19 વર્ષીય સ્વિમિંગ સેન્સેશન આર્યન નેહરાએ 76મી સિનિયર નેશનલ એક્વેટિક ચેમ્પિયનશિપમાં ચાર નેશનલ રેકોર્ડ્સ (NRs) બનાવીને ટેલેન્ટ અને દૃઢ સંકલ્પના પ્રભાવશાળી પ્રદર્શન સાથે ફરી ડંકો વગાડયો છે. આર્યન હાલમાં પ્રતિષ્ઠિત ફ્લોરિડા યુનિવર્સિટીના સ્વિમિંગ પ્રોગ્રામ હેઠળ તાલીમ લઈ રહ્યો છે, અને વર્લ્ડ ચેમ્પિયનશિપ અને એશિયન ગેમ્સ માટે તૈયારી કરી રહ્યો છે.
2થી 5 જુલાઈ દરમિયાન યોજાયેલી સિનિયર નેશનલ એક્વેટિક ચેમ્પિયનશિપ દરમિયાન આર્યન નેહરાએ જોરદાર પ્રદર્શન કરી 400 મીટર ફ્રીસ્ટાઇલ 3.10 સેકન્ડમાં, 3:52.55 કલાકના સમય સાથે નેશનલ રેકોર્ડ તોડ્યો હતો. ઉપરાંત 800 મીટર ફ્રીસ્ટાઇલ (8:01.81), 1,500 મીટર ફ્રીસ્ટાઇલ (15:29.76), અને 400 મીટર (4:25.62) રેકોર્ડ્સ બનાવ્યા છે. શ્રેષ્ઠ પ્રદર્શન અને સિદ્ધિઓ માટે આર્યન નેહરાને સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા (એસએફઆઇ) દ્વારા સ્પર્ધાના શ્રેષ્ઠ પુરુષ તરવૈયાના ખિતાબથી સન્માનિત કરાયા.
આર્યન નેહરા કહે છે કે, “તેનું પ્રાથમિક ધ્યાન નક્કર પ્રદર્શન આપવા અને રેસ જીતવા પર હતું અને આ પ્રદર્શન થી ઉત્સાહિત છે.” આર્યને સ્વિમિંગ શ્રેષ્ઠ પ્રદર્શન માટે સ્કૂલ પૂરી કર્યા બાદ અમેરિકામાં ઉચ્ચ અભ્યાસનો નિર્ણય કર્યો અને 2021માં તેમણે ફ્લોરિડા યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો, જ્યાં પ્રખ્યાત સ્વિમિંગ પ્રોગ્રામમાં જોડાયા. આ પ્રોગ્રામે રાયન લોચટે, ટ્રેસી કોલ્કિન્સ અને કોનર ડ્વેર જેવા ઓલિમ્પિક ચેમ્પિયન્સ આપ્યા છે.
આર્યને કેલેબ ડ્રેસેલ, કેટી લેડેકી, નતાલી હિન્ડ્સ, રોબર્ટ ફિન્કે અને કિરેન સ્મિથ જેવા શ્રેષ્ઠ તરવૈયાઓ સાથે ખભો મિલાવી રહ્યો છે. આર્યને કહે છે કે,“ ફ્લોરિડા યુનિવર્સિટીના સ્વિમિંગ પ્રોગ્રામ સાથે મારી સફર અવિશ્વસનીયથી ઓછી નથી. વિશ્વના કેટલાક શ્રેષ્ઠ તરવૈયાઓ અને અસાધારણ કોચની સાથે તાલીમ મારા માટે ગેમ ચેન્જર રહી છે. તેમની નમ્રતા અને સમર્પણ મને દરરોજ શ્રેષ્ઠ પ્રદર્શન માટે પ્રયત્ન કરવા માટે પ્રેરણા આપે છે. હું વર્લ્ડ ચેમ્પિયનશિપ અને એશિયન ગેમ્સમાં મારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને દેશનું ગૌરવ વધારવા માટે કટિબદ્ધ છું.
આર્યન હાલ જાપાનના ફુકુઓકામાં 14 થી 30 જુલાઈ સુધી યોજાનાર વર્લ્ડ ચેમ્પિયનશિપ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે . તે 25 જુલાઈએ 800 મીટર અને 29 જુલાઈએ 1500 મીટર ફ્રીસ્ટાઇલ સ્પર્ધામાં ભાગ લેશે. ત્યાર બાદ તે ચીનના હાંગઝોઉમાં 23 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર સુધી યોજાનારી એશિયન ગેમ્સ પર નજર રાખશે. ચીનમાં આર્યન 400 મીટર ફ્રીસ્ટાઇલ, 800 મીટર ફ્રીસ્ટાઇલ, 1,500 મીટર ફ્રીસ્ટાઇલ અને 4x200m રિલેમાં ભાગ લેશે.
