Home Blog Page 2760

‘આદિપુરુષ’ના દિગ્દર્શક ઓમ રાઉતને જાનથી મારી નાખવાની ધમકી મળી

મુંબઈઃ હિન્દી અને તેલુગુ ભાષામાં હાલમાં જ રિલીઝ થયેલી ‘આદિપુરુષ’ ફિલ્મ અત્યંત વિવાદાસ્પદ બની ગઈ છે. એની પટકથા, સંવાદો અને પાત્રોના પહેરવેશ-મેકઅપ મુદ્દાઓ પર દેશભરમાં સામાન્ય લોકો તેમજ બોલીવુડનાં કેટલાંક નામાંકિત લોકો પણ રોષે ભરાયા છે. આ ફિલ્મે લોકોની ધાર્મિક લાગણીને દુભાવી હોવાનો આરોપ છે. ફિલ્મના સંવાદલેખક મનોજ મુંતશિરને જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ હવે દિગ્દર્શક ઓમ રાઉતને એવી ધમકી મળી છે.

મુંબઈ પોલીસે મુંતશિરને તો સુરક્ષા પૂરી પાડી છે અને હવે રાઉતે વિનંતી કર્યા બાદ પણ પોલીસે એમને પણ સુરક્ષા પૂરી પાડી હોવાનો અહેવાલ છે. ઓમ રાઉતની ઓફિસમાં ચાર હવાલદાર અને એક સશસ્ત્ર પોલીસ અધિકારીને તૈનાત કરવામાં આવ્યા છે.

અંધેરી, કુર્લા ઉપનગરો, પુણે શહેરમાં બોમ્બવિસ્ફોટની ધમકી મળતાં ખળભળાટ

મુંબઈઃ શહેરના અંધેરી અને કુર્લા (પશ્ચિમ) વિસ્તારો તથા પુણે શહેરને આવતી કાલે, 24 જૂને વિસ્ફોટ કરીને ફૂંકી મારવાની એક અજાણી વ્યક્તિ તરફથી મુંબઈ પોલીસના કન્ટ્રોલ રૂમને ગઈ કાલે એક ફોન આવ્યો હતો. પોલીસે તે ધમકીને ગંભીરતાથી લીધી છે. તે કોલરે બોમ્બ વિસ્ફોટોને રોકવા માટે એને રૂ. બે લાખ આપવાની માગણી કરી હતી.

પોલીસે કહ્યું છે કે તેણે એ ફોન કરનારને ઓળખી કાઢ્યો છે. તે ઉત્તર પ્રદેશના જૌનપુરનો રહેવાસી છે. તેની સામે ભારતીય ફોજદારી કાયદાની કલમ 505 (1) (બી), 505 (2) અને 185 હેઠળ કેસ નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.

તૂમ ઈસમેં ઘૂસે કૈસે… જાનતે ભી હો, યે ક્યા હૈ?

ભૂષણ કુમાર-ઓમ રાઉત-મનોજ મુન્તશીર ઍન્ડ મંડળીએ ‘આદિપુરુષ’ વિવાદ વધુ વકરે નહીં એ માટે અમુક સંવાદ, સીન્સમાં સુધારાવધારા કર્યા છે. “કપડા તેરે બાપ કા”…વાળો સંવાદ હવે કંઈ આવો છેઃ “કપડા તેરી લંકા કા, તેલ તેરી લંકા કા, આગ ભી લંકા કી ઔર જલેગી ભી તેરી લંકા”… અને “તૂ અંદર કૈસે ઘુસા…તૂ જાનતા ભી હૈ કૌન હૂં મૈં?” આ સંવાદ હવે, “તુમ અંદર કૈસે ઘુસે… તુમ જાનતે ભી હો કૌન હૂં મૈં?” એવો થયો છે. મતલબ હનુમાનજીને તુંકારે સંબોધવામાં આવેલા તે બદલીને માનાર્થે સંબોધવામાં આવે છે. આ જ સંવાદમાં થોડા ફેરફાર કરીને મારે મેકર્સને સવાલ પૂછવો છેઃ “તમે આ વિષયમાં ઘૂસ્યા શું કામ? તમને ખબર છે ખરી કે, રામાયણ એટલે શું?”

