નવી દિલ્હીઃ ચોમાસુ સત્રમાં મણિપુર પર જારી સંગ્રામની વચ્ચે ભાજપની સંસદીય દળની બેઠક થઈ હતી. આ બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધિત કરી હતી. વડા પ્રધાને વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘INDIA’ નામ લગાવી લેવાથી કાંઈ નથી થતું. ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ પણ ઇન્ડિયા લગાવ્યું હતું અને ઇન્ડિયન મુજાહિદ્દીનના નામમાં પણ ઇન્ડિયા છે.
તેમણે કહ્યું હતું કે વિપક્ષ દિશાહીન અને હતાશ છે. વિપક્ષના વલણથી એવું લાગી છે કે એને લાંબા સમયથી સત્તામાં આવવાની કોઈ ઇચ્છા નથી. તેમણે સંસદીય દળની બેઠકમાં 15 ઓગસ્ટે દરેક ઘરે ઝંડા લગાવવા માટેના કાર્યક્રમ વિશે માહિતી આપી હતી. તેમણે વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા પર કટાક્ષ કરતાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા જેવા નામનો હવાલો આપતાં કહ્યું હતું કે માત્ર દેશના નામનો ઉપયોગથી લોકોને ગુમરાહ ના કરી શકાય.
વિપક્ષના આચરણથી માલૂમ પડે છે કે એણે વિપક્ષમાં રહેવાનું મન બનાવી લીધું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે લોકોના સમર્થનથી 2024ની ચૂંટણી પછી ભાજપ સત્તામાં વાપસી કરશે અને તેમની સરકારના આગામી કાર્યકાળમાં ભારતીય ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનશે. એમ તેમણે કહ્યું હતું.ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે અમને અમારા વડા પ્રધાન પર ગર્વ છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના એક વિદેશી નાગરિકે કરી હતી.
જયપુરઃ પાકિસ્તાની મહિલા સીમા હૈદર અને સચિન મીણાની ચર્ચિત લવ સ્ટોરીની વચ્ચે રાજસ્થાનની અંજુ ન્યૂઝમાં છે. તે પોતાના પાકિસ્તાની મિત્રથી મળવા પહોંચી છે. આ મામલાને સીમા હૈદર સાથે જોડવામાં આવી રહ્યો છે. તેના પાકિસ્તાની મિત્ર નસરુલ્લાએ કર્યો છે. લવ અફેરની વાત નકારતાં તેણે કહ્યું હતું કે અંજુ વિઝા પૂરા થતા તે ભારત પરત ફરશે.
રાજસ્થાનમાં રહેતી અંજુ પ્રેમીને મળવા લાહોરમાં ગઈ છે. કેટલુંય ખોટું બોલીને તે ત્યાં પહોંચી છે. જોકે અંજુના પિતા પ્રસાદ થોમસે તેના માટે કહ્યું હતું કે તેના મોસાળમાં રહેતી હતી, જે UPના બલિયામાં છે. ત્યાં તે ભણીગણી અને ત્યાં રહેવા લાગી હતી. જોકે તેને ત્યાં સ્વતંત્રતા નહોતી મળતી, જેથી તે પિતા પાસે આવી હતી. તેના બંને પુત્રોનું પરિવાર પાલનપોષણ કરી રહ્યો છે. ત્યાં પતિ અરવિંદની સાથે અલવરમાં રહે છે. તેને નોકરી પર લગાવી હતી. તે સનકી છે અને અમને બદનામ કરી રહી છે. તે તેના સનકી સ્વભાવને કારણે હવે પાકિસ્તાન ચાલી ગઈ છે. તે તેના પતિને જયપુર જવાનું- ખોટું બોલીને પાકિસ્તાન જતી રહી છે. તેણે પાકિસ્તાનથી એક વિડિયો જારી કર્યો છે. તેણે કહ્યું છે કે તે ત્યાં ફરવા ગઈ છે અને બહુ જલદી પાછી ફરશે, એમ તેમણે કહ્યું હતું.
