Home Blog Page 2707

હેમામાલિની પતિ ધર્મેન્દ્ર સાથે કેમ રહેતાં નથી? કારણ જાણવા મળ્યું…

મુંબઈઃ હિન્દી ફિલ્મોની લોકપ્રિય જોડી પૈકી એક એટલે હેમા માલિની અને ધર્મેન્દ્ર. આ જોડીએ દર્શકોને અનેક મનોરંજક ફિલ્મો આપી છે. તેઓ વાસ્તવિક જીવનમાં લગ્નગ્રંથિથી પણ જોડાયાં છે. એમનાં લગ્નને 43 વર્ષ વીતી ગયા છે. તે છતાં આ બંને જણ સાથે રહેતાં નથી. આનું કારણ શું હશે? આ સવાલ ઘણાયને સતાવી રહ્યો છે.

હેમા માલિનીએ ધર્મેન્દ્ર સાથે લગ્ન કર્યાં હતાં ત્યારે ધર્મેન્દ્ર પહેલી પત્ની પ્રકાશકૌરથી ચાર સંતાન થયા હતા. તે છતાં હેમાએ ધર્મેન્દ્ર સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો અને લગ્ન કર્યાં હતાં. બંને કલાકાર પતિ-પત્ની બન્યાં તેને 43 વર્ષ થઈ ગયા હોવા છતાં તેઓ સાથે કેમ રહેતાં નથી? તો એનું કારણ જાણવા મળ્યું છે.

હેમા માલિનીએ આ જાણકારી એક અખબારને આપેલી મુલાકાતમાં આપી છે. એમણે કહ્યું, આ રીતે રહેવાનું કોઈને ગમે નહીં. કેટલીક વાર આપણું જીવન અણધારી રીતે વળાંક લેતું હોય છે અને આપણે તેનો સ્વીકાર કરવો જ પડે છે. તે વળાંક-ફેરફારને અપનાવવો પડે છે. ધર્મેન્દ્ર કાયમ મારી અને અમારાં પરિવારની પડખે મજબૂત રીતે ઊભા રહ્યા છે. પ્રત્યેક સ્ત્રીની ઈચ્છા હોય કે એ તેનાં પતિ અને સંતાનોની સાથે એક પરિવારની જેમ રહે. પરંતુ ક્યારેક પરિસ્થિતિ આપણને જુદા જ માર્ગ પર લઈ જાય છે.

ધર્મેન્દ્રએ એમના પહેલા પત્ની પ્રકાશકૌરને છૂટાછેડા આપ્યા વગર હેમા માલિની સાથે લગ્ન કર્યા હતા. હેમાનાં માતાપિતાને આ માન્ય નહોતું. ધર્મેન્દ્રએ લગ્ન કર્યા બાદ હેમા માલિનીથી અલગ રહીને એમની બંને પુત્રીનો ઉછેર કરવાનું નક્કી કર્યું હતું.

ફોક્સકોનની દેશમાં 4-5 સેમીકંડક્ટર પ્લાન્ટ લગાવવાની યોજના

નવી દિલ્હીઃ વેદાંતાની સાથે રૂ. 1600 અબજ રૂપિયાની સેમીકન્ડક્ટર સમજૂતી તૂટ્યા પછી તાઇવાનની કંપની ફોક્સકોન ભારતમાં મૂડીરોકાણ કરવા ઉત્સુક છે અને નવા ભાગીદારની શોધ કરી રહી છે. કંપનીએ કહ્યું હતું કે ભારતમાં ચિપ બનાવવાનો ઇરાદો હજી છોડ્યો નથી. કંપની ભારતની સેમીકંડક્ટર ઉત્પાદનની યોજના હેઠળ છૂટ માટે અરજી કરશે.

કંપનીની ભારતમાં 4-5 સેમીકંડક્ટર ચિપ મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપિત કરવાની યોજના છે. કંપનીએ વેદાંતાની સાથે સંયુક્ત સાહસ તોડ્યાના એક દિવસ પછી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયને આ વિશે માહિતી આપી હતી. કંપનીએ ગુજરાતમાં પ્લાન્ટ સ્થાપવા માટે રાજ્ય સરકાર સાથે રૂ. 1.54 લાખ કરોડના MOU પર હસ્તાક્ષર કર્યા હતા. બંને કંપનીઓ મળીને સેમીકંડક્ટર અને ડિસ્પ્લે પ્રોડક્શન પ્લાન્ટ લગાવવાવાની હતી. કંપનીએ કહ્યું હતું કે કંપની ભારત સરકારના મેક ઇન ઇન્ડિયાનાં લક્ષ્યોને પૂરો ટેકો આપે છે.

