Home Blog Page 2641

ભારતીય સેનાની ત્રણે પાંખમાં 1.55 લાખ પદો ખાલીઃ સરકાર

નવી દિલ્હીઃ ત્રણે સશસ્ત્ર દળો આશરે 1.55 લાખ કર્મચારીઓની અછતનો સામનો કરી રહ્યાં છે, જેમાં સેનામાં સૌથી વધુ 1.36 લાખ ખાલી પદો છે, એમ રાજ્યસભાને એની માહિતી આપવામાં આવી છે. સંરક્ષણ રાજ્યપ્રધાન અજય ભટ્ટે રાજ્યસભામાં એક લેખિત ઉત્તરમાં કહ્યું હતું કે સશસ્ત્ર દળોના કર્મચારીઓની અછતની નિયમિત રૂપથી સમીક્ષા કરવામાં આવે છે અને ખાલી પદો ભરવા અને યુવાઓની સેવાઓમાં સામેલ થવા માટે પ્રોત્સાહિત કરવા માટે કેટલાય ઉપાય શરૂ કરવામાં આવ્યા છે.

તેમણે કહ્યું હતું કે ભારતીય સેનામાં 8129 અધિકારીઓની અછત છે, જેમાં આર્મી મેડિકલ કોર અને આર્મી ડેન્ટલ કોર સામેલ છે. મિલિટરી નર્સિંગ સર્વિસ (MNS)માં 509 પદ ખાલી છે અને જેસીઓ અને અન્ય રેન્કમાં 1,27,673 પદ પણ ખાલી છે. તેમણે કહ્યું હતું કે સેના દ્વારા નિયોજિત નાગરિકોમાં ગ્રુપ Aમાં 252 ખાલી પદો છે. ગ્રુપ Bમાં 2549માં ખાલી પદો છે અને ગ્રુપ Cમાં 35,368 પદો છે, જે ખાલી છે.

નેવીમાં 12,428 કર્મચારીઓની અછત છે. તેમણે કહ્યું હતું કે નેવીમાં 1653 અધિકારીઓ, 29 મેડિકલ અને ડેન્ટલ અધિકારીઓ અને 10,746 નાવિકોમાં અછત છે. સિવિલિયન કર્મચારીઓમાં ગ્રુપ Aમાં 165, ગ્રુપ Bમાં 4207 અને ગ્રુપ Cમાં 6156ની અછત છે. એરફોર્સમાં 7031 જવાનોની અછત છે. તેમણે કહ્યું હતું કે 721 અધિકારીઓ, 16 મેડિકલ અધિકારીઓ, 4734 એરમેન અને મેડિકલ સહાયક ટ્રેડના 113 એરમેનની પણ અછત છે. કાર્યરત નાગરિકોમાં ગ્રુપ Aમાં 22, ગ્રુપ Bમાં 1303 અને ગ્રુપ Cમાં 5531 કર્મચારીઓની અછત છે.

 

 

 

18 ફાર્મા કંપનીઓ પર સરકારની કાર્યવાહી

ભારત સરકારે નકલી અને હલકી ગુણવત્તાવાળી દવાઓનું ઉત્પાદન કરવા બદલ 18 ફાર્મા કંપનીઓના લાઇસન્સ રદ કર્યા છે. આ કંપનીઓને ઉત્પાદન બંધ કરવા માટે કહેવામાં આવ્યું છે. આ આદેશ નકલી દવાઓ અને નબળી ગુણવત્તાની દવાઓ બનાવતી ફાર્મા કંપનીઓ સામે કાર્યવાહી હેઠળ આવ્યો છે.

ભારતના ડ્રગ્સ કંટ્રોલર જનરલે ઘણી ફાર્માસ્યુટિકલ કંપનીઓનું નિરીક્ષણ કર્યું હતું. કેન્દ્ર અને રાજ્યની ટીમોએ 20 રાજ્યોમાં ઓચિંતી તપાસ કરી હતી અને ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. સત્તાવાર સૂત્રોએ મંગળવારે આ માહિતી આપી.

બનાવટી દવાઓ બનાવતી દેશભરની ફાર્મા કંપનીઓ સામે કડક કાર્યવાહી ચાલી રહી છે. લગભગ 15 દિવસથી આ અભિયાન ચાલી રહ્યું છે. આ દરમિયાન હિમાચલ પ્રદેશમાં 70, ઉત્તરાખંડમાં 45 અને મધ્ય પ્રદેશમાં 23 કંપનીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે.

