Home Blog Page 2642

રાશિ ભવિષ્ય 23/03/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, કામમાં વ્યસ્તા વધુ રહે તેવું બની શકે છે, માથા, હાડકા, લોહીની બીમારીવાળાએ થોડી તકેદારી રાખવી ઇચ્છનીય છે, સરકારીકામકાજ, સોના,ઝવેરાત જેવા ક્ષેત્રમાં કામકાજ કરનારને માનસિકથાક વધુ લાગે તેવું બની શકે છે, વેપારમાં નાનું કામ કરવું હિતાવહ છે.


આજનો દિવસ સામાન્ય રીતે પસાર થાય, તમને તમારા કોઈ કામકાજમાં મિત્રોનો સહકાર સારો મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમારું સારું પ્રભુત્વ જણાય, કોઇ પ્રસંગઅર્થે પ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની ઈચ્છા પૂરી થાય તેવા કોઈ એંધાણ જોવા મળે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય કહી શકાય.


આજનો દિવસ તકેદારી અને સાવચેતી સૂચક કહી શકાય, તમારા ગુસ્સાને કાબુમાં રાખવો જરૂરી છે જેથી ખોટાવિવાદ ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું અગત્યનું છે, ખટપટથી દુર રહેવું ડહાપણ ભર્યું છે, વણમાગી સલાહસુચનના આપવું, વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું જરૂરી છે.


આજનો દિવસ તમારા માટે સારો કહી શકાય, તમારામાં આજે આત્મવિશ્વાસ સારો દેખાય, જૂનીઓળખાણ અચાનક તાજી થાય તેવું બની શકે છે, મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવા સંજોગો પણ બની શકે છે, વેપારમાં અનુભવથી કોઈ કામ કરોતો તેમાં તમને લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારા કુટુંબકે મિત્રો સાથેની મિલનમુલાકાતમાં નાણાકીયખર્ચ થાય તેવી શક્યતા પણ રહેલી છે, ધાર્મિકકે સામાજિક કામકાજ અર્થે પ્રવાસનું આયોજન થઇ પણ શકે, માર્કેટિંગક્ષેત્રમાં સારો ઉત્સાહ જોવા મળે, વેપારમાં નાનું કામકાજ કરવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સાવચેતી અને ધીરજથી પસાર કરવો ઇચ્છનીય છે, ઉશ્કેરાટના ભોગના બનાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, ઘરકે ઓફીસમાં વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી, કોઈની સાથે વધુ દલીલબાજીના કરવી, ગેસ,અપચા,વાયુ,જેવા દર્દથી સાચવવું, વેપારમાં જોખમભર્યા કામન કરવાની સલાહ છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમય વ્યસ્તતા ધાર્યા કરતા વધુ જોવા મળી શકે તેને કારણે થોડી  માનસીક અશાંતિ જેવું રહે, વાણીવર્તણુકમાં ધીરજનો અભાવ જોવા મળે અને તેના કારણે ક્યાંક અણગમતા વર્તનના ભોગના બનવું પડે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે, આજે ધીરજ રાખવી સારી કહી શકાય.


આજનો દિવસ સારો છે,  થોડી મજાકમસ્તીની વૃતિ જોવા મળે પરંતુ કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, જુનામતભેદ સુધારવાની તકમળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ જોવા મળે, ખેતી, બાંધકામ, જમીન, વાહન, ધાતુ જેવા કામ કરનારને ઉત્સાહ રહે, વેપારમાં લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમને કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, પરિચિત તરફ થી કઈ સમાચાર મળે તેવું બની શકે છે, ઓફીસમાં પરાણે કામકાજ કરતા હોવ તેવી લાગણી ઉદભવે, સહ કર્મચારી સાથે કામની બાબતમાં થોડો અસતોષ રહે, વેપારમાં જોખમ ભર્યા કામન કરવા સલાહભર્યા છે.


