Home Blog Page 2817

PM મોદી ટ્રેન દુર્ઘટના સ્થળેથી લગાવ્યો ફોન, સ્વાસ્થ્ય સુવિધાઓને લઈને આપ્યા નિર્દેશ

  • ઓડિશામાં ગમખ્વાર ટ્રેન અકસ્માત
  • અકસ્માતમાં 260 લોકોના મોત થયા
  • PM મોદી ઘટના સ્થળે પહોંચ્યા

ઓડિશામાં ગમખ્વાર ટ્રેન અકસ્માત સર્જાયો હતો. જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે તો 900થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનાના પગલે સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો છે. ત્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે ઘટના સ્થળે પહોંચ્યા હતા. પીએમ મોદી ઓડિશાના બાલાસોર ટ્રેન દુર્ઘટના સ્થળ પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘટના સ્થળે પહોંચી સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. PM મોદી જ્યારે ટ્રેન દુર્ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે તેઓ ફોન પર કોઈની સાથે વાત કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન તે ફોન પર કોઈને નિર્દેશ આપતા જોવા મળ્યા હતા. એવું જાણવા મળ્યું છે કે પીએમ મોદીએ ઘટનાસ્થળેથી જ સીધો દિલ્હી ફોન ડાયલ કર્યો હતો. વડા પ્રધાને તેમના કેબિનેટ સચિવ અને આરોગ્ય પ્રધાન સાથે ફોન પર વાત કરી અને મહત્વપૂર્ણ સૂચનાઓ આપી હતી.


PM મોદીએ ફોન પર શું કહ્યું?

જાણવા મળ્યું છે કે પીએમ મોદીએ ટ્રેન દુર્ઘટના સ્થળેથી કેબિનેટ સચિવ અને સ્વાસ્થ્ય મંત્રી સાથે ફોન પર વાત કરી છે. તેમણે કેબિનેટ સચિવ અને આરોગ્ય પ્રધાનને ઘાયલો અને તેમના પરિવારોને તમામ જરૂરી સહાય પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે શોકગ્રસ્ત પરિવારોને અસુવિધાનો સામનો કરવો ન પડે અને અસરગ્રસ્તોને જરૂરી સહાય મળતી રહે તેની ખાસ કાળજી લેવી જોઈએ.


PM મોદીએ આપ્યો ‘સંપૂર્ણ સરકાર’નો અભિગમ

એવું જાણવા મળ્યું છે કે પીએમ મોદીએ અકસ્માત સ્થળે ચાલી રહેલા રાહત કાર્યની સમીક્ષા કરી હતી. તેમણે સ્થાનિક અધિકારીઓ, આપત્તિ રાહત દળોના કર્મચારીઓ અને રેલવે અધિકારીઓ સાથે વાતચીત કરી. આ દરમિયાન વડા પ્રધાને આ આપત્તિનો સામનો કરવા માટે ‘સંપૂર્ણ સરકાર’ અભિગમ પર ભાર મૂક્યો હતો.


આ રીતે થયો ટ્રેન અકસ્માત

બાલાસોરમાં ઘટનાસ્થળ પર રેલ્વે મંત્રી અને અધિકારીઓએ આજે ​​વડાપ્રધાન મોદીને અકસ્માતનો અહેવાલ સુપરત કર્યો હતો. આ અહેવાલ મુજબ કોરોમંડલ એક્સપ્રેસ અપ લાઇન પર આવી રહી હતી. કોરોમંડલ એક્સપ્રેસનો ટ્રેક બદલવામાં આવ્યો હતો અને તે લૂપ લાઇન પર આવી હતી. ગુડ્સ ટ્રેન પહેલેથી જ લૂપ લાઇન પર ઊભી હતી. કોરોમંડલ એક્સપ્રેસ ગુડ્સ ટ્રેન સાથે અથડાઈ હતી અને તેની 21 બોગી પાટા પરથી ઉતરી ગઈ હતી. કોરોમંડલના 3 ડબ્બા માલગાડી પર ચડી ગયા હતા. ડાઉન લાઈનમાં 3 બોગી પાટા પરથી ઉતરી ગઈ હતી. તે જ સમયે ડાઉન લાઇન પર યશવંતપુર-હાવડા એક્સપ્રેસ પસાર થઈ રહી હતી. યશવંતપુર-હાવડા એક્સપ્રેસ લગભગ રવાના થઈ ગઈ હતી તેની સાથે પણ ટક્કર થતા છેલ્લી બે બોગી પાટા પરથી ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં લગભગ 260 લોકોના મોત થયા છે.

