મુંબઈઃ શહેરમાં ચોમાસાની ઋતુના વાર્ષિક સરેરાશ 2,547 મિ.મી.નો 31.17 ટકા વરસાદ આજે સવાર સુધીમાં પડી ચૂક્યો હતો. આ વર્ષે મુંબઈમાં ચોમાસું એક પખવાડિયું મોડું બેઠું હતું. સામાન્ય રીતે 10 જૂનથી મુંબઈમાં નૈઋત્યનું ચોમાસું બેસી જાય છે, પરંતુ આ વખતે છેક 25 જૂને બેઠું હતું.
ભારતીય હવામાન કચેરીની સાંતાક્રુઝ ઉપનગરસ્થિત કચેરીના જણાવ્યા મુજબ, શહેરના ઉપનગર વિસ્તારોમાં 15 દિવસમાં 1,043.8 મિ.મી. વરસાદ પડી ચૂક્યો છે. જ્યારે દક્ષિણ મુંબઈના કોલાબા કાર્યાલયના જણાવ્યા મુજબ, શહેરના તળ વિસ્તારોમાં 658.7 મિ.મી. વરસાદ પડ્યો છે. ઉપનગરોમાં વાર્ષિક સરેરાશનો 31 ટકા વરસાદ પડી ગયો છે જ્યારે તળ વિસ્તારોમાં 28.52 ટકા વરસાદ પડ્યાની નોંધ થઈ છે. ઉપનગરોમાં વરસાદની વાર્ષિક સરેરાશ 2,784 મિ.મી. છે જ્યારે તળ વિસ્તારોની સરેરાશ 2,310 મિ.મી. છે.
ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન ઉપનગરો (સાંતાક્રુઝ)માં 1,106.6 મિ.મી. અને તળ વિસ્તારોમાં 1,015 મિ.મી. વરસાદ પડ્યો હતો.
બીડ (મહારાષ્ટ્ર): બીડ જિલ્લામાં 14-વર્ષની એક છોકરી પર એક શખ્સે બળાત્કાર ગૂજાર્યો હતો અને ત્યારબાદ ગર્ભપાત કરાવવાની એને ફરજ પાડવામાં આવી હતી. તે છોકરીએ ગયા શનિવારે નોંધાવેલી ફરિયાદના આધારે બીડ ગ્રામીણ પોલીસે 14 વ્યક્તિ સામે કેસ નોંધ્યો છે.
ફરિયાદી, જે બીડ જિલ્લાના એક ગામની શાળામાં 9મા ધોરણમાં ભણે છે, તેનાં જણાવ્યા મુજબ, 24-વર્ષીય શખ્સે તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. તે દર બે-ત્રણ દિવસે છોકરીને ફોસલાવતો હતો. આખરે એક રાતે તેને ખેતરમાં લઈ જઈને તેની પર બળાત્કાર કર્યો હતો. તે છોકરીને પેટમાં દુખાવો શરૂ થતાં એણે તેની માતાને જાણ કરી હતી. ત્યારબાદ સોનોગ્રાફી ટેસ્ટ કરાવી હતી જેમાં માલૂમ પડ્યું હતું કે છોકરીનાં પેટમાં સાત મહિનાનો ગર્ભ છે.
ત્યારબાદ ગઈ 24 જૂને તે શખ્સ છોકરી અને તેની માતાને ઔરંગાબાદ લઈ ગયો હતો. ત્યાં એણે છોકરીને ગર્ભપાત કરવા માટેની કોઈક ગોળી આપી હતી. પીડિત છોકરીએ મૃત બાળકીને જન્મ આપ્યો હતો. ગર્ભપાત કરાવ્યા બાદ આરોપીએ છોકરી અને તેનાં માતાપિતાને ધમકી આપી હતી અને એમને પુણે મોકલી દીધાં હતાં. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે છોકરીનાં એક સગાએ પોલીસને જાણ કરી હતી. પોલીસે છોકરીની પૂછપરછ કરી હતી અને સમગ્ર ગુનામાં સંડોવાયેલા 14 જણ સામે કેસ નોંધ્યો છે.