બીજી બાજુ, નસુલ્લાએ કહ્યું હતું કે અંજુથી લગ્ન કરવાનો કોઈ વિચાર નથી. બંનેની મિત્રતા વર્ષ 2019માં ફેસબુક દ્વારા થઈ હતી. તે તેના વિઝાની મુદત પૂરી થયા પછી ભારત પરત ફરશે. તે મૂળ UPની છે અને લગ્ન પછી પતિ સાથે રાજસ્થાનમાં રહી રહી છે.
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 42 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,95,313 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.
દેશમાં અત્યાર સુધી 5,31,915 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,61,968 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 36 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1449એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 47,533 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.35 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.
દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,50,891 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 427 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્યના કેટલાક જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોમાં પડેલા મુસળધાર વરસાદને કારણે પૂર આવ્યું છે. અનેક ખેડૂતો તથા સામાન્ય નાગરિકોને મોટું નુકસાન ગયું છે. આ ગંભીરતાને ધ્યાનમાં લઈને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને નાણાં પ્રધાન અજિત પવારે જાહેરાત કરી છે કે સરકાર તરફથી પૂરગ્રસ્તોને આર્થિક મદદ કરવામાં આવશે.
(પ્રતિકાત્મક તસવીર)
પૂરગ્રસ્તોને દરેકને રૂ. 10 હજારની તાત્કાલિક મદદ કરવામાં આવશે. તે ઉપરાંત જે પરિવારે પૂરની આફતમાં સભ્ય ગુમાવ્યા હશે એ પ્રત્યેકને ચાર-ચાર લાખ રૂપિયાની મદદ કરવામાં આવશે.
રાજ્યના અનેક ગામોમાં પૂરના પાણીમાં ડૂબી જવાથી ઘણા નાગરિકોના મૃત્યુ થયા છે અને ગામોમાં વીજળી અને પાણી પુરવઠો ખોરવાઈ ગયો છે.
(પ્રતિકાત્મક તસવીર)
આ અતિવૃષ્ટિની આફતમાં કમનસીબ ગામવાસીઓની મદદે રાજ્ય સરકાર આવી છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં જે લોકોની દુકાનોને નુકસાન ગયું હશે એમને રૂ. 50 હજારની મદદ કરવામાં આવશે. ગઈ 19 જુલાઈએ રાજ્યના યવતમાળ, બુલઢાણા અને વાશિમ જિલ્લાઓમાં અનરાધાર વરસાદ પડ્યો હતો અને નદીઓમાં પૂર આવ્યું હતું. પૂરને કારણે ખેતીલાયક જમીન ધોવાઈ જતાં ખેડૂતોનાં પાકને નુકસાન થયું છે. તે જમીન પૂર્વવત કરવા માટે જે ખર્ચ થશે તે સરકાર ભોગવશે. પીડિત વ્યક્તિઓને સસ્તા દરે અનાજ પૂરું પાડવાનો પણ સરકારે નિર્ણય લીધો છે.
શ્રીનગરઃ પાકિસ્તાન સાથેની સરહદ પર અત્યંત સતર્ક રહીને જાપ્તો રાખનાર સીમા સુરક્ષા દળ (બીએસએફ)ના જવાનોએ ગઈ મધરાત બાદ એક પાકિસ્તાની દાણચોરને ઠાર કર્યો હતો. તે દાણચોર સામ્બા જિલ્લાના રામગઢ સીમા વિસ્તારમાંથી કેફી પદાર્થો લઈને ભારતમાં ઘૂસવાનો પ્રયત્ન કરતો હતો.
બીએસએફ જમ્મુના જનસંપર્ક અધિકારીએ કહ્યું કે, માર્યા ગયેલા પાકિસ્તાની દાણચોર પાસેથી 4 કિલોગ્રામના કેફી પદાર્થો મળી આવ્યા હતા.
દાંત અને જીભ એક સાથે રહેતા શરીરના અવયવો છે. આપણે દાંતથી ખોરાકને કાપી છીએ અને દળીએ છીએ પણ ખરાં. જીભ એ સંકોરીને કોળિયો બનાવવાનું કામ કરે છે. આ આખીય પ્રક્રિયામાં જીભને દાંત સાથે તાલમેલથી કામ કરવાનું હોય છે. આવું ન થાય અને જીભ દાંત હેઠળ કચડાઈ જાય (જે ક્યારેક બને છે પણ ખરું) ત્યારે લોહી નીકળે અને પીડા થાય છે. પણ મહદઅંશે દાંત અને જીભનો તાલમેલ એવો હોય છે કે નિરંતર આ પ્રક્રિયા ચાલ્યા કરે છે. બંનેનો સંબંધ અતિનિકટનો એટલે કે ગાઢ હોય છે.
