નવી દિલ્હીઃ હીરો મોટોકોર્પ કંપની દુનિયામાં ટૂ-વ્હીલર વાહનોની સૌથી મોટી ઉત્પાદક છે. એણે ભારતીય માર્કેટમાં તેની લોકપ્રિય મોટરસાઈકલ ‘Passion+’ને લોન્ચ કરી છે. નવી Passion+ બાઈકની કિંમત છે રૂ. 76,301 (એક્સ-શોરૂમ, દિલ્હી). આ મોટરબાઈક દેશભરમાં હીરો મોટોકોર્પના ડિલરો પાસે ઉપલબ્ધ છે.
(તસવીરઃ heromotocorp.com)
ભારતના નાના નગરો અને ગામડાઓમાં હીરોની Passion મોટરબાઈક ચાલકોમાં ખૂબ ફેવરિટ છે. એણે પેશન પ્લસ બાઈકને 2020માં બીએસ-6 માપદંડોને કારણે બંધ કરી દીધી હતી. પરંતુ હવે તેણે એને નવા અને વધારે સારા ફીચર્સ સાથે લોન્ચ કરી છે. એનું માઈલેજ વધારે કુશળ બનાવ્યું છે. ડિઝાઈનમાં ખાસ વધારે ફેરફાર કરાયો નથી, પરંતુ એ હવે ત્રણ રંગમાં મળે છે – સ્પોર્ટ્સ રેડ, બ્લેક નેક્સસ બ્લૂ અને બ્લેક હેવી ગ્રે.
વોશિંગ્ટનઃ અમેરિકી અર્થતંત્ર પર હાલ મંદીનું જોખમ ઝળૂંબી રહ્યું છે. સરકારે દેશને ડિફોલ્ટ થવાથી બચાવવા માટે ડેટ સીલિંગ બિલને પાસ કર્યું છે. જોકે અમેરિકામાં છટણીનો દોર હજી પણ જારી છે. મેમાં અમેરિકામાં આશરે 80,000થી વધુ નોકરીઓમાં કાપ મૂકવામાં આવ્યો છે. અમેરિકી કંપનીઓએ આ વર્ષે મેમાં વર્ષ 2022માં રેકોર્ડ નોકરીઓમાં કાપની ઘોષણા કરી હતી, એમ અમેરિકાની એક્ઝિક્યુટિવ આઉટપ્લેસમેન્ટ ફર્મ ચેલેન્જર ગ્રે એન્ડ ક્રિસમસ ઇન્કે જણાવ્યું હતું.
અમેરિકી એમ્પ્લોયરે મેમાં 80,089 નોકરીઓમાં કાપની ઘોષણા કરી હતી, જ્યારે ગયા વર્ષે આ મહિનામાં 20,712 છટણી કરવામાં આવી હતી. આ વર્ષે એપ્રિલમાં અમેરિકી કંપનીઓએ 66,995 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. ગયા મહિને 80,000થી વધુ અમેરિકી કર્મચારીઓની છટણી કરવામાં આવી હતી, જેમાંથી 3900 ટેક ક્ષેત્રથી સંબંધિત હતી. આ કર્મચારીઓને AIને કારણે નોકરીઓ ગુમાવી હતી.
આ વર્ષે અત્યાર સુધી કંપનીઓએ 4.17 લાખ નોકરીઓમાં કાપની યોજનાની ઘોષણા કરી હતી. ગયા વર્ષે સમાન સમયગાળામાં 1,00,694 નોકરીઓમાં કાપની ઘોષણા કરી હતી, જે 315 ટકા વધુ છે. અમેરિકામાં કન્ઝ્યુમર કોન્ફિડન્સ છ મહિનાના નીચલા સ્તરે આવી ગયો હતો અને જોબ ઓપનિંગ ઓછી રહી હતી. મંદીની આશંકાને કંપનીઓએ હાયરિંગ પર બ્રેક લગાવતી જોવા મળી હતી.
અહેવાલ અનુસાર ટેક સેક્ટરમાં મેમાં સૌથી વધુ 22,887ની સાથે સૌથી વધુ છટણીની ઘોષણા કરી હતી. રિટેલ વિક્રેતાઓએ મેમાં 9053 નોકરીઓમાં કાપ સાથે બીજા ક્રમે હતા. ઓટોમોટિવ ક્ષેત્ર 8308 નોકરીઓ અને બેન્કિંગ ક્ષેત્રમાં નાણાકીય કંપનીઓએ મેમાં 36,937 કાપની ઘોષણા કરી હતી.
ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓ ઉપર તોળાઈ રહેલી ‘બિપરજોય’ વાવાઝોડાની સંભવિત વ્યાપકતા અને અસરો સામે જિલ્લાતંત્રોની આપત્તિ વ્યવસ્થાપન સજ્જતાનો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જીણવટપૂર્વક માહિતી લઈને કામગીરીની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ ગાંધીનગરના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરથી વીડિયો કોન્ફરન્સ યોજીને દરિયાઈ વિસ્તારના જિલ્લાઓના કલેકટરો પાસેથી તેમના જિલ્લામાં કરાયેલા આપત્તિ વ્યવસ્થાપન આયોજનની વિગતો જાણી હતી.
ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાની સંભવિત આપદા અંગે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરથી જિલ્લાઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને તંત્રની સજ્જતાની સમીક્ષા કરી અને નાગરિકોને કોઈ દુવિધા ન પડે તે માટેના આયોજન અંગે જરૂરી સૂચનાઓ આપી.
CM ભુપેન્દ્ર પટેલે આપત્તિ વ્યવસ્થાપન માટેના દિશા-નિર્દેશો આપ્યા
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે લોકોને ઓછામાં ઓછી અગવડ પડે તેમજ સલામતી જળવાઈ રહે તે રીતે આપત્તિ વ્યવસ્થાપન માટેના દિશા-નિર્દેશો આપ્યા હતા. આ માટે પોલીસતંત્રની મદદ લઈને પણ નિચાણવાળા વિસ્તારોના લોકોને સલામત આશ્રયસ્થાનોમાં પહોંચાડવા તેમણે તાકીદ કરી હતી. મુખ્યમંત્રીએ વીજળી, પાણી, દવાઓ જેવી આવશ્યક વસ્તુઓના પુરવઠાને જો અસર પહોંચે તો તત્કાલ પુન: સ્થાપન માટેની ટીમો, પંપીંગ મશીન્શ, જનરેટર સહિત વ્યવસ્થાઓ તૈનાત રાખવા સૂચનો કર્યા હતા.
આ 6 જિલ્લાઓમાં વાવાઝોડાની અસર વધુ વર્તાશે
સંભવિત વાવાઝોડાને પગલે તીવ્ર ગતિએ પવન ફુંકાવાની સ્થિતિ સર્જાવાની શક્યતાઓ ધ્યાનમાં લઈને જિલ્લાઓમાં હોર્ડિંગ્સ હટાવી લેવા, માર્ગો પર વૃક્ષો, વીજ થાંભલાઓ પડી જાય તો ત્વરાએ દુરસ્તી કાર્ય હાથ ધરવા માટેની વ્યવસ્થાઓ અંગે ભુપેન્દ્ર પટેલે માહિતી મેળવી હતી. હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક મનોરમાં મોહંતીએ આ સંભવિત વાવાઝોડાની અસર દરિયાકાંઠાના 6 જિલ્લાઓમાં તેમજ રાજ્યના અન્ય કેટલાક વિસ્તારોમાં મોટા ભાગે 14 જૂનથી દેખાવાની શક્યતાઓ દર્શાવી હતી. આના પરિણામે ભારેથી અતિભારે વરસાદ, તીવ્ર ગતિએ પવન ફૂંકાવો અને દરિયાઈ મોજા ઉછળવા જેવી સ્થિતિ સર્જાઇ શકે છે એમ તેમણે વાતાવરણના ભાવિ વરતારાનું પ્રેઝન્ટેશન કરતાં જણાવ્યું હતું.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં સમગ્ર રાજ્યમાં 12થી 14 ત્રણ દિવસ માટે યોજનારો શાળા પ્રવેશોત્સવ બે જ દિવસ 12 અને 13 જૂને યોજવા નિર્ણય કર્યો છે. એટલું જ નહિ, દરિયાકાંઠાના અને સંભવિત વાવાઝોડાની વધુ અસર થઈ શકે તેવા 6 જિલ્લાઓ કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, જુનાગઢ અને મોરબીમાં શાળા પ્રવેશોત્સવ હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે.