ગાંધીનગરઃ વિદેશપ્રધાન એસ.જયશંકરે ગુજરાતથી રાજ્યસભાની બેઠક માટે થનારી ચૂંટણી માટે નામાંકન દાખલ કર્યું છે. તેમણે કહ્યું હતું કે મેં હાલ ઉમેદવારી પત્ર ભર્યું છે, ફરીથી ભાજપનો ઉમેદવાર બન્યો છું. હું સૌથી પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનું છું. અહીંની જનતાનો આભાર માનું છે. તેમણે કહ્યું હતું કે મેં પાછલાં વર્ષોમાં ગુજરાત પાસેથી ઘણુંબધું શીખ્યો છું. તેમણે જ્યારે નામાંકન દાખલ કર્યું, ત્યારે પ્રદેશાધ્યક્ષ સી.આર.પાટીલ, રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના મંત્રીમંડળના સભ્યો તેમ જ સાંસદો અને ધારાસભ્યો હાજર રહ્યા હતા.
કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા રાજ્યસભાની ચૂંટણીનો કાર્યક્રમ પણ જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યસભાની 10 બેઠકો માટે 24 જુલાઈએ ચૂંટણી યોજાવાની છે. રાજ્યસભાની ચૂંટણી માટે 13 જુલાઈ એ ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે. 24 જુલાઈએ ચૂંટણી પૂરી થયા બાદ સાંજે પાંચ વાગ્યે મતગણતરી હાથ ધરવામાં આવશે. રાજ્યમાં રાજ્યસભાની ત્રણ બેઠક માટે ચૂંટણી યોજાશે. રાજ્યમાં રાજ્યસભાની 11 બેઠકો આવેલી છે, જેમાંથી ભાજપ પાસે 8 બેઠકો છે અને કોંગ્રેસ પાસે ત્રણ બેઠકો છે.
ઓગસ્ટમાં વિદેશ મંત્રી એસ. જયશંકર, જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડિયાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. કોંગ્રેસે શુક્રવારે કહ્યું હતું કે એ ગુજરાતથી રાજ્યસભાની ત્રણ બેઠકો માટે થનારી ચૂંટણીમાં ઉમેદવાર નહીં ઉતારે, કેમ કે 182 સભ્યોવાળી વિધાનસભામાં એની પાસે પર્યાપ્ત વિધાનસભ્યો નથી. ગુજરાતમાં ગયા વર્ષના અંતમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને રેકોર્ડ 156 સીટો પર જીત હાંસલ થઈ હતી.
રાજ્યસભામાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરવાનો અવસર મળ્યો તેને મારું અહોભાગ્ય સમજું છું. માતૃભૂમિની સેવા કરવાની તક આપવા બદલ હું ગુજરાતની જનતાનો આભારી છું.
આપ સૌની શુભ કામનાઓ અને આશીર્વાદ સાથે આજે ફરીથી રાજ્યસભા માટે મારું નામાંકન રજુ કર્યું. https://t.co/Zxmx1byeIH
રાજ્યમાં ત્રણ બેઠક પૈકી એક બેઠક પર એસ. જયશંકરને ભાજપ રિપીટ કરશે, જ્યારે બાકીની બે બેઠક માટે ઓબીસી તથા ક્ષત્રિય નેતાની પસંદગી થાય એવી સંભાવના છે. સૂત્રોના જણાવ્યાનુસાર ભાજપ રાજ્યસભામાં ગુજરાતના એક સિનિયર નેતાને લઈ જવા ધારે છે.
બીજી તરફ, એપ્રિલ 2024માં લોકસભા ચૂંટણી પહેલાં ગુજરાત રાજ્યસભાના ચાર સભ્ય નિવૃત્ત થતાં ચાર બેઠક ખાલી થશે. આ સભ્યોમાં ભાજપના પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા, જ્યારે કોંગ્રેસના નારણ રાઠવા અને અમી યાજ્ઞિક સામેલ છે. એટલે 2024માં કોંગ્રેસની આ બંને બેઠક પર ભાજપની નજર રહેશે.
