Home Blog Page 2751

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભોપાલમાં બીજેપી બૂથ કાર્યકર્તાઓને સંબોધિત કર્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​ભોપાલમાં બીજેપી બૂથ કાર્યકર્તાઓને સંબોધિત કરતા યુનિફોર્મ સિવિલ કોડનો ઉલ્લેખ કરીને વિપક્ષી પાર્ટીઓ પર નિશાન સાધ્યું છે. પીએમે કહ્યું કે વિશ્વના મોટાભાગના મુસ્લિમ દેશોમાં ટ્રિપલ તલાકને નાબૂદ કરવામાં આવ્યો છે, પરંતુ અહીં કેટલાક રાજકીય પક્ષો પોતાના ફાયદા માટે મુસ્લિમ ભાઈ-બહેનોને ભડકાવી રહ્યા છે.

પીએમએ કહ્યું કે, યુનિફોર્મ સિવિલ કોડના નામે મુસ્લિમ ભાઈ-બહેનોને ઉશ્કેરવામાં આવી રહ્યા છે. શું એક જ પરિવારમાં બે પ્રકારના નિયમો હશે? દેશના બંધારણમાં બધા માટે સમાન કાયદાની વાત કહેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ પણ વારંવાર ફટકાર લગાવે છે, પરંતુ આ લોકો વોટબેંકના ભૂખ્યા લોકો છે. બૂથ કાર્યકરોને સંબોધતા પહેલા પીએમ મોદીએ ભોપાલમાં જ એક સાથે પાંચ વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવી હતી.


પીએમ મોદીના ભાષણની મોટી વાતો-

  • કેટલાક લોકોએ અમારા પસમંદા ભાઈ-બહેનોનો નાશ કર્યો. તેમનો વોટ બેંક તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ટ્રિપલ તલાકની હિમાયત કરનારાઓ વોટબેંકના ભૂખ્યા લોકો છે.
  • પસમંદા મુસ્લિમો મોચી, દફાલી, જોલાહા, શિયા, લહારી છે. વિશ્વના ઘણા મુસ્લિમ દેશોમાં ટ્રિપલ તલાક નાબૂદ કરવામાં આવ્યો છે.
  • જેઓ વોટ બેંકની રાજનીતિ કરે છે તેઓએ મુસ્લિમોનું શોષણ કર્યું, પરંતુ તેમની ક્યારેય ચર્ચા થઈ નથી. આજે તેમને પણ સમાન અધિકારો નથી મળતા.
  • હું બે દિવસ પહેલાં ઇજિપ્તમાં હતો, ઇજિપ્તે 90 વર્ષ પહેલાં ટ્રિપલ તલાક નાબૂદ કરી હતી. કતાર, ઈન્ડોનેશિયા, બાંગ્લાદેશ જેવા દેશોમાં પણ તેને નાબૂદ કરી દેવામાં આવી છે.
  • કેટલાક લોકો મુસ્લિમ દીકરીઓ પર ટ્રિપલ તલાકનો દોર મૂકીને તેમના પર જુલમ કરવા માગે છે. શું એક જ પરિવારમાં બે પ્રકારના નિયમો હશે? બંધારણમાં સમાન કાયદાની વાત કરવામાં આવી છે.
  • સુપ્રીમ કોર્ટ યુનિફોર્મ સિવિલ કોડ લાવવા માટે તેની લાકડી ચલાવી રહી છે પરંતુ આ વોટ બેંકના ભૂખ્યા લોકો તેનો વિરોધ કરે છે.
  • ટ્રિપલ તલાકથી માત્ર મુસ્લિમ દીકરીઓને જ અન્યાય થતો નથી, પરંતુ સમગ્ર પરિવાર બરબાદ થઈ જાય છે. જો તે ઇસ્લામનો આવશ્યક ભાગ હતો, તો પછી અન્ય દેશોએ તેને કેમ નાબૂદ કર્યો.
  • PM એ કહ્યું કે અમે એસી માં બેસીને પાર્ટી ચલાવનારાઓમાં નથી. આપણે એવા લોકો છીએ જે ગામડે ગામડે જઈને લોકો વચ્ચે વિતાવીએ છીએ. તેમની સાથે ઊભા રહો.
  • 2014 અને 2019માં, જેઓ ભાજપના કટ્ટર વિરોધીઓ છે, તેમણે એટલો ડર દેખાડ્યો નથી જેટલો આજે જોવા મળે છે. જે લોકો પહેલા પાણી પીને અપશબ્દો બોલતા હતા, આજે તેમની સામે માથું ટેકવી રહ્યું છે.

