જબલપુરઃ ઓડિશાના બાલાસોર ટ્રેન દુર્ઘટના પછી હવે મધ્ય પ્રદેશના જબલપુર રેલવેમાં પણ બે રેલ દુર્ઘટનાઓ થઈ હતી. એક જ દિવસમાં બે મોટી રેલવે દુર્ઘટનાઓ પછી રેલવેવહીવટી તંત્રમાં હડકંપ મચી ગયો છે. મધ્ય પ્રદેશમાં મંગળવારે બે રેલ દુર્ઘટના થઈ હતી. પહેલી ઘટનામાં માલગાડીના બે ડબ્બા સાંજે 7.30 કલાકે પાટા પરથી ખડી પડ્યા હતા. આ ઘટનામાં જાનમાલનું નુકસાન નથી થયું. આ ઘટના રેલવે યાર્ડમાં થઈ હતી, જે કટની રેલવે યાર્ડમાં થઈ હતી.
આ ઘટનાની માહિતી મળતાં રેલેવ કર્મચારીઓએ આશરે એક કલાકની મહેનત પછી એ માલગાડીને પાટા પર પૂર્વવત્ લાવીને એને રવાના કરી હતી. બીજી ઘટના રાત્રે 10.30 કલાકે ભેડાઘાટની નજીક ભિટોનીમાં બની હતી. અહીં ગેસથી ભરેલાં માલગાડીનાં વેગન પાટા પરથી ઊતરી ગયા હતા.
આ ઘટના પછી જબલપુર રેલ મંડલના કન્ટ્રોલ ઓફિસમાં વરિષ્ઠ અધિકારીઓ પહોંચ્યા હતા. આ ઘટનાને લઈને ભિટોની ગેસ ડિપો વહીવટી તંત્રનું કહેવું હતું કે નિયમ મુજબ સવારે વેગનને પાટા પર લાવવામાં આવ્યા હતા. રાત્રે કોઈ કામ નહોતું કરવામાં આવ્યું.
પશ્ચિમ મધ્ય રેલવે, મધ્ય પ્રદેશના CPROએ જણાવ્યું હતું કે માલગાડી ગેસ ફેક્ટરીની અંદર રેકને ખાલી કરવામાં આવી રહી હતી. ત્યારે બે વેગન પાટા પરથી ખડી પડ્યા હતા. એનાથી મુખ્ય લાઇનના સંચાલનને અસર નહોતી થઈ. મુખ્ય લાઇન પર ટ્રેનોની આવ-જા સામાન્ય હતી. અધિકારીઓની ઉપસ્થિતિમાં સવારે મારામતનું કામ શરૂ થયું હતું. સાઇડિંગ માલિકે ફિટનેસ પ્રમાણપત્ર જારી કર્યું હતું.
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 214 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે કોઈનું પણ મોત થયું નથી. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,92,094 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.
દેશમાં અત્યાર સુધી 5,31,884 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,56,995 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 384 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 2831એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 91,499 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.09 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.70 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.90 ટકા છે.
દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,13,866 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 615 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
મુંબઈઃ નૈઋત્ય ખૂણેથી કેરળ માર્ગે ભારતમાં પ્રવેશતું ચોમાસું આ વખતે હવામાનમાં આવેલા ફેરફારોને કારણે વિલંબિત થયું છે. હવામાન વિશે અનુમાન કરતી ખાનગી એજન્સી સ્કાઈમેટ વેધરનું કહેવું છે કે કેરળમાં આવતી 8 કે 9 જૂને ચોમાસું બેસશે, પરંતુ એનો પ્રવેશ હળવો હશે. અરબી સમુદ્ર પરના આકાશમાં વાવાઝોડાની તીવ્ર સ્થિતિ સર્જાતાં કેરળમાં ચોમાસાની પ્રગતિમાં અવરોધ ઊભો થયો છે. આ અસર હેઠળ, ચોમાસાના વાદળો કેરળના સમુદ્રકાંઠા પર પહોંચશે તો ખરા, પરંતુ પશ્ચિમી ઘાટ વિસ્તારથી આગળ વધવામાં એમને ઝઝૂમવું પડશે.
