Home Blog Page 2752

સામે પૂર જવું / સામા પૂરે તરવું

     

      સામે પૂર જવું / સામા પૂરે તરવું

 

વિપરીત પરિસ્થિતીમાં પોતાનું ધારેલું લક્ષ સિદ્ધ કરવા માટે મથવું અથવા અત્યંત કપરા સંયોગોમાં પણ વિચલિત થયા વગર ઊભી થયેલ પરિસ્થિતીનો સામનો કરી લડતા રહેવું એને આ કહેવત સાથે જોડ્યું છે. નદીના પાણીનો પ્રવાહ જે દિશામાં જતો હોય તેનાથી વિરુદ્ધ દિશામાં તરવું ખૂબ જ કઠિન હોય છે.

પાણીનું વહેણ જે દિશામાં હોય તે વહેણની સાથે સૂકું લાકડું અથવા મડદું પણ તરે છે. પણ વિપરીત પરિસ્થિતીમાં સામા પ્રવાહે તરીને પોતાના નિર્ધારિત લક્ષ પર પહોંચવું એ હિંમત, ધીરજ અને ક્ષમતા ત્રણેય વાના હોય તો જ શક્ય બને છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

કોરાનાના 33 નવા કેસો, 220.67 કરોડ ડોઝ અપાયા  

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 33 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,94,032 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,31,903 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,60,523 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 82 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1606એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 57,408 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.22 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,37,326 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 359 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

બોમન ઈરાનીને પહેલી ફિલ્મ અચાનક મળી

મૈં હૂં ના, નો એન્ટ્રી, ખોસલા કા ઘોસલા, હાઉસફુલ, જોલી એલએલબી વગેરે ફિલ્મોમાં કામ કરનાર બોમન ઈરાનીને એવી કલ્પના ન હતી કે અભિનેતા બની જશે. કેમકે અભિનેતા બનવા જાતે કોઈ પ્રયત્ન કર્યો ન હતો. બાળપણથી જ ફિલ્મો જોવાનો શોખ હતો. સ્કૂલથી આવીને નજીકના થિયેટરોમાં ફિલ્મો જોવા જતો હતો. ઘરની આર્થિક સ્થિતિ નબળી હોવાથી અભ્યાસ પૂર્ણ કરી હોટલમાં વેઇટર બન્યો હતો. બે વર્ષ વેઇટર તરીકે કામ કર્યું અને માતાની તબિયત સારી રહેતી ન હોવાથી ૩૨ વર્ષની ઉંમરે વેફર અને ફરસાણની પોતાની દુકાન પર બેસી ગયો હતો. ત્યારે પણ ફિલ્મો જોવા જવાનું ચાલુ રાખ્યું હતું. ત્યારે વધારાની આવક ઊભી કરવા અને શોખ હોવાથી કેમેરો ખરીદી ફોટોગ્રાફર તરીકે કામ શરૂ કર્યું. એક જગ્યા ભાડે લઈ સ્ટુડિયો શરૂ કર્યો હતો. તે જુદા જુદા કાર્યક્રમોમાં ફોટા પાડી આપવાનું કામ કરતો હતો. સ્કૂલ અને કોલેજની રમતગમત સ્પર્ધાઓનું પણ કવરેજ કરવાનું કામ કરતો હતો.

એક વખત વિદેશી મેગેઝીન માટે વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનશીપના ફોટા પાડવાનું કામ મળ્યું. એમાંથી સારી કમાણી થઈ. એ પછી પૂર્ણ સમયના ફોટોગ્રાફર તરીકે કામ શરૂ કરી દીધું. દુકાન પર પત્ની બેસવા લાગી હતી. ફોટોગ્રાફર તરીકે નામ કમાવવા ત્રણ વર્ષ સંઘર્ષ કર્યો. પછી ડાયના હેડન જે વર્ષે મિસ ઈન્ડિયા બની એનું ફોટોશૂટ કરવાનું કામ મળ્યું. એ પછી કોરિયોગ્રાફર શ્યામક દાવર સ્ટુડિયો પર ફોટા પડાવવા આવ્યો અને બોમન એની સાથે ઘણીબધી વાતો કરતો હતો એથી પ્રભાવિત થઈ થિયેટરના નાટકોમાં અભિનય કરવા પ્રોત્સાહિત કર્યો. શ્યામકે કહ્યું કે તું તો જન્મજાત અભિનેતા છે. તારે અભિનય કરવો જોઈએ. બોમને સ્પષ્ટ કહી દીધું કે ફોટોગ્રાફર તરીકે સંઘર્ષ કરી રહ્યો છું. મારે અભિનેતા બનવું નથી. છતાં શ્યામક માન્યો નહીં અને અલક પદમસીને મળીને કહ્યું કે બોમનને તમારે કામ આપવું જ પડશે.