‘આદિપુરુષ’ જોઈને સિનેમાપ્રેમીઓ ભડક્યા, પણ આપણે ત્યાં એવાય દાખલા છે, જેમાં ફિલ્મની રિલીઝ પહેલાં જ સર્જકોએ નાનામોટા ફેરફાર કરવા પડ્યા છે. જેમ કે અક્ષય કુમારની ફિલ્મ સ્ટેટ વર્સીસ જૉલી એલએલબીના એક સીનમાં અક્ષયકુમારના પગમાં બાટા કંપનીના શૂઝ દેખાડીને એ વિશે વક્ર ટિપ્પણી કરવામાં આવેલી. ફિલ્મનું ટ્રેલર જોઈને કંપનીનો પિત્તો ગયો. એણે સર્જકો પાસેથી ત્રણ કરોડ રૂપિયાનું વળતર માગ્યું. જો કે ફિલ્મમાં એ કમેન્ટ મ્યુટ કરી નાખવામાં આવતાં મામલો થાળે પડ્યો. આ જ ફિલ્મમાં જમ્મુ-કશ્મીરમાં ટેરરીઝમનો સંદર્ભ હતો એટલે એની પર પાકિસ્તાનમાં પ્રતિબંધ મૂકવામાં આવેલો. આવા વધુ કિસ્સા જોઈએ તોઃ

* સલમાન ખાને બનેવી આયૂષ શર્માને બોલિવૂડમાં લૉન્ચ કરવાનું બીડું ઝડપ્યું જે માટે વડોદરાની પ્રસિદ્ધ નવરાત્રીની પૃષ્ઠભૂમાં એક પ્રણયકથા રજૂ કરવી એવું નક્કી થયું. ટાઈટલ રાખવામાં આવ્યું ‘લવરાત્રી’. જો કે ધાર્મિક લાગણી દુભાયા બાદ ‘લવરાત્રી’ બની ‘લવયાત્રી’.

* સંજય લીલા ભણસાલીએ રાણી પદ્માવતીની શૌર્યગાથા પર આધારિત ફિલ્મનું શીર્ષક ‘પદ્માવતી’ રાખેલું, પરંતુ રાજપૂત કરણી સેનાએ વાંધો ઉઠાવતાં બદલીને ‘પદ્માવત’ કરવું પડ્યું.

* આ પહેલાં સંજયભાઈએ રણવીરસિંહ-દીપિકા પદુકોણને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી કરુણ પ્રણયકથા બનાવેલીઃ ‘રામ-લીલા’, પણ કોઈએ જનહિતની અરજી કરી કે ભગવાન શ્રી રામ સાથે સંકળાયેલી રામ-લીલા શીર્ષકથી સિનેમાપ્રેમીને લાગશે કે આ તો ધાર્મિક ચિત્રપટ છે. એટલે રિલીઝના થોડા દિવસ પહેલાં શીર્ષક ‘ગોલિયોં કી રાસલીલાઃ રામ-લીલા’ કરવામાં આવ્યું. જેમની લાગણી દુભાયેલી એમણે કહ્યું, હવે નો પ્રોબ્લેમ.

* કોરિયોગ્રાફર-ડિરેક્ટર પ્રભુદેવાએ શાહીદ કપૂર-સોનાક્ષી સિંહાને લઈને મારામારીવાળું પિક્ચર બનાવેલું- ‘રામ્બો રાજકુમાર’, પરંતુ હોલિવૂડમાં ‘રામ્બો’ સિરીઝની ફિલ્મો બનાવવાળાએ ‘રામ્બો’ શબ્દ સામે કૉપીરાઈટનો મુદ્દો રજૂ કરતાં પ્રોડ્યુસરે ફિલ્મનું શીર્ષક જ નહીં, મુખ્ય પાત્રનું નામ પણ બદલવું પડ્યું. ફિલ્મનું નવું નામ પડ્યું ‘આર…રાજકુમાર’.

