Home Blog Page 2812

અવધેશ રાય હત્યા કેસમાં મુખ્તાર અંસારીને આજીવન કેદની સજા, એક લાખનો દંડ

વારાણસીની સાંસદ-ધારાસભ્ય કોર્ટે મુખ્તાર અંસારીને આજીવન કેદની સજા સંભળાવી છે. સોમવારે સાંસદ-ધારાસભ્ય કોર્ટે વારાણસીના 32 વર્ષ જૂના કેસમાં પોતાનો ચુકાદો આપ્યો છે. વારાણસી કોર્ટે સોમવારે અવધેશ રાય હત્યા કેસમાં આ ચુકાદો આપ્યો હતો, જેની સાથે કોર્ટે એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.


અવધેશ રાય હત્યા કેસમાં વારાણસીના MP MLA કોર્ટે સોમવારે તેમને દોષિત ઠેરવ્યા છે. કોર્ટે બપોર બાદ આ કેસમાં સજાની જાહેરાત કરી હતી. હત્યા કેસમાં દોષિત મુખ્તાર અંસારીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. આ સાથે કોર્ટે પૂર્વ ધારાસભ્યને એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. મુખ્તાર અંસારીને આઈપીસી 302, 32 વર્ષ જૂના કેસ હેઠળ આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.


અવધેશ રાયની 3 ઓગસ્ટ 1991ના રોજ હત્યા કરવામાં આવી હતી. ત્યારે અવધેશ રાજ પોતાના નાના ભાઈ અને હાલના કોંગ્રેસી નેતા અજય રાયના ઘરની બહાર ઉભા હતા. તે જ સમયે એક મારુતિ વાન ત્યાં આવી અને ઘણા લોકો તે વેનમાંથી બહાર નીકળી ગયા. તે લોકોએ અવધેશ રાય પર ગોળીબાર કર્યો હતો. ગોળીબારના અવાજથી આસપાસનો આખો વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો.


અજય રાયે શું કહ્યું?

તે જ સમયે, કોર્ટનો નિર્ણય આવે તે પહેલા, સ્વર્ગસ્થ અવધેશ રાયના નાના ભાઈ અને કોંગ્રેસ નેતા અજય રાયે કહ્યું, “તેમની 32 વર્ષની રાહ આજે સમાપ્ત થઈ રહી છે અને તેમને આશા છે કે તેમને ન્યાય મળશે.” વારાણસીના ચેતગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના લહુરાબીર વિસ્તારમાં કોંગ્રેસ નેતા અવધેશ રાયની હત્યા કરવામાં આવી હતી.

તે દિવસે સવારે હળવો વરસાદ વરસી રહ્યો હતો. મારુતિ વાનમાંથી આવતા લોકોના ગોળીબારમાં અવધેશ રાય ઘાયલ થયો હતો, ત્યારબાદ તેને નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યું હતું. આ મામલામાં પૂર્વ ધારાસભ્ય અબ્દુલ કલામ સહિત મુખ્તાર અંસારી, ભીમ સિંહ, કમલેશ સિંહ, રાકેશ વિરુદ્ધ ચેતગંજ પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી હતી.

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૦૫ જૂન, ૨૦૨૩

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૦૫ જૂન, ૨૦૨૩

મહેમદાવાદનું સિદ્ધિવિનાયક મંદિર બન્યું એશિયાનું સૌથી મોટું ગણપતિ મંદિર

ગુજરાતના જાણીતા સુપ્રસિદ્ધ સિદ્ધિવાનાયક મંદિર હવે એશિયાના સૌથી મોટો મંદિરની સિદ્ધિ મેળવી છે. અમદાવાદથી લગભગ 30 કિમી દૂર મહેમદાવાદની વાત્રક નદીને કાંઠે આવેલા સિદ્ધિવિનાયક મંદિરે એશિયા બુક ઓફ રેકોર્ડ અને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળ્યું છે.

