દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે નવા વિવાદમાં ફસાયા છે. આ બંને સિવાય અન્ય કેટલાક નેતાઓ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની જાતિનો ઉલ્લેખ કરીને ભડકાઉ નિવેદનો કરવાનો આરોપ છે. આ નેતાઓ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમારોહની વાત કરતી વખતે તેઓએ આ ઉશ્કેરણીજનક ભાષણો આપ્યાં હતાં.
આ નેતાઓ પર રાજકીય લાભ માટે આવા નિવેદનો કરીને બે સમુદાયો/જૂથો વિરુદ્ધ દુશ્મનાવટ અને ભારત સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પેદા કરવાનો આરોપ છે. આ મામલે આઈપીસીની કલમ 121, 153A, 505 અને 34 હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.
નવી દિલ્હીઃ તમે શૂન્ય વીજ બિલ તો સાંભળ્યું હશે, પરંતુ બિલ માઇનસમાં આવી જાય તો. આવું ક્યારેય થતું નથી. એ ત્યારે જ થાય છે, જ્યારે તમે પહેલેથી વધુ પૈસાની ચુકવણી કરી હોય, પણ યુરોપનો એક દેશ એવો છે, જે વિચિત્ર સમસ્યાથી ઝઝૂમી રહ્યો છે. અહીં સ્વચ્છ વીજ એલટી ઉત્પાદન થવા લાગી કે વીજળીની કિંમતો શૂન્યથી નીચે એટલે કે માઇનસમાં ચાલી ગઈ છે. અધિકારીઓને સમજમાં નથી આવતું કે આ સમસ્યાનો હલ કેવી રીતે લાવવો?
ફિનલેન્ડમાં આવું થયું છે. યુક્રેન યુદ્ધને કારણે યુરોપ વીજ સંકટથી ઝઝૂમી રહ્યું છે. કિંમતો આકાશને આંબી રહી છે. આવા સમયે ફિનલેન્ડમાં રિન્યુએબલ એનર્જી વધુ માત્રામાં ઉત્પાદન થઈ રહી છે. ફિનલેન્ડના ગ્રિડ ઓપરેટર ફિંગરિડના CEO ઝુક્કા રુસુનેને જણાવ્યું હતું કે એટલી વધુ વીજ પેદા થવા લાગી છે કે સરેરાશ વીજ મૂલ્ય શૂન્યથી નીચે અથવા માઇનસમાં જતું રહ્યું છે.
યુક્રેન સંકટ પછી વિશ્વમાં વીજ કિંમતો વધવા લાગી તો ફિનલેન્ડે દેશના નાગરિકોને કહ્યું હતું કે વીજળીને સમજીવિચારીને ઉપયોગ કરો. એના માટે કેટલીય વાર આદેશ જારી કર્યો હતો. પછી લાગ્યું કે અંતિમ વિકલ્પ ના હોઈ શકે, ત્યારે ફિનલેન્ડે રિન્યુએબલ એનર્જીનો સહારો લીધો હતો. ખૂબ મૂડીરોકાણ કર્યું છે, જગ્યા-જગ્યાએ એના માટે પ્લાન્ટ બનાવી દીધા. સ્થિતિ એ પેદા થઈ કે કેટલાક મહિનાઓમાં વધુ વીજ પેદા થવા લાગી છે અને હવે ઉત્પાદનમાં કાપ મૂકવાની નોબત આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રદૂષણમુક્ત હવે પર્યાપ્ત વીજ છે. હવે અમે વેચવાનું વિચારી રહ્યા છે.
મુંબઈઃ આ વર્ષે માર્ચ- એપ્રિલ મહિનામાં લેવામાં આવેલી કોમર્સ, આર્ટ્સ અને સાયન્સની મહારાષ્ટ્ર એચએસસી બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ ગુરુવારે જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં મુંબઈની ધ કાંદિવલી એજ્યુકેશન સોસાયટી- KES કોલેજ પાસ થયેલા સ્ટુડન્ટ્સની ટકાવારીમાં બીજી કોલેજોની સરખામણીમાં બાજી મારી ગઈ છે. અહીંના પરીક્ષામાં બેસનારા 1486 વિદ્યાર્થીઓમાંથી 1483 સ્ટુડન્ટ્સ પાસ થયા છે. એટલે કે માત્ર ત્રણને બાદ કરતાં 99.80 ટકાવારી સાથે કોલેજ અવ્વલ નંબર પર રહી છે. ગત વર્ષ અને આ વર્ષની ટકાવારીની સરખામણીમાં ઝાઝો ફરક નથી.
