નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 214 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે બે જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,92,293 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.
દેશમાં અત્યાર સુધી 5,31,886 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,57,720 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 341 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 2678એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 87,682 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.09 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.70 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.90 ટકા છે.
દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,28,000 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 10,680 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
વોશિંગ્ટનઃ અમેરિકાના પ્રમુખ જો બાઈડન અને ફર્સ્ટ લેડી જિલ બાઈડનનાં આમંત્રણને માન આપીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી 22 જૂને અમેરિકાની સત્તાવાર મુલાકાતે જવાના છે. વ્હાઈટ હાઉસ તરફથી જણાવવામાં આવ્યું છે કે પીએમ મોદી અને પ્રમુખ બાઈડન વચ્ચેની મંત્રણા ઈન્ડો-પેસિફિક (હિંદ મહાસાગર-પ્રશાંત મહાસાગર) ક્ષેત્રને સ્વતંત્ર, મુક્ત, સમૃદ્ધ અને સુરક્ષિત બનાવવા પર કેન્દ્રિત થયેલી હશે.
વ્હાઈટ હાઉસનાં પ્રેસ સેક્રેટરી કેરીન જ્યાં પીએરએ પત્રકારોને જણાવ્યું કે, મોદી અને બાઈડન ભારત-અમેરિકા વચ્ચે વ્યૂહાત્ક ટેક્નોલોજી ક્ષેત્રમાં ભાગીદારીને વધારવા માટે એમણે જે દ્રઢ સંકલ્પ કર્યો છે એની ઉપર પણ તેઓ મંત્રણા વખતે ભાર મૂકશે. આમાં સંરક્ષણ ક્ષેત્ર પર વિશેષ ધ્યાન અપાશે.
અમેરિકાની મુલાકાત વખતે પીએમ મોદી યૂએસ કોંગ્રેસ (સંસદ)ના બંને ગૃહની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. એ સિદ્ધિ હાંસલ કરનાર તેઓ ભારતના પ્રથમ વડા પ્રધાન બનશે.
નવી દિલ્હીઃ મુલ્કી ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું છે કે દિલ્હીથી ચોક્કસ રૂટ પરના વિમાનભાડામાં 14થી 61 ટકા સુધી ઘટાડો કરવામાં આવ્યો છે. ગઈ 6 જૂને એરલાઈન્સના સલાહકાર ગ્રુપની બેઠક મળ્યા બાદ આમ થયું છે. વિમાનભાડા ઘટાડવામાં આવે એ માટે નિયામક એજન્સી ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) અને મુલ્કી ઉડ્ડયન મંત્રાલયના પ્રયાસો રહ્યા છે. દિલ્હીથી શ્રીનગર, લેહ, પુણે અને મુંબઈ જેવા સ્થાનો માટેની ફ્લાઈટ્સના ભાડામાં જે ઘટાડો કરવામાં આવ્યો છે તેનાથી અમને સંતોષ થયો છે, એમ પણ સિંધિયાએ કહ્યું.
સિંધિયાએ કહ્યું કે, વિમાનભાડા નક્કી કરવાની એરલાઈન કંપનીઓને સત્તા આપવામાં આવી છે. એ માટે માર્કેટની ગતિશીલતા અને મોસમ સહિત વિવિધ કારણોને ધ્યાનમાં રાખવામાં આવે છે. વિમાનસેવા ઉદ્યોગ ભાડા અંગેના નિર્ણયો લેવા માટે એક ગણિત (ગણતરી)ને અનુસરે છે. આપણા દેશમાં એવિએશન માર્કેટ મોસમ આધારિત હોય છે. એરલાઈન્સને માર્કેટ દ્વારા અંકુશિત વિમાનભાડા નક્કી કરવાના અધિકાર આપવામાં આવ્યા છે. જો ક્ષમતા ઓછી હોય અને માગ ઊંચી હોય અને મૂળ ખર્ચમાં ઘટાડો થયો ન હોય તો ભાડા ઊંચા રહેશે. ખાનગી એરલાઈન કંપનીઓની પોતાની સામાજિક જવાબદારી હોય છે અને તમામ સેક્ટરો માટે વિમાનભાડા વધારતી વખતે એક મર્યાદા રાખવી જોઈએ.