આમ જે કિસ્સામાં ખૂબ નિકટનો કે ગાઢ સંબંધ હોય તેમાં એકબીજા માટે ભલામણ કરવાની હોય જ નહીં. આપોઆપ સંભાળ લેવાઈ જ જાય એ અર્થમાં આ કહેવત વપરાય છે.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)
હિન્દી ફિલ્મોમાં હાસ્ય ભૂમિકાઓ કરીને જાણીતા થયેલા રાજેન્દ્રનાથને નિર્માતા બનવાની ભૂલ ભારે પડી હતી અને રડવાના દિવસો આવ્યા હતા. મધ્યપ્રદેશમાં જન્મેલા રાજેન્દ્રનાથ બાર ભાઈઓમાં એક હતા. અને અભિનયમાં આવનાર પ્રેમનાથ પછી બીજા હતા. પિતા કરતારનાથ પોલીસમાં ઉચ્ચ અધિકારીના પદ પર હતા. તેઓ રીવાથી જબલપુર ગયા પછી ભાઈ પ્રેમનાથે મુંબઈ ફિલ્મી દુનિયામાં જવાનું મન બનાવ્યું ત્યારે પિતાએ વિરોધ કર્યો. એમની ઈચ્છા ન હોવા છતાં એ મુંબઇ ગયા અને પૃથ્વી થિયેટરમાં કામ મેળવ્યું. રાજ કપૂરની બહેન સાથે લગ્ન પણ કર્યા. એટલું જ નહીં ૧૯૫૦ ના દાયકામાં ફિલ્મોમાં હીરો તરીકે ચમક્યા.
રાજેન્દ્રનાથ સ્કૂલના વેકેશન વખતે મુંબઈ ભાઈને ત્યાં ફરવા આવતા હતા ત્યારે એમને પણ અભિનયનો કીડો કરડી ગયો. સ્કૂલનો અભ્યાસ પૂરો થયો એટલે પ્રેમનાથે મુંબઈ બોલાવી લીધા. એ પણ આવીને પૃથ્વીરાજ કપૂરના ‘પૃથ્વી થિયેટર’ માં જોડાઈ ગયા અને લગભગ દસ વર્ષ સુધી અનેક નાટકોમાં કામ કર્યું. દરમ્યાનમાં ફિલ્મોમાં નાની ભૂમિકાઓ કરી. ભાઈ પ્રેમનાથનો સાથ હતો અને એમને ત્યાં રહેવાની, ખાવાની વ્યવસ્થા હતી એટલે બેફિકર થઈને રહેતા હતા. તે કારકિર્દી પ્રત્યે જરા પણ ગંભીર ન હતા એટલે પ્રેમનાથે નારાજ થઈ ગુસ્સામાં પોતાના ઘરમાંથી કાઢી મૂક્યા અને અલગ મકાન લઈ આપ્યું.
એ પછી એમણે પ્રાથમિક જીવન જરૂરિયાતો માટે સંઘર્ષ કરવાના દિવસો આવ્યા. ત્યારે પ્રેમનાથે કામ આપવાનું ચાલુ રાખ્યું હતું. એમણે પોતાના બેનર ‘પી. એન. ફિલ્મ્સ’ ની ‘શગૂફા’ (૧૯૫૩) માં કામ આપ્યું. એ પછી ‘ગોલકુંડા કા કૈદી’ (૧૯૫૪) નું નિર્માણ કર્યું એમાં પોતાની સાથે સહઅભિનેતા રાખ્યા. પણ બંને ફિલ્મો નિષ્ફળ રહી હતી. રાજેન્દ્રનાથે હાસ્ય ભૂમિકા પહેલાં ‘હમ સબ ચોર હૈ’ (૧૯૫૬) માં મેળવી અને છેક ‘શરારત’ (૧૯૫૯) થી એ ઇમેજ મજબૂત થઈ. પણ ‘દિલ દેકે દેખો’ (૧૯૫૯) ની સફળતાએ સ્ટાર હાસ્ય અભિનેતા બનાવી દીધા. અને ‘જબ પ્યાર કિસી સે હોતા હૈ’ (૧૯૬૧) માં ‘પોપટલાલ’ બન્યા પછી તો પાછું વળીને જોવાની જરૂર ના રહી.
