ્યા છે.આ સાથે મુસાફરોના આવવા-જવા અને વાહનોના પાર્કિંગ માટે પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે.

ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ, દેશભર ના 1309 રેલવે સ્ટેશનો ને અત્યાધુનિક સુવિધાઓ ની સાથે પુનઃવિકાસ કરવામાં આવી રહ્યા છે. તેમાંથી 120 સ્ટેશન પશ્ચિમ રેલવેના અધિકારક્ષેત્રમાં આવે છે. શહેરની બંને તરફ ના ક્ષેત્રો ને યોગ્ય એકીકરણ ની સાથે આ સ્ટેશનો ને સિટી સેન્ટર ના રૂપે વિક્સિત કરવા માટે માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યા છે. ભારતીય વિવિધતાની ભવ્યતાને પ્રતિબિંબિત કરતા, પુનઃવિકાસિત સ્ટેશનો નવી અત્યાધુનિક યાત્રી સુખ સુવિધાઓ ની સાથે સાથે હાલની સુવિધાઓના અપગ્રેડેશન અને રિપ્લેસમેન્ટથી સજ્જ હશે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ અનિચ્છનીય માળખાંને દૂર કરી, બહેતર લાઇટિંગ, બહેતર પરિભ્રમણ વિસ્તારો, બહેતર પાર્કિંગની જગ્યાઓ, વિકલાંગોને અનુકૂળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રીન એનર્જીનો ઉપયોગ કરીને પર્યાવરણને અનુકૂળ ઇમારતો કરીને રેલ્વે સ્ટેશનો સુધી સરળ ઍક્સેસ પ્રદાન કરવાનો સમાવેશ થાય છે.
વડાપ્રધાન 6 ઓગસ્ટે કરશે શિલાન્યાસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 6 ઓગસ્ટ, 2023 ના 11:00 કલાકે રોજ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા “અમૃત ભારત સ્ટેશન યોજના” હેઠળ ભારતીય રેલવેના 500 થી વધુ રેલવે સ્ટેશનો ના પુનઃવિકાસ માટે શિલાન્યાસ કરશે, આ 508 રેલવે સ્ટેશનો 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં છે, જેમાં ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન દરેક રાજ્ય માં 55 સ્ટેશનો, બિહાર ના 49, મહારાષ્ટ્ર ના 44, પશ્ચિમ બંગાળ ના 37, મધ્ય પ્રદેશ ના 34, આસામ 32, ઓડિશા 25, પંજાબમાં 22 સ્ટેશન છે, ગુજરાત અને તેલંગાણા છે. દરેકમાં 21 સ્ટેશનો, ઝારખંડમાં 20 માં, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ પ્રત્યેક રાજ્યમાં 18 સ્ટેશન છે, હરિયાણામાં 15 સ્ટેશન છે, કર્ણાટકમાં 13 સ્ટેશન અને બાકીના સ્ટેશનો અન્ય રાજ્યોમાં છે.

ઓસ્ટ્રેલિયામાં શાળાઓમાં કિરપાણ રાખવા શીખ વિદ્યાર્થીઓ પર મૂકેલો પ્રતિબંધ રદ

બ્રિસ્બેન: ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડ રાજ્યની એક અદાલતે શીખ વિદ્યાર્થીઓને શાળ-કોલેજોના કેમ્પસમાં એમનું ધાર્મિક શસ્ત્ર અથવા સામગ્રી – કિરપાણ રાખવા પર મનાઈ ફરમાવનાર એક કાયદાને રદ કર્યો છે. કોર્ટે એમ કહ્યું છે કે, આ કાયદો ગેરબંધારણીય છે.

કમલજીત કૌર અઠવાલ નામનાં એક શીખ મહિલાએ ક્વીન્સલેન્ડ રાજ્યની સરકાર સામે ગયા વર્ષે કેસ કર્યો હતો. તેમણે એવો દાવો કર્યો હતો કે શીખ વિદ્યાર્થીઓ પર મૂકાયેલો પ્રતિબંધ ભેદભાવ કરનાર છે. કિરપાણ શીખ લોકોના પાંચ ધાર્મિક પ્રતિકમાંનું એક છે અને શીખ પુરુષોએ ધાર્મિક આસ્થા અનુસાર કાયમ પોતાની સાથે રાખવું જ પડે છે. કોર્ટે એમની આ દલીલને માન્ય રાખી હતી.