કંપની આગામી 45-50 દિવસોમાં અંતિમ અરજી કરીને સત્તાવાર એની જાહેરાત કરે એવી શક્યતા છે.આ મામલાથી પરિચિત અન્ય એક વ્યક્તિએ કહ્યું હતું કે કંપની સેમીકંડક્ટર ચિપ ઉત્પાદન યુનિટ ગુજરાતમાં સ્થાપિત કરે એવી સંભાવના છે.

જુલાઈ, 2022માં ગુજરાત સરકારે સેમીકંડક્ટર નીતિ 2022-2027ની જાહેરાત કરી હતી, જેના હેઠળ સરકાર રાજ્યમાં સેમીકંડક્ટર અથવા ડિસ્પ્લે ફેબ્રિકેશન મેન્યુફેક્ચરિંગમાં મૂડીરોકાણ કરવા ઇચ્છુક કંપનીઓ માટે વીજળી, પાણી અને જમીનની કિંમતોમા ભારે સબસિડી આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. સેમીકંડક્ટર્સ અને ડિસ્પ્લે ભારતને ઇલેક્ટ્રોનિક્સ હબ બનાવવા માટે જરૂરી છે.

વર્ષ 2021માં ભારતીય સેમીકંડક્ટર માર્કેટ વેલ્યુ રૂ. 2.16 લાખ કરોડ હતી અને હવે 2026માં રૂ. 5.09 લાખ કરોડ (65 બિલિયન ડોલર) સુધી પહોંચવા માટે આશરે 19 ટકા CAGRથી વધવાની અપેક્ષા છે.

 

 

 

દિલ્હીમાં યમુના ખતરાના નિશાનની ઉપરઃ 10 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

નવી દિલ્હીઃ દિલ્હીમાં યમુના નદીનું જળ સ્તર ખતરાના નિશાન ઉપર વહી રહ્યું છે. કેટલાય નીચલા વિસ્તારોનાં ઘરોમાં યમુનાનાં પાણી ઘૂસવાને કારણે લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. દિલ્હીમાં યમુના નદી 207 મીટરના નિશાનને પાર કરતાં 10 વર્ષોમાં મહત્તમ રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે.

દિલ્હીમાં છેલ્લા બે દિવસોમાં ભારે વરસાદની વચ્ચે યમુનાના જળ સ્તરમાં ઝડપથી વધારો નોંધાયો છે. દિલ્હીના ઓલ્ડ રેલવે બ્રિજ વિસ્તારમાં યમુના નદીના નિશાનથી ઉપર વહી રહી છે.દિલ્હીમાં યમુનાએ ખતરાના નિશાનને પાર કરતાં પૂર સંભવિત ક્ષેત્રોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થાનો પર સ્થાનાંતરિત કરવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે સાવચેતી રૂપે જૂના રેલવે પૂલને રસ્તા અને રેલ વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે.

કેન્દ્રીય જળ પંચ (CWC)ના અનુસાર હરિયાણા દ્વારા યમુનાનગરમાં હથિનીકુંડ બેરેજથી યમુના નદીમાં વધુ પાણી છોડવામાં આવવાને કારણે સોમવારે સાંજે જૂના રેલવે પૂલ પર જળ સ્તર વધીને 205.4 મીટર થયું હતું અને મંગળવારે એ 206.38 મીટરે પહોંચ્યું હતું.