PM મોદી ટ્રેન દુર્ઘટનામાં ઘાયલોને મળ્યા, કહ્યું- દોષિતોને છોડવામાં નહીં આવે

બાલાસોર ટ્રેન અકસ્માતઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના સ્થળે પહોંચ્યા હતા. શુક્રવારે રાત્રે અહીં એક ભયાનક ટ્રેન દુર્ઘટના બની હતી, જેમાં અત્યાર સુધીમાં 260થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. વડાપ્રધાન મોદીએ સૌપ્રથમ ટ્રેન દુર્ઘટના સ્થળ પર જઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ત્યારબાદ તેઓ બાલાસોર મેડિકલ કોલેજમાં ઘાયલોને મળ્યા. પીએમ મોદીએ કહ્યું કે આ ઘટના હેરાન કરનારી છે. અકસ્માત માટે જવાબદારોને બક્ષવામાં આવશે નહીં. પીએમ મોદીએ કહ્યું કે હું અસહ્ય પીડા અનુભવી રહ્યો છું. અકસ્માત માટે જવાબદારોને બક્ષવામાં આવશે નહીં. અમે આ દુઃખમાં મૃતકોના પરિવારજનો સાથે છીએ. ઘાયલોને મદદ કરનારનો આભાર. આ ઘટના ખૂબ જ દર્દનાક અને ચિંતાજનક છે. અમે ઘાયલોને જલ્દી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ. સરકાર દરેક સ્તરે તપાસ કરશે. આ ઘટનામાંથી ઘણું શીખવા મળશે.

પીએમ મોદીની સાથે રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ હતા

અકસ્માત સ્થળે પીએમ મોદી સાથે રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ હાજર હતા. આ સિવાય પીએમ મોદી સાથે રેલ્વેના તમામ ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર હાજર હતા.પીએમ મોદીએ સૌથી પહેલા ઘટનાસ્થળે જઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે સ્થાનિક અધિકારીઓ, રાહત અને બચાવ કાર્યમાં લાગેલા લોકો અને રેલવે અધિકારીઓ સાથે વાત કરી. પીએમએ આ દુર્ઘટનાનો સામનો કરવા માટે સરકારના સંપૂર્ણ ગતિશીલ અભિગમ પર ભાર મૂક્યો હતો. વડા પ્રધાન મોદીએ કેબિનેટ સચિવ અને આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાને સ્થળ પરથી બોલાવ્યા.


પીએમ મોદીએ કહ્યું કે ઘાયલો અને તેમના પરિવારોને તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવે. દર્દ અને દુ:ખનો સામનો કરી રહેલા પરિવારોની ખાસ કાળજી લેવી જોઈએ, જેથી તેમને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે. જેઓ અસરગ્રસ્ત છે તેમની પણ કાળજી લેવી જોઈએ. ઘટનાસ્થળના વીડિયોમાં પીએમ રેલવે અધિકારીઓ દ્વારા કેટલીક ફાઇલો બતાવતા જોવા મળ્યા હતા.

પીએમ મોદીએ દિલ્હીમાં બેઠક બોલાવી

તે જ સમયે, બાલાસોર આવતા પહેલા પીએમ મોદીએ દિલ્હીમાં બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ઓડિશા માર્ગ અકસ્માત સંબંધિત સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી. રેલવેએ કહ્યું છે કે અકસ્માતમાં જીવ ગુમાવનારા મુસાફરોના પરિવારજનોને 10 લાખ રૂપિયા વળતર તરીકે આપવામાં આવશે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું છે કે તેમના રાજ્યના જે લોકોએ આ ટ્રેન દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો છે તેમને 5 લાખ રૂપિયા આપવામાં આવશે. રેલ્વેએ જણાવ્યું છે કે બચાવ કાર્ય પૂર્ણ થઈ ગયું છે.


રેલવેએ આ મામલે તપાસ શરૂ કરી છે

ભારતમાં વર્તમાન રેકોર્ડ મુજબ આ ટ્રેન અકસ્માત ચોથો સૌથી ભયાનક અકસ્માત છે. આ ટ્રેન અકસ્માત બાલાસોર જિલ્લાના બહંગા બજાર સ્ટેશન પાસે શુક્રવારે સાંજે લગભગ 7 વાગ્યાની આસપાસ થયો હતો. હાલમાં રેલવે ત્રણેય ટ્રેનો એકબીજા સાથે કેવી રીતે અથડાઈ તેની તપાસમાં લાગેલી છે. ભારતી રેલવેએ એક નિવેદનમાં કહ્યું છે કે ટ્રેન દુર્ઘટનાની તપાસ એએમ ચૌધરીને સોંપવામાં આવી છે, જેઓ દક્ષિણ પૂર્વ સર્કલમાં રેલવે સુરક્ષા કમિશનર છે. રેલવે સેફ્ટી કમિશનર નાગરિક ઉડ્ડયન મંત્રાલય હેઠળ આવે છે.

કેવી રીતે થયો અકસ્માત?

ઓડિશામાં આ ટ્રેન દુર્ઘટનામાં ત્રણ ટ્રેનો સંડોવાયેલી છે. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે ચેન્નાઈ જઈ રહેલી કોરોમંડલ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ અને તેની બાજુમાં ઉભેલી માલગાડી સાથે અથડાઈ. જેના કારણે કોરોમંડલ એક્સપ્રેસના પાછળના કોચ ત્રીજા ટ્રેક પર પહોંચી ગયા હતા. તે જ સમયે, બીજી બાજુથી આવી રહેલી બેંગલુરુ-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ પાટા પરથી ઉતરેલી બોગી સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રેનના ડબ્બા માલસામાન ટ્રેન પર ચડતા જોવા મળ્યા હતા. NDRFની ટીમે ગેસ કટર અને ઇલેક્ટ્રિક કટરની મદદથી બોગીને કાપીને ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા.

