અષાઢ પછી આવતો શ્રાવણ મહિનો હિંદુ સંસ્કૃતિ માં પવિત્ર માનવામાં આવે છે. આ વર્ષે 19 વર્ષ બાદ અધિક શ્રાવણ માસ આવ્યો છે. આમ વર્ષ 2023માં બે શ્રાવણ માસ છે. જે ધાર્મિક દ્રષ્ટિએ બહુ મહત્વપૂર્ણ છે.
આ વર્ષે પહેલા અધિક શ્રાવણ માસ છે અને ત્યારબાદ શ્રાવણ માસ છે. જેમાં કૃષ્ણ જન્માષ્ટમી સહિતના તહેવારો ઉજવાશે.
અધિક માસને પુરુષોત્તમ માસ પણ કહેવાય છે. ઉત્તર ભારતના કેટલાક રાજ્યો માં 4 જુલાઇથી અધિક શ્રાવણ માસ શરૂ થઇ ગયો છે. ગુજરાતમાં હવે 18 જુલાઇથી અધિક શ્રાવણ માસ શરૂ થયો.
હિંદુ પંચાગમાં ચોક્કસ ઋતુ – તિથિ અનુસાર વાર-તહેવારોની ઉજવણી થાય છે. દર વર્ષે હિંદુ માસમાં ઋતુ અનુસાર ઉજવાતા તહેવારોના સીઝનમાં ફેરફાર થાય છે. અધિક માસ એ સૌર અને ચંદ્ર માસને એક સમાન લાવવાની એક પ્રક્રિયા છે. જે મહિનામાં સૂર્ય સંક્રાંતિ નથી હોતી એ અધિક માસ હોય છે.
જે મહિનામાં બે સૂર્ય સંક્રાંતિ હોય છે એ ક્ષય માસ કહેવાય છે. સૂર્યની જેમ સંક્રાતિ થાય છે અને એ જ આધાર પર આપણા ચંદ્રના આધારિત 12 મહિના હોય છે. ગુજરાતમાં 18 જુલાઇથી અધિક શ્રાવણ માસ શરૂ થયો, વર્ષ 2023માં કુલ 59 દિવસ શ્રાવણ માસ રહેશે.
મંદિર ના પ્રાંગણ અને સોસાયટી ઓ માં મોટી સંખ્યામાં મહિલા મંડળો દ્વારા ભજન કિર્તન ની શરૂઆત થઇ ગઇ છે. હિંદુ મંદિરો માં જુદા જુદા કાર્યક્રમો સાથે પૂજા અર્ચના માટે લોકો ઉમટી રહ્યા છે.
એસજીવીપી ગુરુકુલ માં રામ, શ્યામ અને ઘનશ્યામના સાનિધ્યમાં સમગ્ર અધિક માસ દરમિયાન દરરોજ કલાત્મક હિંડોળા બનાવામાં આવે છે.
એસજીવીપી દર્શનમ સંસ્કૃત મહા વિદ્યાલય ના ઋષિકુમારો દ્વારા સંસ્થા માં દરરોજ ઋગ્વેદ, યજુર્વેદ નું અનુષ્ઠાન કરવામાં આવે છે.
સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે કૃષ્ણ મંદિર ને શણગારવામાં આવ્યું.
અમદાવાદઃ શહેરમાં ચોમાસામાં મચ્છરજન્ય ને પાણીજન્ય રોગચાળાના દર્દીઓની સંખ્યામાં ખાસ્સો વધારો થયો છે. શહેરમાં ઝાડા-ઉલટી અને ટાઇફોઇડના કેસોમાં વધારો થયો છે. છેલ્લા 23 દિવસમાં ઝાડા-ઊલટીના 773 અને ટાઇફોઇડના 325 કેસો નોંધાયા હતા. જ્યારે કમળાના 136 કેસો છે. કોલેરાના છ કેસો નોંધાયા છે. મચ્છરજન્ય રોગોમાં ડેન્ગ્યુના 73 અને મેલેરિયાના 37 કેસો નોંધાયા છે. AMCના આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગચાળો અટકાવવા વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં કુલ 520 એકમનું ચેકિંગ કરીને 335 એકમોને નોટિસ આપવામાં આવી છે અને રૂ. 10.38 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
આરોગ્ય વિભાગના વડા ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે ચોમાસામાં મચ્છરજન્ય રોગચાળો વધવાની શક્યતા છે. કોર્પોરેશનની મિલકતો અને સ્કૂલો તેમ જ શૈક્ષણિક સંસ્થા વગેરે જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવે છે. આરોગ્ય વિભાગે શહેરની શૈક્ષણિક સંસ્થાઓ, બાંધકામ સાઇટો, કોમર્શિયલ એકમો અને રહેણાંક વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યું છે, જ્યાં મચ્છરના બ્રિડિંગ મળતાં ત્યાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરમાં રોગચાળો અટકાવવા માટે વિવિધ જગ્યાએ ફોગિંગ અને દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.
શહેરમાં મચ્છરોના બ્રિડિંગ મળી આવતા એકમોને રૂ. 5000થી લઈ 60,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત રહેણાક વિસ્તારોમાં અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા 111 સ્કૂલોમાં પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં મ્યુનિ. દ્વારા મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા સઘન ચેકિંગ કરાવામાં આવશે.
