વોશિંગ્ટનઃ વિશ્વમાં હવામાનમાં આવતા વારંવારના પલટાને કારણે જળવાયુ પરિવર્તનની લડાઈમાં ઊભરતા દેશોના ખાનગી ક્ષેત્રે પણ હવે મદદ કરવી જોઈએ અને હવે વાતાવરણને બચાવવા માટે મોટી ભૂમિકા ભજવવી જોઈએ, એમ વિશ્વ બેન્કના નવા અધ્યક્ષ અજય બંગાએ આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું.
વિશ્વમાં ક્લાયમેટ ચેન્જ મુદ્દે વિકસિત દેશો, વર્લ્ડ બેન્ક મલ્ટિલેટરલ ડેવલપમેન્ટ બેન્કો (MDBs)ના પ્રયાસો પૂરતા નથી, જેથી ઊબરતાં બજારોએ પણ વાતાવરણ સ્વચ્છ કરવા અને રાખવા માટે યોગદાન પવું જરૂરી છે, એવો તેમણે તર્ક આપ્યો હતો. બીજી જૂને વર્લ્ડ બેન્કના 14મા અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળનાર બંગાએ કહ્યું હતું કે ભવિષ્યમાં ક્લાયમેટ ચેન્જને થતું અટકાવવા માટે ખાનગી ક્ષેત્રનું યોગદાન પણ જરૂરી છે અને એ માત્ર એકમાત્ર રસ્તો છે. તેમણે ક્લાયમેટ ચેન્જ મુદ્દે ભાર દઈને ખાનગીકરણની વકીલાત કરી હતી.
મને લાગે છે કે આપણે શું કરવું જોઈએ..MDB સિસ્ટમે અલગ ભૂમિકા ભજવવા માટે જોખમ ના લઈ શકે. બંગા વિશ્વ બેન્કના અધ્યક્ષપદે આરૂઢ થનારા પહેલા ભારતીય-અમેરિકન છે. તેમણે તેમની જાતને મેઇ ઇન ઇન્ડિયા ગણાવી હતી.
તેઓ ભારતમાં જન્મ્યા અને પાલનપોષણ થયું અને તેમણે વિકસિત અને વિકાસશીલ દેશો-બંનેમાં કામ કર્યું છે અને તેમની ઇચ્છા વૈવિધ્યસભર સંસ્કૃતિમાંથી આવેલા લોકો નેતૃત્વ સંભાળે એવી છે, એમ તેમણે કહ્યું હતું. તેમણે ક્લાયમેટ ચેન્જ મુદ્દે ક્લાયમેટ ફંડ સ્થાપવા માટેની પ્રતિબદ્ધતા લક્ષ્યાંકથી પાછળ રહી ગયાનું જણાવ્યું હતું.
લંડનઃ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ ભારતના ટેસ્ટ ઓપનર શુભમન ગિલ અને ક્રિકેટ ટીમને દંડ ફટકાર્યો છે. ઓસ્ટ્રેલિયન ટીમને પણ દંડ ફટકારવામાં આવ્યો છે. ગિલના શિસ્તના રેકોર્ડમાં એક ડીમેરીટ પોઈન્ટ પણ ઉમેરવામાં આવ્યો છે. ગિલને આ દંડ 10 જૂને પૂરી થયેલી ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા વચ્ચેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં અમ્પાયરના નિર્ણયની જાહેરમાં ટીકા કરવા બદલ ફટકારવામાં આવ્યો છે.
આઈસીસીની આચારસંહિતાના લેવલ-1નું ઉલ્લંઘન કરવા બદલ ગિલને એની મેચ ફીની 15 ટકા રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે.
તે બનાવ લંડનના ઓવલ મેદાન પરની ફાઈનલ ટેસ્ટ મેચના ભારતના બીજા દાવમાં પોતાને કેચઆઉટ આપતા અમ્પાયરના નિર્ણયની ગિલે સોશિયલ મિડિયા પર ટીકા કરી હતી.
આઈસીસીનું કહેવું છે કે ગિલે પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે એટલે વિધિસરની સુનાવણી કરવાની જરૂર રહી નથી.
