નૂંહઃ હરિયાણાના નૂંહ જિલ્લામાં સોમવારે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા કાઢવામાં આવેલી ધાર્મિક યાત્રા દરમ્યાન હોમગાર્ડના બે જવાનો સહિત ત્રણ લોકોનાં મોત થયાં છે અને કમસે કમ 15 લોકો ઘાયલ થયા છે. જિલ્લામાં સાંપ્રદાયિક હિંસા ભડકવાથી ઇન્ટરનેટ સેવા હંગામી ધોરણે સસ્પેન્ડ કરવામાં આવી છે અને કલમ 144 લાગુ કરવામાં આવી છે. નૂંહ અને ફરિદાબાદમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ સસ્પેન્ડ કરવામાં આવી છે. જ્યારે ગુરુગ્રામ, ફરિદાબાદ અને રેવાડીમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. આ જગ્યાએ સ્કૂલ-કોલેજ પણ બંધ કરવામાં આવી છે.
રાજ્યના ગૃહપ્રધાન અનિલ વીજે કેન્દ્ર સરકારથી વધારાના સુરક્ષા દળની માગ કરી છે. તેમણે કહ્યું હતું કે કોણ છે? એની પાછળ અને શું મહત્ત્વનું કારણ એ તપાસ કર્યા પછી દોષીઓને છોડવામાં નહીં આવે. હરિયાણામાં RAFની 20 કંપનીઓ તહેનાત થશે. હાલમાં ગુરગ્રામ અને આસપાસના વિસ્તારોમાં તણાવ છે. હાલ નૂંહમાં 13 કંપનીઓ તહેનાત કરવામાં આવી છે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે હરિયાણાના નૂંહ જિલ્લામાં ભીડે VHPના સરઘસને અટકાવવાના પ્રયાસમાં કારોને આગ લગાડી દીધી હતી. એ દરમ્યાન હોમગાર્ડના જવાનોનાં મોત થયાં હતાં અને પોલીસકર્મચારીઓ સહિત 15 લોકો ઘાયલ થયા હતા.
દિલ્હીથી નજીક ગુરુગ્રામના સોહનામાં પણ હિંસા ભડકી હતી. મુસ્લિમ બહુમતી નૂંહમાં હિંસાની ખબર ફેલાતાં નજીકના ગુરુગ્રામ જિલ્લાના સોહનામાં મુસ્લિમ સમાજના લોકોની ભીડે ચાર વાહનો અને એક દુકાનમાં આગ લગાડી હતી. દેખાવકારોએ એક રસ્તા પર કલાકો સુધી આવ-જા બંધ રાખી હતી.
હરિયાણાના CM મનોહરલાલ ખટ્ટર નૂંહની સ્થિતિને લઈને ગૃહપ્રધાન અનિલ વીજ સાથે બેઠક યોજશે. આ બેઠકમાં હરિયાણાના મુખ્ય સચિવ અને ડીજીપી સહિત વહીવટી અધિકારીઓ હાજર રહેશે.
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 36 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,95,665 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.
દેશમાં અત્યાર સુધી 5,31,917 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,62,274 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 29 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1474એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 33,520 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.37 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.
દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,53,559 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 393 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
ઈશ્વરની આ દુનિયામાં દરેકને કોઈકને કોઈક વિશિષ્ટ શક્તિઓ ઈશ્વરે આપી છે. કોઈને બળ આપ્યું છે તો કોઈકને વાકપટુતા. દુનિયામાં એક એકથી ચડિયાતા માણસો મળી આવે છે. અને એટલે જ કહેવાયું છે કે ‘બહુરત્ના વસુંધરા’. દુનિયામાં કોઈએ અભિમાન નહીં રાખવું જોઈએ કે પોતે જ મહાબલી અથવા સર્વોત્તમ છે. એનાથી પણ વધુ બળવાન મળી આવે છે. મહાભારતમા એક કથા આવે છે. જે મુજબ મહાબલી ભીમનું અભિમાન ઉતારવા હનુમાનજી એક વૃદ્ધ વાનરનું સ્વરૂપ ધારણ કરીને ભીમના રસ્તામાં આડા પડ્યા હતા.
