ન્યૂયોર્કઃ ટેસ્લા, સ્પેસ એક્સ અને ટ્વિટર કંપનીઓના માલિક ઈલોન મસ્કે દુનિયાના નંબર-1 શ્રીમંતનું બિરુદ ફરીવાર મેળવ્યું છે. એમણે દુનિયાના ટોચના 10 શ્રીમંતોની યાદીમાં ફ્રાન્સના ઉદ્યોગપતિ અને દુનિયાની સૌથી મોટી લક્ઝરી ગૂડ્સ કંપની લૂઈ વિટનના સ્થાપક બર્નાર્ડ આર્નોલ્ટને બીજા ક્રમે ધકેલી દીધા છે.
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, ઈલોન મસકની કુલ સંપત્તિ હાલ અંદાજે 192 અબજ ડોલર છે. જ્યારે આર્નોલ્ટની સંપત્તિ આશરે 186 અબજ ડોલર છે. આર્નોલ્ટની સંપત્તિમાં 2.6 ટકાનો ઘટાડો થતાં એ મસ્ક કરતાં પાછળ રહી ગયા છે. આર્નોલ્ટે ગયા વર્ષના ડિસેમ્બરમાં મસ્ક કરતાં આગળ નીકળી ગયા હતા, પરંતુ પાંચ મહિનામાં મસ્ક ફરી એમનાથી આગળ નીકળી ગયા છે.
જોકે અમેરિકાના અન્ય બિઝનેસ સામયિક ફોર્બ્સની ‘દુનિયાના સૌથી ધનવાનો’ની યાદીમાં હજી પણ મસ્ક 180 અબજ ડોલરની સંપત્તિ સાથે બીજા નંબરે છે અને આર્નોલ્ટ 211 અબજ ડોલરની નેટ વર્થ સાથે પહેલા નંબરે છે.
મુંબઈઃ કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેઝ ખાતાના પ્રધાન નીતિન ગડકરી સ્પષ્ટવક્તા તરીકેની છાપ ધરાવે છે. એમણે ગઈ કાલે દેશના હિન્દૂ મંદિરો વિશે એક વિધાન કર્યું હતું. મંદિરોમાંની ગંદકી અને અસ્વચ્છતાની તેમણે ટીકા કરી હતી. એમણે કહ્યું, હિન્દૂ મંદિરોમાં સ્વચ્છતાનું પાલન કરવામાં આવતું નથી. એનાથી વિપરીત, વિદેશોમાંના ધર્મસ્થળોમાં આ વિશે પૂરી કાળજી લેવામાં આવે છે.
હવે ગડકરીના આ નિવેદનને પગલે ચર્ચાનો છૂટો દોર મળશે એ ચોક્કસ છે.
ગડકરીએ આ નિવેદન એક કાર્યક્રમમાં એમના સંબોધનમાં કર્યું હતું. એમણે કહ્યું હતું, ‘દેશમાં હિન્દૂ મંદિરોમાં સ્વચ્છતાનો અભાવ છે. આપણો દેશ એવો છે જ્યાં ખાસ કરીને હિન્દૂ સમાજના મંદિરોમાં સ્વચ્છતા હોતી નથી. આપણે ત્યાંની ધર્મશાળાઓ પણ સારી નથી હોતી. હું વિદેશમાં ગયો હતો ત્યારે ત્યાંના ગુરુદ્વારા, મસ્જિદ, ચર્ચમાંનું વાતાવરણ જોઈને મને થયું હતું, આપણા ધર્મસ્થળો પણ સારા હોવા જોઈએ.’
આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, કામમાં વ્યસ્તા વધુ રહે તેવું બની શકે છે, માથા, હાડકા, લોહીની બીમારીવાળાએ થોડી તકેદારી રાખવી ઇચ્છનીય છે, સરકારીકામકાજ, સોના,ઝવેરાત જેવા ક્ષેત્રમાં કામકાજ કરનારને માનસિકથાક વધુ લાગે તેવું બની શકે છે, વેપારમાં નાનું કામ કરવું હિતાવહ છે.
