Home Blog Page 2689

મહારાષ્ટ્રના પ્રધાનને ધમકી આપવા બદલ RTI કાર્યકર્તાની ધરપકડ

મુંબઈઃ મહારાષ્ટ્રના પ્રધાન દીપક કેસરકરને કથિતપણે ધમકી આપવા બદલ અને એમની પાસેથી ખંડણીના પૈસા લેવાનો પ્રયાસ કરવા બદલ મુંબઈ પોલીસે રાઈટ ટુ ઈન્ફોર્મેશન (RTI) એક્ટના એક કાર્યકર્તાની ધરપકડ કરી છે. કેસરકરના એક સમર્થકે દક્ષિણ મુંબઈના મલબાર હિલ વિસ્તારના પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદને પગલે પોલીસે કાર્યકર્તાની ધરપકડ કરી છે.

ફરિયાદીના જણાવ્યા મુજબ, આરોપી કેસરકરને છેલ્લા બે-ત્રણ વર્ષથી ઓળખતો હતો અને તે એમની પાસેથી ખંડણીની માગણી કરતો રહેતો હતો. આરોપી સામે ફરિયાદ નોંધવામાં આવ્યા બાદ પોલીસે એની સામે ઈન્ડિયન પીનલ કોડની કલમો હેઠળ એફઆઈઆર નોંધી છે. ધરપકડ કર્યા બાદ પોલીસોએ આરોપીને એક સ્થાનિક કોર્ટમાં હાજર કર્યો હતો. કોર્ટે આરોપીને બુધવાર સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો. આ કેસમાં પોલીસે તપાસ હાથ ધરી છે. કેસરકર સાવંતવાડી (સિંધુદુર્ગ જિલ્લો)ના વિધાનસભ્ય છે અને એકનાથ શિંદેની સરકારમાં મરાઠી ભાષાના જતન માટેના ખાતાના પ્રધાન છે.

વિપક્ષી જોડાણે નવું નામ ધારણ કર્યું, I.N.D.I.A.

બેંગલુરુઃ નરેન્દ્ર મોદી સરકાર અને ભાજપને 2024ની લોકસભા ચૂંટણીમાં હરાવવાના મનસૂબા સાથે દેશના 26 વિરોધપક્ષો અહીં એકત્ર થયા છે. ગઈ કાલથી શરૂ થયેલી એમની બે-દિવસીય બેઠકના આજે બીજા દિવસે એમણે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. તેમણે એમના જૂથનું નામ બદલવાનું નક્કી કર્યું છે. એમણે યૂપીએ (યૂનાઈટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ) નામ બદલીને I.N.D.I.A. નામ રાખ્યું છે. એનું આખું નામ છે – ઈન્ડિયન નેશનલ ડેમોક્રેટિક ઈન્ક્લૂઝિવ અલાયન્સ.

વિરોધ પક્ષોના કેટલાક નેતાઓએ નવા નામ (INDIA) વિશે ટ્વીટ પણ કરી દીધું છે. યૂપીએનાં અધ્યક્ષા સોનિયા ગાંધીને ગ્રુપ વિશે ચાર નામની ભલામણ મોકલવામાં આવી હતી.

હારેલા ખેલાડીઓની પસંદગી થતાં હાઇકોર્ટની લાલ આંખ

ચંડીગઢઃ જે બોક્સર અમિત પંધાલ, મોહિત અને સાગરથી હારેલા સચિન અને નરિન્દરની પસંદગી એશિયન ગેમ્સ માટે ભારતીય બોક્સિંગ ટીમમાં કરી દેવામાં આવી છે, જ્યારે જીતેલા ઓલિમ્પિયન સહિત ત્રણે ખેલાડીઓને બહાર કરવામાં આવ્યા છે. ઇન્ડિયન બોક્સર ફેડરેશન દ્વારા વગર ટ્રાયલે બોક્સરોની પસંદગીને પડકારતી અરજીઓ પર હાઇકોર્ટે ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA), ઇન્ડિયન સ્પોર્ટ્સ એસોસિયેશન (SAI), સીએ કુટ્ટપ્પા, મુખ્ય કોચ, નેશનલ એલિટ મેન બોક્સિંગ કોચિંગ કેમ્પ, પટિયાલા અને વગર ટ્રાયલે પસંદ થયેલા બધા લોકો પાસેથી જવાબ માગ્યો છે.