વર્લ્ડ કપ 2023નું શેડ્યૂલ જાહેર; ભારત-પાકિસ્તાનનો મહામુકાબલો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થશે

ભારતમાં ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનાર ODI વર્લ્ડ કપના શેડ્યૂલની રાહ હવે પૂરી થઈ ગઈ છે.ભારતમાં ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનાર ODI વર્લ્ડ કપ 2023નું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. 46 દિવસ ચાલનારી આ ટૂર્નામેન્ટમાં 10 સ્થળો પર મેચો રમાશે. વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ 2019 વર્લ્ડ કપ વિજેતા ઈંગ્લેન્ડ અને ઉપવિજેતા ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચનું આયોજન કરશે. યજમાન ભારત 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં પાંચ વખતના વર્લ્ડ કપ વિજેતા ઓસ્ટ્રેલિયા સામે તેમના અભિયાનની શરૂઆત કરશે.

અહીં મહત્વની નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 15 ઓક્ટોબરે ભારત-પાકિસ્તાનની થશે મેચ, 15 ઓક્ટોબરે થશે મહામુકાબલો થશે. વર્લ્ડ કપ દરમિયાન, 10 ટીમો રાઉન્ડ રોબિન લીગમાં એકબીજા સામે 45 મેચો રમશે. આ પછી સેમી ફાઈનલ અને ફાઈનલ રમાશે. પ્રથમ સેમિફાઇનલ 15 નવેમ્બરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે અને બીજી સેમિફાઇનલ 16 નવેમ્બરે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાશે. જો ભારત સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે તો તે તેની સેમીફાઇનલ મેચ મુંબઇમાં રમશે.

વર્લ્ડ કપ દરમિયાન કુલ 10 સ્થળો હશે. આ છે હૈદરાબાદ, અમદાવાદ, ધર્મશાલા, દિલ્હી, ચેન્નાઈ, લખનૌ, પુણે, બેંગલુરુ, મુંબઈ અને કોલકાતા. હૈદરાબાદ ઉપરાંત ગુવાહાટી અને તિરુવનંતપુરમ 29 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી પ્રેક્ટિસ મેચની યજમાની કરશે.

ભારતીય ટીમનું સંપૂર્ણ સમયપત્રક

  1. 8 ઑક્ટોબર vs ઑસ્ટ્રેલિયા, ચેન્નાઈ
  2. 11 ઓક્ટોબર vsઅફઘાનિસ્તાન દિલ્હી
  3. 15 ઓક્ટોબર vs પાકિસ્તાન, અમદાવાદ
  4. 19 ઓક્ટોબર vs બાંગ્લાદેશ, પુણે
  5. 22 ઓક્ટોબર vs ન્યુઝીલેન્ડ, ધર્મશાલા
  6. 29 ઓક્ટોબર vs ઈંગ્લેન્ડ, લખનૌ
  7. 2 નવેમ્બર vs ક્વોલિફાયર 2, મુંબઈ
  8. 5 નવેમ્બર vsદક્ષિણ આફ્રિકા, કોલકાતા
  9. 11 નવેમ્બર vs ક્વોલિફાયર 1, બેંગલુર

વાનખેડે સ્ટેડિયમે 2011 વર્લ્ડ કપની ફાઈનલનું આયોજન કર્યું હતું, જેમાં મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની ભારતીય ટીમે શ્રીલંકાને હરાવીને 28 વર્ષ બાદ ODI વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. જો કે, ઈડન ગાર્ડન્સે 1987ની ટુર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે ટાઈટલ મેચની યજમાની કરી હતી જે ઓસ્ટ્રેલિયાએ જીતી હતી.