ભીમે જ્યારે તુચ્છકારપૂર્વક એને જ્યારે પોતાના રસ્તામાંથી હટી જવા કહ્યું ત્યારે ખૂબ દીન ચહેરે હનુમાનજીએ ભીમને કહ્યું કે તે પોતે ખૂબ વૃદ્ધ છે એટલે ભીમના રસ્તામાં આડુ આવતું પૂંછડું એ જાતે જ ખસેડીને મૂકી દે. ભીમે જાણે તણખલું ઊંચકવાનું હોય એ રીતે હનુમાનજીનું પૂંછડું ઊંચકવાનો પ્રયત્ન કર્યો. પણ કેમે કરી ઊંચકાયું નહીં ત્યારે ભીમને ખ્યાલ આવ્યો પોતાના કરતાં વધુ મહાબલી આ દુનિયામાં છે અને એને આ અહેસાસ થતાં ખૂબ જ વિનમ્રતાથી વૃદ્ધ વાનરરાજની માફી માંગી ત્યારે હનુમાનજી પ્રગટ થયા. આમ ભીમના ગર્વનું ખંડન થયું. આ સંદર્ભમાં આ કહેવત પડી છે કે શેરને માથે સવા શેર.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)
પુણેઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રમાં પુણે શહેરની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ પુણે જિલ્લા માટેની અનેક વિકાસયોજનાઓનો શિલાયન્સ કરશે અને તિલક સ્મારક મંદિર ટ્રસ્ટ વતી 1983માં સ્થાપવામાં આવેલા ‘લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર’થી એમને સમ્માનિત કરવામાં આવશે.
મોદી સવારે પુણે આવી પહોંચ્યા બાદ દગડુશેઠ મંદિર ખાતે ભગવાન ગણપતિજીના દર્શન અને પૂજા કરશે. ત્યારબાદ 11.15 વાગ્યે એમને ‘લોકમાન્ય તિલક પુરસ્કાર’ એનાયત કરવામાં આવશે. મહાન રાષ્ટ્રવાદી, શિક્ષક અને અગ્રગણ્ય સ્વાતંત્ર્ય સેનાની ‘લોકમાન્ય’ બાલ ગંગાધર તિલકની આજે પુણ્યતિથિ છે. 1920ની 1 ઓગસ્ટે મુંબઈમાં એમનું દેહાવસાન થયું હતું.
થાણેઃ મુંબઈ અને નાગપુર વચ્ચે નિર્માણાધીન સમૃદ્ધિ એક્સપ્રેસવે પર એક વધુ કરૂણાંતિકા સર્જાઈ છે. થાણે જિલ્લામાં આ માર્ગ પર એક બ્રિજના બાંધકામ વખતે ગર્ડર લોન્ચિંગ મશીન (ક્રેન) અને બ્રિજનો એક સ્લેબ તૂટી પડતાં 16 મજૂરોનાં કરૂણ મરણ નિપજ્યા છે. આ દુર્ઘટનામાં ત્રણ મજૂર ઘાયલ પણ થયા છે.
આ દુર્ઘટના મુંબઈની પડોશના થાણે જિલ્લાના શાહપુર તાલુકાના સરલાંબે ગામ નજીક ગઈ મધરાત બાદ તરત બની હતી. સમૃદ્ધિ એક્સપ્રેસવે પર ત્રીજા ચરણનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. તે દરમિયાન 100 ફૂટની ઊંચાઈ પરથી ગર્ડર લોન્ચિંગ મશીન નીચે કામ કરી રહેલા મજૂરો પર પડ્યું હતું. આ ક્રેન હાઈવે નિર્માણ યોજનાઓમાં બ્રિજ બાંધકામ માટે અને પ્રીકાસ્ટ બોક્સ ગર્ડર ઈન્સ્ટોલ કરવા માટે વપરાતી ખાસ હેતુ માટેની મોબાઈલ ગેન્ટ્રી ક્રેન હતી.