અમદાવાદઃ જગતજનની મા ઉમિયાના વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા 504 ફૂટ મંદિર નિર્માણનું કાર્ય વિશ્વ ઉમિયાધામ– જાસપુર, અમદાવાદ મુકામે રાત-દિવસ ચાલી રહ્યું છે ત્યારે ઉમિયા માતાજી સંસ્થાન-ઊંઝાના ટ્રસ્ટીશ્રીઓ, વિવિધ કમિટીના ચેરમેનો અને કારોબારી સભ્યો તેમ જ વિશ્વ ઉમિયાધામ, જાસપુર અમદાવાદના ટ્રસ્ટીઓની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં બંને દિગ્ગજ સંસ્થાઓના ટ્રસ્ટીઓએ સમાજપયોગી અને સમાજના ઉત્થાન માટે ચર્ચા કરી હતી. આ સાથે જ વિશ્વ ઉમિયાધામ મંદિરના ધર્મસ્તંભના નિર્માણ કાર્યને પણ ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના ટ્રસ્ટીઓ નિહાળ્યું હતું. આ બેઠકમાં સૌથી ઊંચામાં ઊંચા મા ઉમિયાના મંદિરનું કાર્ય વિશ્વભરમાં પહોંચાડવાનો સંકલ્પ લેવાયો હતો.
આ કાર્યક્રમ અંગે વાત કરતાં વિશ્વ ઉમિયા ધામના પ્રણેતા અને પ્રમુખ આર.પી. પટેલે જણાવ્યું છે કે ઉમિયા માતાજી સંસ્થાન-ઊંઝાએ સમસ્ત પાટીદાર સમાજની માતૃ સંસ્થા છે. આજે વિશ્વ ઉમિયાધામ ટ્રસ્ટી પરિવાર આપનું ઉમળકાભેર સ્વાગત કરે છે. આવનારા સમયમાં સમાજના નાના માણસ સુધી સમાજપયોગી કામ પહોંચડવા વિશ્વ ઉમિયાધામ તત્પર છે. બંને સંસ્થા સાથે મળી સમાજના ઉત્થાન માટે કામ કરતા રહીએ એવી માતાજીને પ્રાર્થના.
આ ઉપરાંત ઉમિયા માતાજી સંસ્થાન -ઊંઝાના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ પટેલે (એમ.એસ.પટેલે) જણાવ્યું હતું કે બંને સંસ્થા એક જ છે અને સમાજપયોગી કામોમાં અમે વિશ્વ ઉમિયાધામની સાથે છીએ. તેમણે કહ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવી રીતે વિશ્વમાં પ્રસિદ્ધ બન્યું છે તેવી જ રીતે મા ઉમિયાનું વિશ્વનું ઊંચામાં ઊંચું મંદિર એટલે વિશ્વ ઉમિયાધામ પણ જગપ્રસિદ્ધ થશે.
નવી દિલ્હીઃ ઉત્તર ભારતમાં સતત થઈ રહેલા વરસાદથી પૂર જેવી સ્થિતિ ઊભી થઈ છે. પહાડ હોય કે મેદાન-દરેક જ્ગ્યાએ વરસાદી પાણી–પાણી છે. આ મેઘતાંડવને લીધે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડથી માંડીને દિલ્હીથી માંડીને NCR સુધી દરેક જગ્યાએ મુશળધાર વરસાદ આફત બની ગઈ છે. દિલ્હીમાં રસ્તા તળાવ બન્યાં છે, જ્યારે ઉત્તરાખંડ-હિમાચલ પ્રદેશમાં લેન્ડ સ્લાઇડની ઘટનાઓ સામે આવી રહી છે. ઉત્તર ભારતમાં વરસાદ અને પૂર જેવી ઘટનાઓથી 53 લોકો માર્યા ગયા છે, એમાંથી માત્ર ઉત્તર પ્રદેશમાં 34 લોકોનાં મોત થયાં છે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે જાનહાનિ પર દુઃખ વ્યક્ત કરતાં મૃતકોના પરિવારજનોને તત્કાળ રૂ. ચાર-ચાર લાખ આપવાની જાહેરાત કરી છે.
હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત થઈ રહેલા વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. નદી-નાળા ઉફાન પર છે. નદીની પાસે અનેક ઘર પાણીમાં ડૂબી ગયાં છે. રાવી, સતલજ, સ્વાન અને ચિનાબ સહિત મુખ્ય નદીઓ ઉફાન પર છે. દિલ્હીમાં યમુના સહિત દશના ઉત્તર ભારતમાં કેટલીય નદીઓનાં જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. આ જળસ્તરમાં વધારો થવાને પગલે નદીઓએ રૌદ્ર સ્વરૂપ લીધું છે. અનેક શહેરો અને વિસ્તારોમાં રસ્તાઓ તથા રહેણાક વિસ્તારો ઘૂંટણસમા પાણીમાં ડૂબ્યા છે. રેકોર્ડ વરસાદને પગલે વહીવટી તંત્ર પાંગળું દેખાઈ રહ્યું છે. પર્વતીય વિસ્તારોમાં રસ્તાઓનું ધોવાણ થયું છે.
ઉત્તરાખંડમાં ઓરેન્જ એલર્ટ
ઉત્તરાખંડના કેટલાય જિલ્લાઓમાં હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. ઉત્તરકાશી, હરિદ્વાર, પિથોરાગઢ, રુદ્રપ્રયાગ, નૈનિતાલમાં ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ અને મણિપુર, પંજાબ, હરિયાણા, ઝારખંડ, બિહાર, યુપી અને પૂર્વ રાજસ્થાનમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદનું અલર્ટ જારી કરવામાં આવ્યું છે.
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 24 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,94,599 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.
દેશમાં અત્યાર સુધી 5,31,913 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,61,255 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 47 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1431એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 22,459 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.29 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.
દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,43,936 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 90 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
સપ્તાહ દરમિયાન તમારા મગજ માં વધુ વિચારો માનસિક થાકની લાગણી અને કામ ટાળવાની વૃતિ જગાવે તેના કારણે ક્યાંક ખોટી વાર્તાલાપ કે વાદ વિવાદ ની સંભાવના બની શકે.નાની નાની વાત માં ગુસ્સો ના આવે તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વાહન ધીમે ચલાવવું તેમજ મુસાફરી માં તકેદારી રાખવી જરૂરી છે. બજાર માં કામકાજ કરતી વખતે કામ માં ધ્યાન કેન્દ્રિત ઓછું થવાથી ક્યાંક ઉતાવળિયા નિર્ણય લાવ્યા ની લાગણી નો અનુભવ થયા કરે. કોઈને વણમાંગી સલાહ સુચન ના આપવી. ખટપટ કે મજાક કરવાવાળા લોકો થી દુર રહેવામાજ શાણપણ છે.
લાગણીશીલ બની જવાય તેવું સપ્તાહ છે. તમારા સ્વભાવ માં કોઈના કામ માં સહભાગી થવાના ગુણ જાગે વળી ક્યાંક અંગત સંબંધ જેવાકે મિત્રતામાં,સગા સ્નેહીમી તમે મજાક કરવાની વૃતિ વાળા બનો. જૂની ઓળખાણ કે જૂની યાદથી ઘણા રોમાંચિત બનો. સામાજિક, ધાર્મિક પ્રસંગમાં તમારી હાજરી પ્રભાવી બની શકે છે.બજાર ના કામકાજ માં ઉત્સાહ ને સફળતા જોવા મળે તેવી સંભાવના વધુ રહેલી છે. જુના મતભેદ ભૂલવાની તક મળી શકેછે. નવી નોકરી કે ફેરબદલી કરવામાટે સમય યોગ્ય કહી શકાય. સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે કોઈ નવી વસ્તુ શીખવી હોય તો આ સમય નો સદઉપયોગ કરવો સારો છે.