ઓછા પાક, ચોમાસામાં વિલંબને પગલે ટામેટાંની કિંમતો ‘લાલ’ઘૂમ

નવી દિલ્હીઃ દેશનાં અનેક શહેરોમાં ટામેટાંની કિંમતો પ્રતિ કિલોએ રૂ. 100ને પાર કરી ગઈ છે. ટામેટાંની કિંમતો વધવાને કારણે ગૃહિણીઓના રસોડાનું બજેટ બગડી ગયું છે. દેશનાં વિવિધ શહેરોમાં ટામેટાં કિલોદીઠ રૂ. 80થી રૂ. 120ની વચ્ચે વેચાઈ રહ્યાં છે. દિલ્હીથી માડીંને ચેન્નઈ સુધી ટામેટાંની કિંમતોએ લોકોનાં બજેટ બગાડી દીધાં છે. ખેડૂતો ટામેટાંની વધેલી કિંમતો માટે વધુપડતી ગરમી અને ચોમાસામાં વિલંબને જવાબદાર ગણાવી રહ્યા છે.

વરસાદને કારણે ટામેટાંના પાકને નુકસાન થયું છે. વળી, ટામેટાંની કિંમતોમાં આગામી એક મહિના સુધી ઘટાડો નહીં થવાનો અંદાજ છે. હાલ દેશનાં મોટા ભાગના બજારોમાં ટામેટાંની કિંમત પ્રતિ કિલોએ રૂ. 100 અથવા તેથી વધુ થઈ ગઈ છે. ડિપાર્ટમેન્ટ ઓફ કન્ઝ્યુમર અફેર્સ અનુસાર હાલ કેરળના એર્નાકુલમમાં ટામેટાં સૌથી મોંઘાં છે. અહીં ટામેટાંની કિંમત પ્રતિ કિલોએ રૂ. 113એ પહોંચી છે. કર્ણાટકના પાટનગર બેંગલુરુમાં ટામેટાં પ્રતિ કિલોના રૂ. 100એ વેચાઈ રહ્યાં છે. સ્થાનિક રહેવાસી સૂરજે જણાવ્યું હતું કે થોડા દિવસો પહેલાં ટામેટાં પ્રતિ કિલો રૂ. 30-40માં વેચાતા હતાં, પરંતુ ટામેટાંની કિંમતોમાં અચાનક ઉછાળો આવ્યો છે અને અમારે એને ખરીદવા પણ પડી રહ્યાં છે.

કેમ વધ્યા ટામેટાંના ભાવ?

ચોમાસામાં વિલંબ અને દેશનાં અને ભાગોમાં નબળા વરસાની આશંકાએ શાકભાજીની કિંમતોમાં વધારો થઈ રહ્યો છે. હવે વરસાદે એના પુરવઠામાં ઓર ઘટાડો થયો છે. વળી, આ વખતે ગયા વર્ષની તુલનાએ ટામેટાંની વાવણી વિસ્તાર ઘટ્યો છે. જેને પગલે ટામેટાં અને અન્ય શાકભાજીની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે.

 

 

 

 

ભોપાલ સ્ટેશનેથી મોદીએ પાંચ ‘વંદે ભારત’ ટ્રેન સેવાનો શુભારંભ કરાવ્યો

ભોપાલઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અહીંના રાની કમલાપતિ રેલવે સ્ટેશનેથી પાંચ નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી બતાવીને એમની સેવાનો શુભારંભ કરાવ્યો હતો. આ વંદે ભારત ટ્રેનો દેશમાં છ રાજ્યોને જોડે છે.

આત્મનિર્ભર બનવાના માર્ગે આગળ વધી રહેલા ભારતે આ સાથે એક નવી મહત્ત્વની સિદ્ધિ હાંસલ કરી છે. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો હવે દેશમાં અસંખ્ય મહત્ત્વના સ્ટેશનોને જોડતી થઈ છે. આ સેમી-હાઈ સ્પીડ ટ્રેનો જે રાજ્યોમાં દોડતી થઈ છે એ તમામમાં હવે રેલવેનાં પાટાઓનું 100 ટકા વીજળીકરણ થઈ ગયું છે.

