Home Blog Page 2793

રાશિ ભવિષ્ય 12/06/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સામાજિકકે ધાર્મિક કામમાં મિલન-મુલાકાત થઇ શકે, માંર્કેટિંગ ક્ષેત્રમાં પરિચિતકે જુનાસંપર્કમાં કામકાજ કરવામાં આવેતો સારું પરિણામ જોવા મળી શકે છે, પ્રવાસયોગ થઈ શકે છે, યુવાવર્ગને ગમતી કોઈવાત સંભાળવા મળે,  વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે.


આજનો દિવસ થોડો ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે ખાસકરીને વાણીસયમ રાખવો જરૂરી છે તદુપરાંત ગુસ્સા પર કાબુ રાખવો અગત્યનો છે,  વેપારમાં કોઇપણ પ્રકારના જોખમથી દુર રરહેવું, પ્રિયજન સાથે વિચાર મતભેદના થાય તેની કાળજી રાખવી, માર્કેટિંગક્ષેત્રમાં સમયનો દુર્વ્યય વધુ થાય.


આજનો દિવસ સામાન્ય છે, મન થોડું અશાંત  રહે પરંતુ દિવસ રાબેતામુજબ શાંતિથી પસાર થાય, કામકાજમાં  સમયનો દુર ઉપયોગ થવાથી થોડી ઉશ્કેરાટ અનુભવો, વેપારમાં નાનું અને ગણતરી પુર્વાક્નુજ  કામ કરવુ  યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમાં વ્યસ્તતા વચ્ચે પણ કામ શાંતિથી પૂર્ણ થઇ શકે છે.


આજનો દિવસ સરસ છે, તમને ઉત્સાહ સારો જોવા મળે અને તેની સારી અસર તમારા વ્યવહાર અને કામકાજ પર પડે જેને કારણે તમને અન્યનો સાથસહકાર સારી રીતે મેળવી શકો, તમારી કોઈજૂની ઓળખાણથી લાભની વાત બને, વેપારના કામકાજમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે.


આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે,  તમને આજે થોડો ગુસ્સો કઈને કઈ બાબત પર જોવા મળે જેને કારણે કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું તેમજ  મુસાફરીમાં ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં જોખમી પરિબળથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સરસ છે તેમાં પણ તમારા ધાર્યા કામ થાય મન થોડું આજે ઉદાર બની ક્યાંક કોઈને સહભાગી બનો અને જૂનીભૂલ સુધારવા માટે પ્રયત્ન કરો, વેપારના કામકાજમાં ચોકસાઈ રાખોતો લાભ થાય, યુવાવર્ગને પોતાની કોઈ અંગતવાતની દ્વિધા હોયતો તેમાં પણ યોગ્ય રાહ મળે તેવું બની શકે છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો અગત્યનો છે, ક્યાય ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું અને ક્યાય કોઈની સાથે ઉગ્રતાના થાયતે બાબતની કાળજી રાખવી, માર્કેટિંગક્ષેત્રમાં કંટાળાજનક પરિસ્થિતિ જોવા મળે શકે છે , વેપારમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે, ક્યાંક પ્રવાસયોગ બને, તમારા મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવું પણ બનવા જોગ છે, તમારી કરેલી મહેનતનું ફળ સારું મળી શકે તેવું પણ બની શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમને અન્યનું માર્ગર્દર્શન સારું મળી રહે, વેપારમાં લાભની તક રહેલી છે, યુવાવર્ગને સારી ખુશી જોવા મળે.


આજનો દિવસ તમારા માટે થોડો સામાન્ય છે, રોજબરોજના કામમાં દિવસ પસાર થઇ જાય, તમારા કામમાં થોડા વ્યસ્ત રહો તેવું પણ બની શકે છે, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામજ યોગ્ય છે, માર્કેટિંગ ક્ષેત્રમાં માનસિકથાકની લાગણી વધુ અનુભવો, યુવાવર્ગને કોઇવાતમાં આતુરતા વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, મિત્રોથી કોઈ કામકાજમાં તમને લાભ થઈ શકે છે, ક્યાંક મુસાફરી થાય તેવા યોગ પણ બને છે, માર્કેટિંગક્ષેત્રમાં સારા કામકાજ કર્યાનો સંતોષ મળે, વેપારમાં નાનું કામજ કરવું યોગ્ય છે, યુવાવર્ગને આજે પોતાના મનની કોઈવાત ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીમાં પસાર કરવો ઇચ્છનીય છે, વિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, ક્યાય  પાડવા-વાગવાના યોગ છે માટે તકેદારી રાખવી, આજે નકારત્મકવિચાર વધુ રહે અને તેની અસર તમારા કામકાજ પર પણ પડી શકે છે, વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું.


