નવી દિલ્હીઃ આંદામાન-નિકોબાર આઇલેન્ડમાં ગઈ કાલે રાત્રે 12.53 કલાકે 5.8 તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ આંચકો પોર્ટ બ્લેયરના દક્ષિણ-પૂર્વમાં 126 કિમી દૂર અનુભવાયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી મુજબ ભૂકંપનું કેન્દ્ર 69 કિમી ઊંડાઈમાં હતું. અત્યાર સુધી અહેવાલ છે કે કોઈ પણ જાનમાલનું નુકસાન નથી. જોકે મોડી રાતે આવેલા ભૂકંપથી લોકોમાં ભયનો માહોલ છે. લોકોના ચહેરા પર ભૂકંપનો ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. આ વર્ષે આ ત્રીજો મોટો આંચકો હતો.
બીજી બાજુ અરુણાચલ પ્રદેશમાં શુક્રવારે સવારે 8.50 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર (NCS) મુજબ અરુણાચલ પ્રદેસ પેંગેનના ઉત્તરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર એની તીવ્રતા ચારની માપવામાં આવી હતી. આ ભૂકંપથી કોઈ પણ પ્રકારના જાનમાલના નુકસાનની કોઈ સૂચના નથી. આ પહેલાં અરુણાચલ પ્રદેશના તવાંગમાં 22 જુલાઈ 3.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
આ પહેલાં આંદામાન નિકોબાર દ્વીપ સમૂહના આંદામાન સાગરમાં 4.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS)ના જણાવ્યા મુજબ ભૂકંપ 77 કિલોમીટરની ઊંડાઈએ હતો. આ સિવાય આ દ્વીપો પર આ વર્ષે માર્ચમાં નિકોબાર ક્ષેત્રમાં ભૂકંપ આવ્યો હતો.
“સંપત્તિ, મિત્રો અને યુવાનીનો ઘમંડ કરવો નહીં. કાળ આ બધી વસ્તુઓ પલકવારમાં છિનવી લે છે. આ જગતની માયામાંથી મુક્ત થઈ ગયા બાદ જ પરમસત્ય પામી શકાય છે.”
ભજ ગોવિંદમનો 11મા ક્રમાંકનો શ્લોક ઉક્ત બોધ આપનારો છે.
આપણા જીવનમાં જ્યારે આપદાઓ આવે છે ત્યારનો સમય યાદ કરો. એ આફતો કુદરતી કે મનુષ્યસર્જિત હોઈ શકે છે. એ દુર્ઘટનાઓને લીધે આપણને અથવા આપણા સ્વજનોને કે બીજા કોઈને પણ અસર થઈ હોઈ શકે છે. દા.ત. કચ્છનો ભૂકંપ, દૂરપૂર્વના દેશોમાં આવેલું સુનામી, દક્ષિણ ભારતમાં આવેલું પૂર, વગેરે કુદરતી વિપદાઓ અથવા ભારતના ભાગલા વખતે લોકોએ કરવું પડેલું પલાયન, ન્યૂ યોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટરનાં ટ્વિન ટાવર પર થયેલો આતંકવાદી હુમલો, વગેરે માનવસર્જિત ઘટનાઓ.
દેખીતી વાત છે કે એ વખતે શ્રીમંત વ્યક્તિઓ કે પરિવારોને પણ અસર થઈ જશે. ઘણા લોકોએ દાયકાઓની મહેનતના અંતે જમા કરેલી મિલકત ઓચિંતી જ છોડીને ભાગી જવું પડ્યું હશે.
ઘણાં વર્ષો પહેલાંની વાત છે. કુવૈત પર સદ્દામ હુસૈને હુમલો કર્યો હતો. અમારા એક ફેમિલી ફ્રેન્ડના સગાંએ સપરિવાર દેશ છોડી દેવો પડ્યો હતો. કુવૈતમાં તેમની કરોડોની સંપત્તિ હતી. તેઓ ત્યાંના પ્રતિષ્ઠિત ઝવેરી હતા અને ઘરેણાંનો ધીકતો ધંધો કરી રહ્યા હતા. તેમણે પહેરેલે કપડે કુવૈત છોડીને ભાગી જવું પડ્યું હતું. તેમને એ મિલકતમાંથી કંઈ પાછું મળ્યું નહીં અને જીવનમાં એકડેએકથી શરૂઆત કરવી પડી.