અલકે એક સંગીતમય નાટકમાં બોમનને નાની ભૂમિકા આપી. એ પછી ‘આઈ એમ નોટ બાજીરાવ’ નાટકમાં મુખ્ય ભૂમિકા કરી એ વખણાઈ. નાટકોમાં કામ મળવા લાગ્યું હતું. દરમ્યાનમાં ૪૧ વર્ષની ઉંમરે પોતાના હેન્ડીકેમથી નાનકડી પ્રયોગાત્મક ફિલ્મ ‘લેટ્સ ટોક’ નું શુટિંગ કર્યું. જેને રજૂ કરવાના ન હતા. એ ફિલ્મ નિર્માતા વિધુ વિનોદ ચોપડાએ જોઈ અને બોમનને બોલાવી રૂ.૨ લાખનો ચેક આપ્યો. બોમને ફિલ્મ વિશે પૂછ્યું ત્યારે વિધુએ કહ્યું કે મારી પાસે કોઈ ફિલ્મ નથી. પણ આગામી ડિસેમ્બરમાં એક ફિલ્મ બનાવીશ. એ માટે તારું બુકિંગ કરી રાખું છું. એ પહેલાં આપણે ‘લેટ્સ ટોક’ ને રજૂ કરીશું ત્યારે કોઈપણ કહેશે કે મારે આ અભિનેતા જોઈએ છે. એટલે હું અત્યારથી સાઇન કરી રાખું છું. છ મહિના પછી વિધુએ કહ્યું કે ફિલ્મ ‘મુન્નાભાઈ એમબીબીએસ’ (૨૦૦૩) બનાવશે. બોમનને નામ અજીબ લાગ્યું.

નિર્દેશક તરીકે રાજકુમાર હીરાની વિશે જાણ્યું ત્યારે એ પણ અજાણ્યા લાગ્યા. બોમન મળ્યા ત્યારે રાજકુમારે કહ્યું કે આ ફિલ્મ તારે કરવી જ પડશે. બોમને એક મુલાકાતમાં કહ્યું છે કે પહેલાં એમાં વિવેક ઓબેરૉય કામ કરવાનો હતો. પણ કંપની’ કરવા છોડી દીધી. પછી શાહરુખ કરવાનો હતો. એને પીઠની સર્જરી માટે જવું પડ્યું. છેલ્લે સંજય દત્ત આવ્યો હતો. એ જ રીતે હીરોઈન તરીકે પહેલાં કાજોલ હતી. પછી ઐશ્વર્યાનું અને તબ્બુનું પણ નામ આવ્યું હતું. એકમાત્ર બોમન જ એની ‘અસ્થાના’ ની ભૂમિકામાં રહી ગયો હતો. શરૂઆતમાં અજીબ નામ અને નવા નિર્દેશકને કારણે ફિલ્મ બે દિવસ ના ચાલી પણ મોટી હિટ રહ્યા પછી બોમન ઈરાનીએ પાછું વળીને જોવું પડ્યું નથી.

મહારાષ્ટ્રમાં અતિવૃષ્ટિની આગાહી; મુંબઈ સહિતના જિલ્લાઓ માટે 48 કલાક અત્યંત મહત્ત્વનાં

મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્યમાં ગયા શનિવારથી વરસાદની શરૂઆત થઈ છે. નૈઋત્યના ચોમાસાએ દેશના લગભગ તમામ રાજ્યોને આવરી લીધાં છે. હવે આગામી બે દિવસ માટે મુંબઈ, આસપાસના જિલ્લાઓ, મધ્ય મહારાષ્ટ્ર અને કોકણ વિસ્તાર માટે ભારતીય હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ ઘોષિત કર્યું છે. મુંબઈમાં ગઈ આખી રાત વરસાદના ઝાપટાં ચાલુ રહ્યા હતા અને આ લખાય છે ત્યારે, સવારે 9 વાગ્યે પણ ધોધમાર વરસાદ ચાલુ હતો.

મુંબઈ, પાલઘર, થાણે અને નાશિક જિલ્લાઓ માટે આજના દિવસ માટે અને પાલઘર, રાયગડ માટે બુધવારે પણ ઓરેન્જ એલર્ટ ઈસ્યુ કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં વરસાદનું જોર વધવાનું છે. આગામી 48 કલાકમાં મુસળધાર વરસાદ પડવાની સંભાવના છે. બંગાળના અખાતમાં હવાની નવી સર્જાયેલી સ્થિતિને કારણે મોસમી વરસાદનું જોર વધ્યું છે અને તે આગામી બે દિવસ ઓર વધશે.

