Home Blog Page 2677

ભારતીય કોર્ટોમાં પાંચ કરોડથી વધુ કેસ પેન્ડિંગ

નવી દિલ્હીઃ દેશની અલગ-અલગ કોર્ટોમાં કેસોનો આંકડો પાંચ કરોડને પાર કરી ગયો છે. સુપ્રીમ કોર્ટ, 25 હાઇકોર્ટ અને અન્ય કોર્ટોમાં 5.02 કરોડથી વધુ કેસો પેન્ડિંગ છે, એમ સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસે કાનૂન મંત્રી અર્જુન રામ મેઘવાલે રાજ્યસભાને લેખિત જવાબમાં જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે  ઇન્ટિગ્રેટેડ કેસ મેનેજમેન્ટ સિસ્ટમ (ICMIS)થી પ્રાપ્ત થયેલા આંકડા મુજબ પહેલી જુલાઈ સુધી સુપ્રીમ કોર્ટમાં 69,766 કેસો પેન્ડિંગ છે. નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રિડ (NJDG) પર માહિતી મુજબ 14 જુલાઈ સુધી હાઇકોર્ટમાં 60,62,953 અને જિલ્લા અને નીચલી કોર્ટોમાં 4,41,35,357 કેસો પેન્ડિંગ છે.

કોર્ટોમાં કેસો પેન્ડિંગ છે, કેમ કે પર્યાપ્ત સંખ્યામાં જજો અને કાયદાકીય અધિકારીઓ અપૂરતા છે કોર્ટના કર્મચારીઓ અને કોર્ટના માળખાકીય ઊણપ સામેલ છે. એ સાથે સાક્ષીઓને એકત્ર કરવા, બાર, તપાસ એજન્સો, સાક્ષીઓ અને વાદીઓ જેવા હિતધારકોનો સહયોગ પણ સામેલ છે, એમ તેમણે કહ્યું હતું.

સરકારનું કહેવું છે કે કેસોના નિકાલમાં વિલંબનાં કારણોમાં વિવિધ પ્રકારના કેસો માટે સંબંધિત કોર્ટો દ્વારા સમયમર્યાદાની કમી, વારંવાર સુનાવણી ટળવી અને સુનાવણી માટે કેસની નિગરાની, પેન્ડિંગ કેસોને ટ્રેક કરવાની વ્યવસ્થાની કમી વગેરે સામેલ છે.

કોર્ટોમાં કેસોને પતાવવા માટે પોલીસ, વકીલ, તપાસ એજન્સીઓ અને સાક્ષીઓ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ જ બધા લોકો કરોડો કેસો પેન્ડિંગ થવાનું કારણ બની રહ્યા છે. કેટલાય કેસોમાં પોલીસ ચાર્જશીટ દાખલ નથી કરી શકતી તો કેટલાય કેસોમાં વકીલો હાજર નથી થતા.

 

 

 

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૨૧ જૂલાઈ, ૨૦૨૩

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૨૧ જૂલાઈ, ૨૦૨૩

બ્રાઈડલ કુટુર શોઃ આલિયા, રણવીરનું રેમ્પ વોક

બોલીવુડ કલાકારો – આલિયા ભટ્ટ અને રણવીર સિંહે 21 જુલાઈ, શુક્રવારે મુંબઈમાં જાણીતા ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના ‘બ્રાઈડલ કુટુર શો’ દરમિયાન રેમ્પ પર વોક કર્યું હતું.