આજનો દિવસ સરસ છે તમારો આત્મવિશ્વાસ પણ સારો જોવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવોતો કંઇક સારું શીખવાની અપેક્ષા પૂરી થાય, માર્કેટિંગક્ષેત્રમાં આયોજનબદ્ધ કામ કરવાથી સારું પરિણામ મળી રહે, વેપારમાં અનુભવ મુજબ કામ કરવાથી લાભ થઈ શકે છે.

દીપિકા-રણવીરે મુંબઈમાં એમનાં નવા બંધાતા ઘરની મુલાકાત લીધી

મુંબઈઃ બોલીવુડ કલાકાર દંપતી – દીપિકા પદુકોણ અને રણવીર સિંહે મુંબઈમાં એક નવું ઘર ખરીદ્યું છે. હાલ તે બહુમાળી મકાન બાંધકામ હેઠળ છે. બંને જણે એમનાં માતા-પિતાની સાથે એ સ્થળની મુલાકાત લીધી હતી અને એમનાં નવા ઘરના બાંધકામની પ્રગતિ નિહાળી હતી.

એક વિડિયો ક્લિપ ઈન્ટરનેટ પર વાઈરલ થઈ છે. એમાં રણવીરસિંહ માથાના ટૂંકા વાળ સાથે દેખાય છે. બદલેલી હેરસ્ટાઈલ ઉપરાંત એણે મોઢા પર કાળા રંગનો માસ્ક પણ પહેર્યો હતો એટલે તે જરાય ઓળખાતો નથી. દીપિકા કેઝ્યુઅલ ઓલ-બ્લેક પહેરવેશમાં હતી.

દીપિકા-રણવીરે આ નવું ઘર મુંબઈના બાન્દ્રા (વેસ્ટ) ઉપનગરમાં બેન્ડસ્ટેન્ડ વિસ્તારમાં (દરિયાકિનારા નજીક) આવેલા ‘સાગર રેશમ’ બિલ્ડિંગમાં ખરીદ્યું છે. એમનું ઘર 16થી 19 માળ સુધી ફેલાયેલું છે. એમણે આ ઘર રૂ. 119 કરોડમાં ખરીદ્યું છે. બંને જણે મુંબઈની પડોશના રાયગડ જિલ્લાના અલીબાગમાં પણ એક ઘર ખરીદ્યું છે.

 

ન્યૂ જર્સીની રેસ્ટોરન્ટે લોન્ચ કરી ખાસ ‘મોદીજી થાળી’

વોશિંગ્ટનઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી 22-24 જૂને અમેરિકાના સત્તાવાર પ્રવાસે જવાના છે. યૂએસ પ્રમુખ જો બાઈડન અને ફર્સ્ટ લેડી જિલ બાઈડને આપેલા આમંત્રણને માન આપીને મોદી વોશિંગ્ટનસ્થિત વ્હાઈટ હાઉસમાં બાઈડન દંપતીના મહેમાન બનવાના છે. મોદીની મુલાકાત પૂર્વે ન્યૂ જર્સી રાજ્યની એક રેસ્ટોરન્ટે પીએમ મોદીના માનમાં એમને સમર્પિત એક સ્પેશિયલ થાળી (ભોજન) લોન્ચ કરી છે. એને તેણે ‘મોદીજી થાલી’ નામ આપ્યું છે.

આ થાળી શેફ શ્રીપાદ કુલકર્ણીએ તૈયાર કરાવી છે. એમાં કશ્મીર અને પશ્ચિમ બંગાળ સહિત ભારતના વિવિધ ભાગોમાં લોકપ્રિય વાનગીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમ કે, ખીચડી, રસગુલ્લા, સરસોં કા સાગ, કશ્મીરી દમ આલુ, ઈડલી, ઢોકળા, છાશ, પાપડ વગેરે.