નોએડા (ઉત્તર પ્રદેશ): સીમા હૈદર નામની કથિત પાકિસ્તાની મુસ્લિમ ગૃહિણી અને ઉત્તર પ્રદેશના ગ્રેટર નોએડાના હિન્દૂ યુવક સચીન મીણા વચ્ચે પબ્જી મોબાઈલ ગેમ પરથી શરૂ થયેલા પ્રેમપ્રકરણે એક નવો વળાંક લીધો છે. અમુક અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આ યુગલ છેલ્લા 24 કલાકથી લાપતા છે. યુગલ સાથે એમના પરિવારજનોનો કોઈ સંપર્ક નથી. સીમા પાકિસ્તાનમાં એનાં પતિ ગુલામ હૈદરને તલાક આપ્યાં વગર સરહદ ગુપચુપ રીતે ઓળંગીને નેપાળ માર્ગે ભારતમાં પ્રવેશી છે. તેણે અને સચીન મીણાએ દાવો કર્યો છે કે બંને જણ પતિ-પત્ની છે. સીમાને ગુલામ હૈદરથી ચાર બાળકો થયાં છે. એ ચારેય બાળકોને લઈને ભારત આવી છે. તે નોએડામાં સચીનની સાથે રહેતી હતી. પરંતુ સ્થાનિક લોકોનું કહેવું છે કે આ દંપતી છેલ્લા લગભગ બે દિવસથી એમનાં ઘરમાં નથી.
સીમા હૈદર પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈની જાસૂસ હોવાની ચર્ચા સોશિયલ મિડિયા પર શરૂ થયા બાદ ઉત્તર પ્રદેશ એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (એટીએસ) દ્વારા સીમાનાં ભારતમાં શંકાસ્પદ પ્રવેશ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. એટીએસના અમલદારો આ પ્રકરણમાં આઈએસઆઈ દ્વારા હનીટ્રેપના એંગલની પણ તપાસ કરી રહ્યા છે.
અમદાવાદઃ સોશિયલ મિડિયા પર લાઇક્સની ભૂખ હવે જીવલેણ થતી જઈ રહી છે. લોકો ફોલોઅર્સ વધારવા માટે જીવ દાવ પર લગાવી રહ્યા છે. છેલ્લા 72 કલાકમાં લાપરવાહીથી એવી ચાર ઘટનાઓ સામે આવી ચૂકી છે, જેમાં આઠ લોકોએ જીવ ગુમાવવા પડ્યા છે.
સોશિયલ મિડિયા પર ક્રેઝ એટલો છે કે માત્ર યુવા જ નહીં બલકે મોટી વયના લોકો પણ બેદરકારી દાખવી રહ્યા છે. મુંબઈમાં આવી એક ઘટના સામે આવી છે, જેમાં બે બાળકોનાં માતામિતા સમુદ્રના કિનારે ફોટો ખેંચાવા માટે જોખમી ઝોનમાં ચાલ્યા ગયા હતા. એ દરમ્યાન એક મોટામાં મોજામાં બંને સમુદ્રમાં વહેવા લાગ્યા હતા. મહિલાના પતિનો જીવ તો કોઈક પ્રકારે બચી ગયો છે, પણ આ દુર્ઘટનામાં મહિલાનું મોત થયું છે.
UPના ઇટાવા મોસાળમાં આવેલા બે યુવકો નદીમાં ડૂબી ગયા, એમાંથી એકનો મૃતદેહ મળ્યો છે, જ્યારે બીજાની શોધખોળ જારી છે. બંને જણ સિંગર નદીમાં ઊતરીને ઇન્સ્ટાગ્રામ રીલ બનાવી રહ્યા હતા. તેમના મામા શમી ખાને જણાવ્યું હતું કે મોટા રેહાનની વય 17 વર્ષની હતી, જ્યારે ચાંદની વય 13 વર્ષની હતી.
