Home Blog Page 2818

કોરાનાના 237 નવા કેસો, ચારનાં મોત 

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 237 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે ચાર જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,91,380 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,31,878 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,56,000 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 467 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 3502એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 97,087 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.04 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.70 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.90 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,12,538 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 310 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

૦૩ જૂન, ૨૦૨૩

૦૩ જૂન, ૨૦૨૩

રાશિ ભવિષ્ય 03/06/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ તમારા માટે સારો અને સરળ છે, જુનાઅટકેલા કામને વેગ આપવા માટેકે સુધારવામાટેની તક મળી શકે છે ,યાત્રા દરમિયાન પણ તમારામાં ઉત્સાહ ઉમંગ જોવા મળી શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે નવી જાણકારી પ્રાપ્ત થઇ શકે છે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજે થોડીધીરજ અને સાવચેતી રાખવી રાખવી જરૂરી બને છે , અર્થવગરની વાર્તાલાપથી દુર રહેવું યોગ્ય છે  કામકાજ દરમ્યાન અન્ય સાથે ઉશ્કેરાટના આવે તેનું ધ્યાન રાખવું, વધુવિચારોને કારણે થાકની લાગણી અનુભવો. તમારું મન કામમાં પરોવાય તેની તકેદારી રાખવી, વેપારમા જોખમવાળા કામથી દુર રહેવુ.


આજે તમારું મન થોડી મસ્તીના મૂડ હોય અને ગમ્મત કરવાનું વધુ સુઝે. મનમા રહેલી કોઈવાત ક્યાંક પુરી થઈ શકે તેવા એંધાણ પણ જોવા મળી શકે છે મિત્રોનો સાથસહકાર સારો જોવા મળી શકે છે, નોકરી કે વ્યવસાયમાં ફેરબદલી અંગે પ્રયત્ન કરવાથી પણ લાભ થઈ શકે છે. કોઈક સારો અનુભવ પણ થાય.


આજે થોડી સાવચેતી રખાવી જરૂરી છે તમારામાં થોડા નકારાત્મકવિચારો વધુ આવે અને તેની પ્રતિકુળતા તમારા કામ અને વર્તન પર પણ પડી શકે છે, કોઈ અગત્યના કામકાજમાં ધીરજ અને સલાહસુચન ને ધ્યાનમાં રાખી આગળ વધવું જરૂરી છે, વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું સારું.


આજનો દિવસ તમાર માટે સારી આશા દેખાડે અને ઉત્સાહ વધારે તેવો છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર વર્ગને કોઈ નવીનજાણકારી કે શીખવાની તક મળે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય તેવું બની શકે છે, આજે તમે કોઈના કામકાજમાં મદદગાર પણ બની શકો છે. ઉત્સાહદાયક દિવસ કહી શકાય.


આજનો દિવસ સામાન્ય છે, તમે તમારા કામકાજમાં વ્યસ્ત રહો અને થોડા ઉત્સાહી પણ રહો, મિત્રોથી લાભ ની વાત સંભાળવાની તક મળે, તમારા વાણી અને વિચારોથી આજે તમે કોઈને પ્રભાવિત પણ કરી શકો છે, નજીકના પરિચિત જોડે કોઈ સામાજિકકે ધાર્મિક બાબતમાં સારું યોગદાન પણ આપોતે વું બની શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, રાબેતા મુજબ દિવસ પસાર થાય, કોઈ જગ્યાએ કોઈપણ કામકાજ અર્થે મુસાફરી થાય તેવા યોગ પણ છે, મિત્રો અને ભાઈ-બહેન સાથે તમારી વાર્તાલાપનો પ્રભાવ અને સારું માન જળવાય તેવા સંજોગો પણ બની શકે છે. તમને કોઈનું કામ કરવાનો સંતોષ પણ જોવા મળે.


આજે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી છે, કોઈને કોઈ વાતનો ઉદ્વેગ અને કોઈ વાતનો ડર તમને સતાવે. આજે તમેને કોઈની પણ વાત સાંભળવીના ગમે અને તમે થોડી શાંતિની અપેક્ષા રાખો, વધુ પડતા વિચારો અને લાગણીને કારણે કામ અને વર્તનપર અસર જોવા મળે, પ્રભુભક્તિમાં ધ્યાન રાખવું સારું.