વડા પ્રધાન મોદીએ આજે રવાના કરેલી પાંચ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો છેઃ ભોપાલ-ઈન્દોર, ભોપાલ-જબલપુર, ગોવા-મુંબઈ, હાટિયા-પટના અને બેંગલુરુ-ધારવાડ. વંદે ભારત ટ્રેન સેવા વડે ઝારખંડ, બિહાર અને ગોવા રાજ્યોને આ પહેલી વાર જોડવામાં આવ્યા છે. આ ટ્રેન આ રૂટ્સ પર દોડી રહેલી અન્ય ફાસ્ટેસ્ટ ટ્રેનો કરતાં આશરે 30 મિનિટ જેટલી વધારે ફાસ્ટ દોડશે.

દેશમાં આ સાથે કુલ 23 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો દોડતી થઈ છે, જે અપ અને ડાઉનમાં 46 ફેરી કરે છે. આ તમામ ટ્રેનોનું નિર્માણ ‘મેક ઈન ઈન્ડિયા’ પહેલ અંતર્ગત દેશી ટેક્નોલોજી મુજબ કરવામાં આવ્યું છે. દરેક ટ્રેન આઠ કોચની, ચેરકાર સુવિધાવાળી છે. દરેક ડબ્બાની બોડી સ્ટેનલેસ સ્ટીલની બનાવેલી છે. તમામ બોગીઓ અત્યાધુનિક સસ્પેન્ડેડ ટ્રેક્શન મોટર્સથી ચાલે છે, જેમાં સરળ અને સુરક્ષિત સફરની ખાતરી મળે છે. તદુપરાંત પ્રવાસીઓની સફર રાહતપૂર્ણ અને સુવિધાજનક રહે છે.

હેલેન કેલર ડે: દિવ્યાંગ બાળકો માટે યોજાયો અવેરનેશ કાર્યક્રમ

જેમના જીવનની ચમત્કારિક વાતોથી અનેક ફિલ્મ નિર્માતા પ્રભાવિત થયા. બોલિવૂડના જાણીતા ડિરેક્ટર સંજય લીલા ભણસાલીએ આ આધારે બ્લેક ફિલ્મ પણ બનાવી. એવા પ્રેરણાત્મક વ્યક્તિત્વ ધરાવતા દિવ્યાંગ હેલેન કેલરનો આજે દિવસ છે.

હેલન કેલર બીએની ડીગ્રી પ્રાપ્ત કરનાર પ્રથમ અંધબધીર વ્યક્તિ હતા. તેઓ લેખિકા પણ હતા. ઉપરાંત વિવિધ ઉદ્દેશો માટે તેમણે પોલિટીકલ એક્ટિવીસ્ટની પણ ભૂમિકા નિભાવી હતી. હેલન કેલર અંધબધીર વ્યક્તિઓ અને તેમના માટે કામ કરતા લોકો માટે પ્રેરણા સમાન છે. આજે 27 જુન હેલેન કેલરનો જન્મ દિવસ છે.

હેલેન કેલરના જન્મ દિવસને અમદાવાદ શહેર બ્લાઈન્ડ પીપલ્સ એસોસિયેશન દ્વારા આલ્ફા વન મોલ વસ્ત્રાપુર ખાતે ઉજવવામાં આવ્યો. બ્લાઈન્ડ પીપલ્સ એસોસિયેશનમાં ટ્રેનિંગ લઈ તૈયાર થયેલા 30 જેટલા દિવ્યાંગ બાળકોએ તૈયાર કરેલી ચીજવસ્તુઓ આલ્ફા વન મોલ વસ્ત્રાપુર ખાતે મુકવામાં આવી.

બી.પી.એ ના વોકેશનલ ટ્રેઇનર દિનેશ બહલ ચિત્રલેખા. કોમને કહે છે હેલેન કેલર સામાન્ય માણસ અને દિવ્યાંગ તમામ માટે પ્રેરણા આપે એવા વ્યક્તિ હતા. એમના જન્મ દિવસ ને ધ્યાન માં રાખી અમારા વોકેશનલ ટ્રેઈનિંગ સેન્ટર માં તૈયાર થયેલી ચીજવસ્તુઓ એકદમ પ્રતિષ્ઠિત મોલમાં વેચાણ માટે મુકી. દિવ્યાંગ બાળકો એ તૈયાર કરેલા લટકણીયા, વોલ પીસ, દીવડાં, રાખડીઓ, બાંધણી, પેપર-કપ-પ્લેટ બાઉલ જેવી અનેક વસ્તુઓ નું પ્રદર્શન વેચાણ કરવામાં આવ્યું હતું. જેથી દિવ્યાંગ બાળકો આત્મનિર્ભર થાય. લોકો ને પણ જાણકારી રહે કે દિવ્યાંગ બાળકો પણ અદ્ભુત ચીજવસ્તુઓ બનાવી શકે છે.