વડા પ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ થાણે જિલ્લામાં સમૃદ્ધિ એક્સપ્રેસવે પર થયેલી દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે અને મૃતકોનાં પરિવારો પ્રતિ સંવેદના વ્યક્ત કરી છે. એમણે પ્રત્યેક મૃતકના પરિવારને રૂ. 2-2 લાખ અને પ્રત્યેક ઈજાગ્રસ્તને રૂ.50-50 હજારનું આર્થિક વળતર આપવાની જાહેરાત કરી છે.
આજનો દિવસે થોડી સાવચેતી રાખવી અગત્યની છે અને તમારા ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવું, હિતાવહ છે, યુવાવર્ગ માટે તેમની લાગણી કોઈ સમજાતું નથી તેવી મનમાં ફરીયાદ રહે, વેપારના કામકાજમાં જોખમ ટાળવું, વડીલવર્ગ આજે કોઈને વણમાગી સલાહ ના આપવી.
આજનો દિવસ તમારો સારો છે અને ઉત્સાહ પણ જોવા મળે, તમારા નવીનકામનું આયોજન થાય, તેમજ જુનામતભેદ ભૂલવાની તક મળે, લગ્નમાટેની વાતચીતમાંકે મિલનમુલાકાત દરમિયાન તમારી પ્રતિભા સારી દેખાઈ આવે અને તમને તેની ખુશીનો અનુભવ પણ થાય, વેપારના કામમાં લાભ થઈ શકે છે.
આજનો દિવસ સામાન્ય છે તમારા કુટુંબ અને મિત્રો સાથે સારી રીતે સમય પસાર થાય, ક્યાંક નાણાકીય ખર્ચ થઈ છે તેમજ પ્રવાસનું આયોજન પણ થઇ શકે, માર્કેટિંગક્ષેત્રમાં સારાપરિણામની આશા જોવા મળે , યુવાવર્ગને પોતાના મનનીવાત ક્યાંક કહેવામાં તક ઝડપવામાં થોડી તકલીફ પડી શકે તેવું બની શકે છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તેમજ કોઇપણ પ્રકારના વિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું જરૂરી છે, યુવાવર્ગને પોતાના મનમાં રહેલી લાગણી કોઈ દુભાવી રહ્યું હોય તેવું મનમાં ફરિયાદ રહ્યા કરે, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું, વાણીસયમ રાખવો ઇચ્છનીય કહી શકાય.
આજનો દિવસ સામાન્ય છે અને તેમાં પણ કામમાં વ્યસ્ત વધુ રહેવાય, થોડી મનમાં ક્યાંક અશાંતિ રહે, વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, યુવાવર્ગમાં ધીરજનો અભાવ જોવા મળી શકે છે તેમજ પ્રિયજન સાથે વાદવિવાદના થાય તેનું ધ્યાન રાખવું, મુસાફરી થોડી કંટાળાજનક અને ખર્ચાળ બની શકે છે.
આજનો દિવસ સારો છે અને તેમાં ખાસ કરીને જુનાકામની ગુંચ ઉકેલી શકાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે, યુવાવર્ગને મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થઇ શકે અને તેમાં તેમને સારી ખુશીનો અનુભવ થાય, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, ક્યાંક નવીનઓળખાણથી તમને આનંદની લાગણી અનુભવો.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો સલાહ ભર્યો છે, પાડવા-વાગવાના યોગ બની શકે છે, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે , હિતશત્રુ, ખટપટી લોકોથી દુર રહેવું, વેપારના કામકાજમાં કોઇપણ પ્રકારના જોખમથી દુર રહેવું, પ્રિયજન સાથે મતભેદકે મનદુઃખના થાય તેની કાળજી રાખવી જરૂરી છે.