શેફ કુલકર્ણીને એક વિડિયોમાં આ સ્પેશિયલ થાળી પીએમ મોદીને સમર્પિત કરતા દર્શાવવામાં આવ્યા છે. આ વિડિયો સમાચાર સંસ્થા એએનઆઈએ પોસ્ટ કર્યો છે. આ થાળી કલરફૂલ દેખાય છે, એમાં ઓછામાં ઓછી 10 આઈટમો છે. શેફ કુલકર્ણીનું કહેવું છે કે અમેરિકામાં વસતા ભારતીય સમુદાયે કરેલી માગણી અનુસાર અમે મોદીજીના નામવાળી ખાસ થાળી તૈયાર કરી છે. એ તો જાણીતી વાત છે કે ભારતીય લોકોને થાળી-ભોજન સૌથી વધારે પસંદ છે.

રેસ્ટોરન્ટ માલિકની ઈચ્છા છે કે ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરને પણ સમર્પિત એક વિશેષ થાળી એમને બનાવવી છે.

ઉલ્લેખનીય છે કે, ભારત સરકારે 2019માં કરેલી ભલામણને માન આપીને સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાએ 2023ના વર્ષને ‘બાજરીના આંતરરાષ્ટ્રીય વર્ષ’ તરીકે ઘોષિત કર્યું છે.

 

પંચાંગ 12/06/2023

ગુજરાતના આ વિસ્તારમાં બિપોરજોય વાવાઝોડાની અસર, 2500 માણસોનું સ્થળાંતર કરાશે

બિપોરજોય વાવાઝોડાને લઈને તંત્ર એલર્ટ પર છે. જેમાં 2500 માણસોનું સ્થળાંતર કરવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. તેમાં રૂપેણ બંદર વિસ્તારના લોકોનું સ્થળાંતર કરાશે. ઓખા, દ્વારકા વિસ્તારમાં તંત્રની તૈયારીઓ શરૂ થઇ છે.

ગામડાની સ્કૂલોમાં સેલ્ટર હોમ તૈયાર કરાયા

કાચા મકાનો અને ઝૂંપડ પટ્ટી ખાલી કરાશે. તેમજ ગામડાની સ્કૂલોમાં સેલ્ટર હોમ તૈયાર કરાયા છે. સ્કૂલના આચાર્ય, તલાટીને જવાબદારી સોંપાઈ છે. તેમજ 45 ગામડાઓમાં સેલ્ટર હોમ ઊભા કરવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં આવનારા સંકટને કારણે તંત્રએ તૈયારીઓ તેજ કરી છે. બિપોરજોય વાવાઝોડુ ત્રાટકે તે પહેલા જ દ્વારકામાં મોટો નિર્ણય લેવાયો છે. જેમાં 2500 માણસોને સ્થળાંતર કરવાની તૈયારી શરૂ કરવામાં આવી છે.

રૂપેણ બંદર વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ

ઓખા અને દ્વારકા વિસ્તારમાં તંત્રની તૈયારીઓ છે. રૂપેણ બંદર વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ છે. દ્વારકામાં SDRFની ટીમ પણ તૈનાત કરાશે. વરવાડા ખાતે સ્પેશિયલ સાઈકોલોન સેન્ટર પણ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં દ્વારકા મામલતદાર હેઠળ કામગીરી થઈ રહી છે. તથા દ્વારકામાં સ્થળાંતરના સર્વે માટે અલગ અલગ ટીમો બનાવી સર્વે કરાયો છે. દ્વારકામાં 15 અને ઓખામાં 8 ટીમો બનાવાઇ છે.