હાઇકોર્ટના જસ્ટિસ વિનોદ એસ. ભારદ્વાજે કેસની સુનાવણી કરતાં અમિત પંધાલ સહિત આંતરરાષ્ટ્રીય બોક્સરો તરફથી દાખલ કરવામાં આવેલી અરજીઓ પર બધા પક્ષોને નોટિસ જારી કરીને 24 જુલાઈ સુધી જવાબ આપવા આદેશ કર્યો છે. આ કેસ ઓલિમ્પિયન રેસલર અમિત પંધાલ, રોહિત મોર અને સાગર દ્વારા ક્રમશઃ 51 કિલોગ્રામ, 57 કિલોગ્રામ, 92 કિલોગ્રામ વર્ગમાં દીપક, સચિન અને નરેન્દ્રની પસંદરીને પડકાર આપવાવાળી વિવિધ અરજી હાઇકોર્ટમાં કરવામાં આવી હતી. અરજીકર્તાઓએ વકીલ સજ્જન સિંહ મલિકે દલીલો દરમ્યાન કોર્ટને જણાવ્યું હતું કે યુવા મામલે અને સ્પોર્ટ્સ વિભાગે આંતરરાષ્ટ્રીય ગેમ્સનાં આયોજનોમાં ખેલાડીઓની પસંદગી માટે ભારતીય રાષ્ટ્રીય ખેલ વિકાસ સંહિત (NSCI), 2011ને જાહેર કરી હતી.

NSCI સ્પષ્ટ રૂપે દિશાનિર્દેશ આપે છે કે મુખ્ય આંતરરાષ્ટ્રીય આયોજનોમાં ભાગ લેવા માટે ખેલાડીઓની પસંદગી માટે ટ્રાયલ થશે, જેને આધારે ખેલાડીઓની અંતિમ પસંદગી થશે. ઉક્ત નિર્દેશોને ઓલિમ્પિક સંઘે હાઇકોર્ટમાં પડકાર આપ્યો હતો, જે મે, 2014એ ફગાવી દીધો હતો. બોક્સિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ પસંદગીના માપદંડોને સંપૂર્ણ રીતે મનમાની રીતે અને NSCI, 2011 અને પસંદગી નીતિની વિરુદ્ધ ગેરકાયદે રીતે બદલી નાખ્યા છે. ખેલાડીઓના દેખાવને બદલે પસંદગીકર્તાઓએ વ્યક્તિગત મૂલ્યાંકનને આધારે મનમાની રીતે પસદગી કરી છે, જે ગેરકાયદે છે.

 

 

 

ગુજરાતના ૬ જિલ્લાઓ ‘ભૂમિ સન્માન’ એવોર્ડથી સન્માનિત

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારની ગૌરવ સિદ્ધિમાં વધુ એક સીમાચિહ્ન ઉમેરાયું છે. કેન્દ્ર સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા મહેસૂલના ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી અંતર્ગત ભૂમિ સન્માન એવોર્ડ માટે ગુજરાતના ૩ આદિજાતિ જિલ્લા સહિત કુલ ૬ જિલ્લાઓની પસંદગી કરવામાં આવી છે.

રાષ્ટ્રપતિના હસ્તે આજ રોજ વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજ્યના આ ૬ જિલ્લાઓને ‘ભૂમિ સન્માન-પ્લેટિનમ સર્ટિફિકેટ’ એનાયત કરાયા હતા.

ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા આ દિશામાં અમલી કાર્યક્રમ ‘ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ્સ મોડર્નાઈઝેશન પ્રોગ્રામ’-DILRMP હેઠળ રાજ્યમાં મહેસૂલી સેવાઓને ઓનલાઈન, અદ્યતન તથા પારદર્શક બનાવવા અંગે ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી રહી છે. તે અંતર્ગત કેન્દ્ર સરકારના નિર્ધારિત માપદંડો મુજબ સફળતાપૂર્વક કામગીરી કરવા અંગે તમામ ૬ કેટેગરીમાં સૌથી ઉચ્ચ-પ્લેટિનમ સર્ટિફિકેટ એવોર્ડ માટે રાજ્યના ૬ જિલ્લા અરવલ્લી, ડાંગ, જામનગર, મહેસાણા, નર્મદા અને સાબરકાંઠા જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ્સ મોડર્નાઈઝેશન પ્રોગ્રામ-DILRMP યોજના અંતર્ગત રાજ્ય સરકારે મહેસૂલી સેવાઓ ઘરે બેઠા ઓનલાઈન માધ્યમથી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવી છે, મિલકત સંબંધી લેવડ-દેવડના દસ્તાવેજ નોંધણીની કામગીરી પણ કમ્પ્યૂટરાઈઝ્ડ કરવામાં આવી છે. તેમજ પારદર્શિતા જાળવવાના હેતુથી તમામ રેકોર્ડ અદ્યતન અને ડિજિટાઈઝ્ડ કરી પોર્ટલ પર મૂકવામાં આવ્યા છે.