24-મહિનાના સમયગાળામાં જો કોઈ ખેલાડીના ડીમેરીટ પોઈન્ટ્સનો આંકડો ચાર કે તેથી વધારે પર પહોંચે ત્યારે એને સસ્પેન્શન પોઈન્ટ્સમાં કન્વર્ટ કરવામાં આવે છે અને તે ખેલાડી પર પ્રતિબંધ મૂકાય છે. બે સસ્પેન્શન પોઈન્ટ ભેગા થાય તો જે તે ખેલાડીને એક ટેસ્ટ કે બે વન-ડે ઈન્ટરનેશનલ કે બે ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોમાંથી પ્રતિબંધિત કરવામાં આવે છે (જે પહેલાં રમાવાની હોય તે).
WTC ફાઈનલ મેચમાં ઓવર-દર ધીમો રાખવા બદલ ભારતીય ટીમને એની સમગ્ર મેચ ફીનો દંડ ફટકારવામાં આવ્યો છે જ્યારે ઓસ્ટ્રેલિયાને મેચ ફીની 80 ટકા રકમનો દંડ કરાયો છે. ભારતે નિર્ધારિત સમયમાં પાંચ ઓવર જ્યારે ઓસ્ટ્રેલિયાએ ચાર ઓવર ઓછી ફેંકી હતી.
બીજિંંગઃ ચીનમાં લગ્નો ઐતિહાસિક રૂપે ઓછાં થઈ ગયાં છે. દેશ ઘટતા જન્મદર અને ઘટતી જનસંખ્યાથી ઝઝૂમી રહ્યો છે. દેશમાં લગ્નો વર્ષ 2022માં સૌથી ઓછાં થયાં છે. છેલ્લા એક દાયકામાં લગ્નો અને બાળકો પેદા કરવાના દરમાં સતત ઘટાડો નોંધાયો છે, જેથી જિનપિંગ સરકાર ચિંતિત છે. એનું મુખ્ય કારણ કોવિડ લોકડાઉનના નિયમો જણાવવામાં આવી રહ્યા છે, જેનાથી યુવાઓ લગ્ન કરવા તૈયાર નથી.
નાગરિક મામલાઓના મંત્રાલય અનુસાર વર્ષ 2022માં માત્ર 6.83 મિલિયન કપલ્સે લગ્નોનાં નોંધણી કરી, જે ગયા વર્ષની તુલનાએ આઠ લાખ ઓછાં હતાં. ગયા વર્ષે વિવાહની સંખ્યા 2013માં 13.47 મિલિયનની લગભગ અડધી હતી. લગ્ન કરનારાં કપલોમાં ઘટાડાનું કારણ કોવિડના પ્રતિબંધો પણ રહ્યા છે. મોટા ભાગનો સમય લોકો ઘરોમાં કેદ રહ્યા છે.
ગયા વર્ષે ચીનમાં ઘટતાં લગ્નોનાં બે કારણ બતાવવામાં આવ્યાં હતાં, જેમાં પહેલું કારણ વસતિવધારા માટે બનાવવામાં આવેલી નીતિઓ અને બીજું કારણ લગ્નો પ્રત્યે બદલાતો દ્રષ્ટિકોણ છે. ખાસ કરીને યુવા મહિલાઓમાં જે વધુ શિક્ષિત અને આર્થિક રીતે સંપન્ન છે – એ સ્વતંત્ર થઈ રહી છે.
ગયા મહિને ચીની સરકારે કહ્યું હતું કે સરકાર 20થી વધુ શહેરોમાં લગ્નો અને બાળકો પેદા કરવા માટે સંસ્કૃતિનું નિર્માણ કરવા માટે પાઇલટ પ્રોજેક્ટ શરૂ કરશે. જેથી બાળકો પેદા કરવા માટે સાનુકૂળ સામાજિક વાતાવરણ તૈયાર કરી શકાય. વળી, ચીનમાં પુરુષો માટે પહેલા લગ્નની સરેરાશ વય 2010માં 25.75થી વધીને 2020માં 29.38 થઈ હતી, એ જ રીતે મહિલાઓ માટે પહેલા લગ્નની વય 2010ના 24 વર્ષથી વધીને 27.95 થઈ ગઈ હતી.