ભારતના ભાગલા વખતે કેટલાય સિંધી પરિવારોએ પાકિસ્તાન છોડી દેવાનો વારો આવ્યો હતો. તેઓ પણ પોતપોતાની સંપત્તિ મૂકીને ચાલી નીકળ્યા હતા. તેમાંથી ઘણા લોકો અતિશય ધનવાન હતા, પણ ભારત આવ્યા બાદ તેમણે શરણાર્થી શિબિરોમાં રહેવું પડ્યું હતું.
ઉક્ત શ્લોકમાં આદિ શંકરાચાર્ય ભૌતિક સંપત્તિના મોહ કે આસક્તિની વાત કરે છે.
વાસ્તવિક જીવનમાં જોવામાં આવ્યું છે કે આ આસક્તિને લીધે માનસિક તાણ, અસલામતી, ઈર્ષ્યા, લોભ, ઘમંડ, વગેરે લાગણીઓ જન્મે છે. આ લાગણીઓમાંથી ગુસ્સો અને નિરાશા જન્મે છે.
શંકરાચાર્ય કહે છે કે આ જગત મોહમાયા છે. જ્યારે વિપદાઓ આવે છે ત્યારે ઘડીભરમાં બધું નાશ પામે છે.
અહીં ખાસ જોવાનું કે આ શ્લોકમાં આદિ શંકરાચાર્યે એમ નથી કહ્યું કે સંપત્તિ એકઠી કરવી નહીં. આપણને રોટી, કપડાં, મકાન, વગેરેની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવા માટે પૈસાની જરૂર પડે જ છે. તેઓ તો એટલું જ કહે છે કે કોઈ પણ સંપત્તિ પ્રત્યે મોહમાયા કે અનુરાગ ધરાવવો નહીં, કારણકે ક્ષણભરમાં બધું ખતમ થઈ જાય છે.
આપણે ધન પ્રત્યે અનુરાગ ધરાવીએ ત્યારે અગાઉ કહ્યું એમ નકારાત્મક લાગણીઓ જન્મે છે અને તેને લીધે આપણું સુખ છિનવાઈ જાય છે.
“ફલાણા શ્રીમંત માણસે ખોટા રસ્તે ધન ભેગું કર્યું હશે” કે પછી “સરકાર ફક્ત શ્રીમંતોને સાથ આપે છે”, એવું ઘણી વાર આપણે વાતવાતમાં કહેતા હોઈએ છીએ. આવું બોલવામાં આવે ત્યારે અંદરખાનેથી આપણી ઈર્ષ્યા બોલતી હોય છે અને તેનું કારણ આપણે ધન પ્રત્યે રાખેલો મોહ છે. કોઈની સંપત્તિ બાબતે ઘસાતું બોલવું એ આપણી પોતાની અધૂરી ઈચ્છાઓ દર્શાવે છે. આમ થવાનું કારણ ધન પ્રત્યેની આપણી આસક્તિ છે.
સંપત્તિ, સત્તા, યુવાની, વગેરે કોઈ પણ બાબતે જો આસક્તિ રાખવામાં આવે તો છેલ્લે દુઃખી થવાનો જ વખત આવે છે. પ્રસન્ન જીવન જીવવા માટે અનાસક્તિ આવશ્યક છે. અનાસક્તિથી જ મનની શાંતિ મળી શકે છે.
આમ, આપણે બાહ્ય આડંબરોથી દૂર રહીને સ્વની ઓળખ કરીએ ત્યારે જ પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. સંપત્તિ જીવન જીવવા માટે આવશ્યક છે અને એમાં કંઈ ખોટું નથી, પરંતુ જીવનમાં પ્રસન્નતા લાવવા માટે ધન પ્રત્યેની આસક્તિ છોડી દેવી જોઈએ.