આ બાબતે ટીચર્સને સંપૂર્ણ શ્રેય આપતાં KES કોલેજનાં પ્રિન્સિપલ શ્રીમતી લીલી ભૂષણ કહે છે કે આ રિઝલ્ટ માટે સો નહીં, બસો ટકા ટીચર્સનું યોગદાન છે. પોતાનાં સંતાનોને ભણાવતા હોય એટલા ડેડિકેશન સાથે ટીચર્સ વિદ્યાર્થીઓને ભણાવે છે. પોતાના ક્લાસનું એક પણ બાળક ફેઇલ ન થાય એવા દ્રઢ નિશ્ચય સાથે તેઓ સમર્પિત છે. પ્રત્યેક બાળકને ભણાવવા માટેની સ્ટ્રેટેજી અલગ-અલગ હોય છે. સ્લો લર્નર સ્ટુડન્ટ પર વિશેષ પ્રકારે ધ્યાન અપાય છે. ભણવામાં નબળાં બાળકોને એક્સ્ટ્રા કોચિંગ આપવામાં આવે છે. અને તેમની એકાદ-બે નહીં, પણ ઓછામાં ઓછી પાંચથી છ પ્રિલિમ્સ લેવામાં આવે છે.
KES કોલેજમાં 80 ટકા વિદ્યાર્થી ગુજરાતી છે. જોકે સ્ટુડન્ટ કોઈ પણ હોય. સ્ટુડન્ટ કોલેજ ન આવતો હોય તો તેના પેરેન્ટ્સને ફોન કરીને એ વિશેની તપાસ થાય છે. કાંદિવલી વેસ્ટમાં રહેતી રિદ્ધિ અશોક જૈનને તેની કોલેજના ટીચર્સની ટીચિંગ મેથડ ખૂબ જ ગમે છે. તે કહે છે કે અહીંની તમામ ફેકલ્ટી કો-ઓપરેટિવ છે. કોઈ પણ ડાઉટ સોલ્વ કરવા માટે તેઓ ઓલવેઝ અવેઇલેબલ રહે છે. અહીં દરેક સબજેક્ટમાં તમને ખૂબ પ્રેક્ટિસ આપવામાં આવે છે. ટીચર્સની મહેનત, કમિટમેન્ટ અને ડિવોશનને લીધે અમને પણ ખૂબ પ્રોત્સાહન મળે છે.
અમદાવાદઃ ગુજરાત એ ઓટોમોબાઇલ હબ છે ટાટા મોટર, મારુતિ ઉદ્યોગના પ્લાન્ટ તો રાજ્યમાં છે, એ સાથે ઇલેક્ટ્રિક બેટરીનો પ્લાન્ટ પણ સ્થપાઈ રહ્યો છે. ટેસ્લાના એલન મસ્ક પણ ઇલેક્ટ્રિક વેહિકલ બનાવવા માટે ગુજરાત તરફ મીટ માંડે એવી શક્યતા છે.
ટેસ્લાના CEO એલન મસ્કે હાલમાં એક અગ્રણી ન્યૂઝપેપરને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ભારતના મુખ્ય ઓટોમોટિવ કેન્દ્રોમાંના એક ગુજરાતે આશા જગાડી દીધી છે. ટાટા અને મારુતિના પ્લાન્ટ પછી ટેસ્લા રાજ્યમાં એકમ સ્થાપિત કરવા માટે અને મૂડીરોકાણ માટે એક મોટો ખેલાડી બની શકે છે. રાજ્યમાં વિકસિત માળખાકીય પાયો છે અને સપ્લાય ચેઇન માટેની સુવિધા છે.