ચોમાસુ નિયમિત શરૂ થાય એ પૂર્વે ગુજરાત રાજ્ય ના દરિયા કાંઠે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. વાવાઝોડા અને ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખી સમગ્ર તંત્ર સક્રિય થઇ ગયું છે. અમદાવાદ શહેરમાં પણ સોમવારની સવારથી જ સામાન્ય કરતાં વધુ ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે.
હવામાન વિભાગ ની આગાહીઓ અને સ્થિતિ ને ધ્યાનમાં રાખી અમદાવાદ શહેરમાં લાગેલા જાહેરાતોના હોર્ડિંગ્સનો ભાર હળવો કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
શહેરની જાણિતી હોર્ડિંગ કંપનીના સંચાલક ચિત્રલેખા. કોમને કહે છે..શહેરમાં ઓવરબ્રિજ, અંડર બ્રિજ, જાહેર ખાનગી ઈમારતો પર અસંખ્ય હોર્ડિંગ્સ લાગેલા છે. સાવચેતીના ભાગરૂપે અમે અમારી કંપનીના બોર્ડ, હોર્ડિંગ્સનો ભાર હળવો કરી દીધો છે. મોટા ભાગે બધી કંપનીઓએ સ્ટ્રકચર મજબુત બનાવવા જોઈએ. વાવાઝોડાની આગાહી સમયે હોર્ડિંગ્સ બોર્ડના પતરાં અને વીનાઈલ, ફ્લેક્સ હટાવી લેવા જોઈએ, જેથી અકસ્માતના સર્જાય.
હાલમાં બિપરજોય વાવાઝોડાની સ્થિતિને કારણે કચ્છમાં શાળા-કોલેજમાં 16 જૂન સુધી રજા જાહેર કરી દેવામાં આવી છે. અરબ સાગર ના કાંઠા વિસ્તારોમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. કચ્છ સૌરાષ્ટ્ર સહિત ગુજરાત ના અનેક વિસ્તારમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. ગુજરાત નો દરિયો તોફાની બન્યો છે. જેના કારણે સરકારી અને ખાનગી સંસ્થાઓ જાનમાલ નું નુકસાન ના થાય એવા તમામ પ્રયત્નો કરી રહી છે.
નવી દિલ્હીઃ દેશના પશ્ચિમી તટ પર ‘બિપરજોય’ને કારણે સમુદ્રનાં મોજાં ઊંચા ઊછળી રહ્યાં છે. હવામાન વિભાગે અલર્ટ જારી કર્યું છે. કેરળથી લઈને ગુજરાતના દરિયાકિનારા પર અલર્ટ જારી કરવામાં આવ્યું છે. વડા પ્રધાન મોદી બપોરે એક કલાકે વાવાઝોડા ‘બિપરજોય’ને લઈને સમીક્ષા બેઠક કરશે. આ બેઠકમાં NDRF અને રાહત બચાવ કાર્યથી જોડાયેલા અધિકારી સામેલ થશે. આ વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્રનાં અને કચ્છનાં તમામ બંદરો પર નવ અને 10 નંબનાં સિગ્નલ લગાવવામાં આવ્યા છે, જ્યારે કચ્છમાં ત્રણ દિવસ શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે અને કલમ 144 પણ લાગુ કરવામાં આવી છે. માછીમારોને 15 જૂન સુધી માછીમારોને અસરગ્રસ્ત વિસ્તારોમાં નહીં જવાની સલાહ આપવામાં આવી છે.
અરબી સમુદ્રનું તાપમાન પણ આ વાવાઝોડાની ગતિ અને દિશાને નક્કી કરી રહ્યું છે. ઇસ્ટ-નોર્થ તથા વેસ્ટ-નોર્થ એન્ટિ સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. આની સીધી અસર વાવાઝોડા ‘બિપરજોય’ના માર્ગ પર થઈ રહી છે અને એ પાકિસ્તાનને બદલે ગુજરાત તરફ ફંટાયું છે. હવામાન વિભાગે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં દરિયાકિનારે અલર્ટ જારી કર્યું છે. અહીં સમુદ્રની સ્થિતિ બદથી બદતર રહેવાની સંભાવના છે.