(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)
નિર્દેશક મહેબૂબ ખાને દિલીપકુમારને ‘મધર ઈન્ડિયા’ (૧૯૫૭) માં ‘બિરજૂ’ અને ‘શ્યામૂ’ બંને ભૂમિકા માટે પૂછ્યું હતું પરંતુ અનેક કારણોથી એમણે ના પાડી હતી. મહેબૂબે જ્યારે પોતાની ફિલ્મ ‘ઔરત’ (૧૯૪૦) ની રીમેકમાં કામ કરવા વિશે દિલીપકુમારને પૂછ્યું ત્યારે એમણે હા પાડી હતી. પણ એમાંની બિરજૂની ભૂમિકા સંભળાવી ત્યારે દિલીપકુમારને નકારાત્મક લાગી હતી. એમણે શરત મૂકી હતી કે જો ભૂમિકામાં ફેરફાર કરવામાં આવશે તો એ કામ કરી શકે છે. કેમકે એ વખતે એ સકારાત્મક ભૂમિકાઓ ભજવતા હતા. મહેબૂબ ખાને ભૂમિકામાં ફેરબદલ કરવાનો ઇન્કાર કરી દીધો પણ સાથે વિશ્વાસ અપાવ્યો કે એને વિલન જેવી નહીં રાખે અને લોકો તેમને બિરજૂ તરીકે જરૂર પસંદ કરશે.
દિલીપકુમારે વિચાર કરવા સમય લીધો પણ થોડા દિવસ પછી એમ કહીને ના પાડી દીધી કે તે અગાઉ એમની જ ‘અંદાજ’ (૧૯૪૯) માં નરગીસના હીરો હતા અને ત્યારે પણ કેટલીક ફિલ્મોમાં એની સાથે કામ કરી રહ્યા હતા. નરગીસના પુત્ર તરીકે દર્શકો એમને પસંદ નહીં કરે એવી એમણે દલીલ કરી હતી. મહેબૂબનું કહેવું હતું કે ઉલ્ટાનું દર્શકો એ જોવા ઉત્સુકતા બતાવશે કે તમે મા-પુત્ર તરીકે કેવો અભિનય કર્યો છે. દિલીપકુમાર બિરજૂની ભૂમિકા ભજવવા બાબતે કોઈ વાતે એકના બે ના થયા એટલે મહેબૂબે એમને એમ કહીને શ્યામૂની ભૂમિકા માટે આગ્રહ કર્યો કે એ ભૂમિકા નરગીસના પતિની છે. દિલીપકુમારને એ ભૂમિકા બહુ નાની લાગતી હતી. એ કારણથી ના પાડી દીધી.
નરગીસના પુત્ર તરીકે ના પાડવાની એમની વાત મહેબૂબને સમજાતી હતી પણ પુત્રની ભૂમિકા માટે પણ ના પાડી એ સમજી શકાય એવું ના હતું. એવું પણ ન હતું કે નરગીસને કોઈ વાંધો હોય. મહેબૂબે સૌથી પહેલાં નરગીસને કહ્યું હતું કે એના પુત્રની ભૂમિકા માટે દિલીપકુમાર હોય શકે છે. કેમકે એમની હીરોઈન તરીકે કામ કરતી હોવાથી એ વાત એને યોગ્ય ના લાગે એવું બની શકે એમ હતું. આ ફિલ્મ પછી તેને દિલીપકુમારની હીરોઇનની ભૂમિકાઓ મળતી બંધ થઈ શકે એવી શક્યતા હતી. પરંતુ પુત્રની ભૂમિકામાં દિલીપકુમારને લેવામાં આવે તો નરગીસને કોઈ વાંધો ન હતો.