ચોમાસામાં ચાર માસ ભક્તિ ના માસ છે. અષાઢ પછી આવતો શ્રાવણ મહિનો હિંદુ સંસ્કૃતિ માં પવિત્ર માનવામાં આવે છે. આ વર્ષે 19 વર્ષ બાદ અધિક શ્રાવણ માસ આવ્યો છે. આમ વર્ષ 2023માં બે શ્રાવણ માસ છે. જે ધાર્મિક દ્રષ્ટિએ બહુ મહત્વપૂર્ણ છે.
આ વર્ષે પહેલા અધિક શ્રાવણ માસ છે અને ત્યારબાદ શ્રાવણ માસ છે. જેમાં કૃષ્ણ જન્માષ્ટમી સહિતના તહેવારો ઉજવાશે. અધિક માસને પુરુષોત્તમ માસ પણ કહેવાય છે. મહત્વની વાત એ છે કે, ઉત્તર ભારતના કેટલાક રાજ્યો માં 4 જુલાઇથી અધિક શ્રાવણ માસ શરૂ થઇ ગયો છે. ગુજરાતમાં હવે 18 જુલાઇથી અધિક શ્રાવણ માસ શરૂ થયો.
અધિક માસ કોને કહેવાય છે આ પ્રશ્ન ના ઉત્તર માં શાસ્ત્રી મનોજ વ્યાસ ચિત્રલેખા. કોમને કહે છે, અંગ્રેજી કેલેન્ડરની જેમ હિંદુ પંચાગમાં પણ વર્ષના 12 મહિના છે. હિંદુ પંચાગમાં ચોક્કસ ઋતુ – તિથિ અનુસાર વાર-તહેવારોની ઉજવણી થાય છે. ઘણી વખત કોઇ મહિનામાં તિથિનો ક્ષય થવાથી એટલે કે તિથિ ઘટી જવાથી દર વર્ષે હિંદુ માસમાં ઋતુ અનુસાર ઉજવાતા તહેવારોના સીઝનમાં ફેરફાર થાય છે. અંગ્રેજી કેલેન્ડર એટલે કે ગ્રેગોરિયન કેલેંડરમાં જેવી રીતે દર ત્રણ વર્ષે એક લીપ યર આવે છે . એવી જ રીતે હિંદુ પંચાગમાં પણ દર ત્રણ વર્ષે એક અધિક માસ આવે છે. અધિક માસ એ સૌર અને ચંદ્ર માસને એક સમાન લાવવાની એક પ્રક્રિયા છે.
અધિક માસ કે પુરુષોત્તમ માસ
સૌર માસ અને ચંદ્ર માસમાં દર વર્ષે આવતા તફાવતને ઘટાડવા માટે દર 3 વર્ષે એક અધિક માસ આવે છે. જે મહિનામાં સૂર્ય સંક્રાંતિ નથી હોતી એ અધિક માસ હોય છે. એવી જ રીતે જે મહિનામાં બે સૂર્ય સંક્રાંતિ હોય છે એ ક્ષય માસ કહેવાય છે. સૂર્યની જેમ સંક્રાતિ થાય છે અને એ જ આધાર પર આપણા ચંદ્રના આધારિત 12 મહિના હોય છે. દરેક ત્રણ વર્ષના અંતર પર એક અધિકમાસ કે પુરુષોત્તમ માસ આવે છે. એટલે કે તેરમો માસ. સૌર વર્ષ 365.2422 દિવસ અને ચંદ્ર વર્ષ 354.327 દિવસનો હોય છે. આવી રીતે બંનેના કેલેંડર વર્ષમાં 10.87 દિવસનો ફરક આવી જાય છે અને ત્રણ વર્ષમાં આ અંતર એક મહિના જેટલું થઈ જાય છે. આ અસમાનતાને દૂર કરવા માટે અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસનો નિયમ બનાવ્યો છે.
2023માં કુલ 59 દિવસ શ્રાવણ માસ
અધિક શ્રાવણ 2023 ઉત્તર ભારતના હિન્દી ભાષી રાજ્યોની તુલનાએ ગુજરાતમાં હિંદુ માસ 15 દિવસ મોડા શરૂ થાય છે. પરંતુ તિથિ અનુસાર આવતા તહેવારોમાં કોઇ ફેરફાર નથી થયો. ઉતર ભારતના રાજ્યોમાં 4 જુલાઇથી અધિક શ્રાવણ માસ 2023 શરૂ થઇ ગયો છે. તો ગુજરાતમાં 18 જુલાઇથી અધિક શ્રાવણ માસ શરૂ થયો. 16 ઓગસ્ટ, 2023 સુધી ચાલશે. ત્યારબાદ 17 ઓગસ્ટથી મૂળ શ્રાવણ માસની શરૂઆત થશે. આ શ્રાવણ માસ 15 સપ્ટેમ્બર 2023 સુધી ચાલશે. આમ વર્ષ 2023માં કુલ 59 દિવસ શ્રાવણ માસ રહેશે.
અધિક શ્રાવણ માસનું મહત્વ
ભગવાન વિષ્ણુની સાથે શિવશંકરની પણ પૂજા-ઉપાસના
સામાન્ય રીતે અધિક માસને પુરુષોત્તમ માસ પણ કહેવાય છે. આ દરમિયાન ભગવાન વિષ્ણની પૂજા-આરાધના કરવાનું વિઘિ-વિધાન છે. વર્ષ 2023 નો આ પવિત્ર અધિક માસ ભગવાન શિવને સમર્પિત છે. અધિક શ્રાવણ માસમાં ભક્તો ભગવાન વિષ્ણુની સાથે સાથે શિવશંકરની પણ પૂજા-ઉપાસના કરી શકશે. અધિક માસ શરૂ થતાં જ મંદિર ના પ્રાંગણ અને સોસાયટી ઓ માં મોટી સંખ્યામાં મહિલા મંડળો દ્વારા ભજન કિર્તન ની શરૂઆત થઇ ગઇ છે. તમામ હિંદુ મંદિરો માં જુદા જુદા કાર્યક્રમો સાથે પૂજા અર્ચના માટે લોકો ઉમટી રહ્યા છે.