આજનો દિવસ સામાન્ય રીતે પસાર થાય, તમને તમારા કોઈ કામકાજમાં મિત્રોનો સહકાર સારો મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમારું સારું પ્રભુત્વ જણાય, કોઇ પ્રસંગઅર્થે પ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની ઈચ્છા પૂરી થાય તેવા કોઈ એંધાણ જોવા મળે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય કહી શકાય.
આજનો દિવસ તકેદારી અને સાવચેતી સૂચક કહી શકાય, તમારા ગુસ્સાને કાબુમાં રાખવો જરૂરી છે જેથી ખોટાવિવાદ ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું અગત્યનું છે, ખટપટથી દુર રહેવું ડહાપણ ભર્યું છે, વણમાગી સલાહસુચનના આપવું, વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું જરૂરી છે.
આજનો દિવસ તમારા માટે સારો કહી શકાય, તમારામાં આજે આત્મવિશ્વાસ સારો દેખાય, જૂનીઓળખાણ અચાનક તાજી થાય તેવું બની શકે છે, મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવા સંજોગો પણ બની શકે છે, વેપારમાં અનુભવથી કોઈ કામ કરોતો તેમાં તમને લાભ થઈ શકે છે.
આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારા કુટુંબકે મિત્રો સાથેની મિલનમુલાકાતમાં નાણાકીયખર્ચ થાય તેવી શક્યતા પણ રહેલી છે, ધાર્મિકકે સામાજિક કામકાજ અર્થે પ્રવાસનું આયોજન થઇ પણ શકે, માર્કેટિંગક્ષેત્રમાં સારો ઉત્સાહ જોવા મળે, વેપારમાં નાનું કામકાજ કરવું સલાહ ભર્યું છે.
આજનો દિવસ સાવચેતી અને ધીરજથી પસાર કરવો ઇચ્છનીય છે, ઉશ્કેરાટના ભોગના બનાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, ઘરકે ઓફીસમાં વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી, કોઈની સાથે વધુ દલીલબાજીના કરવી, ગેસ,અપચા,વાયુ,જેવા દર્દથી સાચવવું, વેપારમાં જોખમભર્યા કામન કરવાની સલાહ છે.
આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમય વ્યસ્તતા ધાર્યા કરતા વધુ જોવા મળી શકે તેને કારણે થોડી માનસીક અશાંતિ જેવું રહે, વાણીવર્તણુકમાં ધીરજનો અભાવ જોવા મળે અને તેના કારણે ક્યાંક અણગમતા વર્તનના ભોગના બનવું પડે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે, આજે ધીરજ રાખવી સારી કહી શકાય.
આજનો દિવસ સારો છે, થોડી મજાકમસ્તીની વૃતિ જોવા મળે પરંતુ કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, જુનામતભેદ સુધારવાની તકમળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ જોવા મળે, ખેતી, બાંધકામ, જમીન, વાહન, ધાતુ જેવા કામ કરનારને ઉત્સાહ રહે, વેપારમાં લાભ થઈ શકે છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમને કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, પરિચિત તરફ થી કઈ સમાચાર મળે તેવું બની શકે છે, ઓફીસમાં પરાણે કામકાજ કરતા હોવ તેવી લાગણી ઉદભવે, સહ કર્મચારી સાથે કામની બાબતમાં થોડો અસતોષ રહે, વેપારમાં જોખમ ભર્યા કામન કરવા સલાહભર્યા છે.
આજનો દિવસ સારો છે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈકામ જૂની ગુંચ હોય તને ઉકેલી શકાય તેવા સંજોગો બને છે, માંર્કેટિંગક્ષેત્રમાં સારું પ્રભુત્વ જણાય, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં સમય વધુ ફાળવોતો કોઈ વસ્તુ પર આવડત વધે, વેપારમાં લાભ થઈ શકે, પ્રિયજનની યાદ વધુ રહે.
આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો, ખોટાવિવાદથી દુર રહેવું શાણપણ ભર્યું છે, વાહન ધીમે ચલાવવું, પગ, સાંધા, સ્નાયુ, ગેસની તકલીફ વાળાએ આરોગ્ય બાબતે થોડું સાચવું, વેપારમાં જોખમન કરવું, માર્કેટિંગક્ષેત્રમાં થોડી મેહનત વધુ પડે અને તેને કારણે ઉત્સાહ ઓછો જોવા મળે.
આજનો દિવસ સારો છે, તમારામાં ઉત્સાહ અને ઉમંગ સારા જોવા મળે, કોઈ કારણોસર મુસાફરી થઈ શકે છે, ધાર્યા કામ થાય તેવી શક્યતા વધુ રહેલી છે,માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામકાજ કરવાથી સારું રહે, નવીનકાર્યની તક મળી શકે છે, વેપારમાં લાભ થઈ શકે છે, મિત્રો તરફથી સહકાર મળી શકે છે.
ગયા અઠવાડિયે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી) 2022નાં પરિણામ આવ્યા. આમાં ઉત્તર પ્રદેશના સૂરજ તિવારીએ 917મી રેન્ક મેળવી. આ રેન્ક મેળવીને સૂરજે “કોશિશ કરને વાલોં કી હાર નહીં હોતી” એ ઉક્તિને સાર્થક કરી. આજથી છ વર્ષ પહેલાં ગાઝિયાબાદના દાદરીમાં એક ટ્રેન એક્સિડન્ટમાં સૂરજે એના બન્ને પગ તથા જમણો હાથ ગુમાવ્યા. આવી શારીરિક અક્ષમતા છતાં એણે સિવિલ સર્વિસ એક્ઝામ ક્લિયર કરી.
હવે જરા આ જુઓઃ આજથી આશરે દોઢસો વર્ષ પહેલાં જૉન રોબલિંગ નામના સાહસિક સિવિલ એન્જિનિયરે મૅનહટન ટાપુ અને બ્રુકલિનને જોડતો, આશરે છ હજાર ફૂટ લાંબો પુલ બનાવવાનો વિચાર રજૂ કર્યો, પરંતુ તે સમયે બાંધકામ નિષ્ણાતોએ આ વિચારનો વિરોધ કર્યો. મૅનહટન અને બ્રુકલિન વચ્ચે વહેતી અગાધ ઈસ્ટ રિવરનાં ઊંડાણ અને વાતાવરણની વિષમતા જોઈને તેમણે પોતાનું મંતવ્ય કહ્યું- “આ પુલ બાંધવો ઈમ્પોસિબલ છે.”
સામા પક્ષે વિશિષ્ટ સ્વપ્નના સર્જનકાર્યમાં જૉને તેમના પુત્ર વૉશિંગ્ટન રોબલિંગને પણ જોડ્યો. વૉશિંગ્ટન પોતે એન્જિનિયર હતો, પરંતુ, સારાં કાર્યમાં સો વિઘ્ન. આ સપનાના પ્રારંભમાં, 1869માં એક ભયંકર અકસ્માતમાં જૉનનું મૃત્યુ થયું. ત્યાર બાદ એક ભીષણ આગમાં વૉશિંગ્ટનના શરીરમાં અમુક પ્રકારના ગૅસ જતાં તે હંમેશ માટે પથારીવશ થયો. બોલવા કે હાથ-પગ પણ હલાવી શકતો નહોતો. એના શરીરનું એકમાત્ર કાર્યરત અંગ હતું હાથની માત્ર એક આંગળી. લોકોને થતું કે આ સપનું ખરેખર સપનું જ રહેશે, કારણ કે પુલનું પ્રબળ સપનું સેવનાર જૉન મૃત્યુ પામ્યો અને પુત્ર સાવ અસમર્થ થઈ ગયો, પરંતુ સપનાને હકીકતમાં પરિવર્તિત કરવાની પ્રબળતા હજુ પણ વૉશિંગ્ટનના અંતરમાં હતી. તેણે પોતાના શરીરમાં ચાલતા એકમાત્ર અંગ વડે, આંગળીથી એક પોતાની સાંકેતિક ભાષા તૈયાર કરીઃ પત્નીના હાથ પર ટકોરા મારે અને એ દ્વારા શું કહેવા માંગે છે તેના સંકેત આપે. આ રીતે એક આંગળીના ટકોરે ૧૩ વર્ષના અંતે તેણે મનમાં દઢ કરેલા સ્વપ્નને સિદ્ધ કર્યું.