આજે તમને કોઈ સારી આશા જન્માવે, તમે પસંદગીના કામમાં સારો સમય પસાર કરો, તમારા પરિચિત સાથે કોઈ લાભની વાત થાય, મુલાકાત દરમિયાન જૂનીયાદોના સુખદસ્મરણોથી આનંદની લાગણી અનુભવો, વેપારના કામકાજમાં નવીનતક દેખાઈ શકે છે, યુવાવર્ગને ઉત્સાહ સારો રહે.
તમારા સગાસ્નેહી, જુનાપરિચિત સાથે હરવા-ફરવાના યોગ છે અને તેમાં તમને સારો ઉત્સાહ જોવા મળે તેમજ તમને તક મળતા તમારા મનની કોઈવાત પણ ક્યાંક રજુ કરો તેવું બની શકે છે, આરોગ્યબાબત થોડા મોજમસ્તીના મુડમાં હોવાથી કયાંક બેદરકાર પણ બનો, મુસાફરી થવાના યોગ છે.
આજે મુસાફરી દરમિયાન તમને ઉત્સાહ જોવા મળી શકે છે, તમે થોડા ધાર્મિકકે અધ્યાત્મિકવાતમાં રૂચી વધુલો અને કોઈજગ્યાએ ધાર્મિકબાબત પર નાણાનું દાનકે સદ્કાર્ય માટેનું આયોજન પણ કરો, વેપારના કામકાજમાં ધીરજ અને અનુભવનો ઉપયોગ કરવો હિતાવહ છે, પ્રિયજન સાથે ફરવા જવાના યોગ પણ છે.
આજે વ્યવસાયમાં થોડી વ્યસ્તતા જોવા મળે, સહકર્મચારીનો સહયોગ તમને મળી રહે અને કામપૂરું થયાનો સંતોષ પણ મળે, તમારા કોઈ જુનાઅટકેલા કામકાજમાં સમય ફાળવોતો તેમાં પણ કામ આગળ ચાલવાની શક્યતા રહે, બજારના કામમાં આકસ્મિકલાભ થઈ શકે છે, યુવાવર્ગ માટે ઉત્સાહજનક કોઈ વાત બની શકે.
આજે અચાનક તમને કોઈ સારી તક દેખાય અને તમે ખુશી અનુભવો, આજના દિવસમાં તમારામાં ધીરજનો થોડો અભાવ દેખાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે આજે કોઈ અઘરો વિષય શીખવામાં વધુ સમય ફાળવાયતો તે વિષયમાં આવડત વધી શકે છે, વેપારમાં નવું જાણવાનું મળવાથી ખુશી અનુભવાય.
આજે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી છે કેમકે તમને નાનીનાની વાતમાં ગુસ્સો આવે અને તેની અસર તમારી સાથેના અન્ય લોકો પર પડે જેથી ક્યાંક મનદુઃખના થાય તેનું ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં કોઈપણ પ્રકારનું મોટું જોખમના કરવું, પ્રિયજન સાથે ગેરસમજના થાય માટે શાંતિથી વાર્તાલાપ કરવી.
આજે તમને કોઈપણ કારણસર ઉત્સાહ જોવા મળે અને તેની અસર તમારા કામ અને અન્ય લોકો સાથેના વ્યવહાર પર પડે, તમે આજે ઉદાર અને સહયોગી વૃત્તિવાળા બનો. વેપારના કામકાજમાં તમને આત્મવિશ્વાસ સારો દેખાય. યુવાવર્ગ માટે પસંદગીના કામ થાય તેવા સંજોગો પણ બની શકે છે.
તમારી વાણીનો પ્રભાવ અન્ય પર સારો પડે અને તમે તમારા શબ્દો વડે તમારી વાતને કોઈની આગળ સારી રીતે રજુ કરી શકો, કોઈ ગમતી વાત સંભાળવા મળી જાય તેવું પણ બની શકે છે, પરિચિત સાથેની મિલનમુલાકાત તમને યાદગાર બની શકે છે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.
