Home Blog Page 2643

ઇન્ટરપોલે મેહુલ ચોકસીની સામે રેડ કોર્નર નોટિસ દૂર કરી

નવી દિલ્હીઃ ઇન્ટરપોલે ભાગેડુ મેહુલ ચોકસીની સામે રેડ કોર્નર (RCN) દૂર કરી છે. ચોકસીના વકીલ વિજય અગ્રવાલે કહ્યું હતું કે એ લીગલ ટીમના પ્રયાસો- જેમાં તેમના ક્લાયન્ટના અપહરણના યોગ્ય દાવાઓનું પરિણામ છે. જ્યારે કોંગ્રેસ અધ્યક્ષમલ્લિકાર્જુને મોદીના નિવેદન ‘ના ખાઇશ અને ના ખાવા દઈશ’ની મજાક ઉડાડી હતી.

ચોકસીના વકીલે કહ્યું હતું કે છેવટે સત્યની જીત થઈ છે. તેમણે કહ્યું હતું કે મારા ક્લાયન્ટના અપહરણને આંતરરાષ્ટ્રીય સમુદાયે યોગ્ય નહીં માન્યું, તેમની સામે ઇન્ટરપોલ દ્વારા RCNને દૂર કરી લીધું છે. એ વાજબી છે કે રેડ કોર્નર ભાગેડુની સામે જારી કરવામાં આવે છે અને એને વિશ્વભરની કાયદાની એજન્સીઓની વિનંતીના રૂપે માનવામાં આવે છે, જેથી પ્રત્યાર્પણ, આત્મસમર્પણ અથવા કોઈ પણ પ્રકારની કાનૂની કાર્યવાહી કરીને શખસની ભાળ મેળવી શકાય અને એને હંગામી રીતે ધરપકડ કરી શકાય.

63 વર્ષીય એ ભાગેડુ પંજાબ નેશનલ બેન્ક (PNB)માં રૂ. 13,500 કરોડની છેતરપિંડીના મામલામાં ભારતમાં વોન્ટેડ છે. વકીલ રૈલે દાવો કર્યો હતો કે જૂન, 2021માં ભારતીય એજન્સીઓએ તેમને એન્ટિગુઆમાંથી અપહરણ કરીને જબરજસ્તી ડોમિનિકા લઈ ગઈ હતી.

આ પહેલાં જ્યારે ડોમિનિકા હાઇકોર્ટે મેડિકલ ગ્રાઉન્ડ પર ચોકસીને વચગાળાના જામીન આપ્યા હતા, ત્યારે વિજય અગ્રવાલે કહ્યું હતું કે ચોકસીની સામે ગેરકાયદે પ્રવેશથી જોડાયેલી વિલંબિત કાર્યવાહીને ત્યાં સુધી સ્થગિત રાખવામાં આવશે, જ્યાં સુધી તેઓ ડોમિનિકા પરત આવવા માટે મેડિકલી ફિટ ના થઈ જાય.

 

 

 

ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન

     

                                                                        ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન

 

એરંડો પ્રમાણમાં પ્રતિકૂળ વાતાવરણ વચ્ચે પણ ઉછરતો હોય છે. એટલે ગામમાં બીજું કાંઈ ઝાડના ઉછર્યું હોય અને એરંડાના એક-બે છોડ ઉગીને ફૂલ્યા-ફાલ્યા હોય તો જાણે મોટો ઘેઘૂર વડલો હોય એટલી અગત્યતા એમને મળતી હોય છે. આ સંદર્ભમાં જ્યાં બહુ જ ઝાઝા બુદ્ધિશાળી માણસો ના હોય ત્યાં એકાદો સામાન્ય બુદ્ધિ ધરાવતો માણસ અગત્યતા મેળવી લે છે. કંઈક આવા જ ભાવવાળી કહેવત “સો અંધો મેં કાના રાજ” છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

કોરાનાના 699 નવા કેસો, બેનાં મોત  

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 699 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે બે જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.65 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,46,96,984 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,30,808 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,41,59,617 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 473 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 6559એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.79 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 97,866 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 92.01 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.08 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.9 ટકા છે.

