Home Blog Page 2666

જાવેદ અખ્તર અને કંગના રનૌત વચ્ચે ઝઘડો વધ્યો

બોલિવૂડ અભિનેત્રી અને ગીતકાર જાવેદ અખ્તરની કાનૂની લડાઈ વિશે દરેક જણ જાણે છે. હવે આ કેસમાં નવો વળાંક આવ્યો છે. કોર્ટે ગીતકાર જાવેદ અખ્તર સામે સમન્સ જાહેર કરીને તેમને કોર્ટમાં હાજર થવા જણાવ્યું છે. ગીતકાર 5 ઓગસ્ટે કોર્ટમાં હાજર થવાનો છે. કોર્ટે સ્વીકાર્યું છે કે કેસ કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં ગીતકારની મુશ્કેલીઓ વધી શકે છે. જણાવી દઈએ કે કંગનાએ જાવેદ અખ્તર વિરુદ્ધ મુંબઈની મેજિસ્ટ્રેટ કોર્ટમાં અપરાધિક ધમકી અને અપમાનનો આરોપ લગાવીને કેસ દાખલ કર્યો હતો.

5 ઓગસ્ટે કોર્ટમાં હાજર થવા આદેશ

કંગનાના વકીલે એક ખાનગી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે કોર્ટે સ્વીકાર્યું છે કે ગુનાહિત ધાકધમકી અને અપમાન અપરાધની શ્રેણીમાં આવે છે અને આવા કિસ્સામાં કેસ કરવામાં આવે છે. જાવેદ પર ભારતીય દંડ સંહિતાની કલમ 509 (મહિલાની નમ્રતાનું અપમાન) અને કલમ 506 (ગુનાહિત ધમકી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને કોર્ટે આ માટે ગીતકારને સમન્સ પાઠવ્યું છે. ગીતકારે 5 ઓગસ્ટે મુંબઈની કોર્ટમાં હાજર થવું પડશે.

શું છે સમગ્ર મામલો?

કંગનાએ જાવેદ પર આરોપ લગાવ્યો હતો કે તેણે તેને ઘરે બોલાવીને તેનું અપમાન કર્યું છે. એક ઈન્ટરવ્યુમાં અભિનેત્રીએ ખુલાસો કર્યો હતો કે જાવેદ ઈચ્છે છે કે તેનો અને રિતિકનો મામલો જલદી ઉકેલાઈ જાય. અભિનેત્રીએ જણાવ્યું કે જાવેદે તેને ધમકી આપી હતી કે તે આ મામલો બંધ કરી દે અને આ અંગે વાત ન કરે. તેઓ ઇચ્છતા ન હતા કે હું મીડિયા સામે વાત કરું… જોકે બાદમાં તેણે પોતે જ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. જણાવી દઈએ કે જાવેદે કંગના પર આરોપ લગાવ્યો હતો કે તે તેનું નામ લઈને મામલો મોટો કરવા માંગે છે, જ્યારે તેને તેની સાથે કોઈ લેવાદેવા નથી. તે માત્ર નામ બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે. જે બાદ કંગનાએ ગીતકાર વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.

ગુજરાત યુનિવર્સિટી માનહાનિ કેસઃ કેજરીવાલે સમન્સને પડકાર્યા

અમદાવાદઃ વડા પ્રધાન મોદીની ડિગ્રી મામલે સામસામે રાજકારણ રમાઈ રહ્યું છે. ગુજરાત યુનિવર્સિટી માનહાનિ કેસમાં દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે ખુદને સમન્સ જતાં સેશન્સમાં અરજી દાખલ કરી છે. તેમણે અરજી પર કોર્ટને રાજ્ય સરકાર અને યુનિવર્સિટીને નોટિસ જારી કરીને જવાબ માગ્યો છે. તેમણે યુનિવર્સિટી તરફથી અમદાવાદની નીચલી કોર્ટમાં દાખલ કરેલા માનહાનિ કેસમાં સમન્સ પર સવાલ કર્યા છે.