વર્ષ 2021-22માં રાજ્ય સરકાર દ્વારા ટેસ્લાને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં આવવાનું ઇજન આપ્યું હતું. રાજ્યના ઉદ્યોગ વિભાગે ટેસ્લાને ચાર આમંત્રણ મોકલવામાં આવ્યાં હતાં, જેને પ્રોત્સાહક પ્રતિસાદ મળ્યો હતો. જોકે કર લાભો અને વધારાના ઇન્સેન્ટિવ માટેની ટેસ્લાની માગને કારણે વાટાઘાટ પડી ભાંગી હતી. વળી કેન્દ્રએ પણ વધુપડતા કરલાભો આપવા માટે અનિચ્છા આપી હતી.
જોકે હવે કેન્દ્રની પ્રોજેક્ટ લિન્ક્ડ ઇન્સેટિવ (PLI) યોજના છે, જે સંભવિતપણે ટેસ્લાના નિર્ણયને અસર કરી શકે છે. વળી, કેન્દ્રની મંજૂરીએ રાજ્ય સરકાર ટેસ્લા સાથે વાતચીત કરવા માટે તૈયાર છે. વળી, રાજ્યમાં વ્યાપક પોર્ટનું નેટવર્ક ટેસ્લા માટે આકર્ષક છે, જેથી કંપની નિકાસની યોજના બનાવી શકે છે. મેક્સિકો અને ભારત –બંને સંભવિત સ્થળોના રૂપે મસ્કના રડાર પર છે.
બેંગલુરુઃ કર્ણાટકમાં સરકાર બન્યાના એક સપ્તાહ પછી કોંગ્રેસે ગઈ કાલે 24 વિધાનસભ્યોની યાદી જારી કરી છે, જેમને શનિવારે મંત્રી તરીકે શપથ લીધા હતા. કોંગ્રેસ નેતાઓના જણાવ્યા મુજબ કર્ણાટકમાં શનિવારે બપોરે મંત્રીમંડળનું વિસ્તરણ થશે. કર્ણાટક સરકારમાં 34 મંત્રી હોઈ શકે છે. મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા અને ઉપ મુખ્ય પ્રધાન સહિત 10 મંત્રીઓને 20 મેએ શપથ લેવડાવવામાં આવ્યા હતા, જ્યારે 24 વિધાનસભ્યોને મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવશે.
દિલ્હીથી પરત ફર્યા પછી મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ શુક્રવારે રાતે રાજ્યપાલની ઓફિસમાં નવા મંત્રીઓની યાદી મોકલી હતી.તેમણે કહ્યું હતું કે કોંગ્રેસે મંત્રીઓની પસંદગી વખતે સામાજિક ન્યાયના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખતાં બધી જાતિઓ અને ક્ષેત્રોને સમાન પ્રતિનિધિત્વ આપવાના માપદંડોનું પાલન કર્યું છે.
મંત્રીઓની યાદીમાં અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી (AICC) અને કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ કમિટી (KPCC)ના ભૂતપૂર્વ પદાધિકારી એન બોસેરાજુનું નામ આશ્ચર્યજનક રૂપે સામેલ છે. બોસેરાજુ વિધાન પરિષદ અથવા વિધાનસભાના સભ્ય નથી, પણ રાજ્ય કોંગ્રેસ અને હાઇ કમાન્ડની વચ્ચે એક મહત્ત્વનો સંપર્ક છે.
મંત્રીઓમાં એકમાત્ર મહિલા મંત્રીઆ મંત્રીઓની યાદીમાં આઠ લિંગાયત સામેલ છે, જેમાં એકમાત્ર મહિલા મંત્રી લક્ષ્મી હેબ્બલકર સામેલ છે. અનુસૂચિત જાતિ સમુદાયમાંથી સાત, પાંચ વોક્કાલિંગા, બે મુસલમાન, અનુસૂચિત જનજાતિ સમુદાયોમાંથી ત્રણ, એક મરાઠા સહિત OBC સમૂહોમાંથી છ, એક બ્રાહ્મણ, એક ખ્રિસ્તી અને એક જૈન મંત્રીને કેબિનેટમાં જગ્યા આપવામાં આવી છે.