જો તમે સપનું જોઈ શકો તો તે સાકાર પણ થઈ શકે છે. બસ, નક્કી તમારે કરવાનું છે કે તમારે કરવું છે શું?
સામાન્ય રીતે જીવનમાં બનતી દરેક ઘટના બે વાર ઘટતી હોય છે. એક વાર માનવીના મસ્તિષ્કમાં અને બીજી વાર સાકાર સ્વરૂપે. જે મનુષ્ય કંઈક કરી દેખાડવાનું સપનું સેવે છે તે સાકાર થાય જ છે.
આવું જ એક સપનું સેવ્યું હતું અમેરિકાનાં જેસિકા કોક્સે. જેસિકાને એક દિવસ તેના શિક્ષકે પૂછ્યું ‘તારે શું બનવું છે?’
ત્યારે એમને ઉત્તર મળ્યો ‘પાઈલટ.’
શિક્ષકે કહ્યું, “યસ, યુ કૅન.”
બાળપણમાં બન્ને હાથ ગુમાવી ચૂકેલી જેસિકાએ આ શબ્દોને પોતાનો જીવનમંત્ર બનાવી દીધો. પચીસ વર્ષની ઉંમરે એણે પોતાના સ્વપ્નબીજને પુરુષાર્થનાં જળ સીંચીને સાકાર કર્યું. હાથ વિનાની વિશ્વની પહેલવહેલી પાઈલટ બની જેસિકા ઈતિહાસમાં અમર થઈ ગઈ.
જર્મનીના એરિકની તો વાત જ નિરાળી છે. માત્ર ૧૩ વર્ષની ઉંમરે એરિકની બંને આંખોનાં તેજ હણાયાં. આમ છતાં પણ પર્વતો ચઢવાનું સપનું ધરાવનાર એરિકે ૩૩ વર્ષની ઉંમરે એવરેસ્ટ સર કરીને પોતાનું સપનું સાકાર કર્યું.
ખરેખર, દઢ મનોબળ સાથે જોયેલાં સ્વપ્ન સર્વદા સિદ્ધ થયેલાં આપણને જોવા મળે છે. આ સ્વપ્નની પરિકલ્પના જેટલી વધુ દેઢ તેટલાં વિઘ્નોનો સામનો કરવામાં વધુ હિંમત મળે. માનવી જે સપનાં સેવે તે બધાં જ સાકાર કરી શકે છે. શરત માત્ર એઠલી કે સપનાં જોવા પડે.
હવે તમે કોની રાહ કોની જુઓ છો? જો તમે સપનું જોઈ શકો તો સાકાર પણ થઈ શકે છે. નિર્ણય તમારો છે.
(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)
જીમ કોર્બેટ નેશનલ પાર્કમાં રામનગર હાઈવે થી ઢિકાલા ફોરેસ્ટ ગેસ્ટ હાઉસ લગભગ 20-25 કિમી પાર્કની અંદર આવેલું છે. જીમ કોર્બેટ નેશનલ પાર્ક એક એવો પાર્ક છે કે જેમાં ઢિકાલા, ખીન્ન નૌલી, ગૈરાલ, બીજરાની, સર્પદુલી, સુલ્તાન વગેરે ફોરેસ્ટ ગેસ્ટ હાઉસ નેશનલ પાર્કની અંદર રહેવા માટે સાદગી પૂર્ણ પણ વાઈલ્ડ લાઈફ સાઈટીંગ માટે શ્રેષ્ઠ છે.