સપ્તાહ દરમિયાન ક્યારેય વાણી વિલાસના થાય તેનું દયાન રાખવું ઇચ્છનીય છે. ધરમાં કે કુટુંબમા કોઈપણ કામકાજ દરમિયાન થોડી ધીરજ રાખવી જરૂરી છે ઉતાવળીયે કામકાજ માં ગેરસમજ થવાની સંભાવના રહેલી છે. કોઈ જગ્યા એ આકસ્મિક ખર્ચ થાય તેવું પણ બની શકે છે. આરોગ્ય બાબત પરેજી પાળવી વધુ જરૂરી બને છે. બજાર ના કામકાજ માં ધીરજ અને અનુભવ થી કામકાજ કરવું અન્ય ની વાત માં દોરવાઈ ના જવાય તે માટે ધીરજ જરૂરી છે. નોકરી કે વ્યવસાય માં સમય નો દુરુપયોગ અને કારણ વગર ની કામકાજ માં સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખવું જરૂર પુરતો જ વ્યવહાર યોગ્ય કહી શકાય.
મિલન મુલાકાત કે હરવાફરવામા સમય વધુ પસાર થાય, તમારા કામ ની કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય, ક્યાંક નવીન ઓળખાણ થઇ શકે છે તેમાં લાભ ની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબ કે આસપાસના કોઈ જાહેરકાર્યક્રમમા જવાના યોગ છે તેમાં તમારી હાજરીનું વર્ચસ્વ પણ દેખાય. બજારના કામકાજમા તમને ઉત્સાહ અને નવીનકાર્ય કરવાની વૃતિ જાગે. યુવાવર્ગને તેમના મિત્રવર્તુળમાંથી સારી જાણકારી કે વાત સાભાળવા મળે તેમજ મિત્રવર્તુળમાંથી સહયોગ પણ પ્રાપ્ત થઇ શકે છે. ઘણા વખતથી કોઈવાત મનમા રહેતી હોય તેને ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે છે.
સપ્તાહ દરમિયાન થોડો માનસિક ઉદ્ગ્વેગ જોવા મળી શકે છે ક્યાંક ને ક્યાંક અશાંતિ રહ્યા કરે. વિચારોની માયાજાળમા ફસાયેલા રહો. કોઇની વાતને કારણે કોઈના પર ગુસ્સો ના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. બજારના કામકાજમા ધીરજ અને અનુભવનો અભાવ વર્તાય અને તેની અસર પણ કામકાજમા દેખાઈ આવે, શરદી, ખાસી, કફ, તાવ જેવી નાનીનાની તકલીફથી પણ પરેશાની રહે તેવી સંભાવના રહેલી છે. તમારી લાગણી દુભાતી હોય તેવું તમને માનશીક રીતે વધુ લાગે પણ જો શાંતિ જાળવી પ્રભુભક્તિમા ધ્યાન અને મનપરોવી રાખો તો ઘણી માનસિકશાંતિનો અનુભવ કરી શકો.
મનની ઈચ્છા પૂરી થતી હોય તેવા એંધાણ દેખાવાની સંભાવના વધુ રહેલી છે. કોઈ તમારી પસંદગીની વાત જાણે અજાણે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ કરી જાય તેવા સંજોગો સંભવિત વધુ બને. ધાર્મિક ભાવના વધુ દેખાઈ આવે તમને કોઈ સામાજિક કે ધાર્મિકકાર્યમાં કઈ પ્રવૃત્તિ કરવાનું મન થાય, બજારના કામકાજમા કોઈ નવીનસમાચાર તમારા આત્મવિશ્વાસમા વધારો કરી શકે છે. ઘણી જૂનીઓળખાણ તાજી થાય અને તેમાં તમારું મન આનંદની લાગણી અનુભવી શકે છે. વિદ્યાર્થીવર્ગ કે યુવાવર્ગ જે કોઈ નોકરી કે વ્યવસાયમાં નવીનતા ઇચ્છતું હોય તેમના માટે કોઈ સારી વાત જાણવા મળે.