9 મંત્રીઓને સોંપાઈ જવાબદારી
આ ઉપરાંત 9 મંત્રીઓને જિલ્લા વહીવટીતંત્રએ કરેલા આપત્તિ વ્યવસ્થાપન આયોજન કામગીરીમાં માર્ગદર્શન આપવા અને મદદરૂપ થવા જિલ્લાઓની જવાબદારી પણ મુખ્યમંત્રીએ સોંપી છે. તદઅનુસાર કચ્છ માટે ઋષિકેશ પટેલ અને પ્રફુલ પાનસેરીયા, મોરબીમાં કનુ દેસાઈ, રાજકોટમાં રાઘવજી પટેલ, પોરબંદરમાં કુંવરજી બાવળીયા, જામનગરમાં મુળુ બેરા, દ્વારકામા હર્ષ સંઘવી, જુનાગઢમાં જગદીશ વિશ્વકર્મા અને ગીર સોમનાથ માટેની પરષોત્તમ સોલંકીને જવાબદારી સોંપવામાં આવી છે. આ મંત્રીઓએ તેમને સોંપાયેલા જિલ્લાઓમાં પહોંચી જઈ ત્રણ દિવસ ત્યાં જ રોકાણ કરીને તંત્રને માર્ગદર્શન આપશે.
આ સંભવિત આપત્તિને પહોંચી વળવા જિલ્લાતંત્રોએ આશ્રયસ્થાન સુનિશ્ચિત કરવા, દરિયાકાંઠે લાંગરેલી હોડી-બોટને સલામત સ્થળે મૂકવા તેમજ દવાઓ, પશુહાની થાય તો ત્વરિત મૃતદેહ નિકાલ, વાવાઝોડાની સ્થિતિમાં સગર્ભા માતાઓની પ્રસુતિમાં કોઈ તકલીફ ન પડે તે માટે આરોગ્ય સેવાઓની સજ્જતા તેમજ જે તમામ જરૂરી વ્યવસ્થાઓ કરી છે તેની વિગતોની ચર્ચા તેમણે કરી હતી.
રાજ્ય સરકારે NDRF-SDRF ટીમો કરી તૈનાત
રાજ્ય સરકારે આ સંભવિત આપદાના સમયે જરૂર જણાય તો એરફોર્સ, નેવી, કોસ્ટગાર્ડ અને આર્મીની મદદ મળી રહે તે માટે સંકલન કેળવ્યું છે અને આ એજન્સીઓ પણ આપદા પ્રબંધન માટે સ્ટેન્ડબાય છે. NDRFની કુલ સાત ટીમ રાજકોટ, કચ્છ, મોરબી, જામનગર અને દ્વારકામાં ડિપ્લોય કરવામાં આવી છે તેમજ ૩ ટીમ વડોદરામાં સ્ટેન્ડબાય રખાઇ છે. SDRFની 12 ટીમો પણ તૈનાત છે અને જ્યાં જરૂર જણાય તે વિસ્તારોમાં પહોંચવા સજ્જ છે.
મુખ્યમંત્રીએ જિલ્લા કલેકટરો સાથે કરી વાતચીત
આ સમીક્ષા બેઠકમાં મુખ્ય સચિવ રાજકુમારે જિલ્લા કલેકટરોને માર્ગદર્શન આપતા કહ્યું કે, આગામી 72 કલાક સુધી દર કલાકે વાવાઝોડાની સ્થિતિ અને દિશા બદલાઈ શકવાની શક્યતા છે. આ સંદર્ભમાં જિલ્લા કલેક્ટરો સ્થિતિ પર સતત ધ્યાન રાખી સ્થાનિક પરિબળો મુજબ યોગ્ય નિર્ણય લે અને જરૂર જણાય ત્યાં સ્ટેટ ઈમરજન્સી કંટ્રોલરૂમના સંપર્ક સાધી વધુ મદદ પણ મેળવે તે અપેક્ષિત છે.
મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ વીડિયો કોન્ફરન્સ બેઠકમાં મહેસુલ, ઉર્જા, માર્ગ-મકાન, વન પર્યાવરણ, બંદરો, સાયન્સ ટેકનોલોજી, પશુપાલન સહિતના વિભાગોના વરિષ્ઠ સચિવોએ ઉપસ્થિત રહીને પોતાના વિભાગે કરેલા આગોતરા આયોજનની ભૂમિકા આપી હતી.