ભારતીય હવામાન વિભાગે કહ્યું છે કે અરબી સમુદ્ર પરના આકાશમાં પૂર્વ-મધ્ય અને તેની બાજુના દક્ષિણ-પૂર્વ ભાગમાં ચક્રવાતી વાવાઝોડું ‘બિપરજોય’ સર્જાયું છે અને તે ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થાય એવી સંભાવના છે. આગળ જતાં તે એ જ વિસ્તારમાં અતિ ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ જાય એવી પણ સંભાવના છે. વાવાઝોડું ગઈ વહેલી સવારે લગભગ અઢી વાગ્યે ગોવાથી 900 કિ.મી. પશ્ચિમ-નૈઋત્ય તરફ (મુંબઈથી 1,020 કિ.મી. નૈઋત્યમાં અને પોરબંદરથી 1,090 કિ.મી. દક્ષિણ-નૈઋત્યમાં) સ્થિર થયું હતું. આને કારણે ચોમાસું કેરળ તરફ આગળ વધતું અટકી ગયું છે.
મુંબઈઃ 2020માં કેફી દ્રવ્યોના એક કેસમાં અહીંના એક મેજિસ્ટ્રેટે ટીવી કોમેડિયન ભારતી સિંહ અને એનાં પતિ હર્ષ લિંબાચિયાને મંજૂર કરેલા જામીન રદ કરવાનો સ્પેશિયલ કોર્ટે ઈનકાર કર્યો છે. કોર્ટે ઠેરવ્યું છે કે દંપતીની જામીન અરજીઓનો વિરોધ ન કરવાની નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)એ જ ભૂલ કરી હતી. તદુપરાંત એણે કોર્ટમાં પ્રોસિક્યૂટર કે તપાસનીશ અધિકારીને હાજર પણ રાખ્યો નહોતો.
ભારતી અને હર્ષની નિર્માણ કંપનીની ઓફિસ તથા નિવાસસ્થાનમાંથી 86.5 ગ્રામ ગાંજા મળી આવ્યા બાદ 2020ની 22 નવેમ્બરે એમની ધરપકડ કરવામાં આવી હતી. બીજા જ દિવસે એમણે જામીન માટે અરજી નોંધાવી હતી અને એ જ દિવસે તે મંજૂર કરી લેવામાં આવી હતી. હવે એનસીબી એજન્સીએ એમ કહીને સ્પેશિયલ કોર્ટમાં દલીલ કરી હતી કે દંપતીને જામીન મંજૂર કરવાનો મેજિસ્ટ્રેટનો નિર્ણય ગેરકાયદેસર હતો, કારણ કે પોતાની દલીલ સંભળાવવાની તેને તક આપવામાં આવી નહોતી. પરંતુ સ્પેશિયલ કોર્ટે કહ્યું કે, વાસ્તવમાં, આમાં પ્રોસિક્યૂશનની જ ભૂલ છે, કારણ કે એજનસીને તેનો પ્રત્યુત્તર નોંધાવવાની તક આપવામાં આવી જ હતી, પણ એણે જામીનનો વિરોધ કરતી અરજી નોંધાવી નહોતી અને કોર્ટમાં પોતાનો પ્રોસિક્યૂટર કે તપાસનીશ અધિકારીને હાજર રાખ્યા નહોતા.
બેંક-ઓફ-બરોડામાં ક્લાર્ક તરીકે જોઈન થઈ, 37 વર્ષ કામ કરી, જનરલ-મેનેજર (International)ની પોસ્ટથી રીટાયર થયા એવા ઈશ્વરભાઈ ચંદુલાલ શાહની વાત સાંભળીએ તેમની પાસેથી.