આજનો દિવસ સારો છે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈકામ જૂની ગુંચ હોય તને  ઉકેલી શકાય તેવા સંજોગો બને  છે, માંર્કેટિંગક્ષેત્રમાં સારું પ્રભુત્વ જણાય, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં સમય વધુ ફાળવોતો કોઈ વસ્તુ પર આવડત વધે , વેપારમાં લાભ થઈ શકે, પ્રિયજનની યાદ વધુ રહે.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો, ખોટાવિવાદથી દુર રહેવું શાણપણ ભર્યું છે, વાહન ધીમે ચલાવવું, પગ, સાંધા, સ્નાયુ, ગેસની તકલીફ વાળાએ આરોગ્ય બાબતે થોડું સાચવું, વેપારમાં જોખમન કરવું, માર્કેટિંગક્ષેત્રમાં થોડી મેહનત વધુ પડે અને તેને કારણે ઉત્સાહ ઓછો જોવા મળે.


આજનો દિવસ સારો છે, તમારામાં ઉત્સાહ અને ઉમંગ સારા જોવા મળે, કોઈ કારણોસર મુસાફરી થઈ શકે છે, ધાર્યા કામ થાય તેવી શક્યતા વધુ રહેલી છે,માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામકાજ કરવાથી  સારું રહે, નવીનકાર્યની તક મળી શકે છે, વેપારમાં લાભ થઈ શકે છે, મિત્રો તરફથી સહકાર મળી શકે છે.

બિલકિસ બાનોની કેસમાં સુપ્રીમ કોર્ટ વિશેષ બેંચની રચના કરશે

ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચુડે બુધવારે જણાવ્યું હતું કે તેઓ બિલકિસ બાનો ગેંગરેપ અને હત્યા કેસમાં 11 દોષિતોની અકાળે મુક્તિને પડકારતી અરજીઓની બેચની સુનાવણી માટે એક વિશેષ બેંચની રચના કરશે. બિલકિસ બાનો તરફથી હાજર રહેલા એડવોકેટ શોભા ગુપ્તાએ ઉલ્લેખિત કલાકો દરમિયાન મામલો ઉઠાવ્યા પછી CJI ચંદ્રચુડે આ વાત કરી હતી. ગુપ્તાએ જસ્ટિસ પી એસ નરસિમ્હા અને જે બી પારડીવાલાની બનેલી બેંચને પણ જણાવ્યું હતું કે આ મામલો હાલમાં જસ્ટિસ અજય રસ્તોગી સમક્ષ લિસ્ટ કરવામાં આવ્યો હતો જેઓ જસ્ટિસ બેલા એમ ત્રિવેદી સાથે બેઠેલા હતા, જેઓ આ સુનાવણીમાંથી ખસી ગયા હતા. તેણીએ અદાલતને તેની સુનાવણી માટે વિશેષ બેંચની રચના કરવા વિનંતી કરી હતી. આ વાતની નોંધ લેતા, CJI ચંદ્રચુડ વિનંતી સાથે સંમત થયા અને કહ્યું કે તેઓ તેને વહેલી તકે સુનાવણી માટે સૂચિબદ્ધ કરશે. ન્યાયાધીશ ત્રિવેદીના આ કેસમાંથી ખસી જવાનું કોઈ કારણ આપવામાં આવ્યું ન હતું. ઉલ્લેખનીય છે કે તેઓ 2004 થી 2006 સુધી ગુજરાત સરકારના કાયદા સચિવ હતા.

ગુજરાતના દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં રમખાણો દરમિયાન 3 માર્ચ, 2002ના રોજ ટોળા દ્વારા માર્યા ગયેલા 14 લોકોમાં બિલ્કીસ પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો અને તેની ત્રણ વર્ષની પુત્રી પણ હતી. ગયા વર્ષે 15 ઓગસ્ટે આ કેસમાં 11 દોષિતોને મુક્ત કરવામાં આવ્યા હતા. બિલ્કિસે પોતાની અરજીમાં કહ્યું હતું કે, દોષિતોની સામૂહિક અકાળે મુક્તિ એ સમાજના અંતરાત્માને હચમચાવી નાખ્યો છે. તેણીએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે અગાઉ ભૂતકાળમાં કહ્યું હતું કે સામૂહિક માફીની મંજૂરી આપી શકાતી નથી અને રાહત લંબાવતા પહેલા દરેક દોષિતના કેસની અલગથી તપાસ કરવી પડશે. બિલકિસે જે સહન કર્યું તે આ દેશે અત્યાર સુધી જોયેલા સૌથી ભયાનક ગુનાઓમાંનો એક ગણાવ્યો અને ઉમેર્યું કે દોષિતોની અકાળે મુક્તિ માત્ર તેણી માટે જ નહીં, પરંતુ તેની પુખ્ત પુત્રીઓ, પરિવાર અને મોટા પ્રમાણમાં સમાજ માટે આઘાતજનક છે. 13 ડિસેમ્બર, 2022 ના રોજ, સર્વોચ્ચ અદાલતે તેના મે 2022 ના આદેશની સમીક્ષાની માંગ કરતી બિલ્કીસની અરજીને ફગાવી દીધી હતી