તેમણે સેશન્સમાં દાખલ કરેલી અરજીમાં સમન્સના પ્રકારને ખોટા ગણાવ્યા છે. કેજરીવાલ સિવાય રાજ્યસભા સાંસદ સંજય સિંહે પણ અમદાવાદની સિટી સિવિલ સેશન્સ કોર્ટમાં દાખલ કરી છે. કેજરીવાલે  વડા પ્રધાનની ડિગ્રી મામલે હાઇકોર્ટના ચુકાદામાં ખુદને દંડ લગાવવા વિરુદ્ધ પણ રિવ્યુ પિટિશન દાખલ કરી છે.

દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલની વિરુદ્ધ ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર દ્વારા અમદાવાદની નીચલી કોર્ટમાં માનહાનિ કેસ કરવામાં આવ્યો છે. એમાં અરવિંદ કેજરીવાલની સાથે રાજ્યસભાના સાસંદ સંજય સિંહને હાજર ખવા માટે સમન્સ આપ્યા છે. ગઈ સુનાવણી પર બંને નેતાઓએ દિલ્હીમાં પૂરનો હવાલો આપીને હાજર રહેવામાંથી છૂટ લીધી હતી. જેનો કોર્ટે સ્વીકાર કર્યો હતો. હવે અરવિંદ કેજરીવાલે સેશન્સમાં સમન્સની વિરુદ્ધ રિવિઝન અરજી કરી પડકાર્યા હતા અને કહ્યું હતું કે સમન્સના ઓથોરાઇઝેશન પ્રોપર નથી. યુનિવર્સિટી જે આધાર પર માનહાનિનો કેસ કર્યો છે, એ મામલો જ નથી બનતો. આ સિવાય કેજરીવાલે અરજીમાં કેટલાંય ટેક્નિકલ પાસાં દ્વારા માનહાનિ કેસમાં સમન્સ પર સવાલ ઊભા કર્યા છે.

 

 

 

 

 

ગિફ્ટ નિફ્ટીમાં એક જ દિવસમાં 8.5 અબજ ડોલરના ટર્નઓવરનો વિક્રમ સર્જાયો

મુંબઈ તા. 25 જુલાઈ, 2023: એનએસઈ ઈન્ટરનેશનલ એક્સચેન્જ (એનએસઈ આઈએક્સ) પરના ગિફ્ટ નિફ્ટી ડેરિવેટિવ્ઝમાં 24 જુલાઈએ 8.5 અબજ યુએસ ડોલરના મૂલ્યના 2.14 લાખ કોન્ટ્રેક્ટ્સનું વિક્રમજનક કામકાજ થયું હતું. ગિફ્ટ નિફ્ટી ડેરિવેટિવ્ઝના લોન્ચિંગ દિવસે (3 જુલાઈ, 2023) 1.21 અબજ ડોલરના 33,570 કોન્ટ્રેક્ટ્સનું ટર્નઓવર થયું હતું એની સરખામણીમાં ગયા સોમવારે વોલ્યુમમાં 530 ટકાનો અને ટર્નઓવરમાં 600 ટકાનો વધારો નોંધાયો હતો.

એસજીએક્સને બદલે એનએસઈ આઈએક્સ-એસજીએક્સ ગિફ્ટ કનેક્ટનો પ્રારંભ કરાયો એ પછી એનએસઈ આઈએક્સ પર સતત ટર્નઓવર વધી રહ્યું છે અને સોમવારે તો પ્રારંભથી અત્યાર સુધીમાં થયેલા ટર્નઓવરનો આંકડો 7,86,636 કોન્ટ્રેક્ટ સહિત 30.28 અબજ ડોલરનો થઈ ગયો હતો.

