નવી દિલ્હી/ટોરન્ટોઃ કેનેડામાં શીખ અલગતાવાદી કે ખાલિસ્તાનના સમર્થકો દ્વારા ભારત-વિરોધી દેખાવોનું પ્રમાણ વધી ગયું છે ત્યારે ભારત સરકારે કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોની આગેવાની હેઠળની સરકારની ઝાટકણી કાઢી છે. કેનેડામાં ભારત-વિરોધી પ્રવૃત્તિઓને રોકવા માટે ટ્રુડો સરકારે નબળો પ્રતિસાદ આપ્યો છે એવું ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું છે. તેમણે કહ્યું કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કાયદેસર ગણાવવા માટે અભિવ્યક્તિની આઝાદીનો ઉપયોગ કરી શકાય નહીં.
ખાલિસ્તાની સમર્થકો દ્વારા કેનેડામાં ભારતીય દૂતાવાસ પર તાજેતરના સમયમાં બે વાર કરવામાં આવેલા હુમલા તથા અન્ય ભારત-વિરોધી પ્રવૃત્તિઓ વિશે ભારત સરકારે કેનેડાની સરકાર સમક્ષ ચિંતા દર્શાવી હતી. શનિવાર, 8 જુલાઈએ શીખ અલગતાવાદીઓએ ઓટાવા શહેરમાં ભારતીય દૂતાવાસની બહાર રેલી કાઢી હતી. તેમાંના લોકોએ સૂચિત ખાલિસ્તાની ઝંડા ફરકાવ્યા હતા અને ભારતીય ધ્વજનું અપમાન કર્યું હતું. રસ્તાની સામેની બાજુએ વસાહતી ભારતીયો હાથમાં તિરંગો લઈને શાંતિથી ઊભાં રહ્યાં હતાં.
ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરે કેનેડાની સરકારની ઝાટકણી કાઢતા જણાવ્યું કે, કેનેડાની સરકાર ખાલિસ્તાની પ્રશ્નને કેવી રીતે સંભાળે છે એ અમારે મન વર્ષો જૂનો વિષય છે. નિખાલસપણે કહું તો, મને એવું લાગે છે કે એ લોકો (કેનેડાની સરકાર) વોટ-બેન્કનું રાજકારણ ચલાવે છે.
પરંતુ, જસ્ટિન ટ્રુડોએ પત્રકાર પરિષદમાં એક સવાલના જવાબમાં કહ્યું હતું કે, ભારત સરકાર ખોટી છે. કેનેડા હંમેશાં હિંસા અને હિંસાની ધમકીઓને ગંભીરતાથી લેતું આવ્યું છે. અમે આતંકવાદ સામે હંમેશાં ગંભીર પગલું ભર્યું છે અને કાયમ ભરતાં રહીશું.
મુંબઈઃ શહેરના પૂર્વ ભાગમાં આવેલા ચુનાભટ્ટી ઉપનગરમાં ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર આજે સવારે થયેલા એક મોટા અકસ્માતમાં બેફામ સ્પીડમાં જતી એક સિમેન્ટ (RCC) મિક્સર ટ્રકે કેટલાક વાહનો અને મોટરબાઈક્સને ટક્કર મારતાં છ જણને ઈજા થઈ છે, એમાંના ચાર જણની હાલત ગંભીર છે.
બેફામ સ્પીડે ચેમ્બૂર ઉપનગર તરફ જતી સિમેન્ટ કન્ટેનર ટ્રકે ચારથી પાંચ વાહનોને ટક્કર મારી હતી. તે પછી ડિવાઈડર સાથે અથડાયા બાદ ટ્રક ઊંધી વળી ગઈ હતી. તેના ડ્રાઈવરને પણ ગંભીર ઈજા થઈ છે. ઈજાગ્રસ્તોને સાયન ઉપનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ટ્રકનો આરોપી ડ્રાઈવર અકસ્માત કરીને ભાગી ગયો હતો. પોલીસ એને શોધી રહી છે.