 

સંપત્તિ વહેંચીને ખાવાથી સંતોષનો ઓડકાર આવે છે

ગેયં ગીતા નામ સહસ્રં

ધ્યેયં શ્રીપતિ રૂપમ-અજસ્રમ્ |

નેયં સજ્જન સઙ્ગે ચિત્તં

દેયં દીનજનાય ચ વિત્તમ્ || 27 ||

“રોજેરોજ ગીતાનું પારાયણ કરો, તમારા મનમાં વિષ્ણુનું ચિંતન કરો અને તેમની સ્તુતિઓ ગાઓ. ઉમદા અને પવિત્ર લોકોના સંગે રહીને પ્રફુલ્લિત રહો. પોતાની સંપત્તિ ગરીબો અને જરૂરિયાતમંદોમાં વહેંચીને ખાઓ.”

‘ભજ ગોવિંદમ’નો 27મો શ્લોક સંપત્તિના અલગ પાસાને સ્પર્શે છે તથા પ્રસન્નતા માટે કરવાની પ્રવૃત્તિઓની વાત કરે છે. જોકે, આપણે અહીં ધન-લક્ષ્મી-સંપત્તિ વિશે જ વાત કરવાની છે. શ્લોકમાં કહેવાયા મુજબ આપણે પોતાની સંપત્તિ જરૂરિયાતમંદોમાં વહેંચીને ખાવી જોઈએ. આપણામાંથી ઘણા લોકો નિયમિતપણે આવું કરતા હોય છે. જોકે, આપણે દાન-પુણ્ય કરતી વખતે પોતાની સંપત્તિ વહેંચી રહ્યા છીએ, વેચી રહ્યા છીએ કે વેરી રહ્યા છીએ એ ધ્યાનમાં લેવું આવશ્યક છે.

ઘણા કિસ્સામાં જોવા મળ્યું છે કે લોકો સામેથી કંઈક મળવાની ઈચ્છા હોવાથી સખાવત કરતા હોય છે. કોઈ જગ્યાએ પોતાના કે વડીલોના નામની તકતી મુકાય કે નામ અથવા તસવીર પ્રગટ થાય, કોઈ હોદ્દો કે દરજ્જો (દા.ત. અસોસિયેશનના ચેરમેન કે સેક્રેટરી) મળે, કામ-ધંધામાં લાભ થાય એ બધા માટે લોકો દાન-પુણ્ય કરતા હોય છે. દા.ત. કોઈ સીનિયર પરચેઝ મૅનેજરને જે ધાર્મિક સંસ્થામાં ઘણી આસ્થા હોય તેના માટે દાન આપવાથી એ માણસ રાજી થઈને દાનદાતા સપ્લાયરને જ બધા ઓર્ડર આપવા લાગે. પ્રત્યક્ષ રીતે લાંચ આપવાને બદલે આ રીતે ફાયદો મેળવવા માટે દાન કરવાનો રસ્તો અપનાવવાનું ઘણું સામાન્ય છે.

આપણે ઘણા લોકોને કહેતાં સાંભળીએ છીએ કે તેઓ પોતાના નોકરોને અને પોતાના વર્તુળમાંના જરૂરિયાતમંદ લોકોને આર્થિક મદદ કરે છે. ખરી રીતે તો માલિકે નોકરોની તમામ મૂળભૂત જરૂરિયાતોનું ધ્યાન રાખવાનું જ હોય છે. જો કોઈ કારણસર વધારે પગાર આપવાનું શક્ય ન બને અથવા તો પગારવધારો આપી ન શકાય તો બોનસના સ્વરૂપે વધારે મહેનતાણું આપવામાં આવે છે. પગાર વધાર્યો હોય તો દર મહિને એ આપવો પડે, પણ જો બોનસ તરીકે રકમ આપવામાં આવે તો એમાં દર વખતે વધારો-ઘટાડો કરી શકાય છે. વળી, ક્યારેક બોનસ આપવામાં ન આવે તોય કોઈ કાનૂની બંધન હોતું નથી.

ખરી રીતે જોઈએ તો દાન એવી રીતે આપવામાં આવવું જોઈએ કે દાન લેનાર વ્યક્તિ પર માનસિક બોજ વધે નહીં. દાન કોણે આપ્યું છે એની દાન લેનારને ખબર ન પડવી જોઈએ. શાસ્ત્રોએ કહ્યું જ છે કે જમણા હાથે દાન કર્યું હોય તો ડાબા હાથને પણ તેની જાણ થવી જોઈએ નહીં.