ન્યૂયોર્ક સિટીની શાળાઓમાં દિવાળીના દિવસે રજા રહેશેઃ મેયરની જાહેરાત

ન્યૂયોર્ક સિટીઃ ભારતભરમાં અને વિદેશમાં વસતાં ભારતીયો દ્વારા ઉજવવામાં આવતા રોશનીનાં તહેવાર દિવાળીની હવેથી ન્યૂયોર્ક સિટીની શાળાઓમાં પણ રજા રહેશે. આ જાહેરાત શહેરના મેયર એરિક એડમ્સે કરી છે. અંધકાર પર પ્રકાશની જીત સ્વરૂપ દીપ ઉત્સવ દિવાળી પર્વની દર વર્ષે ઉજવણી હજારોની સંખ્યામાં ન્યૂયોર્કવાસીઓ પણ કરે છે, પણ હવેથી દર વર્ષે દિવાળીના દિવસે શહેરની તમામ શાળાઓમાં જાહેર રજા રહેશે. દિવાળીને અમેરિકાની શિક્ષણ પદ્ધતિમાં રજા તરીકે ઘોષિત કરતા એક કાયદાને ન્યૂયોર્ક રાજ્યની ધારાસભાએ તાજેતરમાં મંજૂરી આપી હતી.

મેયર એડમ્સે ટ્વિટર પર એક સંદેશ પોસ્ટ કર્યો છે જેમાં આ ખુશખબર આપ્યા છે. એમણે કહ્યું કે, ‘અમે હવે એમ કહી શકીએ છીએ કે ન્યૂયોર્ક શહેર દરેકનું છે, પછી ભલે તમે દુનિયાના કોઈ પણ ખૂણેથી આવ્યા હો.’ આ સંદેશને અંતે મેયર એડમ્સે ‘શુભ દિવાળી’ લખ્યું છે.

આ વર્ષે દિવાળી તહેવાર 12 નવેમ્બરે છે અને તે દિવસે રવિવાર આવે છે, એટલે શાળાઓમાં બાળકોને દિવાળીની પહેલી રજા તો 2024માં મળશે. 2015માં, ન્યૂયોર્ક શહેરે જાહેરાત કરી હતી કે બે મુસ્લિમ તહેવારો – ઈદ અલ ફિત્ર અને ઈદ અલ-અધાના દિવસે શાળાઓમાં રજા રહેશે.

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૨૭ જૂન, ૨૦૨૩

૨૭ જૂન, ૨૦૨૩

રાશિ ભવિષ્ય 27/06/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ સામાન્ય છે, પ્રવાસનું આયોજન થઈ શકે છે તેમાં ઉત્સાહ પણ જોવા મળી શકે , મિત્રોથકી કોઈ લાભની વાત આપ-લે થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમને તમારી મહેનત મુજબ ફળ મળી શકે છે વેપારમાં કામકાજ નાનું અને અનુભવ મુજબજ કામ કરવુ યોગ્ય છે, વિવાહયોગ્ય વાર્તાલાપ સારી રહે.


આજના દિવસે સાવચેતી રાખવી અને તેમાં પણ ગુસ્સાપર કાબુ રાખવો જરૂરી બને છે, વાહન ધીમે ચલાવવું  સલાહ ભર્યું છે, એલર્જી,ચામડી, લોહીના દર્દીએ તકેદારી રાખવી, વણમાંગી સલાહકે સુચન આજના દિવસે ના આપવા ઈછાનીય છે. વેપારના કામકાજમાં મોટા જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ તમારા માટે સારો છે તમને ઉત્સાહ, આત્મવિશ્વાસ સારો રહે, મનની ઈચ્છા પૂરી થાય તેવું બનવા જોગ પણ છે, વિદ્યાર્થીવર્ગ માટે વિદ્યાભ્યાસમાં વધુ મહેનત કરવાથી સારું ફળ મળી શકે છે, ગણતરી પૂર્વક કામ કરોતો ધાર્યા કામ વધુ થાય, વેપારના કામકાજમાં લાભ અને નવીનજાણકારીની તક મળે.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાત, પ્રવાસ થઈ શકે છે, કોઈ આકસ્મિકનાણાકીય ખર્ચ પણ આવી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારના કામકાજમાં નાનું કામ કરવું સલાહ ભર્યું છે, વિવાહયોગ્ય વાર્તાલાપ કોઈના થકી કરવી યોગ્ય કહી શકાય.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો સલાહ ભર્યો છે, ખટપટકરનાર વર્ગથી દુર રહેવું જરૂરી છે, ખરીદી કરવાપાછળ બિનજરૂરી ખર્ચ થઇ શકે છે, મુસાફરી થોડી કંટાળાજનક બની શકે છે , વાહન ધીમે ચલાવવું ,ઉશ્કેરાટથી દુર રહેવું, વેપારના કામકાજમાં જોખમન કરવું, શાંતિથી દિવસ પસાર કરવો.


