ઇસ્લામાબાદઃ નાદાર થવાને આરે પહોંચેલા પાકિસ્તાનને એના ઇસ્લામિક મિત્ર મલેશિયાએ બહુ મોટો આંચકો આવ્યો છે. મલેશિયાએ પાકિસ્તાનની સરકારિ એરલાઇન PIAના બોઇંગ 777 પ્લેનને જપ્ત કર્યું છે. મલેશિયાના ક્વાલા લંપુર એરપોર્ટ પર લીધ વિવાદમાં કેટલીય વાર કહ્યા છતાં પૈસા નહીં ચૂકવવામાં આવતાં પાકિસ્તાનના આ વિમાનને જપ્ત કરી લીધું છે. પાકિસ્તાન મલેશિયાની સાથે મિત્રતાના તમામ દાવા કરતું રહે છે. ઇમરાન ખાન તો મલેશિયાની સાથે મળીને ઇસ્લામિક દેશોનું ગઠબંધન પણ બનાવવા ઇચ્છે છે.
પાકિસ્તાની એરલાઇને આ બોઇંગ 777 વિમાનને મલેશિયાથી લીઝ પર લેવામાં આવ્યું હતું. આ વિમાનને બીજી વાર ક્વાલા લંપુર એરપોર્ટ પરથી જપ્ત કરી લેવામાં આવ્યું છે. અનેક વાર યાદ અપાવ્યા છતાં કંગાળ પાકિસ્તાને લીઝના પૈસા મલેશિયાને નહીં ચૂકવતાં પાકિસ્તાન એરલાઇનના વિમાનને મલેશિયાએ જપ્ત કર્યું હતું. પાકિસ્તાને બોઇંગ વિમાનને આશરે 40 લાખ ડોલર લીઝના પૈસા આપવાના હતા.
મલેશિયાની કંપનીએ પાકિસ્તાનને પૈસા નહીં ચૂકવતાં સ્થાનિક કોર્ટમાંથી આદેશ લીધો હતો અને એરપોર્ટ પર PIAનું વિમાન જપ્ત કર્યું હતું. આ પહેલાં વર્ષ 2021માં પાકિસ્તાની વિમાનને મલેશિયાની રાજધાની ક્વાલા લંપુરમાં જપ્ત કરી લીધું હતું. એ સમયે પાકિસ્તાને પૈસા નહોતા ચૂકવ્યા, પણ રાજકીય આશ્વાસન આપ્યું હતું., જે પછી મલેશિયાએ વિમાનને જવા દીધું હતું.

આ જપ્ત કરવામાં આવેલા વિમાનમાં 173 યાત્રી અને પાઇલટ સહિત ક્રૂના સભ્યો હતા. પાકિસ્તાન પાસે વિદેશી કરન્સી ચાર અબજ ડોલરની આસપાસ બચ્યું છે. પાકિસ્તાને હાલના સમયમાં IMF પાસેથી લોન માગી છે, પણ અત્યારે એ મળવાની સંભાવના નથી.





ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન: આજની સ્થિતિએ – ૩૦ મે, ૨૦૨૩







આ કાર્યક્રમનું આયોજન AMAના ઝેન-કાયઝેનની બીજી વર્ષગાંઠ નિમિત્તે કરવામાં આવ્યું છે, જેનું ઉદઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૨૭ જૂન, ૨૦૨૧એ કરવામાં આવ્યું હતું. તેને ધ્યાનમાં રાખીને ‘ઝેન-કાયઝેન AMA’ને ફોટો-ફેસ્ટ માટેની સ્પર્ધાનું નામ અને સ્થાન તરીકે પસંદગી કરવામાં આવી છે. સ્પર્ધાના સ્ક્રિનિંગ માટેની પ્રારંભિક નોંધણીની છેલ્લી તારીખ ૩૧ મે, ૨૦૨૩ છે.
કોમેડિયન અચાનક બની ગયા હતા અને વિલન બન્યા ત્યારે એમના સિવાય ખાસ વિકલ્પ ન હતો. કાદર ખાન અને અમિતાભ બચ્ચન સાથે જ સંઘર્ષ કરી રહ્યા હતા. કાદર ખાને રેડિયો પરની એક મુલાકાતમાં કહ્યું હતું કે ફિલ્મ ‘બેનામ’ (૧૯૭૪) ના તેઓ લેખક ત્યારે અમિતાભ કહેતા હતા કે મેં કાર ડ્રાઈવિંગનું લાઈસન્સ કઢાવી રાખ્યું છે. ફિલ્મને સફળતા નહીં મળે તો જતો રહીશ અને ટેક્સી ડ્રાઈવર તરીકે કામ કરીશ.