 

 

ફિલ્મનું નામ ‘ભીડ’, પણ થિયેટરો ખાલીખમ

મુંબઈઃ રાજકુમાર રાવ અને ભૂમિ પેડણેકર અભિનીત ‘ભીડ’ ફિલ્મ ગઈ 24 માર્ચથી થિયેટરોમાં રિલીઝ થઈ છે. 2020ના માર્ચ-એપ્રિલમાં કોરોનાવાઈરસ મહામારીની પહેલી લહેર વખતે સંપૂર્ણ દેશમાં લોકડાઉન લાગુ કરાયું હતું. એ વખતે જે કઠિન પરિસ્થિતિ નિર્માણ થઈ હતી તેમજ એ કાળમાં જુદા જુદા લોકોને ભોગવવી પડેલી વેદનાને વિષય બનાવને દિગ્દર્શક અનુભવ સિન્હાએ ‘ભીડ’ ફિલ્મ બનાવી છે.

પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાણી કરાવી શકી નથી અને ફ્લોપ સાબિત થઈ રહી છે. ફિલ્મનું બજેટ રૂ. 25 કરોડનું હોવાનું મનાય છે. પરંતુ ફિલ્મ આટલી રકમની કમાણી પણ કરાવી આપે એવું લાગતું નથી. કારણ કે દર્શકોના કંગાળ પ્રતિસાદને કારણે થિયેટરોમાં અનેક શો રદ કરવા પડી રહ્યા છે.

ફિલ્મમાં રાજકુમાર રાવ અને ભૂમિ પેડણેકર ઉપરાંત આશુતોષ રાણા, આદિત્ય શ્રીવાસ્તવ, પંકજ કપૂર, દિયા મિર્ઝા જેવા અન્ય કલાકારો પણ છે. અનુભવ સિન્હા આ પહેલાં આર્ટિકલ 15, મુલ્ક જેવી ફિલ્મો બનાવી ચૂક્યા છે. ફિલ્મની કથા સિન્હાએ તેમજ સૌમ્યા તિવારી, સોનાલી જૈને સાથે મળીને લખી છે. સિન્હા ફિલ્મના સહ-નિર્માતા પણ છે.

સુપ્રીમ કોર્ટનો Hate Speech પર કેન્દ્રને સવાલ

સુપ્રીમ કોર્ટે Hate Speech મામલાની સુનાવણી કરતી વખતે કહ્યું હતું કે સાંપ્રદાયિક સૌહાર્દ જાળવવા માટે, અભદ્ર ભાષા છોડવી એ મૂળભૂત જરૂરિયાત છે. આ સાથે કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું કે માત્ર FIR નોંધવાથી નફરતભર્યા ભાષણની સમસ્યા હલ નહીં થાય, આ માટે શું પગલાં લેવામાં આવ્યા તે જણાવો?

જસ્ટિસ કેએમ જોસેફ અને બીવી નાગરત્નની બેન્ચે નફરતભર્યા ભાષણ સામેની અરજી પર સુનાવણી કરતી વખતે આ ટિપ્પણી કરી હતી. સર્વોચ્ચ અદાલતે સોલિસિટર જનરલ તુષાર મહેતાને પણ પૂછ્યું હતું કે એફઆઈઆર નોંધવા માટે શું કાર્યવાહી કરવામાં આવી હતી કારણ કે માત્ર ફરિયાદ દાખલ કરવાથી દ્વેષપૂર્ણ ભાષણની સમસ્યા હલ થઈ શકતી નથી.

6 ફેબ્રુઆરીની સુનાવણીમાં કોર્ટની ટિપ્પણી

અગાઉ, ફેબ્રુઆરી મહિનામાં યોજાયેલી સુનાવણી દરમિયાન, કોર્ટે કહ્યું હતું કે નફરતના ભાષણને લઈને સર્વસંમતિ વધી રહી છે અને ભારત જેવા ધર્મનિરપેક્ષ દેશમાં ધર્મના આધારે નફરતના અપરાધને કોઈ અવકાશ નથી.

કોર્ટે કહ્યું, “નફરતભર્યા ભાષણ પર કોઈ સમાધાન થઈ શકે નહીં.” જો રાજ્ય દ્વેષપૂર્ણ ભાષણની સમસ્યાને સ્વીકારે, તો જ તેનો ઉકેલ મળી શકે. તેમણે એમ પણ કહ્યું કે રાજ્યના નાગરિકોને આવા જઘન્ય અપરાધથી બચાવવાની પ્રાથમિક ફરજ છે.