* વિવાદસમ્રાજ્ઞી કંગના રણોટ પણ ફિલ્મના શીર્ષકના કારણે મુશ્કેલીમાં મુકાઈ હતી. એક મનોરોગી (કંગના)ની કથની કહેતી ફિલ્મ ‘મેન્ટલ હૈ ક્યા’? શીર્ષક સામે સાઈકિયાટ્રિક સોસાયટીએ વાંધો ઉઠાવતાં ‘મેન્ટલ’ની આગળ ‘જજ’ ઉમેરી નવું નામ પાડવું પડ્યું- ‘જજમેન્ટલ હૈ ક્યા’?

* ‘વિકી ડોનર’, ‘પિકુ’ જેવી ફિલ્મના સર્જક શુજિત સરકારે સરસમજાની પોલિટિકલ ઍક્શન થ્રિલર ફિલ્મ બનાવીઃ ‘જાફના’. ભારતના વડા પ્રધાનની હત્યાનું કાવતરું શ્રીલંકમાં કેવી રીતે રચાયું એ સંજોગોની આસપાસ ફરતી, જૉન અબ્રાહમ-નરગિસ ફખરીને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મના શીર્ષક સામે શ્રીલંકાને વાંધો પડ્યો. કારણ? ફિલ્મની રિલીઝ બાદ ઉત્તરી શ્રીલંકામાં વસેલા ખૂબસૂરત નગર જાફના અને શ્રીલંકાનાં નામ બદનામ થશે. એટલે પછી ‘જાફના’ બન્યું ‘મદ્રાસ કેફે’.

* પ્રિયદર્શનની ઈરફાન ખાન-શાહરુખ ખાન (અતિથિવિશેષ) અભિનિત ‘બિલ્લુ બાર્બર’ શીર્ષક સામે હૅર સ્ટાયલિસ્ટ ઍસોસિયેશને વાંધો ઉઠાવતાં કહ્યું કે “બાર્બર શબ્દથી અમારી લાગણી દુભાશે”. એમણે ચૉઈસ આપી કે રાખવું જ હોય તો ‘હૅરડ્રેસર બિલ્લુ’ રાખો, પણ સર્જકોએ માત્ર ‘બિલ્લુ’ રાખ્યું.

સુખી જીવનનો મહામંત્ર

“બીજાની મોટી ભૂલને પણ ભૂલીએ, નાના અમથા ઉપકારને પણ યાદ રાખીએ.”- સુખી જીવનના આ મહામંત્રમાં ઘણા રહસ્યો સમાયેલા છે. કોઈએ આપના જીવનમાં કાંટા ઉગાડયા છે. બીજાના જીવનમાં કાંટા ઉગાડવા વાળા આ દુનિયામાં ઘણા છે. પરંતુ આપ તેણે ઉગાડેલ કાંટાને વારંવાર યાદ કરવાથી શું કરી શકશો? કર્મના સિદ્ધાંત અનુસાર તેણે બીજાના જીવનમાં ઉગાડેલ કાંટા તેનેજ નુકશાન કરશે. આપ બદલામાં તેના જીવનમાં ફૂલ ઉગાડો તો આપને બદલામાં અનેક ઘણા ફુલ પ્રાપ્ત થશે. આપ ફૂલોને જ સ્મૃતિમાં રાખો તથા તેના દ્વારા પ્રાપ્ત થવાવાળી સુગંધમાં જ ખોવયેલા રહો. આપ કાંટાને વારંવાર આપની સ્મૃતિનું પાણી ન આપો. કારણકે કાંટાને વાવવું ગુનો છે તો તેને પાણી આપવું પણ ગુનો છે.