રેલ દુર્ઘટના મુદ્દે CM મમતા બેનરજીએ કેન્દ્ર પર નિશાન સાધ્યું

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન અને ભૂતપૂર્વ રેલવેપ્રધાન મમતા બેનરજી શનિવારે ઓડિશાના બાલાસોર ટ્રેન દુર્ઘટનાના સ્થળે પહોંચ્યાં હતાં. તેમણે આ દુર્ઘટનાને સદીની સૌથી મોટી રેલ દુર્ઘટના ગણાવી હતી. રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં તેમણે મિડિયા સાથે વાતચીત કરી હતી. એ દરમ્યાન રાજકારણ પણ જોવા મળ્યું હતું અને બે વાર એવું થયું હતું કે રેલવેપ્રધાને તેમને ટોક્યા પણ હતા. મમતા બેનરજીએ એક પછી એક આરોપ લગાવ્યા હતા.

તેમણે કહ્યું હતું કે રેલવેમાં તાલમેલનો અભાવ છે. એ સાથે તેમણે 500થી વધુ રેલવે યાત્રીઓના માર્યા જવાની આશંકા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ જરૂર પડ્યે રેલવેને સલાહ પણ આપી શકે છે. તેમણે કહ્યું હતું કે રેલવેનું બજેટ ઘટાડવામાં આવ્યું છે. રેલવેની એક સિસ્ટમ છે અને આ ઘટનામાં માર્યા ગયેલા લોકોને રૂ. 10 કે 15 લાખ મળે છે. તેમણે કહ્યું હતું કે હજી પણ ત્રણ ડબ્બા ક્લિયર નથી થયા. તેમણે કેન્દ્ર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ ટ્રેનોમાં એન્ટિ-કોલેજન ડિવાઇસ નહોતું. જો એ હોત તો દુર્ઘટના ના થાત.

અમારા રાજ્યના લોકોનાં આ દુર્ઘટનામાં મોત થયાં છે, તેમના પરિવારજનોને અમે રૂ. પાંચ-પાંચ લાખ આપીશું. આ ઉપરાંત ગંભીર રીતે ઘાયલ લોકોને રૂ. એક-એક લાખ આપવાની જાહેરાત કરી હતી અને મામૂલી ઇજા થઈ હોય તેમને રૂ. 50,000 આપવાની ઘોષણા કરી હતી. તેમણે કહ્યું હતું કે અમારા રાજ્યના વધુ લોકો માર્યા ગયા છે. અમે આજે 70 એમ્બ્યુલન્સ મોકલી છે. ગઈ કાલે 40 મોકલી હતી. અમે બંગાળથી 40 ડોક્ટર્સ પણ મોકલ્યા છે અને બે બસ પણ મોકલી છે.

 

 

 

 

ઓડિશા દુર્ઘટનાઃ PM મોદી ટ્રેન દુર્ઘટના સ્થળે પહોંચ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના સ્થળે પહોંચ્યા હતા. શુક્રવારે રાત્રે અહીં એક ભયાનક ટ્રેન દુર્ઘટના બની હતી, જેમાં અત્યાર સુધીમાં 260થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. વડાપ્રધાન ટ્રેન દુર્ઘટના સ્થળ પર જઈને સ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. તેમની સાથે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ હાજર છે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે રેલવેના તમામ ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર હાજર છે. અહીંથી પીએમ મોદી કટક જશે, જ્યાં તેઓ અકસ્માતમાં ઘાયલ લોકોને મળશે.

રેલ્વે મંત્રી વડાપ્રધાનને અકસ્માત બાદ થયેલા કામની જાણકારી આપી રહ્યા છે. રેલવે અધિકારીઓએ પીએમને કેટલીક ફાઈલો બતાવી છે, જેમાં અકસ્માતની માહિતી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાલાસોર મેડિકલ કોલેજની પણ મુલાકાત લઈ શકે છે. જેને ધ્યાનમાં રાખીને મેડિકલ કોલેજની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

બાલાસોર આવતા પહેલા પીએમ મોદીએ દિલ્હીમાં બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ઓડિશા માર્ગ અકસ્માત સંબંધિત સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી. રેલવેએ કહ્યું છે કે અકસ્માતમાં જીવ ગુમાવનારા મુસાફરોના પરિવારજનોને 10 લાખ રૂપિયા વળતર તરીકે આપવામાં આવશે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું છે કે તેમના રાજ્યના જે લોકોએ આ ટ્રેન દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો છે તેમને 5 લાખ રૂપિયા આપવામાં આવશે. રેલ્વેએ જણાવ્યું છે કે બચાવ કાર્ય પૂર્ણ થઈ ગયું છે.