વાવાઝોડું પોરબંદરથી 340 કિલોમીટર, જ્યારે દ્વારકાથી 380 કિલોમીટર દૂર છે. હવામાન વિભાગની આગાહી મુજબ 15 જૂને વાવાઝોડું કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ટકરાવાની શક્યતા છે. હવામાન વિભાગે 15 અને 16 જૂન માટે કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે. દ્વારકા, જામનગર અને કચ્છનાં તમામ બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે, જ્યારે પોરબંદરમાં નવ નંબરનું અતિભયસૂચક સિગ્નલ લગાવાયું છે. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબંધિત મંત્રીઓને દરિયાકાંઠાના અલગ-અલગ જિલ્લાની જવાબદારી સોંપી છે. ત્યારે ગઈ કાલે જૂનાગઢના માંગરોળમાં 15 ફૂટ ઊંચાં મોજાં ઊછળ્યાં હતાં. અમરેલી જિલ્લાના જાફરાબાદમાં દરિયો ગાંડોતૂર થયો છે. જાફરાબાદના કિનારે 20 ફૂટ ઊંચાં મોજાં ઊછળી રહ્યાં છે. જેથી દરિયાકિનારે વસતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.
લંડનઃ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે 209 રને ટીમ ઇન્ડિયા હારી ગયા પછી સોશિયલ મિડિયામાં લોકો ભારે ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. લોકો વિરાટ કોહલી પર નિશાન સાધી રહ્યા છે, કેમ કે IPLમાં શાનદાર પર્ફોર્મન્સ કરનાર કોહલી આ મેચમાં ખાસ કશું ઉકાળી શક્યો નહોતો. કોહલીની સાથે રોહિત શર્માને પણ લોકોએ આડે હાથ લીધો હતો. લોકો એ બંને જણને ટ્રોલ કરી રહ્યા છે.WTCની ફાઇનલમાં ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ચોથી ઇનિંગ્સમાં 444 રન બનાવવાના હતા, પણ ટીમ 270 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પ્રકારે ટીમ ઇન્ડિયા ફરી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હારી ગઈ હતી, જ્યારે આ વખતે લોકોની અપેક્ષા હતી કે ટીમ ઇન્ડિયા ફાઇનલ જીતી જશે. જકે સોશિયલ મિડિયા પર લોકોના પ્રતિભાવ અને હાર પછી કોહલીએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી હતી.
કોહલીએ ઇન્સ્ટા સ્ટોરીમાં લખ્યું હતું કે મૌન મહાન શક્તિનો સ્રોત છે. કોહલીની સ્ટોરીને ફેન્સ અને ટીકાકારો અલગ-અલગ પ્રકારે લઈ રહ્યા છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ટીમ ઇન્ડિયાની સતત બીજી વાર હાર છે. આ પહેલાં ભારત ન્યુ ઝીલેન્ડ સામે હારી ગયું હતું. એ સમયે કોહલી ટીમ ઇન્ડિયાનો કેપ્ટન હતો. હવે રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઇન્ડિયાએ WTCની ફાઇનલમાં હાર ખમવી પડી હતી. આ હાર પછી રોહિત શર્મા, વિરાટ કોહલી સહિત ટીમ ઇન્ડિયાના ક્રિકેટરો ઘણા નિરાશ દેખાયા હતા. આ હાર પછી ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ નર્વસ થયા હતા.
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 92 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,92,880 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.
દેશમાં અત્યાર સુધી 5,31,891 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,58,639 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 192 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 2350એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 31,616 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.13 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.70 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.90 ટકા છે.
દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,30,771 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 157 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
પ્રશ્ન: મારો સવાલ આકાશ તત્વ ઉપર છે. શું તેના પ્રત્યે વધુ જાગૃતિ શું ખૂલ્લી જગ્યામાં જેવી કે એક ખેતર/મેદાનમાં બેસવાથી અથવા ક્ષિતિજ જોવાથી, દરિયાને તાકી રહેવાથી અથવા ઉપર આકાશ તરફ જોવાથી અથવા ખૂલ્લી જગ્યામાં થોડો સમય પસાર કરવાથી શક્ય બનશે? શું તેમ કરવાથી આ તત્વ વિષે તમારી અંદર અને તમારી આજુ-બાજુ વધુ જાગૃતિ કેળવવામાં મદદ મળી શકે?