લગભગ 10 એક વર્ષ પહેલા અમે જીમ કોર્બેટ નેશનલ પાર્કના ઢિકાલા ફોરેસ્ટ ગેસ્ટ હાઉસ થી પરત રામનગર રેલ્વે સ્ટેશન જવા નિકળ્યા હતા. લગભગ 5-7 કિમી આગળ પહોંચ્યા ત્યાં અમે રોડની વચ્ચે સાપ અને નોળીયાને લડાઈ કરતા જોયા. સાપ અને નોળીયાનું આ યુદ્ધ લગભગ 15-20 મીનીટ અમે જોયું પણ સાપ કે નોળીયો એક બીજાને સહેજ પણ મચક આપતા નહતા અને 20 મીનીટ બાદ તે રોડ પર થી લડત લડતા થોડા ઝાડી તરફ ગયા, અમારે ટ્રેનનો સમય થતો હોય અમે સંપૂર્ણ યુદ્ધ જોઈ શકયા નહીં પણ સામાન્ય રીતે સાપ નોળીયાના યુદ્ધમાં નોળીયો વિજયી થતો હોય છે એવું સાંભળ્યું છે.
સાપ અને નોળીયાના યુદ્ધની આ કુદરતી ઘટના નિહાળવી ઘણી જ રોમાંચક હતી. સાપ અને નોળીયાની લડાઈ સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ટેરેટરી (સમાન વિસ્તાર) અને ખોરાક બાબતે થતી હોય છે.
છેલ્લા ઘણા સમયથી મોંઘવારી દરેક ક્ષેત્રમાં વધી છે. ખાદ્ય સામગ્રીમાં પણ વધારો થવાને કારણે ગૃહિણીઓની ચિંતામાં વધારો થયો હતો. ત્યારે આ વચ્ચે ગૃહિણીનો મોટી રાહત મળે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. ખાદ્યતેલના ભાવમાં ધડાડો થયો છે. સિંગતેલમાં 1 દિવસમાં 60 રૂપિયાનો ઘટાડો થયો છે. તો કપાસિયામાં પણ ડબ્બા દીઠ 30 રૂપિયાનો ઘટોડો થયો છે.
જાણો નવો ભાવ
ગૃહિણીઓ માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. સિંગતેલના ભાવમાં રુપિયા 60નો ઘટાડો થયો છે. સિંગતેલના 5 કિલોના ડબ્બાનો ભાવ રુ. 2710 પર પહોંચ્યો છે. તેમજ કપાસિયા તેલના ભાવમાં પણ રૂ.30નો ઘટાડો નોંધાયો છે. આ સાથે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ રૂ.1650 પર પહોંચ્યો છે. છેલ્લા ઘણા સમયના ભાવ વધારા બાદ સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ઘટાડો થતા સામાન્ય માણસને રાહત મળી છે.
આ કારણે ભાવમાં થયો ઘટાડો
સિંગતેલના ભાવમાં 1 દિવસમાં સીધો 60 રૂપિયાનો તોતિંગ ઘટાડો થયો છે. ત્યારે વેપારીઓ પાસેથી મળેલી માહિતી મુજબ, હાલ માર્કેટમાં માંગના અભાવે ખરીદીમાં બ્રેક વાગી છે જેના કારણે તેલના ભાવમાં ઘટાડો થયો છે. સતત ભાવ વધારા બાદ હવે સિંગતેલના અને કપાસિયા તેલ ભાવમાં ઘટાડો થયો છે.