મહેમદાવાદમાં આવેલે સિદ્ધિવિનાયક મંદિરનો વિસ્તાર 6 લાખ વર્ગફૂટમાં ફેલાયેલો છે. જયારે તેની લંબાઇ 121 ફૂટ  અને ઉંચાઇ 71 ફૂટ છે. ઉલ્લેખનીય છે કે મંદિરમાં લોખંડ અને સિમેન્ટનો કોઇ પણ જગ્યાે ઉપયોગ કરવામાં આવ્યો નથી.

મંદિરની ડિઝાઇન ઓસ્ટ્રેલિયન ટેકનલોજીનો ઉપયોગ કરીને તૈયાર કરવામા આવી છે. મંદિરની ખાસ વાતએ છે કે તેની ઊંચાઇ પાંચ માળ સુધીની છે. એટલે કે પાંચમાળનું મંદિક છે. આમ તો સમગ્ર ભારત અને દેશ બહાર પણ આ સિદ્ધિવિનાયક મંદિર ખ્યાતી પામેલું છે ત્યારે હવે આ મંદિર એશિયાનું સૌથી મોટું ગણપતિ મંદિર બની ગયું છે. રવિવારે મંદિરના પરિસરમાં આ ખિતાબ એનાયત કરાયો હતો. જેની ખુશીમાં મંદિરમાં 51 કિલો લાડુની પ્રસાદી બનાવવામાં આવી હતી.

નોંધનીય છે કે મહેમદાવાદની વાત્રક નદીના કાંઠે આવેલા સિદ્ધિવિનાયક મંદિરના નિમાર્ણમાં અંદાજે 14 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. એટલુ જ નહીં જમીનની અંદર લગભગ 20 ફૂટ નીચે શિલાનો પાયો નાંખવામાં આવ્યો છે. અને માત્ર એક જ શિલા પર મંદિર ઉભુ કરવામાં આવ્યું છે. આ મંદિરમાં વિશ્વના અન્ય 10 જેટલા દેશોમાં સ્થાપિત ગણેશજીની પ્રતિકૃતિઓ પણ સ્થાપિત કરવામાં આવી છે. મહેમદાવાદમાં બિરાજમાન ગણપતિ દાદાની મૂર્તિ મુંબઇના જાણીતા સિદ્ધિવિનાયક મંદિરની મૂર્તિ જેવી જ છે. ગુજરાતભરમાંથી લોકો બાપ્પાના દર્શન કરવા આવે છે. મંગળવાર, રવિવાર અને ગણેશ ચોથના દિવસે અંદાજે દસ હજાર જેટલા ભાવિકો બાપ્પાના દર્શન કરે છે.

લિકર પોલિસી કેસ: દિલ્હી હાઈકોર્ટે મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવી

મનીષ સિસોદિયાને દિલ્હી હાઈકોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે તેની જામીન અરજી ફગાવી દીધી છે. મનીષ સિસોદિયાએ દિલ્હી હાઈકોર્ટમાં 6 અઠવાડિયા માટે વચગાળાના જામીનની માંગણી કરી હતી, જેને હાઈકોર્ટે ફગાવી દીધી છે. આ અંગે ટિપ્પણી કરતા કોર્ટે કહ્યું કે મનીષ સિસોદિયા જે પદ પર છે, એવી સંભાવના છે કે તે સાક્ષીઓ અને પુરાવાઓને પ્રભાવિત કરી શકે છે. દિલ્હી હાઈકોર્ટે સોમવારે કથિત એક્સાઈઝ પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાની છ સપ્તાહની વચગાળાની જામીન અરજી પર પોતાનો આદેશ સંભળાવ્યો.


મનીષ સિસોદિયાએ વચગાળાના જામીન માંગ્યા હતા

જસ્ટિસ દિનેશ કુમાર શર્માની કોર્ટે વચગાળાની જામીન અરજી પર પોતાનો ચુકાદો આપ્યો હતો. દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાને આ આધાર પર વચગાળાના જામીન માંગ્યા હતા કે તેઓ તેમની બીમાર પત્નીના એકમાત્ર કેરટેકર છે. આ કેસમાં નિયમિત જામીન માટે સિસોદિયાની અરજી હાઈકોર્ટ સમક્ષ પેન્ડિંગ છે.