ગિફ્ટ નિફ્ટી ગિફ્ટ્સ નિફ્ટી 50, ગિફ્ટ નિફ્ટી બેન્ક, ગિફ્ટ નિફ્ટી ફાઈનાન્સિયલ સર્વિસીસ અને ગિફ્ટ નિફ્ટી આઈટી ડેરિવેટિવ્ઝ કોન્ટ્રેક્ટ્સ એનએસઈ આઈએક્સ પર ઓફર કરે છે. લગભગ 21 કલાકમાં ગમે ત્યારે ટ્રેડિંગ કરી શકાય છે, જે સમયમાં એશિયા, યુરોપ અને અમેરિકાના ટ્રેડિંગ કલાકો આવરી લેવાયા છે. ગિફ્ટ નિફ્ટી એનએસઈ આઈએક્સ પર અમેરિકી ડોલરમાં નિફ્ટી ડેરિવેટિવ્ઝમાં સોદા કરવા માટેની પુષ્કળ પ્રવાહિતા અને સ્થળ પૂરું પાડે છે.

ગિફ્ટ નિફ્ટી કે જે ભારતીય ઈક્વિટી બજારની સીમાચિહ્નરૂપ વિકાસ ગાથા છે, તેમાં આંતરરાષ્ટ્રીય સહભાગીઓની સામેલગીરી વધતી જાય છે. ગિફ્ટ નિફ્ટીના ટ્રેડિંગમાં સામેલ થઈને સહભાગીઓએ આપેલા ટેકા બદલ અમે આભારી છીએ, એમ નેશનલ સ્ટોક એક્સચેન્જે જણાવ્યું હતું.

PM મોદી 27 જુલાઈએ ગ્રીનફીલ્ડ એરપોર્ટનું લોકાર્પણ કરશે

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી 27 જુલાઈએ રાજકોટની મુલાકાત લેશે. વડા પ્રધાન દ્વારા હીરાસર એરપોર્ટ ખુલ્લુ મૂકવામાં આવનાર છે. કલેકટર દ્વારા વડા પ્રધાનના કાર્યક્રમને લઈ જુદી-જુદી 27 જેટલી સમિતિ પણ બનાવવામાં આવી છે.  રાજકોટના રેસકોર્સ મેદાનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સભા પણ સંબોધશે. વહીવટી તંત્ર તેમ જ શહેર ભાજપ અને જિલ્લા ભાજપ દ્વારા પણ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર એસટી તંત્રને પણ 27 જુલાઈએ 1000 જેટલી બસ આરક્ષિત રાખવા પણ જણાવવામાં આવ્યું છે. શહેર ભાજપ સંગઠન તેમ જ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા મીટિંગ યોજવામાં આવશે. વડા પ્રધાન 27 જુલાઈએ જ જેસલમેર મેડિકલ કોલેજનો શિલાન્યાસ કરશે. મેડિકલ શિક્ષણ વિભાગના પ્રમુખ શાસન સચિવ ટી. રવિકાંતે જેસલમેર કલેક્ટર અને PMOને VCના માધ્યમથી માહિતી આપીને તૈયારીઓ કરવા માટે નિર્દેશ આપ્યા છે. વડા પ્રધાન મોદી ચિતોડગઢ, સિરોહી, ધોલપુર અને શ્રીગંગાનગર મેડિકલ કોલેજનું લોકાર્પણ કરશે. આ શિલાન્યાસમાં બુંદી, સવાઇ માધોપુર, કરોલી, ઝુંઝનુ, બારાં ટોંક અને જેસલમેર મેડિકલ કોલેજ સામેલ છે. વડા પ્રધાન સીકરથી મેડિકલ કોલેજોનું લોકાર્પણ અને શિલાન્યાસ VCના માધ્યમથી કરશે.