જો આપ વિચારો છો કે તેણે તમારા જીવનમાં કાંટા ઉગાડયાજ કેમ? તો એનો જવાબ છે કે મનુષ્ય કમજોરીઓનું પૂતળું છે. બધી રીતે માનવના રૂપમાં ભૂલો કરતો જ આવેલ છે. જો આપના વિચાર અનુસાર તે વ્યક્તિએ પોતાને યોગી કહેવડાવી, ભગવાન નો હાથ અને સાથ મેળવ્યા બાદ પણ ભૂલ કરી છે તો ભૂરી કરતી વખતે તે વ્યક્તિ યોગીની ઉંચી સ્થિતિના સિંહાસન પરથી ઉતરી માનવની સાધારણ મનો-સ્થિતિ રૂપી ધરણી પર બેસી ગયેલ હતો. કોઈએ એમ પણ કહ્યું છે કે નાના બાળકને ઊંચા સ્થાન પર બેસાડો તો તે સ્વચ્છ રહે છે, પરંતુ જેવો તે નીચે આવે છે તો માટી વાળો થશે જ. આ સંજોગોમાં તમારું કામ તો માટી લુછવાનું જ હોવું જોઈએ, નહીં કે કવિતાની જેમ આ ઘટનાનું વર્ણન જ્યાં ત્યાં કરતા રહીએ. આમ બીજાની પડતીને ભૂલવું એ જ પોતાની પડતીને રોકવાનો આધાર છે. વાસ્તવમાં બીજાના ઉપકારોને યાદ રાખવા તેજ આપણી યાદ શક્તિની સફળતા છે.

કોઈએ ખુબ સરસ કહ્યું છે – “भला करो और जाओ भूल, हो बस अपना यही असूल।” આપણે આપણી ડાયરીમાં કરવાના કામોની યાદી રાખીએ છીએ તથા જે કામ પૂરું થઇ જાય છે તેને સહીનું નિશાન કરી યાદી માંથી નીકાળી દઈએ છીએ. તેવી જ રીતે જીવનરૂપી ડાયરીમાં પણ જે કાર્યો કોઈના ભલા માટે કરીએ છીએ ફક્ત તેનેજ પૂર્ણતાની યાદીમાં રાખી શકીએ છીએ. જે કાર્યો દ્વારા બીજાનું ભલું નથી થતું તે કાર્યો પૂરા થવા છતાં પણ અધૂરા જ રહે છે. જે કાર્યો પૂર્ણ થઈ ગયા છે તેને ભૂલી જવામાં જ આપણું કલ્યાણ છે.

એટલા માટે જ કહેવાય છે કે – “नेकी कर और दरिया में डाल।’ જો ભલાઈ કરીને આપણે તે વ્યક્તિને વારંવાર તેની યાદ અપાવતાં રહીયે અથવા આપણે કરેલ ઉપકાર ના બદલામાં આપણને કંઈક મળે તેવી આશા રાખીએ તો તે ઉપકાર એવો છે જેમકે કોઈને મધુર મીઠાઈ ખવડાવતા-ખવડાવતા તેમાં થોડી કાંકરી નાખી દઈએ કે જેથી દાંતની નીચે આવતી કાંકરીના કારણે મીઠાઈનો સ્વાદ જ સમાપ્ત થઈ જાય. જો આપણે કરેલ ભલાઈના કામને ભૂલી જઈશું તો વિધાતાની ડાયરીમાં આપણું ભલાઈનું કામ લખાઈ જશે. સ્મૃતિ-વિસ્મૃતિના સંદર્ભમાં એ જાણવું જરૂરી છે કે શરીરમાં તેનું કેન્દ્ર ક્યાં છે? આધુનિક વિજ્ઞાન માત્ર શરીરને જ તમામ ક્રિયાઓનો આધાર ન માનતા શરીરને ચલાવવા વાળી ચૈતન્ય શક્તિમાં પણ વિશ્વાસ કરવા લાગેલ છે.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)