હરિયાણના હથિની કુંડ બેરેજથી ત્રણ લાખ ક્યુસેક પાણી છોડ્યા પછી યમુનામાં પાણી વધ્યું છે. જેથી આજે યમુનાનું જળસ્તર 207.08 રેકોર્ડ કરવામાં આવ્યું હતું. યમુનાનું મહત્તમ જળ સ્તર 1978માં 207.49 નોંધાયું હતું. અધિકારીઓએ ચેતવણી આપી હતી કે દિલ્હીમાં યમુના નદી મહત્તમ રેકોર્ડ નોંધાવી શકે છે. મંગળવારે જ યમુના નદીનું જળ સ્તર 10 વર્ષના મહત્તમ રેકોર્ડ સ્તરે પહોંચ્યું હતું.દિલ્હીના કેટલાય વિસ્તારોમાં પૂરનાં પાણી ઘૂસ્યાં હતાં. નદીના ઉફાનને ઓછું કરવા માટે ઓખલા બેરેજના દરવાજા ખોલવામાં આવ્યા છે. રાહત અને બચાવ કાર્ય માટે 45 નૌકાને તહેનાત કરવામાં આવી છે.

 

 

 

કોરાનાના 46 નવા કેસો, એક પણ મોત નહીં   

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 46 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,94,665 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,31,913 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,61,339 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 53 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1413એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 52,920 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.29 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,45,445 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 700 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

શ્રી શ્રી રવિશંકર: પરમાનંદની ખોજ

ઈશ્વરે તમને દુનિયાની તમામ નાની નાની ખુશીઓ આપી છે,પરંતુ પરમાનંદ પોતાની પાસે રાખ્યો છે. એ મેળવવા માટે તમારે તેમની પાસે જવું પડે, માત્ર તેમની પાસે. જો તમારી પ્રાર્થનાઓનો જવાબ નથી મળી રહ્યો તો તેનું કારણ છે કે તમે ક્યારેય તેને માટે ગુણવત્તાસભર સમય ફાળવ્યો નથી. સામાન્ય રીતે તમે બચેલો સમય ફાળવતા હોવ છો,જ્યારે તમારે બીજું કંઈ કરવાનું હોતું નથી. સત્સંગ અને ધ્યાનને સૌથી વધારે પ્રાથમિકતા આપો.

ઈશ્વરને શ્રેષ્ઠ સમય આપો. અનંત સમય સુધી રાહ જુઓ, અસીમ ધીરજ રાખો. સજગતાથી અથવા વારંવારના અભ્યાસથી તમે તેની સમીપ પહોંચી શકશો.ઈશ્વર તમારો છે. આ બાબત ઉતાવળે સુપરમાર્કેટમાંથી ખરીદી કરીને ઝડપથી ઘેર પહોંચી જવા જેવું નથી. કંઈક મેળવવા તમારી ઉતાવળ તમને વિકેન્દ્રીત કરી નાંખે છે અને વામણા બનાવી દે છે. જો તમે એવું જુઓ કે આખી દુકાન ઘરમાં જ તો તમે ખરીદીની ઉતાવળ નહીં કરો. તમે અનુકૂલન અનુભવશો. જો તમે એવું જાણી જશો કે તમે ઈશ્વરીય યોજનાના એક ભાગ છો તો તમે માંગણીઓ કરવાનું બંધ કરશો. ત્યારે તમને સમજાશે કે બધું તમારા માટે કરાઈ રહ્યું છે. તમારી સંભાળ લેવાઈ રહી છે. મનમાં ધીરજ અને ક્રિયાશીલતામાં તરવરાટ એ યોગ્ય સંયોજન છે.

કર્મની રીતો સમજવી અઘરી છે. તમે જેમ જેમ વધુ સમજતા જાવ તેમ તેમ વધુ આશ્ચર્યચકિત થતા જશો. તે લોકોને નજીક લાવે છે અને છુટા પાડે છે. તે કેટલાક લોકોને નબળા બનાવે છે તો કેટલાકને મજબૂત.તે કેટલાકને અમીર બનાવે છે તો કેટલાકને ગરીબ. દુનિયામાં જે કંઈ સંઘર્ષ છે તે કર્મબંધનને લીધે છે. તે બધા તર્ક અને કારણોને પાર પાડીને તમને તમારી સ્વ તરફની યાત્રામાં સહાય કરે છે.