વડા પ્રધાને સાત ઓક્ટોબર, ૨૦૧૭એ ચોટીલા પાસે આવેલા હીરાસર ગામમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટના નિર્માણ અર્થે ભૂમિપૂજન કર્યું હતું. હવે સૌરાષ્ટ્ર તથા ગુજરાતના આર્થિક વિકાસની ઉડાનને નવી ગતિ આપનારા આ એરપોર્ટનું તેમના વરદ હસ્તે લોકાર્પણ થવાનું છે, ત્યારે સૌરાષ્ટ્રના લોકોમાં ઉત્સાહનો માહોલ છે.

 

 

 

‘ઓપનહાઈમર’ના ભગવદ્દ ગીતા સેક્સ દ્રશ્યનો નીતિશ ભારદ્વાજે બચાવ કર્યો

મુંબઈઃ બ્રિટિશ-અમેરિકન ફિલ્મ નિર્માતા ક્રિસ્ટોફર નોલનની ફિલ્મ ‘ઓપનહાઈમર’ તાજેતરમાં જ ભારત સહિત દુનિયાભરમાં રિલીઝ થઈ છે, પરંતુ તેના એક દ્રશ્યએ ભારતમાં વિવાદ જગાવ્યો છે અને હિન્દૂઓમાં રોષની લાગણી ફેલાવી છે. ફિલ્મના એક દ્રશ્યમાં, ઓપનહાઈમરની ભૂમિકા ભજવતા સિલિયન મર્ફી ફ્લોરેન્સ પ્યૂગ નામની એક મહિલા પાત્ર સાથે સેક્સ કરતી વખતે ભગવદ્દ ગીતાના શ્લોક વાંચે છે. આ દ્રશ્યએ ભારતનાં લોકોને અપસેટ કરી દીધા છે.

અનેક ફિલ્મ કલાકારો અને નેતાઓએ ‘ઓપનહાઈમર’ના નિર્માતાની ટીકા કરી છે, પરંતુ ‘મહાભારત’ ટીવી સિરિયલમાં ‘શ્રીકૃષ્ણ’ની ભૂમિકા ભજવનાર અભિનેતા નીતિશ ભારદ્વાજે વિવાદાસ્પદ દ્રશ્ય વિશે જુદો મત ધરાવે છે. એક ઈન્ટરવ્યૂમાં એમણે કહ્યું છે, ‘દ્રશ્ય વખતે ઓપનહાઈમરની ભાવનાત્મક મનઃસ્થિતિને સમજવાની જરૂર છે. કોઈ વૈજ્ઞાનિક ચોવીસ કલાક, 365 દિવસ એના સર્જન વિશે જ વિચારમગ્ન રહેતો હોય છે. એની શારીરિક ક્રિયા માત્ર એક કુદરતી યાંત્રિક ક્રિયા સમાન હોય છે.’

વેસ્ટ ઇન્ડિઝે ODI સિરીઝ માટે ટીમનું એલાન કર્યું

ત્રિનિદાદઃ ટીમ ઇન્ડિયાએ વેસ્ટ ઇન્ડિઝ સામે ટેસ્ટ સિરીઝ 1-0થી જીત્યા પછી બીજી ટેસ્ટ ડ્રોમાં ગઈ હતી, કેમ કે પોર્ટ ઓફ સ્પેનમાં અંતિમ દિવસે વરસાદને લીધે મેચ નહોતી થઈ થકી. હવે બંને ટીમો વચ્ચે ODI સિરીઝ 27 જુલાઈ ગુરુવારથી શરૂ થઈ રહી છે. BCCI પહેલાં જ વનડે સિરીઝ માટે ટીમની જાહેરાત કરી ચૂક્યું છે. હવે વેસ્ટ ઇન્ડિઝે ODI સિરીઝ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે.