અરબી સમુદ્રમાંથી ઉદભવેલું બિપોરજોય નામનું વાવાઝોડું પોતાની દિશા બદલતા હવે ગુજરાત પર તેનો સૌથી વધુ ખતરો મંડરાયેલો છે. રાજ્યમાં બિપોરજોય વાવાઝોડાનું સંકટ ઝડપથી આગળ વધી રહ્યું છે. ત્યારે તંત્ર દ્વારા પણ આ વાવાઝોડાની સંભવીત પરિસ્થિતિને પહોંચી વળવા માટે એલર્ટ બન્યું છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
બિપોરજોય વાવાઝોડાના મંડરાતા ખતરા વચ્ચે હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગે રાજ્યના અમુક જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે. જેમાં આજે કચ્છ,રાજકોટ, જામનગર, દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદની શક્યતા છે. બિપોરજોય વાવાઝોડાની અસરને પગલે આ જિલ્લામા ગાજવીજ અને વીજળીના કડાકા સાથે વરસાદ ખાબકશે.
24 થી 48 કલાકમાં ગુજરાતના દરિયાકિનારે ટકરાઈ શકે છે વાવઝોડું
હવામાન વિભાગના જણાવ્યા મુજબ બિપોરજોય વાવાઝોડુ પોરબંદરથી 340 કિમી દૂર છે. તથા વાવાઝોડુ બિપોરજોય દ્વારકાથી 380 કિમી દૂર છે. અને આ વાવાઝોડું 2 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. જેના કારણે આ વાવાઝોડુ આગામી 24 થી 48 કલાકમાં ગુજરાતના દરિયાકિનારે ટકરાય તેવી શક્યતા રહેલી છે. જેના કારણે ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડી શકે છે.
સૌરાષ્ટ્ર કચ્છમાં વાવઝોડાનું યલો એલર્ટ
બિપોરજોય વાવાઝોડાનો ગુજરાત પર ખતરો વધી રહ્યો છે. આ વચ્ચે સૌરાષ્ટ્ર કચ્છમાં વાવાઝોડાનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડાની ભારે અસર વર્તાશે તેને જોતાં તંત્ર સંપૂર્ણ રીતે એલર્ટ બન્યું છે.
14 અને 15 તારીખે અતિભારે વરસાદની આગાહી
મહત્વનું છે કે આ વાવાઝોડુ 15મી જૂન સુધી કચ્છ સુધી પહોંચી શકે છે. જેના કારણે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં આગામી 14 અને 15 તારીખના રોજ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
નવી દિલ્હીઃ રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં બાઈક-ટેક્સીઓ ઓપરેટ કરવાની એગ્રીગેટર કંપનીઓ – રેપિડો અને ઉબેરને પરવાનગી આપતા દિલ્હી હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટે આજે સ્ટે ઓર્ડર આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે આ આદેશ આપીને દિલ્હીની સરકારને કહ્યું છે કે બાઈક-ટેક્સી એગ્રીગેટર્સ સામે કોઈ નવી નીતિ ઘડવામાં ન આવે ત્યાં સુધી એમની સામે તેણે કોઈ પ્રકારનો દ્વેષયુક્ત પગલું ભરવું નહીં.
સુપ્રીમ કોર્ટના આ આદેશને કારણે રેપિડો અને ઉબેર કંપનીઓને ફટકો પડ્યો છે, જેમને દિલ્હી હાઈકોર્ટે દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકાર નવી નીતિ ઘડે નહીં ત્યાં સુધી લાઈસન્સ વગર દિલ્હીમાં બાઈક-ટેક્સીઓ દોડાવવાની છૂટ આપી હતી. હાઈકોર્ટના તે આદેશને અરવિંદ કેજરીવાલની સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.
અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાત ‘બિપરજોય’ હવે ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. ત્યારે ગુજરાત પર આ વાવાઝોડાનું સંકટ પણ વધી રહ્યું છે. જાણકારી મુજબ હાલ બિપરજોય વાવાઝોડું પોરબંદરથી 340 કિલોમીટર જ્યારે દ્વારકાથી 380 કિલોમીટર દૂર છે.સૌરાષ્ટ્ર-કચ્છના 9 બંદર પર અતિ ભયજનક 9 નંબરના સિગ્નલ લગાવાયા છે. તેમજ કચ્છ કાંઠે ધારા 144 લાગુ કરી દેવામાં આવી છે.