આલિયા ભટ્ટ

મનીષ મલ્હોત્રા, આલિયા ભટ્ટ અને રણવીરસિંહ

રણવીરસિંહ

શેરોમાં નફારૂપી વેચવાલીઃ BSE સેન્સેક્સમાં 890 પોઇન્ટનો કડાકો

અમદાવાદઃ શેરબજારોમાં છેલ્લા સાત દિવસોથી ચાલી રહેલી તેજીને બ્રેક લાગી છે. નબળા વૈશ્વિક સંકેતો અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની ભારે નફારૂપી વેચવાલી તેમ જ ઇન્ફોસિસ સહિત કેટલીક મોટી કંપનીઓનાં જૂમ ત્રિમાસિક ગાળાનાં પરિણામો પ્રતિકૂળ આવતાં સેન્સેક્સ 890 પોઇન્ટ તૂટ્યો હતો, જ્યારે નિફ્ટી 250 પોઇન્ટ તૂટ્યો હતો. ઇન્ફોસિસની આગેવાનીમાં IT અને ટેક શેરોમાં ધૂમ વેચવાલી હતી. IT ઇન્ડેક્સ પણ ચાર ટકા તૂટ્યો હતો. રોકાણકારોના આશરે રૂ. 1.61 લાખ કરોડ ડૂબ્યા હતા.

BSE સેન્સેક્સ 887.64 પોઇન્ટ તૂટીને 66,684.26ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 50 ઇન્ડેક્સ 234.15 તૂટીને 19,745ના મથાળે બંધ રહ્યો હતો. બજારમાં FMCG, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, મિડિયા, રિયલ્ટી સહિત કેટલાંક સેક્ટરમાં ભારે નફારૂપી વેચવાલીનું દબાણ રહ્યું હતું. બજારમાં ઇન્ફોસિસના શેરો પ્રારંભમાં જ આઠ ટકા તૂટ્યા હતા. જેથી ઇન્ફોસિસની આગેવાની અન્ય શેરો પણ ઘટીને બંધ રહ્યા હતા. બનારનું સેન્ટિમેન્ટ ખરડાયું હતું.

રોકાણકારોના રૂ. 1.61 લાખ કરોડ સ્વાહા

BSEમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ રૂ. 302.43 લાખ કરોડે પહોંચ્યું હતું, જે ગઈ કાલે રૂ. 302.04 લાખ કરોડ હતું. આમ માર્કેટ કેપમાં રૂ. 1.61 લાખ કરોડનો ઘટાડો થયો હતો. એક્સચેન્જ પર કુલ 3514 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 1636 શેરો તેજી સાથે બંધ થયા હતા, જ્યારે 1754 શેરો ઘટીને બંધ રહ્યા હતા. આ સિવાય 155 શેરોમાં અપર સરકિટ લાગી હતી અને 78 શેરોમાં લોઅર સરકિટ લાગી હતી, જ્યારે 124 શેરો સ્થિર રહ્યા હતા.

 

 

 

 

 

 

અભિનેતા વિવેક ઓબેરોય સાથે થઈ રૂ. 1.55 કરોડની છેતરપિંડી

મુંબઈઃ બોલીવુડ અભિનેતા વિવેક ઓબેરોય સાથે કથિતપણે ત્રણ વ્યક્તિએ 1 કરોડ 55 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે. તે વ્યક્તિઓએ વિવેકને એક કાર્યક્રમમાં ઈન્વેસ્ટમેન્ટ કરવાનું કહ્યું હતું અને એનું માતબર વળતર મળવાનું ફિલ્મ નિર્માણ કંપનીએ એને વચન આપ્યું હતું, પરંતુ એને બદલે તે વ્યક્તિઓએ નાણાં પોતાને માટે વાપરી નાખ્યા હતા, એમ પોલીસનું કહેવું છે.

વિવેકના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે અંધેરી (પૂર્વ)માં એમઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ત્રણ વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવતા ઠગાઈની આ ઘટનાની જાણ થઈ છે. ફરિયાદીના જણાવ્યા મુજબ, ત્રણ આરોપીમાં એક ફિલ્મ નિર્માતા છે. તેઓ વિવેકના બિઝનેસ ભાગીદારો હતા અને તેમણે વિવેકને કહ્યું હતું કે તે એક કાર્યક્રમના આયોજન માટે અન ફિલ્મ નિર્માણ કંપનીમાં પૈસાનું રોકાણ કરે. વિવેકે પ્રોજેક્ટમાં રૂ. 1.55 કરોડનું ઈન્વેસ્ટમેન્ટ કર્યું હતું. પરંતુ આરોપી વ્યક્તિઓએ ઈન્વેસ્ટ કરેલા તે પૈસા એમના પોતાની રીતે વાપરી નાખ્યા હતા. વિવેકની પત્ની પણ તે કંપનીમાં ભાગીદાર છે. પોલીસે આ કેસમાં તપાસ હાથ ધરી છે.