વાવાઝોડા બિપોરજોયને લઈને વહીવટી તંત્ર એલર્ટ, મુખ્યમંત્રી એક્શન મોડમાં

અરબી સમુદ્રમાં આક્રમક બનેલા વાવાઝોડા બિપોરજોયને લઈને વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. આ વાવાઝોડું પોરબંદરથી 480 કિમી દૂર છે. બિપોરજોય વાવાઝોડાએ ફરી પોતાની દિશા બદલી છે. હવે આ વાવાઝોડું દિશા બદલીને ગુજરાત તરફ ફંટાયું છે. બિપોરજોય વાવાઝોડું કચ્છના દરિયાકાંઠે ટકરાય તેવી શક્યતા છે. વાવાઝોડાએ માર્ગ ફરી બદલાતાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે એક્શન મોડમાં આવ્યા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના દરિયાઈ વિસ્તારના જિલ્લાઓમાં સંભવિત બીપરજોય વાવાઝોડાની અસર સામે જિલ્લા તંત્ર એ કરેલા આગોતરા આયોજન અને આપત્તિ વ્યવસ્થાપન કામોમાં માર્ગદર્શન માટે રાજ્ય મંત્રી મંડળના વરિષ્ઠમંત્રીઓને નીચી મુજબ જિલ્લાઓ ની જવાબદારી સોંપી છે.

આ તમાંમ મંત્રીઓને સોપાઈ જવાબદારી:

કચ્છ જિલ્લામાં મંત્રી ઋષિકેશ પટેલ, મોરબીમાં કનુભાઈ દેસાઈ, રાજકોટ જિલ્લામાં રાઘવજી પટેલ, પોરબંદર માં કુવરજી બાવળિયા તેમજ જામનગર જિલ્લા માં મુળુભાઇ બેરા અને દેવભૂમિ દ્વારકામાં હર્ષ સંઘવી, જૂનાગઢ જિલ્લા માટે જગદીશ વિશ્વકર્મા અને ગીર સોમનાથ માટે પરસોત્તમ સોલંકી ને જવાબદારી સોંપવામાં આવી છે. આ બધા જ મંત્રીશ્રીઓ ને તેમને સોંપાયેલા જિલ્લાઓમાં પહોંચવાની સૂચનાઓ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી છે.


બંદરો પર 4 નંબરનું સિગ્નલ લગાવાયું:

વાવાઝોડાની આગાહીને પગલે રાજ્યના બંદરો પર 2 નંબરનું સિગ્નલ હટાવીને 4 નંબરનું સિગ્નલ લગાવાયું છે. તમામ બંદરો 4 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. બંદર પર લાંગરવામાં આવેલી તમામ બોટને સલામત સ્થળે ખસેડાઈ છે. માછીમારોને દરિયો ન ખેડવાની તંત્રએ સૂચના આપી છે. કાંઠા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. વાવાઝોડાની અસરને પગલે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે.

મહારાષ્ટ્ર: સંજય રાઉતે ગૃહમંત્રી અમિત શાહના ભાષણ પર પલટવાર કર્યો

શિવસેના (ઉદ્ધવ જૂથ)ના સાંસદ સંજય રાઉતે રવિવારે ગૃહ પ્રધાન અમિત શાહ પર વળતો પ્રહાર કર્યો. રાઉતે કહ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું નાંદેડમાં ઉદ્ધવ ઠાકરે પરનું ભાષણ દર્શાવે છે કે ભાજપ હજુ પણ ઉદ્ધવ ઠાકરેથી ડરે છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં શિવસેનાનું વર્ચસ્વ બરકરાર છે. ગૃહ પ્રધાન શાહે શનિવારે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરે પર પ્રહારો કર્યા અને તેમને પૂછ્યું, “હું ઉદ્ધવ ઠાકરેને પૂછું છું કે કર્ણાટકમાં બનેલી સરકાર ઇતિહાસના પુસ્તકોમાંથી વીર સાવરકરને ભૂંસી નાખવા માંગે છે. શું તમે તેની સાથે સહમત છો?”