સિસોદિયા તિહાર જેલમાં બંધ છે

આ કેસમાં 9 માર્ચે ધરપકડ કરાયેલા સિસોદિયા તિહાર જેલમાં બંધ છે. દિલ્હી હાઈકોર્ટે શનિવારે સિસોદિયાની છ સપ્તાહની વચગાળાની જામીન અરજી પરનો આદેશ અનામત રાખ્યો હતો અને સિસોદિયાની પત્ની સીમાની તબિયત અંગે એલએનજેપી હોસ્પિટલ પાસેથી રિપોર્ટ માંગ્યો હતો.

સિસોદિયા શનિવારે પત્નીને મળવા પહોંચ્યા હતા

હાઈકોર્ટની પરવાનગી મળ્યા બાદ મનીષ સિસોદિયા શનિવારે તિહાર જેલમાંથી તેમની બીમાર પત્નીને મળવા માટે તેમના ઘરે પહોંચ્યા હતા, પરંતુ બંને મળી શક્યા ન હતા. આમ આદમી પાર્ટી (AAP)ના સૂત્રોએ જણાવ્યું કે, બગડતી તબિયતને કારણે સિસોદિયાની પત્નીને હોસ્પિટલમાં લઈ જવી પડી, જેના કારણે બંનેની મુલાકાત થઈ શકી નહીં. બાદમાં સિસોદિયા પોતાના ઘરેથી તિહાર જેલમાં પરત ફર્યા હતા. જસ્ટિસ દિનેશ કુમાર શર્માએ તિહાર જેલના સુપરિન્ટેન્ડેન્ટને સિસોદિયાને તેમના નિવાસસ્થાને લઈ જવાનો નિર્દેશ આપ્યો હતો, જ્યાં તેમને સવારે 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી તેમની પત્નીને મળવા દેવામાં આવશે.

યૂરોપભરમાં ડ્રગ્સ માફિયાઓ પર તવાઈ; ઈટાલી, બેલ્જિયમ, જર્મનીમાં 25ની ધરપકડ

રોમઃ એનડ્રેન્ઘેટા માફિયા નામક સંગઠન દ્વારા કથિતપણે કેફી દ્રવ્યોની દાણચોરીની ગેરપ્રવૃત્તિઓમાં સંડોવાયેલી એક ટોળકીનો પર્દાફાશ કરવાના ઉદ્દેશ્ય સાથે આખા યૂરોપ ખંડમાં સત્તાવાળાઓએ દરોડા પાડ્યા છે અને તેના સંબંધમાં ઈટાલી, બેલ્જિયમ અને જર્મનીમાં 25 જણની ધરપકડ પણ કરી છે.

ઈટાલીની પોલીસે આજે જણાવ્યું છે કે, એનડ્રેન્ઘેટા માફિયા સંગઠન ઈટાલીના કાલાબ્રિઆ પ્રાંતમાંથી એની નઠારી પ્રવૃત્તિઓ ચલાવે છે. જર્મનીમાં પણ તેનો મોટો અડ્ડો છે. તેણે કાલાબ્રિઆમાં મોકલવામાં આવેલા કોકેન, હેરોઈન અને હશીશ જેવી ડ્રગ્સનો મોટો જથ્થો આયાત કર્યો હતો. જે 25 જણની ધરપકડ કરવામાં આવી છે તેઓ ક્રિમિનલ ષડયંત્ર ઘડવા અને કેફી પદાર્થોની દાણચોરી સહિત અનેક ગુનાઓના આરોપી છે. તેમની 44 લાખથી વધારે ડોલરની કિંમતની સંપત્તિ કબજે કરવામાં આવી છે, જેમાં રિયલ એસ્ટેટ, જમીન અને બિઝનેસનો સમાવેશ થાય છે.