દેશમાં 220.65 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,65,13,507 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 7463 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

અસરાનીએ ‘શોલે’ ના જેલરને યાદગાર બનાવ્યો

નિર્દેશક રમેશ સિપ્પિની ફિલ્મ ‘શોલે’ (૧૯૭૫)માં અસરાનીએ ‘જેલર’ ની જે ભૂમિકાથી લોકપ્રિયતા મેળવી હતી એ માટે ખરેખર ઘણી મહેનત કરી હતી. જ્યારે ‘શોલે’ મળી ત્યારે અસરાની ઘણી ફિલ્મોમાં કામ કરી રહ્યા હતા. અસરાનીને લેખક સલીમ- જાવેદ અને નિર્દેશક રમેશ સિપ્પિએ પોતાની ઓફિસમાં બોલાવીને ભૂમિકા સમજાવી હતી અને કહ્યું હતું કે એક ‘જેલર’ની ભૂમિકા છે. તે અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્ર જે જેલમાં હોય છે ત્યાં ફરજ પર આવે છે. જેને બેવકૂફ બનાવીને તે બંને નીકળી જાય છે. ભૂમિકા સમજાવવા અસરાનીને બીજા વિશ્વયુધ્ધનું પુસ્તક બતાવવામાં આવ્યું એમાં હિટલરના ઘણા ચિત્રો હતા. એમાં હિટલર જુદી જુદી મુદ્રામાં ઊભા હતા. અસરાનીએ પુસ્તક બતાવવાનું કારણ પૂછ્યું ત્યારે કહેવામાં આવ્યું કે ‘શોલે’ માં તમારી આ પ્રકારની ભૂમિકા છે. એમણે દ્રશ્યો વાંચીને સંભળાવ્યા ત્યારે અસરાની ચોંકી ગયા.

અસરાનીને શંકા ઊભી થઇ કે તે આ રોલ કરી શકશે કે નહીં. સલીમ ખાને પાત્રનું વર્ણન કરીને એનો ગેટઅપ કેવો હશે, કેવી રીતે કદમ મૂકશે, કેવા કપડાં હશે, વિગ કેવી હશે અને એ પોઝ કેવા આપશે જેવી નાની- નાની વાતો કરી. અસરાનીએ દૂરદર્શન સાથેની એક મુલાકાતમાં આ ભૂમિકા બાબતે કહ્યું હતું કે હિટલર જયારે જાહેરમાં જવાના હોય ત્યારે પહેલાં એનું રિહર્સલ કરતા હતા. એ પોતાની ઓફિસમાં ફોટોગ્રાફર પાસે વાત કરવાની જુદી જુદી ઢબના ફોટા પડાવતા હતા એમાંથી જે પોઝ સારો લાગે એ રીતે જાહેરમાં જાય ત્યારે વાત કરતા હતા. વિશ્વના મોટાભાગના ફિલ્મ ઇન્સ્ટીટ્યુટમાં હિટલરનો અવાજ તાલીમ માટે રેકોર્ડ કરીને રાખવામાં આવ્યો છે. એ બતાવવા માટે કે એક દેશમાં એક અવાજે લોકોને કેવી રીતે ભડકાવ્યા હતા.

સલીમ- જાવેદના કહ્યા મુજબ અસરાનીએ હિટલર જેવી સ્ટાઇલથી સંવાદ બોલીને અને ચાલી એમને બતાવ્યું. અસરાનીએ હિટલરના અવાજને પકડીને મોટા અવાજે દ્રશ્યોનું એટલું સરસ રિહર્સલ કર્યું કે સલીમ- જાવેદ અને રમેશ સિપ્પિએ એને પાસ કરી દીધો. અસરાનીના શુટિંગની શરૂઆત ‘અટેન્શન, હમને કહા અટેન્શન’ દ્રશ્યથી થઇ હતી. અને ‘હમ અંગ્રેજો કે જમાને કે જેલર હૈ’ સંવાદ તો બહુ જ લોકપ્રિય થયો. અસરાનીને એ વાક્યથી વધારે ઓળખવામાં આવે છે. અસરાનીને કલ્પના ન હતી કે આ ભૂમિકા કારકિર્દીમાં આટલી બધી યાદગાર બની જશે.