આજનો દિવસ યાદગાર બની શકે છે તેમાં પણ તમારી જૂનીઓળખાણ તાજી થાયતો તમારી ખુશી બેવડાઈ જાય, કામની કદર થાય, યુવાવર્ગને પસંદ પડે તેવી વાત સંભાળવા મળે શકે છે, વેપારીવર્ગને કામકાજમાં લાભ થઈ શકે છે, યુવાવર્ગને મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય તેવા સંજોગો ઉભા થાય.
આજના દિવસે શાંતિ અને સાવચેતી રાખવી, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવું, યુવાવર્ગ આજે કોઈની ખોટીદોરવાણીથી દોરવાયના જવાય તેનું ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું, વડીલવર્ગે આજે કોઈને વણમાંગી સલાહ ન આપવી.
આજનો દિવસ સારો છે અને તમને પણ ઉત્સાહ સારો રહે, કયાંક મુસાફરી થઈ શકે છે, ધાર્યુંકે મનનું કામ થઇ શકે જેમાં તમે ખુબ આનદની લાગણી અનુભવો, લગ્નમાટે ક્યાય વાતચીત કરવી પણ યોગ્ય બની શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો યોગ્ય છે, વેપારમાં લાભની તક છે.
આજનો દિવસ સામાન્ય છે તમે કામમાં વધુ વ્યસ્ત રહો, કોઈ જુનાકામમાં જલ્દીથી ઉકેલન આવે તેને લીધે તમે કામ ટાળવાની નીતિ અપનાવો, યુવાવર્ગ માટે પોતાના વર્તનમાં શાંતિ જાળવવી જેથી તમારાથી કોઈની લાગણીના દુભાય, વેપારમાં પોતાના અનુભવ મુજબ નાનું અને ગણતરીપૂર્વકનું કામ સારું રહે.
આજનો દિવસ સામાન્ય છે તમે તમારા સહકર્મચારી સાથે કામની બાબતમાં થોડા દ્વિધામાં રહો તમારે થોડો કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, યુવાવર્ગ માટે આજે મજાકવૃત્તિથી દુર રહેવું જેથી બિનજરૂરી ગેરસમજ ટાળી શકાય માર્કેટિંગમાં સમયનો વ્યય વધુ થાય વેપારના કામકાજમાં ધીરજ રાખવી.
ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ બે મહિનામાં, રૂ. 14,302 કરોડની જીએસટી ચોરીના 2,784 કેસ શોધી કાઢવામાં આવ્યા હતા, જ્યારે આ સમયગાળા દરમિયાન રૂ. 5,716 કરોડની કર વસૂલાત કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે સોમવારે લોકસભામાં આ માહિતી આપી હતી. લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) અને આવકવેરા ચોરી અને કસ્ટમ્સ વિભાગ દ્વારા દાણચોરીના કેસોની તપાસની વિગતો આપી હતી.
ડેટા મુજબ 2020-21 થી 2023-24 (એપ્રિલ-મે) વચ્ચે 43,516 કેસોમાં રૂ. 2.68 લાખ કરોડની GST કરચોરી મળી આવી હતી. આ સમયગાળા દરમિયાન 76,333 કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવી હતી, જ્યારે 1,020 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
મંત્રીના જવાબ મુજબ, ચાલુ નાણાકીય વર્ષ (એપ્રિલ-મે)માં રૂ. 14,302 કરોડની જીએસટી ચોરીના 2,784 કેસ મળી આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન 28 લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને 5,716 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા. સર્વે મુજબ, છેલ્લા પાંચ વર્ષમાં આવકવેરા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્ચ અને જપ્તીના આંકડા, 3,946 જૂથો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને 6,662 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી.