Home Blog Page 2757

‘અદાણી ડે’ ઉજવણીઃ વર્લ્ડ કપ-2023 જીત માટે ટીમ ઈન્ડિયાને અદાણી ગ્રુપનું સમર્થન

અદાણી ગ્રુપે તેનો સ્થાપના દિવસ 24 જૂન, શનિવારે અમદાવાદમાં અનોખી રીતે ઉજવ્યો હતો. આઈસીસી ODI વર્લ્ડ કપ-2023 સ્પર્ધાનું ભારતમાં આયોજન થવાનું છે તે નિમિત્તે ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ 1983માં લંડનમાં પ્રુડેન્શિયલ વર્લ્ડ કપ સ્પર્ધા જીતીને ઈતિહાસ સર્જનાર ભારતીય ટીમનું સમ્માન કર્યું હતું અને આ વર્ષની વર્લ્ડ કપ સ્પર્ધા જીતવા માટે ભારતીય ટીમ માટે ’જીતેંગે હમ’નો નારો આપ્યો છે. આ પ્રસંગે ’83ની વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમના કેપ્ટન કપિલ દેવ તથા અન્ય સાથીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

૨૦૨૩ના ક્રિકેટ વિશ્વ કપ માટે અદાણીએ ટીમ ઈન્ડિયાને આપ્યો ’જીતેંગે હમ’નો નારો

અમદાવાદ: ‘અદાણી ડે’ પ્રસંગે અદાણી ગ્રુપે ‘જીતેંગે હમ’ નારા સાથે અભિયાનનો આરંભ કરવા માટે ૧૯૮૩ની ક્રિકેટ વર્લ્ડ કપ સ્પર્ધાના વિશ્વ વિજયના દંતકથાસમાન ક્રિકેટરો સાથે સહયોગ કર્યો છે. જેમાં તેઓએ  આઇસીસીના વન ડે ઇન્ટરનેશનલ ક્રિકેટ વિશ્વ કપ-૨૦૨૩ માટે ટીમ ઈન્ડિયાને અતિ અપેક્ષિત પ્રચંડ સમર્થન દર્શાવ્યું છે.

ભારતના ઐતિહાસિક પ્રુડેન્શિયલ વર્લ્ડ કપ વિજયની ૪૦મી વર્ષગાંઠ નિમિત્તે અદાણી ગ્રુપ આગામી વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા માટે એક અડીખમ ભાવના પ્રજ્વલિત કરે છે. 1983ના વિશ્વ કપ વિજેતા ક્રિકેટ ટીમના દિગ્ગજો અને જુસ્સાદાર ચાહકોના પ્રચંડ સમર્થનની લાગણીની બેશુમાર આશાઓ અને અંતરમનની શુભેચ્છાઓ સાથે અદાણી સમૂહના ચેરમેન ગૌતમ અદાણીના વડપણ હેઠળ આ અભિયાનની રંગદર્શી વાતાવરણમાં શરુઆત કરવામાં આવી છે. ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ ઉપર ’જીતેંગે હમ’ના બુલંદ નારા સાથેની આ ઝુંબેશ ભારતીય ક્રિકેટ ચાહકોને એક થવા અને ટીમ ઈન્ડિયા પાછળ પૂરી તાકાતથી ઉભા રહી વિશ્વકપ જીતવા માટે ખેલાડીઓના ઝનૂનને જોરદાર પીઠબળ આપવા અને તેમના નૈતિક જુસ્સાને વધારવા  માટે પ્રોત્સાહિત કરે છે.

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આપણા દેશમાં ક્રિકેટ સહુને એકતાંતણે બાંધી રાખતી શક્તિ છે જે લાગણીઓના વિશાળ સ્પેક્ટ્રમને આમંત્રિત કરે છે. દંતકથાઓરુપ વ્યક્તિ જન્મતા નથી, પરંતુ સ્થિતિસ્થાપકતા અને દ્રઢતા દ્વારા તેમનું ઘડતર કરવામાં આવે છે. ટીમ ઈન્ડિયા પાસે આ બંને લક્ષણો હતા જે આપણને 1983માં વર્લ્ડ કપ જીતવા તરફ દોરી ગયા.

‘જીતેંગે હમ’ દ્વારા ઇતિહાસનું પુનરાવર્તન થતું જોવાની આશા સાથે ભારતીય ક્રિકેટ ટીમને આગામી વર્લ્ડ કપ માટે શુભેચ્છા પાઠવવામાં અમારી અને ક્રિકેટના દિગ્ગજો સાથે જોડાવવાનું આમંત્રણ છે, એમ અદાણીએ જણાવ્યું છે.

1983ની વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમના કેપ્ટન કપિલદેવે આ પ્રસંગે કહ્યું હતું કે, ODI વિશ્વ કપ-2023 માટે ટીમ ઈન્ડિયાના સમર્થનમાં અદાણી ગ્રુપ સાથે જોડાતા અમે સન્માનિત થવાની લાગણી અનુભવીએ છીએ. આ અભિયાન ઉત્તેજના અને અદમ્ય ભાવનાનું પ્રતિક છે જેણે અમને 1983માં જીત તરફ પ્રેર્યા હતા. વર્લ્ડ કપ 2023ની તૈયારીમાં તે અનિવાર્ય છે. એક સામૂહિક માનસિકતાને ઉત્તેજન આપવા માટે ટીમ કે જે પોતાનું સર્વાંગિણ શ્રેષ્ઠતમ આપવા માટે પૂરા દિલથી પ્રતિબદ્ધતા પર કેન્દ્રિત કરે છે. સફળતાનું સાચું માપ ફક્ત પરિણામમાં જ નથી, પરંતુ વ્યક્તિગત શ્રેષ્ઠતાના અવિરત પ્રયાસ માટેના અતૂટ સમર્પણમાં રહેલું છે.

કપિલદેવની વાત સાથે સૂર પૂરાવતા 1983ની ટીમના એક હીરો અને બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઈન્ડિયા (BCCI)ના વર્તમાન પ્રમુખ રોજર બિન્નીએ કહ્યું હતું કે, નિર્ધાર અને ટીમ ભાવના સાથે 1983ની વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ બનવું એ એક અકલ્પનીય સફર હતી. આપણે બધા આપણા વર્તમાન ખેલાડીઓની આ પ્રતિષ્ઠિત ટ્રોફી પરત લાવવાની ક્ષમતામાં વિશ્વાસ કરીએ છીએ. ત્યારે ફરી એકવાર ચાહકો તરીકે એક થઈએ અને ઈતિહાસ રચવા તેમને પ્રેરણા આપીએ.

‘અદાણી દિવસ’ની ઉજવણી માટે અમદાવાદમાં યોજાયેલા હૃદયસ્પર્શી મેળાવડા વચ્ચે 1983ની વર્લ્ડ કપ વિજેતા ટીમનું અવિસ્મરણીય સ્વાગત કરવામાં આવ્યું હતું.. આ પ્રસંગની ભવ્યતામાં અભિવૃધ્ધિ કરતાં કપિલ દેવે ગૌતમ અદાણીને 1983ની ટીમ દ્વારા હસ્તાક્ષર કરેલું ખાસ બેટ અર્પણ કર્યું હતું. આ અમૂલ્ય ભેટ બહુપ્રતીક્ષિત વર્લ્ડ કપ-2023 પહેલા ભારતીય ટીમને પ્રસ્તુત કરવા માટે એક પ્રેરણાત્મક ટોકન તરીકે કામ કરશે.

સેલિબ્રિટી એન્કર ગૌરવ કપૂરે ટીમ 83 અદાણી ડેની ઉદઘાટન આવૃત્તિની પ્રશંસા કરી હતી.

આ અભિયાનના ભાગ રૂપે ટૂંક સમયમાં ડિજિટલ વિશિંગ વોલનું અનાવરણ કરવામાં આવશે, જેમાં વિશ્વભરના ક્રિકેટ રસિકોને તેમની હાર્દિક શુભેચ્છાઓ, સંદેશાઓ અને વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની સફર માટે સમર્થન આપવાની તક સાથે આમંત્રિત કરવામાં આવશે. તેનો હેતુ ટીમ ઈન્ડિયાના વિજય હાંસલ કરવાના નિર્ધારમાં વૃધ્ધિ કરતા સમર્થનનું પ્રચંડ પ્રદર્શન દર્શાવવાનો છે.

“કર કે દિખાયા હૈ, કર કે દિખાયેંગે,” ક્રિકેટ અને બિઝનેસ બંનેમાં સિદ્ધિની અદમ્ય ભાવનાનું પ્રતીક આ અભિયાન અદાણી જૂથના સિદ્ધાંતોમાંથી પ્રેરણા મેળવે છે. “જીતેંગે હમ” અભિયાન વિજેતાઓએ અગાઉ જે વિજયનો સ્વાદ ચાખ્યો છે, તે ફરીથી અનિવાર્યપણે તેનો આનંદ માણશે એવી એક આંતરિક પ્રતીતિ કે જે લોકનજરમાં તેમના સંતોષ અને ગર્વથી સર્વોપરી છે એવી માન્યતાને પ્રેરિત કરે છે.

શતાબ્દીભણી આગેકૂચ કરતા સામયિકની એક અપીલ

વ્યક્તિ કે સંસ્થા શતાબ્દીમાં પ્રવેશ કરે કે શતાબ્દી ભણી આગેકૂચ કરે એટલે એની ઉજવણી કરવાનો, એના ગુણગાન ગાવાનો આપણે ત્યાં એક રીવાજ છે. હોવો ય જોઇએ, પણ આ જ વાત લોકોના સંસ્કાર ઘડતરનું કામ કરતાં સામયિકો-પ્રકાશનો માટેય એટલી જ લાગુ પડે છે. વર્ષોથી, કહો કે, દાયકાઓથી પેઢી દર પેઢી સંસ્કાર સિંચનનું કામ કરતા આવા પ્રકાશનો જ્યારે શતાબ્દીભણી દોડી રહ્યા હોય ત્યારે તો ખાસ.

વાત છે છેલ્લા 88 વર્ષથી ગુજરાતી ભાષા-સાહિત્ય-કલ્ચરના ક્ષેત્રે કાર્યરત ગુજરાતી સામયિક ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિકની. 1865માં સ્થપાયેલી મુંબઇસ્થિત સંસ્થા ફાર્બસ ગુજરાતી સભા વિશે તો આપ સૌ જાણો જ છો. ગુજરાતી સંસ્કૃતિની સેવામાં કાર્યરત આ સંસ્થા દ્વારા ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક 1936માં શરૂ કરવામાં આવ્યું હતું.

સિતાંશુ યશશ્ચંદ્ર

સંસ્થાના ટ્રસ્ટી, સામયિકના સંપાદક અને જાણીતા સાહિત્યકાર સિતાંશુ યશશ્ચંદ્ર કહે છે એમ, સંસ્કૃતિ મીમાંસા, સાહિત્ય સંશોધન અને ઇતિહાસ ચિંતનનું કામ કરતું આ સામયિક ગુજરાતી વિદ્યાજગતનું પ્રિય સામયિક બની રહ્યું છે. પરંતુ બદલાતા સમયમાં અન્ય પ્રકાશનોની સાથે આ પ્રકાશનને પણ જરૂર છે ગુજરાતી ભાષા અને સંસ્કૃતિ માટે જાગૃત હોય, એની ખેવના કરતા હોય એવા શુભેચ્છકોની. એમના આર્થિક સહયોગ અને હૂંફની.

 

આ માટે ફાર્બસના સંચાલકોએ ગુજરાતી ભાષાના આ સામયિકના સંવર્ધન માટે રસ ધરાવતા વાચકોને અપીલ કરી છેઃ એક, રસ ધરાવતા વાચક પાંચ વર્ષ માટે રૂપિયા 1500 નું લવાજમ ભરે. બે, કોઇપણ વ્યક્તિ પોતે જ્યાં ભણ્યા હોય એ સ્કૂલ-કોલેજ કે પોતાની ગમતી એવી પાંચ શૈક્ષણિક સંસ્થા માટે એક વર્ષનું રૂપિયા 1750 લવાજમ ભરે. એનાથી સામયિકને મદદ તો મળશે જ, પણ સાથે સાથે પાંચ શિક્ષણ સંસ્થામાં આ સામયિક વંચાતું થશે તો એનો ફાયદો આવનારી પેઢી-સમાજને જ મળશે.

પોણા નવ દાયકાથી ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ સર્જકો, સંશોધકો, ચિંતકો અને કલાકારોની કલમથી સમૃધ્ધ બનેલું આ સામયિક હવે આગળ ટકી રહેવા માટે ગુજરાતી ભાષા-સંસ્કૃતિના શુભચિંતકો પાસેથી આટલા સહકારની અપેક્ષા રાખે છે અને સિતાંશુ યશશ્ચંદ્ર આત્મવિશ્વાસ વ્યક્ત કરતાં કહે છે કે, ગુજરાતીઓ ફાર્બસની આ અપીલને ઉમળકાભેર આવકારશે જ.

હા, જેમને રસ હોય એ નીચે આપેલી વિગતો પ્રમાણે લવાજમ ભરી શકે છે અથવા સંસ્થાના રાજેશ દોશીનો 836 9795793 નંબર પર સંપર્ક કરી શકે છેઃ

Account Name: Shri Forbes Gujarati Sabha

Account Number. 036601001151

ICICI Bank

Juhu Branch,

IFS No. ICIC0000366

 

૨૫ જૂન, ૨૦૨૩

૨૫ જૂન, ૨૦૨૩

નવું સંસદભવન કેવું છે વાસ્તુની દ્રષ્ટિએ?

આપણું નવું સંસદ ભવન જે શિવલિંગ આકારનું છે તે અતિ સુંદર અને મોહક વાસ્તુકળાનું પ્રતિક છે. આ ત્રિકોણાત્મક સંસદ ભવનનું માળખું કોઈ એક વ્યક્તિ વિશેષ માટે નથી અને માટે જ તે વધુ પ્રભાવશાળી બની રહ્યું છે. આપણે ત્યાં જે પણ યંત્ર હોય છે તે ત્રિકોણાકાર જરૂર હોય છે, જેનું એક અલગ જ મહત્વ હોય છે. પરંતુ અહીં ધ્યાન આપવા બાબત એ છે કે, આ ભવનમાં બે ખૂણા એટલે કે ઉત્તર-પૂર્વ અને દક્ષિણ-પૂર્વ નથી, જે સ્થિરતા અને શાંતિ માટે જરૂરી હોય છે. આનો અર્થ એ થાય કે, ભવિષ્યમાં શાસક પક્ષ બહુ મોટા અને અઘરા નિર્ણયો લેશે, જે સમજાવટથી નહીં પરંતુ દબાણપૂર્વક જ અમલમાં મૂકવું શક્ય બનશે, એક કુદરતી સંઘર્ષ કાયમ થતો રહેશે.

એટલે શાસક પક્ષનું સહુથી મોટું દાયિત્વ એ હોવું જોઈએ કે તેની સંખ્યા બહુમતમાં હોય. શાંતિ ભંગ અવારનવાર રહેશે. નામના મેળવાશે, પણ પરિશ્રમ પણ અથાગ રહેશે. દક્ષિણ-પશ્ચિમ (SW) અને ઉત્તર-પશ્ચિમનો (NW) ખૂણો એકદમ બરાબર છે એટલે વર્ચસ્વ જળવાઈ રહેશે.

આનું નિદાન કોઈ ખાસ પ્રકારના છોડના રોપા લગાડવાથી અને અરીસાને અમુક જરૂરી એન્ગલમાં લગાડવામાં આવે તો થઈ શકે છે. આવું જ એક સ્ટ્રક્ચર મેં ICICI VENTURE BENGALURU માં બેલેન્સ કર્યું હતું.

Glimpses of the new Parliament Building, in New Delhi

અહીં નવા ભવનમાં આધ્યાત્મિક માર્ગદર્શન તેમજ સકારાત્મક ઉર્જાના સ્ત્રોતમાં કમી રહેશે. કારણ કે, NE (ઉત્તર-પૂર્વ) શિવનું સ્થાન માનવામાં આવે છે, શિવ દરેક નકારાત્મક ઉર્જાને ખત્મ કરે છે. SE (દક્ષિણ-પૂર્વ) શુક્ર અને વાસ્તુ દેવતાનું સ્થાન છે, જે અગ્નિ દેવતાને શાંત રાખવાની શક્તિ ધરાવે છે. આથી આ વાસ્તુદોષનું નિવારણ થવું ખૂબ જ જરૂરી છે. NE મંત્ર માટે જરૂરી છે, જ્યારે SE તંત્ર માટે. અહીં બંને ખૂણાની ગેરહાજરીને લીધે સંસદનું કાર્ય સરળતાથી ચલાવવું મુશ્કેલ જણાય છે. આપણે ત્યાં મોટાં ગજાના સાધુ-સંતો બિરાજમાન છે. હું આશા રાખું છું કે, એમનું પણ આ વિષય પર ધ્યાન ગયું જ હશે અને જરૂરી જગ્યાએ યોગ્ય નિવારણ કરવાથી જો પ્રભાવ વધી જતો હોય તો શા માટે યોગ્ય પગલાં ન લેવા?

(નીતા સિન્હા, મુંબઇ)

(લેખિકા નીતા સિન્હા મુંબઇસ્થિત જાણીતા એસ્ટ્રો-આર્કિટેક્ટ છે. એસ્ટ્રોલોજી એટલે કે જ્યોતિષવિદ્યા અને આર્કિટેક્ચર એટલે કે સ્થાપત્યકલાનો સમન્વય કરીને ઘરની ડિઝાઇન-સજાવટ કવાની એક નવી જ વિદ્યાશાખા એમણે વિકસાવી છે. આ ક્ષેત્રમાં પ્રેક્ટીસ કરનાર એ સૌ પ્રથમ અને એકમાત્ર ભારતીય છે.)

રાશિ ભવિષ્ય 25/06/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજના દિવસમાં તમને થોડો ઉત્સાહ જોવા મળી શકે છે, વાર્તાલાપમાં સારો સમય પસાર થાય, જૂની ઓળખાણ તાજી થાય તેમાં તમને આનંદ,ખુશીની લાગણીનો અનુભવ થાય, આજે આરામ કરવાની અને થોડેક અંશે આળસવૃતિ પણ જોવા મળી શકે, ધાર્મિકસ્થાનની મુલાકાત પણ થઈ શકે છે.


આજે સગાસ્નેહી,જુનાપરિચિત સાથે મિલનમુલાકાતકે કોઈ તેમની સાથેના અગત્યના કામકાજના યોગ છે, આરોગ્યબાબત કામકાજકે ઈતરપ્રવૃત્તિના કારણે થોડા બેદરકાર પણ બનો, કોઈ વ્યવહારુઅભિગમ અપનાવા જાવતો તમે ક્યાંક કોઈના થોડા રોષના પણ ભોગ બની શકો છે માટે આજે શાંતિ રાખવી સારી કહી શકાય.


આજે તમારા માટે કોઇપણ પ્રકારના કામકાજ હેતુ નાનીકે મોટીમુસાફરીના યોગ બની રહ્યા છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, તમારાકે અન્યમાટેના શુભપ્રસંગઅંગે ચર્ચા વિચારણા થઈ શકે છે, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખવું.


આજે તમને થોડો માનસિકથાકકે કારણવગરનો ઉશ્કેરાટની લાગણીનો અનુભવ થાય, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છો, આકસ્મિકખર્ચા પણ કોઈ કારણસર થઈ શકે છે. શરદી,ખાંસી,તાવ જેવી નાનીનાની તકલીફથી તમે થોડી બેચીની વધુ અનુભવો. એકંદરે દિવસ શાંતિથી પસાર કરવો.


આજના દિવસે તમને કંઇકને કંઇક કરવાની જીજ્ઞાસા વધુ જોવા મળે અને કામકાજ કરવામાં થોડી ઉતાવળ કરવાની વૃતિ પણ જોવા મળે, કોઈ જુનાઅટકેલા કામ પુરાકરવા માટેકે તમારા લગ્ન અથવા કોઈના લગ્નની વાત ગોઠવવા માટે પ્રયત્ન કરવો સારો કહી શક્ય, પ્રિયજન સાથે દિવસ સારી રીતે પસાર થાય.


આજે કુટુંબના સભ્યો સાથે મિલનમુલાકાત થાયકે કોઈ સામાજિકકે ધાર્મિકપ્રસંગમાં હાજરી આપવાના યોગ બને છે અને તેમાં તમારું વર્ચસ્વ અને મોભો જળવાય તેવું પણ બની શકે છે, તમને કોઈની મજાક-મશ્કરી કરવાની વૃતિ જાગે પરંતુ તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.


આજ દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે, કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, લગ્નયોગ ધરાવતા યુવાવર્ગ માટે વાર્તાલાપકે મિલનમુલાકાત સારી રહી શકે. નાનાઅંતરની મુસાફરી થઈ શકે છે. તમે આજે કોઈના કામકાજમાં ક્યાંક સહભાગી બનો તેવું પણ બની શકે છે.


આજે થોડી માનસિકચિંતાકે અશાંતિ જેવું લાગે કારણકે કોઈકને કોઈક વિચાર બાબતે તમને અસ્વસ્થ કરી શકે છે. ઘરમાં વડીલવર્ગ સાથે વિચારમતભેદના થાય તેનું ધ્યાન રાખવું. બ્લડપ્રેશર, છાતીનાદર્દ હોય તેવા લોકો માટે આજે પરેજી પાળવામાં ચોકસાઈ રાખવી જરૂરી છે. દિવસ શાંતિથી પસાર કરવો.


આજે મિત્રો સાથે સારોસમય પસાર થાય, તમે કોઈને કોઈકામમાં સહભાગી બનો તેવી લાગણી તમારામાં જોવા મળે, ધાર્મિકઆસ્થા થોડી વધુ જોવા મળી શકે. જુનાસંબંધ અચાનક યાદ આવે તેવું પણ બની શકે છે. કોઈના લગ્નબાબત વાતચીતકે મિલનમુલાકાત કરવાથી સારો પ્રતિભાવ જોવા મળે તેવું બની શકે છે.


આજે થોડીક માનસિકવિચારોથી તમે અશાંતિ અનુભવો, મનમાંને મનમાં કોઈક વાતનો અજંપો રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, શક્ય એટલું ઓછુ બોલવું સારું, .કમર, હાડકા,પગમાં દુખાવાની તકલીફ વાળાએ આરોગ્યબાબતમાં ધ્યાન વધુ આપવું ઇચ્છનીય છે.


કોઈ ધાર્મિકસ્થળકે સામાજિકપ્રસંગ માટેની મુલાકાત થઈ શકે છે, જાહેરજીવનમાં તમારો મોભો સારો વર્તાય આજે તમારું વર્ચસ્વ તમાર કામ અને આવડત પર સારું જોવા મળે. યુવાવર્ગને પોતાની પસંદગીની કોઈવાત સંભાળવા મળે કે જાણવા મળે અને ઉત્સાહિત થવાય તેવું બની શકે છે.