સદગુરુ: તે મદદ કરી શકે છે, પરંતુ જુદી-જુદી જગ્યાના તાપમાનમાં ફેરફારને ધ્યાનમાં રાખી, મોટા ભાગના લોકોની સામાન્ય વૃત્તિ જ્યારે તેઓ ખૂલ્લી જગ્યામાં હોય છે ત્યારે પોતાને ઢાંકી દેવાની અને સુરક્ષિત રાખવાની હોય છે. તેમ છતાં, હા, તે શક્યતા છે, પરંતુ તે જરૂરી પણ નથી. પણ એક સરળ રસ્તો એ છે કે પ્રથમ તો સૌથી સ્પષ્ટ વ્યવહારોને ધ્યાનમાં લેવા જોઈએ – જેમ કે શ્વાચ્છોશ્વાસ, પાણીનો ઉપભોગ અને શરીરની અંદર તેમજ બહારના તાપમાન.
ફક્ત આ સ્પષ્ટ એવા વ્યવહારો પર થોડું વધુ ધ્યાન કેન્દ્રિત કરો. તે મને હમેશા આશ્ચર્યમાં મૂકે છે કે કઈ રીતે શ્વાચ્છોશ્વાસ કે જે આટલી દેસ્પષ્ટ ક્રિયા છે, તે શાંતિપૂર્વક નથી થતી – તે આખા શરીરને હલાવે છે – પણ મોટા ભાગના લોકો તેને ધ્યાનમાં નથી લઈ શકતા. જો તમે તમારા શ્વાચ્છોશ્વાસને ધ્યાનમાં નથી લઈ શકતા તો પછી તેનાથી વધુ ગૂઢ કોઈ વસ્તુને કેવી રીતે ધ્યાનમાં લેશો? હા, પ્રકૃતિમાં હોવું એ સારું છે, પણ આ સ્પષ્ટ વ્યવહારો જેવા કે – શ્વાચ્છોશ્વાસ, ખાવું, પીવું, ચાલવું અથવા કશાક્ને સ્પર્શ કરવા પર ધ્યાન આપવું વધુ મહત્વપૂર્ણ છે. જો તમે આ વ્યવહારો માટે વધુ જાગૃતિ લાવો છો તો તે એક મેદાનમાં જઇ અને બેસવા કરતાં, શરૂઆત કરવાનો સારો માર્ગ છે. તમે જોશો કે જીવનનો અનુભવ એક તદ્દન અલગ સ્તર પર પહોંચી જશે.
મોટા ભાગના મનુષ્યો આ સરળ ચીજો કે જે તેઓ કરે છે તેના પર ધ્યાન નથી આપતા. તેઓ જે કઈ પણ ખાય છે ને પીવે છે તેને ગળી જાય છે. તેઓ સંપૂર્ણ બેભાનપણે શ્વાસ લે છે. તેઓ કોઈપણ ચીજને અને બધી જ ચીજોને કોઈ પણ જાણ વગર અડે છે અને અનુભવે છે. મોટા ભાગે, ઘણા લોકો માટે આ જ રીતે થઈ રહ્યું છે. તમે આ વસ્તુઓ પર ધીમા પડ્યા સિવાય વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકો છો– આ મહત્વનુ છે કેમ કે લોકો એમ માને છે કે જો તમારે શ્વાચ્છોશ્વાસ પર ધ્યાન આપવું હોય તો તમે બીજું કઈ પણ કરતાં ન હોવા જોઈએ, માત્ર તમારી શ્વાચ્છોશ્વાસની પ્રક્રિયા જ ચાલુ હોવી જોઈએ.
માણસ હોવાની ખૂબી એ છે કે આપણા મગજની ક્ષમતા એવી છે કે આપણે પોતાની અંદર જટિલ કાર્ય કરી શકવાની સાથે સાથે આપણે ધ્યાન પણ કેન્દ્રિત કરી શકીએ છીએ. આ એવી વાત છે કે તમે સવારી કરી રહ્યા છો અને છતાં પણ તમે કોઇની સાથે વાતચીત કરી શકો છો – બે સ્તરે ધ્યાન અપાઈ રહ્યું છે. તમે જે કઈ પણ કરતાં હોવ એ કરી શકો છો છતાં પણ તમે શ્વાસ પર ધ્યાન આપી શકો છો. તમે જે કઈ પણ અન્ન ખાવ છો અને પાણી પીવો છો તેના પર પણ ધ્યાન આપી શકો છો. મેદાનમાં જવું અને બેસવું એના કરતા શરૂઆત કરવાનો આ વધુ સારો માર્ગ છે.