આજે સગાસ્નેહી સાથે ક્યાંક લાભની વાત આપલે થઇ શકે તેમજ કોઈની સાથે જુના મતભેદ થયા હોયતો તેને સુધારવાની તક પણ મળી શકે છે, વેપારના કામકાજમાં થોડી હિંમત અને અનુભવના ઉપયોગથી સારું કામ થઈ શકે છે, વ્યસ્તતા વચ્ચે પણ કામમાં ઉત્સાહ રહે અને અન્યનો સારો સહયોગ પ્રાપ્ત થઈ શકે છે.
આજે કોઈ જૂનીવાતને યાદ આવવાથી મન થોડું અશાંત રહે, ખટપટકરનાર વ્યક્તિથી દુર રહેવું યોગ્ય છે, નજીકના સગાસંબંધી સાથે વાર્તાલાપ દરમિયાન તમને કોઈ નાપસંદ વાત સાંભળવાથી માનસિકઅશાંતિની લાગણી અનુભવો, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનુજ કામ કરવું સલાહ ભર્યું છે.
આજે તમારી લાગણી અને તમારા ભૂતકાળમાં કરેલા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થઇ શકે છે, તમારા અનુભવ અને માર્ગદર્શનનો લાભ અન્યના સારા હિતમાં આપો તેવું પણ બની શકે છે, વેપારના કામકાજમાં લાભની વાત બની શકે છે, પ્રિયજન તરફથી સારો પ્રતિસાદ મળવાથી સારી ખુશી અનુભવાય.
જાહેરજીવનના કાર્યમાં તમારી પ્રતિભા સારી ઉપસી આવે, તમારા કામમાં અન્યનો સાથ સહકાર મળતા તમે કામ બાબતે સારા ઉત્સાહી બનો, ભાગીદાર,પત્ની સાથે કોઈ અગત્યની વાર્તાલાપમાં પણ તમને સારો પ્રતિભાવ મળે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, યુવાવર્ગ માટે ઉત્સાહજનક પ્રસંગના એંધાણ મળે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે લંડનના ઓવલ મેદાન પર રમાઈ રહી છે. પ્રથમ દિવસની રમત સંપૂર્ણ રીતે ઓસ્ટ્રેલિયન ટીમના નામે રહી છે. દિવસની રમતના અંતે કાંગારૂ ટીમે 3 વિકેટના નુકસાને 327 રન બનાવ્યા હતા. ટ્રેવિસ હેડ 146 અને સ્ટીવ સ્મિથ 95 રન બનાવીને રમી રહ્યા હતા. ભારત તરફથી પ્રથમ દિવસે મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને શાર્દુલ ઠાકુરે 1-1 વિકેટ લીધી હતી.
ટોસ જીત્યા બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ હવામાનને જોતા પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રોહિતનો આ નિર્ણય ત્યારે સાચો સાબિત થયો જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમે 2ના સ્કોર પર ઉસ્માન ખ્વાજાના રૂપમાં પોતાની પ્રથમ વિકેટ ગુમાવી. મોહમ્મદ સિરાજે ખ્વાજાને શૂન્યના સ્કોર પર પેવેલિયન મોકલ્યો હતો. આ પછી બેટિંગ કરવા ઉતરેલા માર્નીશ લાબુશેને ડેવિડ વોર્નર સાથે ઈનિંગને કાળજીપૂર્વક આગળ ધપાવવાનું શરૂ કર્યું.
The partnership of Travis Head and Steve Smith dented India on Day 1 of the #WTC23 Final 💥
વોર્નર અને લાબુશેને સિરાજ અને શમીનો પહેલો સ્પેલ કાળજીપૂર્વક રમ્યા બાદ ઉમેશ યાદવ અને શાર્દુલ ઠાકુર સામે ઝડપી રન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. બંનેએ સાથે મળીને બીજી વિકેટ માટે અડધી સદીની ભાગીદારી કરી અને ટીમને મજબૂત રીતે આગળ લઈ જવાનો પ્રયાસ કર્યો. લંચ પહેલા શાર્દુલ ઠાકુરે ડેવિડ વોર્નરને પોતાનો શિકાર બનાવીને ઓસ્ટ્રેલિયન ટીમને બીજો ઝટકો આપવાનું કામ કર્યું હતું. વોર્નર 43 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. લંચ સમયે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 73 રન હતો.