રાજસ્થાનમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં તમામ પક્ષો સત્તા માટે જોરદાર પ્રયાસ કરી રહ્યા છે. આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી અશોક ગેહલોતે એક મોટી જાહેરાત કરી છે. રાજસ્થાનના લોકોને રાહત આપતા સીએમ ગેહલોતે વીજળીના બિલમાં રાહત આપી છે. મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે કે વીજ ગ્રાહકોને પ્રથમ 100 યુનિટ સુધી મફત વીજળી મળશે. સીએમ ગેહલોતે કહ્યું કે મોંઘવારી રાહત શિબિરોનું નિરીક્ષણ કર્યા પછી અને લોકો સાથે વાત કર્યા પછી, પ્રતિસાદ આવ્યો કે વીજળીના બિલમાં સ્લેબ મુજબની મુક્તિમાં થોડો ફેરફાર થવો જોઈએ. મે મહિનાના વીજ બિલમાં ફ્યુઅલ સરચાર્જ અંગે પણ જનતા પાસેથી પ્રતિસાદ મળ્યો હતો, જેના આધારે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
Rajasthan CM Ashok Gehlot announces zero bill for users consuming up to 100 units of electricity every month. Users consuming more than 100 units of electricity per month will not have to pay for the first 100 units. Consumers using up to 200 units of electricity will have the… pic.twitter.com/z3OZy5VFFO
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) May 31, 2023
સીએમ ગેહલોતે જાહેરાત કરી છે કે દર મહિને 100 યુનિટ સુધી વીજળીનો વપરાશ કરનારાઓનું વીજળીનું બિલ શૂન્ય હશે. તેઓએ અગાઉથી કોઈ બિલ ભરવાનું રહેશે નહીં. જે પરિવારો દર મહિને 100 યુનિટથી વધુ વપરાશ કરે છે તેમને પ્રથમ 100 યુનિટ વીજળી વિનામૂલ્યે આપવામાં આવશે, એટલે કે, બિલ ગમે તેટલું આવે, તેમણે પ્રથમ 100 યુનિટ માટે કોઈ વીજળીનો ચાર્જ ચૂકવવો પડશે નહીં.
ખાસ કરીને મધ્યમ વર્ગના લોકોને ધ્યાનમાં રાખીને દર મહિને 200 યુનિટ સુધી વીજળીનો વપરાશ કરતા ગ્રાહકોને પ્રથમ 100 યુનિટ વીજળી મફત મળશે, સાથે 200 યુનિટ સુધીના ફિક્સ ચાર્જિસ, ફ્યુઅલ સરચાર્જ અને અન્ય તમામ ચાર્જીસ માફ કરવામાં આવશે અને રાજ્ય સરકાર તેમને ચૂકવશે.
આ પહેલા સીએમ અશોક ગેહલોતે ટ્વિટર પર લખ્યું હતું કે, આજે રાત્રે 10.45 વાગ્યે હું રાજ્યના લોકો માટે મોટી રાહતની જાહેરાત કરીશ. તે જ સમયે, મુખ્યમંત્રીના આ ટ્વિટ પર યુઝર્સે તેમની પ્રતિક્રિયાઓ આપી.
એક અહેવાલ મુજબ ફિલ્મની ટીમ બસમાં મુસાફરી કરી રહી હતી. ત્યારે જ તે તેલંગાણાના નાલગોંડા જિલ્લાના નરકેટપલ્લી ખાતે બીજી બસ સાથે અથડાઈ હતી. અહેવાલો અનુસાર, આ ઘટનામાં ફિલ્મના કેટલાક સભ્યો ખરાબ રીતે ઘાયલ થયા છે, જ્યારે કેટલાક લોકોને સામાન્ય ઈજાઓ થઈ છે. ઘાયલ લોકોને ટૂંક સમયમાં નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. આ ઘટનાની વધુ વિગતોની હજુ રાહ જોવાઈ રહી છે. જો કે ફિલ્મના નિર્માતાઓએ હજુ સુધી આ ઘટના સાથે જોડાયેલી કોઈ માહિતી આપી નથી.