કાનપુરમાં અંશ નામનો યુવક ઇન્સ્ટાગ્રામ પર રીલ બનાવવાના ચક્કરમાં પાંડુ નદીના વહેણમાં ગરકાવ થઈ ગયો હતો, તેના ચાર સાથીઓ માત્ર બૂમો પાડતા રહ્યા. તેના સાથી સક્ષમે જણાવ્યું હતું કે અંશને તરતા આવડતું હતું, પરંતુ નદીમાં કૂદ્યા પછી તે લાપતા થયો હતો.
સેલ્ફીના ચક્કરમાં ચાર જણનાં મોત
મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં સેલ્ફી લેવાના ચક્કરમાં ચાર યુવકો તળાવમાં ડૂબતાં મોત થયાં હતાં આ ઘટના ચંદ્રપુર જિલ્લાના ઘોડાઝારી તળાવની છે.
ભોપાલઃ ભોપાલથી દિલ્હી જતી વંદે ભારત ટ્રેનમાં આગ લાગી ગઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ સવારે કમલાપતિ રેલવે સ્ટેશનથી નિઝામુદ્દીન માટે રવાના થયેલી વંદે ભારત ટ્રેનની C14 કોચમાં કુરવાઇ સ્ટેશનની પાસે બેટરીથી આગ લાગી ગઈ હતી. જોકે આ આગ લાગવાની ઘટનામાં કોઈ પણ જાનહાનિ નથી થઈ અને બધા યાત્રીઓને સુરક્ષિત કાઢવામાં આવ્યા છે.
રાણી કમલાપતિથી નિઝામુદ્દીન જઈ રહેલી વંદે ભારત ટ્રેનના C-14 કોચમાં આગ લાગી હતી. ટ્રેન નં 20171 ભોપાલ-હજરત નિઝામુદ્દીન વંદે ભારત સવારે 5.40 કલાકે રવાના થઈ હતી. આ ઘટના બિનાથી પહેલાં થઈ હતી. આ ટ્રેનમાં પ્રવાસ કરી રહેલા યાત્રીઓના જણાવ્યા મુજબ આગ બેટરીથી લાગી હતી. આ આગની સૂચના મળતાં ટ્રેનને અટકાવીને બધા યાત્રીઓને સુરક્ષિત કાઢવામાં આવ્યા હતા. આગ લાગતાં ઘટનાસ્થળે ફાયરબ્રિગ્રેડની ગાડીઓ પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.
આ ટ્રેનમાં પ્રવાસ કરી રહેલા યાત્રીઓ અનુસાર કોચ C-14માં બેટરીની પાસે ધુમાડો નીકળવા માંડ્યો હતો. ત્યાર બાદ બેટરી બોક્સથી આગની જ્વાળાઓ નીકળવા માંડી હતી. જેથી બિના રેલવે સ્ટેશનથી પહેલાં કુરવાઈ કેથોરામાં ટ્રેનને અટકાવવામાં આવી હતી અને યાત્રીઓને સુરક્ષિત ઉતારવામાં આવી હતી. રેલવેના અધિકારીએ જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં કોઈના ઘાયલ થવાના સમાચાર નથી. આ કોચમાં 20-22 યાત્રીઓ હતા, તેમને બીજા કોચમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે રેલવે કર્મચારીઓ દ્વારા મરામત કાર્ય કરી રહ્યા છે.
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 43 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,94,921 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.
દેશમાં અત્યાર સુધી 5,31,915 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,61,565 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 34 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1441એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 20,572 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.32 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.
દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,47,763 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 97 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
અંગત કામ થવાના કારણે તમને કામકાજમા ધ્યાન ઓછુ અને અન્યપ્રવૃત્તિમા ધ્યાન વધુ રહે, કામકાજ દરમિયાન વધુ પડતા વિચારો આવવાના કારણે તમને તમારા કામમા રૂચી ઓછી જળવાય તેમજ કામ પરાણે કરતા હોવ તેવી લાગણી મનમાને મનમા રહ્યા કરે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારવર્ગ માટે સમયનો સદુપયોગ ઓછો થાય તેવા સંજોગો બની શકે છે, ખરીદી કરવા પાછળ તેમજ સામાજિકપ્રવૃત્તિના કારણે નાણા અને સમયનો વ્યય થઈ શકે છે, સાસરીપક્ષ તરફથી કોઈ જાણવા જેવા સમાચાર સાંભળવા મળી શકે છે, આરામ કરવાની વૃતિ વધુ જોવા મળી શકે, બજારમા અનુભવના આધારે નાનુ કામકાજ કરવુ યોગ્ય છે.