Stumps on Day 1 🏏
Indian bowlers were made to toil as Travis Head and Steve Smith put Australia in control 👊
બીજા સત્રની શરૂઆત સાથે જ ઓસ્ટ્રેલિયન ટીમને ત્રીજો ઝટકો માર્નસ લાબુશેનના રૂપમાં લાગ્યો હતો, જે 62 બોલમાં 26 રનની ઇનિંગ રમીને મોહમ્મદ શમીનો શિકાર બન્યો હતો. આ પછી બેટિંગ કરવા આવેલા ટ્રેવિસ હેડે સ્ટીવ સ્મિથ સાથે મળીને રન બનાવવાની પ્રક્રિયા શરૂ કરી. જ્યાં હેડ એક છેડેથી ભારતીય બોલરો સામે આક્રમક બેટિંગ કરી રહ્યા હતા. તે જ સમયે, સ્ટીવ સ્મિથ બીજા છેડેથી સાવચેતીપૂર્વક બેટિંગ કરતો જોવા મળ્યો હતો. ટ્રેવિસ હેડે પણ બીજી સિઝનની રમત દરમિયાન પોતાની અડધી સદી પૂરી કરી હતી. ચાના સમયે બીજા સત્રની રમત સમાપ્ત થઈ ત્યારે ઓસ્ટ્રેલિયાની ટીમનો સ્કોર 3 વિકેટના નુકસાને 170 રન પર પહોંચી ગયો હતો.
Stumps on Day 1 🏏
Indian bowlers were made to toil as Travis Head and Steve Smith put Australia in control 👊
ટ્રેવિસ હેડે સદી પૂરી કરી, ઓસ્ટ્રેલિયાનો સ્કોર 300 પર પહોંચ્યો
પ્રથમ દિવસના છેલ્લા સત્રમાં ભારતીય બોલરો પાસેથી બધાને વધુ સારા પ્રદર્શનની અપેક્ષા હતી. પરંતુ ટ્રેવિસ હેડ અને સ્ટીવ સ્મિથની જોડીએ તેને કમબેક કરવાની કોઈ તક આપી ન હતી. બંનેએ ઝડપી ગતિએ રન બનાવવાની પ્રક્રિયા ચાલુ રાખી. આ દરમિયાન હેડે તેની ટેસ્ટ કારકિર્દીની છઠ્ઠી સદી પણ પૂરી કરી હતી. જે બાદ તે WTC ફાઇનલમાં સદી ફટકારનાર પ્રથમ ખેલાડી પણ બન્યો હતો. સ્ટીવ સ્મિથે પણ દિવસના છેલ્લા સેશનમાં થોડી આક્રમક રીતે બેટિંગ કરતા રન બનાવ્યા અને પોતાની અડધી સદી પણ પૂરી કરી. પ્રથમ દિવસની રમતના અંતે ઓસ્ટ્રેલિયન ટીમે 3 વિકેટના નુકસાન પર 327 રન બનાવ્યા હતા. સ્ટીવ સ્મિથ 95 અને ટ્રેવિસ હેડ 146 રને બેટિંગ કરી રહ્યા હતા. અત્યાર સુધી બંને વચ્ચે ચોથી વિકેટ માટે 251 રનની ભાગીદારી થઈ છે.
ઉત્તર પ્રદેશ (યુપી)ના લખનૌમાં બુધવારે ગેંગસ્ટર સંજીવ મહેશ્વરી જીવાની કોર્ટ પરિસરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ હત્યાની તપાસ માટે SITની રચના કરવાનો આદેશ આપ્યો છે. ત્રણ સભ્યોની SITમાં ADG ટેકનિકલ મોહિત અગ્રવાલ, IPS નિલાબ્જા ચૌધરી અને અયોધ્યાના IG પ્રવીણ કુમાર હશે. એક સપ્તાહમાં તપાસ પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે.