આજે એકલા હાથે ઘણા કામકરવાના આવે તેવું બની શકે છે તેમાં તમને અન્યનો સાથ ઓછો જોવા મળે તેના કારણે તમે કામ ટાળવાની વૃતિ જાગે અને આરામ કરવાનું મન વધુ થાય.ક્યાંક આકામિકનાણાકીય ખર્ચ આવી શકે છે, મિલનમુલાકાતકે હરવાફરવામાં ઉમંગનો અભાવ જોવા મળી શકે છે.

પંચાંગ 25/06/2023

મેઘરાજાએ આખરે પધરામણી કરતાં મુંબઈગરાઓને રાહત સાથે આનંદ

ઘણા દિવસો સુધી રાહ જોવડાવ્યા બાદ મેઘરાજાએ 24 જૂન, શનિવારે મોહમયી મુંબઈ નગરીમાં એન્ટ્રી કરી છે. મુંબઈમાં ચોમાસાના આગમનની હજી સુધી સત્તાવાર રીતે જાહેરાત થઈ નથી. ચોમાસું મુંબઈની ખૂબ નજીક આવી પહોંચ્યું છે. 24 કલાકમાં મંડાણ થવાનું અનુમાન છે. શનિવારે વરસાદે મુંબઈની ધરતીને ભીંજાવી દીધી છે. સવારથી જ વરસાદ શરૂ થયો હતો જે રાતે 8 વાગ્યે પણ ચાલુ હતો. ધોધમાર વરસાદ શરૂ થતાં અતિશય ગરમી, ઉકળાટ અને બફારાથી પરેશાન મુંબઈવાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે. મુંબઈમાં સામાન્ય રીતે દર વર્ષે 10 જૂનથી ચોમાસું બેસી જતું હોય છે, પરંતુ આ વખતે બિપરજોય દરિયાઈ વાવાઝોડું ફૂંકાવાને કારણે અરબી સમુદ્ર પરના આકાશમાં ચોમાસું વિલંબિત થયું છે. શનિવારે વરસાદ પડતાં ઘણા લોકો છત્રી સાથે જતાં જોવા મળ્યાં હતાં તો અનેક ઠેકાણે ઘણા લોકો વરસાદમાં ભીંજાવાનો આનંદ માણતાં જોવા મળ્યાં હતાં.

હવામાન વિભાગની આગાહી છે કે આગામી પાંચ દિવસ મુંબઈમાં ધોધમાર વરસાદ પડશે.

કોલ્હાપુરમાં પત્ની, પુત્રની હત્યા કર્યા બાદ ઉદ્યોગપતિએ આત્મહત્યા કરી

કોલ્હાપુરઃ મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લાના ગડહિંગ્લજ શહેર-તાલુકાના અગ્રગણ્ય ઉદ્યોગપતિ અને અર્જુન ગ્રુપના વડા સંતોષ શિંદે (46)એ શુક્રવારે રાતે એમની પત્ની તેજસ્વિની (36) અને પુત્ર અર્જુન (14) સાથે જીવન ટૂંકાવી દીધાનો આંચકાજનક બનાવ બન્યો છે. પોલીસના જણાવ્યાનુસાર, સંતોષ શિંદેએ ગઈ કાલે રાતે ગડહિંગ્લજ નગર સ્થિત એમના નિવાસસ્થાને પહેલાં એમના પત્ની અને પુત્રનું ગળું ચીરીને હત્યા કરી હતી અને ત્યારબાદ ગળું ચીરીને પોતાનું જીવન પણ ટૂંકાવી દીધું હતું. ત્રણેયના મૃતદેહ એમના બેડરૂમમાંથી મળી આવ્યા હતા. બેડરૂમમાંથી ઝેરની બાટલી અને સુસાઈડ નોટ મળી આવી હતી. માહિતી અનુસાર, સંતોષ શિંદેને બળાત્કારના એક કેસમાં ખોટી રીતે ફસાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. એને કારણે તેઓ છેલ્લા અમુક દિવસોથી માનસિક તાણ હેઠળ હતા અને તેને કારણે જ એમણે પરિવારસહ જીવન ટૂંકાવી દેવાનું અંતિમ પગલું ભર્યું હોવાનું મનાય છે.