(સદગુરુ, જગ્ગી વાસુદેવ)
ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે 3.9 અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.
સપ્તાહ દરમિયાન તમને કામકાજમાં ધ્યાન ઓછુ અને અન્ય પ્રવૃત્તિમાં ધ્યાન વધુ રહે, કામકાજ દરમિયાન નકારાત્મક વિચારો આવાના કારણે તમને તમારા કામમાં રૂચી ઓછી જળવાય તેમજ કામ પરણે કર્તા હોય તેવી લાગણી મનમાંને મનમાં રહ્યા કરે, સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર ર્વર્ગ માટે સમયનો સદુપયોગ ઓછો થાય તેવા સંજોગો બની શકે છે. ખરીદી કરવા પાછળ તેમજ સામાજિક પ્રવૃત્તિના કારણે નાણા અને સમય નો વ્યય થઈ શકે છે, મોસાળપક્ષ તરફથી કોઈ જાણવા જેવા સમાચાર સંભાળવા મળી શકે છે, આરામ કરવાની વૃતિ વધુ જોવા મળી શકે.
નવી કાર્યપ્રણાલીથી લાભ થાય, લગ્ન બાબત કોઈ જગ્યાએ વાતચીત ચાલતી હોયતો તેમાં પણ કઈ સારી આશા જાગવાના સંજોગ ઉભા થઇ શકે છે, જુના મિત્રવર્તુળ સાથે મિલન મુલાકાત દરમિયાન તમે ઉત્સાહ સારો અનુભવો, અને ભૂતકાળના સ્મરણો તાજા થાય, વિદ્યાર્થીવર્ગ માટે સપ્તાહ દરમિયાન નવીન જાણકારીકે શીખવાની તક મળે, તમારા પોતાનું માન જળવાય અને તમારા કામકાજમાં અન્યનો સાથ સહકાર મળે જેમાં તમે ખુશીની લાગણી અનુભવો. બજાર ના કામકાજ તમને આત્મવિશ્વાસ જોવા મળે તેમજ ક્યાય લાભ થાય તેવું પણ સંભવિત છે.
આ સપ્તાહ દરમિયાન તમને કયાંકને ક્યાંક મનમાંને મનમાં અશાંતિ અને ઉદ્વેગ જોવા મળે, તમારા કામકાજમાં ઉત્સાહ ઓછો જોવા મળે તેમજ કામની બાબતમાં નાનીનાની બાબતમાં ઉશ્કેરાઈ જવાય, ઘરમાં કે ઓફીસમાં તમારી અન્ય સાથે દલીલબાજી વધુ થવાની સમભાવના છે પરંતુ ધીરજ અને શાંતિ રાખવાથી પરિસ્થિતિ પણ ઘણી નિયંત્રણમાં રહી શકે છે. તમારા કામકાજમાં અન્યનો સાથ સહકાર ઓછો જોવા મળી શકે છે તેમજ તમને પણ અન્યને સહયોગી થવામાં થોડા ઉદાસીન બનો. બજારના કામકાજમા તમારામા કામકાજ કરવામાં થોડી દ્વિધા અનુભવો અને તેની અસર તમારા કામકાજમાં થઇ શકે છે.
કંઇક તમને ગમતી વાતકે જાણકારીની વાત અચાનક સંભાળવા મળી જાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે. ઘરકે કુટુંબમાં ભાઈ બહેન સાથે કોઈ કામકાજમાં સાથ સહકાર સારો જોવા મળી શકે છે, લગ્ન માટે જેમની વાતચીત ચાલતી હોય તેવા લોકોને અન્ય તરફથી કોઈની સારી લાગણીરૂપી મદદ કે સારું માર્ગદર્શન પણ મળી શકે છે , તારી પસંદગીનું પાત્ર સામેથી કોઈ બાબતે વાર્તાલાપ કરે અને તમે પરોક્ષ રીતે તમારા મનની વાત કહી શકો, બજારના કામકાજ સારી વાત બની શકે છે, નવી કાર્યપ્રણાલીથી લાભ થાય.