હવે આપણે ધન વેરવાની વાત પર આવીએ. ઘણા લોકોના દાનને જોઈને આપણને એમ જ લાગે કે તેમને દાન આપવાનો શોખ છે. આપણે ત્યાં સુપાત્રને દાન કરવાની વાત કહેવામાં આવી છે, પરંતુ આવા લોકો ફક્ત દાન કરવા ખાતર કરતા હોય છે. તેમના દાન-પુણ્યના કોઈ ઢંગધડા હોતા નથી.

કેટલીક વાર લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ સામાજિક દબાણને વશ થઈને પણ દાન આપતા હોય છે. દાન મેળવનાર વ્યક્તિ એ દાન પચાવી શકવાની સ્થિતિમાં ન હોય તોપણ તેને દાન આપવામાં આવ્યું હોય એવું બની શકે છે. ધારો કે આદિવાસી વિસ્તારની કોઈ શાળામાં ફક્ત પાંચ લાખ રૂપિયાનું દાન આપવાથી આખા વર્ષનો ખર્ચ નીકળી જવાનો હોવા છતાં એ સંસ્થાને એકસામટું 15 લાખ રૂપિયાનું દાન આપવામાં આવે તો શું અર્થ? આંખની કોઈ સખાવતી હૉસ્પિટલ આખા વર્ષમાં વધારેમાં વધારે 1,000 ઓપરેશન કરી શકતી હોય તો તેમને 3,000 ઓપરેશન માટેના પૈસા એકસાથે આપી દેવાનો કોઈ મતલબ નથી.

દાન વહેંચવાની બાબતે અહીં દોહરાવવું જરૂરી છે કે દાન આપનાર અને લેનારની ઓળખ એકબીજાથી છૂપી રહેવી જોઈએ. આ રીતે દાન આપનાર ઘમંડ કરતો બચી જાય છે અને દાન લેનાર ક્ષોભથી બચી જાય છે. જો કોઈ સખાવતી સંસ્થાને દાન આપીને આવક વેરામાં છૂટ મળતી હોય તો એમાં કંઈ ખોટું નથી, પરંતુ દાન આપીને સામે કંઈ પણ મેળવવાની આશા રાખવી એ ખોટું છે.

સંપત્તિ વહેંચીને ખાવાથી સંતોષનો ઓડકાર આવે છે અને આંતરિક આનંદ મળે છે, જે બીજા કોઈ નાણાકીય વ્યવહારથી મળતો નથી.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)

‘હાવરા બ્રીજ’ ની સફળતામાં સંગીતની શક્તિ

નિર્દેશક શક્તિ સામંતાની ફિલ્મ ‘હાવરા બ્રીજ’ (૧૯૫૮) અનેક રીતે ઉલ્લેખનીય રહી છે. એમાં કામ કરવા મધુબાલાએ પોતાની કિંમત ઘટાડી દીધી હતી. નિર્દેશક તરીકે શક્તિ સામંતાને પહેલી મોટી સફળતા અશોકકુમાર સાથેની ‘હાવરા બ્રીજ’ (૧૯૫૮) થી જ મળી હતી. ૧૯૫૭ માં શક્તિએ જહાજ પર બનેલી એક અંગ્રેજી ફિલ્મ જોઈ હતી. એની વાર્તા ખાસ ન હતી અને એને સફળતા મળી ન હતી. પણ બ્રીજના વિષય પર ફિલ્મ બનાવવાનું એ નક્કી કરી ચૂક્યા હતા. એટલે જ કલકત્તાના જાણીતા ‘હાવરા બ્રીજ’ નું જ નામ રાખી લીધું હતું. એમાં એ ટોપની હીરોઈન લેવા માગતા હતા. પહેલાં એમણે નરગીસ અને નિમ્મીનું નામ વિચાર્યું હતું. પછી મધુબાલાને યોગ્ય માની હતી. પણ મધુબાલા વધારે ફી લેતા હતા. જે શક્તિને પરવડી શકે એમ ન હતી. ત્યારે અશોકકુમાર એમની મદદે આવ્યા હતા. એમણે મધુબાલા સાથે ‘મહલ’ (૧૯૪૯) અને ‘એક સાલ’ (૧૯૫૭) માં કામ કર્યું હતું.