ટીમ ઇન્ડિયાની વિરુદ્ધ વનડે સિરીઝ માટે વેસ્ટ ઇન્ડિઝ ટીમમાં કેટલાક ક્રિકેટરોની વાપસી થઈ છે તો કેટલાક સિનિયર ક્રિકેટરોને ટીમની બહારનો રસ્ત દેખાડવામાં આવ્યો છે. જેમાં નિકોલસ પૂરન અને જેસન હોલ્ડર છે- જેમનો ટીમમાં સમાવેશ કરવામાં નથી આવ્યો. IPL 2023માં સારો દેખાવ કરનાર શિમરન હેટમાયરની ટીમમાં વાપસી થઈ છે. ભારતની સામે વનડે સિરીઝ માટે વેસ્ટ ઇન્ડિઝ ટીમની કેપ્ટનશિપ વિકેટકીપર શાઇ હોપ કરશે. જ્યારે રોવમેન પોવેલને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ સિવાય ટીમમાં કેટલાક ઇજાગ્રસ્ત ક્રિકેટરોની વાપસી થઈ છે. જેમાં ઝડપી બોલર જેડન સીલ્સ, લેગ સ્પિનર યાનિક કારિયા અને સ્પિનર ગુડાકેશ મોતી સામેલ છે.

 વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટના મુખ્ય પસંદગીકારે કહ્યું હતું કે ઓશાને થોમસ અને શિમરન હેટમાયરની વાપસીથી ખુશ છું. બંને પહેલાં જ ઇન્ટરનેશનલ સ્તરે રમી ચૂક્યા છે.હાલ બંને ક્રિકેટરો ટીમના પરત ફર્યા છે. હેટમાયર ફિનિશરની ભૂમિકા ભજવી શકે છે. તેના આવવાથી મધ્યમ ક્રમ મજબૂત થશે.  

 

 

 

‘માતા-પિતાએ સંતાનોને સંસ્કૃતિના મૂળ સુધી લઈ જવાનો પ્રયાસ કરવો જોઈએ’

મુંબઈઃ ‘ગર્વ સે કહો હમ હિંદુ હૈ…. આટલા વિધાન માત્રથી નહી ચાલે, આપણે આને સાર્થક કરવા અને આપણી નવી પેઢીને આનો સાચો અર્થ સમજાવવા ખુદ ભગવદ ગીતા, વેદ-ઉપનિષદનો અભ્યાસ કરવો જોઈશે અને આપણા સંતાનો-નવી પેઢીને પણ કરાવવો જોઈશે.’ આ વેધક અને વિચારપ્રેરક વિધાન ડો.સુનિલ શાસ્ત્રીએ કર્યુ હતું. તેમણે ઉમેર્યુ હતું કે માતા-પિતા તેમના સંતાનોને સ્કૂલમાં શું શીખવા મળ્યું એ ચોક્કસ પૂછે છે, કિંતુ તેમને આપણી સંસ્કૃતિના મૂળ સુધી લઈ જવાનો પ્રયાસ કરતા નથી.

કે.ઈ.એસ. (કાંદિવલી એજ્યુકેશન સોસાયટી) સંચાલિત ગુજરાતી ભાષા ભવન અને કળા-સાહિત્ય, સંસ્કૃતિના પ્રસાર માટે કાર્યરત સંસ્થા ‘સંવિત્તિ’ના સંયુક્ત ઉપક્રમે ‘મહાભારતના સભાપર્વ’  વિશે ગયા શનિવારે યોજાયેલા એક વ્યાખ્યાનમાં ડો.સુનિલ શાસ્ત્રીએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દે એવી અસ્ખલિત વાણીમાં આ સભાપર્વનો સાર બહુ જ સરળ છતાં ગહન રીતે સમજાવ્યો હતો. મહાભારતના યુધ્ધના બીજ આ સભાપર્વમાં રોપાયા હતા એમ જણાવતા તેમણે કહ્યું હતું કે આ સભાપર્વ આપણને ખૂબ જ ઊંડી સમજ આપે છે, જેથી દરેકના જીવનમાં તેનો અભ્યાસ મહત્ત્વનો છે.