‘ટર્મિનેટર’માં AIના સંભવિત જોખમો વિશે ચેતવ્યા હતા કેમરુને

ન્યુ યોર્કઃ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આજકાલના દિવસોમાં હોલીવૂડ માટે અભિશાપ બની ગયું છે અને ઇન્ડસ્ટ્રી WGA અને SAG-AFTRAના હુમલાથી ઝઝૂમી રહી છે, જેનાથી નાણાકીય નુકસાન થઈ રહ્યું છે અને કન્ટેન્ટમાં વિલંબ થઈ રહ્યો છે અથવા રદ થઈ રહ્યું છે. અનેક ફિલ્મ મેકર્સ અને એક્ટર્સે એડવાન્સ AI અને મોટા સ્ટુડિયોમાં એના અતિરેક ઉપયોગ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું છે.

જોકે જેમ્સ કેમરુને 40 વર્ષ પહેલાં વિશ્વને AIના સંભવિત નુકસાન વિશે ચેતવણી ઉચ્ચારી હતી અને એ કેવી રીતે સાયન્સ ફિક્શન ફિલ્મ ‘ટર્મિનેટર’માં હાલની સિસ્ટમ પર કબજો જમાવી શકે- એ દર્શાવ્યું હતું. એવોર્ડવિજેતા ડિરેક્ટરે તાજેરતમાં આપેલા ઇન્ટરવ્યુમાં AI વિશેની ચર્ચામાં જણાવ્યું હતું કે મેં તમને લોકોને 1984માં ચેતવણી આપી હતી, પણ તમે લોકોએ નહોતી સાંભળી. AIનું શસ્ત્રીકરણ સૌથી મોટું જોખમ છે. તેમણે દર્શકોને કહ્યું હતું કે મને લાગે છે કે આપણે AIની સાથે પરમાણુ હથિયારોની દોડ બરાબર થઈ જશે. જો આપણે એને નહીં બનાવતા તો અન્ય લોકો એને બનાવત અને એ આગળ વધત.

તમે એક લડાકુ થિયેટરમાં AIની કલ્પના કરી શકો છો. એ માત્ર કોમ્પ્યુટર દ્વારા એટલી ઝડપથી લડવામાં આવી રહી છે કે મનુષ્યો હવે હસ્તક્ષેપ નથી કરી શકતા અને તમારો તનાવ ઓછો કરવાની કોઈ ક્ષમતા નથી. તેમણે ‘ટર્મિનેટર’ની વાત કરતાં કહ્યું હતું કે આપણે મશીનોને જાતે શરૂ થવા અને નિયંત્રણ થવા પર વાત કરી રહ્યા છીએ. હવે દાયકોમાં એ એક વાસ્તવિકતા બની ગઈ છે, એમ તેમણે કહ્યું હતું.

 

 

આદિત્ય બિરલા સન લાઇફ મ્યુચ્યુઅલ ફન્ડે શરૂ કર્યું મલ્ટી એસેટ એલોકેશન ફંડ અંગે ઇન્વેસ્ટર એજ્યુકેશન કેમ્પેન

મુંબઈઃ આદિત્ય બિરલા સન લાઇફ મ્યુચ્યુઅલ ફંડની ઇન્વેસ્ટમેન્ટ મેનેજર આદિત્ય બિરલા કેપિટલ લિ.ની પેટાકંપની અને આદિત્ય બિરલા સન લાઇફ એએમસી લિમિટેડે મલ્ટી એસેટ એલોકેશન ફંડ અંગે ઇન્વેસ્ટર એજ્યુકેશન કેમ્પેન શરૂ કર્યું છે. આ કેમ્પેનનો હેતુ રોકાણકારોને ઇક્વિટી, ડેબ્ટ અને ગોલ્ડ જેવાં અલગ અલગ એસેટ ક્લાસમાં રોકાણનાં લાભો અંગે શિક્ષીત કરવાનો છે.