વિદેશ જવા ઈચ્છા ધરાવતી વ્યક્તિ માટે કોઈ લાભ ના કે સારી જાણકારી પ્રાપ્ત થાય તેવા સંજોગ ઉભા થઇ શકે છે. લગ્નની વાતચીત ક્યાય ચાલતી હોય તેવા યુવાવર્ગ માટે પણ આ સપ્તાહ દરમિયાન સારા સંજોગ ઉભા થવાની સંભાવના રહેલી છે, જૂની વાત ક્યાય અટકેલી હોય તેમાં પણ પ્રયત્ન કરવામાં આવે તો નસીબ જોગ સંજોગ પણ સાથ આપી શકે છે. બજારના કામકાજમાં ગણતરી અને આયોજનપૂર્વકના કામકાજમા પણ સફળતા સંભવિત બની શકે છે. મુસાફરી કે પ્રવાસના યોગ પણ બની રહ્યા છે તેમાં તમે આનંદઉત્સાહ અનુભવી શકો છે. તમારામાં સહકાર આપવાની ની ભાવના વધુ જાગે તેવું પણ બની શકે છે.
જાહેર જીવનમા તમને લોકો વચ્ચે થોડી મજાકમસ્તી કરવાની વૃતિ વધુ જાગે પરંતુ તેમાં તમારાથી કોઈની લાગણી ના દુભાય કે કોઈના ઉશ્કેરાટના ભોગ ના બનાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. જુના ક્યાય ઘરમાં કે નજીકના સગાસ્નેહીમાં કોઈ અણબનાવ કે મનદુઃખ થયું હોય તો તેવા સંબંધને સુધારવાની કોશિશ કરતા તેમાં પણ સફળતા દેખાઈ શકે છે. બજારના કામકાજમા તમને યોગ્ય પ્રતિસાદ મળી શકે છે. તમારો મોભો પ્રતિષ્ઠા તમે કરેલા કોઇ કામ માં સારી ઉપસી આવે.નવીન કાર્ય કરવા માં તમને અન્ય નો સાથ સહકાર કે માર્ગ દર્શન સારું મળી રહે અને તેના કારણે તે કામ માટે તમારો ઉત્સાહ વધી શકે છે.
ધીરજ નો અભાવ અને અધીરા પણું વધુ જોવા મળી શકે છે, પાડવા,વાગવા કે લાપસવા જેવી બાબત ઉપરાંત શરદી,ઉધરસ, તાવ,ઇન્ફેકશન લાગવા જેવી બાબત થી તકેદારી રાખવી. ખટપટ કરનાર વર્ગથી દુર રહેવાની જરૂર છે જેથી ખોટીવાતમા દોરવાઈ ના જવાય. બજારના કામકાજમા ધીરજ અને તકેદારી રાખવી જરૂરી છે. સલાહ, ઠપકો કે કઈપણ પ્રકારનું માર્ગદર્શન કોઈ ને આપતા પહેલા વિચાર કરવો જરૂરી છે કે તેમાં તેને કોઈ ગેરસમજ ના થઇ જાય. વાર્તાલાપ દરમિયાન વધુ પડતા સ્પષ્ટ શબ્દો પણ ના વાપારવા ધીરજ અને કુનેહ પૂર્વક વર્તવા થી ઘણી શાંતિ અને સરળતા રહી શકે છે.
યાત્રા કે જાત્રા થાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે. તમારામા ધાર્મિક ભાવના, વધુ જાગે લોકકલ્યાણના વિચારો વધુ જાગે તેવું સંભવિત છે સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે કોઈ વિષય શીખવામા અઘરો પડતો હોયતો તે વિષય શીખવામા વધુ મહેનત કરવાથી સારા ફળની પ્રાપ્તિ થઇ શકે છે. બજારના કામકાજમાં લાભની કોઈવાત સંભવિત બની શકે છે. લગ્ન માટેની વાતચીત ગોઠવવી અને તેમાં મિલનમુલાકાત કરવી તેમાં કોઈનો સહયોગ લેવો વધુ ફાયદાકારક બની શકે છે. વિદેશ જવા ઈચ્છા રાખનાર વર્ગ આ સપ્તાહ દરમિયાન તેમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરે તો તેમાં પણ યોગ્ય પ્રતિસાદ મળી શકે.