શ્રીનગરઃ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરમાં છેલ્લા અમુક દિવસોથી અનરાધાર વરસાદ પડી રહ્યો છે. મેદાન તેમજ પહાડી વિસ્તારોમાં તોફાની વરસાદ છે. એને કારણે પ્રદેશની અનેક નદીઓમાં પૂર આવ્યું છે. ગઈ કાલે બનેલી એક કમનસીબ ઘટનામાં, પૂંચ જિલ્લામાં ભારત-પાકિસ્તાન સરહદ પર ચોકીપહેરો કરી રહેલા બે જવાન પૂરનાં પાણીથી ઉભરાતી એક નદીને પાર કરતી વખતે પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયા હતા. બંનેના મૃતદેહ મળી આવ્યા છે. એક જવાનનું નામ છે નાયબ સૂબેદાર કુલદીપસિંહ અને બીજા જવાનનું નામ તેલુ રામ હોવાનું મનાય છે. કુલદીપસિંહ પંજાબના તરન તારન જિલ્લાના ચાભલ કાલન ગામના વતની હતા. એમના પરિવારમાં એમના પત્ની અને બે બાળકો છે. બીજા જવાન વિશે અન્ય વિગત પ્રાપ્ત થઈ નથી.
બંને જવાન અત્યંત કપરા પહાડી વિસ્તારમાં એરિયા ડોમિનેશન પેટ્રોલ કામગીરી દરમિયાન પોશાના નદીને પાર કરતા હતા ત્યારે પાણીના પ્રવાહમાં ખેંચાઈ ગયા હતા. ભારતીય સેનાએ બંને જવાનના શોકગ્રસ્ત પરિવાર પ્રતિ સંવેદના વ્યક્ત કરી છે.
મુંબઈઃ ભારતીય રેલવેની પેટા-કંપની ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી) દેશમાં લાંબા અંતરની ટ્રેનોમાં પ્રવાસ કરતાં લોકોની આહાર રુચિને કાયમ ધ્યાનમાં રાખીને એમને ભોજન અને ખાદ્યપદાર્થો પીરસે છે, પરંતુ હાલમાં એક એવો અહેવાલ ઈન્ટરનેટ પર ફરી રહ્યો છે જેને કારણે જુલાઈ અને ઓગસ્ટ મહિનાઓમાં ટ્રેનોમાં પ્રવાસ કરનારાઓમાં ચિંતા પ્રસરી છે.
ઉત્તર ભારતીયોની પરંપરા અનુસાર અધિક માસ (પુરુષોત્તમ મહિનો) ગઈ 4 જુલાઈથી શરૂ થઈ ગયો છે અને તે પૂરો થયા બાદ શ્રાવણ (સાવન) મહિનો શરૂ થશે. હવે એવા ઘણા સમાચાર અને સોશિયલ મિડિયાની પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે IRCTC કંપનીએ શ્રાવણ માસ દરમિયાન ટ્રેનોમાં માત્ર શાકાહારી ભોજન જ પીરસવાનું નક્કી કર્યું છે. તે શ્રાવણ મહિનાને કારણે 4 જુલાઈથી લઈને 31 ઓગસ્ટ સુધી માત્ર શાકાહારી અને તે પણ કાંદા-લસણ વગરનું ભોજન જ પીરસશે.
જોકે આ અહેવાલો અને સમાચારો ખોટા છે.
IRCTC કંપનીએ પણ આ સમાચારને ખોટા ગણાવ્યા છે. એએનઆઈ સમાચાર સંસ્થાના એક અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે શ્રાવણ માસ દરમિયાન ટ્રેનોમાં માત્ર શાકાહારી ભોજન જ પીરસવામાં આવશે. જોકે બાદમાં સમાચાર સંસ્થાએ એવો ખુલાસો કર્યો હતો કે આ જાહેરાત માત્ર બિહારમાં ભાગલપુર જિલ્લા પૂરતી જ સીમિત છે.
IRCTC કંપનીએ સ્પષ્ટતા કરી છે કે, તેણે આ પ્રકારની કોઈ સૂચના બહાર પાડી નથી. ટ્રેનોમાં પ્રવાસીઓને મંજૂર કરાયેલા તમામ ખાદ્યપદાર્થો ઉપલબ્ધ કરવામાં આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, આ વખતે અધિક માસ (પુરુષોત્તમ મહિનો) પણ હોવાથી શ્રાવણ માસ કુલ બે મહિનાનો રહેશે. ગુજરાતી કેલેન્ડર અનુસાર, અધિક મહિનો 18 જુલાઈથી શરૂ થશે અને 16 ઓગસ્ટ સુધી ચાલશે. શ્રાવણ મહિનો 17 ઓગસ્ટથી શરૂ થશે અને 15 સપ્ટેમ્બર સુધી ચાલશે.