જોકે કર્ણાટક કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ દિનેશ ગુંડુ રાવ, જે પ્રારંભિક યાદીનો હિસ્સો નથી, તેમને પણ અંતિમ યાદીમાં જગ્યા મળી હતી. મુખ્ય મંત્રી ઓફિસ દ્વારા જારી 24 કેબિનેટ મંત્રીઓની યાદીમાં સામેલ નવા મંત્રીઓમાંથી 12ની પાસે મંત્રીપદનો કોઈ અનુભવ નથી.
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 424 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે ત્રણ જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,89,341 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.
દેશમાં અત્યાર સુધી 5,31,859 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,52,223 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 870 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 5259એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.80 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 1,10,809 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.70 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.90 ટકા છે.
દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,05,618 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 1366 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો તેમજ ગુસ્સા પર કાબુ રાખવો પણ જરૂરી છે, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું કહી શકાય, તાવ,માથા,આંખ,હાડકાની તકલીફ વાળાએ થોડું સાચવવું, ક્યાંક મનોરંજન પાછળ ધાર્યા કરતા વધુ ખર્ચ થઈ જય અને તેના કારણે મન થોડું અશાંત બની જાય.
આજનો દિવસ તમારો સરસ છે અને તમને ઉત્સાહ પણ સારો જોવા મળી રહે, તમારા કોઈ નવીનકામનું આયોજન થાય અને તેમાં પણ તમેને કોઈનો સારો સહયોગ સાંપડે જેની તમે સારી ખુશી અનુભવો, જુના મતભેદ ભૂલવાની તક મળે, પ્રિયજન સાથે દિવસ દરમિયાન સારી લાગણી અને યાદોનો અનુભવ થાય.
આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સમય પસાર થાય અને ક્યાંક નાણાકીયખર્ચ પણ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય તેમાં તમને માનસિકથાકની લાગણી વધુ અનુભવો, કોઈ જગ્યાએ મિલન મુલાકાતમાં તમારો ઉત્સાહ થોડો ઓછો જોવા મળી શકે છે, આરામ કરવાની વૃતિ વધુ જાગે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો સલાહ ભર્યો છે જેથી તમે ખોટા વાદવિવાદથી દુર રહી શકો, વાહન ધીમે ચલાવવું, કફ,છાતી,પ્રેસર જેવી તકલીફ ભોગવતા લોકોએ આરોગ્યબાબતે થોડું સાચવવું, ક્યાય વાર્તાલાપ દરમિયાન કોઇપણ પ્રકારની ગેરસમજના થાય તેનું થોડું ધ્યાન રાખવું સારું કહી શકાય.
આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય તેમજ મનમાં થોડી અશાંતિ રહે તેવું લાગે, સરકારીકામ, યુનિફોર્મવાળી નોકરી,સોના-ઝવેરાત,ફાર્માક્ષેત્રમાં કામ કરનારવર્ગ ને માનસિકથાકની લાગણી વધુ રહે તેમજ કોઇપણ પ્રકારના તમારા કામમાંકે મુલાકાતમાં ધીરજ અને અનુભવનો ઉપયોગ કરવો સારો.
આજનો દિવસ સારો છે, તમારા કોઈ જુનાકામની ગુંચ ઉકેલી શકાય તેવા સંજોગો બની શકે છે , મનની ઈચ્છા પૂરી થઇ શકે, કોમ્પુટર,દલાલી,કમીશન,પત્રકાર,લેખનકામ , કાનૂની, નાણાકીયસલાહકાર માટે આજે ઉત્સાહ સારો જણાય, લગ્નબાબત વાર્તાલાપકે મિલનમુલાકાત કરાવી સારી કહી શકાય.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, પાડવાકે વાગવાના યોગ બને છે માટે કાળજી રાખવી ,વાહન ધીમે ચલાવવું, હિતશત્રુ, ખટપટી લોકોથી દુર રહેવવું, ચામડી,એલર્જી,ડાયાબીટીસ, સ્ત્રીદર્દ ભોગવતા લોકોએ તકેદારી રાખવી, વાર્તાલાપ દરમિયાન કોઇપણ પ્રકારની ગેરસમજ ના થાય તેનું ધ્યાન રાખવું.