એસેટ એલોકેશન મહત્વનું છે કારણ કે તે અલગ અલગ એસેટ ક્લાસમાં રોકાણ કરીને વૈવિધ્યતા પૂરી પાડે છે અને તેમનાં દ્વારા આપવામાં આવતા અલગ અલગ વળતરની વિવિધ રેન્જનો લાભ આપે છે.

ઇન્વેસ્ટર એજ્યુકેશન કેમ્પેન અંગે ટિપ્પણી કરતા આદિત્ય બિરલા સન લાઇફ એએમસી લિ.ના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ એ બાલાસુબ્રમણિયને જણાવ્યું હતું કે, “અમે મલ્ટી એસેટ એલોકેશનની સમજ આપવા ઇન્વેસ્ટર એજ્યુકેશન કેમ્પેન લોંચ કરતાં ખુશી અનુભવીએ છીએ. (કેમ્પેનમાં મલ્ટી એસેટ એલોકેશન ફંડ કેટેગરીમાં રોકાણ કરીને ત્રણ એસેટ ક્લાસનાં લાભનો જાદુ દર્શાવાય છે) મલ્ટી એસેટ ઇન્વેસ્ટમેન્ટ એપ્રોચમાં રોકાણકારો ઇક્વિટી, ડેબ્ટ અને ગોલ્ડમાં રોકાણ કરી શકે છે.

આદિત્ય બિરલા કેપિટલ લિ.ના ચીફ સ્ટ્રેટેજી ઓફિસર અને હેડ ઓફ ઇન્વેસ્ટર રિલેશન્સ વિજય દેશવાલે જણાવ્યું હતું કે, “અમારાં ઇન્વેસ્ટર એજ્યુકેશન કેમ્પેનનો હેતુ રોકાણકાર કઈ રીતે સ્થિર પોર્ટફોલિયો બનાવી શકે અને પોર્ટફોલિયોનાં કાળજીપૂર્વક વૈવિધ્યીકરણ દ્વારા સાતત્યપૂર્ણ વૃધ્ધિ સુનિશ્ચિત કરવાનો છે. તેમાં ‘ત્રણ એસેટ ક્લાસની તાકાત’ છે.

આ ઇન્વેસ્ટર એજ્યુકેશન કેમ્પેન એવા મહત્વનાં સમયે આવ્યું છે જ્યારે માર્કેટ વોલેટિલિટી અને આર્થિક અનિશ્ચિતતાને કારણે રોકાણકારોએ રોકાણ માટે કાળજીપૂર્વક અને વૈવિધ્યીકૃત અભિગમ અપનાવવો જરૂરી છે.

ચિત્તાની દરકારમાં બિનઅનુભવ ચિંતાનું મુખ્ય કારણઃ નિષ્ણાતો

ભોપાલઃ મધ્ય પ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં ચિત્તાનાં મોત સતત થઈ રહ્યાં છે, જેને કારણે સરકાર ચિંતામાં છે, પણ અત્યાર સુધી ચાર મહિનામાં આઠ ચિત્તાનાં મોત થયાં છે. કેટલાક નિષ્ણાતો આ મોતનું કારણ ચિત્તાને લગાવવામાં આવેલા હલકી ગણવત્તાના રેડિયો કોલરને માને છે. આ કોલર વાઘના હતાં, પણ ચિત્તાને લગાવવામાં આવ્યા છે. નિવૃત્ત IFoS અધિકારીઓ સહિત નિષ્ણાતોએ દાવો કર્યો હતો કે કૂનો નેશનલ પાર્ક (KNP)માં પ્રોજેક્ટ ચિત્તાની ટીમે જવાબદારી બરાબર નથી નિભાવી.