અનેક પ્રસંગોની બારીક સમજ

મહાભારત-ગીતાના ઊંડા અભ્યાસી, વિચારક-ચિંતક હોવાછતાં પોતાને માત્ર એક વિધાર્થી તરીકે ઓળખાવાતા ડો. સુનિલ શાસ્ત્રીએ યુધિષ્ઠિરની રાજસૂય સભામાં કેવો માહોલ સર્જાયો, નારદમુનિએ યુધિષ્ઠિર સમક્ષ કેવા-કેવા સવાલો મૂક્યા?, જરાસંધ અને શિશુપાલનો શ્રીકૃષ્ણ અને પાંડવો સામેનો વિરોધ અને એ બંનેના અંત કઈ રીતે આવ્યા? સભામાં દ્યૂત કેવા સંજોગોમાં રચાયા, કઈ રીતે કપટ થયા અને તેનો ભોગ પાંડવો કેટલી હદે બન્યા અને દ્રૌપદીના ચીરહરણ સમયે સર્જાયેલા સંવેદનશીલ અને ગંભીર વાતાવરણમાં કોણે-કોણે કેવા નિવદેન કર્યા, વગેરે સમાન મુદા આ વ્યાખ્યાનમાં આવરી લેવાયા હતા. વિનાશકાળે વિપરિત બુધ્ધિના સંકેત આમાંથી કઈ રીતે મળે છે એનો ઈશારો તેમણે કર્યો હતો.

નારદજીનો મહત્ત્વનો ઉપદેશ

કાંદિવલીની કે.ઈ.એસ. ઈન્ટરનેશનલ સ્કૂલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં શ્રોતાઓની ભરપુર હાજરી વચ્ચે આ વ્યાખ્યાન સત્ર બે ભાગમાં વહેંવાયેલું હતું. સુનિલભાઈની વાણી અને સાવ નોખી શૈલીમાં સમજાવાયેલા સભાપર્વના દરેક પ્રસંગોમાં શ્રોતાઓ જાણે એ કાળમાં ચાલ્યા જઈ તેની અનુભુતિમાં ઉતરી ગયા હોવાની લાગણી આખરમાં વ્યક્ત થઈ હતી. સુનિલભાઈએ પ્રત્યેક પ્રસંગોને આજના સંદર્ભમાં પણ સમજાવ્યા હતા. નારદજીની નોખી ઓળખાણ આપી તેમણે નારદજીને ખરા અર્થમાં બિરદાવ્યા હતા. નારદજીના સવાલોમાં રાજા કેવો હોવો જોઈએ તેનો સૌથી મોટો ઉપદેશ કઈ રીતે હતો એની વિસ્તૃત સમજ તેમણે આપી હતી. દ્યૂતની રમતમાં પાંડવોની થયેલી કારમી હારથી લઈ દ્રૌપદીના ચિરહરણના પ્રસંગોના વર્ણન વખતે તો શ્રોતાઓમાં પણ સન્નાટો છવાઈ ગયો હતો. જોકે અંતમાં સહુ મહાભારતના સભાપર્વની સમજ ઉપરાંત જીવનમાં તેના મહત્વના સંદેશને લઈ ઊભા થયા હતા.

આ કાર્યક્રમમાં ડો.સુનિલ શાસ્ત્રીનો પરિચય ‘સંવિત્તિ’ના સ્થાપક સભ્ય હાર્દિક ભટ્ટે આપવા સાથે વિષયની પૂર્વભૂમિકા પણ બાંધી હતી. હાર્દિક ભટ્ટે  धर्मे चार्थे च कामे च मोक्षे च भरतर्षभ ।

यदिहास्ति तदन्यत्र यन्नेहास्ति न तत्क्वचित्।। આ શ્લોક સાથે તેનો ભાવાર્થ કહ્યો હતોઃ ધર્મ, અર્થ, કામ અને મોક્ષના વિષયમાં જે અહીં (મહાભારતમાં) કહેવાયું હશે તે અન્યત્ર હશે. જે અહીં (મહાભારતમાં) કહેવાયું નથી તે અન્યત્ર પણ નહીં હોય.