અમેરિકાની સંસદમાં છવાઈ ગયા મોદી; સાંસદોએ એમને 15 વખત સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું

વોશિંગ્ટનઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે અમેરિકાની કોંગ્રેસ (સંસદ)માં બંને ગૃહની સંયુક્ત બેઠકને સંબોધન કર્યું હતું. એમનું સંબોધન લગભગ એક કલાક સુધી ચાલ્યું હતું. એમના સંબોધનથી અમેરિકાનાં સંસદસભ્યો અત્યંત પ્રભાવિત થયા હતા અને અસંખ્ય વાર સીટ પરથી ઊભાં થઈને, તાળી પાડીને મોદીના વિધાનોને વધાવ્યાં હતાં. અત્રે યૂએસ કેપિટોલ ખાતે ભવ્ય એવા હાઉસ ચેમ્બર ખાતે આયોજિત મોદીના સંબોધનને અમેરિકી સાંસદોએ તાળીઓના ગડગડાટ અને હર્ષનાદોથી જબરદસ્ત પ્રતિસાદ આપ્યો હતો. એટલું જ નહીં, અમેરિકી સંસદમાં ‘મોદી, મોદી’ અને ‘ભારતમાતા કી જય’ના નારા પણ સાંભળવા મળ્યા હતા. તે નારા સંસદમાં બેઠેલાં ભારતીય સમુદાયનાં સાંસદોએ લગાવ્યા હતા.

અમેરિકી સંસદના સંયુક્ત સત્રને બે વખત સંબોધિત કરનાર મોદી પ્રથમ ભારતીય નેતા બન્યા છે. આ પહેલાં, 2016માં એમણે યૂએસ કોંગ્રેસની સંયુક્ત બેઠકને સંબોધિત કરી હતી.

ગઈ કાલે હાઉસ ચેમ્બર ખાતે મોદીના સ્વાગત માટે તમામ અમેરિકન સંસદસભ્યો ઊભાં રહીને રાહ જોઈ હતી અને મોદી જેવા આવી પહોંચ્યા કે એમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. મોદીએ અનેક સંસદસભ્યો સાથે હાથ મિલાવ્યા હતા અને ઘણા પુરુષ અને મહિલા સાંસદો મોદી સાથે હાથ મિલાવવા સામે ચાલીને આગળ આવ્યા હતા. બાદમાં મોદી સંબોધન કરવા માટે ચાલીને મંચ સુધી ગયા ત્યારે પણ સાંસદોએ ઊભાં થઈને, તાળીઓના ગડગડાટ સાથે એમને આવકાર આપ્યો હતો.

ભારતી-અમેરિકન સમુદાયનાં સભ્યો ચેંબરમાં વિઝિટર ગેલેરીઓમાં બેઠાં હતાં. મોદીએ તે ગેલેરીઓ તરફ હાથ હલાવીને સભ્યોનું અભિવાદન સ્વીકાર્યું હતું. મોદીના સંબોધન દરમિયાન સાંસદોએ લગભગ 15 વખત ઊભાં થઈને, તાળી પાડીને એને વધાવ્યું હતું.

મોદીએ એમના સંબોધનમાં કહ્યું હતું કે, ‘ભારતમાં મૂળ ધરાવનાર લાખો લોકો અમેરિકામાં વસે છે. એમનાં કેટલાક લોકો આ ચેંબરમાં બેઠાં છે જે ગર્વની વાત છે. એક સભ્ય મારી પાછળ બેઠાં છે, જેમણે તો ઈતિહાસ સર્જી દીધો છે.’ મોદીનો ઉલ્લેખ અમેરિકાનાં ઉપપ્રમુખ કમલા હેરિસ માટેનો હતો, જેઓ આ પદ શોભાવનાર અમેરિકાનાં પ્રથમ બિન-શ્વેત, દક્ષિણ એશિયાવાસી અને મહિલા છે. કમલા હેરિસનાં માતા શ્યામલા ગોપાલન મૂળ ચેન્નાઈનાં વતની હતાં અને અમેરિકામાં આવીને વસ્યાં હતાં. તેઓ બ્રેસ્ટ કેન્સર વિજ્ઞાની હતાં.