એમની સાથેની વાતચીતનો એક્સ-રે :
બાળપણ રાંદેરમાં, (હાલ દુબઈમાં), સાત ભાઈઓનું કુટુંબ, તેઓ સૌથી મોટા. પિતાને નાની દુકાન. પ્રાથમિક-અભ્યાસ રાંદેરમાં, ધોરણ-11 સુધી જૈન-ગુરુકુળ, પાલીતાણામાં. ત્યાં બે અઠ્ઠાઈ કરી. દર-મહિને પાલીતાણાનો શત્રુંજય પર્વત ચડતા. એમ.એસ. યુનિવર્સિટી, બરોડામાંથી બી.કોમ. કર્યું. CAની ફર્મ હરિભક્તિ એન્ડ કંપનીમાં થોડો વખત કામ કર્યું. પછી બેંક-ઓફ-બરોડા(BOB)માં ક્લાર્ક તરીકે જોડાયા. બેંકની પરીક્ષા(CAIIB)ઓ આપી, સ્કોટલેન્ડ અને IIM-Aમાં તાલીમ લીધી અને ઘણી પ્રગતિ કરી. બેંકની ટ્રેનિંગ કોલેજમાં 7 વર્ષ કામ કર્યું. બરોડા, ઊંઝા, અમદાવાદ, મુંબઈ, દુબઈ, લંડન, કેન્યા(નૈરોબી), ન્યુયોર્ક, સ્વીત્ઝરલેન્ડ…. ઘણી જગ્યાએ કામ કર્યું. લંડન 6 વર્ષ રહ્યા. 37 વર્ષે બેંકમાંથી નિવૃત્તિ લીધા પછી GLFLમાં 4 વર્ષ કામ કર્યું. પત્ની મીનાબહેને તેમની અને કુટુંબની જવાબદારી ઉપાડી લીધી જેથી ઈશ્વરભાઈએ નિશ્ચિતતાથી કામ કર્યું. અત્યારે દીકરો-વહુ બહુ ધ્યાન રાખે છે.
નિવૃત્તિની પ્રવૃત્તિ :
સવારે નાહી-ધોઈને બે કલાક સેવા-પૂજા કરે, પછી ચાલવા જાય. બગીચામાં પડી ગયા હતા એટલે હમણાં ઘોડીથી ચાલે છે. પાછા આવીને છાપાં-મેગેઝીન વાંચે. જમીને આરામ કરે. 5:00 વાગે ચા-પાણી કરી ફરી ચાલવા જાય. આવીને ધાર્મિક-વાંચન કરે, જૂના ફોટા જુએ. શેર-બજારની માહિતી મેળવે. જરૂર પડ્યે ઘરના કામમાં મદદ કરે. ટીવી જોવાનો બહુ શોખ નથી.
શોખના વિષયો :
છાપાં, મેગેઝીન, ધાર્મિક-પુસ્તકોનું વાંચન કરવું ગમે. શેર-બજારમાં રસ ખરો. જૂના ફોટાઓ જોવા ગમે. પ્રવાસનો શોખ. બેંકના LTCથી દર-વર્ષે વેકેશનમાં, બે કુટુંબો સાથે ફરવા જતાં, આખું ભારત જોઈ લીધું છે. રાંદેરની નાતમાં તેમનું નામ, લોકો સલાહ લેવા આવે. પ્રસંગે ભાષણ કરવું ગમે. લેખનમાં સારી હથોટી, ડ્રાફ્ટિંગ સરસ કરે. હિસાબના પાક્કા.
ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:
તબિયત સારી છે, DEMENTIAને કારણે બધું ભૂલી જવાય છે. આંખો સારી છે પણ કાનની તકલીફ છે. પડી ગયા પછી ચાલવાની થોડી તકલીફ છે.
યાદગાર પ્રસંગ:
ઈરાન-ઈરાક વોર વખતે તેઓ દુબઈ હતા. ત્યારની નાંણાકીય કટોકટીમાં ફક્ત તેમની બેંક નાણાં આપી શકતી! સાંજે બેંક ચાલુ રહેતી, પણ સ્ટાફને ગમે નહીં. ઈશ્વરભાઈએ યુએઈની સેન્ટ્રલ-બેન્ક પાસેથી પરવાનગી લઈ સાંજના બેન્કિંગના કલાકો બંધ કરાવ્યા. સ્ટાફ ખુશ-ખુશ! બીજી બેંકના મેનેજરો ઈશ્વરભાઈની સલાહ લેતા! એક-વાર યાસર અરાફતની કંપનીએ લોન માટે દુબઈ-બ્રાંચને અરજી કરી. કંપનીના ધારા-ધોરણમાં ફીટ ના થતાં ઈશ્વરભાઈએ અરજી રિજેક્ટ કરી. કંપનીએ હેડ-ઓફિસમાં વાત કરી. ઉપરી-અધિકારીનો ઈશ્વરભાઈને ફોન આવ્યો: “લોન મંજૂર કરી દો!” ઇશ્વરભાઈએ હિંમતથી કહ્યું: “તમને યોગ્ય લાગે તો મને લેખિત-ઓર્ડર મોકલો, હું તરત લોન આપી દઈશ!” ક્યારેય લેખિત-ઓર્ડર આવ્યો જ નહીં!