ઋષિકુમારો વેદોનું અનુષ્ઠાન કરે છે
શહેરના એસજીવીપી ગુરુકુલ માં રામ, શ્યામ અને ઘનશ્યામના સાનિધ્યમાં સમગ્ર અધિક માસ દરમિયાન દરરોજ કલાત્મક હિંડોળા ના દર્શન ની વ્યવસ્થા ભાવિક ભક્તો માટે કરવામાં આવી છે. શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા થી અને કુંજ બિહારી દાસજી સ્વામીની આગેવાની હેઠળ સંસ્થા દ્વારા અધિક માસ માં ભજન ભક્તિ દાન સેવાના વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે. દરરોજ કળાત્મક હિંડોળા ને સજાવવામાં પ્રેરક પટેલ અને હોસ્ટેલના વિદ્યાર્થીઓ જોડાયા છે. એસજીવીપી દર્શનમ સંસ્કૃત મહા વિદ્યાલય ના ઋષિકુમારો દ્વારા સંસ્થા માં દરરોજ ઋગ્વેદ, યજુર્વેદ નું અનુષ્ઠાન કરવામાં આવે છે.
અમદાવાદ ના સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે કૃષ્ણ મંદિર ને શણગારવામાં આવ્યું છે. શ્રી રસરાજપ્રભુનાં પાવન સાનિધ્યમાં શ્રીપુરષોત્તમ માસ પ્રવચનમાળા નું આયોજન કરવામાં આવ્યું છે. સોલા ભાગવત વિદ્યાપીઠ ના પ્રાંગણમાં વિવિધ વિદ્વાન ઋષિકુમારો પ્રવચનમાળા ના પ્રવકતા રહેશે. અધિક શ્રાવણ માસ દરમિયાન થનારા વિવિધ મનોરથોમાં શ્રીત્રિલિંગેશ્વર મહાદેવ માં દરરોજ દુધનો અભિષેક, બરફના શિવલિંગ ના દર્શન થશે. આ સંસ્થામાં ગૌ પૂજા પણ થાય છે.
આપણાં હિન્દુ શાસ્ત્રોમાં પુનર્જન્મ અને કર્મનાં સિદ્ધાંત વિશે ઘણું ઊંડાણમાં સમજાવવામાં આવ્યું છે. આપણાં ઋષિ-મુનિઓએ આ બાબત પર ઘણી સ્પષ્ટતા કરી છે. પરંતુ જેમ જેમ માનવે વિકાસ કર્યો તેમ તેમ માનવ દરેક તથ્યોને લૉજિક અને વિજ્ઞાનના ત્રાજવે તોળીને જ અપનાવવાનો અભિગમ રાખતો થઈ ગયો છે. આપણાં શાસ્ત્રોમાં જણાવેલા તથ્યોને પણ સર્વસ્વીકૃતિ પામવા માટે આજે વિજ્ઞાનની એરણ ઉપર ઊતરવું પડે છે. આપણાં મન ઉપર ઘણા બધા સંશોધનો થયા છે અને હજુય થયા જ કરે છે. આપણાં અવચેતન મનનો તાગ પામવા માટે ઘણી જૂની, પરંતુ નવા નામે આપણી પાસે પાસ્ટ લાઈફ રીગ્રેશન થેરેપી છે, જેનો ધીમે-ધીમે સ્વીકાર થતો જાય છે. આ થેરપી વિશે તેના જાણકાર-અભ્યાસુ થેરપિસ્ટ દંપતી – મેહુલ દૂતિયા અને ધારા દૂતિયા પાસેથી સમજીએ.
‘તમારા વર્તમાનમાં હંમેશા તમારો ભૂતકાળ વસેલો છે. તમે તમારા ભૂતકાળથી બનેલા છો. જો તમારો ભૂતકાળ સારો હશે તો એ તમને મદદરૂપ નીવડશે, પરંતુ જો એ નકારાત્મક હશે તો એ તમને ભય, આઘાત, વારંવાર ઊથલો મારતા સાયકોસૉમેટીક રોગો રૂપે તમને પરેશાન કરતો રહેશે’. આ શબ્દો છે પાસ્ટ લાઈફ થેરેપિસ્ટ મેહુલ દૂતિયાના.
મેહુલભાઈ અને એમના પત્ની ધારા બંને, ‘સેક્રેડ સૉલ સાયન્સિસ હીલિંગ સર્વિસિસ’નાં ફાઉન્ડર છે. તેઓ બંને અધ્યાત્મના સાધકો છે. મેહુલભાઈ એમબીએ થયેલા છે અને ૧૮ વર્ષ સુધી બેન્કિંગ અને ફાયનાન્સના ક્ષેત્રે કાર્ય કરી ચૂક્યા છે. ધારાબેન આઈટી ક્ષેત્રે ૧૬ વર્ષથી કાર્યરત છે. બંને જણ સર્ટિફાઈડ પાસ્ટ લાઈફ રીગ્રેશન થેરપિસ્ટ છે અને ઋષિકેશ તેમ જ મુંબઈમાં પ્રેકટિસ કરે છે.