માતોશ્રીનું વર્ચસ્વ હજુ પણ અકબંધ છે

આ સાથે અમિત શાહે મહા વિકાસ અઘાડી એટલે કે MVA (શિવસેના, કોંગ્રેસ અને NCP)ના ગઠબંધન પર પણ નિશાન સાધ્યું. સંજય રાઉતે કહ્યું, “નાંદેડની રેલીમાં પોતાના 20 મિનિટના ભાષણમાં અમિત શાહે ઓછામાં ઓછા સાત મિનિટ સુધી ઉદ્ધવ ઠાકરે પર પ્રહારો કર્યા હતા. આનો અર્થ એ થયો કે માતોશ્રીનું વર્ચસ્વ હજુ પણ અકબંધ છે. શિવસેના પાર્ટી તૂટી ગઈ હતી અને તેનું નામ અને ચૂંટણી ચિહ્ન હતું. દેશદ્રોહીઓને આપ્યા. આ પછી પણ તેમનામાં ઠાકરે અને શિવસેનાનો ડર છે, આ ડર સારો છે.”


ભાજપ હજુ પણ ઉદ્ધવ ઠાકરેથી ડરે છે

રાજ્યસભાના સાંસદ રાઉતે જણાવ્યું હતું કે શિવસેનાનું પ્રતીક અને નામ એકનાથ શિંદે કેમ્પના ‘દેશદ્રોહી’ને આપવામાં આવ્યું હોવા છતાં ભાજપ હજુ પણ ઉદ્ધવ ઠાકરેથી ડરે છે. જણાવી દઈએ કે ગૃહમંત્રી અમિત શાહે નાંદેડની રેલીમાં મુસ્લિમ આરક્ષણને લઈને મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે ભાજપ માને છે કે મુસ્લિમ આરક્ષણ ન હોવું જોઈએ કારણ કે તે બંધારણની વિરુદ્ધ છે. ધર્મ આધારિત આરક્ષણ ન હોવું જોઈએ. શાહે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેએ આ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ.

ઉદ્ધવજી, તમે તમારા પગ બે હોડીમાં રાખી શકતા નથી

શાહે રવિવારે કહ્યું હતું કે “હું નાંદેડના લોકોને પૂછું છું કે શું મહાન દેશભક્ત, બલિદાન પુરૂષ વીર સાવરકરનું સન્માન કરવું જોઈએ કે નહીં? ઉદ્ધવજી, તમે બે બોટમાં બેસીને ન ચાલી શકો… ઉદ્ધવજી કહે છે કે અમે તોડી નાખ્યા. તેમની સરકાર. અમે તેમની સરકાર તોડી નથી. તમારી નીતિ વિરોધી વાતોથી કંટાળીને શિવસૈનિકોએ તમારો પક્ષ છોડી દીધો છે.”

‘ચિત્રલેખા’ના સ્થાપક-તંત્રી વજુભાઈ કોટક લિખિત ‘પ્રભાતનાં પુષ્પો’ના ઓડિયો સંસ્કરણનું વિમોચન

ગુજરાતીઓના લોકલાડિલા સાપ્તાહિક ‘ચિત્રલેખા’ના સ્થાપક તંત્રી‌ અને લેખક વજુ કોટક લિખિત ચિંતનકણિકાઓ ‘પ્રભાતનાં પુષ્પો’થી ચિત્રલેખાના વાચકો અને વજુભાઈના ચાહકો ભાગ્યે અજાણ હશે. વર્ષો સુધી ‘ચિત્રલેખા’ના ઉઘડતાં પાને પ્રકાશિત થયેલી આ કોલમ ‘પ્રભાતનાં પુષ્પો’નું ઓડિયો સંસ્કરણ પણ રિલીઝ કરવામાં આવ્યું છે. મુંબઈમાં 10 જૂન, શનિવારે બીકેસી સ્થિત એનએસઈ બિલ્ડિંગ ખાતે આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં યોજાઈ ગયેલા આ સંસ્કરણનું જાણીતા કથાકાર પૂજ્યશ્રી ભૂપેન્દ્રભાઈ પંડ્યાએ એમના આશીર્વચન સાથે વિમોચન કર્યું હતું. ‘પ્રભાતનાં પુષ્પો’ની ઓડિયો આવૃત્તિમાં સ્વર જાણીતા ઉદ્દઘોષક હરીશ ભીમાણીએ આપ્યો છે જ્યારે સંગીત છે દીપક શાહનું. લોકાર્પણ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ફિલ્મ અભિનેતા મનોજ જોશી અને લેખક-વક્તા જય વસાવડા ઉપસ્થિત રહ્યા હતા. નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)ના એમડી અને સીઈઓ આશિષકુમાર ચૌહાણ, મહારાષ્ટ્રના પર્યટન ખાતાના પ્રધાન મંગલ પ્રભાત લોઢા અને હરીશ ભીમાણીની વિશેષ ઉપસ્થિતિ હતી.