બાગેશ્વર ધામ પર ફિલ્મ બનશે

આજના સમયમાં બાગેશ્વર ધામ એક એવું નામ છે જે દેશ જ નહીં પરંતુ હવે દુનિયા પણ જાણી ચુકી છે. બાગેશ્વર સરકારને કોઈ પરિચયની જરૂર નથી. બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનું નામ હાલ દેશ અને દુનિયામાં ચર્ચાઈ રહ્યું છે ત્યારે હવે બાગેશ્વર ધામ પર ફિલ્મ પણ બનવા જઈ રહી છે. તાજેતરમાં પ્રખ્યાત ફિલ્મ નિર્માતા અભય પ્રતાપ સિંહે જાહેરાત કરી છે કે તેઓ હવે બાગેશ્વર ધામ સરકાર પર ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે. ફિલ્મ નિર્માતા અભય પ્રતાપ સિંહે કહ્યું હતુ કે તેઓ આ ફિલ્મ દ્વારા દેશમાં ધાર્મિક મહત્વ, સામાજિક કાર્ય અને માનવતાવાદ ફેલાવવા માંગે છે. અભય પ્રતાપ પોતે જ આ ફિલ્મના નિર્દેશક અને લેખક હશે.આ ફિલ્મનું નિર્માણ એપીએસ પિક્ચર્સ દ્વારા કરવામાં આવશે

આવતા મહિને શરુ થશે શૂટિંગ

ફિલ્મના ટાઇટલની વાત કરીએ તો ફિલ્મનું ટાઇટલ બાગેશ્વર ધામ જ પસંદ કરવામાં આવ્યું છે. ટાઈટલની નોંધણી પણ થઈ ગઈ છે. આ ફિલ્મનું શૂટિંગ આવતા મહિનાથી શરૂ થશે.ફિલ્મની રીલીઝ અંગે વાત કરતા અભય પ્રતાપ સિંહે કહ્યું હતુ કે આ વર્ષે દશેરા પર ફિલ્મને દેશભરના સિનેમાઘરોમાં લાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં અંગ્રેજીના પેપરમાં છબરડો

ધોરણ 12 સામાન્ય પ્રવાહના અંગ્રેજીનું પેપર લેવાયુ હતું. ધોરણ 12માં અંગ્રેજીના પપેરમાં 6 માર્કસના એપ્લિકેશનના વિકલ્પનો છેદ ઉડાડી દેવતા વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો છે. અંગ્રેજીના પેપરમાં સામાન્ય પ્રવાહમાં સામાન્ય રીતે એપ્લિકેશન જેવા મુદ્દા ઉપર વિદ્યાર્થીઓનું ખૂબ જ ફોકસ હોય છે અને બ્લુપ્રિન્ટ પ્રમાણે એપ્લિકેશન એ છ માર્કનો ઘણો જ મહત્વનો મુદ્દો હોવા છતાં પેપરમાં નહીં પૂછાતા વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો છે

વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરવામાં આવ્યો

અંગ્રેજી જેવા વિષયમાં આ પ્રકારે બ્લુપ્રિન્ટને નહીં અનુસરીને વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરવામાં આવ્યો છે. તેમ અંગ્રેજી વિષયના શિક્ષકોએ જણાવ્યું હતું . વિદ્યાર્થીઓ વતી પોતાનો પક્ષ મૂકીને શિક્ષણ બોર્ડને આવી ગંભીર ભૂલો માટે જાણ કરીને આવા મહત્વના પ્રશ્ન માટે વિદ્યાર્થીને છ માર્ક આપવા જોઈએ અથવા બોર્ડ દ્વારા વારંવાર આવી ભૂલો ન થાય તે માટે યોગ્ય અને જવાબદાર શિક્ષકો પાસે પેપર કઢાવવા જોઈએ. તેમ જણાવ્યું હતું