પાસ્ટ લાઈફ રીગ્રેશન એટલે શું?
આપણે અવગત છીએ કે આપણું ચેતન મન એટલે કોન્શિયસ માઈન્ડ અને અવચેતન મન એટલે સબ-કોન્શિયસ માઈન્ડ. આ બંનેના કાર્યક્ષેત્ર જુદા છે. કોન્શિયસ માઈન્ડ એટલે કે ચેતન મન તત્કાળ સમયની જાગરૂકતા, તર્કસંગત વિચાર, સમજણ, સક્રિય રીતે નિર્ણય લેવાની શક્તિ, જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતાં અનુભવો વગેરે મારફત આપણને વર્તમાનમાં પ્રવર્તતી આપણી આજુબાજુની દુનિયા સાથે જોડે છે. આમાં ટૂંકા ગાળાની યાદો, ઘટનાઓ વગેરે સંઘરાયેલી હોય છે. આ મનથી આપણે બહારની દુનિયા સાથે સંપર્કમાં રહીએ છીએ અને તત્કાળ મળતી માહિતીઓને તરત જ સમજીને તેની સામે પ્રતિક્રિયાઓ આપી શકીએ છીએ. આપણા રોજબરોજનાં જીવનમાં ચેતન મન અતિ મહત્વનો ભાગ ભજવે છે. માહિતીઓને સંઘરવાની ચેતન મનની ક્ષમતા ટૂંકા ગાળા માટેની હોય છે. ચેતન મનને સાયકોલોજી, ન્યૂરોસાયન્સનાં અભ્યાસ દ્વારા સમજી શકાય છે.
અવચેતન મન આપણાં વર્તમાન જીવન અને બધા જ પૂર્વજીવનોની માહિતીઓનો સંગ્રહ કરે છે. તે આ માહિતીઓને આધારે આપણી માન્યતાઓ, લાગણીઓ, વર્તનને ઘડે છે. ચેતન મનની સંડોવણી વગર જ અવચેતન મન સમસ્યાોનો ઉકેલ શોધતું રહે છે અને અણધારી રીતે આપણને ઉકેલ પણ આપી દે છે. અવચેતન મનમાં ધરબાયેલી માન્યતાઓને આધારે આપણી નિર્ણયશક્તિ કામ કરે છે. સપનાઓ પણ અવચેતન મન સાથે સંકળાયેલા હોય છે. સપનાઓ દ્વારા અજ્ઞાત ભયો, ઈચ્છાઓ, વિચારો વગેરે વ્યક્ત થતાં હોય છે. ઘણી વાર આપણે અવચેતન મનમાં ધરબાયેલા ભય, ઈચ્છાઓ અથવા પૂર્વગ્રહોને આધારે નિર્ણયો લેતા હોઈએ છીએ. હિપ્નોટિઝમ, મેડિટેશન અને અન્ય થેરેપ્યુટીક ક્રિયાઓ દ્વારા અવચેતન મન સુધી પહોંચીને અમુક સમસ્યાઓ અને વર્તનો બાબત સમાધાન મેળવી શકાય છે. પાસ્ટ લાઈફ રીગ્રેશન આવી એક થેરેપી છે.
પાસ્ટ લાઈફ થેરપિસ્ટ બનવાની સ્ફુરણા કેવી રીતે થઈ?
ધારાબેન કહે છે કે, નાનપણથી જ એમને આંતરમનમાંથી ઘણી સ્ફુરણાઓ થતી રહી છે. એમને અમુક અગોચર સંદેશાઓ મળતા હતા એને લીધે નાનપણથી જ અગોચર વિશ્વ વિષે જાણવાની ઉત્કંઠા જાગી. ફક્ત ૧૫ વર્ષની કાચી વયે આવા ગહન વિષય પરના પુસ્તકો એમણે વાંચ્યા. હીરાભાઈ ઠક્કરના પુસ્તકો ‘મૃત્યુનું મહાત્મ્ય’ અને ‘કર્મનો સિદ્ધાંત’ એમણે વાંચ્યા. આ પછી પુનર્જન્મ અને કર્મોના બંધનો વિષે એમને વધુ કુતૂહલતા જાગી. એટલે આ કુતૂહલતાને પોષવા માટે મૃત્યુ પછીના જીવન વિષેની શોધખોળ કરવા વધુ ને વધુ પુસ્તકો તેઓ વાંચતાં ગયા. શરીર છોડ્યા પછી આપણું શું થતું હશે – એ વિષે જાણવાની ઈચ્છા વધુ તીવ્ર થતી ગઈ. એમની આધ્યાત્મિક યાત્રા વિષે જણાવતા કહે છે કે એ સાત વર્ષના હતા ત્યારથી એમના જીવનમાં ગુરુનો પ્રવેશ થયો હતો. આધ્યાત્મિક જીવનના રંગે તેઓ ત્યારથી જ રંગાયેલા છે. ‘નામસ્મરણ’ ને કારણે એમનો આદ્યાત્મિક પાયો મજબૂત થતો ગયો અને સપનામાં એમને જીવન વિશેના અમુક જવાબો મળવા લાગ્યા. અને એમણે કરેલી ઈચ્છાઓ પણ ફળતી હતી. પણ એમને એ નહોતું સમજાતું કે કોણ મને સપનામાં આ પ્રશ્નોનાં જવાબો આપે છે, કઈ રીતે આ વાતચીત થાય છે, આ બધા સવાલો એમને મુંઝવતા હતા. એમને આ વિજ્ઞાન સમજવું હતું. ૨૦૧૬ની આજુ બાજુમાં એમણે બ્રાયન વિસનુ એક પુસ્તક ‘મેની લાઈવ્ઝ, મેની માસ્ટર્સ, અને ભાવનગરીનું ‘લૉ ઑફ સ્પિરિટ વર્લ્ડ’ વાંચ્યા. આ પુસ્તકો દ્વારા એમને પાસ્ટ લાઈફ રીગ્રેશન વિષે જાણવા મળ્યું. એટલે એમને એ શીખવાની ઉત્કંઠા જાગી. એમને ખાતરી થઈ ગઈ કે કોઈ તો છે જે મને મારા પ્રશ્નોનાં જવાબો આપે છે એટલે એ વિષે શીખવાનું એમણે નક્કી કર્યું. એમણે એવું અનુભવ્યું કે આવી કોઈ પ્રક્રિયા કદાચ એમણે પાછલા કોઈ જન્મોમાં શીખી હશે અને એટલે જ એમને નાનપણથી જ ‘પર’ દુનિયાના અનુભવો થાય છે.