કામકાજમાં વ્યસ્તતા અને માનસિકથાકની લાગણી અનુભવો. કામકાજમા સમયનો વ્યય પણ વધુ થઇ શકે કોઈનો સહયોગ થોડો ઓછો જોવા મળે તેવી સંભાવના રહેલી છે માટે ધીરજ અને પોતાના આત્મવિશ્વાસ થી કામમાં રચ્યાપચ્યા રહેવું વધુ યોગ્ય છે. બજારમાં કામકાજ દરમિયાન નિર્ણયશક્તિનો થોડો અભાવ દેખાવ પરંતુ કામકાજ થઇ શકે. ઘરમા વડીલવર્ગ કે ઓફીસમા ઉપરીઅધિકારી સાથે વાર્તાલાપ દરમિયાન વિચાર મતભેદ થવાની સંભાવના રહેલી છે માટે “ ઓછું બોલવું વધુ સંભાળવું “ ની નીતિ અપનાવી વધુ યોગ્ય છે. મુસાફરી, પ્રવાસ થોડો કંટાળાજનક અને સમયના વ્યય થાય તેવો રહી શકે.
સપ્તાહ દરમિયાન ક્યાંક લાભની વાતની આપ-લે થઇ શકે છે. મિત્રો, સગાસ્નેહી સાથે મિલનમુલાકાતમા તમે તમારી કોઈ ગમતી વાત સાંભળવા કે રજુ કરવાની તક મળી શકે છે. બજારના કામકાજમાં પણ તમને ઉત્સાહ જોવા મળી શકે છે. માર્કેટિંગક્ષેત્રમા તમારી જૂની મિલનમુલાકાતની યાદી બનાવી તેમાં કામ કરવાથી લાભ સંભવિત બની શકે છે. મુસાફરી કે પ્રવાસનું આયોજન સંભવિત બની શકે છે. પેટ,અપચા ની તકલીફ સંભવિત છે, વડીલવર્ગ ને જુનાસંભારણા વધુ તાજા થાય અને કોઈ સામાજિક કે ધાર્મિક કામકાજ માં જોડવા ની વૃતિ વધુ જાગે, કોઈ પ્રવૃત્તિ માં અન્ય નો સાથ સહકાર મળી શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સામાજિકકે ધાર્મિક કામમાં મિલન-મુલાકાત થઇ શકે, માંર્કેટિંગ ક્ષેત્રમાં પરિચિતકે જુનાસંપર્કમાં કામકાજ કરવામાં આવેતો સારું પરિણામ જોવા મળી શકે છે, પ્રવાસયોગ થઈ શકે છે, યુવાવર્ગને ગમતી કોઈવાત સંભાળવા મળે, વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે.
આજનો દિવસ થોડો ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે ખાસકરીને વાણીસયમ રાખવો જરૂરી છે તદુપરાંત ગુસ્સા પર કાબુ રાખવો અગત્યનો છે, વેપારમાં કોઇપણ પ્રકારના જોખમથી દુર રરહેવું, પ્રિયજન સાથે વિચાર મતભેદના થાય તેની કાળજી રાખવી, માર્કેટિંગક્ષેત્રમાં સમયનો દુર્વ્યય વધુ થાય.
આજનો દિવસ સામાન્ય છે, મન થોડું અશાંત રહે પરંતુ દિવસ રાબેતામુજબ શાંતિથી પસાર થાય, કામકાજમાં સમયનો દુર ઉપયોગ થવાથી થોડી ઉશ્કેરાટ અનુભવો, વેપારમાં નાનું અને ગણતરી પુર્વાક્નુજ કામ કરવુ યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમાં વ્યસ્તતા વચ્ચે પણ કામ શાંતિથી પૂર્ણ થઇ શકે છે.