મોદીના સંબોધનના અમુક મુદ્દાઓ વખતે અમેરિકી સંસદસભ્યો ખડખડાટ હસી પડ્યાં હતાં. એક જણે તો એમ પણ કહ્યું કે, અમેરિકામાં ભારતીય-અમેરિકન વ્યક્તિઓ ઘણી મોટી ભૂમિકા ભજવે છે. તેઓ દરેક ક્ષેત્રમાં નિપુણતા ધરાવે છે.

સંબોધન પૂરું કરીને મોદી ચેમ્બરમાંથી વિદાય લેતા હતા ત્યારે પણ ઘણા સંસદસભ્યો એમને ઘેરી વળ્યા હતા, એમની સાથે હાથ મિલાવવા હતા, એમને અભિનંદન આપ્યા હતા અને એમના ઓટોગ્રાફ મેળવ્યા હતા.

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૨૩ જૂન, ૨૦૨૩

૨૩ જૂન, ૨૦૨૩

Chitralekha Gujarati – July 03, 2023

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.

રાશિ ભવિષ્ય 23/06/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ સારો અને ઉત્સાહ વાળો જણાય છે, તમારા ધાર્યાકામ થવાથી તમે આનંદની લાગણી અનુભવો, પ્રિયજન તરફથી સારો પ્રેમભાવ જોવા મળી શકે છે, અગત્યની મિલનમુલાકાત ફળદાયક બની શકે,વેપારમાં નાનુંકામ કરવુજ યોગ્ય છે, કોઈના કામમાં સહયોગ આપો તેવી વૃત્તી જોવા મળી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, તમારા કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાત થઇ શકે, પ્રવાસનું ક્યાંક આયોજન પણ થઈ શકે છે અને તેમાં ક્યાંક અણધર્યા નાણાકીયખર્ચ થાય, માર્કેટિંગક્ષેત્રમાં તમારો સારો પ્રભાવ જોવા મળે, પ્રિયજન તરફથી ખુશીની લાગણીનો અનુભવ થાય, ધાર્મિકભાવના વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસ સાવચેતી રાખવી, કોઈની સાથે કોઈપણ પ્રકારનું ગેરવર્તનના થાય તેનું ધ્યાન રાખવું, પ્રિયજન સાથે વાર્તાલાપ દરમિયાન ઉગ્રતાના આવે તેનું ધ્યાન રાખવું, તમારે આજે સમાધાનકારી નીતિ અપનાવાથી પરિસ્થિતિ હળવી બની રહશે. મનમાં કોઈવાતનો તમને ઉદ્વેગ રહ્યા કરે તેવું બની શકે.


આજનો દિવસ સામાન્ય છે, કામકાજમાં થોડી વ્યસતા જોવા મળી શકે છે અને માનસિકથાકની લાગણી વધુ જોવા મળે જેના કારણે તમારા સ્વભાવમાં થોડું ચિડીયાપણું જોવા મળી શકે છે, આજે કોઈને વણમાગી સલાહન આપવી તેમજ વાર્તાલાપમાં ક્યાય દલીલબાજીન કરવી, વેપારમાં જોખમન લેવું યોગ્ય છે.


આજનો દિવસ સરસ છે, તમે આત્મવિશ્વાસથી કામ કરતા જોવા મળો, તમારા ભૂતકાળના કોઈકામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે વધુ મહેનત યોગ્ય છે, જૂનીકોઈ ઓળખાણ તાજી થાય અને તેમાં તમે સારી વાર્તાલાપ કરી ખુશીની લાગણી અનુભવો. થોડા મજાકવૃત્તિવાળા બનો.