અંગ્રેજીનાં પેપરમાં વિભાગ (A)ના પ્રશ્નો સરળ

શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર , અંગ્રેજીનાં પેપરમા કુલ નોંધાયેલા 22239 વિદ્યાર્થીઓમાંથી 21864 છાત્રએ પરીક્ષા આપી હતી . જ્યારે 378 વિદ્યાર્થીએ પરીક્ષા આપી ન હતી. આજે એક પણ કોપીકેસ નોંધાયો ન હોવાનું શિક્ષણ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. બીજી તરફ ધોરણ 12 સામાન્ય પ્રવાહના અંગ્રેજીના દ્વિતીય ભાષાના પેપર અંગે શિક્ષકોએ કહ્યું કે , અંગ્રેજીનાં પેપરમાં વિભાગ (A)ના પ્રશ્નો સરળ હતા

 

એપ્લિકેશન ન પૂછવાથી ગ્રેસિંગ માર્ક આપવા પડે એવું લાગી રહ્યું છે

વિભાગ (B)માં ફકરા પરથી પ્રશ્નોના જવાબ સરળ હતા. ટૂંકનોંધ પાઠ્યપુસ્તક આધારિત હતી. વિભાગ (C)માં સંક્ષેપીકરણ સરળ રહ્યું હતું. વિભાગ (D)માં ભૂલ સુધારો પ્રશ્ન થોડો વિચાર માંગી લે તેવો હતો. વિભાગ (E)માં અંધશ્રદ્ધા, જંગલોનું મહત્વ તેમજ ઘોંઘાટનું પ્રદૂષણ જેવા નિબંધ પૂછાયા હતા. વિભાગ (E)માં પ્રશ્ન નંબર [61]માં અરજી લેખન પૂછાયું ન હતું, જેથી વિદ્યાર્થીઓને મુશ્કેલી થઈ હતી. પેપરમાં એપ્લિકેશન ન પૂછાવી એ છબરડો ગણાવી શકાય. એપ્લિકેશન ન પૂછવાથી ગ્રેસિંગ માર્ક આપવા પડે એવું લાગી રહ્યું છે

રાજ્યમાં આજે કોરોનાના 247 કેસ નોંધાયા, 1નું મોત

કોરોના વાયરસ ફરી એક વખત માથું ઉંચકી રહ્યો છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં ફરી કોરોના વાયરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે. કોરોનાના કેસ વધતા આજે વડાપ્રધાન નરેન્દ્રમોદી દ્વારા સમીક્ષા બેઠક યોજી હતી. ગુજરાતમાં આજે કોરોનાનો બ્લાસ્ટ થયો છે. રાજ્યમાં આજે કોરોનાના 247 કેસ નોંધાયા હતા. જેના પગલે લોકોમાં ફરી ભયનો માહોલ ફેલાયો છે. સાથે સાથે તંત્રમાં ચીંતા પ્રવર્તી છે. મહેસાણામાં 1 વ્યક્તિનું કોરોનાથી મોત થયું છે.

ક્યાં કેટલા કેસ નોંધાયા

  • અમદાવાદમાં 124 કેસ
  • અમરેલીમાં 19 કેસ
  • મોરબીમાં 17 કેસ
  • સુરત કોર્પોરેશનમાં 17 કેસ
  • રાજકોટ કોર્પોરેશનમાં 16 કેસ
  • મહેસાણામાં 12 કેસ
  • વડોદરા કોર્પોરેશનમાં 9 કેસ
  • રાજકોટમાં 8 કેસ
  • સુરતમાં 6 કેસ
  • ગાંધીનગર કોર્પોરેશનમાં 3 કેસ
  • જામનગર કોર્પોરેશનમાં 3 કેસ
  • આણંદમાં 2 કેસ
  • સાબરકાંઠામાં 2 કેસ
  • ભાવનગર કોર્પોરેશનમાં 1 કેસ
  • દેવભૂમિ દ્વારકામાં 1 કેસ
  • ગાંધીનગરમાં 1 કેસ
  • જામનગરમાં 1 કેસ
  • ખેડામાં 1 કેસ
  • નવસારીમાં 1 કેસ
  • પંચમહાલમાં 1 કેસ
  • પાટણમાં 1 કેસ
  • પોરબંદરમાં 1 કેસ

એક્ટિવ કેસની સંખ્યા કેટલી ?

ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા 1064 પર પહોંચી છે, જેમાંથી 6 વેન્ટીલેટર પર છે, જ્યારે 1058 સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 12,67,144 લોકો કોરોના સામે જંગ જીત્યા છે, જ્યારે 11,049 લોકોના કોરોનાથી મોત થયા છે.

દેશમાં કોરોનાના 1,134 નોંધાયા

ભારતમાં એક દિવસમાં કોરોનાવાયરસ ચેપના 1,134 નવા કેસ આવ્યા પછી, દેશમાં અત્યાર સુધીમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 4,46,98,118 થઈ ગઈ છે. જ્યારે સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા વધીને 7,026 થઈ ગઈ છે. છત્તીસગઢ, દિલ્હી, ગુજરાત અને મહારાષ્ટ્રમાં એક-એક દર્દીના મોત બાદ દેશમાં મૃત્યુઆંક વધીને 5,30,813 થઈ ગયો છે. નવીનતમ માહિતી અનુસાર, ભારતમાં ચેપનો દૈનિક દર 1.09 ટકા છે અને સાપ્તાહિક દર 0.98 ટકા છે.

 

ઓસ્ટ્રેલિયાએ ત્રીજી ODIમાં ભારતને 12 રને હરાવી શ્રેણી 2-1થી કબજે કરી

ઓસ્ટ્રેલિયાએ ચેન્નાઈમાં રમાયેલી ODI શ્રેણીની ત્રીજી મેચમાં ભારતને 21 રને હરાવ્યું હતું. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ શ્રેણી 2-1થી કબજે કરી લીધી છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 269 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ 248 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. ભારત તરફથી કોહલીએ 54 રન અને પંડ્યાએ 40 રન બનાવ્યા હતા. તેણે 3 વિકેટ પણ લીધી હતી.

ભારતે મુંબઈમાં આ શ્રેણીની પ્રથમ મેચ પાંચ વિકેટે જીતી હતી. જે બાદ ઓસ્ટ્રેલિયાએ વિશાખાપટ્ટનમમાં બીજી વનડે 10 વિકેટે જીતી લીધી હતી અને હવે ત્રીજી મેચ પણ જીતીને શ્રેણી જીતી લીધી હતી.

ભારતની નિરાશાજનક બેટિંગ 

રોહિત શર્મા અને શુભમન ગિલે ચોક્કસપણે અડધી સદીની ભાગીદારી નોંધાવી હતી, પરંતુ એકવાર વિકેટો પડવા લાગી, પછી સ્થિતિ ખરાબ થઈ ગઈ. રોહિત શર્મા 30 અને ગિલ 37 રન બનાવીને આઉટ થયા હતા. કેએલ રાહુલે વિરાટ કોહલી સાથે ઇનિંગ્સને સંભાળી હતી પરંતુ 32 રનના સ્કોરે મોટો શોટ મારવાના પ્રયાસમાં વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી કોહલી અડધી સદી ફટકારીને એશ્ટન એગરનો શિકાર બન્યો હતો અને સૂર્યકુમાર યાદવે ફરીથી 1 બોલમાં પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. એડમ જમ્પાએ 10 ઓવરમાં 45 રન આપીને 4 વિકેટ લઈને ટીમ ઈન્ડિયાની કમર તોડી નાખી હતી. આ બોલરે શુભમન ગિલ અને કેએલ રાહુલના રૂપમાં ટીમને મોટો ઝટકો આપ્યો હતો. આ પછી હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જેડજાને આઉટ કરીને રમતનો અંત આવ્યો હતો.

ઓપનર મિચેલ માર્શે ફરી એકવાર ઓસ્ટ્રેલિયન ટીમ માટે શાનદાર શરૂઆત કરી હતી. ટ્રેવિસ હેડ સાથે મળીને, તેણે 68 ઉમેર્યા અને એવું લાગતું હતું કે ટીમ મોટો સ્કોર કરશે. અહીં ટીમ ઈન્ડિયાના વાઇસ કેપ્ટન હાર્દિક પંડ્યાએ મેચમાં ટ્વિસ્ટ લાવ્યો અને એક પછી એક ત્રણ વિકેટ લીધી. તેણે ટ્રેવિસ હેડ, સ્ટીવ સ્મિથ અને પછી મિશેલ માર્શને બોલિંગ કરીને ભારતને પરત લાવ્યું. જે ટીમ અહીંથી હારીને 269 રનના સ્કોર સુધી ભાગ્યે જ પહોંચી શકી હતી. નીચલા ક્રમમાં સીન એબોટે 26 અને એશ્ટન અગરે 17 રન ઉમેર્યા હતા.