મુંબઈઃ બોલીવુડની જાણીતી અભિનેત્રી કાજોલ દેવગને હાલમાં જ એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. એક ન્યૂઝ ચેનલ સાથેની મુલાકાત વખતે કાજોલે રાજકારણમાં ઓછું ભણેલાં લોકો અને એમનાં દ્રષ્ટિકોણ અંગે સવાલ ઉઠાવ્યો હતો. તેણે પોતાનાં વક્તવ્યમાં દેશના રાજકારણ મુદ્દે કરેલું નિવેદન ચર્ચાસ્પદ થયું છે. એણે એમ કહ્યું હતું કે, ‘આપણા દેશમાં પરિવર્તન બહુ જ ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે. કારણ કે આપણે આપણી પરંપરાઓ અને વિચાર પ્રક્રિયામાં અટવાઈ ગયાં છીએ. આનું કારણ શિક્ષણ છે. આપણા દેશમાં એવા ઘણા નેતાઓ છે જેમનું શૈક્ષણિક બેકગ્રાઉન્ડ નથી. શિક્ષણ આપણને જુદી જુદી બાબતોને વિભિન્ન દ્રષ્ટિકોણથી જોતાં શીખવે જ છે, પરંતુ મારે અફસોસ સાથે કહેવું પડે છે કે, એવા ઘણા નેતાઓ આપણી પર રાજ કરે છે જેમનામાં એવા દ્રષ્ટિકોણનો અભાવ છે. જોકે આપણી શિક્ષણ વ્યવસ્થા તો એવો દ્રષ્ટિકોણ કેળવતા શીખવે છે, એવું મારું માનવું છે.’
કાજોલનાં આ નિવેદનથી ઘણાં લોકો નારાજ થયાં છે. પરિણામે કાજોલે બાદમાં યૂ-ટર્ન લીધો હતો અને ટ્વીટ કરીને પોતાનાં નિવેદન અંગે ખુલાસો કર્યો હતો. એણે ટ્વીટમાં લખ્યું છે કે, ‘મેં તો માત્ર શિક્ષણ વ્યવસ્થા અને તેના મહત્ત્વ વિશેનો એક મુદ્દો રજૂ કર્યો હતો. મારો ઈરાદો કોઈ પણ રાજકીય નેતાને બદનામ કરવાનો નહોતો. આપણી પાસે એવા પણ કેટલાંક મહાન નેતાઓ છે જે દેશને સાચા માર્ગે દોરી જઈ રહ્યાં છે.’
I was merely making a point about education and its importance. My intention was not to demean any political leaders, we have some great leaders who are guiding the country on the right path.
આજના દિવસે શાંતિ રાખવી, તમારા શબ્દપ્રયોગ અને ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી છે, વાહન ધીમે ચલાવવું તેમજ ઉતાવળિયા નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, તાવ,માથા,આંખ,હાડકાની તકલીફથી થોડું સાચવવું, થોડી આળસવૃતિના કારણે કામના થવાની મનમાં ફરિયાદ રહે તેવું બની શકે છે.
આજનો દિવસ સારો અને ઉત્સાહવાળો જોવા મળી શકે છે, તમારા કોઈ નવીનકામનું આયોજન થાય, જુનામતભેદ ભૂલવાની તક મળે, કોઈ અગત્યની વાતચીત ક્યાય ચાલતી હોય તેમાં તમને સારો પ્રતિભાવ જોવા મળી શકે છે અને તેમાં અન્યની મદદકે માર્ગદર્શન તમને સારો ટેકો આપી શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સમય પસાર થાય અને ક્યાંક નાણાકીયખર્ચ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય તેમાં તમે થોડા ઉત્સાહિત રહો, અગત્યના કામ માટે ક્યાંક વાર્તાલાપકે મિલનમુલાકાતમાં તમારા મનમાં રહેલા કોઈ પ્રશ્નનો કોઈ રસ્તો આપમેળે મળે તેવું બની શકે છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, ખોટા વાદવિવાદથી દુર રહેવું જરૂરી છે, વાહન ધીમે ચલાવવું, કફ, છાતી,પ્રેસર જેવી તકલીફથી સાચવવું, મનમાંને મનમાં કોઈવાતનો અજંપો રહ્યા કરે અને તેને કારણે તમારા રોજીંદા વ્યવહાર અને વર્તન પર તેની થોડી અસર વર્તાઈ શકે છે, વાદવિવાદથી દુર રહેવું.