ચેરમેન અને ઉપરી-અધિકારીઓની મીટીંગ હતી. એક અધિકારીએ ઈશ્વરભાઈની નીચેના સ્ટાફને ધમકાવ્યો. ઈશ્વરભાઈએ બહુ શિસ્તથી કીધું: “હું તમને રિપોર્ટ કરું છું, તમે મને ધમકાવી શકો, પણ મારા સ્ટાફને નહીં!” તેમની આવી વર્તણુંકને કારણે નીચેનો સ્ટાફ અને મેનેજમેન્ટ બંને ખુશ રહેતા. બેંક-સ્ટાફે અને યુનિયને તકલીફના સમયે ઘણી મદદ કરી હતી.
નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:
પોતે ઊંચી-પદવી પર હતા, હાથ નીચે મોટો સ્ટાફ એટલે જાતે કોમ્પ્યુટરનો ઉપયોગ નથી કર્યો, પણ ટેકનોલોજી માટે એકદમ પોઝિટિવ! કોમ્પ્યુટર્સનો હજુ બજારમાં પ્રવેશ થતો હતો ત્યારે સૌપ્રથમ તેમણે ગાંધી-રોડ,અમદાવાદની આખી બ્રાન્ચ કોમ્પ્યુટરાઈઝ્ડ કરાવી. એક બાજુ યુનિયનનો વિરોધ, બીજી બાજુ મેનેજમેન્ટનો આગ્રહ. તકલીફો વચ્ચે તેમણે તે કામ સમયસર પતાવ્યું. દુબઈ-બ્રાન્ચમાં પણ ઓફિસ-ઓટોમેશનનાં મોટાં-મોટાં મશીનો તમણે જ લીધાં.
શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?
કામકાજના 42 વર્ષ દરમિયાન, તેઓ અનેક જગ્યાએ ફર્યા છે એટલે તેમને આજે પણ બહુ ફેર લાગતો નથી. તેઓ બે માણસને કે બે સમયને સરખાવતા નથી. કોઈ માણસ ખરાબ નથી, કોઈ સમય ખરાબ નથી. બધા સક્ષમ છે. માણસને અનુકૂળ સમય હોય ત્યારે તે આગળ વધી શકે છે!
આજની પેઢી સાથે સંકળાયેલા છો?
મોટું કુટુંબ, સાત ભાઈઓ,15 ભત્રીજા-ભત્રીજી, એમનાં બાળકો.. કુટુંબના યુવાનો સાથે સારો ઘરોબો છે. પૌત્ર આગમ સાથે બહુ ફાવે! આગમને પણ દાદા માટે બહુ પ્રેમ! દાદાને બાળકો બહુ ગમે, તેમને રમાડે, તેમને ભેટ આપે.
સંદેશો :
કાયદા-વિરુદ્ધ ક્યારેય કામ કરવું નહીં. અને મા-બાપના નામ પર ચરી ખાવું નહીં, પોતાની ઓળખ જાતે ઊભી કરવી!
આજના દિવસમાં તમને થોડો વધુ ઉત્સાહ જોવા મળી શકે છે અને તેમાં પણ તમે વાર્તાલાપમાં સારો સમય પસાર કરીદો તો નવાઈ નહિ, તમારી કોઇ જૂનીઓળખાણ તાજી થાય અને તે મિલનમુલાકાત દરમિયાન જૂનીયાદોના સુખદસ્મરણોથી આનંદની લાગણી તમારામાં વધુ જોવા મળે તેવું બની શકે છે.
તમારા સગાસ્નેહી, જુનાપરિચિત સાથે હરવા-ફરવાના યોગ છે અને તેમાં તમને સારો ઉત્સાહ જોવા મળે તેમજ તમને કોઈ તક મળતા તમારા મનની કોઈવાત પણ ક્યાંક રજુ કરો તેવું બની છે, આરોગ્યબાબત થોડા મોજમસ્તીના મુડમાં હોવાથી કયાંક બેદરકાર પણ બનો, યુવાવર્ગને પસંદગીના કામ થઈ શકે.