ભારતીય ટીમ તરફથી હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવે 3-3 વિકેટ લીધી હતી. શાનદાર બોલિંગ કરતી વખતે હાર્દિકે 8 ઓવરમાં 44 રન આપીને આ ત્રણ વિકેટ ઝડપી હતી. કુલદીપે 10 ​​ઓવરમાં 56 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. અક્ષર પટેલ અને મોહમ્મદ સિરાજે 2-2 સફળતા મેળવી હતી.

કોરોનાના વધતા જતા કેસો વચ્ચે કેન્દ્ર અને રાજ્ય સરકાર એલર્ટ, PM મોદીએ યોજી સમીક્ષા બેઠક

કોરોનાના વધતા જતા કેસો વચ્ચે કેન્દ્ર અને રાજ્ય સરકાર એલર્ટ થઈ ગઈ છે. આને ધ્યાનમાં રાખીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે સાંજે સમીક્ષા બેઠક યોજી હતી. આ દરમિયાન કોરોના અને HN2 ઈન્ફલ્યુએન્ઝા વાયરસના વધતા જતા કેસો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. વડાપ્રધાન કાર્યાલયના જણાવ્યા અનુસાર પીએમ મોદીએ સાવધાની, તકેદારી રાખવાની સલાહ આપી હતી

પીએમઓના જણાવ્યા અનુસાર, વડા પ્રધાન મોદીએ લેબોરેટરી સર્વેલન્સ વધારવા, ગંભીર તીવ્ર શ્વસન ચેપ (એસએઆરઆઈ) ના તમામ કેસોનું પરીક્ષણ કરવા અને જીનોમ સિક્વન્સિંગને ઝડપી બનાવવા હાકલ કરી હતી. આ બેઠકમાં ગૃહ પ્રધાન અમિત શાહ, ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા, આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા, આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ, આઈસીએમઆરના રાજીવ બહેલ, નીતિ આયોગના વીકે પોલ અને અન્યો હાજર હતા.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બુધવારે જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા અનુસાર દેશમાં કોરોના વાયરસના 1134 નવા કેસ નોંધાયા છે. આ પછી, સક્રિય દર્દીઓ (ઉપચાર હેઠળ દર્દીઓ)ની સંખ્યા વધીને 7026 થઈ ગઈ છે. સવારે આઠ વાગ્યે જારી કરાયેલા આંકડા મુજબ, ચેપને કારણે પાંચ લોકોના મોત સાથે મૃત્યુઆંક વધીને 5,30,813 થઈ ગયો છે. એક દિવસ પહેલા મંગળવારે કોરોના વાયરસના ચેપના 699 નવા કેસ સામે આવ્યા હતા.

Video : કોટા સચ્ચિદાનંદ શાસ્ત્રીના સન્માનમાં PM મોદી થયા ઉભા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ ભવનમાં 106 લોકોને પદ્મ પુરસ્કાર એનાયત કરી રહ્યા છે. પીએમ મોદી સહિત અન્ય મોટા નેતાઓ પણ ત્યાં હાજર છે. આ દરમિયાન એક ખૂબ જ સાદી તસવીર જોવા મળી જે તમારું દિલ જીતી લેશે. વાસ્તવમાં, જ્યારે આંધ્રપ્રદેશના પ્રખ્યાત વાર્તા કલાકાર શ્રી કોટા સચ્ચિદાનંદ શાસ્ત્રી પદ્મશ્રી પુરસ્કાર લેવા આવ્યા ત્યારે પીએમ મોદી તેમને જોઈને ઉભા થયા અને તેમની સાથે વાત કરી. આ દરમિયાન કોટા સચ્ચિદાનંદ શાસ્ત્રી ખુલ્લા પગે આવ્યા હતા.

 

માત્ર ત્રીજા ધોરણ સુધી ભણેલા સચ્ચિદાનંદ શાસ્ત્રીની ભાષા પર મજબૂત પકડ છે, તેમણે ખૂબ નાની ઉંમરે હરિકથાની વાર્તા કળાનું શિક્ષણ મેળવ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને રાષ્ટ્રપતિ ભવનમાં પદ્મશ્રીથી સન્માનિત કર્યા.