#WATCH | At around 3:55 pm today, gangster Sanjeev alias Jeeva was on the way to be presented before Lucknow Civil Court. As soon as he reached the court, a person, dressed as a lawyer opened fire on him after which Jeeva, 2 police constables and a 1.5-year-old girl were injured.… pic.twitter.com/QqMjtiU97p
બીજી તરફ, હત્યા બાદ તરત જ કોર્ટ પરિસરમાં પહોંચેલા લખનૌ પોલીસ કમિશનર એસબી શિરોડકરે જણાવ્યું હતું કે, લખનૌ જેલમાં બંધ સંજીવ મહેશ્વરી જીવાને એક કેસની સુનાવણી માટે કોર્ટમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં તેની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. હુમલાખોર.” તેણે કહ્યું કે હુમલાખોરો વકીલોના પોશાક પહેરીને આવ્યા હતા. પશ્ચિમ ઉત્તર પ્રદેશનો કુખ્યાત ગેંગસ્ટર સંજીવ જીવા મુખ્તાર અંસારી ગેંગનો સભ્ય માનવામાં આવતો હતો. તેમના પર ભાજપના નેતાની હત્યાનો આરોપ હતો.
#WATCH | Uttar Pradesh Special DG, Law & Order Prashant Kumar reaches Lucknow Civil Court where gangster Sanjeev Jeeva was shot dead earlier today. pic.twitter.com/luxrwBdEwB
કૃષ્ણાનંદ રાય હત્યા કેસમાં સંજીવ જીવનું નામ પણ સામે આવ્યું હતું. જો કે 2005માં કોર્ટે તેમને આ કેસમાં નિર્દોષ જાહેર કર્યા હતા. પોલીસ રેકોર્ડ મુજબ સંજીવ જીવા સામે 22 થી વધુ કેસ નોંધાયા હતા. તેમાંથી 17 કેસમાં તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. તે લાંબા સમયથી જેલમાં હતો. તેના પર જેલમાંથી ગેંગ ચલાવવાનો પણ આરોપ હતો.
UP: Gangster Sanjeev Jeeva succumbs to injuries after being shot inside Lucknow’s civil court
આપને જણાવી દઈએ કે એક વર્ષ પહેલા જિલ્લા વહીવટી તંત્રએ સિવિલ લાઇન વિસ્તારમાં મહાવીર ચોક સ્થિત સંજીવ જીવાની 4 કરોડ રૂપિયાની સંપત્તિને સીલ કરવાની કાર્યવાહી કરી હતી. આ બેનામી મિલકત સંજીવ જીવાની પત્ની પાયલ મહેશ્વરીના નામે છે. સંજીવ જીવાની પત્ની પાયલ મહેશ્વરીએ રાષ્ટ્રીય લોકદળના બેનર હેઠળ મુઝફ્ફરનગર સદર બેઠક પરથી 2017ની યુપી વિધાનસભા ચૂંટણી લડી હતી.
મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં ઔરંગઝેબ અને ટીપુ સુલતાનના વખાણ કરતા વીડિયોના સ્ટેટસને લઈને હંગામો થયો છે. સમગ્ર ઘટનાને લઈને મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. સીએમથી ડેપ્યુટી સીએમ સુધી શાંતિની અપીલ સાથે તેઓ ગુનેગારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. સાથે જ વિપક્ષ કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉઠાવી રહ્યો છે. જાણો આ ઘટના સાથે જોડાયેલી મોટી વાતો..
બુધવારે (7 જૂન) સવારે મહારાષ્ટ્રના કોલ્હાપુર શહેરના છત્રપતિ શિવાજી મહારાજ ચોક ખાતે સેંકડો લોકો એકઠા થયા હતા. આ સમગ્ર વિવાદ એક સોશિયલ મીડિયા પોસ્ટને લઈને ઉભો થયો છે. 5 જૂને ઔરંગઝેબ વિશેની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. જેના વિરોધમાં મંગળવારે મોટી સંખ્યામાં હિન્દુ સંગઠન સાથે જોડાયેલા લોકો પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવા પહોંચ્યા હતા. પોલીસ સ્ટેશનની બહાર હળવો હંગામો થયો, ત્યારબાદ હિન્દુ સંગઠનોએ બુધવારે કોલ્હાપુર બંધનું એલાન આપ્યું.