અવધેશ રાય હત્યાકાંડમાં ગેન્ગસ્ટર મુખ્તાર અન્સારીને આજીવન કેદ

વારાણસીઃ અવધેશરાય હત્યાકાંડ મામલામાં માફિયા મુખ્તાર અન્સારીને વારાણસીની MP-MLA કોર્ટે આજીવન કેદની સજા સંભળવાની છે. કોર્ટે તેમના પર રૂ. એક લાખનો દંડ પણ ફટકાર્યો છે. ત્રીજી ઓગસ્ટ, 1991એ કોંગ્રેસ નેતા અને ભૂતપૂર્વ વિધાનસભ્ય અજય રાયના ભાઈ અવધેશ રાયની ઘરની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મુખ્તાર અન્સારીએ જ્યારે આ ઘટનાને અન્જામ આપ્યો, ત્યારે તેઓ વિધાનસભ્ય નહોતા. આ હત્યા પોલીસ સ્ટેશનથી માત્ર 50 મીટરના અંતરે બપોરે એક કલાકે ધોળેદહાડે કરવામાં આવી હતી. આ હત્યા પછી વિસ્તારમાં ભયનો માહોલ હતો.

32 વર્ષ પહેલાં ચર્ચિત અવધેશ રાય હત્યાકાંડનો મામલો દેશભરમાં ખૂબ ચગ્યો હતો. હથિયારબંધ હુમલાખોરોએ અંધાધૂંધ ફાયરિંગ કરીને અવધેશ રાયને મોતને ઘાટ ઊતાર્યા હતા. મૃતકના ભાઈ અને ભૂતપૂર્વ વિધાનસભ્ય અજય રાયે મુખ્તાર અન્સારી, ભૂતપૂર્વ વિધાનસભ્ય અબ્દુલ કલામ, રાકેશ સહિત પાંચ લોકોની સામે કેસ નોંધાવ્યો હતો. ત્યાર બાદ એની તપાસ CBCIDને સોંપવામાં આવી હતી. આ કેસની સુનાવણી દરમ્યાન જૂન, 2022એ માલૂમ પડ્યું હતું કે આ મામલાની કેસની ડાયરી ગાયબ થઈ ગઈ છે.

આ કોર્ટનો ચુકાદો આવ્યા પછી અજય રાયે કહ્યું હતું કે હું ઘણા સમયથી ચુકાદાની રાહ જોઈ રહ્યો હતો. આ લાંબી લડતમાં સચ્ચાઈની જીત થઈ છે. એના માટે કોર્ટનો હું આભાર વ્યક્ત કરું છું. તેમણે તેમના જીવને જોખમ હોવાની વાત કરી હતી અને સરકાર પાસેથી સુરક્ષાની માગ કરી હતી, પણ તેમને પર્યાપ્ત સુરક્ષા નહોતી આપવામાં આવી.

 

 

 

 

NIRF દ્વારા શ્રેષ્ઠ સંસ્થાનો દરજ્જો IIMAને અપાયો

અમદાવાદઃ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIMA)એ સતત ચોથા વર્ષે શ્રેષ્ઠ વૈશ્વિક મેનેજમેન્ટ સંસ્થાનો દરજ્જો જાળવી રાખ્યો છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ રેન્કિંગ ફ્રેમવર્ક (NIRF) દ્વારા આજે જાહેર કરવામાં આવેલા રેન્કિંગમાં સતત ચોથા વર્ષે અગ્રણી ભારતીય મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટનું સ્થાન જાળવી રાખ્યું છે.

(શિક્ષણ મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી ડો. રાજકુમાર રંજન સિંહ પાસેથી NIRF રેન્કિંગ 2023નો એવોર્ડ સ્વીકાર કરતાં IIMAના ડિરેક્ટર પ્રોફેસર ભરત ભાસ્કર. તેમની સાથે વિદેશ રાજ્ય મંત્રી અને શિક્ષણ મંત્રાલયના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા).