આજનો દિવસ સરસ છે, તમને ઉત્સાહ સારો જોવા મળે અને તેની સારી અસર તમારા વ્યવહાર અને કામકાજ પર પડે જેને કારણે તમને અન્યનો સાથસહકાર સારી રીતે મેળવી શકો, તમારી કોઈજૂની ઓળખાણથી લાભની વાત બને, વેપારના કામકાજમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે.
આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે, તમને આજે થોડો ગુસ્સો કઈને કઈ બાબત પર જોવા મળે જેને કારણે કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું તેમજ મુસાફરીમાં ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં જોખમી પરિબળથી દુર રહેવું સલાહ ભર્યું છે.
આજનો દિવસ સરસ છે તેમાં પણ તમારા ધાર્યા કામ થાય મન થોડું આજે ઉદાર બની ક્યાંક કોઈને સહભાગી બનો અને જૂનીભૂલ સુધારવા માટે પ્રયત્ન કરો, વેપારના કામકાજમાં ચોકસાઈ રાખોતો લાભ થાય, યુવાવર્ગને પોતાની કોઈ અંગતવાતની દ્વિધા હોયતો તેમાં પણ યોગ્ય રાહ મળે તેવું બની શકે છે.
આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો અગત્યનો છે, ક્યાય ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું અને ક્યાય કોઈની સાથે ઉગ્રતાના થાયતે બાબતની કાળજી રાખવી, માર્કેટિંગક્ષેત્રમાં કંટાળાજનક પરિસ્થિતિ જોવા મળે શકે છે , વેપારમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.
આજનો દિવસ સારો છે, ક્યાંક પ્રવાસયોગ બને, તમારા મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવું પણ બનવા જોગ છે, તમારી કરેલી મહેનતનું ફળ સારું મળી શકે તેવું પણ બની શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમને અન્યનું માર્ગર્દર્શન સારું મળી રહે, વેપારમાં લાભની તક રહેલી છે, યુવાવર્ગને સારી ખુશી જોવા મળે.
આજનો દિવસ તમારા માટે થોડો સામાન્ય છે, રોજબરોજના કામમાં દિવસ પસાર થઇ જાય, તમારા કામમાં થોડા વ્યસ્ત રહો તેવું પણ બની શકે છે, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામજ યોગ્ય છે, માર્કેટિંગ ક્ષેત્રમાં માનસિકથાકની લાગણી વધુ અનુભવો, યુવાવર્ગને કોઇવાતમાં આતુરતા વધુ જોવા મળી શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, મિત્રોથી કોઈ કામકાજમાં તમને લાભ થઈ શકે છે, ક્યાંક મુસાફરી થાય તેવા યોગ પણ બને છે, માર્કેટિંગક્ષેત્રમાં સારા કામકાજ કર્યાનો સંતોષ મળે, વેપારમાં નાનું કામજ કરવું યોગ્ય છે, યુવાવર્ગને આજે પોતાના મનની કોઈવાત ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે છે.
આજનો દિવસ શાંતિ અને સાવચેતીમાં પસાર કરવો ઇચ્છનીય છે, વિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, ક્યાય પાડવા-વાગવાના યોગ છે માટે તકેદારી રાખવી, આજે નકારત્મકવિચાર વધુ રહે અને તેની અસર તમારા કામકાજ પર પણ પડી શકે છે, વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું.
આજનો દિવસ સરસ છે તમારો આત્મવિશ્વાસ પણ સારો જોવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવોતો કંઇક સારું શીખવાની અપેક્ષા પૂરી થાય, માર્કેટિંગક્ષેત્રમાં આયોજનબદ્ધ કામ કરવાથી સારું પરિણામ મળી રહે, વેપારમાં અનુભવ મુજબ કામ કરવાથી લાભ થઈ શકે છે.