આજનો દિવસ ઉત્સાહપૂર્વક પસાર થાય,તમારી લાગણી અને વિચારો લોકો સારી રીતે સમજી શકે, ક્યારેક કોઈએ તમારી લાગણી દુભાવી હોય તેવા લોકો તરફથી પણ આજે સહાનુભુતિવાળું વર્તન પણ જોવા મળી શકે છે. તમારા લાભની વાત ક્યાંક રજુ કરવાથી પણ તમને સારો પ્રતિભાવ જોવા મળી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, જુનાપરિચિત સાથે મિલનમુલાકાત થઈ શકે છે અને તેમાં તમને સારી વાત સંભાળવા મળી શકે છે. ખટપટી લોકોની વાતચીતમાં આવીના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે તેમજ ક્યાય ગેરસમજ જેવુંના થાય તેનું ધ્યાન પણ રાખવું યોગ્ય કહી શકાય. આજે ધીરજ રાખવી સારી.


આજના દિવસ દરમિયાન તમને અન્ય લોકો તરફથી સાથ અને સહકાર સારો જોવા મળી શકે છે. લોકો વચ્ચે તમારો આત્મવિશ્વાસ અને કામ પરનું પ્રભુત્વ સારું જોવા મળે. કોઈ અગત્યના કામ કરવાના હોયતો તેમાં પણ તમને સારી સૂઝ આજના દિવસે જોવા મળી શકે છે, વિવાહયોગ્ય વાર્તાલાપ કરવી સારી.


આજે દિવસભર શાંતિ અને તકેદારી રાખવી અગત્યની છે, ખટપટ કરનાર વર્ગથી દુર રહેવું, વાતચીત દરમ્યાન કોઈની વાતથી દોરવાઈને ખોટો નિર્ણયના લેવાય તેનું પણ ધ્યાન રાખવું, આજે તમને ધીરજનો અભાવ જણાય માટે કામકાજ સિવાય અન્ય વિચારકે ખોટા વાર્તાલાપના કરવા જરૂરી છે.

પંચાંગ 03/06/2023

ઓડિશામાં ટ્રેન દુર્ઘટના, 50 લોકોના મોત, 200થી વધારે ઈજાગ્રસ્ત

હાવડાથી ચેન્નઈ તરફ જતી કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન અકસ્માત ટ્રેન શુક્રવારે સાંજે એક મોટા અકસ્માતનો શિકાર બની હતી. મળતી માહિતી મુજબ આ ટ્રેન ઓડિશાના બાલાસોરથી લગભગ 40 કિલોમીટર દૂર એક માલગાડી સાથે અથડાઈ હતી. ઓડિશામાં એક મોટો ટ્રેન અકસ્માત થયો છે. આ ઘટનામાં 50 લોકોના મોત થયા હોવાના પ્રાથમિક સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. તો બીજી તરફ મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઓડિશાના મુખ્ય સચિવે કહ્યું છે કે લગભગ 50 એમ્બ્યુલન્સને માહિતી આપી છે પરંતુ ઘાયલોની સંખ્યા ઘણી વધારે છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવા માટે મોટી સંખ્યામાં બસો ખડકી દેવામાં આવી છે. અકસ્માતમાં જીવ ગુમાવનારા અને ઘાયલ થયેલા લોકોના આંકડા સતત અપડેટ કરવામાં આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે 50 લોકોના મોત થયા છે અને 200થી વધુ લોકો ઘાયલ થયા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના પર શોક અને સંવેદના વ્યક્ત કરી છે. પીએમએ ટ્વીટ કર્યું, ઓડિશામાં ટ્રેન દુર્ઘટના વિશે જાણીને હું દુ:ખી છું. દુઃખની આ ઘડીમાં મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે વાત કરી છે અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. દુર્ઘટના સ્થળ પર બચાવ કાર્ય ચાલી રહ્યું છે અને અસરગ્રસ્ત લોકોને શક્ય તમામ મદદ કરવામાં આવી રહી છે.


એમકે સ્ટાલિને ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક સાથે વાત કરી
તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક સાથે વાત કરી છે. તેમણે કહ્યું કે તમિલનાડુના પરિવહન મંત્રી શિવશંકરના નેતૃત્વમાં વરિષ્ઠ IAS અધિકારીઓની એક વિશેષ ટીમ ઘટનાસ્થળે જશે.


ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક SRC કંટ્રોલ રૂમની મુલાકાત લેશે
પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ હરિ કૃષ્ણ દ્વિવેદીએ કહ્યું, કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટના વિશે અમને માહિતી મળતાની સાથે જ અમે રેલવે અધિકારીઓનો સંપર્ક કર્યો. અમે અમારો કંટ્રોલ રૂમ પણ સક્રિય કર્યો છે. અમે ઓડિશા સરકાર સાથે સતત સંપર્કમાં છીએ. બંગાળની એક ઉચ્ચ સ્તરીય ટીમ પણ બાલાસોર જવા રવાના થઈ ગઈ છે.


વિશેષ રાહત કમિશનરની કચેરીએ માહિતી આપી હતી કે બાલાસોરના કલેક્ટરને પણ તમામ જરૂરી વ્યવસ્થા કરવા માટે સ્થળ પર પહોંચવા અને રાજ્ય સ્તરેથી કોઈ વધારાની મદદની જરૂર હોય તો SRCને જાણ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. SRCએ ઈમરજન્સી કંટ્રોલ રૂમ નંબર જારી કર્યો છે: 0678 2262286

  • ઇમરજન્સી કંટ્રોલ રૂમ: 6782262286
  • હાવડા: 033-26382217
  • ખડગપુર: 8972073925, 9332392339
  • બાલાસોર: 8249591559, 7978418322
  • કોલકાતા શાલીમાર: 9903370746
  • રેલમદદ: 044- 2535 4771
  • ચેન્નાઈ સેન્ટ્રલ રેલ્વે: 044- 25330952, 044-25330953 અને 044-25354771

દિલ્હીમાં યમુના નદીની સપાટી પર તરતા ઝેરી ફીણ વચ્ચે બોટ-સવારી

નવી દિલ્હીમાં યમુના નદી પ્રદૂષિત થઈ ગઈ છે. તેનાં પાણીની સપાટી પર આજકાલ ઝેરી ફીણનાં થર જામે છે. મોટાં ભાગનાં લોકો એનાથી દૂર રહેવાનું પસંદ કરે છે, પણ 2 જૂન, શુક્રવારે અમુક લોકો ITO ઓફિસ નજીક એક હોડીમાં બેસીને એ ફીણમાંથી માર્ગ કરતાં નદીમાં આગળ વધતાં જોવા મળ્યા હતા.

આઇસી15 ઇન્ડેક્સ 171 પોઇન્ટ વધ્યો

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટના બેન્ચમાર્ક ઇન્ડેક્સ – આઇસી15માં શુક્રવારે 171 પોઇન્ટનો વધારો થયો હતો. એના ઘટકોમાંથી ચેઇનલિંક સિવાયના તમામ કોઇન વધ્યા હતા. મુખ્ય વધેલા કોઇન કાર્ડાનો, સોલાના, ટ્રોન અને લાઇટકોઇન હતા, જેમાં બેથી ચાર ટકા વૃદ્ધિ થઈ હતી.

દરમિયાન,  યુરોપિયન સંસદસભ્યોએ પ્રકાશિત કરેલા અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે ક્રીપ્ટો એસેટ્સને મૂળભૂત રીતે સિક્યોરિટીઝ તરીકે ગણવી જોઈએ અને ડિસેન્ટ્રલાઇઝ્ડ ફાઇનાન્સ ઓટોનોમસ ઓર્ગેનાઇઝેશન્સને કાનૂની દરજ્જો આપવો જોઈએ. જ્યોર્જિયાની કેન્દ્રીય બેન્કે મની લોન્ડરિંગ અટકાવવા માટે વર્ચ્યુઅલ એસેટ સર્વિસ પ્રોવાઇડર પર દેખરેખ રાખવાનું વિચાર્યું છે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.46 ટકા (171 પોઇન્ટ) વધીને 37,631 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 37,460 ખૂલીને 37,723ની ઉપલી અને 37,130 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

બીએસઈના સાપ્તાહિક ડેરિવેટિવ્ઝ કોન્ટ્રેક્ટ્સનું ટર્નઓવર ચાર-ગણું વધીને રૂ.69,422 કરોડ