DILRMP યોજનાના કુલ છ અંગભૂત ઘટકો છે 

  1. કમ્પ્યુટરાઈઝેશન ઓફ લેન્ડ રેકોર્ડ્સ (RoR)
  2. ડિજિટલ ઓફ કેડસ્ટ્રલ મેપ્સ/FMBs
  3. લીન્કેજીસ ઓફ RoR વિથ કેડસ્ટ્રલ મેપ્સ
  4. કમ્પ્યુટરાઈઝેશન ઑફ રજિસ્ટ્રેશન
  5. ઇન્ટીગ્રેશન ઑફ રજિસ્ટ્રેશન (SRO) વિથ લેન્ડ રેકોર્ડ્સ (રેવન્યુ ઓફિસ)
  6. મોર્ડન રેકોર્ડ રૂમ

આ બધા જ ઘટકોમાં ૯૯ ટકા કે તેથી વધુ સફળતાપૂર્વક કામગીરી કરનાર રાજ્યને પ્લેટિનમ સર્ટિફિકેટ, ૯૫ ટકાથી ૯૯ ટકા સુધી સફળતાપૂર્વક કામગીરી પાર પાડનાર રાજ્યોને ગોલ્ડ સર્ટિફિકેટ તથા ૯૦ ટકાથી ૯૫ ટકા સુધી સફળતાપૂર્વક કામગીરી કરનારા રાજ્યોને સિલ્વર સર્ટિફિકેટ માટે પસંદ કરવામાં આવ્યા છે.

દાણચોરીની 100થી વધુ પ્રાચીન ચીજવસ્તુઓ પરત આપશે અમેરિકા

ન્યુ યોર્કઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પહેલ પર વિદેશમાં રાખવામાં આવેલી એન્ટિક ચીજવસ્તુઓને ભારત લાવવામાં મોટી સફળતા મળી રહી છે. વડા પ્રધાને જૂન, 2023માં અમેરિકાના પ્રવાસ દરમ્યાન ભારતની વિરાસત અને સંસ્કૃતિથી જોડાયેલી પ્રાચીન ધરોહરોને સોંપવાની પહેલ કરી હતી. જેથી અમેરિકાએ ન્યુ યોર્ક સ્થિત ભારતીય એમબેસીને દાણચોરીથી ત્યાં લાવવામાં આવેલી 105 પ્રાચીન ચીજવસ્તુઓને પર આપી છે. એમાં બીજી-ત્રીજીથી માંડીને 18મી અને 19મી સદી સાથે જોડાયેલી કેટલીય દુર્લભ કલાકૃતિઓ સામેલ છે.

એલ્વિન બ્રેગ અને એમના એન્ટિ-ટ્રાફિકિંગ યુનિટ તથા હોમલેન્ડ સિક્યોરિટી ઇન્વેસ્ટિગેશન ટીમના આ સહયોગ પર ભારતના એમ્બેસેડર તરનજિત સિંહ સંધુએ કહ્યું હતું કે ભારતીયો માટે આ માત્ર કળાના ટુકડા નથી, બલકે એમની જીવંત વિરાસત અને સંસ્કૃતિનો હિસ્સો છે. આ એન્ટિક ચીજવસ્તુઓને ભારત લાવવામાં આવશે. આ પ્રત્યાર્પણ સમારોહમાં મેનહટ્ટન જુલ્લા અટોર્ની ઓફિસ અને હોમલેન્ડ સિક્યોરિટી ઇન્વેસ્ટિગેશન ટીમના વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો.