લગભગ એક દાયકા સુધી એમણે અનેક હિટ ફિલ્મોમાં કામ કર્યું. તે એકમાત્ર એવા હાસ્ય અભિનેતા રહ્યા જેમણે હાસ્ય અભિનેતા મહેમૂદના યુગમાં પણ પોતાનું સ્થાન બનાવી રાખ્યું. ૧૯૬૯ માં એક કાર અકસ્માતમાં એ ગંભીર રીતે ઘાયલ થયા અને એ કારણે કારકિર્દીને ખરાબ અસર થઈ. ૧૯૭૪ માં એમણે નિર્માતા બનવાનો નિર્ણય કર્યો અને રણધીર કપૂર- નીતૂ સિંહ સાથે ‘ધ ગ્રેટ ક્રેશર’ નું શૂટિંગ શરૂ કર્યું. નિર્માણનો અનુભવ ન હોવાથી વધારે ખર્ચ થતાં થોડા દિવસોમાં ફિલ્મ બંધ કરવાની નોબત આવી. એ દેવા નીચે એવા દબાઈ ગયા કે વિતરકોની ઉઘરાણીને કારણે રાતા પાણીએ રડવાનો વખત આવ્યો. એમણે એક- એક પૈસો વસૂલ કર્યો. આ સમયમાં જે મળી અને જેવી મળી એ ફિલ્મો કરી લીધી હતી અને દેવામાંથી મુક્ત થઈ ગયા હતા.
આજના દિવસે શાંતિ જાળવવી , ખોટાવિચારો પર કાબુ રાખવો, પાડવા,વાગવાથી સાચવવું, બ્લડપ્રેશરની તકલીફ વાળાએ સાચવવું, કામકાજ અર્થે સહકર્મચારી સાથે ઉગ્રતાના થાય તેનું ધ્યાન રાખવું, આકસ્મિક ખર્ચ થઈ શકે છે, વેપારમાં નાનું કામજ કરવુ યોગ્ય છે, યુવાવર્ગ માટે ગેરસમજથી બચવું યોગ્ય છે.
આજનો દિવસ સારો છે, તમારા કામમાં સારીપ્રતિભા બતાવી શકો અને તેથી તમને કામ કરવાનોનો સંતોષ પણ થાય નવીનકામનું આયોજન થઇ શકે છે, કોઈ સારાસમાચાર સંભાળવા પણ મળી જાય તેવું બની શકે છે, વેપારના કામકાજમાં સારોપ્રતિસાદ મળે અને તેમાં તમે સારી લાગણી અનુભવો.
આજનો દિવસ સામાન્ય છે, માનસિકઅશાંતિ જેવું રહે, નાનીનાની વાતમાં ગુસ્સો આવી જાય તેવું બની શકે છે માટે ધીરજ અને શાંતિ રાખવી, ક્યાંક પરાણે કામકરતા હોવ તેવી લાગણી જોવા મળે, વેપારના કામમાં ધીરજ રાખવી સારી, કોઈની દોરવણીથી દોરવાઈને ઉતાવળિયોકે ખોટો નિર્ણયના લેવાય તેવું ધ્યાન રાખવું.
આજના દિવસે કામકાજમાં ઉતાવળ જોવા મળી શકે તેના કારણે તમને કામકાજમાં થોડી અકળામણની લાગણી અનુભવો, મિત્રો,પરિચિતો સાથેના વ્યવહાર તમને થોડા રોમાંચિત અને ઉત્સાહિત રાખે.વેપારના કામકાજમાં થોડી શાંતિ જાળવવી, વડીલવર્ગે આજે કોઈને વણમાંગી સલાહના આપવી ઇચ્છનીય છે.