સંતાન બાબત અને પ્રેમસંબંધમા કઈક નવીનતા બની શકે છે, લગ્નબાબત કોઈ જગ્યાએ વાતચીત ચાલતી હોયતો તેમા પણ કઈ સારી આશા જાગવાના સંજોગ ઉભા થઇ શકે છે, જુના મિત્રવર્તુળ સાથે મિલનમુલાકાત દરમિયાન તમે ઉત્સાહ સારો અનુભવો અને ભૂતકાળના સ્મરણો તાજા થાય, વિદ્યાર્થીવર્ગ માટે સપ્તાહ દરમિયાન નવીનજાણકારીકે શીખવાની તક મળે, તમારૂ પોતાનુ માન જળવાય અને તમારા કામકાજમા અન્યનો સાથસહકાર મળે જેમા તમે ખુશીની લાગણી અનુભવો, બજારના કામકાજ તમને આત્મવિશ્વાસ જોવા મળે તેમજ ક્યાય લાભ થાય તેવુ પણ બની શકે છે.
નોકરી, ધંધામા ઉતર-ચઢાવ દરમિયાન તમને કયાંકને ક્યાંક મનમાને મનમા અશાંતિ અને ઉદ્વેગ જોવા મળે, તમારા કામકાજમા ઉત્સાહ ઓછો જોવા મળે તેમજ કામની બાબતમા નાનીનાની બાબતમા ઉશ્કેરાઈ જવાય, ઘરમા કે ઓફીસમા તમારી અન્ય સાથે દલીલબાજી વધુ થઈ શકે છે પરંતુ ધીરજ અને શાંતિ રાખવાથી પરિસ્થિતિ ઘણી નિયંત્રણમા રહી શકે છે. તમારા કામકાજમા અન્યનો સાથસહકાર ઓછો જોવા મળી શકે છે તેમજ તમને પણ અન્યને સહયોગી થવામા થોડા ઉદાસીન બનો. બજારના કામકાજમા તમારામા કામકાજ કરવામા થોડી દ્વિધા અનુભવો અને તેની અસર તમારા કામકાજમા થઇ શકે છે.
આતુરતાવાળુ વાતાવરણ જોવા મળે, ઘરકે કુટુંબમા ભાઈબહેન સાથે કોઈ કામકાજમા સાથ સહકાર ઓછો જોવા મળી શકે છે, લગ્ન માટે જેમની વાતચીત ચાલતી હોય તેવા લોકોને અન્ય તરફથી કોઈની ખટપટ પણ જોવા મળી શકે છે, પરિશ્રમ મુજબ ફળ ના મળવાના કારણે થોડી અશાંતિ જેવું લાગ્યા કરે, કોઈની સ્વાસ્થસંબંધિત ચિંતા કે આકસ્મિકખર્ચ પણ થઈ શકે છે, નોકરીમા કામનુ વધુ ભારણ કે અણગમતુ કામ કરવાથી માનસિકઅશાંતિમા વધારો થાય, બજારના કામકાજ ધીરજ રાખવી સારી છે, વાહન ધીમે ચલાવવુ તેમજ મુસાફરી દરમિયાન થોડી તકેદારી રાખવી ઇચ્છનીય છે.
પરિસ્થિતિમા ધીમેધીમે સુધારો થતો જોવા મળે માટે ધીરજ રાખવી સારી, ક્ષણિકઆવેશ પણ તમારા માટે કોઈ સમસ્યા સર્જી શકે છે. અણધાર્યા ખર્ચને કારણે તમને થોડી અકળામણ આવી શકે છે પણ તેમા તમને કોઈ મોટીસમસ્યા થાય તેવુ જણાતુ નથી, તમને કોઈપણ બાબતના વિચારો વધુ આવે અને તેની અસર તમારા કામ અને વર્તન પર સ્પષ્ટ દેખાઈ આવે, ક્યાયક મુસાફરી થઈ શકે છે તેમા તમે કંટાળાની લાગણી વધુ અનુભવી શકો છો. કોઈજગ્યાએ વાતચીત દરમિયાન તકેદારીકે ચોખવટ જેવી બાબતનુ ધ્યાન રાખવું સારુ. બજારના કોઈપણ પ્રકારના કામકાજમા ઉતાવળિયો નિર્ણય ના લેવાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે.