માત્ર મનુષ્ય જીવનમાં કર્મમાંથી મુક્ત થવાની ક્ષમતા છે. અને માત્ર થોડા હજારો લોકો જ તેમાંથી મુક્ત થવાનું લક્ષ્ય રાખે છે. માત્ર ઈશ્વરકૃપાથી કર્મના બંધનને નષ્ટ કરી શકાય છે.પ્રારબ્ધ કર્મ બદલી શકાતા નથી. આધ્યાત્મિક ક્રિયાઓથી સંચિત કર્મ બદલી શકાય છે. સત્સંગ બધા નકારાત્મક કર્મોના બીજ નષ્ટ કરી દે છે. જ્યારે તમે કોઈના વખાણ કરો છો ત્યારે તેમના સારા કર્મો લો છો. જ્યારે તમે બીજા પર આક્ષેપ કરો છો ત્યારે તેમના ખરાબ કર્મો લો છો. આ બાબત સમજો અને સારા તથા ખરાબ બન્ને કર્મો ઈશ્વરને સમર્પણ કરી મુક્ત થઈ જાવ.

લગાવ શ્વાસને અજંપાભર્યો કરી દે છે અને મનની શાંતિ છીનવી લે છે.એને લીધે તમે અસંતુલિત અને દુખી થઈ જાવ છો.તમે અતિશય વિખરાઇ જાવ તે પહેલાં સ્વસ્થ બનો અને શરણાગતિ તથા સાધના દ્વારા શ્વાસને અજંપાથી મુક્ત કરો.આંતરિક મૌનની દુનિયામાં ચાલ્યા જાવ.જ્યારે કોઈ વ્યક્તિ લગાવના સમુદ્રમાં ડૂબતી હોય ત્યારે તેણે બચવા માટે શરણાગતિ રુપી ‘લાઈફ જેકેટ’ પહેરવું જોઈએ.તમારું પ્રથમ પગલું લગાવને જ્ઞાન તરફ,ઈશ્વર તરફ વાળી દેવાનું હોવું જોઈએ.ક્ષુલ્લક બાબતોથી તમારું અળગા રહેવું એમાં તમારું ગૌરવ છે.ઈશ્વર પ્રત્યે તમારો લગાવ એ તમારી શોભા છે.
ત્રણ બાબતો છે:ચેતના,ઈન્દ્રિયો અને પદાર્થો અથવા દુનિયા.અને ત્રણ શબ્દો છે:સુખ,દુખ અને સખા(મિત્ર).આ ત્રણેયમાં ‘ખ’ આવેલો છે જેનો અર્થ થાય છે ઈન્દ્રિયો.ચેતના ઈન્દ્રિયો દ્વારા દુનિયાનો અનુભવ કરે છે.જ્યારે ઈન્દ્રિયો ચેતના સાથે હોય છે ત્યારે સુખ હોય છે,કારણ કે ચેતના તમામ સુખનું ઉદભવ સ્થાન છે. જ્યારે ઈન્દ્રિયો ચેતનાથી દૂર હોય છે ત્યારે દુખ હોય છે.દુખનો એ જ અર્થ થાય છે કે તમે પોતાની અંદર સ્થિર રહેવાને બદલે કોઈ પદાર્થમાં સપડાઈ ગયેલા છો અને પદાર્થની પસંદગી બદલાયા કરે છે.સખા એટલે જે તમારી ઈન્દ્રિયો બની ગયા છે અને તમે તેના દ્વારા,તે જ્ઞાન દ્વારા, દુનિયાને જુઓ છો.સખા એટલે એ મિત્ર કે જે સુખ અને દુખ બન્ને અનુભવોમાં સાથીદાર હોય છે. જ્ઞાન તમારો મિત્ર છે અને ગુરુ બીજું કશું નથી પણ જ્ઞાનનું દેહ સ્વરૂપ છે.સખા જીવન અને મૃત્યુમાં સાથીદાર હોય છે; અર્જુન કૃષ્ણના સખા હતા અને કૃષ્ણ ભલે એક નિપૂણ ગુરુ હતા છતાં સખા પણ હતા.જો તમારી ઈન્દ્રિયો ઈશ્વરીય છે તો તમે આખી દુનિયાને ઈશ્વરીય દ્રષ્ટિએ જુઓ છો.