જસ્ટિસ કેએમ જોસેફ અને બીવી નાગરત્નની બેન્ચે કહ્યું, “જ્યારે દ્વેષપૂર્ણ ગુનાઓ સામે પગલાં લેવામાં આવતાં નથી, ત્યારે એવું વાતાવરણ સર્જાય છે જે ખૂબ જ ખતરનાક હોય છે અને આપણા જીવનમાંથી જડમૂળથી ઉખેડી નાખવાનું હોય છે. અપ્રિય ભાષણ પર કોઈ સમાધાન કરી શકાય નહીં.”

20 ફેબ્રુઆરીએ સુનાવણીમાં, કોર્ટે દિલ્હી પોલીસને રાષ્ટ્રીય રાજધાનીમાં ધાર્મિક મેળાવડામાં આપવામાં આવેલા નફરતભર્યા ભાષણોના કેસમાં 2021માં ચાર્જશીટ દાખલ કરવા કહ્યું હતું. તેના પર દિલ્હી પોલીસ તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ કેએમ નટરાજે કોર્ટને કહ્યું કે કેસની તપાસ એડવાન્સ સ્ટેજમાં છે.

 

 

 

 

રાહુલ ગાંધીની ઘટના પર બાઇડન વહીવટી તંત્રની બાજ નજર

વોશિંગ્ટનઃ અમેરિકી વિદેશ વિભાગના ડેપ્યુટી પ્રવક્તા વેદાંત પટેલે કહ્યું હતું કે અમેરિકા ભારતીય કોર્ટોમાં કોંગ્રેસ નેતાના કેસોને જોઈ રહ્યું છે. તેમણે કહ્યું હતું કે અમેરિકા અભિવ્યક્તિ સ્વતંત્રતા, માનવાધિકારોની સુરક્ષા અને લોકતાંત્રિક સિદ્ધાંતો પ્રત્યે પ્રતિબદ્ધતા માટે ભારતની સાથે છે. તેમણે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે કાનૂનના શાસન અને ન્યાયિક સ્વતંત્રતા માટે સન્માન કોઈ પણ લોકતંત્રની આધારશિલા છે. અમે રાહુલ ગાંધીના મામલામાં ભારતીય કોર્ટોમાં જોઈ રહ્યા છે. તેમણે કહ્યું હતું કે જ્યાં અમેરિકાના દ્વિપક્ષી સંબંધ છે, ત્યાં કોઈ પણ દેશ વિરોધ પક્ષોના સભ્યોની સાથે જોડાવું સામાન્ય છે. અમે રાહુલ ગાંધીની ઘટના પર બાજ નજર રાખી રહ્યા છે, એવું તેમણે કહ્યું હતું.

સુરતની સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીને કર્ણાટકમાં એક ચૂંટણી સભામાં મોદી સરનેમ પર ટિપ્પણી પર માનહાનિ કેસમાં 23 માર્ચે બે વર્ષની સજા સંભળાવી હતી. આ મામલે રાહુલની વિરુદ્ધ સુરત પશ્ચિમથી ભાજપના વિધાનસભ્ય પૂર્ણેશ મોદીએ માનહાનિનો કેસ નોંધાવ્યો હતો. દોષી ઠેરવવામાં આવ્યા પછી લોકસભામાં તેમને અયોગ્ય જાહેર કરવામાં આવ્યા હતા.

અયોગ્ય ઘોષિત થયાના ત્રણ દિવસ પછી વિરોધ પક્ષોએ મોદી સરકારની સામે હુમલા તેજ કરી દીધા હતા અને સોમવારે લોકતંત્ર માટેનો કાળો દિવસ ઊજવ્યો. ભાજપે સંસદમાં વિરોધ પક્ષોના હંગામાની નિંદા કરી હતી. કોંગ્રેસ પર OBC સમાજની સામે ગાંધીની ટિપ્પણી યોગ્ય ઠેરવતાં નિમ્ન સ્તરના રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો હતો.

વેદાંત પટેલે ભારતના રાજદૂત અને પત્રકાર પર ખાલિસ્તાની સમર્થકો દ્વારા હુમલા પર કહેવામાં આવ્યું હતું કે અમેરિકામાં રાજદૂતની સુવિધાઓ અને કર્મચારીઓની સામે હિંસા અથવા હિંસાની ધમકી ચિંતાનો વિષય છે, એને સાંખી નહીં લેવામાં આવે.