આજનો દિવસ સામાન્ય છે, મનમાં થોડી માનસિકઅશાંતિ અને ઉદ્વેગ રહ્યા કરે, કામકાજમાં સમયનો અણધાર્યો વ્યય થાય, સાંધા, સ્નાયુ, ગેસની તકલીફજે ભોગવતું હોય તેમના માટે થોડી તકેદારી રાખવી જરૂરી છે, વેપારમાં ગણતરીપૂર્વકનુ કામ કરવું યોગ્ય છે, ઉતાવળિયા નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું.


આજનો દિવસ સારો છે, મનમાં રહેલી ઈચ્છા પૂરી થવાની શક્યતા વધુ છે, ગમતાકાર્ય થઈ શકે છે , નવી ઓળખાણ થાય તેમાં પણ તમારી લાગણી ક્યાંક સંતોષાયકે સારીવાતચીત થાય તેવા સંજોગ બની શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારને કોઈ જાણકારી પ્રાપ્ત થાય, વેપારમાં અણધાર્યો લાભ થઈ શકે છે.


આજનો દિવસ થોડી ધીરજ અને સાવચેતી રાખવી યોગ્ય છે, વાહન ધીમે ચલાવવું, નોકરી ધંધામાં પણ  વ્યવહારુ અભિગમ રાખવો ફાયદાકારક છે, કોઈપણ પ્રકારના વિવાથી દુર રહેવાની સલાહ છે , બજારમાં કોઈ મોટા જોખમભર્યા કામના કરવા તેમજ કોઈની પણ સાથે દલીલબાજીના કરવી ઇચ્છનીય છે.


આજનો દિવસ તમારા માટે સારો છે, તમને તમારા કામ અને વ્યવહારથી માન મળી શકે છે, કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, ભૂતકાળમાં કરેલ કામની પ્રશંશા થાય અને તમારી લાગણી સંતોષાય તેવું બની શકે છે, નવીઓળખાણથી કોઈ લાભની વાત થઈ શકે છે, વેપારમાં લાભ થાય તેવા સંજોગો ઉભા થાય.


આજનો દિવસ તમાર માટે સાવચેતી અને શાંતિ રાખવાની સલાહ ભર્યો છે, તમારામાં થોડી નિરાશા જોવા મળી શકે છે તેમજ કામ ટાળવા માટેની વૃતિ જાગી શકેછે, ખટપટ કરનારથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, કમર, હાડકા,માથાની તકલીફથી સાચવવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.


આજનો દિવસ તમને સારી આશા અને ઈચ્છા જગાડી શકે તેવો છે, તમારા ધાર્યાકામ થઇ શકે છે  તેમજ જો નસીબ સાથ આપેતો ઘણું બધું કાર્ય થઇ શકે. મુસાફરી થઈ શકે છે, માર્કેટિંગ, સલાહકાર, કોમ્પુટર, ધાતુક્ષેત્રમાં કામ કરનારવર્ગને સારું રહે, વેપારમાં લાભ અને નવીન ઓળખાણ થવાના સંજોગો ઉભા થઈ શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં ધાર્યા કરતા વધુ સમયનો વ્યય થાય તેવું બની શકે છે, પેટ, આંતરડા, ડાયાબીટીસના દર્દીએ સાચવવું, બેન્કિંગ,વીમા,મેનેજમેન્ટ,સરકારીક્ષેત્રમાં કામ કરનારને માનસિકથાકની લાગણી વધુ જોવા મળી શકે તેવું બની શકે. વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામ જ યોગ્ય છે.