પરિવર્તન જોવા મળશે અને આનંદ, ઉત્સાહ, વચ્ચે તમારો સમય પસાર થાય, લગ્નમાટે ક્યાય વાર્તાલાપકે મિલનમુલાકાતમાં તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર થોડી સારી રીતે પડી શકે છે, તમે થોડા ચંચળ અને ક્યાંક વધુ પડતા ઉદારવાદી પણ બની શકે છો પણ તેમા થોડુ સજાગ રહેવુ જેથી ક્યાય ગેરસમજ ના વર્તાય, બજારના કામકાજમા અપેક્ષા મુજબ કામ થોડુ ઓછુ થાય, જુના અટકેલા કામકાજ પુરા કરવાની કોશિશ કરો તો તેમા પણ થોડી ચળવળ થતી જોવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે સમયનો સદુપયોગ કરવો વધુ યોગ્ય કહી શક્ય, આરોગ્ય બાબતમાં બેદરકારના બનાય તેનુ ધ્યાન રાખવુ.
આ સપ્તાહ દરમિયાન તમે કોઈપણ કામકાજમા વ્યસ્ત વધુ રહો, સામાજિકકે ધાર્મિકકાર્યક્રમમા તમારી હાજરી થોડી પ્રભાવશાળી બને અને તેમા તમને આત્મસંતોષ વધુ જોવા મળી શકે, કોઈક નવીનકામકાજ થાય તેવી પણ બાબત રહેલી છે. અણધાર્યા નાણાકીયખર્ચ થાય તેવુ પણ બની શકે છે, તમે કોઈના કામકાજમા સારી રીતે સહભાગી બની શકો છો અને તમારા કામની સારી નોધ પણ લેવાય, કામકાજની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ જૂનીવાત કે કામ ક્યાય અટકેલુ હોય તેમા પણ તમે કોઈનો સહયોગ ઈચ્છોતો મળી શકે છે. બજારમા કામકાજ દરમિયાન ગણતરી પૂર્વકવર્તવું યોગ્ય છે.
તમારામા રહેલી ધીરજની થોડી પરીક્ષા થઈ શકે છે, તેમા તમારી થોડી મહેનત અને યોગ્ય ગણતરીની પણ એટલીજ જરૂરિયાત અનુભવો, મિત્રોકે સગાસ્નેહી સાથે મિલનમુલાકાતમા તમે ખુશીની લગાણીની સાથે થોડોક માનસિકથાક અને કંટાળાનો પણ અનુભવ કરો. જુનાકોઈ અટકેલા કામકાજમા મહેનત કરોતો તેમા પણ થોડી ગતિ જોવા મળી શકે છે. સ્વાસ્થબાબત થોડી કાળજી રાખવી તેમા પણ જેમને શરદી, તાવ, કફ, આંખ, માથા અંગેની ફરિયાદ હાલમા ચાલતી હોય, બજારમા નાનુ અને આયોજનપૂર્વકનુ જ કામ કરવુ સારુ, લગ્નબાબતની વાતચીત કે મિલનમુલાકાતમા વ્યવહારુ અભિગમ અપનાવો ઇચ્છનીય છે.
આ સપ્તાહ દમિયાન તમને કામની બાબતમા થોડુ અધીરાપણુ વધુ જોવા મળે તેના કારણે તમે કોઈના ઉશ્કેરાટના ભોગ પણ બની શકો છો પરંતુ તમારા કામકાજમા તમને કોઈનો સાથસહકાર પણ સારો મળી શકે છે જેમા તમને તમારા કામના અધિરાપણાનુ ભાન કરાવે અને તેમે થોડી ખુશી પણ અનુભવો, ઘરમા કે ઓફીસમા તમારા વિચાર મતભેદને કારણે ક્યાંક અણગમો વર્તાય પરંતુ તમારી વ્યવહારકુશળતાના કારણે તમે પરિસ્થિતિને કાબુમા લાવીદો. બજારના કામકાજમા તમને નિર્ણયશક્તિનો અભાવ વર્તાય અને તેની અસર તમારા કામકાજ પર પડી શકે માટે શાંતિ અને ગણતરીપુર્વાક્જ કામ કરવુ જોઈએ.
