નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બુધવારે સંસદનાં બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં આપેલા અભિભાષણ સાથે સંસદનું બજેટ સત્ર શરૂ થયું છે. હવે પહેલી ફેબ્રુઆરીએ નાણાંમંત્રી નિર્મલા સીતારામન બજેટ રજૂ કરશે. આ તેમનું સતત 9મું બજેટ હશે, જ્યારે મોદી સરકાર 3.0નું આ ત્રીજું પૂર્ણ બજેટ હશે. બજેટ સત્ર પહેલાં આર્થિક સર્વેક્ષણ રજૂ કરવામાં આવશે.
ઇકોનોમિક સર્વે શું છે?
ઇકોનોમિક સર્વે અથવા આર્થિક સર્વેક્ષણ નાણાં મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવતો વાર્ષિક અહેવાલ છે. તેમાં ગયા વર્ષ દરમિયાન દેશની GDP, વિકાસ (ગ્રોથ)ની સ્થિતિ કેવી રહી તેની માહિતી આપવામાં આવે છે. આ ઉપરાંત તેમાં મોંઘવારી, ઉદ્યોગો અને અન્ય નાણાકીય વિગતો પણ સામેલ હોય છે. સરળ શબ્દોમાં કહીએ તો ઇકોનોમિક સર્વે દેશની નાણાકીય તંદુરસ્તીની સંપૂર્ણ તસવીર રજૂ કરે છે.
મોંઘવારીના આંકડાઓ પર રહેશે નજર
મોંઘવારી એ એવો મહત્વનો આંકડો છે જેને ખૂબ ધ્યાનથી જોવામાં આવે છે, ખાસ કરીને એ બાબત કે સર્વે કિંમતોના દબાણને કેવી રીતે આંકે છે. તેનો અંદાજ ઘણો મહત્વનો હોય છે. મોંઘવારી ઘટતી હોવાનું મૂલ્યાંકન વિકાસને ટેકો આપતી નીતિઓ માટે જગ્યા બનાવે છે, જ્યારે સાવચેતીભર્યું મૂલ્યાંકન રાજકોષીય શિસ્ત અને સપ્લાય-સાઇડ હસ્તક્ષેપની જરૂરિયાતને મજબૂત બનાવે છે.
બે ભાગોમાં રજૂ થાય છે ઇકોનોમિક સર્વે
ઇકોનોમિક સર્વેને બે ભાગોમાં રજૂ કરવામાં આવે છે. પહેલો ભાગ દેશની વર્તમાન સ્થિતિ દર્શાવે છે, જ્યારે બીજો ભાગ વિવિધ ક્ષેત્રોના મહત્વપૂર્ણ આંકડાઓ રજૂ કરે છે.
આ વખતે ત્રણ દિવસ પહેલાં રજૂ થઈ રહ્યો છે ઇકોનોમિક સર્વે
સામાન્ય રીતે દર વર્ષે ઇકોનોમિક સર્વે બજેટના એક દિવસ પહેલાં રજૂ થાય છે, પરંતુ આ વર્ષે તેને ત્રણ દિવસ પહેલાં એટલે કે 29 જાન્યુઆરીએ જ રજૂ કરવામાં આવી રહ્યો છે. આર્થિક સર્વેક્ષણ 2026 આજે સવારે 11 વાગ્યે રજૂ થશે. સંસદનાં બંને ગૃહોમાં ભારતના મુખ્ય આર્થિક સલાહકાર (CEA) તેને રજૂ કરશે.





સૌથી પહેલા ૨૦ જાન્યુઆરીથી ચાર દિવસ સુધી દિલ્હીમાં દર્શકોને મંત્રમુગ્ધ કર્યા પછી, હવે ૨૭થી ૨૯ જાન્યુઆરી સુધી વડોદરાવાસીઓને આ એક્ઝિબિશન જોવાનો લ્હાવો મળશે. આ એક્ઝિબિશનમાં કેરળને એક સ્થળ તરીકે રજૂ કરવા ઉપરાંત, રાજ્યની ભૌગલિક વિશેષતા, સંસ્કૃતિ અને પ્રકૃતિની આબેહૂબ છબીઓને પણ રજૂ કરવામાં આવી છે. સુપ્રસિદ્ધ લેખક, વિવેચક અને આર્ટ ક્યુરેટર ઉમા નાયર દ્વારા આ પ્રદર્શન ડિઝાઈન કરવામાં આવ્યું છે. વડોદરાના કલેક્ટર અનિલ ધામેલિયાએ દીપ પ્રજ્વલિત કરી આ પ્રદર્શનનું ઉદઘાટન કર્યું હતું.
કેરળ ટુરિઝમના આ પ્રોજેક્ટ અંતર્ગત દરેક ફોટોગ્રાફરે ગયા વર્ષે નવેમ્બર તેમજ ડિસેમ્બર દરમિયાન રાજ્યના વિવિધ સ્થળે પાંચ દિવસ પ્રવાસ કર્યો હતો અને તેમણે પોતાના આ પ્રવાસ દરમિયાન પ્રકૃતિ, વન્યજીવન, વારસો, ગ્રામીણ અને દરિયાકાંઠાનું જીવન, સ્થાપત્ય, તહેવારો અને આધ્યાત્મિકતા જેવા વિવિધ વિષયોને આવરી તેને તસવીરોનું સ્વરૂપ આપ્યું છે. આ પ્રદર્શનમાં મુલાકાતીઓને ઐશ્વર્યા શ્રીધર, અમિત પસરિચા, એચ સતીશ, કૌંટેય સિંહા, મનોજ અરોરા, નતાશા કરતાર હેમરાજાની, સાયબલ દાસ, સૌરભ ચેટર્જી, શિવાંગ મહેતા અને ઉમેશ ગોગનાના ફોટોગ્રાફ્સ જોવા મળશે.