આ પ્રસંગે જાણીતા સાહિત્યકાર-વિચારક-ચિંતક ડો. દિનકર જોશી સહિત કાંદિવલીના અગ્રણી ડો. દિલીપ રાયચુરા અને અનેક વિચારપ્રેમી શ્રોતાઓએ હાજરી આપી હતી. સંવિત્તિના સ્થાપક સભ્ય કીર્તિભાઈ શાહ અને મયુર દવેએ આયોજનમાં પાયાની ભૂમિકા ભજવી હતી.

ચિરીપાલ ગ્રુપ દ્વારા રક્તદાન મહા-અભિયાનનું આયોજન

ગુજરાતના જાણીતા ઉદ્યોગ સમૂહ ચિરીપાલ ગ્રુપ દ્વારા રેડ ક્રોસ, પ્રથમા, અને ઝાયડસ હોસ્પિટલ બ્લડબેંકના સહયોગ સાથે રક્તદાન મહા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. 15 દિવસ ચાલનાર આ મલ્ટિલોકેશનલ રક્તદાન અભિયાનમાં ચિરીપાલ ગ્રુપના સેંકડો કર્મચારીઓ ભાગ લઈ રહ્યા છે, આ અભિયાનમાં અત્યાર સુધીમાં સંસ્થાના કર્મચારીઓ દ્વારા 3000થી વધુ યુનિટ રક્તદાન કરાયુ છે.

રક્તદાન એ સૌથી મહાન દાનમાંનું એક છે અને તે સમાજ પર હકારાત્મક અસર કરે છે તે બાબત પર આ વાર્ષિક અભિયાનમાં ભાર મૂકવામાં આવ્યો છે. સપોર્ટ લોકલ કોમ્યુનિટી અને સ્પિરિટ ઓફ ગીવિંગના જુસ્સા સાથે શરૂ કરવામાં આવેલા અભિયાનમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ચિરીપાલ ગ્રૂપના સમર્પિત કર્મચારીઓ તરફથી આ વાર્ષિક રક્તદાન અભિયાનને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે.

આ અભિયાન વિશે જણાવતા, ચિરીપાલ ગ્રુપના યૂવા પ્રમોટર “રોનક ચિરીપાલે” કહ્યું કે, ”ચિરીપાલ ગ્રુપને પોતાના આવા સમર્પિત અને કરુણાસભર કર્મચારીઓ માટે ગર્વ છે. અમે સમાજને પાછું આપવામાં માનીએ છીએ, અને આ બ્લડ ડોનેશન ડ્રાઇવ અમારી પ્રતિબદ્ધતાનો પુરાવો છે. અમારા કર્મચારીઓનો જબરજસ્ત પ્રતિસાદ તેમની ઊંડી સહાનુભૂતિ અને અન્યોના જીવન પર સકારાત્મક પ્રભાવ પાડવાની ઇચ્છા દર્શાવે છે. જીવન બચાવવાના આ સામૂહિક પ્રયાસનો એક ભાગ બનવા બદલ અમને આનંદ છે.

ઇસ્ટ ઇન્ડિયા, PFI, ઇન્ડિયન મુજાહિદ્દીનમાં પણ ‘INDIA’: મોદી

નવી દિલ્હીઃ ચોમાસુ સત્રમાં મણિપુર પર જારી સંગ્રામની વચ્ચે ભાજપની સંસદીય દળની બેઠક થઈ હતી. આ બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધિત કરી હતી. વડા પ્રધાને વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘INDIA’ નામ લગાવી લેવાથી કાંઈ નથી થતું. ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ પણ ઇન્ડિયા લગાવ્યું હતું અને ઇન્ડિયન મુજાહિદ્દીનના નામમાં પણ ઇન્ડિયા છે.