ફિલ્મ રજૂ કરતાં પહેલાં જ્યારે એને જોવામાં આવી ત્યારે લંબાઇ વધી ગઇ હોવાથી કેટલાકે અસરાનીની ‘જેલર’ ની ભૂમિકાને પણ કાપી નાખવાનું સૂચન કર્યું હતું. ત્યારે રેકોર્ડિસ્ટ મંગેશ દેસાઇએ કહ્યું હતું કે અસરાનીની ભૂમિકા કાપશો તો ગરબડ થઇ જશે. તેમ છતાં અસરાનીના કેટલાક દ્રશ્યોને કાપી નાખવામાં આવ્યા અને થોડા દ્રશ્યો રાખવામાં આવ્યા. એડિટિંગ બાદ ફરી જ્યારે ફિલ્મ જોવામાં આવી ત્યારે બધાંએ માન્યું કે અસરાનીના તમામ દ્રશ્યો રાખવાની જરૂર છે. અને એમના એ દ્રશ્યોને ફરી ઉમેરવામાં આવ્યા હતા. ફિલ્મના અસરાનીનું દરેક વાક્ય નહીં ‘આહા’ જેવા શબ્દ લોકોને એટલા પસંદ આવ્યા કે એ નિર્ણય સાચો ઠર્યો હતો.

૨૧ માર્ચ, ૨૦૨૩

૨૧ માર્ચ, ૨૦૨૩

ભારતીય કોન્સ્યૂલેટ પરના હુમલાને અમેરિકી સરકારે વખોડી કાઢ્યો

વોશિંગ્ટનઃ સેન ફ્રાન્સિસ્કો શહેરમાં આવેલી ભારતીય કોન્સ્યૂલેટ પર શીખ અલગતાવાદી લોકોના એક જૂથે ગયા રવિવારે કરેલા હુમલાને અમેરિકાના વહીવટીતંત્રએ વખોડી કાઢ્યો છે અને કહ્યું છે કે આ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. ખાલિસ્તાનની તરફેણમાં નારા લગાવતા દેખાવકારો ભારતીય કોન્સ્યૂલેટ પર ધસી ગયા હતા અને શહેરની પોલીસ દ્વારા ત્યાં મૂકવામાં આવેલા કામચલાઉ સુરક્ષા અવરોધોને તોડી નાખ્યા હતા અને કોન્સ્યૂલેટની ઈમારતની અંદર બે કથિતપણે ખાલિસ્તાની ધ્વજ લગાડ્યા હતા. જોકે કોન્સ્યૂલેટમાંના બે કર્મચારીએ તરત જ એ બંને ધ્વજને ત્યાંથી હટાવી દીધા હતા. તે પછી રોષે ભરાયેલા દેખાવકારો કોન્સ્યૂલેટ ઈમારતની અંદર ઘૂસ્યા હતા અને લોખંડના સળિયાઓ વડે દરવાજા અને બારીઓ તોડવા લાગ્યા હતા.

વ્હાઈટ હાઉસ ખાતે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના કોઓર્ડિનેટર (વ્યૂહાત્મક સંદેશવ્યવહાર) જોન કિર્બીએ કહ્યું કે આવી ગૂંડાગીરીને જરાય ચલાવી ન લેવાય. અમે આ બનાવની કડકપણે નિંદા કરીએ છીએ. આ બનાવની યોગ્ય રીતે તપાસ કરાવવા માટે વિદેશ મંત્રાલયનો રાજદ્વારી સુરક્ષા સેવા વિભાગ સ્થાનિક સત્તાવાળાઓ સાથે મળીને કામ કરી રહ્યો છે.