દિલીપકુમારે બંને ભૂમિકાઓ માટે કોઈને કોઈ કારણથી ના પાડી દીધી એ વાતનું મહેબૂબ ખાનને બહુ આશ્ચર્ય થયું હતું. ત્યારે એમ કહેવાયું હતું કે અસલમાં ‘મધર ઈન્ડિયા’ એક સ્ત્રીપ્રધાન ફિલ્મ હતી. એની વાર્તા નરગીસની આસપાસ ફરતી હતી. અને નામ પણ સ્ત્રીપ્રધાન હતું. તેથી દિલીપકુમારે ના પાડી હતી. મહેબૂબ ખાન તો એવું ઇચ્છતા હતા કે પિતા-પુત્ર બંનેની ભૂમિકા દિલીપકુમાર નિભાવે. કેમકે એ એમના ખાસ અભિનેતા હતા. પણ એમણે ફિલ્મ સાથે જોડાવાનો ઇન્કાર કરી દીધો હતો.
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 52 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,95,486 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.
દેશમાં અત્યાર સુધી 5,31,915 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,62,165 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 49 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1456એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 39,964 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.37 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.
દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,52,273 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 303 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સામાજિકકે ધાર્મિકકામમાં મિલન મુલાકાત થઇ શકે, માંર્કેટિંગ ક્ષેત્રમાં પરિચિતકે જુનાસંપર્કમાં કામકાજ કરવામાં આવે તો સારું પરિણામ જોવા મળી શકે છે, પ્રવાસ થઈ શકે છે, વેપારમાં નાનું કામ કરવુ જ યોગ્ય છે ,વડીલવર્ગે બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું.
આજનો દિવસ થોડો ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે ખાસ કરીને વાણી સયમ રાખવો જરૂરી છે તદુપરાંત ગુસ્સા પર કાબુ રાખવો અગત્યનો છે, ડાયાબીટીસના દર્દી એ થોડી તકેદારી રાખવી, વેપારમાં કોઇપણ પ્રકારના જોખમથી દુર રહેવું, માર્કેટિંગક્ષેત્રમાં સમયનો દુર્વ્યય વધુ થાય.
આજનો દિવસ સામાન્ય છે, મન થોડું અશાંત રહે પરંતુ દિવસ રાબેતામુજબ શાંતિથી પસાર થાય, કામકાજમાં સમયનો દુર ઉપયોગ થવાથી થોડી ઉશ્કેરાટ અનુભવો, વેપારમાં નાનું અને ગણતરી પુર્વાક્નુજ કામ કરવુ યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપમાં શાંતિ રાખવી અને તેમના કામમાં સહકાર આપવો યોગ્ય છે.
આજનો દિવસ સરસ છે, તમને ઉત્સાહ સારો જોવા મળે અને તેની સારી અસર તમારા વ્યવહાર અને કામકાજ પર પડે જેને કારણે તમને અન્યનો સાથસહકાર સારી રીતે મેળવી શકો, તમારી કોઈ જૂની ઓળખાણ તાજી થાય, વેપારના કામકાજમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે.
આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે, તમને આજે થોડો ગુસ્સો કોઈ બાબત પર જોવા મળે જેને કારણે કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું તેમજ મુસાફરીમાં ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં જોખમી પરિબળથી દુર રહેવું સલાહભર્યું છે.
આજનો દિવસ સરસ છે તેમાં પણ તમારા ધાર્યાકામ થાય તેવા સંજોગો બની શકે છે, પ્રિયજનનો સાથ તમને કોઈ કામમાં જોવા પણ મળી શકે છે, યુવાવર્ગ માટે પોતાની પસંદગીની કોઈવાત ક્યાંક રજુ કરવાની હોય તેમાં પણ તક દેખાઈ શકે છે, વેપારના કામકાજમાં લાભ મળી શકે તેવા યોગ પણ છે.
આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો અગત્યનો છે, ક્યાય ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું અને કોઈની સાથે ઉગ્રતાના થાયતે બાબતની કાળજી રાખવી, માર્કેટિંગ ક્ષેત્રમાં કંટાળાજનક પરિસ્થિતિ જોવા મળે શકે છે , વેપારમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.