વન્યજીવ નિષ્ણાતોનો તર્ક છે કે ચિત્તાની સંભાળ લેવા માટે બિનઅનુભવ પ્રોજેક્ટ શરૂ થયો ત્યારથી છે. એક નિવૃત્ત અધિકારી કે જેઓ પ્રોજેક્ટથી સંકળાયેલા હતા, તેમણે કહ્યું હતું કે જે લોકો ચિત્તા પ્રોટોકોલ મુજબમ દેખરેખ રાખી રહ્યા છે, તેમનામાં ચિત્તાને સંભાળવાનો અનુભવ જ નથી.

ચિત્તા ટાસ્ક ફોર્સ સમિતિના અધિકારીએ કહ્યું હતું કે ચિત્તા સમિતિમાં વારંવાર થતા ફેરફારને લીધે ચિત્તાની માવજત કરનારા નિષ્ણાતોનો અભાવ છે. આ એક નરી વાસ્તવિકતા છે. અમારી પાસે વાઘની દેખરેખ રાખવા માટે અનુભવ છે. હું સિનિયર અધિકારીઓ સામે સવાલ નથી ઉઠાવતો, પરંતુ જે લોકોને ચિત્તાની સંભાળ રાખવાની જવાબદારી સોંપવામાં આવી હતી- તેમને વાઘની દરકાર રાખવાનો પણ અનુભવ નહોતો. પ્રાણીઓના વ્યવહારને સમજવા એમને સંભાળવા માટે મહત્ત્વનું અને પ્રાથમિક કાર્ય છે. જોકે તેમને કૂનોમાં તાલીમ આપવામાં આવી હતી.   જોકે હવે કૂનો ટીમે ચિત્તાઓના ગળા પર લાગેલા રેડિયો કોલરને દૂર કરવાનું શરૂ કરી દીધું છે, એમ તેમણે કહ્યું હતું.

 

 

ભારતે ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો; મોંઘવારીની ચિંતા વધી

નવી દિલ્હીઃ એક તરફ રશિયા અનાજ સપ્લાઈને લગતા બ્લેક સી સોદામાંથી ખસી જતાં દુનિયાના દેશોમાં અનાજની સપ્લાઈને ફટકો પડવાની ભીતી છે ત્યારે બીજી તરફ ભારતે તાત્કાલિક અસરથી ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે. જોકે આ પ્રતિબંધ બિન-બાસમતી સફેદ ચોખાની વેરાઈટીઓ પૂરતો જ સીમિત છે. તે છતાં પ્રતિબંધના ભારત સરકારના નિર્ણયને કારણે દુનિયાના દેશોમાં ચોખાના પુરવઠા પર માઠી અસર તો જરૂર પડશે.

ભારત ચોખાની જે કુલ નિકાસ કરે છે તેમાં આશરે એક કરોડ ટન જેટલા બિન-બાસમતી સફેદ અને ટૂકડા ચોખાનો સમાવેશ થાય છે. કેન્દ્રના અન્ન મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે દેશની બજારોમાં બિન-બાસમતી સફેદ ચોખાની ઉપલબ્ધિ પર્યાપ્ત પ્રમાણમાં બની રહે તેમજ દેશની બજારોમાં ચોખાના ભાવ વધે નહીં એટલા માટે સરકારે ચોખાની નિકાસને લગતી નીતિમાં સુધારો કર્યો છે.

દુનિયાભરમાં ચોખા લગભગ 3 અબજ લોકો માટે મુખ્ય અનાજ ગણાય છે. 90 ટકા ચોખાનું ઉત્પાદન એશિયામાં થાય છે. ભારત દુનિયામાં ચોખાનો નંબર-1 નિકાસકાર દેશ છે. દુનિયાભરમાં ચોખાની જેટલી નિકાસ કરાય છે તેમાં 40 ટકા હિસ્સો ભારતનો છે.