રેલવેએ આ મામલે તપાસ શરૂ કરી છે

ભારતમાં વર્તમાન રેકોર્ડ મુજબ આ ટ્રેન અકસ્માત ચોથો સૌથી ભયાનક અકસ્માત છે. આ ટ્રેન અકસ્માત બાલાસોર જિલ્લાના બહંગા બજાર સ્ટેશન પાસે શુક્રવારે સાંજે લગભગ 7 વાગ્યાની આસપાસ થયો હતો. હાલમાં રેલવે ત્રણેય ટ્રેનો એકબીજા સાથે કેવી રીતે અથડાઈ તેની તપાસમાં લાગેલી છે. ભારતી રેલવેએ એક નિવેદનમાં કહ્યું છે કે ટ્રેન દુર્ઘટનાની તપાસ એએમ ચૌધરીને સોંપવામાં આવી છે, જેઓ દક્ષિણ પૂર્વ સર્કલમાં રેલવે સુરક્ષા કમિશનર છે. રેલવે સેફ્ટી કમિશનર નાગરિક ઉડ્ડયન મંત્રાલય હેઠળ આવે છે.


કેવી રીતે થયો અકસ્માત?

ઓડિશામાં આ ટ્રેન દુર્ઘટનામાં ત્રણ ટ્રેનો સંડોવાયેલી છે. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે ચેન્નાઈ જઈ રહેલી કોરોમંડલ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ અને તેની બાજુમાં ઉભેલી માલગાડી સાથે અથડાઈ. જેના કારણે કોરોમંડલ એક્સપ્રેસના પાછળના કોચ ત્રીજા ટ્રેક પર પહોંચી ગયા હતા. તે જ સમયે, બીજી બાજુથી આવી રહેલી બેંગલુરુ-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ પાટા પરથી ઉતરેલી બોગી સાથે અથડાઈ હતી.

અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રેનના ડબ્બા માલસામાન ટ્રેન પર ચડતા જોવા મળ્યા હતા. NDRFની ટીમે ગેસ કટર અને ઇલેક્ટ્રિક કટરની મદદથી બોગીને કાપીને ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા.

માવઠા કારણે કુલિંગ કંપનીઓના વેચાણમાં 40 ટકાનો ઘટાડો

નવી દિલ્હીઃ આ વર્ષે દેશભરમાં ઉનાળાની સીઝનમાં સમયાંતરે આવતા માવઠાને કારણે કુલિંગ ઉત્પાદનોનું ઉત્પાદન કરતી કંપનીઓના વેચાણમાં 35થી 40 ટકાનો ઘટાડો થયો છે. માર્ચ, એપ્રિલ પછી પણ મેમાં પણ વરસાદ અને વાદળોને કારણે ગરમી સામાન્યથી ઓછી રહી છે. જેને પગલે મોટા ભાગના લોકોએ એસી, કૂલર, ફ્રિજ ખરીદવાની યોજના સ્થગિત કરી દીધી છે.

આ સાથે આઇસક્રીમ, કોલ્ડ ડ્રિન્ક, જેવાં ઉત્પાદનો પણ ઘટાડો થયો છે. ટેલ્કમ પાઉડર અને ઠંડા તેલ જેવાં ઉત્પાદનોનો પણ વપરાશ ઘટવાને લીધે વેચાણમાં ઘટાડો નોંધાયો છે. રિટેલ વેચાણ પર નજર રાખતી કંપનીના જણાવ્યાનુસાર ઠંડાં પીણાંના વેચાણમાં પણ 25 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે. આઇસક્રીમના વેચાણમાં 38 ટકા, સાબુના વેચાણમાં આઠ ટકાનો ઘટાડો નોંધાયો છે, જ્યારે એસીના વેચાણમાં સૌથી વધુ 40 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

સામાન્ય રીતે એસી, ફ્રિજ, કૂલર, કોલ્ડ ડ્રિન્ક્સ, ટેલ્કમ પાઉડર જેવાં ઉત્પાદનોના વેચાણ વાર્ષિક વેચાણના 50થી 60 ટકા થતા હોય છે. જેનો સમયગાળો પહેલી માર્ચથી 15 જૂનની વચ્ચે થાય છે. અનેક કૂલિંગ કંપનીઓએ આ વર્ષે ઉત્પાદનમાં 30 ટકા કાપ મૂકવાનો નિર્ણય કર્યો હતો. ઇમામીના વાઇસ ચેરમેન મોહન ગોયેન્કાએ જણાવ્યું હતું કે મોટા ભાગનાં સમર ઉત્પાદનોનાં વેચાણ નબળાં રહ્યાં છે.

ગોદરેજ એપ્લાયન્સિસના બિઝનેસ હેડ એન્ડ એક્ઝિક્યુટિવ VP કમલ નંદી કહે છે કે આ વર્ષે ઉનાળાની સીઝનમાં એસી અને ફ્રિજના વેચાણમાં 30થી 40 ટકાનો ઘટાડો નોંધાયો છે, એ ચિંતાની વાત છે.

 

 

 

 

છેલ્લાં 10 વર્ષોમાં સાતમી મોટી રેલવે દુર્ઘટના

નવી દિલ્હીઃ ઓડિશાના બાલાશોર જિલ્લામાં શુક્રવારે થયેલી રેલવે દુર્ઘટનામાં કમસે કમ 280 લોકોનાં મોત થયાં હતાં, જ્યારે આશરે 1000 યાત્રીઓ ઘાયલ થયા હતા. આ રેલવે દુર્ઘટના સૌથી રેલવે દુર્ઘટનાઓ પૈકીની એક છે. છેલ્લા 10 વરષોમાં કમસે કમ સાત મોટી રેલવે દુર્ઘટનાઓ બની ચૂકી છે.