આ પ્રસંગે ‘ચિત્રલેખા’ના ચેરમેન અને વજુ કોટકના જ્યેષ્ઠ પુત્ર મૌલિક કોટક, ‘ચિત્રલેખા’ના વાઈસ-ચેરમેન મનન મૌલિક કોટક, રાજુલબેન મૌલિક કોટક, વજુભાઈ-મધુરીબહેનનાં પુત્રી રોનકબેન ભરતભાઈ કાપડિયા, અદિતી મનન કોટક સહિત કોટક પરિવારજનો અને સગાં-સંબંધીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. તે ઉપરાંત ‘ચિત્રલેખા’ પરિવારના સદસ્યો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

‘પ્રભાતનાં પુષ્પો’ના લખાણો પરથી ‘કલાવૃંદ’ દ્વારા બે વિશેષ પરફોર્મન્સ રજૂ કરવામાં આવ્યા હતા. લક્ષ્ય શર્મા, કંચન ખિલારે અને સાત્વિક મહાજન જેવા કલાકારોએ ચિંતનકણિકાઓને સ્ટેજ પર નૃત્ય સ્વરૂપે પેશ કરી હતી. ‘સ્ટોરી સર્કસ’ ગ્રુપના ફાઉન્ડર ઉલ્કા મયુરે આ પરફોર્મન્સનું વિઝયુલાઈઝેશન, કોરિયોગ્રાફી અને નિર્દેશન કર્યું હતું.

(તસવીર અને વિડિયોઃ દીપક ધુરી)

સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ માટે ‘શકુની’ કરણ જોહર, ‘દૂર્યોધન’ રણબીર કપૂર જવાબદાર છે: કંગના રણોત

મુંબઈઃ રણબીર કપૂરને ગયા શનિવારે ‘સફેદ ઉંદર’ તરીકે ઓળખાવ્યા બાદ બોલીવુડ અભિનેત્રી કંગના રણોતે આ અભિનેતા પર તેમજ નિર્માતા કરણ જોહર પર બીજો શાબ્દિક પ્રહાર કર્યો છે. એણે રણબીરને ‘દૂર્યોધન’ અને જોહરને ‘શકુની’ તરીકે ઓળખાવ્યા છે. એણે એમ પણ ઉમેર્યું છે કે આ બંને જણ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ માટે જવાબદાર છે.

‘પંગા’ ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય એવોર્ડ જીતનાર કંગનાએ તેનાં ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ વિભાગમાં લાંબું લખાણ પોસ્ટ કર્યું છે. એમાં તેણે રણબીર અને જોહરની ટીકા કરી છે. એણે લખ્યું છે, ‘ફિલ્મ ઉદ્યોગમાં તમામ પ્રકારના દૂષણો છે, પણ ‘દૂર્યોધન’ અને ‘શકુની’ની જોડી વધારે ખરાબ છે. આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રી આ વાત જાણે છે. તેઓ સુશાંતસિંહ રાજપૂતને આત્મહત્યા કરવા માટે મજબૂર કરનાર નકલી વાતો (અફવાઓ) ફેલાવનાર મુખ્ય શકમંદો છે. તેઓ મારી વિરુદ્ધ પણ ફાલતુ અફવાઓ ફેલાવે છે. મારી પર કરાતી જાસૂસી વિશે મેં જનતાનું ધ્યાન દોર્યું છે એટલે મારી અને મારી ફિલ્મો વિરુદ્ધ ગંદી વાતો ફેલાવે છે. હું પ્રતિજ્ઞા લઉં છું કે હું જ્યારે પણ સત્તા પર આવીશ ત્યારે ડાર્ક વેબ, હેકિંગ, સ્પાઈંગ, ગેરકાયદેસર ગુપ્ત સ્તરની માનહાનિ જેવી ગેરપ્રવૃત્તિઓનો પર્દાફાશ કરીશ. એને કારણે એમને જેલમાં જવું પડશે.’