નાનીમોટી મુસાફરીના યોગ છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખ્વવું, આકસ્મિકખર્ચા થવાથી તમને મનમાં ખર્ચ થયાનો રંજ રહ્યા કરે, કામકાજ દરમિયાન થોડી અશાંતિનો સામનો કરવો પડે.
લોકોમાં તમારો અલગ પ્રભાવ જોવા મળશે, તેમાંપણ તમારા કામકાજકે વાર્તાલાપ દરમિયાન તમારી વાતને યોગ્યપ્રતિસાદ મળી શકે છે, કઈક લાભની વાત આપલે થઇ શકે છે, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છો અને કોઈની મદદ કરવાની તમારામાં થોડી વૃતિ પણ જાગી શકે છે.
મિત્રો સાથે સમય વધુ ફાળવાય અને કયાંક કોઈકારણસર મુસાફરીના યોગ બની શકે છે, કોઈની પાછળ કોઈ કારણસર આકસ્મિકખર્ચકે ધાર્યા કરતા વધુ ખર્ચા થઇ શકે છે, કોઈજગ્યાએથી મનને ગમતી વાત સંભાળવા મળે અને તેમાં તમારી ખુશીની કોઈ સીમાના રહે તેવું બની છે.
નાનીનાની વાતમાં ગુસ્સો આવી શકે છે માટે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી બને છે, કોઈ મશ્કરી કરેતો વાણીવિલાસના થાય તેનું ધ્યાન રાખવું ઈચ્છાનીય છે, કામકાજમાં તેમજ અંગત વ્યવહારમાં કોઈની સાથે મતભેદના થાય તેની કાળજી રાખવી, વેપારમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.
આજના દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે અને તેના કારણે તમને કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, તમારા કોઈ કામકાજમાં અન્યનો સાથસહકાર અને માર્ગદર્શન પણ સારું મળી શકે છે, કોઈની સાથે થયેલ આકામિક મિલનમુલાકાત આનંદદાયી અને યાદગાર બની રહે તેવું પણ બનવા જોગ છે.
આજે તમે મજાક કરવાની વૃતિમાં જોવા મળો અને તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું વડીલ કે પરિચિત સાથે ફરવાના યોગ પણ બને છે તેમાં તમારા માટે કોઈ લાભકારી વાતચિત થાય અને તેનો તમને ક્યાંક ફાયદો પણ થઈ શકે છે, તમારા અટકેલા કોઈકામ આગળ વધારવાની કોશિશ કરવી સારી.
મુસાફરી દરમિયાન બહુ જૂનીઓળખાણકે યાદતાજી થાય તેવું બને, નજીકના સગાકે પડોસી સાથે વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી જેથી કોઈ બાબતપર કોઈ ગેરસમજ ટાળી શકાય, મનમાંને મનમાં કોઈ વાત રહેલી હોય તેનો ક્યાયક ખુલાસો કરવાની તક મળી શકે છે, વેપારમાં ધીરજ રાખી કામકાજ કરવું યોગ્ય છે.
થોડી માનસિક અશાંતિ રહી શકે છે કારણકે તમને મનમાં કોઈક વાતનો અજંપો પરેશાન કરતો હોય, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, દિવસ દરમિયાન કામમાં એકાગ્રતા રાખવી, વેપારમાં ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું ઇચ્છનીય છે.
ધાર્મિકસ્થળની મુલાકાત થઈ શકે છે, સંતાન સાથે વાર્તાલાપકે ખરીદી કરવાના યોગ બની શકે છે, આજે પોતાની પસંદગીની કોઈવાત સંભાળવા મળે તેમાં તમને ખુશીની લાગણી અનુભવાય અને તમને કોઈ સારા કામમાટેની ઈચ્છા થાય અને તમારા મનના રહેલા દુખ ભુલાઈ જાય.