છેલ્લાં 10 વર્ષોમાં મુખ્ય રેલ દુર્ઘટનાઓ પર એક નજરવર્ષ 2012:  22 મેએ એક માલગાડી અને હુબલી-બેંગલોર હમ્પી એક્સપ્રેસ આંધ્ર પ્રદેશની નજીક અથડાઈ હતી. ટ્રેનના ચાર ડબ્બા પાટા પરથી ખડી પડ્યા હતા અને એમાંથી એકમાં આગ લાગવાને કારણે 25 લોકોનાં મોત થયાં હતાં અને આશરે 43 જણ ઘાયલ થયા હતા.

વર્ષ 2014: 26 મેએ ઉત્તર પ્રદેશના ખલીલાબાદ સ્ટેશનની પાસે ગોરખધામ એક્સપ્રેસથી માલગાડી અથડાઈ હતી, જેમાં 25 લોકોનાં મોત થયાં હતાં અને 50થી વધુ ઘાયલ થયા હતા.

વર્ષ 2016: 20 નવેમ્બરે ઇન્દોર-પટના એક્સપ્રેસ કાનપુરમાં પાટા પરથી ખડી પડતાં કમસે કમ 150 યાત્રીઓનાં મોત થયાં હતાં અને 150થી વધુ જણ ઘાયલ થયા હતા.

વર્ષ 2017: 23 ઓગસ્ટે પુરી-હરિદ્વાર ઉત્કલ એક્સપ્રેસ મુઝફ્ફરનગરમાં પાટા પરથી ખડી પડી હતી, જેમાં 23 લોકોનાં મોત થયાં હતાં અને આશરે 60 અન્ય લોકો ઘાયલ થયા હતા.

વર્ષ 2022: 13 જાન્યુઆરીએ બિકાનેર-ગુવાહાટી એક્સપ્રેસના કમસે કમ 12 ડબ્બા પશ્ચિમ બંગાળના અલીપુર ક્ષેત્રમાં પાડા પરથી ઊતરી ગયા હતા, જેમાં નવ લોકોનાં મોત થયા હતાં અને 36 અન્ય લોકો ઘાયલ થયા હતા.

વર્ષ 2023: બીજી જૂને ઓડિશાના બાલાસોર જિલ્લામાં કોરોમંડલ એક્સપ્રેસ અને બેંગલુરુ-હાવડા એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ઊતરી જતાં અને એક માલગાડી સાથે ટકરાવાને કારણે કમસે કમ 280 લોકોનાં મોત થયાં હતાં, જ્યારે 1000 લોકો ઘાયલ થયા હતા.

 

 

 

ચરોતરના ઋષિ પટેલે એશિયન કાઉન્સિલમેન તરીકે ઇતિહાસ રચ્યો

આણંદઃ ગરવા ગુજરાતી અને મૂળ ચરોતરના ઋષિ પટેલે અમેરિકાના હ્યુસ્ટનમાં પિયરલેન્ડના પ્રથમ એશિયન કાઉન્સિલમેન તરીકે ચૂંટણી જીતી ઇતિહાસ રચ્યો છે. તેઓ પિયરલેન્ડ સિટી કાઉન્સિલમાં પોઝિશન સાત માટે ચૂંટાયા છે. પિયરલેન્ડ સિટી કાઉન્સિલમાં સેવા આપનાર પ્રથમ એશિયન અમેરિકન તરીકે ચૂંટાયા પછી તેઓ કહે છે કે તેઓ બિઝનેસ ડેવલપમેન્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડ્રેનેજ સહિતના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે. મને નથી લાગતું કે અમારા પડકારો ખાસ છે. આ પડકારો સામાન્ય છે. મને લાગે છે કે વોશિંગ્ટન ડી.સી. મેટ્રોપોલિટન વિસ્તારમાં દરેક વ્યક્તિ કદાચ આ પડકારોનો સામનો કરી રહી છે, એમ તેમણે કહ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે આપણા આર્થિક વિકાસ નિગમની વાર્ષિક આવક $14 મિલિયનથી વધુ છે જે સેલ્સ ટેક્સ દ્વારા આવે છે અને જો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે આવકનું ઉત્તમ સાધન છે. આ આવક ગુણવત્તાયુક્ત નોકરીઓ પ્રદાન કરતી વખતે કરદાતાઓના બોજને ઘટાડવામાં મદદ કરી શકે છે.

તેમણે એકાઉન્ટિંગમાં બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં તેમની અંડરગ્રેજ્યુએટ ડિગ્રી અને યુનિવર્સિટી ઓફ સાઉથ કેરોલિનામાંથી ટેક્સેશનમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે. તેમણે એકાઉન્ટિંગ ફર્મ પ્રાઇસવોટરહાઉસ કૂપર્સમાં બે વર્ષથી વધુ સમય સુધી કામ કર્યું.