 

આ સાથે ‘ ડીફ એન્ડ બ્લાઈન્ડનેસ અવેરનેશ’ પ્રોગ્રામ હતો. જે વ્યક્તિ માં શ્રવણ શક્તિ અને દ્રષ્ટિ ના હોય એને કેટલી અગવડ પડે. એમાંથી તૈયાર કરી એ દિવ્યાંગ બાળકો ને સામાન્ય લોકો સાથે જોડવાનો એક પ્રયાસ આલ્ફા વન મોલ વસ્ત્રાપુર ખાતે કરવામાં આવ્યો હતો. દિવ્યાંગ બાળકો રમત ગમત સાથે મનોરંજન મેળવ્યું. આ સાથે એમના કૌશલ્યને પ્રદર્શિત કરી સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

(પ્રજ્ઞેશ વ્યાસ)

બધી મસ્જિદની જગ્યાએ મંદિર બનાવવામાં આવેઃ ભાજપ નેતા

બેંગલુરુઃ કર્ણાટકમાં ભાજપને વિધાનસભાની ચૂંટણીમાં મળેલી હાર પછી આપસી મતભેદ સામે આવવા લાગ્યા છે. કર્ણાટકના ભાજપ એકમના કેટલાક નેતાઓએ વિધાનસભાની ચૂંટણીમાં પક્ષની હાર માટે એડજસ્ટમેન્ટ રાજકારણને જવાબદાર ગણાવ્યું છે. વરિષ્ઠ ભાજપના નેતા અને કર્ણાટક સરકારના ભૂતપૂર્વ મંત્રી કેએસ ઇશ્વરપ્પાએ વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે મસ્જિદો તોડીને મંદિર બનાવવામાં આવે. જ્યાં મોગલોએ મંદિરો તોડીને મસ્જિદ બનાવી હતી, એ બધી જગ્યાએ મસ્જિદો તોડીને મંદિર બનાવવામાં આવે.

આ પહેલાં એપ્રિલમાં તેમણે કહ્યું હતું કે અજાન શિરદર્દ છે. ચૂંટણી સભાને સંબોધતાં જ્યારે ભાષણ દરમ્યાન અજાન થવા લાગી, ત્યારે તેમણે કહ્યું હતું કે એ અજાન શિરદર્દ છે. એ વખતે તેઓ ચર્ચામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ હિન્દુ ધર્મથી નફરત કરે છે. જો મુસલમાન ના હોત તો કોંગ્રેસ પાર્ટી ખતમ થઈ ગઈ હોત. કોંગ્રેસ માટે મુસ્લિમ તેમનો પરિવાર છે. કર્ણાટકમાં માત્ર મુસલમાનોને કારણ સત્તામાં આવી છે.

જોકે આ વર્ષે એપ્રિલમાં ઇશ્વરપ્પાએ ચૂંટણી રાજકારણમાંથી સંન્યાસનું એલાન કર્યું હતું. એ પહેલાં તેમણે કહ્યું હતું કે પાર્ટીમાં શિસ્ત ઓછી છે. એ માટે પાર્ટીના અધ્યક્ષે જરૂરી પગલાં લેવાં જોઈએ. જે પછી પાર્ટીની અંદરથી આંતરિક કલહ બહાર આવવા લાગ્યો હતો, પણ ભાજપના હાઇ કમાન્ડ મજબૂત છે.  કોંગ્રેસનો પ્રભાવ આ કલહ માટે જવાબદાર છે. જોકે જે રીતે ખુલ્લેઆમ ભાજપમાં ચર્ચા થઈ રહી છે, એના કરતાં બંધ રૂમમાં એ કલહની વાતો થવી જોઈએ, ઓમ તેમણે કહ્યું હતું.