તમારામા કોઈ કારણસર ઉત્સાહ જોવા મળે અને તેમા પણ તમારી કોઈ પસંદગીની વ્યક્તિ સાથે કોઈ સારી વાતની આપ લે થાય, તમારી લાગણીની કદર થાય, કોઈ જગ્યાએ તમારાથી કોઈ નાખુશ થયુ હોય તેવા લોકો તરફથી પણ સારો આદરકે પ્રતિભાવ જોવા મળે, તમારી લાગણીનો કોઈ દુરુપયોગ ના કરે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, લગ્નની વાત કોઈ જગ્યાએ ચાલતી હોય તેમા પણ તમને સારો પ્રતિભાવકે જાણવા જેવી વાત સાંભળવા મળી શકે છે. તમે થોડા ધાર્મિકવૃતિ તરફ ધ્યાન વધુ આપો તેવુ પણ બની શકે છે, બજારના કામકાજમા તમારા અનુભવનો ઉપયોગ તમે સારી રીતે કરી લાભ મેળવી શકો છો.
નાનીનાની વાતમા ગુસ્સો આવી જવો અને નારાજ થઇ જવુ તે મુજબનુ વર્તન તમારામા જોવા મળી શકે છે પરંતુ ક્યાંકથી આકસ્મિક નાણાકીયકે કોઈ બાબતે ખુશી થવાય તેવો લાભ પણ થઈ શકે છે, કમર, સાંધા, સ્નાયુ જેવી તકલીફ ભોગવતા હોય તે લોકો એ થોડી તકેદારી રાખવી જરૂરી છે. સગાસ્નેહી સાથેની વાર્તાલાપમા તમને ગમતી કોઇ વાત સાંભળવા મળી શકે છે, તમારા હિતશત્રુ તમને ઉશ્કેરે નહિ તે બાબતની કાળજી રાખવી જરૂરી છે, તમારી પસંદગીની કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા રાખતા હોવતો તે માટે પણ તમને તક મળી શકે છે, બજારના કામકાજમા પસંદગીના જ નાના કામ કરવા યોગ્ય છે.
જાહેરપ્રસંગમા તમારી પ્રતિભા સારી ઉપસી આવે, તમારા કામકાજમા અન્યનો સારો સાથસહકાર મળી શકે છે, તમારા ધારેલા કામમા તમે ગણતરી અને મહેનત કરોતો સારુ ફળ મળી શકે છે, લગ્નની માટેની વાતચીત ક્યાય ચાલતી હોયતો વાર્તાલાપ અને મિલનમુલાકાતમા તમને સારો પ્રતિભાવ અને ઉત્સાહ જોવા મળી શકે છે ફક્ત એટલું ધ્યાન રાખવુ કે ઈર્ષાળુ કોઈ ખટપટ ના કરી જાય, યાત્રાપ્રવાસ પણ તમને ઉત્સાહપૂર્વકનો રહે, મિત્રવર્તુળ સાથે કોઈ નવીનવાતની આપલે પણ થઇ શકે છે, બજારના કામકાજમા તમને કઈ સારુ કરવાની લાગણી જન્મી શકે છે, આયોજનપૂર્વક કામ કરોતો લાભ પણ થઈ શકે છે.
આજના દિવસમાં તમને ઉત્સાહ જોવા મળી શકે છે, અંગતમિત્રો સાથેની વાર્તાલાપમાં સારોસમય પસાર થાય તેમાં જુનાસ્મરણ તાજા થાય અને તમને આનંદ,ખુશીની લાગણીનો અનુભવ થાય, આજે આરામ કરવાની અને થોડેક અંશે આળસવૃતિ પણ જોવા મળે, ધાર્મિકસ્થાનની મુલાકાત થઈ શકે છે.
આજે સગાસ્નેહી,જુનાપરિચિત સાથે મિલનમુલાકાતકે કોઈ તેમની સાથેના અગત્યના કામકાજ થાય તેવા યોગ છે, કામકાજકે ઈતરપ્રવૃત્તિના કારણે આરોગ્યબાબતે થોડા બેદરકાર પણ બનો, કોઈ વ્યવહારુ અભિગમ અપનાવા જાવતો તમે ક્યાંક કોઈના થોડા રોષના ભોગ પણ બની શકો છે.
આજે તમારા માટે કોઇપણ પ્રકારના કામકાજ હેતુ નાનીકે મોટી મુસાફરીના યોગ બની રહ્યા છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, તમારાકે અન્ય માટેના શુભપ્રસંગઅંગે ચર્ચા વિચારણા પણ થાય, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખવું.