પાસ્ટ લાઈફ રીગ્રેશન થેરેપી કેવી રીતે મદદ કરે છે?
મેહુલભાઈ કહે છે કે, ‘વર્તમાન જીવનમાં આપણે જે પણ ભોગવતા હોઈએ એના મૂળિયાં આપણાં ભૂતકાળમાં રહેલા છે. તો આપણાં વર્તમાનને દુરસ્ત કરવા માટે ભૂતકાળને સમજીને ત્યાંનાં પ્રશ્નોને, ભાવનાઓને સાફ કરીએ, માફ કરીએ તો આગળ વધીને ભવિષ્ય ઉજળું કરી શકાય છે. વર્તમાન જીવનમાં સંબંધોમાં તિરાડ, શારીરિક અને માનસિક રોગો, કુટુંબમાં ઉપરાછાપરી ઘટતી દુ:ખદ ઘટનાઓ, પ્રગતિમાં અવરોધ, ગભરાટ, વ્યસનો, ધ્યાન કેન્દ્રિત કરવામાં અસફળતા, આત્મહત્યાના વિચારો, ઈર્ષા, અસુરક્ષિતતાની ભાવના, આત્મવિશ્વાસનો અભાવ વગેરે જોવા મળે છે. આના મૂળિયાં આપણાં અવચેતન મનમાં પડેલા હોય છે. સભાનપણે આપણે અજાણ હોઈએ છીએ, પણ મોટા ભાગના આપણાં નિર્ણયો અવચેતન મનની પ્રેરણાથી જ લેવાતા હોય છે. એટલે એ ખૂબ જ અગત્યનું છે કે આપણે જન્મથી લઈને આવેલા આપણાં ન જોઈતા અનુભવોની યાદોને વિસરી જઈએ. પાસ્ટ લાઈફ રીગ્રેશન થેરેપીની મદદ લઈને આપણે અવચેતન મનને રિપ્રોગ્રામ કરી શકીએ છીએ. પંચકોષોમાં બ્લૉક થયેલી એનર્જીને રીલીઝ કરીને આપણે સમસ્યાઓનું નિરાકરણ લાવી શકી છીએ.’
પાસ્ટ લાઈફ રીગ્રેશન થેરેપી ક્યારે કરાવવી જોઈએ?
મેહુલભાઈ સમજાવે છે કે, ‘તમને જ્યારે એમ લાગે કે તમે જીવનમાં ક્યાંક અટકી રહ્યા છો, સંબંધોમાં અડચણ આવે છે, વારંવાર મેડિકલ સમસ્યાઓ આવી રહી છે જેના કારણો ડોકટરો સમજાવી શકતા નથી, લાઈફસ્ટાઈલ ડિસીસ સિવાયના બધા જ સાયકોસૉમેટિક રોગો માટે, ભાવનાત્મક ક્ષેત્રે ગૂંગળામણ અનુભવવી, વગેરે જેવા બીજા ઘણા પ્રશ્નો, કે જેના જવાબો તમને સામાન્ય રીતે મળતા નથી ત્યારે તમે પાસ્ટ લાઈફ રીગ્રેશન થેરેપીની મદદ લઈ શકો છો.’
પાસ્ટ લાઈફ રીગ્રેશન થેરેપી કોને માટે જરૂરી છે?
આનો જવાબ આપતાં ધારાબેન કહે છે કે, ‘આપણે બધાં આ પૃથ્વી ઉપર કંઇક શીખવા માટે જ આવ્યાં છીએ. નહીં તો આપણે અહીં ફરીથી આવવાની જરૂર જ નહોતી. વર્તમાન જીવનમાં જો તમને ખબર છે કે તમે પૃથ્વી ઉપર શા માટે આવ્યો છો તો તમારે પાસ્ટ લાઈફ રીગ્રેશન કરાવવાની કઈં જરૂર નથી. પરંતુ ૯૯ ટકા લોકોને પોતાના જીવનનો હેતુ ખબર નથી હોતો. આપણે ચોક્કસ રીતે ફક્ત પૈસા કમાવવા કે પૈસાથી ખરીદી શકાતા ભોગો ભોગવવા નથી આવ્યા. અહીં પહેલાનાં જન્મો દરમિયાન કરેલા કર્મો કાપવા આવ્યા છીએ. અવચેતન મન ભગવાને આપ્યું જ એટલા માટે છે કે તમે અવચેતન મનની મદદથી તમારી પોતાની જાતને સમજી શકો, તમારા પ્રશ્નો ઉકેલી શકો અને આ પૃથ્વી પરની તમારી ભવિષ્યની યાત્રાને સફળ બનાવી શકો.’