જો તમે સુખની પાછળ ભાગશો તો દુખ તમારો પીછો કરશે; જો તમે જ્ઞાનને અનુસરશો તો સુખ તમારો પીછો કરશે.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

નોટ આઉટ @ 93 : એનાક્ષી માલવી

ગુજરાતી ભાષામાં “ગણિતમાં કાબેલ બનો” નામની ચાર ચોપડીનો સેટ લખનાર એનાક્ષીબહેન હોરા, જે ૧૯૫૮માં વનરાજ માલવી સાથે લગ્ન કરી એનાક્ષીબહેન માલવી તરીકે ઓળખાયા, તેમની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે :  

જન્મ અને બાળપણ સુરતમાં. ત્રણ બહેનોનું નાનું કુટુંબ, નાના વડોદરાના મહારાણીના ખાસ ડોક્ટર. સ્ત્રી-શિક્ષણના પ્રણેતા એવા બહાદુર દાદી અનસુયાબેન અને પિતાનો ઘણો પ્રભાવ તેમના જીવન ઉપર છે. સુરતમાં મહિલા વિદ્યાલય અને વનિતા-વિશ્રામ દાદીએ શરૂ કર્યાં. પિતા ડોક્ટર કરશુખરામ વોરા સુરતના લિડિંગ સિટિઝન, થિયોસોફીસ્ટ અને સ્વાતંત્ર સેનાની. તેમને ડૉ. એની બેસન્ટ સાથે સારા સંબંધો. તેમની યાદમાં તેમણે સુરતમાં એની બેસન્ટ હોલની સ્થાપના કરી. એનાક્ષીબેન સુરતથી એમએ વીથ ઈંગ્લીશ ભણ્યાં. જોડેજોડે ફ્રેન્ચ ભાષાનો પણ અભ્યાસ કર્યો. વેકેશનમાં મુંબઈ જઈ થોડું કામ કરતાં. જીએસએફસીમાં 20 વર્ષ (મુંબઈ, સુરત અને અમદાવાદ થઈ) કામ કર્યું. આંખોની તકલીફને કારણે નોકરી છોડી. પતિ વનરાજ માલવી લેખક અને પ્રકાશક. તેમના પિતાએ સુરતમાં ગાંડીવ સાહિત્યમંદિર (ગાંધીજીનાં પુસ્તકો અને બકોર પટેલ માટે જાણીતું) સ્થાપ્યું હતું. વનરાજભાઈએ ગ્રંથ-લોક નામની  પ્રકાશન સંસ્થા શરૂ કરી. ગણિત, અંગ્રેજી તેમજ વ્યક્તિત્વ-વિકાસનાં પુસ્તકોનું પ્રકાશન કર્યું. વ્યક્તિત્વ-વિકાસનાં પુસ્તકોને સારો આવકાર મળ્યો. અંગ્રેજી શીખવા માટે “ઇંગલિશ ફોર યુ” મેગેઝીન શરૂ કર્યું જેમાં એનાક્ષીબહેન સક્રિય હતાં. 2015માં પતિનું અવસાન થયું.

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

સવારે ઊઠી દૈનિક ક્રિયા પતાવી  છાપુ વાંચે, ઈતર વાંચન કરે. કલાકેક સર્વ-ધર્મ પ્રાર્થના, મંત્રો વગેરે કરે. પછી મિત્રો અને પાડોશીઓ સાથે વાતોચીતો કરે. જમીને થોડીવાર આરામ કરે. વિચારોનું અવલોકન કરે. સાંજે સાડા છ થી સાડા સાત સોસાયટીના કમ્પાઉન્ડમાં ચાલે, બાળકોને મળે, તેમની સાથે વાતો કરે, વાર્તાઓ કરે, તેમને ગણિત શીખવે. બાળકો પણ દાદીને મળવા માટે બહુ ઉત્સાહી.

શોખના વિષયો : 

ક્રિકેટ જોવાનો શોખ આજે પણ એટલો જ છે! વાંચન કરવું ગમે. ગણિત તેમનો પ્રિય વિષય. સંગીતમાં પણ રૂચી, શાસ્ત્રીય-સંગીતમાં ખાસ. સુરતી એટલે ખાવાનું તો ગમે જ!

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

તબિયત નોર્મલ છે. કોઈ મોટી તકલીફ નથી, કોઈ મોટો રોગ નથી.ઉંમરને લીધે થોડો થાક લાગે છે.રોજીંદી પ્રવૃત્તિઓ  ચાલું છે અને બહાર જવાનું પણ ચાલું છે.