આજનો દિવસ સારો છે, ક્યાંક પ્રવાસ પણ થઈ શકે છે, તમારા મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવું પણ બની શકે છે, તમારી કરેલી મહેનતનું ફળ સારું મળે, યુવાવર્ગને અન્યનો સાથસહકારકે માર્ગર્દર્શન સારું મળવાથી કામ પ્રત્યે ઉત્સાહ સારો જોવા મળે, વેપારમાં કોઈ લાભની વાત જાણવા મળે તેવા યોગ છે.
આજનો દિવસ તમારા માટે થોડો સામાન્ય છે, રોજબરોજના કામમાં દિવસ પસાર થઇ જાય, તમારા કામમાં થોડા વ્યસ્ત રહો તેવું પણ બની શકે છે, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામજ યોગ્ય છે, વડીલવર્ગને માનસિકથાકની લાગણી વધુ લાગે તેવું બની શકે છે, ઉતાવળ અને ઉશ્કેરાટથી દુર રહેવું યોગ્ય છે.
આજનો દિવસ સામાન્ય છે, મિત્રોથી કોઈ કામકાજમાં તમને લાભ થઈ શકે છે, ક્યાંક મુસાફરી થાય તેવા યોગ પણ બને છે, માર્કેટિંગક્ષેત્રમાં સારા કામકાજ કર્યાનો સંતોષ મળે, વેપારમાં નાનુંજ કામ કરવું યોગ્ય છે, ક્યાય કોઈની સાથે ગેરસમજના થાય તેબાબત તકેદારી રાખવી સારી કહી શક્ય..
આજનોદિવસ શાંતિ અને સાવચેતીમાં પસાર કરવો ઇચ્છનીય છે, વિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, ક્યાય પાડવા-વાગવાના યોગ છે માટે તકેદારી રાખવી, આજે નકારત્મક વિચાર વધુ રહે અને તેની અસર તમારા કામકાજ પર પણ પડી શકે છે, વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.
આજનો દિવસ સરસ છે તમારો આત્મવિશ્વાસ પણ સારો જોવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો, કંઇક સારું શીખવાની અપેક્ષા પૂરી થાય, માર્કેટિંગક્ષેત્રમાં આયોજનબદ્ધ કામકરવાથી સારું પરિણામ મળી રહે, વેપારમાં અનુભવ મુજબ કામ કરવાથી કામ કર્યાનો સારો સંતોષ થાય.
મુંબઈઃ અમેરિકામાં કુલ રાષ્ટ્રીય પેદાશનો આંક ધારણા કરતાં વધુ આવ્યો એની અસર તળે ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં શુક્રવારે ઘટાડો નોંધાયો હતો. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.90 ટકા (353 પોઇન્ટ) ઘટીને 38,880 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 39,233 ખૂલીને 39,242ની ઉપલી અને 38,673 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના ટોચના ઘટેલા કોઇનમાં ડોઝકોઇન, પોલીગોન, સોલાના અને અવાલાંશ સામેલ હતા. એમનો ઘટાડો 2થી 4 ટકાની રેન્જમાં હતો.
દરમિયાન, અમેરિકા ડિજિટલ એસેટ ઉદ્યોગ માટેનું સ્પષ્ટ નિયમનકારી માળખું ઘડવા આગળ વધી રહ્યું છે. અમેરિકન સંસદની નાણાકીય સેવાની સમિતિએ સ્ટેબલકોઇનનું નિયમન કરવા માટેનો ખરડો રજૂ કર્યો છે. બીજી બાજુ, ઇઝરાયલ સરકારે ડિસેન્ટ્રલાઇઝ્ડ ગવર્નન્સ ઓર્ગેનાઇઝેશન્સના નિયમન સંબંધે નિષ્ણાતોની એક ટુકડી રચી છે.