 

 

ઉમેશ અપહરણ પાલ કેસઃ અતીક અહેમદને ઉંમરકેદની સજા

પ્રયાગરાજઃ ઉમેશ પાલ અપહરણ કેસમાં પ્રયાગરાજની MP-MLA સ્પેશિયલ કોર્ટે તમામ 10 આરોપીઓને દોષી ઠેરવ્યા છે. કોર્ટે અતીકને આજીવન કારાવાસની સજા સંભળાવી છે, જ્યારે બાકીના સાત આરોપીઓને કોર્ટે  છોડી મૂક્યા છે. અતીક અને અશરફને કોર્ટમાં હાજર કરતી વખતે કોર્ટ અને જેલના પ્રાંગણમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. અતીક અહેમદને સજ્યારે સજા સંભળાવવામાં આવી ત્યારે તેની આંખમાંથી આંસુ આવી ગયા હતા અને તેનો ભાઈ ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યો હતો.

પાલનાં પત્ની જયાની ફરિયાદ પર પ્રયાગરાજના ધૂમનગંજ સ્ટેશનમાં અહેમદ, તેના ભાઈ, પત્ની શાઇસ્તા પરવીન, બે પુત્રો, સહયોગી ગુડ્ડુ મુસ્લિમ અને ગુલામ તથા નવ અન્ય જણની સામે કેસ નોંધવામાં આવ્યા હતા. રસપ્રદ વાત એ છે કે આ પહેલાં કોર્ટની બહાર એક યુવક અહેમદને જૂતાં-ચંપલોનો હાર પહેરાવા માટે પહોંચ્યો હતો. અતીક અહેમદ છેલ્લાં ચાર વર્ષોથી ગુજરાતની સાબરમતી જેલમાં બંધ હતો. કોર્ટે પોલીસે તેને પ્રયાગરાજ લાવવાના નિર્દેશ આપ્યા હતા. જેથી UP પોલીસ તેને સાબરમતી જેલમાંથી સોમવારે સાંજે પ્રયાગરાજ લઈને પહોંચી હતી. અતીક અહમદ પર 100થી વધુ કેસ નોંધાયેલા છે. અતીક પાંચ વાર વિધાનસભ્ય અને ફૂલપુર લોકસભા સીટથી સાંસદ પણ રહી ચૂક્યો છે.

17 વર્ષ જૂના આ કેસમાં કોર્ટે અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ સહિત 11 લોકોને આરોપી દોષી ઠેરવ્યા છે. આ પહેલો કેસ છે, જેમાં અતીક અહેમદની સામે આરોપ નક્કી થયા છે. કોર્ટે અતીક અહેમદ, તેના ભાઈ અશરફ સહિત બધા આરોપીઓને દોષી કરાર ઠેરવ્યા છે.

25 જાન્યુઆરી, 2005એ BSP વિધાનસભ્ય રાજુ પાલની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં અતીક અહેમદ, તેના ભાઈ અશરફ સહિત 11 આરોપીને દોષી ઠેરવવામાં આવ્યા છે, જેમાંથી એક આરોપીનું મોત થઈ ચૂક્યું છે. આ કેસમાં રાજુ પાલના સંબંધી ઉમેશ પાલ મુખ્ય સાક્ષી હતો. ઉમેશનું 28 ફેબ્રુઆરી, 2006એ અપહરણ થયું હતું. એનો આરોપ અતીક અહેમદ અને તેના સાથીઓ પર આ અપહરણનો આરોપ લાગ્યો હતો. ઉમેશે આરોપ લગાવ્યો હતો કે તેની સાથે મારપીટ કરવામાં આવી હતી અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ઉમેશ પાલને ફેબ્રુઆરીમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. એનો આરોપ અતીક અહેમદ પર છે.કોર્ટે અતીક અહેમદ, અશરફ, દિનેશ પાસી, અન્સાર અહેમદ ઉર્ફે અન્સાર બાબા, ખાન સૌલત હનીફ, ફરહાન ઇસરાર, આબિદ પ્રધાન, આશિફ મલ્લી અને એઝાઝ અખતરને દોષી ઠેરવ્યા છે.

 

 

 

 

 

બંગલો ખાલી કરી દઈશઃ રાહુલ ગાંધી (લોકસભા-સચિવાલયને)

નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને લોકસભાના સદસ્ય તરીકે અયોગ્ય ઘોષિત કરાયા બાદ સરકાર તરફથી એમને આપવામાં આવેલો બંગલો ખાલી કરવાની એમને લોકસભા સચિવાલય તરફથી નોટિસ મળી છે. એને કારણે કોંગ્રેસ પાર્ટીમાં રોષ ફેલાયો છે. પણ ખુદ રાહુલે જ સચિવાલયને નોટિસનો જવાબ આપીને જણાવ્યું છે કે તેઓ આદેશનું પાલન કરશે અને સરકારી બંગલો ખાલી કરી દેશે.

સરકારી બંગલો ખાલી કરી દેવાની નોટિસ રાહુલને ગઈ કાલે મોકલવામાં આવી હતી. રાહુલે તેનો આજે જવાબ મોકલ્યો છે. ઉલ્લેખનીય છે કે રાહુલને માનહાનિના એક કેસમાં સુરતની કોર્ટે કસુરવાર જાહેર કરતા અને બે વર્ષની સસ્પેન્ડેડ સજા ફરમાવી છે. તે ચુકાદાને પગલે રાહુલનું સંસદસભ્યપદ આપોઆપ રદબાતલ થઈ ગયું છે. આ કેસ રાહુલે ‘મોદી અટક’ વિશે કરેલી એક ટિપ્પણીનો છે.

ઉમેશ પાલ કેસઃ અતીક અહેમદ સહિત 10 આરોપી દોષી ઠેરવાયા

પ્રયાગરાજઃ ઉમેશ પાલ અપહરણ કેસમાં પ્રયાગરાજની MP-MLA સ્પેશિયલ કોર્ટે તમામ 10 આરોપીઓને દોષી ઠેરવ્યા છે. 17 વર્ષ જૂના આ કેસમાં કોર્ટે અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ સહિત 11 લોકોને આરોપી દોષી ઠેરવ્યા છે. આ પહેલો કેસ છે, જેમાં અતીક અહેમદની સામે આરોપ નક્કી થયા છે. કોર્ટે અતીક અહેમદ, તેના ભાઈ અશરફ સહિત બધા આરોપીઓને દોષી કરાર ઠેરવ્યા છે.

25 જાન્યુઆરી, 2005એ BSP વિધાનસભ્ય રાજુ પાલની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં અતીક અહેમદ, તેના ભાઈ અશરફ સહિત 11 આરોપીને દોષી ઠેરવવામાં આવ્યા છે, જેમાંથી એક આરોપીનું મોત થઈ ચૂક્યું છે. આ કેસમાં રાજુ પાલના સંબંધી ઉમેશ પાલ મુખ્ય સાક્ષી હતો. ઉમેશનું 28 ફેબ્રુઆરી, 2006એ અપહરણ થયું હતું. એનો આરોપ અતીક અહેમદ અને તેના સાથીઓ પર આ અપહરણનો આરોપ લાગ્યો હતો. ઉમેશે આરોપ લગાવ્યો હતો કે તેની સાથે મારપીટ કરવામાં આવી હતી અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ઉમેશ પાલને ફેબ્રુઆરીમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. એનો આરોપ અતીક અહેમદ પર છે.

કોર્ટે અતીક અહેમદ, અશરફ, દિનેશ પાસી, અન્સાર અહેમદ ઉર્ફે અન્સાર બાબા, ખાન સૌલત હનીફ, ફરહાન ઇસરાર, આબિદ પ્રધાન, આશિફ મલ્લી અને એઝાઝ અખતરને દોષી ઠેરવ્યા છે. આ પહેલાં અતીક અહેમદને ગુજરાતની સાબરમતી જેલથી પ્રયાગરાજ લાવવામાં આવ્યો હતો. તેના ભાઈ અશરફને બરેલીથી પ્રયાગરાજથી લાવવામાં આવ્યો હતો. આ સિવાય એક અન્ય આરોપી ફરહાનને પણ અહીં લાવવામાં આવ્યો હતો.