આજનો દિવસ સામાન્ય રીતે પસાર થઈ શકે છે, તમારા કામમાં વ્યસ્તતાથી થાક લાગવાની લાગણી અનુભવાય અને આરામકરવાની વૃતિ જાગે, ફરવાકે મુસાફરીમાં ઉત્સાહની સાથે થાક પણ અનુભવો, કોઈ જગ્યાએ કામકાજ અર્થે મિલનમુલાકાત કરવાની હોયતો શાંતિ અને ચોકસાઈ રાખવી યોગ્ય છે.
આજનો દિવસ સારો છે, મિત્ર અને પરિચિત સાથે કોઈ લાભની વાત કરવાની તક મળી શકે છે, ઘણા વખત થી કોઈ ચીજવસ્તુ ખરીદવાની ઈચ્છા ધરાવતા હોવતો તેપણ ફળીભૂત થાય તેવા સંજોગો બની શકે છે, આગળના કોઈ અધૂરાકામ પુરા કરવા માટે પ્રયત્ન કરવાથીતે કામને પણ ગતિ મળી શકે છે.
આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો ઇચ્છનીય છે, ક્યાંક પડવાકે વાગવાના યોગ બની શકે છે, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, હિતશત્રુ,ખટપટી લોકોથી દુર રહેવું, ચામડી, એલર્જી, ડાયાબીટીસ, સ્ત્રીદર્દ ભોગવતા લોકોએ તકેદારી રાખવી, પ્રભુભક્તિમાં વધુ ધ્યાન રાખવું યોગ્ય કહી શકાય.
આજનો દિવસ સારો અને મસ્તીમજાક વાળો કહી શકાય, તમારી ક્યાંક જૂનીઓળખાણ તાજી થાય અને તમે કરેલા ભૂતકાળના કોઈ કામની કદર થાય, અગત્યના કામની કોઈ વાર્તાલાપકે મિલનમુલાકાત તમારા માટે આજે કરવી યોગ્ય છે જેમાં તમને સારો પ્રતિસાદ મળે તેવા સંજોગો ઉભા થઈ શકે છે.
આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય પરંતુ કોઈ આજના દિવસ માટેનું આયોજન હોયતો તેમાં થોડો વિલંબ થઇ શકે છે પરંતુ કામ સારી રીતે થયાની લાગણી પણ અનુભવાય, ખરીદી કરવા જાવ ત્યારે ધાર્યા કરતા પણ વધુ ખર્ચ થાય તેવું બની શકે છે પરંતુ પસંદગીની ખરીદીનો સંતોષ પણ થાય.
આજનો દિવસ સારો અને ઉત્સાહવાળો કહી શકાય, કોઈ મુસાફરી થઈ શકે છે, ધાર્યુંકામ થવાથી ખુશીની લાગણીનો અનુભવ થાય, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો યોગ્ય છે, તમારા કોઈપણ કામકાજમાં અન્યનો સાથ સહકાર સારો મળી શકે, યુવાવર્ગ માટે ક્યાંક નવીનઓળખાણ પણ થાય.
આજનો દિવસ સામાન્ય છે કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાથી થાકની લાગણીનો અનુભવ થાય, કોઈકામ પરાણે કરતા હોવ તેવું લાગ્યા કરે, ખરીદી કરવા પાછળકે કોઈ સામાજિકકાર્ય કરવા પાછળ નાણા અને સમયનો વ્યય થાય, વ્યવહારુ અભિગમ અપનાવો અને શાંતિ જાળવવી ઇચ્છનીય છે.