શક્તિએ અશોકકુમારને કહ્યું કે તમે ફોન કરીને વાત કરી દો હું એમને મળી આવું છું. શક્તિ જ્યારે મધુબાલાને મળવા ગયા ત્યારે એ હસવા લાગ્યા. નર્વસ થયેલા શક્તિએ કહ્યું કે તમે આમ હસશો તો હું વાર્તા સંભળાવી નહીં શકું. મધુબાલાએ કહ્યું કે વાર્તા અશોકકુમારે સંભળાવી દીધી છે એટલે જરૂર નથી. હું ફિલ્મ કરવા તૈયાર છું. ત્યાં એમના પિતા હતા એમણે પણ કહી દીધું કે મધુ ફિલ્મ કરશે. એમના પિતાએ ફિલ્મ માટે સવા રૂપિયો આપવા કહ્યું. શક્તિ સામંતા પાંચ હજાર રૂપિયા લઈને ગયા હતા. એમને નવાઈ લાગી. પિતાએ કહ્યું કે મધુ જે વાર્તા પસંદ કરે છે એનો શરૂઆતમાં સવા રૂપિયો લઈએ છીએ. બાકીના ફિલ્મની તારીખો આપ્યા પછી આપવાના થશે. મધુબાલાએ સંગીતકાર તરીકે નૈયરની ભલામણ કરી હતી. મધુબાલા અને અશોકકુમાર નક્કી થયા પછી શક્તિ સંગીતકાર ઓ.પી. નૈયર પાસે ગયા અને કહ્યું કે એમની પાસે બહુ રૂપિયા નથી. નૈયરે કહ્યું કે એ મફતમાં કામ કરી શકશે નહીં. એક હજાર રૂપિયા આપવા પડશે અને તમે મારુ નામ જાહેર કરી શકશો.

શક્તિએ એ સમયની ફિલ્મ પત્રિકા ‘સ્ક્રીન’ માં જાહેરાત આપી અને એક જ સપ્તાહમાં ‘હાવરા બ્રીજ’ ના આખા ભારતના વિતરણ અધિકાર વેચાઈ ગયા. જેથી પચાસ હજાર જેટલી રકમ આવી ગઈ અને શૂટિંગ શરૂ કરી દીધું. છેલ્લે મધુબાલાએ બે લાખ રૂપિયાને બદલે પંચોતેર હજાર રૂપિયા લીધા હતા. અશોકકુમારે પણ એટલા જ લીધા હતા. બીજા કલાકારોએ બહુ ઓછા લીધા હતા. ચાર લાખ રૂપિયામાં ફિલ્મ બની ગઈ હતી. રજૂઆતના એક સપ્તાહમાં જ ફિલ્મની કમાણીથી ખર્ચ નીકળી ગયો હતો. ફિલ્મના ગીતો એટલા લોકપ્રિય થયા હતા કે શક્તિને સંગીતની શક્તિનો પહેલી વખત ખ્યાલ આવ્યો હતો. ‘મેરા નામ ચિન ચિન ચૂ’ જેવા ગીતોને કારણે જ ફિલ્મ વેચાઈ હતી અને ચાલી હતી. લોકોને ફિલ્મ વિશે ઓછી ખબર હતી. સંગીતથી આકર્ષાઈને જ થિયેટરમાં ગયા હતા. શક્તિ સામંતાને ઓ.પી. નૈયરની ધૂનો એટલી પસંદ આવી હતી કે મૂળ આયોજન ન હતું છતાં બે ગીત ઉમેર્યા હતા. એમાં એક મધુબાલા પર ‘યે કયા કર ડાલા તૂને’ જ્યારે બીજું કમ્મો અને સુંદર પર ‘મૈં જાન ગઈ તુઝે’ હતું.

૦૫ ઓગસ્ટ, ૨૦૨૩

૦૫ ઓગસ્ટ, ૨૦૨૩

રાશિ ભવિષ્ય 05/08/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ સામાન્ય છે, કોઈપણ કામમાં ધાર્યા કરતા વધુ વ્યસતા રહે તેને કારણે થોડી અસ્વસ્થા જેવું લાગ્યા કરે, સહકર્મચારી સાથે થોડો ઓછો સહયોગ પ્રાપ્ત થાય તેવી લાગણી અનુભવાય, કોઈ કામકાજ માટે ટીકા કરે અને તમે ઉશ્કેરટની સ્થિતિમાં આવી શકો છો. વેપારમાં નાનુંજ કામ કરવું હિતાવહ છે.


આજનો દિવસ સામાન્ય છે, તમને મિત્રોનો સહકારમળી શકે છે, માર્કેટિંગક્ષેત્ર આયોજનથી કામ કરવાથી કામ કર્યાનો સંતોષ મળે, નાનાકેમોટા પ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની કોઈ ઈચ્છા હોય તે પૂરી થઇ શકે તેવું બની શકે છે, વેપારમાં નાનું કામ કરવુંજ યોગ્ય છે, પ્રિયજનસાથે સારો સમય પસાર થઈ શકે.