 

 

 

‘પઠાણ’ની સફળતા પછી શાહરુખે ખરીદી લક્ઝુરિયસ રોલ્સ રોય્સ

મુંબઈઃ બ્લોકબસ્ટર ફિલ્મ ‘પઠાણ’ ખૂબ સફળ રહી હતી, જેથી બોલીવૂડના કિંગ ખાને શાહરુખ ખાને ખુદને એક શાનદાર કાર ગિફ્ટ કરી છે. શાહરુખ ખાનનો કારપ્રેમ જાણીતો છે અને તેની પાસે ઓડી, BMW અને મર્સિડીઝ બેન્ઝ જેવી અનેક કારોનો મામલો છે. તેના કાફલામાં વધુ એક કાર સામેલ છે, તેણે તેના કાફલામાં રોલ્સ રોય્સ કલિનન બ્લેક બેઝ SUV સામેલ કરી છે, જેની કિંમત આશરે રૂ. 10 કરોડથી વધુ છે. સોશિયલ મિડિયા પર શાહરુખની નવી કારનો એક વિડિયો વાઇરલ થઈ રહ્યો છે.

બોલીવૂડના બાદશાહને હાલમાં રાત્રે મુંબઈના રસ્તા પર નવી કાર ચલાવતો જોવા મળ્યો હતો. શાહરુખની નવી કાર આર્કટિક વ્હાઇટ કલરની છે, જ્યારે કારની અંદર લેધરનું છે. એની સિગ્નેચર 0555 નંબર પ્લેટ લાગેલી છે. બોલીવૂડ ના અન્ય કલાકારો કે જેમની પાસે રોલ્સ રોય્સ કાર છે, તેમાં ઋત્વિક રોશન અને પ્રિયંકા ચૌપડા છે.

શાહરુખ ખાન પાસ આ સિવાય ફેન્ટમ ડ્રોપહેડ કૂપ, લેન્ડ રોવર રેન્જ સ્પોર્ટ્સ અને ઇલેક્ટ્રિક BMW i8 છે. તેની પાસે હ્યુન્ડાઇ સેન્ટ્રો અને ક્રેટા પણ છે. બોક્સ ઓફિસ પર અનેક રેકોર્ડ તોડ્યા પછી શાહરુખ ખાન, દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમની એક્શન એન્ટરટઇનર ‘પઠાણ’ OTT રિલીઝ કરવામાં આવી છે. ગયા મહિના સુધી આ ફિલ્મે રૂ. 1000 કરોડ કરતાં વધુની કમાણી કરી છે અને રિલીઝના પહેલા તબક્કામાં માઇલસ્ટોનનની પહેલી હિન્દી ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પ્રાઇમ વિડિયો પર 22 માર્ચે હિન્દી, તમિળ અને તેલુગુમાં રિલીઝ થઈ હતી.

 

 

 

ગાડા નીચે કૂતરું ચાલે તો….

          ગાડા નીચે કૂતરું ચાલે તો….

 

માણસ ઘણી વાર પોતાનાથી જ બધું ચાલે છે. એવા મીથ્યાભિમાનમાં રાચતો હોય છે. વાસ્તવિક ચાલક બળ બીજું હોય અને તેમ છતાંય પેલો વ્યક્તિ પોતે જ ચાલક બળ છે તેવા ભ્રમમાં હોય ત્યારે એની સ્થિતિ બળદ ગાડા નીચે ચાલતા કૂતરા જેવી હોય છે. બળદ ગાડાનું ચાલકબળ અને ભારવહન કરનારની શક્તિ બળદની છે.

કૂતરાનું એ ગજું પણ નથી. આમ છતાંય ગાડા નીચે ચાલતું કૂતરું એમ માનવા લાગે કે આ ગાડું પોતાના કારણે જ ખેંચાય છે ત્યારે એક અત્યંત તુચ્છ પ્રાણી ખૂબ મોટા મીથ્યાભિમાનમાં રાચે છે એવું કહેવાય. ભક્ત કવિ નરસિંહ મહેતાની “જે ગમે જગદ ગુરુ દેવ જગદીશને” શીર્ષકવાળી રચના છે જેની કેટલીક પંક્તિઓ નીચે રજૂ કરી છે.

જે ગમે જગદ ગુરુ દેવ જગદીશને,

તે તણો ખરખરો ફોક કરવો;

આપણો ચિંતવ્યો અર્થ કંઈ નવ સરે,

ઊગરે એક ઉદ્વેગ ધરવો….

જે ગમે જગદ ગુરુ દેવ જગદીશને,

હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા,

શકટનો ભાર જેમ શ્વાન તાણે;

સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે,

જોગી જોગેશ્વરા કો’ક જાણે…..

જે ગમે જગદ ગુરુ દેવ જગદીશને,

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)