પંડવાની લોક ગાયિકા ઉષાએ પીએમ મોદીને નમન કર્યા

પંડવાની લોક ગાયિકા ઉષાને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે. જ્યારે તે સન્માન લેવા આવી હતી, તે પહેલાં તેણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ઘૂંટણિયે પ્રણામ કર્યા હતા. આ પછી તેમણે રાષ્ટ્રપતિના ચરણ સ્પર્શ કરીને સન્માન લીધું હતું.

સાચી મુક્તિ

મન બે પ્રકારના હોય છે- ખુલ્લું મન અને બંધિયાર મન.જે મન એમ કહેતું હોય, “મને ખબર છે,આ આમ જ હોય” એ મન બંધિયાર હોય છે.ખુલ્લું મન એટલે જે કહેતું હોય,”અરે,શક્ય છે,કદાચ,મને ખબર નથી!”બધી સમસ્યાઓ ‘જાણું છું’ ને લીધે ઉત્પન્ન થાય છે,’નથી ખબર’ એમાંથી નહીં. સીમિત જ્ઞાન અને એની આસપાસ ઘુમવાથી મન ખૂબ રુક્ષ થઈ જાય છે.

જ્યારે પણ એવું લાગે છે કે તમે કોઈ પરિસ્થિતિને સમજ્યા છો અને તેને ‘લેબલ’ કરો છો તે તમારી સમસ્યાની શરુઆત હોય છે. તમે જે વિશે નથી જાણતા તેને લેબલ નથી કરતા. જ્યારે પણ તમને એવું લાગે છે કે તમને અન્યાય થયો છે કે તમે પીડિત છો અથવા તમને એવું લાગે છે કે તમારી સાથે કંઈ ખોટું થયું છે, આ તમામ ‘મને ખબર છે,બધું આવું છે’ ના પ્રકારમાં આવે. પીડા એ સીમિત જ્ઞાનની ઉપજ છે. પરંતુ જ્યારે આશ્ચર્ય,ધીરજ, આનંદ હોય છે ત્યારે તમે ‘મને ખબર નથી, કદાચ’ ની અવસ્થામાં હોવ છો. આખું જીવન ‘મને ખબર છે’ની સીમિતતાથી તમામ શક્યતાઓ તરફનો બદલાવ છે.

તમને એવું લાગે છે કે તમે દુનિયાને ઓળખો છો અને આ સૌથી મોટી સમસ્યા છે. આ માત્ર એક જ દુનિયા નથી,આ દુનિયામાં ઘણા સ્તર છે. જ્યારે તમે વ્યથિત હોવ છો ત્યારે કોઈક તાર ખેંચાતો હોય છે. જ્યારે કોઈ ઘટના ઘટે છે ત્યારે તે ઘટના એ પ્રમાણે હોવાની ઘણી શક્યતાઓ હોઈ શકે છે, માત્ર સ્થૂળ સ્તરે જ નહીં, પરંતુ સૂક્ષ્મ સ્તરે પણ અન્ય કોઈ કારણ હોઈ શકે છે. ધારો કે તમે તમારા રુમમાં પ્રવેશો છો અને જુઓ છો કે ઘરમાંથી કોઈએ એમાં ઘણું અસ્તવ્યસ્ત કરી દીધું છે. તમે ચિડાઈ જાવ છો અને તમારા ગુસ્સા માટે એ વ્યક્તિને જવાબદાર ગણો છો. પરંતુ સૂક્ષ્મ સ્તરે એના કરતાં કંઈક વધુ થઈ રહ્યું છે,બીજું જ કંઈ જવાબદાર છે ,પરંતુ તમે એ જ વ્યક્તિને અસ્તવ્યસ્ત કરવા માટે જવાબદાર સમજો છો અને ગુસ્સા માટે તેને કારણભૂત માનો છો.

સીમિત જ્ઞાનથી આવું થાય છે. એનો અનુભવ થવા છતાં તમે એનાથી આગળ કંઈ જોતા નથી. ભારતમાં એક કહેવત છે કે,” તમે જે કૂવો રાત્રે જોઈ શકતા હતા તેમાં દિવસે પડી ગયા.”રાત્રે તમે ખાડો જોયો,તમે ચેતી ગયા અને તમે તેનાથી બચીને ચાલ્યા. પરંતુ દિવસે તમે એ જ ખાડામાં પડ્યા. આનો અર્થ એ છે કે તમારી આંખો ખુલ્લી નથી હોતી,તમે જે થઈ રહ્યું છે તે જોવા અને સમજવા સંવેદનશીલ નથી.