સવારથી જ છત્રપતિ શિવાજી મહારાજ ચોકમાં ભીડ એકઠી થવા લાગી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ભીડ હિંસક બની હતી, જેના પછી પોલીસે કાર્યવાહી કરવી પડી હતી અને પછી પહેલા લાઠીચાર્જ કર્યો હતો અને બાદમાં ટીયર ગેસના શેલ પણ છોડવામાં આવ્યા હતા. વિરોધ કરી રહેલા ટોળાએ પથ્થરમારો કર્યા બાદ લોકોને વિખેરવા પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.
કોલ્હાપુરથી ત્રણસો કિલોમીટર દૂર મહારાષ્ટ્રના અહમદનગરમાં રવિવારે આ વિવાદનો પાયો નાખવામાં આવ્યો હતો. ત્યારે કેટલાક યુવકો હાથમાં ઔરંગઝેબની તસવીર સાથે સરઘસ કાઢી રહ્યા હતા અને આ સરઘસમાં ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ પછી ઔરંગઝેબના વખાણ કરતા આ વીડિયો કોલ્હાપુરમાં વાયરલ થયા હતા. અહમદનગરથી ઉભો થયેલો વિવાદ જ્યારે કોલ્હાપુર પહોંચ્યો તો હિન્દુ સંગઠનોએ પોલીસમાં ફરિયાદ કરી. આરોપ છે કે પોલીસે તપાસમાં કડકતા દાખવી ન હતી, જેના વિરોધમાં દક્ષિણપંથી સંગઠનોએ બુધવારે શહેર બંધનું એલાન આપ્યું હતું.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે વિરોધને ધ્યાનમાં રાખીને કોલ્હાપુરમાં ગુરુવાર સુધી ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે રાજ્ય અનામત પોલીસ દળ (એસઆરપીએફ) ના જવાનો શહેરમાં તૈનાત કરવામાં આવ્યા છે જ્યારે પોલીસે સાતારાથી વધુ પોલીસ દળની માંગ કરી છે. અધિકારીએ કહ્યું કે કલમ-144 19 જૂન સુધી લાગુ કરવામાં આવી છે અને પાંચ કે તેથી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
પોલીસે કહ્યું કે બે વ્યક્તિઓએ તેમના સોશિયલ મીડિયા સ્ટેટસ પર કથિત વાંધાજનક ઓડિયો મેસેજ અપલોડ કર્યો હતો જેમાં મૈસુરના 18મી સદીના શાસક ટીપુ સુલતાનની તસવીર હતી. જેના કારણે મંગળવારે તણાવ જોવા મળ્યો હતો. જમણેરી કાર્યકર્તાઓના એક જૂથે બંને વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી હતી, જેના પગલે બંને વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. વિરોધ પછી, પોલીસે સાંજે બીજી એફઆઈઆર નોંધી અને સાત લોકોની ધરપકડ કરી. બુધવારે ફરી પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા.
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પૂછ્યું કે શું વિપક્ષી છાવણીના કેટલાક નેતાઓ રાજ્યમાં રમખાણો જેવી સ્થિતિ અંગે નિવેદનો આપી રહ્યા છે અને મુઘલ સમ્રાટો ઔરંગઝેબ અને ટીપુ સુલતાનનો મહિમા કરી રહ્યા છે તે વચ્ચે કોઈ સંબંધ છે? તેમણે કહ્યું કે રાજ્યમાં રમખાણો જેવી સ્થિતિ અને ચોક્કસ સમુદાયના એક વર્ગ દ્વારા ઔરંગઝેબ અને ટીપુ સુલતાનના મહિમાને લઈને કેટલાક નેતાઓનું નિવેદન માત્ર સંયોગ ન હોઈ શકે.
તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં મુઘલ બાદશાહ ઔરંગઝેબના મહિમાને સહન કરવામાં આવશે નહીં. ફડણવીસે કહ્યું કે તેઓ આશ્ચર્યચકિત છે કે કોલ્હાપુરમાં વિપક્ષના એક મુખ્ય નેતાએ કહ્યું કે તેઓ જાણતા હતા કે રમખાણો થશે. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે તેમના નિવેદન પછી ત્યાંના કેટલાક યુવાનોએ ઔરંગઝેબ અને ટીપુ સુલતાનનું મહિમા કર્યું અને પછી પ્રતિક્રિયા આવી, શું નિવેદન અને ઘટનાઓ વચ્ચે કોઈ સંબંધ છે? અમે તપાસ કરી રહ્યા છીએ કે કોણ ઔરંગઝેબનું મહિમા કરી રહ્યું છે અને કોણ લોકોને આવું કરવા માટે ઉશ્કેરે છે. તપાસ પૂર્ણ થયા બાદ હું તે બાબતોનો ખુલાસો કરીશ.
મુખ્યમંત્રી એકનાથ શિંદેએ લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી અને કાયદો હાથમાં ન લેવા વિનંતી કરી. શિંદેએ કહ્યું કે જે કોઈ કાયદો હાથમાં લેશે તેને બક્ષવામાં આવશે નહીં. હું સ્થાનિક વહીવટીતંત્રના સંપર્કમાં છું અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. સામાન્ય લોકોનું કલ્યાણ એ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે જનતાએ શાંતિ જાળવવામાં વહીવટીતંત્રને મદદ કરવી જોઈએ.
અહમદનગર અને કોલ્હાપુરની ઘટનાઓની પૃષ્ઠભૂમિમાં, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારે દાવો કર્યો કે મહારાષ્ટ્રમાં કેટલાક નાના મુદ્દાઓને ધાર્મિક રંગ આપવામાં આવી રહ્યો છે અને શાસક પક્ષ આવી બાબતોને પ્રોત્સાહન આપી રહ્યો છે, જે ચિંતાનો વિષય છે. પવારે આક્ષેપ કર્યો હતો કે તાજેતરમાં અમે અહેમદનગર વિશે સાંભળ્યું છે. આજે મેં કોલ્હાપુરના સમાચાર જોયા. લોકો રસ્તા પર આવી ગયા અને ફોન પર ટેક્સ્ટ કરવાની નાની ઘટનાને ધાર્મિક રંગ આપવો એ સારી નિશાની નથી. શાસક પક્ષો આવી બાબતોને પ્રોત્સાહન આપી રહ્યા છે.
કોંગ્રેસના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ નાના પટોલેએ ફડણવીસના રાજીનામાની માંગ કરી હતી, જેઓ ગૃહ વિભાગ સંભાળી રહ્યા હતા, તેમના પર કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ જવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે ફડણવીસ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ રહ્યા છે, તેમણે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ. નોંધપાત્ર રીતે, અહમદનગર જિલ્લામાં એક સરઘસ દરમિયાન, કથિત રીતે મુઘલ બાદશાહ ઔરંગઝેબના પોસ્ટર લઈને ચાર લોકો વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જે બાદ કોલ્હાપુરમાં પણ હંગામો થયો હતો.
સુરત શહેરમાં વાવાઝોડાને લઇ તંત્ર એલર્ટ મોડ પર છે. અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેસરને લઇ દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાની આફતને લઈ તંત્ર તૈયાર છે. 9,10 તારીખે દક્ષિણ ગુજરાતને વાવાઝોડુ ટકરાવવાની શક્યતાને લઈ સુરત જિલ્લાના ત્રણ તાલુકાના 42 ગામો એલર્ટ કરાયા છે.
આવનાર 9-10 તારીખે દક્ષિણ ગુજરાતને વાવાઝોડું ટકરાય તેવી શક્યતા
અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને લઇ વધુ એક વાવાઝોડુ દક્ષિણ ગુજરાતને ટકરાશે તેવી પ્રબળ શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે. આવનાર 9-10 તારીખે દક્ષિણ ગુજરાતને વાવાઝોડું ટકરાય તેવી શક્યતા છે જેને લઇ ડિઝાસ્ટર તંત્ર એલર્ટ પર મુકાઈ ગયું છે. સુરત જિલ્લાના દરિયાઈ કાંઠા વિસ્તારમાં આવેલા 42 ગામોને એલર્ટ કરી દેવાયા છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે વધુ એક વાવાઝોડુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને ટકરાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. તોકતે બાદ આ વખતે સર્જાયેલ વાવાઝોડાને બિપોરજોય નામ આપ્યું છે.