કંગનાની નવી ફિલ્મ આવી રહી છે ‘તેજસ’ અને ‘ઈમર્જન્સી’. ‘તેજસ’માં એણે ભારતીય હવાઈ દળની મહિલા પાઈલટનો રોલ કર્યો છે જ્યારે ‘ઈમર્જન્સી’માં એ ઈન્દિરા ગાંધી બની છે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 209 રને હરાવ્યું

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના બીજા ચક્ર (2021-23)ની ફાઇનલમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો છે. ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયાને 209 રને હરાવ્યું છે. ભારતીય ટીમ સતત બીજી વખત ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હારી છે. આ પહેલા ન્યુઝીલેન્ડે ભારતને આઠ વિકેટે હરાવ્યું હતું. ભારત સતત બીજી વખત ફાઇનલમાં પહોંચ્યા બાદ આશા હતી કે આ વખતે ટીમ ઇન્ડિયા જીતશે, પરંતુ એવું થયું નહીં. આ મેચમાં ભારત પહેલા દિવસના બીજા સેશનથી જ પાછળ હતું. આ પછી ભારતીય ટીમ વાપસી કરી શકી ન હતી.


પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 469 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયા 296 રનમાં સમેટાઈ ગઈ હતી અને ઓસ્ટ્રેલિયાને પ્રથમ દાવમાં 173 રનની લીડ મળી હતી. ઓસ્ટ્રેલિયાએ 270 રન બનાવીને બીજી ઇનિંગ ડિકલેર કરી હતી અને ભારત સામે 444 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ભારતીય ટીમ 234 રનમાં સમેટાઈ ગઈ હતી અને 209 રનથી મેચ હારી ગઈ હતી.


ઓસ્ટ્રેલિયાએ મોટો સ્કોર કર્યો

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને બોલરોએ 73 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. આ પછી સ્ટીવ સ્મિથ અને માર્નસ લાબુશેને 285 રનની ભાગીદારી કરીને ઓસ્ટ્રેલિયાને મેચમાં આગળ કર્યું હતું. બંનેએ પ્રથમ દિવસે બે સેશન સુધી બેટિંગ કરી અને દિવસની રમતના અંત સુધીમાં ઓસ્ટ્રેલિયાનો સ્કોર ત્રણ વિકેટે 327 રન હતો. ભારતીય ટીમ અહીંથી મેચમાં પાછળ પડી ગઈ અને ક્યારેય વાપસી કરી શકી નહીં. ટ્રેવિસ હેડ 163 અને સ્ટીવ સ્મિથે 121 રન બનાવીને આઉટ થયા હતા. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 469 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો અને તે મજબૂત સ્થિતિમાં હતી. ભારત તરફથી સિરાજે ચાર વિકેટ ઝડપી હતી. શમી અને શાર્દુલને બે-બે વિકેટ મળી હતી.


ભારતીય ટીમ નાના સ્કોર સુધી મર્યાદિત છે

ઓસ્ટ્રેલિયાના 469 રનના જવાબમાં ભારતનો ટોપ ઓર્ડર સંપૂર્ણપણે નિષ્ફળ ગયો હતો. કેપ્ટન રોહિત શર્મા 15 રન, શુભમન ગિલ 13 રન, ચેતેશ્વર પૂજારા અને વિરાટ કોહલી 14 રન બનાવીને આઉટ થયા હતા. ભારતે 71 રન સુધી ચાર વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી રવિન્દ્ર જાડેજા અને રહાણેએ પાંચમી વિકેટ માટે 71 રનની ભાગીદારી નોંધાવી હતી. જાડેજા સ્લિપમાં ઓફ સ્પિનર ​​નાથન લિયોનના હાથે કેચ આઉટ થયો હતો. તે 48 રન બનાવી શક્યો હતો. બીજા દિવસની રમતના અંત સુધીમાં ભારતે તેની પ્રથમ ઇનિંગમાં પાંચ વિકેટ ગુમાવીને 151 રન બનાવ્યા હતા.