તમને કોઈનો સાથ સહકાર મળે જેણે કારણે તમે થોડા ઉત્સાહી બનો અને જુનાઅટકેલા કામ બાબત કોઈ વાત આગળ વધે તેવા સંજોગ બની શકે છે, તમારામાં રહેલી લાગણીની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થવાથી તમારામાં થોડી પરોપકારી વૃતિ પણ જાગે તેવા સંજોગો બની શકે છે, આનંદમય દિવસ બની શકે છે.
ઈશ્વર તમારા અસ્તિત્વનું કેન્દ્ર છે. ઈશ્વરને સ્વરૂપહીન/અરુપ જોવા અઘરું છે અને કોઈ સ્વરૂપ તરીકે જોવા એ પણ અઘરું છે. સ્વરૂપહીન સાવ અમૂર્ત લાગે અને કોઈ સ્વરૂપમાં ઈશ્વર ખૂબ મર્યાદિત લાગે. આથી કેટલાક લોકો નાસ્તિક રહેવાનું પસંદ કરે છે.
નાસ્તિકતા એ વાસ્તવિકતા નથી;એ સગવડીયું છે. જ્યારે તમારામાં જાણવાની જીજ્ઞાસા હોય કે સત્યની શોધ કરતા હોવ તો નાસ્તિકતા ટકી શકતી નથી. જો જાણવાની જીજ્ઞાસા હોય તો જે વસ્તુને તમે ખોટી સાબિત નથી કરી તેને તમે નકારી ના શકો. નાસ્તિક વ્યક્તિ ઈશ્વર નથી એવું સાબિત કર્યા વગર તેમના અસ્તિત્વને નકારે છે. ઈશ્વરના અસ્તિત્વને નકારવા માટે તમારામાં અઢળક જ્ઞાન હોવું જોઈએ. જો તમારામાં અઢળક જ્ઞાન હોય તો તમે ઈશ્વર નથી એવું સાબિત કરી શકતા નથી! જો કોઈ વ્યક્તિ એમ કહેતી હોય કે અમુક વસ્તુનું અસ્તિત્વ નથી તો તેને આખા વિશ્વનું જ્ઞાન હોવું જોઈએ. આમ,તમે 100% નાસ્તિક નથી થઈ શકતા. નાસ્તિક એટલે ઈશ્વરમાં માનવા વાળી વ્યક્તિ જે નિદ્રામાં છે!હકીકતમાં નાસ્તિક એટલે વ્યક્તિ જેનામાં ઈશ્વર માટે કોઈ પરિકલ્પના છે!
કોઈ વ્યક્તિ એમ કહેતી હોય કે, “હું કશામાં માનતી નથી”, તો એ પોતાનામાં માનતા હોવા જોઈએ–એટલે કે તે પોતાને માને છે અને આ બાબતે તે જાગૃત પણ નથી! કોઈ નાસ્તિક ક્યારેય સન્નિષ્ઠ ના હોઈ શકે કારણ કે સન્નિષ્ઠતા ગહેરાઈ માંગે છે- અને તે ગહેરાઈમાં જવા તૈયાર નથી. જો તે વધુ ને વધુ ગહેરાઈમાં જાય તો તેને ખાલીપણું મળે છે,બધી શક્યતાઓવાળું એક ક્ષેત્ર–તેણે સ્વીકારવું પડે કે એવા ઘણા રહસ્યો છે જેના વિશે તે જાણતો નથી. પછી તેણે પોતાની અજ્ઞાનતા સ્વીકારવી પડે,જે કરવા તે તૈયાર નથી હોતો કારણ કે જે ક્ષણે તે સન્નિષ્ઠ બને તે ક્ષણથી તે પોતાના નાસ્તિકપણાં વિશે ગંભીરતાથી સંશય કરવા માંડે. નાસ્તિક સંશય વગરનો હોય એવું શક્ય નથી! આમ,તમે સન્નિષ્ઠ અને સંશયમુક્ત હોવ એવા નાસ્તિક ક્યારેય ના હોઈ શકો. તમે તમારા પોતાના સ્વરૂપનો અનુભવ કરવા માંડો છો અને તમને પ્રતીતિ થાય છે કે તમે હકીકતમાં સ્વરૂપહીન,ખાલી અને પોલા છો. અને તમારામાં આ અમૂર્પતણું વધુને વધુ દ્રઢ થતું જાય છે!