આજનો દિવસ સારો છે, હરવાફરવામાં અને મિલનમુલાકાતમાં દિવસ પસાર થઇ શકે છે. નોકરીઅંગે કોઈ પસંદગીની જગ્યાએ વાતચીતકે મિલનમુલકાત કરવાની હોય તેમાં તમારા કોઈ અંગત વિશ્વાસુવ્યક્તિની મદદકે માર્ગદર્શન તમને લાભ અપાવે, ક્યાંક સારી વાત આપલે કરવાની તક પણ મળે તેવા યોગ છે.
પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે આ વર્ષે ઑક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં રમાનારી 2023 ODI વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ટીમની ભાગીદારી અંગે નિર્ણય લેવા માટે વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોના નેતૃત્વમાં એક ઉચ્ચ-સ્તરીય સમિતિની રચના કરી છે. આ સમિતિ ભારત-પાકિસ્તાન સંબંધોના તમામ પાસાઓ, રમતગમત અને રાજકારણને અલગ રાખવાની સરકારની નીતિ અને ખેલાડીઓ, અધિકારીઓ, પ્રશંસકો અને મીડિયા માટે ભારતની સ્થિતિ, પીએમ શરીફને તેની ભલામણો સબમિટ કરતા પહેલા ચર્ચા કરશે. કૃપા કરીને જણાવો કે વડાપ્રધાન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના સંરક્ષક પણ છે.
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) અને ભારતીય ક્રિકેટ બોર્ડએ પહેલાથી જ વર્લ્ડ કપના શેડ્યૂલની જાહેરાત કરી દીધી છે અને તેઓ અપેક્ષા રાખી રહ્યા છે કે પાકિસ્તાન 05 ઓક્ટોબરથી શરૂ થતા ક્રિકેટ એક્સ્ટ્રાવેગેન્ઝા માટે ભારતનો પ્રવાસ કરશે. જો કે, પીસીબી દ્વારા તેને કહેવામાં આવ્યું છે કે પ્રીમિયર સ્પર્ધામાં તેની રાષ્ટ્રીય ટીમની ભાગીદારી બંને દેશો વચ્ચેના તણાવપૂર્ણ સંબંધોને કારણે સરકારની મંજૂરી પર નિર્ભર રહેશે.
સમિતિના અન્ય સભ્યોમાં ખેલ મંત્રી અહેસાન મઝારી, મરિયમ ઔરંગઝેબ, અસદ મહમૂદ, અમીન-ઉલ-હક, કમર ઝમાન કૈરા અને ભૂતપૂર્વ રાજદ્વારી તારિક ફાતમીનો સમાવેશ થાય છે. સંબંધિત મંત્રીઓએ પહેલાથી જ PCBને સંકેત આપ્યો છે કે પાકિસ્તાન જ્યાં મેચ રમવાનું છે તે મેચ સ્થળોનું નિરીક્ષણ કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સુરક્ષા પ્રતિનિધિમંડળ ભારત મોકલવામાં આવશે.
ક્રિકેટ બોર્ડના કાર્યવાહક પ્રમુખ ઝકા અશરફ અને ચીફ ઓપરેટિંગ ઓફિસર સલમાન તાસીર આઈસીસીની બેઠકમાં ભાગ લેવા માટે ડરબન જશે. આ બેઠકોમાં, અશરફ વારંવાર સુરક્ષા કારણોને ટાંકીને ભારત દ્વારા તેમની ટીમ મોકલવાનો ઇનકાર કરવાનો મુદ્દો ઉઠાવી શકે છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની બહુપ્રતીક્ષિત મેચ 15 ઓક્ટોબરે અમદાવાદના વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં રમાશે. બીજી તરફ, પાકિસ્તાન હૈદરાબાદમાં તેની બંને પ્રેક્ટિસ મેચ રમશે અને પછી તે જ સ્થળે નેધરલેન્ડ અને શ્રીલંકા સામે વર્લ્ડ કપ મેચ રમશે. તેની ટીમ ચેન્નાઈ, બેંગલુરુ અને કોલકાતામાં પણ તેની મેચ રમવાની છે.