અમદાવાદઃ વડા પ્રધાન મોદીની ડિગ્રીવાળો વિવાદ હજી શાંત નથી થયો. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ પર ગુજરાત હાઇકોર્ટ દ્વારા રૂ. 25,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. હવે કેજરીવાલે આ મામલે એક વધુ અરજી દાખલ કરી છે. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે વેબસાઇટ પર વડા પ્રધાનની ડિગ્રી મોજૂદ નથી. આવામાં પાછલા આદેશ પર ફરી રિવ્યુ કરવામાં આવવો જોઈએ.
શું છે પૂરો વિવાદ?
હાઇકોર્ટે એક તરફ PMOને મોદીની ડિગ્રીને જાહેર ના કરવા માટે આદેશ કર્યો હતો, જ્યારે બીજી બાજુ કેજરીવાલ પર રૂ. 25,000નો દંડ ફટકાર્યો હતો. હવે આ મામલે કેજરીવાલે રિવ્યુ પિટિશન દાખલ કરી છે તેમની તરફથી કહેવામાં આવ્યું છે કે વેબસાઇટ પર કોઈ ડિગ્રી મોજૂદ નથી. માત્ર એક ઓફિસ રજિસ્ટરને નામે એક દસ્તાવેજ છે. એ દસ્તાવેજ પણ વગર હસ્તાક્ષરે છે. આવામાં એની ખરાઈ કરવી મુશ્કેલ છે. આ અંગે 30 જૂને સુનાવણી હાથ ધરવામાં આવશે.

કેજરીવાલના વકીલ ઓમ કોટવાલે જણાવ્યું હતું કે આજે હાઇકોર્ટમાં રિવ્યૂ પિટિશન દાખલ કરવામાં આવી છે. આ રિવ્યૂ પિટિશન, જે 31 માર્ચ 2023ના રોજનો ગુજરાત યુનિવર્સિટીની ફેવરમાં ઓર્ડર હતો એના વિરુદ્ધમાં કરવામાં આવી છે. અમારે એવું કહેવાનું થાય છે કે એ ઓર્ડરમાં અમુક અવલોકન લીધાં છે એ ખોટાં છે. આ અવલોકન ક્ષતિપૂર્ણ છે, જે સુધારવાની જરૂર છે.
કેન્દ્ર અને કેજરીવાલ વચ્ચે અનેક મુદ્દે ઘર્ષણ ચાલી રહ્યું છે, જેમાં સૌથી મોટો વિવાદ વટહુકમને લઈને છે, જે કેન્દ્ર સુપ્રીમના ચુકાદાની સામે બહાર પાડ્યો છે.


અજિંક્ય રહાણે
શાર્દુલ ઠાકુર







રામાયણ તો ફિલ્મની નબળી સ્પેશિયલ ઈફેક્ટ્સના લીધે થયેલી. હવે બેએક દિવસ પહેલાં તિરુપતિમાં ‘શ્રી વેન્કટેશ્વર યુનિવર્સિટીના સ્ટેડિયમ’માં “જય શ્રી રામ” અને “જય બજરંગ બલી”ના ઉદઘોષ વચ્ચે એનું ફાઈનલ ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું. ફિલ્મમાં નિઝામ સરકીટનો સુપરસ્ટાર પ્રભાસ બન્યો છે રાઘવ, ક્રીતિ સેનન બની છે જાનકી, મરાઠી સિરિયલ ‘જય મલ્હાર’માં ખંડોબા દેવની ભૂમિકા ભજવીને લોકચાહના મેળવનાર દેવદત્ત નાગે બન્યો છે બજરંગ બલી, સૈફ અલી ખાન લંકેશ્વર, તો ડિરેક્ટર લવ રંજનનો ફેવરીટ સનીસિંહ બન્યો છે ભ્રાતાશ્રી લક્ષ્મણ. અજય દેવગનની ‘તાન્હાજી’ના સર્જક ઓમ રાઉત છે ડિરેક્ટર.