જ્યારે નાસ્તિકને પોતાની અજ્ઞાનતાનું ભાન થાય છે ત્યારે તે ગુરુ પાસે આવે છે. ગુરુ અમૂર્પતપણાને વધારે વાસ્તવિક બનાવે છે અને તમે જેને નક્કર માનતા હતા તે વધારે અવાસ્તવિક જણાય છે.તમારામાં સંવેદનશીલતા અને સૂક્ષ્મતા ઉદ્ભવે છે. પ્રેમની સમજ એક લાગણી તરીકે નહીં પરંતુ અસ્તિત્વના પોષક તરીકે સ્પષ્ટ થાય છે. અરુપ ચેતના સર્જનના દરેક સ્વરૂપ થકી પ્રકાશમય જણાય છે તથા જીવનનું રહસ્ય વધારે ગહેરું થાય છે જેને લીધે નાસ્તિકતા નષ્ટ થાય છે.ત્યાર બાદ યાત્રા શરુ થાય છે જેની ચાર અવસ્થાઓ હોય છે.
પહેલી અવસ્થા છે સારુપ્ય (સ્વરૂપમાં અરુપતા જોવી ) એટલે કે તમામ સ્વરૂપોમાં ઈશ્વરના દર્શન કરવા. ઘણીવાર વ્યક્તિને ઈશ્વરને અમુક સ્વરૂપ કરતાં અરુપ તરીકે જોવાનું વધારે અનુકૂળ પડે છે કારણ કે સ્વરૂપને લીધે વ્યક્તિને કંઈક અંતર,દ્વંદ્વતા,અસ્વીકારનો ડર અને અન્ય મર્યાદાઓ લાગે છે. જીવનમાં ગહેરી નિદ્રા તથા સમાધિ સિવાય આપણા તમામ આદાનપ્રદાન કોઈ સ્વરૂપ સાથે હોય છે. જો તમે કોઈ સ્વરૂપમાં ઈશ્વરને જોઈ શકતા નથી તો જીવનની જાગૃત અવસ્થા ઈશ્વરથી વંચિત રહી જાય છે.જે લોકો ઈશ્વરને અરુપ તરીકે સ્વીકારે છે તેઓ ચિહ્નોનો ઉપયોગ કરે છે અને કદાચ ઈશ્વર કરતાં પણ ચિહ્નોને વધારે પ્રેમ કરે છે!જો ઈશ્વર પ્રગટ થઈને કોઈ ખ્રિસ્તીને ક્રોસ કે મુસ્લિમને અર્ધચંદ્ર છોડી દેવાનું કહે તો કદાચ તે તેમ નહીં કરે!શરુઆતમાં અરુપને સ્વરૂપ થકી જ પ્રેમ કરી શકાય છે.
બીજી અવસ્થા છે સામીપ્ય (નજીક હોવું) એટલે કે તમને પસંદ છે તે સ્વરૂપની એકદમ નજીક હોવાનો અનુભવ કરવો અને અંતે અરુપ સુધી પહોંચવું. આ અવસ્થા સમસ્ત સર્જન સાથે આત્મિયતાનો ભાવ જન્માવે છે. આ અવસ્થામાં અસ્વીકારનો અને અન્ય ડર રહેતા નથી. પરંતુ આ અવસ્થા સમય અને સ્થળ સાથે સંકળાયેલી છે.
ત્રીજી અવસ્થા છે સાનિધ્ય- ઈશ્વરના અસ્તિત્વનો અનુભવ કરવો જેનાથી તમે સમય અને સ્થળની મર્યાદાઓથી ઉપર ઊઠો છો.પછી અંતિમ અવસ્થા છે સાયુજ્ય,એટલે કે જ્યારે તમે ઈશ્વર સાથે અતુટ રીતે જોડાયા હોવ છો. હવે તમને લાગે છે કે તમે ઈશ્વર સાથે એકદમ જોડાયેલા છો. એમની સાથે સંપૂર્ણ એકરૂપ થઈ જવાની આ અવસ્થા છે અને દ્વૈત અદ્રશ્ય થઈ જાય છે. તમારા ઈશ્વરની સંભાળ રાખો!સંશય,અંધશ્રદ્ધા અને અજ્ઞાનતા તમારા મનમાં રહેલા નાસ્તિકો છે.
(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)