યાદગાર પ્રસંગ: 

1940માં, કોંગ્રેસની મિટિંગ માટે સુભાષચંદ્ર બોઝ સુરત આવ્યા હતા. તેમની સાથે તેમનો હાથ પકડીને બે કલાક ગાડીમાં ફરવાનો તેમને અમૂલ્ય લહાવો મળ્યો હતો! ઈન્દુલાલ યાજ્ઞિક અને વલ્લભભાઈ પટેલ સાથે સારા સંબંધ. એની બેસન્ટને કારણે ફિલોસોફર જે. કૃષ્ણમૂર્તિ સાથે પણ સારા સંબંધ. થિયોસોફીકલ સોસાયટીમાં તેઓ સક્રિય. સૌ મહાનુભાવો સાથે વિતાવેલો સમય આજે પણ જીવંત છે. એનાક્ષીબહેનને કોઈનો ડર નહીં. એકવાર રસ્તામાં ચાલતા-ચાલતા એક ભાઈ તેમની સાથે અથડાઈ પડ્યા. ભાઈ કહે: “જોતાં નથી?” એનાક્ષીબહેને પૂછ્યું: “ચશ્માં કોણે પહેર્યાં છે? તમે નથી પહેર્યાં તો તમારી જવાબદારી સરખું જોઈને ચાલવાની નહીં?” પેલા ભાઈ પણ હસી પડ્યા અને જતા રહ્યા!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

ટેકનોલોજીનો મર્યાદિત ઉપયોગ કરે છે. તેમનું માનવું છે કે ટેકનોલોજી અને શોધખોળોને લીધે ઘણી પ્રગતિ થઈ રહી છે. પણ તેનો દૂર ઉપયોગ થઈ રહ્યો છે તે કંટ્રોલમાં લેવો જોઈએ.

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

ઘણો ઘણો ફેર પડી ગયો છે! પહેલાં મર્યાદિત શિક્ષણ હતું અને શીખવાનું પણ ઘણું મર્યાદિત હતું. ક્યારેક થાય કે થોડા મોડાં જન્મ્યા હોત તો આ બધું, નવી ટેકનોલોજીથી શીખી શકત! ત્યારના માણસો ડાઉન-ટુ-અર્થ હતા. અત્યારના યુવાનો સહેજ સફળ થાય તો તેમને ગર્વ આવી જાય છે! પહેલાના માણસો લાગણીશીલ વધારે હતા. જૂના મિત્રોને, સગા-સંબંધીઓને, ઓળખીતાઓને યાદ કરે, જ્યારે આજના યુવાનો લાગણી-શૂન્ય બની ગયા છે.

આજની પેઢી સાથે સંકળાયેલા છો?

તેઓ ત્રણેય પેઢી સાથે સંકળાયેલાં છે. વૃદ્ધો, યુવાનો અને બાળકો સાથે તેમને સમય વિતાવવો ગમે છે. તેઓ રોજ સાંજે સોસાયટીમાં ચાલવા નીકળે ત્યારે બાળકો અને યુવાનોને મળે. તેમને વાર્તા કહે, ગણિત શીખવે. યુવાનો અને બાળકોને તેમની આ પ્રવૃત્તિ બહુ ગમે.

સંદેશો :  

સંસ્કારી કુટુંબમાં જન્મ થયો અને જીવન ગયું તેનો આનંદ છે. “માણ્યું તેનું સ્મરણ કરવું તે ય છે એક લા’ણું” એમ માને છે. તેમના મતે જીવનમાં સફળતા માટે બે જરૂરી ગુણો છે: ધીરજ અને ખંત (પેશન્સ અને પર્સીવરન્સ). યુવાનોએ તે કેળવવા પડશે.

વાહ ભાઈ વાહ! – ૧૨ જૂલાઈ, ૨૦૨૩

વાહ ભાઈ વાહ! – ૧૨ જૂલાઈ, ૨૦૨૩

૧૨ જૂલાઈ, ૨૦૨૩

૧૨ જૂલાઈ, ૨૦૨૩

રાશિ ભવિષ્ય 12/07/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ સામાન્ય છે, પ્રવાસનું આયોજન થઈ શકે છે તેમાં ઉત્સાહ પણ જોવા મળે, મિત્રોથકી કોઈ લાભની વાત આપલે થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમને તમારી મહેનત મુજબ ફળ મળી શકે છે વેપારના કામકાજમાં નાનું અને અનુભવ મુજબનુજ કામ કરવુજ યોગ્ય છે.