પ્રજાનાં સેવાકીય કાર્યો માટે ચૂંટણીમાં ઝંપલાવ્યું 

પિયરલેન્ડ ચેમ્બર ઓફ કોમર્સના સભ્ય બન્યા બાદ તેમને પ્રજાનાં સેવાકીય કાર્યો કરવાની  પ્રેરણા મળી હતી. તેમને પિયરલેન્ડ ઇકોનોમિક ડેવલપમેન્ટ કોર્પોરેશન અને હોસ્પિટલો જેવા વિવિધ ગ્રુપોના બોર્ડમાં સેવા આપવાની પ્રેરણા મળી હતી.

 

 

 

ઓડિશા રેલવે દુર્ઘટનામાં 280 લોકોનાં મોત, 1000 લોકો ઘાયલ

નવી દિલ્હીઃ ઓડિશાના બાલાસોર જિલ્લામાં શુક્રવારે સાંજે એક રેલવે દુર્ઘટનામાં અત્યાર સુધી 280 લોકોનાં મોત થયાં છે, જ્યારે 1000થી વધુ લોકો ઘાયલ થયા છે. મોતનો આંકડો સતત વધી રહ્યો છે. આ દુર્ઘટનામાં બચાવ અને રાહત કાર્ય જારી છે. રેલવેપ્રધાને ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. આ દુર્ઘટનાને કારણે કેટલીય ટ્રેનો રદ થઈ છે.  બાલોસોરમાં ત્રણ ટ્રેનોની ટકક્કરમાં 17 ડબ્બાઓ ખડી પડ્યા હતા. આ દુર્ઘટનાની ભયાનકતાનો અંદાજ એનાથી લગાવી શકાય છે કે બચાવ દળે ડબ્બાઓ કાપીને લોકોને કાઢવા પડ્યા હતા.

આ દુર્ઘટના વિશે રાષ્ટ્રપતિ, વડા પ્રધાન અને બધા રાજ્યોના મુખ્ય પ્રધાનોએ દુઃખ અને સંવેદના વ્યક્ત કરી છે. વિદેશી રાષ્ટ્રપ્રમુખોએ પણ આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. વડા પ્રધાન મોદી આજે ઓડિશા જશે. તેઓ પહેલાં બાલાસોરમાં દુર્ઘટના સ્થળની મુલાકાત લેશે અને એ પછી તેઓ કટક સ્થિત હોસ્પિટલની મુલાકાત લેશે. ત્યાં તેઓ ઇજાગ્રસ્તોના ખબરઅંતર પૂછશે.

રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવ ઓડિશા રેલવે દુર્ઘટનાના ઘટનાસ્થળે પહોંચીને તેમણે રેસ્ક્યુ ઓપરેશનની સમીક્ષા કરી હતી. તેમણે કહ્યું હતું કે આ દુર્ઘટનામાં તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય કમિટી બનાવવામાં આવી છે, જે આ મામલાની તપાસ કરશે. સાઉધ ઇસ્ટર્ન ઝોન કમિશનર રેલવે સેફ્ટી (CRS) એ. એમ ચૌધરી આ મોટી દુર્ઘટનાની તપાસ કરશે. તેમણે વિપક્ષના રાજીનામાની માગ પર કહ્યું હતું કે આ દુર્ઘટનામાં પહેલાં રેસ્ક્યુ અને રાહત કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવવું જોઈએ.

આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટમાં જ રૂ. 50,000 આપવામાં આવી રહ્યા છે. વડા પ્રધાન મોદીએ બાલાસોર ટ્રેન દુર્ઘટના સંબંધે સ્થિતિની સમીક્ષા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી, આ બેઠકમાં અમિત શાહ હાજર રહ્યા હતા.

 

‘રામ રાખે તેને કોણ ચાખે’ એમ અનુરાગને રામે જિવાડ્યો

’મારી જાતને ટ્રેકિંગનો માસ્ટર માનતો અને મિત્રો મારી ઓળખ માઉન્ટેનિયરિંગ આંત્રપ્રિનિયોર તરીકે આપતા, છતાં હું કયારે ૩૦૦ ફૂટ નીચે ખાબક્યો તેની આજે પણ ખબર નથી,’ મોતને છેટું છોડી તાજેતરમાં લગભગ દોઢ મહિને ભાનમાં આવેલા માઉન્ટેનિયર આંત્રપ્રિનિયોર  અનુરાગ બાલુએ નવી દિલ્હીની એઇમ્સ હોસ્પિટલના બિછાનેથી તેના ભાઈ આશિષ માલુને આ વાત કહી હતી. સોશિયલ મિડિયા પર આશિષનો મદદની ટહેલ નાખતો પાંચ લીટીનો સંદેશ જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની નજરે આવતાં તેમણે બે મિનિટમાં જ તેના રિપ્લાયમાં અનુરાગના એરલિફ્ટિંગની વ્યવસ્થા કરવા સૂચના આપી હતી. 

નવી દિલ્હીની IITનો 2010નો સ્નાતક રાજસ્થાનના કિશનગઢનો મધ્યમવર્ગી પરિવારનો ૩૪ વર્ષનો અનુરાગ બાલુ યુનાઇટેડ નેશન્સના પર્યાવરણ બચાવવાના GLOBAL GOALSના પ્રચાર માટે પર્વતારોહણને પગથાર બનાવી નીકળ્યો છે. તેણે દુનિયાના સૌથી વધુ ઊંચાઈએ આવેલા પર્વતોની ટોચે પહોંચીને તે સ્થળેથી પર્યાવરણને બચાવવા અને ગ્લોબલ ગોલ્સને સિદ્ધ કરવાની આકરી તપસ્યા પસંદ કરી છે.