સુરત ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર આગમચેતી તૈયારીઓમાં લાગ્યું
બિપોરજોય વાવાઝોડાને લઈ સુરત જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતનું તંત્ર એલર્ટ મોડ પર જોવા મળ્યું છે. સુરત ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર આગમચેતી તૈયારીઓમાં લાગી ચૂક્યું છે. આવનાર નવ અને 10 તારીખે દક્ષિણ ગુજરાતને વાવાઝોડાની અસર વર્તાશે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે. જેને લઇ દરિયાઈ વિસ્તારના ગામોને એલર્ટ કરી દેવાયા છે. વાવાઝોડાની શક્યતાને લઇ ઇન્ચાર્જ કલેક્ટર બીકે વસાવાએ જણાવ્યું હતું કે વાવાઝોડાની શક્યતાને લઇ મેનેજમેન્ટ તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારી કરી દેવાય છે. તંત્ર દ્વારા વિશેષ 24 કલાક કાર્યરત અલાઈદો કંટ્રોલરૂમ તૈયાર કરાયો છે. તેના માધ્યમથી વાવાઝોડાની તમામ અપડેટ માહિતી મેળવવામાં આવી રહી છે.
ત્રણ તાલુકાના વાવાઝોડાની અસર વર્તાવાની શક્યતા
આ ઉપરાંત સુરત જિલ્લાના ત્રણ તાલુકાના વાવાઝોડાની અસર વર્તાવાની શક્યતા છે. દરિયાઈ કાંઠા વિસ્તારમાં આવેલા ચોર્યાસી, મજુરા અને ઓલપાડ તાલુકાના 42 ગામોને અસર થવાની શક્યતા છે જેને લઇ આ તમામ ગામો ને એલર્ટ કરી દેવાયા છે. અને જરૂરી સૂચનો અને માહિતી આપવામાં આવી છે.દરિયાઈ વિસ્તારની નજીક આવેલા અસરગ્રસ્ત થઈ શકે તેવા 42 ગામો પર તંત્રની ખાસ નજર રાખવામાં આવી છે. અલાઇદા વ્યવસ્થાના ભાગરૂપે તંત્ર દ્વારા જો આ ગામોમાં લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડે તો તે માટે પણ જુદા જુદા સેન્ટર હોમ નિર્માણ કરવાની તૈયારી કરી દીધી છે. તે ઉપરાંત કામરેજ ખાતે એક sdrfની ટીમ સ્ટેન્ડ બાય છે. તેમ છતાં વધુ તેમની જરૂર પડશે તો એનડીઆરએફની ટીમની પણ વ્યવસ્થા કરવામાં આવશે.
અફવાઓથી સચિત રહેવા લોકોને અપીલ કરી
ઇન્ચાર્જ કલેક્ટર બીકે વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે વાવાઝોડાની શક્યતાને લઇ માછીમારોને દરિયો ખેડવા ન જવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. આ ઉપરાંત જે માછીમારો દરિયો ખેડવા ગયા છે તેમને ઝડપથી પરત બોલાવી લેવામાં આવે તે પ્રકારની સૂચના આપી દેવામાં આવી છે. વધુમાં જણાવ્યું હતું કે 9 અને 10 તારીખે સુરત સહીત દક્ષિણ ગુજરાતમાં 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હાલ જોવા મળી રહી છે. ઇન્ચાર્જ કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે વાવાઝોડાને લઇ તંત્ર તમામ રીતે એલર્ટ પર છે. ત્યારે લોકોએ કોઈપણ પ્રકારની અફવાઓમાં ગેરમાર્ગે દોરવાની જરૂર નથી. સમય અંતરે સમાચાર માધ્યમો અને સરકારની સૂચનાઓ પર ધ્યાન આપવામા આવે. અને સોશિયલ મીડિયામાં ખોટી માહિતી અને અફવાઓથી સચિત રહેવા લોકોને અપીલ કરી છે.