અરબી સમુદ્રમાં સર્જાયેલું બિપોરજોય વાવાઝોડું ધીરે ધીરે આગળ વધી રહ્યું છે તેમ તેમ તેનું રોદ્ર સ્વરુપ જોવા મળી રહ્યું છે. આ વાવાઝોડાની ગુજરાત પર સંભવિત અસરને પગલે સૌરાષ્ટ્રના બંદરો પર 9 નંબરનું ભય સૂચક સિગ્નલ લગાવાયું છે. જેમાં કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદરનાં બંદરો પર 9 નંબરનું સિગ્નલ લગાવાયું છે.. એટલું જ નહી રાજુલામાં 9 ગામો એલર્ટ મૂકવામાં આવ્યા છે. જ્યારે કચ્છના દરિયાઇ વિસ્તારમાં 144 લાગુ કરવામા આવી છે. બિપરજોય વાવાઝોડુ વધુ ભયાનક રહેવાની શક્યતા છે. જેના કારણે તંત્ર દ્વારા પણ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.
9 નંબરનું સિગ્નલ ક્યારે લાગે ?
તમને જણાવી દઈએ કે 9 નંબરનું સિગ્નલ અતિ ભય સૂચક સિગ્નલ કહેવામા આવે છે. 75થી 88 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોય ત્યારે 9 નંબરનું સિગ્નલ લગાવવામાં આવે છે. તેમજ મકાનની છત,નળિયા અને છાપરા ઉડવા સમયે 9 નંબરનું સિગ્નલ લગાવવામાં આવે છે.
બિપોરજોય વાવાઝોડુ જેમ-જેમ ગુજરાત નજીક આવી રહ્યું છે તેમ-તેમ ગુજરાતના દરિયાકાંઠા પર તેની અસર જોવા મળી રહી છે. સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠા પર પહેલા વાવાઝોડાના કારણે 9 નંબરના સિગ્નલ લગાવવામાં આવ્યા હતા, જેમાં પોરબંદર અને ઓખા બંદર પર 9 નંબરના સિગ્નલ હટાવી હવે 10 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે, જેનો સીધો મતલબ એ છે કે વાવાઝોડુ વધુ તીવ્ર બની રહ્યું છે અને તેની અસર પણ વધી રહી છે.
10 નંબર- મહાભય સૂચવતું સિગ્નલ
પોરબંદર અને ઓખા બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે જે મહાભય સૂચવે છે અને બિપોરજોય વાવાઝોડાની કેટલી તીવ્ર અસર છે તે પણ સૂચવે છે.
પોરબંદરમાં દરિયાકાંઠે મંદિરની દિવાલ ધરાશાયી
પોરબંદરમાં બિપોરજોય વાતાવરણની જોરદાર અસર જોવા મળી રહી છે. વાવાઝોડાના કારણે પોરબંદરમાં ભારે પવન ફુંકાઇ રહ્યો છે. પોલીસ વિભાગે લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા અને દરિયા કાંઠાના વિસ્તારોનાં ન જવા અપીલ કરી છે. આ સિવાય જો કોઈ વ્યક્તિ કાયદાનો ભંગ કરશે તેની સામે જાહેરનામા ભંગની ફરિયાદ દાખલ કરવામાં આવશે.પોરબંદરમાં ફાયર બ્રિગેડ અને પીજીવીસીએલનો સ્ટાફ તૈનાત છે. આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. તો ભારે પવનના કારણે એમ.જી.રોડ પર કેબલ ડિશ પડતા એક વ્યક્તિને ઇજા થઈ છે. દરિયાકાંઠે આવેલા ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરની દિવાલ ધરાશયી થઈ છે. વાવાઝોડાને પગલે દરિયાના મોજા ઉછળીને દિવાલ સાથે અથડાતા દિવાલને નુકસાન થયું છે.
બીપોરજોય વાવાઝોડાના અનુસંધાને પ્રજાજનોની સુરક્ષા માટે દેવભૂમિ દ્વારકા ખાતે અડધી રાત્રીએ માન. ગૃહમંત્રી શ્રી @sanghaviharsh જીએ બેઠક યોજીને વાવાઝોડા સામે રક્ષણાત્મક આશ્રયસ્થાનો ઉભા કરવાની સુચના આપી.