વિશ્વ હિન્દૂ પરિષદ પાંચ લાખ ઘરો પર ‘ઓમ’ લખેલા ધ્વજ લગાવશે

પ્રયાગરાજઃ વિશ્વ હિન્દૂ પરિષદ સંગઠને નક્કી કર્યું છે કે તે હિન્દૂ નવા વર્ષ (ગુડી પડવો) નિમિત્તે ઉત્તર પ્રદેશના 17 જિલ્લાઓ ધરાવતા કાશી પ્રાંતમાં આશરે પાંચ લાખ ઘરો પર ‘ઓમ’ લખેલા કેસરી રંગના ધ્વજ લગાવશે.

એકલા પ્રયાગરાજમાં જ ઓછામાં ઓછા એક લાખ ભગવા ધ્વજ લગાડવામાં આવશે. આ રીતે, 22 માર્ચથી 6 એપ્રિલ સુધી કાશી પ્રાંતમાં ‘રામોત્સવ’ની ઉજવણી કરવાનું વીએચપી સંગઠને નક્કી કર્યું છે. વીએચપીના પ્રવક્તા અશ્વની મિશ્રાએ કહ્યું છે કે સંગઠનનો ઉદ્દેશ્ય છે કે 22 માર્ચથી શરૂ થતા નવા હિન્દૂ વર્ષ નિમિત્તે દરેક હિન્દુ ઘર પર ભગવો ધ્વજ લગાડવો જોઈએ. વીએચપીના વરિષ્ઠ નેતા લાલમણી તિવારીએ કહ્યું છે કે સ્વયંસેવકોને જણાવવામાં આવ્યું છે કે તેઓ હિન્દૂ સમાજના પ્રત્યેક ઘર પર ભગવા રંગના ધ્વજ લગાવે. ઉત્તર પ્રદેશ રાજ્યમાં પ્રત્યેક હિન્દૂમાં હિન્દૂત્વની ભાવનાને મજબૂત કરવા વીએચપીએ ઘડેલી એક વ્યૂહરચનાનો આ એક ભાગ છે.

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

રાશિ ભવિષ્ય 21/03/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ સામાન્ય છે, પ્રવાસનું આયોજન થઈ શકે છે તેમાં ઉત્સાહ પણ જોવા મળી શકે , મિત્રોથકી કોઈ લાભની વાત આપ-લે થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમને તમારી મહેનત મુજબ ફળ મળી શકે છે વેપારમાં કામકાજ નાનું અને અનુભવ મુજબજ કામ કરવુ યોગ્ય છે, વિવાહયોગ્ય વાર્તાલાપ સારી રહે.


આજના દિવસે સાવચેતી રાખવી અને તેમાં પણ ગુસ્સાપર કાબુ રાખવો જરૂરી બને છે, વાહન ધીમે ચલાવવું  સલાહ ભર્યું છે, એલર્જી,ચામડી, લોહીના દર્દીએ તકેદારી રાખવી, વણમાંગી સલાહકે સુચન આજના દિવસે ના આપવા ઈછાનીય છે. વેપારના કામકાજમાં મોટા જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ તમારા માટે સારો છે તમને ઉત્સાહ, આત્મવિશ્વાસ સારો રહે, મનની ઈચ્છા પૂરી થાય તેવું બનવા જોગ પણ છે, વિદ્યાર્થીવર્ગ માટે વિદ્યાભ્યાસમાં વધુ મહેનત કરવાથી સારું ફળ મળી શકે છે, ગણતરી પૂર્વક કામ કરોતો ધાર્યા કામ વધુ થાય, વેપારના કામકાજમાં લાભ અને નવીનજાણકારીની તક મળે.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાત, પ્રવાસ થઈ શકે છે, કોઈ આકસ્મિકનાણાકીય ખર્ચ પણ આવી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારના કામકાજમાં નાનું કામ કરવું સલાહ ભર્યું છે, વિવાહયોગ્ય વાર્તાલાપ કોઈના થકી કરવી યોગ્ય કહી શકાય.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો સલાહ ભર્યો છે, ખટપટકરનાર વર્ગથી દુર રહેવું જરૂરી છે, ખરીદી કરવાપાછળ બિનજરૂરી ખર્ચ થઇ શકે છે, મુસાફરી થોડી કંટાળાજનક બની શકે છે , વાહન ધીમે ચલાવવું ,ઉશ્કેરાટથી દુર રહેવું, વેપારના કામકાજમાં જોખમન કરવું, શાંતિથી દિવસ પસાર કરવો.