નવી દિલ્હીઃ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ (AIIMS) સંસ્થાએ ભારતમાં નોન-આલ્કોહોલિક ફેટી લીવરની બીમારી વિશે તાજેતરમાં એક સર્વેક્ષણ હાથ ધર્યું હતું અને એમાં તેને માલુમ પડ્યું છે કે દેશમાં 38 ટકા લોકો આ બીમારીથી પીડાય છે.
આ બીમારીનું મૂળ કારણ પાશ્ચાત્ય આહાર પદ્ધતિ અપનાવવાથી છે, જેમાં ફાસ્ટ ફૂડનો વધુપડતો વપરાશ, ફ્રૂટ અને લીલા શાકભાજીનો અભાવ અને બિનઆરોગ્યપ્રદ જીવનશૈલીનો સમાવેશ થાય છે. ભારતમાં આ બીમારી માત્ર પ્રૌઢ વ્યક્તિઓને જ થાય છે એવું નથી, બાળકોનો પણ સમાવેશ થાય છે. નિષ્ણાતોનું કહેવું છે કે લીવર માટે આલ્કોહોલ (શરાબ) જોખમી છે. તેથી આ રોગથી બચવું હોય તો શરાબથી દૂર રહેવું જોઈએ.
નવી દિલ્હીઃ દિલ્હીના અધિકારીઓની ટ્રાન્સફર અને પોસ્ટિંગથી જોડાયેલા કેન્દ્રના વટહુકમનું બિલ લોકસભામાં આગામી સપ્તાહે રજૂ થવાની શક્યતા છે. કેન્દ્રીય કાયદાપ્રધાન અર્જુન રામ મેઘવાલે શુક્રવારે આગામી સપ્તાહે સંસદમાં થનારા કામકાજની માહિતી આપતાં આ વટહુકમ વિશે જણાવ્યું હતું.
જ્યારે લોકસભામાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ક્ષેત્ર સરકાર (સંશોધન) બિલને રજૂ કરવામાં આવશે, ત્યારે વિવાદાસ્પદ વટહુકમના વિરોધમાં પ્રસ્તાવ લાવવા માટે વિપક્ષના કેટલાય નેતાઓની નોટિસ પર પણ વિચાર કરવામાં આવશે. લોકસભા સચિવાલયે કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી, પાર્ટીના સભ્ય ડીન કુરિયાકોસ, તૃણમૂલ કોંગ્રેસના સૌગત રાય, DMKના એ રાજા અને RSPના કેએન પ્રેમચંદ્રન સહિત અનેક વિપક્ષના નેતાઓએ નોટિસ સ્વીકારી લીધી છે. કેબિનેટે મંગળવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ક્ષેત્ર સરકાર (સંશોધન) બિલને મંજૂરી આપી દીધી છે. એ 19 મેએ કેન્દ્ર દ્વારા લાવવામાં આવેલા વટહુકમની જગ્યા લેવા માટે રજૂ કરવામાં આવશે.
મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળ આમ આદમી પાર્ટીએ વટહુકમનો આકરો વિરોધ કર્યો છે. કોંગ્રેસ અને અન્ય વિપક્ષ આ વટહુકમની વિરુદ્ધ છે. આ બિલની મંજૂરી માટે સત્તારૂઢ NDAને રાજ્યસભામાં BJD, YSR કોંગ્રેસ પાર્ટી, અને સ્વતંત્ર સભ્યોના ટેકા માટે નિર્ભર રહેવું પડશે. લોકસભામાં ભાજપ પાસે બહુમત છે, જોકે રાજ્યસભામાં NDA અને INDIAની સ્થિતિ બરાબરીની સ્થિતિમાં છે. રાજ્યસભામાં માયાવતીની BSP, એચડી દેવેગૌડાની JDS અને ચંદ્રબાબુ નાયડુની TDPના એક-એક સાંસદ છે. આ સાંસદ કઈ તરફ મતદાન કરશે, એના પર સૌની નજર છે.