આજનો દિવસ થોડો પ્રતિકુળતાવાળો કહી શકાય, તમારી લાગણીની કદરના થતી હોય તેવું વધુ લાગે, મન પરાણે મોટું રાખવું પડતું હોય તેવી લાગણીઓ રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ખોટાશબ્દપ્રયોગ ના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે તમારામાં આત્માવિશ્વાસ સારો જોવા મળે, કોઈ પ્રસંગમાં તમારી હાજરી તમારી શોભા વધારી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં જૂનીઓળખાણ મુજબ કામકાજ કરવામાં આવેતો સારી સફળતા મળે તેવા સંજોગો બની શકે છે, વેપારમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે, ઉત્સાહ સારો જોવા મળે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારી વાણી અને શબ્દપ્રયોગથી લોકો પ્રભાવિત થઇ શકે છે પરંતુ કટાક્ષભાષા ન બોલવી, ઘણા વખતથી કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા હોયકે ક્યાય પોતાની વાત રજુ કરવાની હોયતો તે તક પણ ઝડપી શક્ય તેવા સંજોગો બની શકે છે. વેપારમાં નાનું કામજ યોગ્ય છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, સ્વભાવમાં થોડું ચિડીયાપણું જોવા મળી શકે છે, ઈર્ષાળુલોકો થી દુર રહેવું, આજે વિચારો વધુ આવે તેના કારણે માનસિકથાક વધુ લાગે, કામટાળવાની વૃતિ જોવા મળે કોઈની સાથે વિવાદમાં ન ઉતરવું, માર્કેટિંગમાં મહેનત વધુ પડે, વેપારના કામકાજમાં જોખમન કરવું.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમય વ્યસ્તાને લીધે થોડી માનસિકઅશાંતિ રહે, યુવાવર્ગ માટે ક્યાય વાર્તાલાપમાં ઉત્તેજનાને લીધે ગેરસમજના થાય તેનું ખાસ ધ્યાન રાખવું, આકસ્મિકનાણાકીયખર્ચ થાય અને તેની વ્યથા તમારા ચહેરા પર સ્પષ્ટ દેખાઈ પણ આવે,  વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે.


આજનો દિવસ સારો છે, તમારા પસંદગીના કાર્ય કરવાની તક મળેકે કોઈ ગમતી વાત સંભાળવા મળી જાય.કોઈ સામાજિકકે ધામિક કામકાજમાં તમે તમારું યોગદાન આપી શકો. નોકરીકે વ્યવસાયમાં જરૂરી માર્ગદર્શન માટે કે ભલામણ માટે જવાનું હોય તો તેમાં પણ પ્રતિસાદ સારો મળી શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, કામકાજમાં થાકની લાગણી વધુ જોવા મળે, સહકર્મચારી સાથે કામકાજમાં સુમેળ થોડો ઓછો જોવા મળી શકે.છે, કામકાજમાં થોડો વિલંબ જોવા મળે પરંતુ છેવટે કામકાજ પૂર્ણ થયાનો સંતોષ પણ મળે. વેપારના કામકાજમાં જોખમ ન કરવું સલાહ્ભર્યું છે.


આજનો દિવસ સારો છે, પરિચિતો સાથે વાર્તાલાપ દરમિયાન તમને કોઈ સારી વાત પણ જાણવા મળી જાય તેવા સંજોગો બની શકે છે, જાહેરપ્રસંગોમાં તમારો પ્રભાવ અલગજ તારી આવે અને તમને આનંદની લાગણીનો સારો અનુભવ કરી શકો, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમારી ક્યાય ખટપટ થાયકે તમારી વાત જાણવાની જીજ્ઞાસા અન્યને વધી શકે છે પરંતુ તેમાં તમને કોઈ મોટી તકલીફન થઇ શકે. માર્કેટિંગક્ષેત્રમાં થોડી નિરાસા જોવા મળી શકે છે. વેપારમાં જોખમ ન કરવું, પ્રિયજન સાથે કોઈ મતભેદ કે મનદુખના થાય તેની કાળજી રાખવી.


આજનો દિવસ સારો છે, ફરવા અને ખરીદી કરવાના યોગ બને છે. વડીલવર્ગને ભૂતકાળમાં કોઈ સામાજીક કે ધાર્મિકકાર્યમાં યોગદાન આપેલ હોય તેની કદરકે સંભારણા થાય તેવું બની શકે છે. નોકરીકે વ્યવસાયમાં ફેરબદલી ઇચ્છનારને યોગ્ય માર્ગદર્શન પણ મળી શકે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.