આ સપ્તાહ દરમિયાન ધીરજ રાખવી જરૂરી છે, ક્ષણિક આવેશ પણ તમારા માટે કોઈ સમસ્યા સર્જી શકે છે. અણધાર્યા ખર્ચને કારણે તમને થોડી અકળામણ આવી શકે છે પણ તેમાં તમને કોઈ મોટી સમસ્યા થાય તેવું જણાતું નથી. તમને કોઈપણ બાબતના વિચારો વધુ આવે અને તેની અસર તમાર કામ અને વર્તન પર સ્પષ્ટ દેખાઈ આવે, ક્યાય મુસાફરી સંભવિત બની શકે છે તેમાં તમે કંટાળા ની લાગણી વધુ અનુભવી શકો છો. કોઈ જગ્યા એ વાતચીત દરમિયાન તકેદારી કે ચોખવટ જેવી બાબતનુ ધ્યાન રાખવું સારું. બજારના કોઈ પણ પ્રકારના કામકાજમાં ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.
તમારી મનની વાત તમાર હોઠ પર આવી જાય અને વાતનો પ્રતિભાવ પણ ચહેરા પર સ્પષ્ટ દેખાઈ આવે, આનંદ, ઉત્સાહ, મસ્તી જેવા પરિબળો વચ્ચે તમે હોવ પણ ક્યાંક તમારાથી કોઈની અવગણના ના થઇ જાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. લગ્ન માટે ક્યાય વાર્તાલાપ કે મિલન મુલાકાતમાં તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર થોડીગણી સારી રીતે પડી શકે છે. તમે થોડા ચંચળ અને ક્યાંક વધુ પડતા ઉદારવાદી પણ બની શકે છો પણ તેમ થોડું સજાગ રહેવું જેથી ક્યાય ગેરસમજના વર્તાય. બજારના કામકાજમાં તમે થોડી અપેક્ષ વધુ રાખો પણ તેમાં કેટલા ખરા ઉતારો તે બાબત તમારા ઉપરજ રહેલી છે.
આ સપ્તાહ દરમિયાન તમે કોઈપણ કામકાજમાં વ્યસ્ત વધુ રહો, સામાજિક કે ધાર્મિક કાર્યક્રમમાં તમારી હાજરી થોડી પ્રભાવશાળી બને અને તેમાં તમને આત્મસંતોષ વધુ જોવા મળી શકે, કોઈક નવીન કામકાજ થાય તેવી પણ સભાવના રહેલી છે. અણધાર્યા નાણાકીય ખર્ચ થાય તેવું પણ બની શકે છે, તમે કોઈના કામકાજમાં સારી રીતે સહભાગી બની શકે છે અને તમારા કામની સારી નોધ પણ લેવાય, કામકાજની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ જુની વાતકે કામ ક્યાય અટકેલું હોય તેમાં પણ તમે કોઈનો સહયોગ ઈચ્છોતો મળી શકે છે. બજારમાં કામકાજ દરમિયાન ધીરજ અને ગણતરી પૂર્વકવર્તવું યોગ્ય છે.
તમારી અપેક્ષા તમારામાં રહેલી ધીરજની થોડી પરીક્ષા કરાવે માટે તમારી આશાને સફળતા દેખાવાની સમભાવના તો રહેલી છે પણ તેમાં તમારી થોડી મેહનત અને યોગ્ય ગણતરીની પણ એટલીજ જરૂરિયાત છે. મિત્રો કે સગા સ્નેહી સાથે મિલન મુલાકાતમાં તમે ખુશીની લગાણીની સાથે થોડીક માનસિક થાક અને કંટાળાનો પણ અનુભવ કરો. જુના કોઈ અટકેલા કામકાજમાં મેહનત કરોતો તેમાં પણ થોડી ગતિ જોવા મળી શકે છે. સ્વાસ્થ બાબત થોડી કાળજી રાખવી તેમાં પણ જેમને શરદી, તાવ, કફ, આંખ, માથા અંગેની ફરિયાદ હાલમાં ચાલતી હોય, બજારમાં નાનું અને આયોજન પૂર્વકનુજ કામ કરવું સારું.