   અનુરાગના પર્યાવરણ પ્રત્યેના અનુરાગે તેની ઓળખ ક્લાયમેટ એથ્લેટ તરીકે ઉપસાવી છે. તે માઉન્ટ અન્નપૂર્ણાની 8000 મીટરથી વધુની ૧૪ પિક્સ અને સાત ઉપખંડોના સૌથી ઊંચાઈએ આવેલા પોઇન્ટ ઉપર ચડવા માટેના મિશનના ૫૮૦૦ મીટરના અક્ષાંશેથી માઉન્ટ અન્નપૂર્ણાના કેમ્પ III ઉપરથી ગાત્રો થિજાવતી ઠંડીમાં લપસીને ૩૦૦ મીટર નીચે ઊંડી ખીણમાં ગરકાવ થયો હતો. ૧૭ એપ્રિલની આ કમનસીબ દુર્ઘટનાએ દેશ-વિદેશના પર્વતારોહકોમાં ચિંતા સાથે ખળભળાટ સર્જ્યો.

અતિ વિષમ હવામાન અને માઇનસમાં ઠંડીના આંકડાઓ વચ્ચે પર્વતારોહકોની રખેવાળી અને બચાવ રાહતની કામગીરીમાં માહેર વિશ્વના નામાંકિત છાંગ દાવાની આગેવાની હેઠળની છ સભ્યોની ટીમે રેસ્કયુ ઓપરેશન હાથ ધર્યું. ૩૦૦ મીટર ઊંડી ખીણમાં આ ટીમ ખૂંદી વળી. આ કાર્યમાં જાણીતા પોલીસ માઉન્ટેનિયર આદમ બાયલેકી અને તેમના મિત્ર.મેરીઉસ્ઝ હતાલા પણ સામેલ થયા. સતત હિમપ્રપાતની વચ્ચે બેભાન અવસ્થામાં ત્રણ દિવસ ખીણમાં પડી રહેલા અનુરાગના શરીરના તમામ અગઉપાંગ જડ થઈ ગયાં હતાં,  પણ આપણી રૂઢિગત કહેવત ‘રામ રાખે તેને કોણ ચાખે’ એમ અનુરાગને રામે રાખ્યો. આજે જડ-ચેતનની આપાધાપીમાંથી અનુરાગ સચેતન થઈ પોતાની બન્ને આંખોથી ઋણભાવે ભાઈ આશિષને ઇશારાથી કહી રહ્યો છે, ‘ટાઇગર અભી જિંદા હે’

      હું શ્રદ્ધાથી માનું છું કે મારા ભાઈની જિદગી બચાવવા પરમતત્ત્વએ એક ફરિસ્તાને મોકલ્યો હતો. આશિષે Save Anuragને એક મિશન તરીકે હાથ ધરીને પોતાના જાનને બાજી ઉપર મૂકી અદમ્ય હિંમતથી ખીણ ખૂંદી વળી મારા  ભાઈને જીવતો બહાર કાઢનારા આદમ બાયલેકી, મેરીઉસ્ઝ હતાલા તેમ જ અનુરાગને સતત ચાર કલાક અથાક CPR આપનારા મણિપુરની હોસ્પિટલના ડો.અશિમ અને તેમની ટીમને કારણે જ તેનો ચમત્કારિક બચાવ થયો છે તેવા સ્વીકાર સાથે એક ટ્વીટ દ્વારા આશિષે અહોભાવ વ્યક્ત કર્યૌ છે અને અનુરાગનું સ્વાસ્થ્ય સુધરી રહ્યાની જાણકારી આપી છે.  REX કર્મવીર ચક્રના ઇલકાબથી નવાજવામાં આવલો આ નરબંકો અનુરાગ ભારતનો ૨૦૪૧ એન્ટાર્કિટર એમ્બેસેડર બન્યો છે. અદાણી ફાઉન્ડેશનનાં ચેરપર્સન પ્રીતિ અદાણી અને ગૌતમ અદાણીએ અનુરાગ માલુને સવેળા સાજા સરવા થઈને GLOBAL GOALSના મિશન માટે પર્વતોના પટમાં પગલાં પાડે તેવી શુભેચ્છા પાઠવી છે.