આજનો દિવસ સામાન્ય છે, મનમાં થોડી માનસિકઅશાંતિ અને ઉદ્વેગ રહ્યા કરે, કામકાજમાં સમયનો અણધાર્યો વ્યય થાય, સાંધા, સ્નાયુ, ગેસની તકલીફજે ભોગવતું હોય તેમના માટે થોડી તકેદારી રાખવી જરૂરી છે, વેપારમાં ગણતરીપૂર્વકનુ કામ કરવું યોગ્ય છે, ઉતાવળિયા નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું.


આજનો દિવસ સારો છે, મનમાં રહેલી ઈચ્છા પૂરી થવાની શક્યતા વધુ છે, ગમતાકાર્ય થઈ શકે છે , નવી ઓળખાણ થાય તેમાં પણ તમારી લાગણી ક્યાંક સંતોષાયકે સારીવાતચીત થાય તેવા સંજોગ બની શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારને કોઈ જાણકારી પ્રાપ્ત થાય, વેપારમાં અણધાર્યો લાભ થઈ શકે છે.


આજનો દિવસ થોડી ધીરજ અને સાવચેતી રાખવી યોગ્ય છે, વાહન ધીમે ચલાવવું, નોકરી ધંધામાં પણ  વ્યવહારુ અભિગમ રાખવો ફાયદાકારક છે, કોઈપણ પ્રકારના વિવાથી દુર રહેવાની સલાહ છે , બજારમાં કોઈ મોટા જોખમભર્યા કામના કરવા તેમજ કોઈની પણ સાથે દલીલબાજીના કરવી ઇચ્છનીય છે.


આજનો દિવસ તમારા માટે સારો છે, તમને તમારા કામ અને વ્યવહારથી માન મળી શકે છે, કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, ભૂતકાળમાં કરેલ કામની પ્રશંશા થાય અને તમારી લાગણી સંતોષાય તેવું બની શકે છે, નવીઓળખાણથી કોઈ લાભની વાત થઈ શકે છે, વેપારમાં લાભ થાય તેવા સંજોગો ઉભા થાય.


આજનો દિવસ તમાર માટે સાવચેતી અને શાંતિ રાખવાની સલાહ ભર્યો છે, તમારામાં થોડી નિરાશા જોવા મળી શકે છે તેમજ કામ ટાળવા માટેની વૃતિ જાગી શકેછે, ખટપટ કરનારથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, કમર, હાડકા,માથાની તકલીફથી સાચવવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.


આજનો દિવસ તમને સારી આશા અને ઈચ્છા જગાડી શકે તેવો છે, તમારા ધાર્યાકામ થઇ શકે છે  તેમજ જો નસીબ સાથ આપેતો ઘણું બધું કાર્ય થઇ શકે. મુસાફરી થઈ શકે છે, માર્કેટિંગ, સલાહકાર, કોમ્પુટર,ધાતુક્ષેત્રમાં કામ કરનારવર્ગને સારું રહે, વેપારમાં લાભ અને નવીન ઓળખાણ થવાના સંજોગો ઉભા થઈ શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં ધાર્યા કરતા વધુ સમયનો વ્યય થાય તેવું બની શકે છે, પેટ, આંતરડા, ડાયાબીટીસના દર્દીએ સાચવવું, બેન્કિંગ,વીમા,મેનેજમેન્ટ,સરકારીક્ષેત્રમાં કામ કરનારને માનસિકથાકની લાગણી વધુ જોવા મળી શકે તેવું બની શકે. વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામ જ યોગ્ય છે.