વાસ્તવમાં વડા પ્રધાન મોદીની રાજકીય યાત્રા દરમ્યાન ભારત અને અમેરિકા એક સાંસ્કૃતિક સંપત્તિ સમજૂતી કરવા માટે સહમત થયા હતા. જે પ્રાચીન કલાકૃતિઓની ગેરકાયદે દાણચારીને અટકાવવામાં મદદ કરશે. આ પ્રકારની સમજ બંને દેશઓની આંતરિક સુરક્ષા અને કાનૂની એજન્સીઓની વચ્ચે ગતિશીલ દ્વિપક્ષી સહયોગને વધુ મહત્ત્વ આપશે.

જે 105 કલાકૃતિઓ છેમાં પૂર્વ ભારતથી 47, દક્ષિણ ભારતથી 27, મધ્ય ભારતથી 22, ઉત્તર ભારતથી છ, પશ્ચિમી ભારતથી ત્રણ અને 18-19મી સદીની કલાકૃતિઓ ટેરાકોટા, પથ્થર, ધાતુ અને લાકડાંની બનેલી ચીજવસ્તુઓ છે. આશરે 50 કલાકૃતિઓ ધાર્મિક વિષયો (હિન્દુ ધર્મ, જૈન ધર્મ અને ઇસ્લામ)થી સંબંધિત છે અને બાકીની સાંકૃતિક મહત્ત્વ ધરાવે છે.

 

 

બેંગલુરુમાં કટ્ટર ભ્રષ્ટાચારીઓ એકત્ર થયા છેઃ વિપક્ષની બેઠક પર મોદીના પ્રહાર

નવી દિલ્હીઃ ટોચના વિરોધ પક્ષોના નેતાઓ આજે બેંગલુરુમાં સંયુક્ત બેઠક માટે એકત્ર થયા છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એમની આગવી શૈલીમાં એમના પર જોરદાર શાબ્દિક પ્રહારો કર્યા છે. મોદીએ પોર્ટ બ્લેરમાં વીર સાવરકર ઈન્ટરનેશનલ એરપોર્ટના નવા બંધાયેલા ટર્મિનલ બિલ્ડિંગના વિડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી કરેલા ઉદઘાટન દરમિયાન પોતાના સંબોધનમાં વિપક્ષી એકતા પર હલ્લો બોલાવ્યો હતો.

મોદીએ ભ્રષ્ટાચાર અને વારસાગત રાજકારણનો મુદ્દો ઉઠાવીને વિરોધપક્ષોને ઝપટમાં લીધા હતા અને કહ્યું કે આ લોકો દેશની લોકશાહી અને બંધારણને બાનમાં લેવા ઈચ્છે છે. એમની ગાયકી કંઈક અલગ છે, હાલત અલગ છે, લેબલ અલગ છે અને પ્રોડક્ટ અલગ છે. આ લોકો એમની દુકાન પર જાતિવાદનું ઝેર વેચે છે અને અમર્યાદ ભ્રષ્ટાચાર કરે છે. આજકાલ આ લોકો બેંગલુરુમાં ભેગાં થયાં છે અને કટ્ટર ભ્રષ્ટાચારી સંમેલન કરી રહ્યાં છે. ક્યાંક પૂર મામલે કૌભાંડ થાય છે, કોઈકનું અપહરણ કરાય છે. પશ્ચિમ બંગાળમાં થયેલી પંચાયત ચૂંટણીમાં બેફામપણે હિંસા થઈ, સતત લોહી વહે છે, એની પર આ બધાયની બોલતી બંધ છે. આ કંઈ દેશના ગરીબ બાળકોનો વિકાસ નથી, પણ એમનાં પોતાનાં સંતાનો અને ભાઈઓ, ભત્રિજાઓનો જ વિકાસ છે. એમની માત્ર એક જ વિચારધારા અને એજન્ડા છે – તમારા પરિવારને બચાવો, પરિવાર માટે ભ્રષ્ટાચાર વધારો.

ઉલ્લેખનીય છે કે, 2024ની લોકસભા ચૂંટણી નિકટ આવી રહી હોવાથી દેશભરના 26 રાજકીય પક્ષો નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્રીય સરકાર વિરુદ્ધ બેંગલુરુમાં એકત્ર થયા છે અને એમની સંયુક્ત બેઠક બોલાવી છે. કોંગ્રેસનાં સોનિયા ગાંધી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના શરદ પવાર, શિવસેના (યૂબીટી)ના ઉદ્ધવ ઠાકરે, આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ સહિત અનેક અગ્રગણ્ય વિપક્ષી નેતાઓ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે.