 

 

 

 

 

 

સાયરા ‘પૂરબ ઔર પશ્ચિમ’ માં રહ્યા

સાયરા બાનૂના હાથમાંથી બે વખત ફિલ્મ ‘પૂરબ ઔર પશ્ચિમ’ (૧૯૭૦) ચાલી જાય એવા સંજોગ ઊભા થયા હતા. પરંતુ મનોજ કુમારે સાયરા સાથે જ ફિલ્મ પૂરી કરી હતી. ફિલ્મ ‘પૂરબ ઔર પશ્ચિમ’ ની વાર્તામાં મનોજ કુમારના પત્ની શશીનો પણ ફાળો હતો. એ જ્યારે લાહોરથી દિલ્હી આવ્યા ત્યારે લાહોરની યાદ આવતી હતી અને દિલ્હીથી મુંબઈ આવ્યા ત્યારે દિલ્હીની યાદ સતાવતી હતી. એટલે જે લોકો ભારતથી વિદેશ અભ્યાસ કરવા જાય છે અને ત્યાં વસી જાય છે એમને પણ દેશની યાદ આવતી હશે. આ વિચાર મનમાં રમતો હતો ત્યારે પત્ની શશીએ પણ આવા જ વિષય પર ફિલ્મ બનાવવા સૂચન કર્યું હતું અને મનોજ કુમારે ‘પૂરબ ઔર પશ્ચિમ’ ની વાર્તા લખવાનું શરૂ કર્યું હતું. એમણે મૂળ વિચાર પત્નીનો હોવાથી ટાઈટલમાં વાર્તા માટે શશીનું નામ લખ્યું હતું.

આ ફિલ્મ માટે ‘હરે રામા હરે ક્રિષ્ના’ નામ નોંધાવી રાખ્યું હતું. પરંતુ પછી વાર્તા પ્રમાણે એ બંધબેસતું ના લાગતા ‘પૂરબ ઔર પશ્ચિમ’ રાખ્યું હતું. ત્યારે દેવ આનંદ એક ફિલ્મ બનાવી રહ્યા હતા. એમને ‘હરે રામા હરે ક્રિષ્ના’ (૧૯૭૧) ટાઇટલ જોઈતું હતું એટલે આપી દીધું હતું. ફિલ્મના લેખક- નિર્માતા અને નિર્દેશક સાથે ‘ભારત’ તરીકે મુખ્ય હીરો પોતે જ હતા. એમને સુંદર અને ગ્લેમરસ હીરોઈન ‘પ્રીતિ શર્મા’ તરીકે સાયરા બાનૂ યોગ્ય લાગ્યા હતા. સાયરાએ અગાઉ બીજી ફિલ્મોની વ્યસ્તતાને કારણે એમની ‘ઉપકાર’ સ્વીકારી ન હતી. સાયરા ફિલ્મીસ્તાન સ્ટુડિયોમાં કોઈ ફિલ્મનું શૂટિંગ કરતાં હતા ત્યારે મનોજ કુમારે પહેલાં એમના પ્રતિનિધિ તરીકે ગીતકાર ગુલશન બાવરાને વાત કરવા મોકલ્યા હતા.

સાયરાએ થોડા દિવસ સુધી કોઈ જવાબ ના આપતાં મનોજ કુમાર જાતે ગયા હતા અને સાયરા હા પાડે એ માટે કહ્યું હતું કે તે બહુ જલદી ફિલ્મો કરવાનું બંધ કરવાના છે. સાયરાએ પછી પણ કોઈ જવાબ આપ્યો ન હતો. થોડા દિવસોમાં સાયરાએ દિલીપકુમાર સાથે લગ્ન કર્યા હોવાના સમાચાર આવ્યા હતા. સાયરાએ ‘શાગિર્દ’ (૧૯૬૭) પૂરી કરી લીધી હતી અને ફિલ્મો છોડવાનું નક્કી કરી લીધું હતું. દરમ્યાનમાં દિલીપકુમારની ફિલ્મ ‘રામ ઔર શ્યામ’ (૧૯૬૭) ના પ્રિમિયરમાં હાજરી આપીને મનોજ કુમાર અને એમના પત્ની એમને ત્યાં ગયા હતા.

મનોજ કુમારે દિલીપકુમાર સાથે ‘આદમી’ (૧૯૬૮) કરી હોવાથી મિત્રતા હતી. એમણે ‘પૂરબ ઔર પશ્ચિમ’ માટે વાત કરી અને કહ્યું કે જો સાયરા એમાં કામ કરશે નહીં તો ફિલ્મનું આયોજન બંધ રાખશે. એમણે સાયરાને ફિલ્મોમાં કામ ચાલુ રાખવા ભલામણ કર્યા પછી દિલીપકુમારે હા પાડી દીધી હતી. ફિલ્મના શૂટિંગ દરમ્યાન સાયરાની તબિયત બગડી હતી અને વજન ઘટી ગયું હતું. સાયરા સારવાર માટે લંડન ગયા એ દરમ્યાનમાં નિર્માતા સુબોધ મુખર્જીએ ‘શર્મિલી’ (૧૯૭૧) માંથી કાઢીને રાખી ગુલઝારને લીધા હતા. આ ફિલ્મની ડબલ રોલની ભૂમિકા લેખક ગુલશન નંદાએ સાયરા માટે ખાસ લખી હતી. કેમકે એ ‘નીલકમલ’ (૧૯૬૮) કરી શક્યા ન હતા. ‘જંગલી’ (૧૯૬૧) પછી સાયરા સાથે વધુ બે ફિલ્મો કરવાનો સુબોધ મુખર્જીનો કરાર હોવા છતાં તેમણે આમ કર્યું હતું. જ્યારે મનોજ કુમારે સાયરા સાજા થઈ જાય ત્યાં સુધી રાહ જોઈ હતી.