 

 

 

 

 

સિધુદંપતીએ પુત્રનો સગાઈપ્રસંગ ઉજવ્યો ગંગાનદીના કાંઠે

ચંડીગઢઃ ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અને કોંગ્રેસના નેતા નવજોતસિંહ સિધુ અને એમના પત્ની નવજોતકૌરે એમનાં પુત્ર કરણની સગાઈ અનોખી રીતે કરી છે. તેમણે કરણ અને ઈનાયત રંધવાની સગાઈનો પ્રસંગ ગંગા નદીના કિનારે યોજ્યો હતો. સિધુએ પોતે જ તેના ફોટા સોશિયલ મિડિયા પર શેર કરીને આ માહિતી આપી છે.

સિધુએ ટ્વિટર પર ચાર તસવીર શેર કરી છે. જેમાં એ પોતે, એમના પત્ની, પુત્ર કરણ અને ભાવિ પુત્રવધુ ઈનાયત નદી કિનારે ગંગાનાં પાણીમાં ઊભેલાં દેખાય છે. સિધુએ જણાવ્યું છે કે, ‘અમારા પુત્ર કરણે એની મમ્મીની ઈચ્છા પૂરી કરી છે. દુર્ગા અષ્ટમીના શુભ દિવસે ગંગામાતાનાં ખોળે જિંદગીના નવા અધ્યાયની શરૂઆત અલગ રીતે કરી છે. કરણ અને ઈનાયતે એકબીજાંને વચનબદ્ધ રહેવાનો સંકલ્પ કર્યો છે.’

ઉલ્લેખનીય છે કે, નવજોતકૌર કેન્સર રોગનો શિકાર બન્યાં છે. હાલ એમની સારવાર ચાલુ છે. એમની બીમારીને કારણે જ કરણ અને ઈનાયતની સગાઈનો પ્રસંગ વિલંબમાં મૂકાઈ ગયો હતો. હવે કરણ અને ઈનાયત ટૂંક સમયમાં જ લગ્નનાં બંધનથી જોડાશે.

ઈનાયત રંધવા પટિયાલા શહેરની વતની છે. એ પટિયાલાના જાણીતા શ્રીમંત મનિન્દર રંધાવાની પુત્રી છે. મનિન્દર રંધાવા ભારતીય સેનામાં સેવા બજાવી ચૂક્યા છે. હાલ તેઓ પંજાબ સંરક્ષણ સેવા કલ્યાણ વિભાગમાં ઉપસંચાલક તરીકે સેવા બજાવે છે.

સિટી ગર્લ્સે સ્ટેટ એક્વેટિક ચેમ્પિયનશિપ 2023માં કરી કમાલ..

સેવી સ્વરાજ સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે યોજાયેલી 39મી સબ જુનિયર અને 49મી જુનિયર સ્ટેટ એક્વાટિક ચેમ્પિયનશીપ 2023માં યુવા અને પ્રતિભાશાળી સ્વિમર્સે કોચ અમિત પટેલના માર્ગદર્શન હેઠળ નોંધપાત્ર પર્ફોર્મન્સ દર્શાવ્યું છે. આ ટીમે ગોલ્ડ મેડલ્સ અને નવા મીટ રેકોર્ડઝ હાંસલ કરીને ચેમ્પિયનશીપ ટ્રોફી મેળવી છે.

આ ચેમ્પિયનશીપમાં વેનીકાએ ગ્રુપ-1ની ગર્લ્સ કેટેગરીમાં ચેમ્પિયનશીપ ટ્રોફી હાંસલ કરી. ઉપરાંત વેનીકાએ વિવિધ સ્પર્ધાઓમાં સુવર્ણ ચંદ્રકો મેળવીને અનેક મીટ રેકોર્ડઝ સ્થાપ્યા છે. જેમાં..