મુંબઈ તા.2 જૂન, 2023: બીએસઈ દ્વારા થોડા સમય પહેલાં જ રિલોન્ચ કરાયેલા વિકલી એસએન્ડપી સેન્સેક્સ ડેરિવેટિવ્ઝના કોન્ટ્રેક્ટ્સનું ટર્નઓવર ત્રીજા સપ્તાહની સમાપ્તિએ રૂ.69,422 કરોડની ઉલ્લેખનીય સપાટીએ પહોંચ્યું હતું. જેમાં ઓપ્શન્સ ટ્રેડિંગનો ફાળો નોંધપાત્ર મોટો રહ્યો છે. ઓપ્શન્સમાં રૂ.69,287 કરોડ અને ફ્યુચર્સમાં રૂ.135 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. ગયા શુક્રવારે આ ટર્નઓવર રૂ.૧૭ હજાર કરોડ ઉપર રહ્યુ હતું. એ પૂર્વેના સપ્તાહમાં રૂ. ૫૩૭ કરોડ જેટલું રહ્યું હતું. આમ એક જ સપ્તાહમાં ટર્નઓવરમાં ચાર ગણો ઉછાળો જોવાયો હતો, જે સાપ્તાહિક કોન્ટ્રેક્ટ્સમાં ટ્રેડર્સના વધતા રસની સાક્ષી પૂરે છે.

આમ ઓપ્શન્સના ટર્નઓવરમાં પાછલા સપ્તાહની એક્સપાયરીની તુલનામાં 300 ટકાનો અને ફ્યુચર્સના ટર્નઓવરમાં 373 ટકાનો વધારો નોંધાયો છે.

આ સેગમેન્ટમાં 2.54 લાખ સોદાઓમાં કુલ 11.09 લાખ કોન્ટ્રેક્ટ્સનું કામકાજ થયું હતું. એક્સપાયરી પૂર્વે કુલ ઓપન ઈન્ટરેસ્ટ રૂ.6,580 કરોડના મૂલ્યના 1,05,200 કોન્ટ્રેક્ટ્સની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. ઓપન ઈન્ટરેસ્ટનો આંકડો એકધારો વધતો જાય છે એ દર્શાવે છે કે બજારના સહભાગીઓને આ કોન્ટ્રેક્ટ્સમાં રસ વધી રહ્યો છે. આ સેગમેન્ટમાં 155 મેમ્બર્સે ટ્રેડિંગ કર્યું હતું.

પેસેન્જરોની સંખ્યા વધતાં અમદાવાદને મળશે ત્રીજું ટર્મિનલ

અમદાવાદઃ શહેરના સૌથી વ્યસ્ત સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને ટૂંક સમયમાં ત્રીજું ટર્મિનલ મળવાની શક્યતા છે. એરપોર્ટ સતત વધી રહેલી પેસેન્જરોની સંખ્યાને જોતાં ત્રીજા ટર્મિનલની સંભાવના ચકાસવામાં આવી રહી છે. અદાણી એરપોર્ટ્સના CEO અરુણ બંસલે જણાવ્યું હતું કે હાલ T 1 અને T 2ના વિસ્તરણનું કામ ચાલી રહ્યું છે. શહેરમાં પેસેન્જરોની સંખ્યામાં વધારાને જોતાં એરપોર્ટને એક નવું ટર્મિનલની જરૂર છે.

તેમણે કહ્યું હતું કે અમે આ યોજના પર કામ કરી રહ્યા છે. ટર્મિનલ એક અને બેની હાલની ક્ષમતા વાર્ષિક એક કરોડ પેસેન્જરોની છે. ત્રીજા ટર્મિનલ મળવા પર પેસેન્જરોની વાર્ષિક ક્ષમતા વધીને 1.6 કરોડની થઈ જશે. વર્તમાન વર્ષમાં અમે 1.3 કરોડ પેસેન્જરોની અપેક્ષા કરી રહ્યા છીએ. અદાણી ગ્રુપ દ્વારા સંચાલિત મુંબઈ એરપોર્ટ વાર્ષિક 4.5 કરોડ પેસેન્જરોને એક રનવેથી સંભાળે છે. એટલા માટે અદાણી ગ્રુપ સિંગલ રનવેથી T 1, T2 અને પ્રસ્તાવિત T ના ટ્રાફિકને સરળતાથી હેન્ડલ કરી શકે છે. ત્રીજા ટર્મિનલ પર સિંગલ રનવે હશે.

અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ રાજ્યનું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે. રાજ્યમાં 10 એરપોર્ટ છે, જેમાં મુંદ્રા એરપોર્ટ ખાનગી છે, જ્યારે ધોલેરા અને રાજકોટનું એરપોર્ટ નિર્માણાધીન છે, જે શરૂ થતાં કુલ એરપોર્ટની સંખ્યા 12 થશે. જોકે મહેસાણાનું એરપોર્ટ ફ્લાઇંગ સ્કૂલ માટે ઉપયોગમાં લેવાય છે. રાજ્યમાં રાજકોટ અને ધોલેરા એરપોર્ટ પણ આંતરરાષ્ટ્રીય થશે. પેસેન્જરોની સંખ્યા અને ટ્રાફિક મામલે અમદાવાદનું  એરપોર્ટ સાતમા ક્રમે છે.