આજનો દિવસે સાવચેતી રાખવી તેમાં પણ ખાસ ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી બને છે, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, વણમાંગી સલાહકે સુચન આજના દિવસેના આપવા ઈછાનીય છે. વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું, યુવાવર્ગે કોઈની સાથે અર્થહીન વાર્તાલાપના થાય તેનુંધ્યાન રાખવું.


આજનો દિવસ તમારા માટે સારો છે તમને ઉત્સાહ,આત્મવિશ્વાસ સારો રહે, મનની ઈચ્છા પૂરી થાય તેવા યોગ છે, વિદ્યાર્થીવર્ગ અને યુવાવર્ગને મિત્રવર્તુળમાં સારો સમય પસાર થાય, ગણતરીપૂર્વક કામ કરોતો ધાર્યા કામ વધુ થાય, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, પ્રિયજન તરફથી સારો અનુભવ થાય.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાતકે પ્રવાસ થઈ શકે છે, કોઈ આકસ્મિક નાણાકીયખર્ચ પણ આવી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામ કરવાથી લાભ થઈ શકે છે, લગ્ન માટેની વાર્તાલાપ કરવી ફળદાઇ બને શકે, વેપારના કામકાજમાં નાનું કામ કરવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો સલાહ ભર્યો છે, ખટપટ કરનાર વર્ગથી દુર રહેવું જરૂરી છે,ખરીદી કરવા પાછળ બિનજરૂરી ખર્ચ થઇ શકે છે, મુસાફરી થોડી કંટાળાજનક બની શકે છે, વાહન ધીમે ચલાવવું, ઉશ્કેરાટથી દુર રહેવું, વેપારના કામકાજમાં જોખમન કરવું, ઉતાવળિયા નિર્ણયથી બચવું.


આજનો દિવસ સામાન્ય છે, મનમાં થોડી માનસિક અશાંતિ અને ઉદ્વેગ રહ્યા કરે, કામકાજમાં સમયનો દુરવ્યય થાય, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનુજ કામ કરવું યોગ્ય છે, યુવાવર્ગ માટે આજના દિવસે કોઈની સાથે ઘર્ષણના થાય તેની કાળજી રાખવી, જીવનસાથી સાથે દલીલબાજીના કરવી સલાહભરી છે.


આજનો દિવસ સારો છે, મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થઈ શકે છે, ગમતાકાર્ય કરી શકાય, નવીઓળખાણ થાય અને લાભની વાતચીત થાય તેવા પણ સંજોગ બની શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારને કોઈ સારી જાણકારી પ્રાપ્ત થાય, વેપારમાં લાભ થઈ શકે છે, યુવાવર્ગને પસંદગીના કામ કરવા મળી શકે.


આજનો દિવસ થોડી ધીરજ અને સાવચેતી રાખવી યોગ્ય છે , વાહન ધીમે ચલાવવું, નોકરી-ધંધામાં પણ  વ્યવહારુ અભિગમ રાખવો ફાયદાકારક છે , કોઈપણ પ્રકારના વિવાદથી દુર રહેવાની સલાહ છે,યુવાવર્ગને ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, વેપારમાં કોઈ મોટા જોખમ ભર્યા કામના કરવા ઇચ્છનીય છે.


આજનો દિવસ તમારા માટે સારો છે, તમને તમારા કામ અને વ્યવહારથી માન મળી શકે છે, કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, ભૂતકાળમાં કરેલ કામની પ્રશંશા થાય અને તમારી લાગણી સંતોષાય તેવું બની શકે છે, નવીઓળખાણથી કોઈ લાભની વાત થઈ શકે છે, વેપારમાં કોઈ લાભની તક દેખાઈ શકે છે.