આ સપ્તાહ દમિયાન તમને કામની બાબતમાં થોડું અધીરાપણું વધુ જોવા મળે તેના કારણે તમે કોઈના ઉશ્કેરાટના ભોગ પણ બની શકો છો પરંતુ તમારા કામકાજમાં તમને કોઈનો સાથ સહકાર પણ સારો મળી શકે છે જેમાં તમને તમાર કામના અધીરપણ નું ભાન કરાવે અને તેમે થોડી ખુશી પણ અનુભવો, ઘરમાં કે ઓફીસમાં તમારા વિચાર મતભેદને કારણે ક્યાંક અણગમો વર્તાય પરંતુ તમારી વ્યવહાર કુશળતાના કારણે તમે પરિસ્થિતિને કાબુમાં લાવીદો. બજારના કામકાજમાં તમને નિર્ણયશક્તિ નો અભાવ વર્તાય અને તેની અસર તમાર કામકાજ પર પડી શકે માટે શાંતિ અને ગણતરી પુર્વાક્જ કામ કરવું જોઈએ.
તમારામાં કોઈ કારણસર ઉત્સાહ જોવા મળે અને તેમાં પણ તમારી કોઈ પસંદગીની વ્યક્તિ સાથે કોઈ સારી વાતની આપ લે થાય, તમારી લાગણીની કદર થાય, કોઈ જગ્યાએ તમારાથી કોઈ નાખુશ થયું હોય તેવા લોકો તરફથી પણ સારો આદર કે પ્રતિભાવ જોવા મળે, તમારી લાગણીનો કોઈ દુરુપયોગના કરે તેનું ધ્યાન રાખવું જરૂરી છે, લગ્નની વાત કોઈ જગ્યાએ ચાલતી હોય તેમાં પણ તમને સારો પ્રતિભાવકે જાણવા જેવી વાત સંભાળવા મળી શકે છે. તમે થોડા ધાર્મિકવૃતિ તરફ ધ્યાન વધુ આપો તેવું પણ બની શકે છે, બજારના કામકાજમાં તમાર અનુભવનો ઉપયોગ તમે સારી રીતે કરી લાભ મેળવી શકો છો.
નાની નાની વાતમાં ગુસ્સો આવી જવો અને નારાજ થઇ જવું તે મુજબનું વર્તન તમારામાં જોવા મળી શકે છે પરંતુ ક્યાંકથી આકસ્મિક નાણાકીય કે કોઈ બાબતે ખુશી થવાય તેવો લાભ પણ સંભવિત બની શકે છે, કમર, સાંધા, સ્નાયુ જેવી તકલીફ ભોગવતા હોય તે લોકો એ થોડી તકેદારી રાખવી જરૂરી છે. સગા સ્નેહી સાથેની વાર્તાલાપમાં તમને ગમતી કોઇ વાત સંભાળવા મળી શકે છે, તમારા હિતશત્રુ તમને ઉશ્કેરે નહિ તે બાબતની કાળજી રાખવી જરૂરી છે, તમારી પસંદગીની કોઈ વાતું ખરીદવાની ઈચ્છા રાખતા હોવતો તે માટે પણ તમને તક મળી શકે છે, બજારના કામકાજમાં પસંદગીના જ નાના કામ કરવા યોગ્ય છે.
જાહેર પ્રસંગમાં તમારી પ્રતિભા સારી ઉપસી આવે, તમારા કામકાજમાં અન્યનો સારો સાથ સહકાર મળી શકે છે, તમારા ધરેલા કામમાં તમે ગણતરી અને મેહનત કરોતો સારું ફળ મળી શકે છે, લગ્નની માટેની વાતચીત ક્યાય ચાલતી હોય તો વાર્તાલાપ અને મિલન મુલાકાતમાં તમને સારો પ્રતિભાવ અને ઉત્સાહ જોવા મળી શકે છે ફક્ત એટલું ધ્યાન રાખવું કે ઈર્ષાળુ કોઈ ખટપટના કરી જાય, યાત્રા પ્રવાસ પણ તમને ઉત્સાહપૂર્વકનો રહે, મિત્ર વર્તુળ સાથે કોઈ નવીનવાતની આપલે પણ થઇ શકે છે, બજારના કામકાજમાં તમને સારું કરવાની લાગણી જન્મી શકે છે આયોજન પૂર્વક કામ કરોતો લાભ સંભવિત બની શકે છે.