આજનો દિવસ તમારા માટે સરસ કહી શકાય કારણકે તમારી જૂનીઓળખાણ તાજી થાય અને તેમાં તમે સારી ખુશી અનુભવો, તમારા કામની કદર થાય, જમીન,બાંધકામ,વાહનવ્યવહાર,ધાતુના કામકરનાર વર્ગને નવીનતક દેખાય, પ્રિયજન સાથે પસંદગીની કોઈ વસ્તુ ખરીદવાની તક મળી શકે છે.
આજના દિવસ સાવચેતી અને ધીરજ રાખવી, વાહન ધીમે ચલાવવું, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવું, પેટ, આંતરડા,ડાયાબીટીસના દર્દી એ તકેદારી રાખવી, કોઈની પણ સાથે વાર્તાલાપ દરમિયાન ઉગ્રતાકે અપશબ્દના બોલાય તેનું પણ ધ્યાન રાખવું, કામકાજમાં શાંતિથી પરોવાયા રહેવું સલાહ ભર્યું છે.
આજનો દિવસ સારો છે ઉત્સાહ સારો રહે, મુસાફરી થઈ શકે છે, ધાર્યુંકે મનનું કામ થઇ શકે, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો યોગ્ય છે, પ્રિયજન સાથે ફરવા જવાનો યોગ બને છે, અગત્યની બાબત માટેની કોઇ જગ્યાએ વાતચીતકે મિલનમુલકાત માટે સારા સંજોગો બની શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય તેવા સંજોગો છે, લાકડા, ચામડા, ધાતુ, ઓઈલ, પેટ્રોલ, કોમ્પુટરક્ષેત્રમાં કામકરનાર વર્ગને થોડી વ્યસ્તતા રહે, જુનાકામમાં ક્યાય અટવાયેલ હોવતો તેનો જલ્દીથી ઉકેલન આવે તેવું બની શકે છે. કટાક્ષવાળા શબ્દપ્રયોગના કરવાની સલાહ છે.
આજનો દિવસ સામાન્ય છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય,મુસાફરી થઈ શકે છે, માર્કેટિંગમાં રેફરન્સથી કામ કરોતો લાભ થઈ શકે છે, પ્રિયજન સાથે ખરીદી કરવામાં ધાર્યા કરતા વધુ નાણા ખર્ચાય તેવા પણ સંજોગો છે. અગત્યની બાબત માટેની વાર્તાલાપમાં કોઈનો ક્યાંક સહયોગકે માર્ગદર્શન પણ મળે તેવું બની શકે છે.
ઋગ્વેદના પુસ્તક છઠ્ઠાના પ્રકરણ 70ની સંહિતા 6નો શ્લોક આપણને સનાત ધર્મના એક મહત્ત્વપૂર્ણ વિષયનો બોધ આપે છે. તેમાં કહેવાયું છે કે માતાપિતાના સાચવવાનો ધર્મ સનાતન ધર્મનો અગત્યનો હિસ્સો છે.
આપણે નાનપણમાં આપણી જરૂરિયાતો માટે સંપૂર્ણપણે માતા-પિતા પર નિર્ભર હોઈએ છીએ. તેઓ આપણને લાડ-પ્રેમથી ઉછેરીને મોટા કરે છે. તેમના ઘડપણમાં તેમને આપણી પાસેથી પણ એવા જ સ્નેહ, કાળજી અને લક્ષની જરૂર હોય છે. તેમના પ્રત્યેનું કર્તવ્ય નિભાવીને આપણે ઋણસ્વીકાર કરી શકીએ છીએ.
દરેક વ્યક્તિ યથાશક્તિ આ ધર્મનું પાલન કરી શકે છે, પરંતુ પાલન કરવું જરૂરી છે. આપણે હાલ જે કરવાની સ્થિતિમાં હોઈએ તેના કરતાં થોડું વધારે જ કરવાનો પ્રયાસ હોવો જોઈએ. કેટલાક વાલીઓ સંતાનો લક્ષ આપે એને પાત્ર હોતા નથી. તેમનાથી દૂર ચાલ્યા જવામાં જ સાર છે. પ્રહ્લાદનો કિસ્સો આપણી સામે છે. જો કે, આવા કિસ્સા જૂજ હોય છે.