ત્રીજા દિવસની શરૂઆતમાં શ્રીકર ભરત પાંચ રન બનાવીને આઉટ થયો હતો, પરંતુ અજિંક્ય રહાણે અને શાર્દુલે સદીની ભાગીદારી કરીને ભારતને ફોલોઓનથી બચાવ્યું હતું. રહાણે 89 અને શાર્દુલ 51 રન બનાવીને આઉટ થયા હતા. ભારતનો પ્રથમ દાવ 296 રનમાં સમેટાઈ ગયો હતો. ઓસ્ટ્રેલિયાને પ્રથમ દાવમાં 173 રનની લીડ મળી હતી. કેપ્ટન કમિન્સે ત્રણ વિકેટ ઝડપી હતી. સ્કોટ બોલેન્ડ, મિશેલ સ્ટાર્ક અને કેમેરોન ગ્રીનને બે-બે વિકેટ મળી હતી.


ઓસ્ટ્રેલિયાએ ભારતને 444 રનનો ટાર્ગેટ આપ્યો હતો

બીજા દાવમાં ઓસ્ટ્રેલિયાની શરૂઆત કંઈ ખાસ રહી ન હતી. ડેવિડ વોર્નર એક રન અને ખ્વાજા 13 રન બનાવીને આઉટ થયા હતા. સ્મિથ અને લાબુશેને ત્રીજી વિકેટ માટે 62 રનની ભાગીદારી નોંધાવી હતી, પરંતુ જાડેજાએ સ્મિથને આઉટ કરીને આ ભાગીદારી તોડી હતી. ટ્રેવિસ હેડ પણ વહેલો આઉટ થયો હતો. લાબુશેન 41 અને ગ્રીન 25 રન બનાવીને આઉટ થયા હતા. એલેક્સ કેરી 66 રન બનાવીને અણનમ રહ્યો હતો. સ્ટાર્કે 41 રનની ઇનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયાએ આઠ વિકેટે 270 રન બનાવીને પોતાનો દાવ ડિકલેર કર્યો હતો અને ભારત સામે 444 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારત તરફથી જાડેજાએ ત્રણ વિકેટ ઝડપી હતી. શમી અને ઉમેશને બે-બે વિકેટ મળી હતી.


ચોથી ઇનિંગ્સમાં પણ બેટ્સમેન ફ્લોપ રહ્યા હતા

મેચની ચોથી ઇનિંગમાં 444 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત શાનદાર રહી હતી. રોહિત અને ગિલે 41 રનની ભાગીદારી નોંધાવી હતી, પરંતુ ગિલ 18 રનના વ્યક્તિગત સ્કોર પર વિવાદાસ્પદ રીતે આઉટ થયો હતો. આ પછી રોહિત 43, પુજારા 27, વિરાટ કોહલી 49, અજિંક્ય રહાણે 46 અને ભરત 23 રને આઉટ થયા હતા. સેટ થયા બાદ તમામ બેટ્સમેનોએ ખરાબ શોટ રમીને પોતાની વિકેટ ગુમાવી હતી. આ પછી પૂંછડીના બેટ્સમેન પણ કંઈ ખાસ કરી શક્યા ન હતા અને ટીમ ઈન્ડિયા બીજી ઈનિંગમાં 234 રનમાં સમેટાઈ ગઈ હતી. આ સાથે ઓસ્ટ્રેલિયાએ 209 રનથી મેચ જીતી લીધી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી નાથન લિયોને ચાર, સ્કોટ બોલેન્ડે ત્રણ અને મિચેલ સ્ટાર્કે બે વિકેટ લીધી હતી.


બીજી ઈનિંગમાં 444 રનનો પીછો કરતા ભારતીય ટીમ મેચમાં છવાયેલી રહી. ચોથા દિવસની રમતના અંત સુધીમાં ભારતને જીતવા માટે 280 રનની જરૂર હતી. વિરાટ કોહલી અને અજિંક્ય રહાણે ક્રિઝ પર સ્થિર હતા. જોકે ચોથા દિવસની રમત શરૂ થતાં જ વિરાટ કોહલીએ ખરાબ શોટ રમીને પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. આ સાથે જ ભારતની હાર નક્કી થઈ ગઈ હતી. કોહલી બાદ અન્ય બેટ્સમેનો પણ પોતાની વિકેટ ફેંકીને આઉટ થયા હતા.