  • 50 મીટર બ્રેસ્ટસ્ટ્રોકઃ નવા મીટ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ
  • 100 મીટર બ્રેસ્ટસ્ટ્રોકઃ નવા મીટ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ
  •  200 મીટર બ્રેસ્ટસ્ટ્રોકઃ ગોલ્ડ મેડલ
  • 50 મીટર બટરફ્લાયઃ નવા મીટ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ
  • 100 મીટર બટરફ્લાયઃ નવા મીટ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ
  • 100 મીટર મેડલી રિલેઃ નવા મીટ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ
  • 100 મીટર ફ્રીસ્ટાઈલ રિલેઃ નવા મીટ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ

આ મહિનાની શરૂઆતમાં વેનીકાએ 3 વ્યક્તિગત ગોલ્ડ મેડલ્સ અને ફ્રી સ્ટાઈલ રિલેમાં 1 સિલ્વર મેડલ તથા સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (એસજીએફઆઈ) દ્વારા આયોજીત સ્પર્ધામાં ગુજરાતને મેડલ્સ હાંસલ કરવામાં 6ઠ્ઠુ સ્થાન અપાવ્યું છે. 66મી નેશનલ સ્કૂલ ગેમ્સ 2022-23માં 1 બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.

આ ઉપરાંત નિત્યા રાણેએ વિવિધ ઈવેન્ટસમાં કૌશલ્ય દાખવીને ટીમની સફળતામાં યોગદાન આપીને 4×100 મીટર મેડલી રિલે અને મેડલી રિલેમાં ગોલ્ડ મેડલ્સ મેળવ્યા છે. બ્રેસ્ટસ્ટ્રોક ઈવેન્ટસમાં પ્રીસા દેસાઈએ 200 મીટર, 100 મીટર અને 50 મીટર બ્રેસ્ટસ્ટ્રોકમાં ગોલ્ડ મેડલ મળ્યા છે. એટલુ જ નહીં 50 મીટર બટરફ્લાયમાં 1 સિલ્વર મેડલ અને 50 મીટર ફ્રી સ્ટાઈલ ઉપરાંત મેડલી રિલેમાં બ્રોન્ઝ મેડલ પણ મળ્યો છે. દર્શ પટેલે બેકસ્ટ્રોક ઈવેન્ટસમાં 50 મીટર બેક અને 200 મીટર બેકમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યા છે. જયારે 100 મીટર બેકમાં સિલ્વર મેડલ અને 200 મીટર ઈન્ડીવિડ્યુલ મેડલીમાં બ્રોન્ઝ પણ મેળ્યો છે.

જયારે નોયા પટેલે બેકસ્ટ્રોકમાં 50 મીટર બેકમાં ગોલ્ડ, 100 મીટર બેકમાં સિલ્વર અને 200 મીટર બેકમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. ધ્રીતી પટેલે 50 મીટર ફ્રીસ્ટાઈલમાં બ્રોન્ઝ મેડલ મેળવીને  4×100 મીટર મેડલી રિલેમાં ગોલ્ડ મેડલ જીતવામાં મહત્વની ભૂમિકા બજાવી છે. અમાયરા ગાંધીએ 50 મીટર બ્રેસ્ટસ્ટ્રોકમાં સિલ્વર મેડલની સાથે 4×50 મીટર ફ્રી સ્ટાઈલ રિલે અને 4×50 મીટર મેડલી રિલેમાં ગોલ્ડ મેડલ્સ મેળવ્યા છે.  કોચ અમીત પટેલના માર્ગદર્શન હેઠળ યુવા સ્વિમરોએ આ સિધ્ધિઓ હાંસલ કરી છે.

સિનિયર ક્રિકેટરો માટે ટીમના દરવાજા બંધ નથી થયા

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયા છેલ્લે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હારી ગઈ હતી. હવે ટીમ ઇન્ડિયા જુલાઈમાં વેસ્ટ ઇન્ડિઝનો પ્રવાસ કરશે. મેન ઇન બ્લુ બે ટેસ્ટ, ત્રણ વનડે અને પાંચ T20 મેચોની સિરીઝ રમશે. આ પ્રવાસ માટે ભારતીય ટીમની વનડે અને ટેસ્ટ સિરીઝની ઘોષણા હાલમાં કરી દેવામાં આવી છે, જ્યારે T20ની સ્કવોડ જાહેર થવાની બાકી છે.

ટીમ ઇન્ડિયાની સ્કવોડ જાહેર થયા પછી ભારે ચર્ચા જારી છે. BCCI દ્વારા ટીમમાં અનેક ફેરફાર કરવામાં આવ્યા છે. ટીમમાં  સિનિયર ક્રિકેટરોને બદલે યુવા ક્રિકેટરોને તક આપવામાં આવી છે. ટેસ્ટ ટીમમાં સ્ટાર બેટ્સમેન ચેતેશ્વર પૂજારા અને ઝડપી બોલર ઉમેશ યાદવને ડ્રોપ કરવામાં આવ્યા છે, જ્યારે મોહમ્મદ શમીને આરામ આપવામાં આવ્યો છે.