: આજે તમને થોડો માનસિકથાકકે કારણવગરનો ઉશ્કેરાટની લાગણીનો અનુભવ થાય, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છે, આકસ્મિકખર્ચા પણ કોઈ કારણસર થઈ શકે છે. શરદી,ખાંસી,તાવ જેવી નાનીનાની તકલીફથી તમે થોડી બેચીની વધુ અનુભવો. શાંતિથી દિવસ પસાર કરવો.
આજના દિવસે તમને કંઇકને કંઇક કરવાની જીજ્ઞાસા વધુ જોવા મળે અને કામકાજ કરવામાં થોડી ઉતાવળ કરવાની વૃતિ પણ જોવા મળે, કોઈ જુનાઅટકેલા કામ પુરા કરવા માટે પ્રયત્ન કરવો સારો કહી શક્ય જેમાં સારો પ્રતિભાવ જોવા મળી શકે છે, ક્યાય દાનદક્ષિણા આપવાના યોગ પણ બની રહ્યા છે.
આજે કુટુંબના સભ્યો સાથે મિલનમુલાકાત થાયકે કોઈ સામાજિકકે ધાર્મિકપ્રસંગમાં હાજરી આપવાના યોગ બને છે અને તેમાં તમારું વર્ચસ્વ અને મોભો જળવાય તેવું પણ બની શકે છે. તમને કોઈની મજાકમશ્કરી કરવાની વૃતિ જાગે પરંતુ તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.
આજ દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે, કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, નાનાઅંતરની મુસાફરી થઈ શકે છે. તમે આજે મિત્રોના કોઈ કામકાજમાં ક્યાંક સહભાગી બનો તેવું પણ બની શકે છે, ધાર્મિકસ્થળની મુલાકાત થાય અને તેમાં તમારું મન સારું પ્રસન્ન રહે તેવું બની શકે છે.
આજે થોડી માનસિકચિંતાકે અશાંતિ જેવું લાગે કારણકે કોઈકને કોઈક વિચાર આબાબતે તમને અસ્વસ્થ કરી શકે છે. મિત્રોકે ઘરમાં વડીલવર્ગ સાથે વિચારમતભેદના થાય તેનું ધ્યાન રાખવું, પ્રભુભક્તિમાં સમય વધુ પસાર કરવાની ઈચ્છા થાય અને ધાર્મિકસ્થળની મુલાકાત કરવાથી મનને શાંતિ પણ મળે.
આજે મિત્રો સાથે સારો સમય પસાર થાય, તમે કોઈને કોઈકામમાં સહભાગી બનો તેવી લાગણી તમારામાં જોવા મળે, ધાર્મિકઆસ્થા થોડી વધુ જોવા મળી શકે. લાગણીભર્યા જુનાસંબંધ અચાનક યાદ આવી શકે છે. કોઈ કાર્ય બાબતની ક્યાય મિલનમુલાકાત થવાથી તમને સારો પ્રતિભાવ જોવા મળે તેવું બની શકે છે.
આજે થોડાક માનસિકવિચારોથી તમે અશાંતિ અનુભવો, મનમાંને મનમાં કોઈક વાતનો અજંપો રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, શક્ય એટલું ઓછુ બોલવું સારું, કોઈ જરૂરિયાત વાળી વ્યક્તિને યથાશક્તિ દાન આપવું ઇચ્છનીય છે, પ્રભુમાં ચિત્ત રાખવું યોગ્ય કહી શકાય.
આજે કોઈ ધાર્મિકસ્થળકે સામાજિકપ્રસંગ માટેની મુલાકાત થઈ શકે છે, જાહેરજીવનમાં તમારો મોભો સારો વર્તાય, આજે તમારું વર્ચસ્વ તમાર કામ અને આવડત પર સારું જોવા મળે. યુવાવર્ગને પોતાની પસંદગીની કોઈ વાત સંભાળવા મળે કે જાણવા મળી શકે છે, નાનાઅંતરની મુસાફરી પણ થઈ શકે છે.
આજે એકલા હાથે ઘણા કામ કરવાના આવે તેવું બની શકે છે તેમાં તમને અન્યનો સાથ ઓછો જોવા મળે તેના કારણે તમે કામ ટાળવાની વૃતિ જાગે અને આરામ કરવાનું મન વધુ થાય, ક્યાંક આકામિકનાણાકીય ખર્ચ આવી શકે છે, મિલનમુલાકાતકે હરવાફરવામાં ઉમંગનો અભાવ જોવા મળી શકે છે.