આ પહેલા ક્રમાંકની જીત અંગે ખુશી વ્યક્ત કરતાં IIMAના ડિરેક્ટર પ્રોફેસર ભરત ભાસ્કરે જણાવ્યું હતું કે અમને શિક્ષણ મંત્રાલયની NIRF 2023 રેન્કિંગ દ્વારા દેશમાં સૌથી શ્રેષ્ઠ મેનેજમેન્ટ સંસ્થા તરીકે પહેલો ક્રમાંક આપવામાં આવતાં આનંદ થઈ રહ્યો છે. NIRF દ્વારા આપવામાં આવેલી આ માન્યતા IIMAને વિશ્વની શ્રેષ્ઠ શિક્ષણ સંસ્થા છે, એ દર્શાવે છે, જેનો વાર્ષિક ધોરણે અમારા વિદ્યાર્થીઓના અથાગ પ્રયાસોની સાથે-સાથે વેપાર અને જાહેર નીતિ પર મહત્ત્વ પર અસર છે. એ અમારી દરેક પહેલમાં ઉત્કૃષ્ટતાના ઊંચા માપદંડોને જાળવી રાખવાના અમારા સંકલ્પને વધુ દ્રઢ કરતા દેશના વિકાસમાં સાર્થક યોગદાન આપવાની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે.  

કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા NIRF રેન્કિંગ વાર્ષિક ધોરણે હાથ ધરવામાં આવે છે, જેમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓનું મૂલ્યાંકન વિવિધ માપદંડો જેમ કે શિક્ષણ, સંસાધનો, ગ્રેજ્યુએશન પરિણામો અને દ્રષ્ટિકોણથી મૂલ્યાંકન કરે છે. વર્ષ 2016માં રેન્કિંગ શરૂ થયા પછી IIMAએ 2017, 2018 અને 2020માં પણ પહેલા ક્રમાંકે હતી.

 

 

 

 

સાક્ષી મલિક રેલવેની નોકરીમાં પાછી ફરી, પણ આંદોલન છોડ્યું નથી

નવી દિલ્હીઃ ઓલિમ્પિક મેડલવિજેતા કુસ્તીબાજ સાક્ષી મલિક ભારતીય રેલવેમાં તેની ફરજ પર પાછી ફરી છે અને પોતે કુસ્તીબાજોનાં આંદોલનમાંથી હટી ગઈ છે એવા અહેવાલોને તેણે રદિયો આપ્યો છે. અખબારી અહેવાલો અનુસાર, સાક્ષી ઉત્તરીય રેલવેમાં તેની નોકરી પર પાછી ફરી છે. એવી જ રીતે, અન્ય મહિલા પહેલવાનો – વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા પણ એમની નોકરીમાં પાછાં ફર્યાં છે. સાક્ષી મલિકે એક નિવેદનમાં કહ્યું છે કે, હું આંદોલનમાંથી હટી ગઈ હોવાના અહેવાલો સાવ ખોટા છે. ન્યાયના જંગમાં અમારામાંથી પાછું હટ્યું નથી અને હટશે પણ નહીં. સત્યાગ્રહ સાથે હું મારી જવાબદારી પણ નિભાવી રહી છું. ન્યાય મળે ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહેશે.

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના વડા અને ઉત્તર પ્રદેશના કૈસરગંજમાં ભાજપના સંસદસભ્ય બ્રિજભૂષણ સિંહ સામે પહેલવાનોએ લૈંગિક શોષણનો આરોપ મૂક્યો છે અને તેમનું રાજીનામું લેવામાં આવે તથા એમની ધરપકડ કરવામાં આવે એવી માગણી સાથે છેલ્લા દોઢ મહિનાથી નવી દિલ્હીમાં આંદોલન પર છે. બ્રિજભૂષણ સિંહ છ વખત સંસદસભ્ય તરીકે ચૂંટાયા છે. એક વાર સમાજવાદી પાર્ટીની ટિકિટ પર અને પાંચ વાર ભાજપની ટિકિટ પર.

પહેલવાનો ગયા શનિવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને દિલ્હીમાં એમના સત્તાવાર નિવાસસ્થાને જઈને મળ્યાં હતાં. શાહે એમને કહ્યું હતું કે કાયદાને એનું કામ કરવા દો. સાક્ષી મલિકનાં પતિ અને પહેલવાન સત્યવ્રત કાદિયાને કહ્યું કે, ગૃહ પ્રધાન તરફથી અમને અપેક્ષિત પ્રતિસાદ મળ્યો નથી.