સિડનીઃ પશ્ચિમી ઓસ્ટ્રેલિયાના દક્ષિણ-પશ્ચિમમાં ચેનેસ તટ પર રાતથી ફસાયેલી 51 વ્હેલ માછલીનાં મોત થયાં છે. રાજ્યના જૈવ વિવિધતા, સંરક્ષણ અને આકર્ષણ વિભાગ (DBCA)એ પુષ્ટિ કરતાં કહ્યું હતું કે પાર્ક અને વન્યજીવ સેવા કર્મચારીઓ દિવસ દરમ્યાન બાકીની 46 વ્હેલ માછલીઓને ઊંડા પાણીમાં લાવવાના પ્રયાસ કરવા માટે રજિસ્ટર્ડ સ્વયંસેવકો અને અન્ય સંગઠનોની સાથે ભાગીદારીમાં કામ કરી રહ્યા છે. એણે જનતાથી સુરક્ષાની ચિંતાઓને ધ્યાનમાં રાખતાં સમુદ્ર કિનારાથી દૂર રહેવાનો આગ્રહ કર્યો છે.
ચેનસ બીચ કારવા પાર્કેં ઉલ્લેખ કર્યો હતો કે DBCA દ્વારા એક ઘટના મેનેજમેન્ટ ટીમની સ્થાપના કરવામાં આવી છે. પાર્કે સોશિયલ મિડિયા પર કહ્યું હતું કે DBCAના અનુભવી કર્મચારીઓને હાલમાં તહેનાત કરવામાં આવી રહ્યા છે, જેમાં પર્થ પ્રાણી સંગ્રહાલયના ડોક્ટર અને સમુદ્રી જીવ વિશેષજ્ઞ, જહાજો અને સ્લિંગ સહિત વિશેષ ઉપકરણોની સાથે સામેલ છે.
DBCAને રિપોર્ટ મળ્યો હતો કે લાંબા પાંખવાળા પાઇલટ વ્હેલનું એક મોટું ઝુંડ ચેનેસની વચ્ચે આશરે 150 મીટર એકત્ર થયું છે. પશ્ચિમી ઓસ્ટ્રેલિયાની રાજ્ય સરકારે મોટા પાયે વ્હેલ ફસાયાની ઘટનાને કારણે શાર્ક એલર્ટ જારી કરવામાં આવ્યું હતું, કેમ કે સંભવિત મૃત અને ઘાયલ શાર્કને કિનારે આવવા માટે આકર્ષિત કરી શકે છે.
મુંબઈઃ બહુપ્રતિક્ષિત હિન્દી ફિલ્મ ‘જવાન’ના પહેલા ગીત ‘ઝિંદા બંદા’ લોન્ચિંગ પૂર્વે નિર્માતાઓએ જાહેર કર્યું હતું કે આ ગીત રોમહર્ષક હશે, કારણ કે એમાં શાહરૂખ ખાન 1000થી પણ વધારે મહિલા ડાન્સર્સ સાથે ડાન્સ કરશે. આ ગીત માટે અનિરુદ્ધે સંગીત આપ્યું છે. જવાનના ટ્રેલરમાં આ ગીતની એક ઝલક જોવા મળે છે. આ ગીત ઈન્ટરનેટ પર ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં રિલીઝ કરાય એવી ધારણા છે.
આ ગીતનું શૂટિંગ ચેન્નાઈમાં કરવામાં આવ્યું હતું અને તે પાંચ દિવસ સુધી ચાલ્યું હતું. 1000થી વધારે મહિલા ડાન્સરોને ચેન્નાઈ, હૈદરાબાદ, બેંગલુરુ, મદુરાઈ, મુંબઈ અન્યત્રથી બોલાવવામાં આવી હતી. આ ગીતના ફિલ્માંકન પાછળ 15 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.
‘જવાન’ ફિલ્મ આ વર્ષની 7 સપ્ટેમ્બરે હિન્દી, તામિલ અને તેલુગુ ભાષાઓમાં થિયેટરોમાં રજૂ થવાની છે. ફિલ્મમાં શાહરૂખ ખાન ઉપરાંત નયનતારા અને વિજય સેતુપતિ મુખ્ય ભૂમિકાઓમાં છે જ્યારે દીપિકા પદુકોણ એક ખાસ ભૂમિકામાં છે. અન્ય કલાકારો છેઃ સાન્યા મલ્હોત્રા, પ્રિયામણી, ગિરીજા ઓક, સંગીતા ભટ્ટાચાર્ય, લેહર ખાન, રિદ્ધિ ડોગરા, સુનિલ ગ્રોવર, મુકેશ છાબરા.
લંડનઃ ઇન્ગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી એશિઝ સિરીઝ હવે પૂરી થવામાં છે. પાંચ મેચોની સિરીઝની છેલ્લી મેચ ગુરુવારથી ઇંગ્લેન્ડના ઓવલમાં રમાવાની છે. છેલ્લી ટેસ્ટ મેચના પ્રારંભ પહેલાં ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ વોને આશ્ચર્યચકિત કરનારું નિવેદન આપ્યું છે.
ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ વોને કહ્યું હતું કે ઓવલ ટેસ્ટ ડેવિડ વોર્નરની કેરિયરનો અંત છે અને સ્ટીવ સ્મિથ માટે પણ આ સ્થળે છેલ્લી ટેસ્ટ હોઈ શકે. જોકે તેમણે એ પણ કહ્યું હતું કે આ એક અફવા પણ હોઈ શકે છે.ચોથી ટેસ્ટના પાંચમા દિવસે વરસાદ પડ્યો હતો, ત્યારે વોને કહ્યું હતું કે વરસાદના દિવસોમાં આવું હંમેશાં થાય છે, જ્યારે પત્રકાર થોડા કંટાળી જાય છએ અને કેટલાક લોકો ગુસપુસ કરવાનું શરૂ કરે છે, પણ ગોસિપ હતી કે અને મને નથી માલૂમ પણ વોર્નરની ઓવલમાં છેલ્લી મેચ છએ અને તે નિવૃત્તિ પણ લે એવી શક્યતા છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે હું આ બાબતે નિશ્ચિત નથી, પણ સ્ટીવ સ્મિથ વિશે જોરદાર ગોસિપ હતી કે ઓવલમાં ઓસ્ટ્રેલિયા તરફથી તેને છેલ્લી તક મળી શકે. જોકે આ માત્ર શક્યતા છે. વોર્નરે પહેલાં જ આગામી વર્ષના પ્રારંભમાં પાકિસ્તાન વિરુદ્ધ સિડની ટેસ્ટ બાદ ટેસ્ટ ક્રિકેટથી સંન્યાસ લેવાની યોજનાની ઘોષણા કરી હતી. જોકે સ્મિથની પાસે હજી કેટલાંક વર્ષો બાકી છે. જોકે આગામી વખત તે રમશે તો એ ઇંગ્લેન્ડમાં તેની છેલ્લી ટેસ્ટ સિરીઝ હોઈ શકે. હવે પછીની એશિઝ 2027માં રમાશે.
નવી દિલ્હીઃ સંસદના ચોમાસુ સત્રનો આજે પાંચમો દિવસ છે. મણિપુર મુદ્દે કોંગ્રેસે સરકારની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ પાઠવી છે. આ સિવાય BRS પાર્ટી દ્વારા પણ મણિપુર મુદ્દે અલગથી અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી છે. કોંગ્રેસનું કહેવું છે કે સરકાર પરથી લોકોનો વિશ્વાસ તૂટી રહ્યો છે. અમે ઇચ્છીએ છીએ કે વડા પ્રધાન મોદી મણિપુર પર પ્રતિક્રિયા આપે, પરંતુ તેઓ વાત નથી સાંભળતા. આવામાં અમે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનો નિર્ણય કર્યો છે. લોકસભામાં વિપક્ષ દ્વારા ભારે હંગામો કરવામાં આવ્યો છે. લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા મંજૂરી આપવામાં આવી છે. જોકે સ્પીકરે કહ્યું છે કે ચર્ચા કર્યા પછી તારીખ જાહેર કરવામાં આવશે.
વાસ્તવમાં મણિપુરમાં ત્રીજી મેથી હિંસા જારી છે. મણિપુર મુદ્દે ચોમાસુ સત્રમાં હંગામો જારી છે. વિપક્ષ આ મુદ્દે વડા પ્રધાન મોદીને સંસદમાં નિવેદન અને વિસ્તૃત ચર્ચાની માગ કરી રહ્યો છે, જ્યારે સરકાર ગૃહપ્રધાન અમિત શાહના જવાબની સાથે મર્યાદિત સમય માટે તૈયાર છીએ, પરંતુ વિપક્ષ આ મુદ્દા પર વડા પ્રધાન મોદીના નિવેદન પર અડ્યો છે. આવામાં સંસદનાં બંને ગૃહોમાં સરકાર અને વિપક્ષની વચ્ચે અવરોધ છે. વિપક્ષના હંગામા વચ્ચે રાજ્યસભાને બપોર સુધી સ્થગિત કરવામાં આવી હતી.
વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ કેમ?
મોદી સરકાર બહુમતમાં છે. આવામાં એ સ્પષ્ટ છે કે વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ ટકી નહીં શકે, તેમ છતાં વિપક્ષનું માનવું છે કે અવિશ્વાસ પ્રસ્તાવ વખતે વડા પ્રધાને સંસદમાં ગૃહમાં જવાબ આપવો પડશે. વિપક્ષ જાણે છે કે આ પ્રસ્તાવ પાસ નહીં થાય, તેમ છતાં લોકસભામાં લાવવામાં આવે છે.
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 60 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,95,392 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.
દેશમાં અત્યાર સુધી 5,31,915 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,62,008 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 40 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1469એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 42,895 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.35 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.
દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,51,454 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 563 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે; એક પ્રકારના ભાવ-પ્રધાન કહેવાય છે–આ લોકો માત્ર તેમની લાગણીઓ દ્વારા દોરવાય છે. બીજો પ્રકાર છે જ્ઞાન-પ્રધાન –આ લોકો હકીકત અને તર્ક દ્વારા દોરવાય છે, અને જ્ઞાન/માહિતી પર આધારિત રહીને નિર્ણય લે છે. તમારે મસ્તિષ્ક અને હ્રદય બન્નેની જાળવણી કરવી જોઈએ. તમારે જીવનમાં આગળ વધવા એ બન્નેનો સમન્વય સાધવો જોઈએ. એ રીતે તમે જીવનમાં પરિપૂર્ણતા લાવી શકો છો. કેટલાક લોકોની લાગણીઓ બહુ પ્રબળ હોય છે,અને તેઓ બધી બાબતોમાં બહુ લાગણીશીલ હોય છે. જ્યારે બીજી બાજુએ કેટલાક લોકો કુદરતી રીતે વિચારશીલ હોય છે.