 તેમણે કહ્યું હતું કે વિપક્ષ દિશાહીન અને હતાશ છે. વિપક્ષના વલણથી એવું લાગી છે કે એને લાંબા સમયથી સત્તામાં આવવાની કોઈ ઇચ્છા નથી. તેમણે સંસદીય દળની બેઠકમાં 15 ઓગસ્ટે દરેક ઘરે ઝંડા લગાવવા માટેના કાર્યક્રમ વિશે માહિતી આપી હતી. તેમણે વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા પર કટાક્ષ કરતાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા જેવા નામનો હવાલો આપતાં કહ્યું હતું કે માત્ર દેશના નામનો ઉપયોગથી લોકોને ગુમરાહ ના કરી શકાય.

 વિપક્ષના આચરણથી માલૂમ પડે છે કે એણે વિપક્ષમાં રહેવાનું મન બનાવી લીધું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે લોકોના સમર્થનથી 2024ની ચૂંટણી પછી ભાજપ સત્તામાં વાપસી કરશે અને તેમની સરકારના આગામી કાર્યકાળમાં ભારતીય ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનશે. એમ તેમણે કહ્યું હતું.ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે અમને અમારા વડા પ્રધાન પર ગર્વ છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના એક વિદેશી નાગરિકે કરી હતી.

 

 

 

 

અંજુ પતિને કહ્યા વગર પાકિસ્તાન ગઈ છેઃ પિતા

જયપુરઃ પાકિસ્તાની મહિલા સીમા હૈદર અને સચિન મીણાની ચર્ચિત લવ સ્ટોરીની વચ્ચે રાજસ્થાનની અંજુ ન્યૂઝમાં છે. તે પોતાના પાકિસ્તાની મિત્રથી મળવા પહોંચી છે. આ મામલાને સીમા હૈદર સાથે જોડવામાં આવી રહ્યો છે. તેના પાકિસ્તાની મિત્ર નસરુલ્લાએ કર્યો છે. લવ અફેરની વાત નકારતાં તેણે કહ્યું હતું કે અંજુ વિઝા પૂરા થતા તે ભારત પરત ફરશે.

રાજસ્થાનમાં રહેતી અંજુ પ્રેમીને મળવા લાહોરમાં ગઈ છે. કેટલુંય ખોટું બોલીને તે ત્યાં પહોંચી છે. જોકે અંજુના પિતા પ્રસાદ થોમસે તેના માટે કહ્યું હતું કે તેના મોસાળમાં રહેતી હતી, જે UPના બલિયામાં છે. ત્યાં તે ભણીગણી અને ત્યાં રહેવા લાગી હતી. જોકે તેને ત્યાં સ્વતંત્રતા નહોતી મળતી, જેથી તે પિતા પાસે આવી હતી. તેના બંને પુત્રોનું પરિવાર પાલનપોષણ કરી રહ્યો છે. ત્યાં પતિ અરવિંદની સાથે અલવરમાં રહે છે. તેને નોકરી પર લગાવી હતી. તે સનકી છે અને અમને બદનામ કરી રહી છે. તે તેના સનકી સ્વભાવને કારણે હવે પાકિસ્તાન ચાલી ગઈ છે. તે તેના પતિને જયપુર જવાનું- ખોટું બોલીને પાકિસ્તાન જતી રહી છે. તેણે પાકિસ્તાનથી એક વિડિયો જારી કર્યો છે. તેણે કહ્યું છે કે તે ત્યાં ફરવા ગઈ છે અને બહુ જલદી પાછી ફરશે, એમ તેમણે કહ્યું હતું.

બીજી બાજુ, નસુલ્લાએ કહ્યું હતું કે અંજુથી લગ્ન કરવાનો કોઈ વિચાર નથી. બંનેની મિત્રતા વર્ષ 2019માં ફેસબુક દ્વારા થઈ હતી. તે તેના વિઝાની મુદત પૂરી થયા પછી ભારત પરત ફરશે. તે મૂળ UPની છે અને લગ્ન પછી પતિ સાથે રાજસ્થાનમાં રહી રહી છે.