જેવું કરશો તેવું પામશો

         જેવું કરશો તેવું પામશો

આમ તો આખી કહેવત ‘કરો તેવું પામો અને વાવો તેવું લણો’ તે મુજબની છે. તમે જેવું બીજ વાવ્યું હશે તે જ પાક થવાનો છે. આ સંદર્ભમાં કબીરજીએ કહ્યું છે કે, ‘બોએ પેડ બબૂલ કા આમ કહાઁ સે હો’

માણસ જે પ્રકારનું કર્મ કરે છે તેવું જ ફળ તે પામે છે તેવો સંદેશ, માત્ર માત્ર કર્મ પર જ તમારો અધિકાર છે ફળ તેના બાદ આપોઆપ નક્કી થઈ જાય છે, તે અર્થમાં ગીતાજીના ‘કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન’થી પણ કહેવાયું છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

e-સિગારેટ વેચતી ૧૫ વેબસાઈટને આરોગ્ય મંત્રાલયની નોટિસ

નવી દિલ્હી: ઈ-સિગારેટ પર ભારતમાં પ્રતિબંધ છે.તે છતાં તે વેચતી ૧૫ વેબસાઇટને આરોગ્ય મંત્રાલયે નોટિસ ફટકારી છે. સરકારે આ વેબસાઈટ્સને આદેશ આપ્યો છે કે તેઓ આ પ્રોડક્ટની જાહેરખબર અને વેચાણ કરવાનું બંધ કરે.

આ ઉપરાંત બીજી છ વેબસાઈટ પણ સરકારની નજરમાં છે અને આરોગ્ય મંત્રાલયના અધિકારીઓ તે વેબસાઈટો પર ઈ-સિગારેટોની અપાતી જાહેરખબરો અને તેની મારફત કરાતા વેચાણ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. આ વેબસાઈટોને પણ ટૂંક સમયમાં જ નોટિસ મોકલવામાં આવશે. જે 15 વેબસાઈટ્સને નોટિસ આપવામાં આવી છે તેમાંની ચાર સાઈટે ઈ-સિગારેટની જાહેરખબરો કરવાનું અને વેચાણ કરવાનું બંધ કરી દીધું છે, પણ બાકીની વેબસાઈટ્સે હજી સુધી સરકારના આદેશનું પાલન કર્યું નથી. મંત્રાલયના સૂત્રોનું કહેવું છે કે જો આ વેબસાઈટો કાયદાનું પાલન નહીં કરે તો આરોગ્ય મંત્રાલય કેન્દ્રના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયને લેખિતમાં ફરિયાદ કરશે અને આ વેબસાઈટોને બંધ કરવાનું કહેશે. આ વેબસાઈટો સામે કાનૂની પગલું પણ ભરવામાં આવશે.

સુરક્ષા દળોએ જમ્મુ-કાશ્મીરના પૂંચમાં ચાર આતંકવાદીઓને ઠાર કર્યા

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના પૂંચમાં મોડી રાતે સુરક્ષા દળોએ ચાર આતંકવાદીઓને ઠાર કર્યા હતા. આ સંયુક્ત ઓપરેશન પુંચના સિંધરા વિસ્તારમાં જારી હતું. સુરક્ષા દળોએ પહેલી કાર્યવાહી 17 જુલાઈએ રાત્રે 11.30 કલાકે કરી હતી, જેમાં ડ્રોન અને નાઇટ સર્વેલન્સની મદદ લેવામાં આવી હતી.

સુરક્ષા દળો અને આતંકવાદીઓની વચ્ચે ભારે ગોળીબારની સાથે અથડામણ થઈ હતી. ભારતીય સેનાના વિશેષ દળ, રાષ્ટ્રીય રાઇફલ્સ અને જમ્મુ-કાશ્મીર પોલીસના જવાન અન્ય દળોની સાથે ઓપરેશનનો હિસ્સો હતા. ભારતીય સેનાના સત્તાવાર નિવેદનમાં ઓપરેશનમાં માર્યા ગયેલા ચાર લોકો વિદેશી આતંકવાદી છે અને તેમની ઓળખની તપાસ કરવામાં આવી રહી છે.