માતા-પિતા બન્નેની છત્રછાયા હોય એવા પરિવારોમાં ઉછરેલાં બાળકો જીવનમાં અન્યો કરતાં વધારે સલામતી અનુભવતા હોય છે. તેઓ વધારે સર્જનશીલ અને પડકારોનો સામનો કરવા માટે વધુ આત્મવિશ્વાસી હોય છે. બીજી બાજુ, જેઓ પરિવારની હૂંફ પામ્યાં હોતાં નથી એવાં બાળકોના જીવનમાં કેટલીક જટિલતાઓ આવી જતી હોય છે. માતાપિતા સાથે ન હોય એવી સ્થિતિ માટે ઘણાં કારણો હોય છે અને અહીં એવી કોઈ પરિસ્થિતિ વિશે પૂર્વગ્રહ રખાયો નથી. આ તો ફક્ત એક નિરીક્ષણ છે.
મનુષ્યને બીજાં પણ એક માતા-પિતાની જરૂર હોય છે. એ છે માતા વસુંધરા અને પિતા આકાશ. એક ખેડૂત ધરતી પર બીજ વાવીને પાક લણે છે. એ બીજને વિકસવા માટે તેને વરસાદ, સૂર્યપ્રકાશ, વગેરેની જરૂર પડે છે. વરસાદ અને સૂર્યપ્રકાશ આકાશમાંથી આવે છે.
ખેડૂત હોય, વેપારી હોય, વ્યવસાયી હોય કે બીજું કોઈ પણ હોય, દરેકને ઊભા રહેવા માટે, ઘર બાંધવા માટે, વ્યવસાય કરવા માટે જમીનની જરૂર પડે છે. આપણા કલ્યાણ માટે હવા-પાણી, સૂર્યપ્રકાશ અને વાતાવરણની પણ જરૂર પડે છે. જમીન તો ચંદ્ર પર પણ છે, પરંતુ ત્યાં મનુષ્ય વસવાટ કરી શકે એવું વાતાવરણ નથી. બીજા કોઈ ગ્રહ પર કે સૂર્ય પર હવા, પ્રકાશ, વાયુ એ બધું છે, પરંતુ જમીન નથી. ત્યાં પણ આપણે જીવી શકતા નથી. આ પૃથ્વી પર પણ ઘણા લોકો એવી જગ્યાએ રહે છે કે વ્યવસાય કરે છે, જ્યાં સૂર્યપ્રકાશ પહોંચતો નથી અને તેને કારણે તેઓ વિવિધ બીમારીઓના શિકાર બને છે.
આપણાં માતા-પિતા આપણી સામાજિક સંપત્તિ છે, કુદરત એ પર્યાવરણીય સંપત્તિ છે. એ બન્ને યોગિક સંપત્તિના ઘટકો છે. આપણે પ્રસન્નતા બક્ષે અને પેઢીઓ સુધી ટકે એવું ધન મેળવવા માટે યોગિક સંપત્તિ પ્રાપ્ત કરવી જરૂરી છે.
જેઓ માતા-પિતાનું સમ્માન કરે છે એ જ લોકો જીવનમાં સમૃદ્ધિ પામી શકે છે. જે પરિવારોમાં માતા-પિતા તરફ દુર્લક્ષ થયું હોય છે ત્યાં ભૌતિક સંપત્તિ જરૂર આવી શકે છે, પરંતુ મૂલ્યોરૂપી ધન હોતું નથી. આવા લોકો જ ખરા જીવનને બદલે જીવનશૈલીને વધુ મહત્ત્વ આપે છે. તેઓ મૂલ્યોને બદલે મૂલ્યાંકન પર વધારે ભાર આપે છે.
પ્રકૃતિરૂપી માતાને નુકસાન કરવાથી જ હવામાન બગડતું ગયું છે અને ઋતુઓનું ચક્ર બગડી ગયું છે. તેના કારણે પાકને નુકસાન થવા ઉપરાંત બીજી અનેક સમસ્યાઓ જન્મ લે છે. જીવનને ધન્યતા આપનારી સંપત્તિ પ્રાપ્ત કરવી હોય તો માતા-પિતાનું પૂજન કરવું આવશ્યક છે.
(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)