તેમજ પૂર્વ આયોજન તથા આપત્તિ વ્યવસ્થાપન કામગીરીની સમીક્ષા કરી. હોનારત સામે જનતાને… pic.twitter.com/NVF71gyUjB
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રાત્રે 1:30 વાગ્યે જીલ્લા મથકે સમીક્ષા બેઠક કરી હતી. જિલ્લાના અધિકારીઓ સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ બેઠક યોજી ચર્ચા કરી હતી. અત્યાર સુધીમાં દ્વારકા જિલ્લામાં નીચાણવાળા વિસ્તારમાં રહેતા 4,100 પરિવાર માંથી 1100 પરિવારોનું સ્થળાંતર કરાયું છે. અન્ય લોકોની આજે સ્થળાંતર કરવાની કામગીરી કરાશે. વાવાઝોડાને પગલે ડિઝાસ્ટર ટીમ પણ તૈનાત કરાઈ છે. 1 NDRF અને 1 SDRF ની ટીમ દ્રારકામાં તૈનાત કરાઈ છે. લોકોને દરીયા કાંઠાનો પ્રવાસ ટાળવા અને જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તેમજ સુરક્ષા જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા છે.
વાવાઝોડાને લઈ રાજ્ય સરકાર સતર્ક બની છે. હવામાન વિભાગ દ્વારા બિપરજોય વાવાઝોડા અંગે આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓને એલર્ટ કરાયા છે. મોડી રાત્રે ગૃહ હર્ષ સંઘવીએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. ગુજરાતના દરિયાકાંઠે બિપરજોય વાવાઝોડાનો ખતરો મંડરાઇ રહ્યો છે.
વાવાઝોડાને લઈસરકાર સતર્ક
વાવાઝોડાને લઈ રાજ્ય સરકાર સતર્ક બની છે. બિપોરજોય વાવાઝોડાને લઈ દરિયાકાંઠાના તમામ જિલ્લાઓનું વહીવટીતંત્ર કોઇ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ બન્યું છે. વાવાઝોડાની પરિસ્થિતિનો તાગ મેળવવા CM ભૂપેન્દ્ર પટેલે મંત્રીઓને વિવિધ જિલ્લામાં જવા આદેશ આપ્યા હતા.જેના પગલે મંત્રીઓ વિવિધ જિલ્લામાં પહોંચ્યા છે. તો ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી દેવભૂમિદ્વારકા જિલ્લામાં પહોંચ્યા હતા. તેમણે લોકોને વાવાઝોડા દરમિયાન સાવચિત રાખવા અપિલ કરી હતી તેમજ વહીવટી તંત્રની સૂચનાનું લોકો પાલન કરવા અનુરોધ કર્યો હતો.
બીપોરજોય વાવાઝોડાના અનુસંધાને પ્રજાજનોની સુરક્ષા માટે દેવભૂમિ દ્વારકા ખાતે અડધી રાત્રીએ માન. ગૃહમંત્રી શ્રી @sanghaviharsh જીએ બેઠક યોજીને વાવાઝોડા સામે રક્ષણાત્મક આશ્રયસ્થાનો ઉભા કરવાની સુચના આપી.
તેમજ પૂર્વ આયોજન તથા આપત્તિ વ્યવસ્થાપન કામગીરીની સમીક્ષા કરી. હોનારત સામે જનતાને… pic.twitter.com/NVF71gyUjB
બિપરજોય વાવાઝોડાને પહોંચી વળવા રાજ્ય સરકાર સતર્ક બની છે. મોડી રાત્રે હર્ષ સંઘવીએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠક બાદ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે 4100માંથી 1100 પરિવારોનું સ્થળાંતર કરી દેવાયું છે. આજે બાકીના તમામ લોકોનું સ્થળાંતર કરવામાં આવશે તેમજ 138 જેટલી સગર્ભા મહિલાઓ માટે હોસ્પિટલોમાં વ્યવસ્થા કરાઈ છે.
બેઠકમાં તમામ અધિકારીઓ ઉપસ્થિત
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી, એસ.પી. નિતેશ પાંડેય, ડી.વાય.એસ.પી. સમીર સારડા, પ્રાંત અધિકારી પાર્થ કોટડિયા અને પાર્થ તલસાણીયા, મામલતદાર, નગરપાલિકા ચીફ ઓફિસર સહિત સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વાવાઝોડું પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં છે. 15 જૂનની બપોર સુધીમાં વાવાઝોડું ગુજરાતના માંડવીમાં પહોંચી શકે છે.ગુજરાતની પરિસ્થિતિને લઈને સતત PMOમાં મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. તો વાવઝોડાના ખતરાને લઈ પરિસ્થિતિનો તાગ મેળવવા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ મંડવીયા આજે ભૂજ આવશે. CM ભૂપેન્દ્ર પટેલ પણ સતત અધિકારીઓ પાસેથી વાવાઝોડાની અપડેટ મેળવી રહ્યા છે.