હેલ્મેટ પહેરવા માટે WTCની ફાઇનલમાં દેખાશે નવા નિયમ

લંડનઃ સાત જૂનથી ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ રમાશે. આ મેચમાં અનેક નવા નિયમો જોવા મળશે. જોકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ નવા નિયમ પહેલી જૂનથી લાગુ થશે. આ ફાઇનલ પહેલાં ઇન્ટરનેશનલ ક્રિકેટના નિયમોમાં ત્રણ મોટા ફેરફાર થયા છે, જે ભારત-ઓસ્ટ્રેલિયાની વચ્ચે ફાઇનલ મેચમાં જોવા મળશે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સોફ્ટ સિગ્નલ હંમેશાં ચર્ચાનો વિષય રહ્યો છે. સોફ્ટ સિગ્નલ પર ક્રિકેટરોની સાથે-સાથે ફેન્સ અને ભૂતપૂર્વ ક્રિકેટરો પણ સલાહ આપતા રહે છે, પણ હવે સોફ્ટ સિગનલથી જોડાયેલા નિયમ બદલાઈ ગયા છે. હવે અમ્પાયરોને પોતાના નિર્ણય માટે ત્રીજા અમ્પાયરને રેફર કરવા માટે સોફ્ટ સિગ્નલની જરૂર નહીં પડે.

 આ સિવાય ICCએ એક વધુ ફેરફાર કર્યો છે. વાસ્તવમાં હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં હેલ્મેટની સુરક્ષા પહેલી જૂનથી ફરજિયાત કરી દેવામાં આવી છે.  

ત્રણ નવા નિયમો

  • ઝડપી બોલરોનો સામનો કરતી વખતે બેટ્સમેને હેલ્મેટ પહેરવી ફરજિયાત છે.
  • ઝડપી બોલરોની સામે સ્ટમ્પ પાસે કીપિંગ કરતા વિકેટકીપરે હેલ્મેટ પહેરવી ફરજિયાત છે.
  • વિકેટની સામે બેટ્સમેનની નજીક ફિલ્ડિંગ કરતા ફિલ્ડરે હેલ્મેટ પહેરવી ફરજિયાત છે.

 

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં ટીમ ઇન્ડિયાની સામે કાંગારુઓનો પડકાર હશે. બંને ટીમો સાત જૂને ઓવલમાં સામસામે હશે. ટીમ ઇન્ડિયા સતતત બીજી વાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હશે. આ પહેલાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ન્યુ ઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

 

 

 

 

 

 

અભિનેત્રી મૌની રોયે અંધેરી (મુંબઈ)માં શરૂ કરી રેસ્ટોરન્ટ – ‘બદમાશ’

બોલીવુડ અભિનેત્રી મૌની રોયે મુંબઈના અંધેરી વેસ્ટમાં ન્યૂ લિન્ક રોડ પર સિટી મોલની સામે તેની નવી રેસ્ટોરન્ટ શરૂ કરી છે જેનું તેણે નામ રાખ્યું છે ‘બદમાશ’. આ રેસ્ટોરન્ટનું 4 જૂન, રવિવારે સાંજે મિડિયાકર્મીઓ સમક્ષ ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આયોજિત પાર્ટીમાં દિશા પટની, તેજસ્વી પ્રકાશ અને કરણ કુંદ્રા, મંદિરા બેદી, અંકિતા લોખંડે અને તેનો પતિ વિકી જૈન, વિદ્યા માલવડે, રેમો ડીસોઝા, કરણ ઠાકર, ઝુબિન નૌટિયાલ, નેહા મલિક વગેરે જેવા કલાકારોએ હાજરી આપી હતી.

મૌની રોય

અંકિતા લોખંડે અને વિકી જૈન

રેમો ડિસોઝા

મંદિરા બેદી

દિશા પટની
દિશા પટની

સુનીલ ગ્રોવર

(તસવીરો અને વિડિયોઃ માનસ સોમપુરા)