આજનો દિવસ તમારા માટે સાવચેતી અને શાંતિ રાખવાની સલાહ ભર્યો છે, તમારામાં થોડી નિરાશા જોવા મળી શકે છે તેમજ કામ ટાળવા માટેની વૃતિ જાગી શકે છે, ખટપટકરનારથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું, જીવનસાથી સાથે ખોટી દલીલબાજી ના કરવી.


આજનો દિવસ તમને સારી આશા અને ઈચ્છા જગાડી શકે તેવો છે, તમારા ધાર્યા કામ થઇ શકે તેવી વાત બની શકે છે  તેમજ જો નસીબ સાથ આપે,તો ઘણું બધું કાર્ય થઇ શકશે. મુસાફરી થઈ શકે છે, વેપારમાં લાભની વાત બની શકે છે, જૂનીઓળખાણ કે સારાપ્રસંગોની યાદ આવે તેમાં મન ખુશ રહી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં ધાર્યા કરતા વધુ સમય વ્યય થાય તેવું બની શકે છે, વેપારમાં નાનું કામજ યોગ્ય છે, નોકરીકરનારવર્ગને કામકાજમાં કંટાળાની લાગણીનો અનુભવ વધુ થાય, બિનજરૂરીખર્ચ થાય, વડીલવર્ગમાટે થોડી આળસવૃતી કે કામ ટાળવાની વૃતી જોવા મળી શકે છે.

GST કાઉન્સિલની 50મી બેઠક યોજાઈ, અનેક મહત્વના નિર્ણયો કર્યા

GST કાઉન્સિલની 50મી બેઠકમાં ઓનલાઈન ગેમિંગ, હોર્સ રેસ અને કેસિનો પર 28% GST લાદવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે GoM તેની બેઠક અંગે કોઈ નિર્ણય લઈ શક્યું ન હતું. તેનું કારણ ગોવાની મતભેદ હતી. ગોવા માત્ર પ્લેટફોર્મ પર 18 ટકા ટેક્સ વસૂલવાના પક્ષમાં હતું. આજે GST કાઉન્સિલે સંમત થયા કે ગેમ ઓફ સ્કિલ અને ગેમ ઓફ ચાન્સ વચ્ચે કોઈ ભેદ ન હોવો જોઈએ.

 

બીજી તરફ સિનેમા હોલમાં મળતું ભોજન સસ્તું કરવામાં આવ્યું છે. હવે ત્યાં 5 ટકા GST વસૂલવામાં આવશે જે પહેલા 18 ટકા હતો. હવે સિનેમાપ્રેમીઓએ સિનેમા હોલમાં ખાવા-પીવા પાછળ વધુ પૈસા ખર્ચવા નહીં પડે. આ સાથે કમિટીએ કેન્સરની દવાઓ પરનો જીએસટી સંપૂર્ણપણે હટાવી દીધો છે. આ સાથે, GST કાઉન્સિલે મલ્ટી યુઝર વ્હીકલ એટલે કે MUV પર 28 ટકા GST દરે 22 ટકા વળતર ઉપકર લાદવાની ભલામણને સ્વીકારી છે. આમાં સેડાન કાર સામેલ નથી.


ગેમિંગ ઉદ્યોગને ભારે નુકસાન થઈ શકે છે

નિષ્ણાતોનું કહેવું છે કે ગેમિંગ, હોર્સ રેસ અને કેસિનો પર 28% GST લાદવાથી ગેમિંગ ઉદ્યોગને મોટું નુકસાન થઈ શકે છે. 28% GST લાદવાને કારણે ઓનલાઈન ગેમિંગ કંપનીઓને ભારે નુકસાનનો સામનો કરવો પડશે.


હવે સેડાન કાર પર 22 ટકા સેસ લાગુ નહીં થાય

GAT કાઉન્સિલની બેઠકમાં ચાર વસ્તુઓ પર GST ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે જ સમયે, ન રાંધેલા ખોરાક પર GST 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે. એ જ રીતે ઝરીના દોરા પરનો ટેક્સ પણ 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે GST કાઉન્સિલની 50મી બેઠકમાં ઓટો સેક્ટરને લઈને પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. નાણામંત્રી નિર્નલા સીતારમણે કહ્યું કે હવે સેડાન કાર પર 22 ટકા સેસ લાગુ નહીં થાય.