પોલીસને ઘટનાસ્થળેથી સુસાઈડ નોટ મળી આવી છે. એમાં શું લખ્યું છે તે પોલીસે હજી જાહેર કર્યું નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ, તે નોટમાં એ મહિલાનું નામ છે જેણે સંતોષ શિંદે અને એમના સાથી વિરુદ્ધ પોલીસમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. તે કેસના સંબંધમાં શિંદેની ધરપકડ કરવામાં આવી હતી અને એક મહિનો એમણે જેલવાસ પણ ભોગવવો પડ્યો હતો. આત્મહત્યાની ઘટનાને કારણે ગડહિંગ્લજ તાલુકામાં ખળભળાટ મચી ગયો છે. કારણ કે કોરોના કાળમાં સંતોષ શિંદેએ ઘણું સામાજિક કાર્ય કર્યું હતું.

પોલીસના જણાવ્યા મુજબ, સંતોષ શિંદે શુક્રવારે રાતે એમના ઘરમાં જ હતા. એમના બેડરૂમનો દરવાજો અંદરથી બંધ હતો. આજે સવારે એમણે દરવાજો ઉઘાડ્યો નહોતો. તેથી એમના માતાએ હાંક મારી હતી. તે છતાં અંદરથી કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો. તેથી ગભરાઈને એમના માતાએ પડોશીને જાણ કરી હતી અને દરવાજો તોડીને અંદર ગયા હતા. ત્યાં એમણે બેડરૂમમાં ત્રણેયના મૃતદેહ પડેલા જોયા હતા. મૃતદેહો પાસેથી સુસાઈડ નોટ પણ મળી આવી હતી.

રશિયામાં યાદવાસ્થળીઃ ખાનગી લશ્કરી જૂથે બળવો કર્યો; પુતિને કહ્યું, ‘હું કચડી નાખીશ’

મોસ્કોઃ રશિયામાં ખાનગી લશ્કરી જૂથ વેગનરના વડા યેવગેની પ્રિગોઝીને દેશના વડા વ્લાદિમીર પુતિન સામે બળવો પોકાર્યો છે. આને કારણે સામ્યવાદી રશિયામાં આંતરવિગ્રહ શરૂ થયો છે. જોકે પુતિને રાષ્ટ્રજોગ સંબોધનમાં કહ્યું હતું કે રશિયા આજે તેના ભવિષ્ય માટે આકરી લડાઈ લડી રહ્યું છે. વેગનરે અમારી પીઠમાં છરો ભોંક્યો છે. અમે તેના બળવાને કચડી નાખીશું.

પ્રિગોઝીને એવી જાહેરાત કરી છે કે પોતે રશિયાના રોસ્તોવ-ઓન-દોનમાં રશિયાની સેનાના મુખ્યાલયમાં પહોંચી ગયા છે. એમના યોદ્ધાઓએ શહેરના લશ્કરી સ્થળોનો કબજો લઈ લીધો છે. પ્રિગોઝીને તે પહેલાં કહ્યું હતું કે એમના દળના જવાનો યૂક્રેન સાથેના યુદ્ધ મોરચેથી રશિયામાં પાછા આવી ગયા છે. તેમણે એવો નિશ્ચય વ્યક્ત કર્યો હતો કે તેઓ રશિયાના લશ્કરી વડાને દૂર કરી દેશે.

રશિયન સત્તાવાળાઓએ એનો ત્વરિત પ્રતિસાદ આપીને પ્રિગોઝીન સામેનો એક ક્રિમિનલ કેસ ફરી ખોલ્યો હતો, જેમાં એમની પર આરોપ છે કે એમણે સશસ્ત્ર બળવો ભડકાવ્યો છે.