ગયા વર્ષે ભારતે ચોખાની વિક્રમસર્જક આંકમાં નિકાસ કરી હતી, જે દુનિયામાં ચોખાની નિકાસ કરતા બીજા ચાર મોટા દેશના સંયુક્ત શિપમેન્ટ કરતાંય વધારે હતી. ભારતે ગયા વર્ષે 22.2 મિલિયન મેટ્રિક ટન ચોખાની નિકાસ કરી હતી, જે ભારતનો નવો રેકોર્ડ છે. પરંતુ, ભારતે હવે ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે તેથી તે જે 140થી વધારે દેશોમાં ચોખાની નિકાસ કરે છે ત્યાં ચોખાના ભાવમાં વધારો થશે.

ટેસ્લાના શેરોમાં કડાકો બોલતાં મસ્કની સંપત્તિમાં ઘટાડો

ન્યુ યોર્કઃ વિશ્વની સૌથી શ્રીમંત વ્યક્તિ એલન મસ્કની કંપનીએ ચેતવણી ઉચ્ચારી હતી કે કંપની એનાં ઇલેક્ટ્રિક વાહનોની કિંમતોમાં ઘટાડો કરે એવી શકયતા છે, જે પછી કંપનીના શેરોમાં કડાકો બોલી ગયો હતો. જેથી કંપનીના માલિક એલન મસ્કની સંપત્તિમાં 20.3 અબજ ડોલરનો ઘટાડો નોંધાયો હતો.મસ્કની કુલ સંપત્તિ ઘટીને 234.4 અબજ ડોલર થઈ હતી, જે બ્લુમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સમાં અત્યાર સુધીનો સાતમો સોથી મોટો ઘટાડો છે. જે વિશ્વના સૌથી શ્રીમંત લોકો- મસ્ક અને બર્નાર્ડ આરનોલ્ટની વચ્ચે સંપત્તિનું અંતર વધુ ઘટાડે છે. આરનોલ્ટ લક્ઝરી માલસામાન બનાવતી કંપની LVMHના પ્રેસિડેન્ટ છે.

હાલની મંદી પછી મસ્કની સંપત્તિ હજી પણ આરનોલ્ટ કરતાં આશરે 33 અબજ ડોલર વધુ છે. આ પહેલાં જૂનમાં પેરિસ ટ્રેડિંગમાં LVMHના શેરોમાં 2.6 ટકાનો ઘટાડો થયા પછી મસ્ક બર્નાર્ડને પાછળ છોડીને વિશ્વના સૌથી શ્રીમંત વ્યક્તિ બન્યા હતા. બ્લમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સમાં આ વર્ષે ટોચના સ્થાને રહેવા માટે મસ્ક અને આરનોલ્ટ વચ્ચે ગળાકાપ હરીફાઈ રહી છે.

મસ્ક સિવાય એમેઝોનના જેફ બેજોઝ, ઓરેકલ કોર્પોરેશનના લેરી એલિસન, માઇક્રોસોફ્ટ કોર્પોરેશનના ભૂતપૂર્વ CEO સ્ટીવ બાલ્મર, મેટા પ્લેટફોર્મ ઇન્કના માર્ક ઝુકરબર્ગ અને આલ્ફાબેટ ઇન્ડના સબ સંસ્થાપક લેરી પેજ અને સર્ગેઇ બ્રિનની કુલ સંપત્તિમાં 20.8 અબજ ડોલરનું ધોવાણ થયું હતું, કેમ કે ટેક હેવી નેસ્ડેક 100માં 2.3 ટકાનો ઘટાડો થયો હતો. ન્યુ યોર્કમાં ઓસ્ટિન સ્થિત ટેસ્લાના શેર 9.7 ટકા ઘટીને 262.90 ડોલર પર આવી ગયા છે.