હર્ષ સંઘવીએ લોકોને કરી અપીલ
તેમણે કહ્યું કે વાવાઝોડું આવે ત્યારે એકસાથે 30થી 40 લોકો એક જ નંબર પર કોલ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ સસ્તા અનાજની સરકારની દુકાનોમાં પર્યાપ્ત સામગ્રી પહોંચાડવામાં આવી છે. હર્ષ સંઘવીએ લોકોને દ્વારકાનો પ્રવાસ ટાળવા પણ અપીલ કરી છે. તેમજ ફોટા પાડવા અને સ્થિતિ જાણવા દરિયાકિનારે ન જવા લોકોને અપીલ કરી છે.બિપરજોય વાવાઝોડાને લઈ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠના વિસ્તારોને એલર્ટ રહેવા હવામાન લિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે.સરકારી દવાખાનામાં અવિરત વીજ પુરવઠો જળવાઈ રહે અને કોઈ વીજપોલ ધરાશાયી થાય તો ત્વરિત વીજપોલ ઊભો કરી વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે પણ વીજ તંત્રને જણાવ્યું હતું.
વોશિંગ્ટનઃ વિશ્વમાં હવામાનમાં આવતા વારંવારના પલટાને કારણે જળવાયુ પરિવર્તનની લડાઈમાં ઊભરતા દેશોના ખાનગી ક્ષેત્રે પણ હવે મદદ કરવી જોઈએ અને હવે વાતાવરણને બચાવવા માટે મોટી ભૂમિકા ભજવવી જોઈએ, એમ વિશ્વ બેન્કના નવા અધ્યક્ષ અજય બંગાએ આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું.
વિશ્વમાં ક્લાયમેટ ચેન્જ મુદ્દે વિકસિત દેશો, વર્લ્ડ બેન્ક મલ્ટિલેટરલ ડેવલપમેન્ટ બેન્કો (MDBs)ના પ્રયાસો પૂરતા નથી, જેથી ઊબરતાં બજારોએ પણ વાતાવરણ સ્વચ્છ કરવા અને રાખવા માટે યોગદાન પવું જરૂરી છે, એવો તેમણે તર્ક આપ્યો હતો. બીજી જૂને વર્લ્ડ બેન્કના 14મા અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળનાર બંગાએ કહ્યું હતું કે ભવિષ્યમાં ક્લાયમેટ ચેન્જને થતું અટકાવવા માટે ખાનગી ક્ષેત્રનું યોગદાન પણ જરૂરી છે અને એ માત્ર એકમાત્ર રસ્તો છે. તેમણે ક્લાયમેટ ચેન્જ મુદ્દે ભાર દઈને ખાનગીકરણની વકીલાત કરી હતી.
મને લાગે છે કે આપણે શું કરવું જોઈએ..MDB સિસ્ટમે અલગ ભૂમિકા ભજવવા માટે જોખમ ના લઈ શકે. બંગા વિશ્વ બેન્કના અધ્યક્ષપદે આરૂઢ થનારા પહેલા ભારતીય-અમેરિકન છે. તેમણે તેમની જાતને મેઇ ઇન ઇન્ડિયા ગણાવી હતી.
તેઓ ભારતમાં જન્મ્યા અને પાલનપોષણ થયું અને તેમણે વિકસિત અને વિકાસશીલ દેશો-બંનેમાં કામ કર્યું છે અને તેમની ઇચ્છા વૈવિધ્યસભર સંસ્કૃતિમાંથી આવેલા લોકો નેતૃત્વ સંભાળે એવી છે, એમ તેમણે કહ્યું હતું. તેમણે ક્લાયમેટ ચેન્જ મુદ્દે ક્લાયમેટ ફંડ સ્થાપવા માટેની પ્રતિબદ્ધતા લક્ષ્યાંકથી પાછળ રહી ગયાનું જણાવ્યું હતું.