જો તમે માત્ર તમારી લાગણીઓ પર આધાર રાખો છો,અને જ્ઞાન/માહિતી પર નહીં,તો તમે ઝડપથી ગેરમાર્ગે દોરવાઈ શકો છો અને લાગણીમાં ખેંચાઈ જઈ શકો છો. જ્યારે બીજી બાજુએ,જો તમે માત્ર વિચાર જ કરો છો અને તમારી લાગણીઓને લક્ષ્યમાં લીધા વગર નિર્ણાયક થાવ છો તો તમારા જીવનમાંથી ઉત્સાહ જ તો રહે છે અને શુષ્ક બની જાય છે. પછી તમારા જીવનમાં કોઈ રસ બચતો નથી. માટે તમારે મસ્તિષ્ક (તર્ક,બુધ્ધિ અને જ્ઞાન/માહિતીનું સ્થાન) અને હ્રદય(લાગણીઓનું કેન્દ્ર) બન્નેની જાળવણી કરવી પડે.
જીવનમાં આગળ વધવા માટે તમારે એ બેયનું સંયોજન કરવું પડે. આ રીતે તમે તમારા જીવનમાં પરિપૂર્ણતા લાવી શકો છો. જો તમે પોતાની લાગણીઓથી દોરવાતા લોકોના સંસર્ગમાં આવો અને તેમની સાથે શરણાગતિ તથા પ્રેમની વાતો કરો તો તેની તેમના પર બહુ સરસ અસર થશે. પરંતુ જો તમે કોઈ વૈજ્ઞાનિક પાસે જઈને (એવી વ્યક્તિ કે જે બૌધિક છે,જે હકીકત તથા તર્ક દ્વારા દોરવાય છે ) પ્રેમ અને શરણાગતિની વાતો કરશો તો તે તેને નહીં સમજી શકે. તે એવું કહેશે કે તમારા મગજમાં કંઈક ભાવનાત્મક કે રાસાયણિક અસંતુલન થયું લાગે છે! આમ આ પ્રકારના લોકો દરેક બાબતને જ્ઞાનના કાચ થકી જોતા હોય છે છતાં, એ લોકો પણ એ જ તત્વ (એ જ શુધ્ધ ચેતના)ને સમર્પિત હોય છે. એક વૈજ્ઞાનિક તમને કહેશે કે આ દુનિયાની તમામ વસ્તુઓ એક જ ચીજની બનેલી છે. તે બધી માત્ર એકના એક જ તત્વ કે સિધ્ધાંતની બનેલી છે. આ એ જ સિધ્ધાંત છે જે આ સર્જનના અનેક વિવિધ સ્વરૂપોમાં વ્યાપ્ત છે.
આ સમજવા માટે આપણે કેળાનું એક સાદું ઉદાહરણ જોઈ શકીએ. તમને ખબર છે દુનિયામાં કેટલા પ્રકારના કેળા અસ્તિત્વ ધરાવે છે? દક્ષિણ ભારતમાં લાલ રંગના પણ કેળા મળે છે. તમે ક્યારેય લાલ કેળું જોયું છે? લીલા રંગના કેળા પણ મળે છે જે નાના કદના હોય છે. તેમને ઈલાયચી કેળા કહેવાય છે. આ બધા કેળા જ છે. પરંતુ દરેકના કદ, રંગ અને સુગંધ અલગ અલગ હોય છે. આ જ રીતે સફરજનમાં હોય છે. સફરજનની પણ અનેકવિધ જાત જોવા મળે છે. પીળા, લીલા, લાલ, વિગેરે. સિમલામાં જોવા મળતા સફરજન કાશ્મીરના સફરજન કરતાં અલગ હોય છે. આ રીતે તમને તમારી આસપાસના પુષ્પો, ફળો અને શાકભાજીઓમાં ઘણું વૈવિધ્ય જોવા મળશે. માણસોની બાબતમાં પણ આ જ પ્રમાણે હોય છે.
માણસોના અનેક પ્રકાર છે. કોઈ બે વ્યક્તિ સરખી નથી હોતી. દરેક વ્યક્તિ વિશિષ્ટ અને અન્યોથી અલગ હોય છે. અને તેમના રીતભાત તથા લાગણીઓ પણ અલગ અલગ હોય છે. એ જ રીતે તે સૌ અલગ પ્રકારનું જ્ઞાન અને વિચારો ધરાવે છે. કેટલાક લોકોની લાગણીઓ પ્રબળ હોય છે અને તેઓ તેમની આસપાસની બધી બાબતો માટે એકદમ લાગણીશીલ હોય છે. બીજી તરફ, કેટલાક લોકો કુદરતી રીતે વિચારશીલ હોય છે. તેઓ વિચારે છે, દરેક બાબતના સારા-નરસા પાસા જુએ છે અને પછી સંજોગો પ્રમાણે નિર્ણાયક બને છે. આ બન્ને(લાગણીઓ અને જ્ઞાન/માહિતી) કોઈ પણ વ્યક્તિના જીવનના ખૂબ અગત્યના પાસા છે, અને બન્ને જરૂરી છે.
(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)