આજનો દિવસે થોડી સાવચેતી રાખવી તેમજ વાણીસંયમ રાખવો પણ જરૂરી છે, હિતશત્રુથી સજાગ રહેવું, વાહન ધીમે ચલાવવું, કોઈપણ પ્રકારની મિલનમુલાકાત દરમિયાન વાર્તાલાપમાં કોઇપણ પ્રકારની ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું અગત્યનું કહી શકાય, ભક્તિમાં દિવસ પસાર કરવો ઇચ્છનીય છે.


આજનો દિવસ સારો છે આજે તમારા પસંદગીના કામ થઇ શકે, તમારી લાગણીની કદર થાય, પરિચિત સાથે કોઈબાબતનો સાથસહકાર સારો જોવા મળી શકે અને તેની ખુશી અનુભવાય, ધાર્મિકભાવના વધુ જોવા મળે અને મન ભક્તિકે સદ્કાર્ય કરવા પ્રેરાય તેવું પણ બનવા જોગ છે. મન પ્રફુલ્લિત રહેશે.


આજના દિવસે શાંતિ અને સાવચેતી રાખવી, વાણીસયમ અને ગુસ્સાને કાબુમાં રાખવો, મજાકમસ્તી કરનાર લોકોથી થોડું અંતર રાખવું તેમજ તેમની વાતોને જરૂરિયાત પુરતુજ ધ્યાન આપવું. ક્યાંક જુનાપ્રસંગો યાદ આવવાથી મન અશાંત વધુ રહી શકે છે, માટે વ્યવહારુ અભિગમ અપનાવો સારો કહી શકાય.


આજનો દિવસ સરસ છે, પ્રિયજન સાથેના જુનામતભેદ ભૂલવાની તક મળે, વિદ્યાર્થીવર્ગ માટે હરવાફરવા માં સારો સમય પસાર થાય, અગત્યની વાર્તાલાપકે મિલનમુલાકાત માટેના પ્રયત્ન કરતા હોવતો તેમાપણ તમને અન્યનો સારો સાથ-સહકાર અને માર્ગદર્શન મળે તેવું બની શકે છે, ઉત્સાહ સારો જોવા મળે.


આજનો દિવસ સામાન્ય છે, નાનાકામમાં દિવસ પસાર થઇ જાય, જુનાસ્મરણો તાજા થાય જેમાં તમને સારી ખુશીની લાગણી થાય, વાતચિત દરમિયાન ખોટો ઉશ્કેરટના આવે તેનું ધ્યાન રાખવું જેથી તમે કદાચ કોઈની મજાકના પાત્રના બનો. બિનજરૂરી ખરીદી થવાથી તમારું મન થોડું બેચેન બને તેવું બની શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, મિત્રવર્તુળ સાથે બિનજરૂરી સમય અને નાણાનો વ્યય થાય અને તેનું ભાન તમને દિવસને અંતે થવાથી મનમાં ગુસ્સાની લાગણી અનુભવો પરંતુ તમારા પ્રિયજનની યોગ્યવર્તણુક અને વાતચીતથી તમે પ્રભાવિત થઇ ખુશીની લાગણી અનુભવી રાહત પામો, મનમાં દ્વિધા રહ્યા કરે.


આજનો દિવસ સાવચેતી રાખવી, કોઈને કોઈબાબતમાં નકારત્મકવિચારની અસર તમારી દિનચર્યા પર પણ પડે માટે તમારે આજે કોઈ કામમાં વ્યસ્ત રહેવું, હરવુંફરવુંકે ભક્તિમાં મન પોરવવું યોગ્ય કહી શકાય. કોઈ પણ અગત્યના કામકાજ કરવામાં ધીરજ અને અનુભવનો ઉપયોગ કરવો ઇચ્છનીય છે.

પંચાંગ 23/06/2023