‘પુષ્પાઃ ધ રાઇઝ’ 2021માં રિલીઝ થઈ હતી, જેને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. આ ફિલ્મ સુકુમાર દ્વારા લખવામાં અને નિર્દેશિત કરવામાં આવી હતી. તે એક એક્શન-ડ્રામા ફિલ્મ હતી. તાજેતરમાં, ફિલ્મના મુખ્ય અભિનેતા અલ્લુ અર્જુને પુષ્પા 2 નું ફર્સ્ટ લૂક પોસ્ટર શેર કર્યું છે. પોસ્ટરમાં અલ્લુએ સાડી પહેરી છે અને તેનો ચહેરો વાદળી અને લાલ રંગમાં રંગવામાં આવ્યો છે. આ સાથે તેણે બંગડીઓ, ઘરેણાં, નોઝ પિન અને કાનની બુટ્ટી પણ પહેરી છે.
હાલમાં ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયું નથી અને સમાચાર આવી રહ્યા છે કે સાઈ પલ્લવી પણ ફિલ્મની સ્ટાર કાસ્ટ સાથે જોડાઈ ગઈ છે. રિપોર્ટ્સ એવું પણ કહી રહ્યા છે કે ફિલ્મના મેકર્સ બોલિવૂડ એક્ટરને પણ કાસ્ટ કરવા વિશે વિચારી રહ્યા છે. જો કે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
તમને જણાવી દઈએ કે ‘પુષ્પા 2’ની રિલીઝ ડેટ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે ફિલ્મ આ વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ થશે, પરંતુ નવા અહેવાલો અનુસાર, ફિલ્મ આવતા વર્ષે મે પહેલા રિલીઝ થશે નહીં.
ભારતીય કુસ્તી મહાસંઘના પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહે મહિલા કુસ્તીબાજોને તેમના મેડલ ગંગામાં ફેંકવાની ચેતવણીનો બદલો લીધો છે. બારાબંકીમાં આયોજિત એક કાર્યક્રમને સંબોધતા બીજેપી સાંસદે કહ્યું કે મેં કહ્યું હતું કે જો મારા પર એક પણ આરોપ સાબિત થશે તો હું મારી જાતને ફાંસી આપીશ. આજે પણ હું એ જ મુદ્દા પર ઊભો છું.
#WATCH मैंने कहा था कि अगर एक भी आरोप मेरे ऊपर साबित हो जाएगा तो मैं स्वयं फांसी पर लटक जाऊंगा। आज भी मैं उसी बात पर कायम हूं। 4 महीने हो गए वो मेरी फांसी चाहते हैं लेकिन सरकार मुझे फांसी नहीं दे रही है तो वो (पहलवान) अपना मेडल लेकर गंगा में बहाने जा रहे हैं। मुझ पर आरोप लगाने… pic.twitter.com/6m7dlAJ136
બીજેપી સાંસદે કહ્યું કે ચાર મહિના થઈ ગયા છે કે તેઓ મારી ફાંસી ઈચ્છે છે પરંતુ સરકાર મને ફાંસી આપી રહી નથી, તેથી કુસ્તીબાજ પોતાનો મેડલ ગંગામાં ફેંકવા જઈ રહ્યો છે. મારા પર આરોપ લગાવનારા, બ્રિજ ભૂષણને ગંગામાં મેડલ ફેંકવા બદલ ફાંસી નહીં અપાય. જો તમારી પાસે પુરાવા હોય તો કોર્ટમાં આપો અને જો કોર્ટ મને ફાંસી આપે તો હું સ્વીકારું છું. કુસ્તીબાજોએ સરકારને પાંચ દિવસનો સમય આપ્યો છે. આ પછી તે મેડલને ગંગામાં ડૂબાડી શકે છે. ખેડૂત નેતા નરેશ ટિકૈતે મેડલ ડુબાડવા જઈ રહેલા કુસ્તીબાજોને સમજાવ્યા.