 

 

 

 

 

ગુજરાતમાં સ્થપાશે દેશની પ્રથમ લિથિયમ આયન સેલ મેન્યૂફેક્ચરીંગ ગીગા ફેક્ટરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત દેશમાં લિથિયમ આયન સેલ મેન્યૂફેક્ચરીંગનું અગ્રણી રાજ્ય બનવા સજ્જ થયું છે. આ હેતુસર લિથિયમ આયન સેલ મેન્યૂફેક્ચરીંગ ગીગા ફેક્ટરીની સ્થાપના માટે ગુજરાત સરકાર અને ટાટા ગૃપ વચ્ચે ગાંધીનગરમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતીમાં MoU સંપન્ન થયા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં ઘડાયેલી નવી ઇલેક્ટ્રોનિકસ પોલિસીની ફલશ્રુતિ રૂપે આ MoU કરવામાં આવ્યા છે. ટાટા ગૃપની સબસીડીયરી કંપની અગ્રતાસ એનર્જી સ્ટોરેજ સોલ્યુશન પ્રાયવેટ લિમિટેડના CEO અને ગુજરાત સરકારના સાયન્સ ટેક્નોલોજી સચિવ વિજય નહેરાએ આ MoU પર હસ્તાક્ષર કરી મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં MoU ની પરસ્પર આપ-લે કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ર૦૩૦ સુધીમાં દેશમાં પ૦ ટકા કાર્બન ઉત્સર્જન રહિત ઊર્જા તથા ૧૦૦ ટકા ઇલેક્ટ્રીક વાહન ઉપયોગનું જે લક્ષ્ય રાખ્યું છે તેને સાકાર કરવા ગુજરાતે આ ગીગા ફેક્ટરીની સ્થાપનાના MoU થી નવી દિશા આપી છે.

ગીગા ફેક્ટરી ભારતમાં આ પ્રકારનો પ્રથમ લિથિયમ આયન સેલ ઉત્પાદન પ્લાન્ટ ગુજરાતમાં કાર્યરત કરશે.
એટલું જ નહિ, આ પ્લાન્ટમાં અંદાજે ૧૩ હજાર કરોડ રૂપિયાના પ્રારંભિક રોકાણ સાથે ર૦ Gwh ની ઉત્પાદન ક્ષમતા હશે અને પ્રત્યક્ષ તથા પરોક્ષ મળીને ૧૩ હજારથી વધુ લોકોને રોજગાર અવસર આ પ્લાન્ટને પરિણામે મળતા થશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકાર ઇલેક્ટ્રીક વાહનોનું ઉત્પાદન વધારીને કાર્બન ઉત્સર્જન રહિત ઊર્જા-ગ્રીન ક્લિન એનર્જી વધારવા અને ફોસિલ ફ્યુઅલ ક્ન્ઝમ્પશન ઘટાડી કાર્બન ઉત્સર્જન ઘટાડવાના વિઝન માટે પ્રતિબદ્ધ છે.

આ સંદર્ભમાં ઇ.વી નો વપરાશ વધવાની સાથે લિથિયમ-આયન બેટરી પરની નિર્ભરતા પણ નોંધપાત્ર રીતે વધશે.
ટાટા ગૃપના આ પ્લાન્ટની સ્થાપનાથી ગુજરાત લિથિયમ આયન સેલ મેન્યૂફેક્ચરીંગમાં અગ્રણી રાજ્ય બનશે તેમજ રાજ્યમાં બેટરી મેન્યૂફેક્ચરીંગ ઇકો સિસ્ટમ સ્થાપિત કરવામાં મદદ મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રોજેક્ટની સફળતા માટે રાજ્ય સરકારના સહયોગની તત્પરતા આ તકે વ્યકત કરી હતી. આ MoU સાઇનીંગ અવસરે મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ રાજકુમાર, અધિક મુખ્ય સચિવ પંકજ જોષી તથા ટાટા ગૃપના વરિષ્ઠ અધિકારીઓ સહભાગી થયા હતા.