પંચાંગ 27/06/2023

અવકાશમાં દેખાઈ વર્લ્ડ કપ 2023ની ટ્રોફીની પહેલી ઝલક, રમત જગતમાં પહેલીવાર બન્યું આવું કંઈક

યોજાનારા ICC ODI વર્લ્ડ કપ 2023 પહેલા તેની ટ્રોફી પ્રવાસ મોટા પાયે શરૂ કરવામાં આવ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં અદભૂત ઉતરાણ પહેલાં પૃથ્વીથી એક લાખ 20 હજાર ફૂટ ઉપર ટ્રોફીને અવકાશમાં છોડવામાં આવી ત્યારે પ્રવાસની શરૂઆત ભવ્ય રીતે થઈ હતી. અવકાશમાંથી આવ્યા બાદ તેને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લેન્ડ કરવામાં આવ્યું હતું.

વર્લ્ડ કપ 2023ની ટ્રોફી 18 દેશોની મુલાકાત લેશે

ટ્રોફીનો 2023નો પ્રવાસ તેની અત્યાર સુધીની સૌથી મોટી ટુર હશે, જેમાં ચાહકોને વિશ્વના વિવિધ દેશો અને શહેરોમાં આઇકોનિક ટ્રોફી સાથે જોડાવાની તક મળશે. આઈસીસીની રીલીઝ મુજબ 27 જૂનથી આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ ટ્રોફી યજમાન ભારત, કુવૈત, બહેરીન, મલેશિયા, અમેરિકા, નાઈજીરીયા, યુગાન્ડા, ફ્રાન્સ, ઈટાલી, અમેરિકા સહિત 18 દેશોમાં જશે. પ્રવાસ દરમિયાન, એક મિલિયન ચાહકોને વિવિધ દેશોમાં નવીન પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો દ્વારા ટ્રોફી સાથે વાર્તાલાપ કરવાની તક મળશે. ટ્રોફી પ્રવાસ ભારતમાં 27 જૂનથી શરૂ થશે અને વિશ્વભરમાં પ્રવાસ કર્યા બાદ ટ્રોફી 4 સપ્ટેમ્બરે યજમાન દેશમાં પરત ફરશે.

 

બીસીસીઆઈના સચિવ જય શાહે આ વાત કહી

ક્રિકેટ બોર્ડ ઓફ ઈન્ડિયા (BCCI)ના સેક્રેટરી જય શાહે કહ્યું કે, ‘ક્રિકેટની જેમ અન્ય કોઈ રમત ભારતને એક કરતી નથી અને સમગ્ર દેશમાં ઉત્સાહ વધી રહ્યો છે. અમે વિશ્વની 10 શ્રેષ્ઠ ટીમોને છ અઠવાડિયા સુધી હ્રદયસ્પર્શી ક્રિકેટની યજમાની કરવાની તૈયારી કરી રહ્યા છીએ. વર્લ્ડ કપનું કાઉન્ટડાઉન નજીક આવી રહ્યું છે ત્યારે, ટ્રોફી ટૂર એ ચાહકો માટે ઇવેન્ટનો ભાગ બનવાની એક શ્રેષ્ઠ તક છે, તેઓ ગમે ત્યાં હોય. આ પ્રવાસ ભારતમાં મોટા પાયે થશે. દેશભરમાં આઇકોનિક સ્થળો, શહેરો અને સીમાચિહ્નોનું પ્રદર્શન કરવાની તક પૂરી પાડશે.

ટ્રોફી ટૂરનું સંપૂર્ણ શેડ્યૂલ:

જૂન 27 – જુલાઈ 14: ભારત

15 – 16 જુલાઈ: ન્યુઝીલેન્ડ

17 – 18 જુલાઈ: ઓસ્ટ્રેલિયા

19 – 21 જુલાઈ: પાપુઆ ન્યુ ગિની

22 – 24 જુલાઈ: ભારત

25 – 27 જુલાઈ: યુએસએ

28 – 30 જુલાઈ: વેસ્ટ ઈન્ડિઝ

31 જુલાઈ – 4 ઓગસ્ટ: પાકિસ્તાન

ઓગસ્ટ 5-6: શ્રીલંકા

7 – 9 ઓગસ્ટ: બાંગ્લાદેશ

10 – 11 ઓગસ્ટ: કુવૈત

ઓગસ્ટ 12-13: બહેરીન

14 – 15 ઓગસ્ટ: ભારત

16 – 18 ઓગસ્ટ: ઇટાલી

19 – 20 ઓગસ્ટ: ફ્રાન્સ

21 – 24 ઓગસ્ટ: ઈંગ્લેન્ડ

25 – 26 ઓગસ્ટ: મલેશિયા

ઓગસ્ટ 27-28: યુગાન્ડા

29 – 30 ઓગસ્ટ: નાઇજીરીયા

31 ઓગસ્ટ – 3 સપ્ટેમ્બર: દક્ષિણ આફ્રિકા

4 સપ્ટેમ્બરથી: ભારત