આમ તો આ પ્રદર્શન માટે દરેક ફોટોગ્રાફરના કુલ ૧૦૦ ફોટોગ્રાફ ફાઈનલ કરવામાં આવ્યા હતા. જેમાંથી ઉમા નાયરના અનુભવી દ્રષ્ટિકોણની મદદથી કુલ છ-છ ફોટા હાલ પૂરતા અહીં પ્રદર્શિત કરવામાં આવ્યા છે. પ્રદર્શનના કયુરેટર ઉમા નાયર
તાજેતરના વર્ષોમાં કેરળ ફરવા જનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. માટે આ રાજ્યને એક સ્થાપિત પ્રવાસન સ્થળ તરીકે પ્રદર્શિત કરવા આ પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમુક હદે સફળતા પણ મળી છે. કારણ કે આ પ્રદર્શનમાં જોવા મળતા ૬૦ ફોટોગ્રાફ્સમાં કેરળની ખૂબ જ અનોખી બાજુ જોવા મળે છે. તેમાં પણ અહીં રજૂ કરાયેલા બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોગ્રાફ અહીં આવતા દરેકનું ધ્યાન ખેંચે છે.
આ પ્રદર્શનમાં ઐશ્વર્યા શ્રીધર દ્વારા લેવાયેલ તસવીરોને સૌથી પહેલું સ્થાન આપવામાં આવ્યું છે. મૂળ વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર ઐશ્વર્યાએ અસલમાં આ પ્રોજેક્ટ માટે ખાસ એરિયલ ફોટોગ્રાફી કરી છે, જે કેરળને જોવાનો આપણો દૃષ્ટિકોણ બદલી નાખે છે. ઉપરાંત સાયબલ દાસની બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોગ્રાફી, શિવાંગ મહેતાની વન્યજીવનના વિવિધ રંગરૂપ દર્શાવતી તસવીરો અને ઉમેશ ગોગના દ્વારા ઉંડાણપૂર્વક વિવિધ એન્ગલથી લેવાયેલ ફોટોગ્રાફ પણ અચૂકપણે જોવાલાયક છે.
વડોદરામાં ત્રણ દિવસ રહ્યા પછી આ પ્રદર્શન આવતા મહિને અમદાવાદમાં પણ યોજાશે. ફેબ્રુઆરી અને માર્ચ દરમિયાન મુંબઈ, પુના, બેંગલોર, ચેન્નાઈ, હૈદરાબાદ અને કોલકત્તામાં પણ લોકોને આ અદભૂત પ્રદર્શન જોવાનો મોકો મળશે. સૌથી છેલ્લે ૨૯ માર્ચે આ પ્રદર્શન સુરત પહોંચશે અને ૩૧ માર્ચે તેની પૂર્ણાહુતિ કરવામાં આવશે.
મહોત્સવમાં ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા સ્વામીનું કરાશે બહુમાન
મહંત સ્વામી મહારાજના ૯૨મા જન્મજયંતી મહોત્સવ ઉપક્રમે BAPS સંસ્થા દ્વારા અનેક વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં – લાભ પાંચમના દિવસે ૧૪૦ ઔદ્યોગિક એકમોમાં સંસ્થાના બાળવિદ્વાનો દ્વારા મહાપૂજા, સૂરસાગર તળાવ ખાતે ૧૨૯૨ બાળ-બાલિકાઓ દ્વારા ૨૯૨ કુંડ પર વિશ્વશાંતિ યજ્ઞ, મહંત સ્વામી મહારાજના જન્મસ્થાન જબલપુરથી વડોદરા સુધી ૯૨ યુવાનો દ્વારા મશાલયાત્રા, મહારક્તદાન કેમ્પ, તેમ જ BAPS મહિલા પ્રવૃત્તિ અંતર્ગત ૭૨૦૦ જેટલી વિશિષ્ટ પ્રેરણા સભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.વડોદરા શહેરમાં હરિભક્તો દ્વારા એક લાખ કરતાં વધુ ઘરોની રૂબરૂ મુલાકાત લઈ સૌ ભાવિકોને મહોત્સવમાં જોડાવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.
આ બે દિવસીય સ્પોર્ટ્સ ફેસ્ટમાં સિનિયર ગ્રેડના 700થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો, જ્યારે લગભગ ત્રણ હજારથી વધુ પેરેન્ટેસ અને અન્ય મહેમાનોએ હાજરી આપી હતી.
‘ભારતીયમ ૨૦૨૬’માં વિદ્યાર્થીઓએ એથ્લેટિક્સ, યોગ, સ્કેટિંગ, ફૂટબોલ, બાસ્કેટબોલ, જિમ્નેસ્ટિક્સ, કરાટે, બેડમિન્ટન, વોલીબોલ, ખો-ખો, ચેસ, ટેબલ ટેનિસ અને લૉન ટેનિસ સહિત વિવિધ રમતગમત શાખાઓમાં પોતાની કુશળતા દર્શાવી હતી. વિજેતા ખેલાડીઓને મેડલ્સ અને સર્ટિફિકેટસ એનાયત કરવામાં આવ્યા હતા.
શાંતિ એશિયાટિક સ્કૂલનો ‘ભારતીયમ 2026’ સ્પોર્ટ્સ ફેસ્ટ,તેમના વિદ્યાર્થીઓને ફિઝિકલ ફિટનેસ, ટીમવર્ક અને દ્રઢતા જેવા ગુણો રજુ કરવાનો મંચ પુરો પાડે છે.