જમ્મુ ઝોનના એડિશનલ પોલીસ ડિરેક્ટર જનરલ (ADGP) મુકેશ સિંહે કહ્યું હતું કે મંગળવારે સવારે પાંચ કલાકે અથડામણ ફરી શરૂ થઈ હતી, જેમાં ચાર આતંકવાદી માર્યા ગયા હતા. સેનાના અધિકારીઓએ જણાવ્યું હતું કે સુરક્ષા દળો સાથે પહેલી અથડામણ સોમવાર રાત્રે 11.30 કલાકે શરૂ થઈ હતી, જે પછી અન્ય નાઇટ સર્વિલાન્સ ઉપકરણની સાથે ડ્રોન તહેનાત કરવામાં આવ્યા હતા.

સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ભારે ગોળીબાર શરૂ થયો હતો. ભારતીય સેનાના વિશેષ દળ, રાષ્ટ્રીય રાઇફલ્સ અને જમ્મુ-કાશ્મીર પોલીસના જવાન અન્ય દળોની સાથે ઓપરેશનનનો હિસ્સો હતો. સેનાના અધિકારીઓએ કહ્યું હતું કે ઓપરેશનમાં માર્યા ગયેલા આતંકવાદી વિદેશી આતંકવાદી છે અને તેમની ઓળખ કરવામાં આવી રહી છે.

જોકે આ પહેલાં પુંચ જિલ્લામાં નિયંત્રણ રેખાની પાસે ઘૂસણખોરીનો એક પ્રયાસ નિષ્ફળ કરતાં બે આતંકવાદીને ઠાર કરવામાં આવ્યા હતા.

 

 

 

 

રોકાણકારોનો હિંડનબર્ગના આરોપો છતાં વિશ્વાસ જળવાયોઃ અદાણી

નવી દિલ્હીઃ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ અમેરિકી શોર્ટ સેલિંગ કંપની હિંડનબર્ગ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે અમને નુકસાન પહોંચાડવાના ઇરાદાથી રિપોર્ટમાં ખોટા અને મનઘડંત આરોપ લગાવવામાં આવ્યા હતા. આ રિપોર્ટ ખોટી માહિતી અને પાયાવિહોણા આરોપોનું કોમ્બિનેશન હતો. એ આરોપો 2004થી 2015ની વચ્ચેના હતા. જેનો ઉદ્દેશ અમારી શાખને નુકસાન પહોંચાડવાનો હતો.

ભારતીય અબજોપતિ વેપારી ગૌતમ અદાણીએ વાર્ષિક સામાન્ય સભા (AGM)માં શેરધારકોને કહ્યું હતું કે અમારી કંપનીના શેરોમાં ઘટાડો થાય અને અમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો હેતુ આ રિપોર્ટનો હતો, કેમ કે કોઈ પણ રેટિંગ એજન્સીએ અમારા રેટિંગમાં કાપ નથી મૂક્યો.

તેમણે કહ્યું હતું કે અમારો ટ્રેક રેકોર્ડ ખુદ બોલે છે. આ પડકારોથી પસાર થવા દરમ્યાન અમારા સ્ટેકહોલ્ડરોએ અમને ટેકો પૂરો પાડ્યો હતો. એના માટે હું તેમનો આભારી છું. આ સંકટ દરમ્યાન પણ અમે આંતરરાષ્ટ્રીય રોકાણકારો પાસેથી અબજો ડોલર એકત્ર કર્યા હતા. અમારી બેલેન્સશીટ, અમારી સંપત્તિ અને અમારો રોકડપ્રવાહ સતત મજબૂત થઈ રહ્યો છે અને હવે અમે પહેલાં કરતાં ક્યાંય વધુ મજબૂત છીએ, એમ તેમણે કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે અમારી આરોપો પછી પણ સુપ્રીમ કોર્ટ દ્વારા કમિટી બનાવવામાં આવી હતી. કમિટીએ તપાસ કરી અને એને કંઈ ખોટું નથી મળ્યું, તેમણે કહ્યું હતું કે રોકાણકારોનો વિશ્વાસ જળવાઈ રહ્યો હતો. અમે કેટલાય દેશોમાં વિસ્તરણ કર્યું છે. અમે પ્રતિબદ્ધ છીએ પ્રતિ દિન અમે કંપનીને આગળ લઈ જવાની નેમ ધરાવીએ છીએ.