આપણે ઘટનાઓ અને લાગણીઓને માણસો સાથે સાંકળી દઈએ છીએ તેનાથી ચક્ર ચાલ્યા કરે છે. તમે તેનાથી ક્યારેય મુક્ત નહીં થઈ શકો. માટે, એ વ્યક્તિ,જગ્યા અને સમયની સાથે સાંકળી દીધેલી ઘટના અને લાગણીને હટાવી દો. વિશ્વના ઐક્યનું જ્ઞાન મેળવો. જો તમારા હાથ પર ટાંકણી ભોંકવામાં આવે છે તો તમારા આખા શરીરને તેની ખબર પડે છે,અનુભવ થાય છે. આ જ રીતે દરેક વ્યક્તિ સમગ્ર સર્જન સાથે,બીજા બધા સાથે સંકળાયેલી છે કારણ કે અતિ સૂક્ષ્મ સ્તરે માત્ર એક જીવન છે,ભલે સ્થૂળ રીતે ઘણા છે એવું દેખાતું હોય.

તમે જેમ જેમ ઊંડા ઉતરો છો તેમ એક જ અસ્તિત્વ છે, એક જ દિવ્યતા છે. શાણો માણસ ક્યારેય કોઈને લેબલ કરતો નથી. હકીકતમાં શાણા માણસમાં બધા અલગ અલગ અસ્તિત્વ શમી જાય છે. માટે જ કોઈએ અન્યોની ભૂલ પાછળ ઈરાદો ના જોવો જોઈએ અથવા કોઈના પર ભૂલોનું દોષારોપણ કરીને તેમના પ્રત્યે દ્વેષભાવ ના રાખવો જોઈએ. આમ કરીએ તો મન રાગ અને દ્વેષ કરવાનું છોડે છે અને મુક્ત થાય છે.જ્યારે મન નિઃશેષ થઈ જાય છે ત્યારે માત્ર આત્મા રહે છે. જ્યારે તમે ચેતનાની નિશ્ચિતતા વિશે સભાન બનો છો ત્યારે દુનિયાની અનિશ્ચિતતાઓને સહેલાઈથી સ્વીકારી શકો છો. મોટે ભાગે લોકો આનાથી વિપરીત કરે છે.તેઓ જે ભરોસાપાત્ર નથી તેના પર મદાર રાખે છે અને વ્યથિત થાય છે.
દુનિયા પરિવર્તનશીલ છે અને આત્મા અપરિવર્તનશીલ. તમારે અપરિવર્તનશીલ પર આધાર રાખવો જોઈએ અને પરિવર્તનને સ્વીકારવા જોઈએ. બધું અનિશ્ચિત છે એવું જો તમે દ્રઢપણે માનો છો તો તમે મુક્ત થઈ ગયા છો. જો તમે અજ્ઞાનને લીધે આ વિશે સ્પષ્ટ નથી તો તમે ચિંતાતૂર અને તનાવગ્રસ્ત થાવ છો. અનિશ્ચિતતા વિશે સભાન રહેવાથી ચેતનાના ઉચ્ચતર સ્તર અને સ્મિત પ્રાપ્ત થાય છે.

અનિશ્ચિતતામાં રહેવું એટલે જતું કરવું. ઘણી વાર તમારી નિશ્ચિતતા કે અનિશ્ચિતતા દુનિયાની સાપેક્ષતા પર આધારિત હોય છે. સાપેક્ષતાની અનિશ્ચિતતા વિશે દ્રઢ થવાનું તમને શાશ્વતના અસ્તિત્વ વિશે દ્રઢ બનાવે છે અને તેને માટે એક શ્રધ્ધા ઉત્પન્ન કરે છે. અનિશ્ચિતતામાં ક્રિયાશીલ રહેવું એ જીવનને એક રમત બનાવે છે,પડકાર બનાવે છે. ઘણી વાર લોકો માને છે કે નિશ્ચિતતા એટલે મુક્તિ. જો તમે અનિશ્ચિતતામાં પણ એ મુક્તિ અનુભવો છો તો તે ‘સાચી’ મુક્તિ છે.