આજના દિવસે થોડી શાંતિ અને ધીરજનો અભાવ દેખાય, બેદરકારી તમને તકલીફ આપી શકે છે, કોઈની સાથે કામની બાબતે ઉગ્રતાના થાય તેનું ધ્યાન રાખવું, વાણીસયમ રાખવો અગત્યનો બને છે, કામસિવાય કોઈની સાથે વધુ વાર્તાલાપના કરવો, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવાની સલાહ છે.
આજનો દિવસ સારો છે, તમને કામબાબત ઉત્સાહ સારો જોવા મળે તેના કારણે કઈક વધુ શીખવાની જીજ્ઞાસા પણ વધે, કામની કદર થાયની લાગણી પણ અનુભવો, તમને ક્યાંક નસીબ સાથ આપતું હોય તેવું જણાય વેપારના કામકાજમાં તમારું પ્રભુત્વ સારું જળવાય,પ્રિયજન સાથે સારો સમય પસાર થાય.
આજનો દિવસ કામકાજમાં આકસ્મિક વ્યસ્તતા અપાવે તેવો છે, અણધાર્યા કોઈકામ આવી પડે તેવા સંજોગો પણ ઉભા થઇ શકે છે, કામની બાબતમાં ક્યાય વાણીવિલાસના થાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે, પસંગીની કોઈવાત સંભળાવ પણ મળી જાય, વેપારના કામકાજ નાનુંજ કામ કરવું હિતાવહ છે.
આજનો દિવસ સામાન્ય છે, પરિચિતોને મળવાથી તમારો ઉત્સાહ વધે, મુસાફરીના યોગ ઉભા થઇ શકે છે, સ્પર્ત્ધાત્મકપરીક્ષા આપનાર માટે પોતાના વિષયમાં રૂચી ઓછી અને ઈતરપ્રવૃત્તિમાં ધ્યાન વધુ રહે તેવું પણ બની શકે છે, વેપારના કામકાજ ઉતાવળિયો નિર્ણયકે જોખમના લેવાઈ જાય તેનું ધ્યાન રાખવું.
આજના દિવસે કામ ટાળવાની અને ઈતરપ્રવૃત્તિ કરવાની વૃતિ વધુ જોવા મળી શકે છે, તમારી લાગણી કોઈ સમજે નહિ તેવી મનમાં ફરિયાદ રહે અને ક્યાંક તમે કોઈ ગ્યાએ અતિ ગણીશીલ પણ બની જાવ. કોઈ વિચારોની દ્વિધા તમને થોડા નરમ પણ બનાવી શકે છે, વેપારમાં નાનું કામકાજ કરવું સલાહભર્યું છે.
આજનો દિવસ જૂનીયાદોથી ભરપુર બની શકે છે, તમારા મનનું કોઈ કામ પણ થઇ શકે, કોઈ ધાર્મિક પ્રસગમાં જવાના પણ યોગ છે તેમાં તમને ઉત્સાહ અને મનની શાંતિ પણ મળે, તમે કોઈને તેના કામમાં સાથસહકાર પણ આપો અને તેમ કરવાનો સંતોષ પણ મળે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.
આજનો દિવસ શાંતિથી પસાર કરવો, બિનજરૂરી કામકાજમાં સમયનો વ્યય થાય, કોઈની દોરવાણીથી દોરવાઈના જવાય તેનું ધ્યાન રાખવું, મુસાફરી કંટાળાજનક અને માનસિકથાક અપાવે, મજાકમસ્તીથી તમે થોડા ઉશ્કેરાઈના જાવ તેનું ધ્યાન રાખવું, વેપારમાં શાંતિથી નિર્ણય લઈ કામ કરવું જરૂરી છે.
આજનો દિવસ સારો છે, તમારું વર્તન અને વ્યવહાર લોકો આગળ સારું જોવા મળે અને તેના દ્વારા તમને ક્યાંક લાભ પણ અપાવી શકે છે. તમે કોઈને તેના કામમાં સહભાગી પણ બનો, સ્પર્ધાત્મક પરીક્ષા આપનારને કોઈ વિષય શીખવામાં સમય વધુ ફાળવવો યોગ્ય છે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.