પૂજારા અને યાદવને ડ્રોપ કરવામાં આવ્યા પછી અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે બંને ક્રિકેટરોના ખરાબ દેખાવને કારણે તેમને ટીમમાં અલગ કરવામાં આવ્યા છે. જોકે એક અહેવાલ અનુસાર યાદવ અને પૂજારા જેવા કોઈ પણ સિનિયર ક્રિકેટરો માટે ટીમ ઇન્ડિયાના દરવાજા બંધ નથી કરવામાં આવ્યાં, પણ યાદવને ઇજાને કારણે આરામ આપવામાં આવ્યો છે, જ્યારે પૂજારાને એટલે બહાર રખાયો છે, કેમ કે નવા યુવા ક્રિકેટરોને તક મળે. ટેસ્ટ ટીમમાં યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડને સામેલ કરવામાં આવ્યા છે.

જો WTC ફાઇનલ પહેલાં 15 મહિના પછી રહાણેને ટેસ્ટ ટીમનો વાઇસ કેપ્ટન બનાવી શકાય તો કોઈ પણ સિનિયર ક્રિકેટરની ટીમમાં વાપસી થઈ શકે છે.

 

 

 

 

ક્રિકેટ ઇતિહાસમાં સૌપ્રથમ વાર આખો વર્લ્ડ કપ ભારતમાં રમાશે

મુંબઈઃ ICC વનડે વર્લ્ડ કપ આ વર્ષે ભારતની યજમાનીમાં રમાશે. વર્લ્ડ કપનું આયોજન પાંચ ઓક્ટોબરથી 19 નવેમ્બરની વચ્ચે રમાશે. ક્રિકેટ ઇતિહાસમાં પહેલી વાર એવું થશે કે આખો વર્લ્ડ કપ ભારતમાં રમાશે. આ પહેલાં ભારત 1987, 1996 અને 2011ના વનડે ક્રિકેટ વર્લ્ડ કપની સંયુક્ત યજમાની કરી ચૂક્યું છે. મુંબઈમાં 13મા વર્લ્ડ કપનું શિડ્યુઅલ જારી કરવામાં આવ્યું હતું.   

વર્લ્ડ કપનો પ્રારંભ પાંચ ઓક્ટોબરે અમદાવાદમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇન્ગલેન્ડ અને ગયા વખતના રનર-અપ ન્યુ ઝીલેન્ડ વચ્ચે પહેલી મેચ રમાશે. ટીમ ઇન્ડિયાની પહેલી મેચ આઠ ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચેન્નઈમાં રમાશે. વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની વચ્ચેની રસપ્રદ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ફાઇનલ પણ 19 નવેમ્બરે અમદાવાદમાં રમાશે.

વર્લ્ડ કપમાં 10 ટીમો રાઉન્ડ રોબિન લીગમાં એકમેક સામે રમશે, જેમાં 45 મેચો રમાશે. ત્યાર પછી સેમી ફાઇનલ અને ફાઇનલ રમાશે. પહેલી સેમી ફાઇનલ 15 નવેમ્બરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં અને બીજી સેમી ફાઇનલ 16 નવેમ્બરે કોલકાતાના ઇડન ગાર્ડનમાં રમાશે.

આ વર્ષે વિશ્વ કપમાં 10 ટીમો ભાગ લેશે. યજમાન હોવાને કારણે ભારતને ટુર્નામેન્ટમાં સીધો પ્રવેશ મળશે, જ્યારે અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, બંગલાદેશ, ન્યુ ઝીલેન્ડ, પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકાએ સુર લીગ દ્વારા જગ્યા મેળવી છે. બે અન્ય ટીમો પણ વર્લ્ડ કપ ક્વોલિફાયર દ્વારા ટુર્નામેન્ટમાં જગ્યા બનાવશે, જે હાલ ઝિમ્બામ્બેમાં રમાઈ રહી છે.